My dear brother and sister in Gujarati Motivational Stories by Disha books and stories PDF | જર્ની ઓફ સ્વામી વિવેકાનંદ

The Author
Featured Books
Categories
Share

જર્ની ઓફ સ્વામી વિવેકાનંદ

Great Indian Stories

Dear brother and sister…

દિશા આર પટેલ

ઈ.સ 1881 ની વાત છે જ્યારે કલાસરૂમ માં એક પ્રોફેસરે એક વિદ્યાર્થીને સવાલ કર્યો કે.. "શું તું ભગવાનનાં અસ્તિત્વ નો સ્વીકાર કરે છે.. ?

તો એ વિદ્યાર્થી નો જવાબ હતો.. "હા"

તો એ પ્રોફેસરે બીજો સવાલ પૂછ્યો..

"તો શું શૈતાન નાં અસ્તિત્વ નો પણ સ્વીકાર કરે છે.. ?"

આનાં જવાબમાં એ વિદ્યાર્થી ચૂપ રહ્યો.. એક શબ્દ પણ ના બોલ્યો.. ઉલટાનું એ વિદ્યાર્થી એ પ્રોફેસરને જ પોતે એમને સવાલ પૂછવા માંગે છે એવી પરવાનગી માંગી.. પહેલાં તો પ્રોફેસર ને એનું આમ કહેવું વિચિત્ર લાગ્યું પણ પછી એમને એ વિદ્યાર્થી પોતાને સવાલ પૂછી શકે છે એવું કહ્યું એટલે એ વિદ્યાર્થી એ પૂછ્યું.

"સર.. તમને ઠંડીનાં અસ્તિત્વ પર વિશ્વાસ છે.. ?"

"કેમ આવું પૂછ્યું.. ઠંડી તો લાગે જ ને.. શું તને નથી લાગતી.. "

"હું તો કહું છું કે ઠંડી જેવી વસ્તુ નું અસ્તિત્વ જ નથી.. પણ એતો ઉષ્મા ની ગેરહાજરી નું પરિણામ છે.. તો એ ખોટું નથી.. "

એ બાળક ની આ વાત સાંભળી પ્રોફેસર અવાચક રહી ગયાં.. એ બાળકે ફરીથી કહ્યું.

"એજ રીતે અંધકાર નું પણ અસ્તિત્વ હું નકારું છું એતો ફક્ત પ્રકાશ ની ગેરહાજરીનું પરિણામ છે.. "

"આખરે તું કહેવા શું માંગે છે.. ?? તારી આ કારણ વગરની વાતો નું તાત્પર્ય શું છે.. ?" એ બાળક ની વાતોનું અર્થઘટન કાઢવામાં અસમર્થ એ પ્રોફેસરે અકળાઈને પૂછ્યું.

"મારાં કહેવાનો અર્થ એજ છે કે જેમ અંધકાર નું કારણ એ પ્રકાશ ની ગેરહાજરી છે.. ઠંડી નું કારણ ઉષ્મા ની ગેરહાજરી છે એમજ શૈતાન નું હકીકત માં અસ્તિત્વ છે જ નહીં.. પણ એતો પ્રેમ, લાગણી, કરુણા અને ઈશ્વરમાં સાચી શ્રદ્ધા ન હોવાને કારણે અસ્તિત્વ ધરાવે છે.. "એ વિદ્યાર્થીએ જણાવ્યું.

એની વાત સાંભળતા જ પ્રોફેસર દાંત માં આંગળીઓ ઘાલી ગયાં.. આ ઉંમરે આ બાળકનાં મોંઢે આટલી મોટી વાત સાંભળી એમને આ બાળક આગળ જઈને દેશનું નામ રોશન કરશે એનો કયાસ કાઢી લીધો હતો.. !!

એ બાળક એટલે બીજું કોઈ નહીં પણ ભારતીય સભ્યતા અને વૈદિક સંસ્કૃતિ ને વિશ્વના વિવિધ દેશોમાં માન અને સમ્માન અપાવનાર વિરલ વિભૂતિ સ્વામી વિવેકાનંદ.. !! જે વ્યક્તિ એ ભારત ની ભૂમિ ને પોતાનું સર્વસ્વ માની એની ગરિમા અને એની મહાનતા ને અતિ ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી એ વ્યક્તિ ને શબ્દાંજલી આપવાનો એક નાનકડો પ્રયાસ અહીં કરી રહી છું.

***

સ્વામી વિવેકાનંદનું સાચું નામ નરેન્દ્રનાથ દત્ત હતું.. એમનો જન્મ 12 જાન્યુવારી સાલ 1863 ના રોજ પશ્ચિમ બંગાળના પાટનગર કલકત્તા માં એક ખુબજ વિશાળ પરિવારમાં થયો હતો.. ગૌડ મોહન સ્ટ્રીટ ખાતેનું એમનું મકાન એ વાત ની સાક્ષી પૂરે છે કે નરેન્દ્ર નો પરિવાર ખૂબ સુખી સંપન્ન હતો.નરેન્દ્ર ને કુલ 9 ભાઈ બહેન હતાં.

નરેન્દ્રનાં પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું.. જે કલકત્તા હાઇકોર્ટ માં વકીલ ની પદવી પર કાર્યરત હતાં.. એમનાં માતા ભુવનેશ્વરી ખૂબ જ ધાર્મિક પ્રકૃતિ ધરાવતાં એક મૃદુ સ્વભાવનાં ગૃહિણી હતાં.. એમનો મોટા ભાગનો સમય શિવ પૂજામાં પસાર થતો હતો.. પોતાની માં ની આ ધાર્મિક પ્રકૃતિ અને દયાળુ સ્વભાવે નરેન્દ્રનાં ઘડતર માં બહુ મોટો ફાળો ભજવ્યો. એમનાં દાદા દુર્ગાચરણ દત્ત હતાં જેમની ગણના સંસ્કૃત અને ફારસી ભાષાનાં મોટા વિદ્ધાન માં થતી હતી.. દુર્ગાચરણ દાસ ફક્ત 25 વર્ષની ઉંમરે પરિવાર અને ઘરબાર છોડી એક સંન્યાસી ની જેમ જીવન વ્યતીત કરતાં હતાં.

નરેન્દ્ર નાનપણ થી જ બહુ જિજ્ઞાશુ અને મસ્તીખોર પ્રકૃતિ નાં હતાં.. શાળામાં પણ સથી મિત્રો ની સાથે સ્કૂલ ટીચરો ને પણ એમની મસ્તીનો શિકાર બનવું પડતું... નરેન્દ્ર ની માતા ભુવનેશ્વરી દેવી પોતાની ધાર્મિક પ્રવૃતિઓ ઘરે પણ કરતાં.. જેમાં પુરાણ, રામાયણ, ગીતા વગેરેની કથા એ ઘરે જ કરતાં.ઘણાં કથાવાચકો એમની વાતો સાંભળવા આવતાં.રોજ ઘરમાં ચાલતાં પૂજા પાઠ અને ધાર્મિક પ્રવૃતિઓ ને લીધે નરેન્દ્ર ને પણ નાનપણ થી જ ઈશ્વર નાં અસ્તિત્વ અને ઈશ્વર વિશે જાણવાની ઈચ્છા થતી.આજ ઈચ્છા નાં લીધે એ માતા ભુવનેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ દત્ત ની સાથે ઘરે આવતાં પંડિતો ને પણ એવાં સવાલ પૂછતાં જેનો એ કોઈની પાસે કોઈ જવાબ જ નહોતો.

ઈ.સ 1871 માં નરેન્દ્રનાથે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટ માં પોતાનો શાળાકીય અભ્યાસ માટે એડમિશન લીધું.ભણવાની સાથે નરેન્દ્ર ને કુસ્તી અને અન્ય ભારતીય રમતોમાં પણ ઘણો રસ હતો.એમનો પરિવાર 1877 માં રાયપુર ટ્રાન્સફર થયો.. જ્યાંથી બે વર્ષ પછી 1879 માં નરેન્દ્ર નો પરિવાર કલકત્તા પરત આવ્યો.. નરેન્દ્ર એક માત્ર વિદ્યાર્થી હતાં જેમને પ્રેસિડન્સી કોલેજ પ્રવેશ પરીક્ષા પ્રથમ ડિવિઝન તરીકે ઉત્તીર્ણ કરી હોય.

તેઓ તત્વજ્ઞાન, ધર્મ, ઇતિહાસ, સામાજિક વિજ્ઞાન, કલા અને સાહિત્ય સહિત વિષયનાં પણ એક ઉત્સુક વાચક હતા.આ સાથે નરેન્દ્રએ વેદો, ઉપનિષદો, ભગવદ્દગીતા, રામાયણ, મહાભારત અને હિન્દૂ ગ્રંથોનો પણ ઊંડો અભ્યાસ કર્યો. નરેન્દ્રએ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તાલીમ લીધી હતી અને આ સાથે તેઓ નિયમિત શારીરિક વ્યાયામ અને રમતોમાં હાજરી પણ આપતાં.

નરેન્દ્ર એ પાશ્ચાત્ય તત્વજ્ઞાન ની ડિગ્રી યુરોપ જનરલ એસેમ્બલી Institusn (જે હવે સ્કોટિશ ચર્ચ કોલેજ તરીકે ઓળખાય છે.) માં પૂર્ણ કરી.1881 માં તેમણે લલિત કલાની પરીક્ષા પાસ કરી અને 1884 માં આર્ટસ ની બેચરલ ની ડિગ્રી પણ પૂર્ણ કરી.

નરેન્દ્ર ને પશ્ચિમી લેખકો જેવા કે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટલિબ ફિચ, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ.એચ.હેજલ, આર્થર સ્ફુપીહર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, જોન સ્ટુઅર્ટ મીલ અને ચાર્લ્સ ડાર્વિનની લેખન શૈલી ગમતી અને એમની આ લેખન શૈલી થી પ્રેરાઈને નરેન્દ્ર એ આ લેખકો ની ઢગલાબંધ કૃતિઓનો પણ અભ્યાસ કર્યો છે.

નરેન્દ્રએ સ્પેન્સર નામનાં લેખકનાં પુસ્તક એજ્યુકેશન નો બંગાળીમાં અનુવાદ પણ કર્યો.તેઓ હર્બર્ટ સ્પેંસરના ઉત્ક્રાંતિ દ્વારા આકર્ષાયા હતા.પશ્ચિમ તત્વજ્ઞાનીઓ ની સાથે નરેન્દ્ર એ સંસ્કૃત ગ્રંથો અને બંગાળી સાહિત્ય નો પણ સાથે સાથે અભ્યાસ કર્યો.વિલીયમ હેસ્ટીએ તો સ્વામી વિવેકાનંદ વિશે તો એ પણ લખ્યું છે કે

"નરેન્દ્ર ખરેખર એક પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતાં.. મેં દુનિયાના ઘણાં દેશોનો પ્રવાસ કર્યો છે પણ મને નરેન્દ્ર જેવો હોનહાર વ્યક્તિ ક્યાંય મળ્યો નથી.. અરે હું તો જર્મન દાર્શનિક છાત્રોમાં પણ નરેન્દ્ર જેવી પ્રતિભા જોઈ શક્યો નથી.. "આજ ખાસિયતોના લીધે ઘણી વખત તેમને શ્રુતિધર (અસાધારણ યાદશક્તિ ધરાવનાર વ્યક્તિ) પણ કહેવામાં આવે છે.

આતો વાત કરી બાળક નરેન્દ્રનાં અભ્યાસ અને પ્રતિભા ની શરૂવાત ની ઝાંખીની.. પણ ખરી શરૂવાત થવાની હજુ બાકી હતી.. કહેવાય છે ને "ગુરુ વગર સાચાં જ્ઞાન ની પ્રાપ્તિ થતી નથી.. " આમ જ નરેન્દ્ર ની જીંદગીમાં એમનાં આધ્યાત્મિક ગુરુ તરીકે પ્રવેશ થયો.. શ્રી રામકૃષ્ણ પરમહંસ નો.

ઈ.સ 1880 માં રામકૃષ્ણ પરમહંસ સાથે થયેલી મુલાકાતે બાળ નરેન્દ્રનાં મસ્તિક પર એક અનન્ય અસર ઉભી કરી.. અને આજ કારણથી રામકૃષ્ણ પરમહંસના વિચારો અને આધ્યાત્મિક પ્રવૃતિઓથી પ્રેરાઈને એમને પોતાની સમસ્ત જીંદગી પરમહંસની સેવામાં ગુજારવાનું નક્કી કરી દીધું. કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસ ને માં કાલી સાક્ષાત હતાં અને એ માં કાલી જોડે વાતો પણ કરતાં.

સાલ 1884 માં નરેન્દ્રનાં પિતાજીનું અવસાન થયું અને ઘર ની પરિસ્થિતિ વિકટ બની ગઈ પણ નરેન્દ્ર ને હવે સંસારની મોહ માયા માં કોઈ રસ નહોતો.. એમને તો આખી દુનિયાનું હિત જેમાં હોય એવું જ કાર્ય કરવું હતું.. 1985 ની સાલમાં રામકૃષ્ણ પરમહંસ બીમારી માં પડ્યાં.. દિવસે ને દિવસે એમનું શરીર વધુ ક્ષીણ થઈ રહ્યું હતું.. પણ નરેન્દ્ર એક સાચા ગુરુભક્ત બની ચોવીસે કલાક ગુરુની સેવા કરતાં રહ્યાં.. ગુરુ પ્રત્યે ની આ શ્રદ્ધા એ જ એમને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવ્યો એમ કહીએ તો ખોટું નથી જ.

16 ઓગસ્ટ 1886 નાં રોજ રામકૃષ્ણ પરમહંસ ચીરકાલીન મોત ને ભેટ્યા.. ગુરુ ની મોત ની નરેન્દ્ર ને કારમો આઘાત લાગ્યો.. પણ પોતાનાં ગુરુનાં વિચારો ને દેશનાં ખૂણે ખૂણે પહોંચાડવાનું લક્ષ્ય હવે નરેન્દ્ર નું સપનું બની ગયું હતું.. જે એ કોઈપણ ભોગે પૂરું કરવા માંગતા હતાં.. આ માટે તેઓ પૂરાં ભારતમાં 1890-1893 એમ ત્રણ વર્ષ સુધી ભ્રમણ કરતાં રહ્યાં અને અલગ અલગ શહેરો માં એમને રામકૃષ્ણ મિશન ની પણ સ્થાપના કરી.. જે હજુ પણ કાર્યરત છે.

ભારતનાં અલગ અલગ શહેરોમાં ભરી યુવાનોમાં ભારતીય સંસ્કૃતિ નો પ્રચાર અને પ્રસાર કરી સ્વામી વિવેકાનંદ એક જાણીતું નામ બની ગયું હતું.. એમનાં વિચારો એ ઘણાં લોકો ને પ્રેરણા પુરી પાડી હતી.. ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર તો કહેતાં કે "જો તમે સ્વામીજી ને મળશો તો તમે જાણી શકશો કે ઉર્જા નો અખૂટ ભંડાર કેવો હોય.. એમનામાં ફક્ત સ્કારત્મકતાનાં જ દર્શન થશે.. નકારાત્મક વસ્તુ એક પણ નહીં.. "

વર્ષ 1993 માં શિકાગો અમેરિકા ખાતે વિશ્વ ધર્મ પરિષદ નું આયોજન થયું.. જ્યાં દરેક દેશમાંથી અલગ અલગ ધર્મનાં પ્રચારકો આવ્યાં.. ભારતમાંથી હિન્દૂ ધર્મ અને હિન્દૂ સંસ્કૃતિનો પ્રચાર કરવા અને એ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે સ્વામીજી શિકાગો પહોંચી ગયાં.

અહીં અલગ અલગ ધર્મ ગ્રંથો ને એક ટેબલ પર મુકવામાં આવ્યા હતાં.. જ્યાં ભગવત ગીતા ને સૌથી નીચે રાખવામાં આવી હતી.. એક વિદેશી પત્રકારે સ્વામીજી ને પૂછ્યું કે.. "તમારાં હિન્દૂ ધર્મ ગ્રંથ ને સૌથી નીચે રાખવામાં કેમ આવ્યો છે.. આતો હિન્દૂ ધર્મનું અપમાન છે.. "

એ વિદેશી પત્રકાર ની વાત સાંભળી સ્વામીજી બોલ્યાં..

"આમાં મને ક્યાંય હિન્દૂ ધર્મ નું અપમાન થયું હોય એવું લાગતું નથી.. કેમકે હિન્દૂ ધર્મ અને ભગવત ગીતા તો દરેક ધર્મ નો મૂળ છે, દરેક ધર્મનો પાયો છે અને પાયો નીચે જ હોય.. " સ્વામીજી નો આ જવાબ સાંભળી એ પત્રકાર સમજી ગયો હતો કે પોતે જેને સવાલ કર્યો એ કોઈ સામાન્ય માણસ નથી.. અને એની આ વાત થોડાં સમય પછી સાચી પડી જ્યારે સ્વામીજી એ મોટી જનમેદની અને જગતભરનાં વિદ્ધાનો સામે પોતાનું ભાષણ આપ્યું.

"MY DEAR AMERICAN BROTHER AND SISTER"

"મારાં વ્હાલા અમેરિકી ભાઈઓ અને બહેનો.. " હજુ તો આટલું ઉદબોધન થયું અને તાળીઓનો એવો તે ગળગળાટ થયો કે વાતાવરણ ગુંજી ઉઠ્યું.. સળંગ બે મિનિટ સુધી આ તાળીઓ ચાલુ રહી.

"My dear ladies and gentalmen" કરતાં "my dear brother and sister" માં ત્યાં બેસેલાં દરેકને એક આત્મીયતાની લાગણીનાં દર્શન થયાં.. આગળ પણ સ્વામીજી એ જે વાતો કરી એની નોંધ એ સમયે અમેરિકાના દરેક ન્યૂઝપેપરે પોતાનાં ફ્રન્ટ પેજ પર છાપીને લીધી.. અહીં એમનાં એ વિશ્વ પ્રસિદ્ધ વક્તવ્ય નાં અમુક અંશો રજૂ કરું છું.

"એમને આ વક્તવ્યમાં હિન્દૂ ધર્મ ને દરેક ધર્મ ની માતા કહી.. એમને સાથે એ પણ કહ્યું કે જ્યારે યહૂદીઓ પર રોમન લોકો એ અત્યાચાર કર્યો એમનાં મંદિરો ને તોડી નાંખ્યા ત્યારે એ લોકો ભારત આવ્યાં અને ભારતીય લોકો એ એમને કોઈપણ જાતનાં ભેદભાવ વગર સ્વીકારી લીધાં.. આવાં ગુણી દેશનો નાગરિક હોવાનો મને ગર્વ છે."

रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषाम्। नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव॥

"હે પરમાત્મા જેમ નદીઓ અલગ અલગ સ્રોતોમાંથી નીકળી છેવટે સાગરમાં મળી જાય છે.. એમ લોકો અલગ અલગ કર્મ કરી અલગ અલગ રસ્તે ચાલી છેવટે તુજમાં ભળી જશે.. "

આ સિવાય ગીતાના અનેક શ્લોકો અને એનાં ઉપદેશો ને બહુ જ ઊંડાણ પૂર્વક એમને ત્યાં હાજર લોકો સુધી પહોંચાડ્યા.. જે દેશને પાશ્ચાત્ય સંસ્કૃતિનાં લોકો સાપ, મદારી અને ભીખારીઓની ભૂમિ કહેતાં એમનાં વિચારો અને મત સ્વામીજી ની વાતો સાંભળ્યા પછી બદલાઈ ચુક્યો હતો.

ભારતીય વેદ અને સંસ્કૃતિનાં પ્રચાર માટે સ્વામી વિવેકાનંદ લગભગ ત્રણ વર્ષ સુધી અમેરિકામાં જ રહ્યાં.અમેરિકામાં એમને ધર્મ ની સાચી વ્યાખ્યા અને માનવ સેવા નો મર્મ સમજાવ્યો.. એમનાં વિચારોથી પ્રેરાઈને અમેરિકામાં વસતા ભારતીયો ની સાથે વિદેશી નાગરિકો પણ એમનાં અનુયાયી બની ગયાં.અમેરિકન મીડિયા એમને સાયકલોનીક હિન્દૂ કહેતાં અને સ્વામીજી પોતાને ગરીબોનો સેવક કહેવાનું વધુ પસંદ કરતાં.

રોમાં રોલાં નામનાં અમેરિકી વિદ્ધાન કહેતાં કે "સ્વામી વિવેકાનંદ માં કંઈપણ ખૂટતી વસ્તુ જ નહોતી.. એ અદ્વિતીય હતાં.. એ સમસ્ત માનવજાત અને દરેક ધર્મ નો અવાજ હતાં.. હિન્દૂ ધર્મ ની સાથે દરેક ધર્મ નો મૂળ મંત્ર આખરે શું છે એ સ્વામીજી સરળતાથી સમજાવી શકતાં.. "

વિદેશોમાં દિવસે ને દિવસે મળતી પ્રસિધ્ધિ અને ત્યાંની આરામદાયક તથા એશોઆરામ ભરેલી જીંદગી છોડીને સ્વામીજી ત્રણ વર્ષમાં તો સ્વદેશ પાછા ફર્યા.. અહીં આવીને એમને અંગ્રેજોની ગુલામી કરતાં આ દેશનાં નાગરિકો ને આહવાન કર્યું કે..

"નવું ભારત નીકળી પડે મોચી ની દુકાનમાંથી, ભાડભૂંજાની ભાડ માંથી, કારખાનમાંથી, દુકાનોમાંથી, પર્વતો પરથી, જંગલોમાંથી.. "

બસ સ્વામીજીનું આ આહવાન જ ગાંધીજીનાં સ્વાતંત્ર્ય સંગ્રામ માટે જનમેદની ભેગી કરવા માટેનું પ્રેરકબળ બન્યું.. એટલે જ ગાંધીજી ની સાથે નિકોલસ ટેસ્લા જેવાં મહાન વ્યક્તિઓ પણ સ્વામીજીને પોતાનો આદર્શ માનતાં.

સ્વામીજી ચુસ્તપણે માનતાં કે હિન્દૂ ધર્મ શ્રેષ્ઠ છે પણ એમને ધાર્મિક આડંબરો, ખોટાં રિતી રિવાજો, ખોટી માન્યતાઓ બિલકુલ પસંદ નહોતી.. અને એટલે જ ક્યારેક એમનાં તેજાબી ભાષણોમાં આવી રીતિઓ ને, આવા આડંબરો ને વખોડી મુકાયા.. સ્વામીજી એ તો ત્યાં સુધી કહ્યું કે મંદિરમાં આવેલી આ મૂર્તિઓ ને સ્થાને દુઃખી અને પીડિત લોકો ને રાખીને એમની સેવા કરવામાં આવે તો એજ સાચી પ્રભુ વંદના છે.

સ્વામીજીનાં આવાં વક્તવ્યનું ઘણાં ધર્મ ગુરુઓ વિરોધ કરતાં.. પણ સ્વામીજી પોતાની વાતમાં હંમેશા અડગ જ રહેતાં.. એ વખતે એમની કહેવાયેલી આ વાત એમનું બડબોલાપણું નહોતું.. પણ એક સચોટ રીતે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું કરેલું મૂલ્યાંકન હતું.. જેને વીસમી સદી પૂર્ણ થતાં દરેકે સ્વીકારવું જ પડ્યું.

સ્વામીજી હંમેશા કહેતાં કે એ વધુ ઉંમર જીવવાના નથી અને થયું પણ એવું જ.. 4 જુલાઈ 1904 નાં રોજ પોતાનાં રોજનાં નિત્યક્રમ મુજબ સ્વામીજી ધ્યાનની મુદ્રામાં બેઠાં.. અને ધ્યાનમાં ને ધ્યાનમાં એમને મહાસમાધી લઈ લીધી.. માત્ર 39 વર્ષ ની ઉંમરે આ વિરલ વિભૂતિ એ પ્રભુમાં પોતાની આત્મના ને અંતર્ધ્યાન કરી દીધી હતી.

બેલુર ખાતે ગંગા નદીનાં તટેજ ચંદન કાષ્ઠ પર એમનો અંતિમ સંસ્કાર થયો.. આજ ગંગા કિનારે સામેના તટે એમનાં ગુરુ નો પણ સોળ વર્ષ પહેલાં અંતિમ સંસ્કાર થયો હતો.. આજે બેલુર માં સ્વામી વિવેકાનંદ ની સ્મૃતિમાં એક મંદિર પણ બાંધવામાં આવ્યું છે.

સ્વામીજી નાં અનુયાયીઓ અને શિષ્યો દ્વારા જગતભરમાં 130 જેટલાં મઠ ની સ્થાપના કરવામાં આવી છે.. આ મઠ હિન્દૂ ધર્મ અને હિન્દૂ સંસ્કૃતિનો વ્યાપ વધારવાનું કામ કરે છે અને આપણી સંસ્કૃતિ ને જીવિત રાખવાનો પ્રયત્ન કરે છે.

તો આ હતી જીવન લેખની ભારતનાં પહેલાં ઈન્ટરનેશનલ હીરો સ્વામી વિવેકાનંદ ની.. જેને વિશ્વની સમક્ષ ભારતીય સંસ્કૃતિનું એ ઉજળું પાસું રજૂ કર્યું જેનો કોઈને ખ્યાલ નહોતો.. ભારતીય લોકો અને ભારતની આ પાવન ભૂમિ વિશે દુનિયાભરનું મંતવ્ય બદલી નાંખવા માટે સ્વામીજી એ જે ભગીરથ કાર્ય કરી બતાવ્યું એનાં માટે એમને કોટી કોટી વંદન.

સ્વામીજી નાં માનમાં ભારતની દક્ષિણે આવેલાં કન્યાકુમારી ખાતે સ્વામીજીની વિશાલ પ્રતિમા મૂકી એમને સન્માનવામાં આવ્યાં છે.. એ સિવાય સ્વામીજીનાં જન્મદિન એટલે કે 12 મી જાન્યુઆરી એ ભારતભરમાં યુવા દિવસ તરીકે ઉજવીને આજે પણ સ્વામીજીનાં મહાન કાર્યો ને યાદ કરવામાં આવે છે.

સ્વામીજી નાં વિચારોને દરેક યુવા પોતાની જિંદગીમાં ઉતારે એવી આશા. સ્વામીજી એ આપેલાં એક ગુરુ મંત્ર સાથે આ લેખ ની પુર્ણાહુતી કરું છું..

"ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તમારાં કામ માં કાર્યરત રહો.. "

- દિશા આર. પટેલ