પ્રિય મિત્રો,
ખુબ ખુબ આભાર...હું મારા વિચારો લખી તો નાખું છું ને...આપ બધા વાંચો પણ છો...પણ ક્યાં હજી સેતુ બંધાતો નથી...થોડીક ભૂલો બતાવો..ટીકા કરો..સૂચનો કરો તો મજા આવે...
આ, આજે ચોથું ચરણ તમારી આંખો સમક્ષ સમીક્ષા ઝંખે છે. અત્યાર સુધી આપે વાંચ્યું કે...રાજુ એન્ટોનીઓ નો પત્ર વાંચે છે. બધીજ પરિસ્થિતિ નું ભાન તે પત્ર કરાવે છે. એન્જલ ની જવાબદારી એણે ધારી હતી તેના કરતા વધારે છે. નાની કાળી એટેચીમાં વારસો...એન્જલ નો? કયા કાગળ? તે દસ્તાવેજ માં શું લખેલું હશે? રાજુ ને ખબરજ નથી કે તે એક રખડું બનવાનો છે...સારા કાર્ય માટે..રખડું રાજા રામ...
હવે આગળ...
દિવસ ૭
“ એન્જલ નું ભવિષ્ય મારા હાથ માં?, રાજુ સ્વગત બોલે છે , “આ મિસ્ટર એન્ટોનીઓ ને ગોતવા કેવી રીતે? પેલી તડકે સૂકવવા મુકેલી કાળી નાની બેગ નું શું?”
ડેનીઅલ ડેફો ની વાર્તા , રોબીન્સન ક્રુઝો , ને રાજુ એ ઘણી વખત નાનપણ માં વાંચી હતી. જીવન ની સચ્ચાઈ ની જાણ તેને વાર્તા માં થી જાણવા મળી હતી. કઈ રીતે પરિસ્થિતિ નો સામનો કરવો તે લગભગ શીખી ગયો હતો. પણ ક્રુઝો તો એકલો હતો ને અહીં તો એન્જેલીઓ ને સાચવવાની છે. અને એ પણ તેના શેઠ સુનાદ્ર ની વતી! સામે નાનકડી એન્જલ ને જોઈ ને રાજુ ને પત્ર નો અક્ષરે અક્ષર સામે દેખાવા મંડ્યો.
એન્ટોનીઓએ લખેલા પત્ર પ્રમાણે એન્જલ ના વારસાગત ના મહત્વ ના કાગળો કાળી બેગ માં છે. ભીની થયેલી બેગ હવે સુકાવા માંડી છે. એકબાજુ રાજુ બેગ ને ધીમે થી ખોલે છે ને તેમાંથી બધો એન્જલ અને એન્ટોનીઓ નો ભૂતકાળ બહાર છલકાય છે. ને બીજી બાજુ એલીઝાબેથ સાથે રહેલી એન્જલ નું મન ચિંતિત થાય છે.
એલીઝાબેથ એન્જલ ને લઇ ને નજીક ના રસ્તે ટહેલવા જાય છે. મૌસમ સુંદર છે. વરસાદી માહોલ છે પણ વરસાદ નથી. સુંદર વસ્ત્રો પહેરી એન્જલ, એક સાચેજ પરી લાગતી હતી. સુનાદ્ર શેઠ ની દીકરી, ટીના ના વસ્ત્રો સાચવેલ હતા તે આજે કામ માં લાગ્યા. એલીઝાબેથ નો આ વસ્તુઓ ને સાચવી રાખવા નો સ્વભાવ આજે કામ લાગ્યો. ગુલાબી ફ્રોક અને લાલ ફૂલ વાળા સેન્ડલ, ખરેખર એન્જલ સુંદર દેખાતી હતી. બંને જણા હાથ માં હાથ નાખી ને ચાલે છે. એલીઝાબેથ ની મૌન ની ભાષા , એન્જલ હવે સમજવા માંડી છે. એલીઝાબેથ બોલી શક્તિ નથી ને એન્જલ ને ફક્ત ઇટાલિયન ભાષા આવડે છે.....
ચાલતા ચાલતા , એન્જલ ને તેની મમ્મી ની યાદ આવે છે પણ તે ભાવ છુપાવતા આ ૧૨ વર્ષ ની દીકરી ને આવડે છે. ચાલતા ચાલતા એન્જલ ને તેનું ઇટલી નું ઘર આંખો સમક્ષ દેખાય છે. લગભગ અઠવાડિયું વીતી ગયું છે પણ તેના ઘરે જે પ્રસંગ થયો હતો તે હજી પણ વિચારો માં તડફડાટ મચાવે છે. દરેક પ્રસંગ એક ફિલ્મ ની જેમ સરસરાટ આગળ વધે છે. હજી એક અઠવાડિયું પણ વીત્યું નથી...
“નથી ભૂલાતો ભૂતકાળ કોઈ થી , નથી ભૂલતો ભૂતકાળ..કોઈને..”
સમય : ૨૧ માર્ચ ૨૦૧૧, એન્જલ ની ૧૧ મી વર્ષગાંઠ. આખું ઘર શણગારેલું છે. એન્ટોનીઓ ના બધા મિત્રો તેમના બાળકો ને લઇ ને હાજર છે. એન્જલ ની મમ્મી, રોમાં એક સરસ સ્વભાવ વાળી હોસ્ટેસ છે. તે બધા ને સુંદર રીતે આવકારે છે. બહાર ગાર્ડન માં સુંદર સીટીંગ વ્યવસ્થા કરેલી છે. આર્મ ચેયર , લોંગ રેસ્ટ ચેયર, ગોળ કાર્વિંગ વાળા ટેબલ , અને એક લાંબુ ડીનર ટેબલ સફેદ દૂધ જેવી ચાદર થી કવર હતું. તેના ઉપર ત્રણ અતિ સુંદર ફૂલો ના બુકે ગોઠવેલા છે. દરેક બુકે ની વચ્ચે સિલ્વર ની કાર્વિંગ વાળી કેન્ડલ સ્ટીક છે. તેના પર ત્રણ લાંબી રંગીન કેન્ડલ્સ પ્રગટેલી છે. કેન્ડલ ની જ્યોત ડૂબતા સૂર્ય સાથે પોતાની સરખામણી કરે છે. કદાચ તેને અહંકાર પણ આવ્યો હશે કે તે સૂર્ય કરતા વધારે પ્રજ્વલિત છે. સાંજ નો સમય છે. સુર્યાસ્ત લગભગ થઇ ચુક્યો છે પણ, આકાશ હજી તેની લાલાશ ગુમાવી બેઠું નથી. દુર દુર દરિયા માં નાની અને મોટી બોટ મોજા સાથે હિલોળા લે છે. બાળકો આમતેમ દોડી ને કુદરતી સુંદરતા માં વધારો કરે છે. બાળકો ના ડેડી અને મમ્મી હાથમાં વાઈન ના ગ્લાસ માં થી ધીમે ધીમે ચુસ્કીઓ લેતા વાતો કરે છે. પણ આ વાતો ને નજીક માં વાગતું સંગીત દબાવી દેતું નથી. એક સુંદર કન્યા, લાંબા રેશમી વાળ વાળી, હાર્પ ના તાર સાથે મગ્ન છે. વર્ષો જુનું ઇટલી નું સંગીત ટ્રેડીશનલ વાદ્ય સાથે લોકો ના કાન ને પ્રિય થાય છે. લાગે છે કે રોમન કાળ પાછો આવી ગયો. આ બધું મકાન ની બીજા માળ ની બારીએ થી એન્ટોનિયો દુખી હ્દયે જોઈ રહ્યો છે. રોમાં , તેની પત્ની, તેની સાથેજ છે.
રોમાં પૂછે છે, “કાલે શું થશે?”
“ તું ચિંતા ના કર. મેં બધીજ વ્યવસ્થા કરી દીધી છે. રોબર્ટો ને મેં બધીજ સુચના આપી દીધી છે. એન્જલ નું ભવિષ્ય નહિ બગડે.” એન્ટોનિયો એ રોમાં ને સમજાવ્યું.
“ પણ?” માનું હ્દય કંપી ઉઠે છે, “ એન્જલ ને ખબર પડશે તો?”
“ હમમ...એનો મને જરાય પણ વિચાર નથી. જો, રોમાં, હું ગોડ ઉપર વિશ્વાસ રાખું છે. ને મને એન્જલ ઉપર એટલોજ ભરોસો છે. બસ આ પાર્ટી પતી જાય પછી શાંતિ થશે. ની છે જો એન્જલ કેટલી ખુશ છે?” આવું કહી ને એન્ટોનિયો એ આંખ ના કોરે આવેલા અશ્રુ ને ધીમે થી સરકવા દીધા. નેત્ર-હીન રોમાં ને ખબર પડી ગયી ને તે તેના પતિ ને ભેટી ને રોઈ પડી.
દિવસ ૮
રાત્રે ૧૨ વાગે બધા સિંગિંગ કરી ને એન્જલ ને વિશ કરે છે ને ત્યાર બાદ થોડા સમય માં પાર્ટી સંપૂર્ણ પણે પતી જાય છે. બધા મેહમાનો એન્જલ ને કિસ કરી ને વિદાય લે છે. આ પ્રદેશ માં જન્મ દિવસ રાત્રે ૧૨ વાગે ઉજવાય અને આગલી સાંજ પાર્ટી થાય. થોડીક વાર પહેલા નું ભરચક ગાર્ડન, સુમસામ બને છે. ઝળહળાટ કરતી લાઈટ પણ થાકી ગઈ હોય તેમ માઈલ્ડ થઇ ગઈ છે. રાત્રી પણ જાણે ધીમી ગતિએ જતી હોય તેવું લાગતું હતું. આ બાજુ , થાકેલી પણ આનંદ થી ભરપુર એન્જલ તેની થોડીક ફ્રેન્ડસ સાથે હીંચકા ઉપર ઝૂલતી ઝૂલતી ગીતો ગાય છે.
“ હેપી ડેઈઝ આર હિયર અગેઇન....ટુમોરો વિલ બી માય બેસ્ટ ડે ....”
વિ શેલ બી વન એન્ડ ટુગેધર ફોર એવર... હેપી ડેઈઝ આર હિયર અગેઇન”
અફસોસ ...તે નાનકડી દીકરી ને ખબર નથી કે બીજી સવારે શું થવાનું છે. મનમાં હઝારો સ્વપ્ન ભરેલી એક ૧૨ વર્ષ ની કન્યા ને વર્તમાન પરિસ્થિતિ ની કેટલી ખબર પડે?
રોમાં અને એન્જલ હજી બે દિવસ પહેલા માલ્ટા ની વાતો કરતા હતા કે માલ્ટા માં એક સુનાદ્ર અંકલ છે અને ત્યાં વેકેશન માં જવાનું છે. પણ આ વેકેશન આવું હશે તે એન્જલ ને ખબર ના હતી.
“નવી સવાર પડે છે. દર વર્ષ ની જેમ’
દર વર્ષ ની જેમ સવાર પડે છે. પણ, આ સવાર કઇક જુદી છે. આગલી રાત્રે બધીજ ફ્રેન્ડસ પાર્ટી માં થી જતી રહે છે પછી એન્જલ ઘર માં આવે છે. એક નાની ઉમર ની કન્યા ના મન માં સ્વપ્નો ના પતંગિયા ઉડા-ઉડ કરતા હોય છે. બર્થડે વીશ ની ઘણીજ ગિફ્ટસ આવી છે. સુખી ઘર ની દીકરી ને આની જરૂર નથી.
“ઉત્સુકતા ને આનંદ બંને પૂર્ણતા તરફ લઇ જાય છે”
હાઉસ મેઈડ લીઝા , બધીજ ગીફ્ટ ઘર માં લઇ આવે છે અને લંબગોળ ટેબલ ઉપર સરસ રીતે ગોઠવી દે છે. એન્જલ નો પોતા નો એક સુન્દર રૂમ પશ્ચિમ દિશા માં છે. તેની ફ્રેચ વિન્ડોઝ સમુદ્ર નો ઠંડો પવન ગુલાબી કરટેઈનસ ને કાયમ ઉડાડતો. અને જો એન્જલ ના ધોયેલા સોનેરી લાંબા વાળ જો ખુલ્લા હોય તો તેને પણ.
એલીઝાબેથ સાથે ટહેલતી એન્જલ ને આ બધું માલ્ટા માં સુંદર ના ઘર માં યાદ આવે છે. અને, એલીઝાબેથ એન્જલ ના મન ને વાંચી રહી છે પણ ચુપ રહે છે..
“ યાદ ને રોકવાથી ફરિયાદ બને છે. યાદો ને વહેવા દેવી જોઈએ..”
એન્જલ ના રૂમ માં માર્બલ ફલોરિંગ ઉપર ઓક-વુડ નું સુંદર લંબગોળ ટેબલ છે. ટેબલ ની ધાર સુંદર કોતરણી વાળી છે તે પસંદગી એન્ટોનીઓ ની છે. આખા ઘર નું ફર્નીચર અદ્ભુત છે. એન્ટોનીઓ ની પસંદગી ફક્ત તેની પત્ની રોમાં જ નથી...સારા મીત્રો પણ છે જેમાં સુનાદ્ર એક નામ છે. સુનાદ્રાએ આ બધું રાચ-રચીલું મલેશિયા થી મોકલાવ્યું હતું. એક સમયે એન્ટોનીઓ અને સુનાદ્ર બંને મલેશિયા માં સાથે કામ કરતા. સુદાન દેશ ના રાજવી પરિવાર ના યુવરાજ અહીં બીઝનેસ કરતા ને આ બન્ને મિત્રો સમગ્ર જવાબદારી લેતા.
એન્જલ સુવા ની તૈયારી કરે છે. તેને મન થાય છે તે તેના મુમ્માં અને ડેડી ને ગુડ નાઈટ કિસ કરે. તેના થાકેલા પગ આનંદિત મને માસ્ટર બેડરૂમ તરફ જાય તેને લઇ જાય છે. બારણું અધ-ખુલ્લું છે. અંદર થી ધીમી ધીમી વાતો સંભળાય છે. અને કોણ જાણે એન્જલ ત્યાજ ઉભી રહીને વાતો સાંભળે છે. કોઈ દિવસ એન્જલે આવું કર્યું નથી. પણ કોણ જાણે આજે કેમ આવું સુજ્યું? કદાચ કંઇક અંદેશો આવી ગયો હતો.
ક્રમશ....