મારા બધા જ શિક્ષકોનો આભાર માનું છું. નાનપણથી જ માતા પિતા પછીના કોઇ મને સમજનાર હોય તો તે મારા શિક્ષકો છે.પ્લે હાઉસ થી સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો એટલે ત્યાં બધા નાના છોકરા સાથે રમવાનું અને સ્કુલ જવા માટે હેવાયા થઇ તે માટે જ પ્લે હાઉસમાં બેસાડી દીધા હતો.L. K. G માં આવ્યા એટલે તેમાં હવે રમવાનું ઓછું અને ભણવાનું વધારે હોય.તેમાં એ.બી.સી.ડી, કકકો, વગેરે શીખડવવામાં આવ્યું.જયારે L. K. G પુરૂ થયું હવે H. K. G માં આવ્યા એટલે થોડુક વધારે શીખવાનું હતું અને હવે તો જાતે જ હોમવર્ક કરવું પડતું હતું મારા મમ્મી કે પપ્પા ભણેલા ના હતા એટલે એકલા કરવું પડતું .આમ કરતા કરતા હવે 5 વર્ષના પણ થઇ ગયા હતા અને પહેલા ધોરણમાં પણ આવી ગયા હતા.હવે ગુજરાતના શબ્દો, સાદા વાકયો વગેરે લખવામાં આવતા અને હોમવર્કમાં આપવામાં આવતા. પછી ફુલપાંદડીમાંથી શબ્દો વચાંવતા હતા.જેથી કરીને પાયો મજબુત થાય તો આગળ પછી કયારેય પ્રોબ્લેમ ઉભા ના થાય.હવે જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ થોડુંક હાર્ડ આવતું જાય, પણ શિક્ષકો એવી રીતે સમજાવતા કે તે બધું સરળ લાગતું.આમ કરતા કરતાં તેમ તેમ સમજણશકિતમાં પણ વધારો થાય તે સ્વાભાવિક છે . હવે શિક્ષકો સારા સંબંધો બનવા લાગ્યા હોય એટલે કાંઇ પુછવામાં હિચકાટ ન લાગતો.ભણવા દરમિયાન ધણી વાર જોકસ , ઉખાણા કરીને મજાક મસ્તી કરીને વાતાવરણ એવું બનાવી દેતા કે પછી કાંઇ પણ વિધાર્થી વચ્ચે અટક ચારા ના કરે.ધોરણ 3 માં આવ્યા એટલે શિક્ષકો પણ ધણા બધા સ્ટીક થતા જતા. હવે જો હોમવર્ક કરીને ના જાવ તો ત્યાં વાંકા વાંકા કરાવતા.આપણે બધું હોમવર્ક પુરૂ કરીને જાતા એટલે કયારેય પણ પ્રોબ્લમ નથી પડયો.પણ કયારેય જો પાકું ના થયું હોય તો ત્યાં રોકાઇને પણ પાકા દેવું પડતું. તેમાં આપણે ધણી વખત રોકાઇને પણ પાકું દીધું હતું.ભણવાનું હોય એટલે આવું બધું તો ચાલ્યા જ કરે .પછી જેમ જેમ આગળના ધોરણમાં જતા ગયા તેમ તેમ વધું મહેનત કરવી પડતી.બપોરેની સ્કુલ હતી એટલે ઉંધ પણ આવતી હોય પણ ત્યાં ઉંધતા પકડાઇ તો વારો ચડી જાય તે બહાને ઉંધતા નહી. ભણતા ભણતા આનંદ પણ કરતા હતા.સ્કુલની અંદર તહેવારોની રજા કયારે આવે તેની જ રાહ હોય.સ્કુલમાં શિક્ષકો દ્રારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવતી તેની અંદર ભાગ લેતા તેમાં અમારા બધા જ શિક્ષકો અમને મદદ કરતા.જો તેમાં પણ શનિવાર હોય એટલે સ્કુલના શિક્ષકો દ્રારા 1,2,3,4 જેવા દાવ કરાવવામાં આવતા જેથી કરીને ફિટ રહી શકી અને તંદુરસ્ત જીવન જીવી શકી.તેમાં પણ જો શિખડવ્યા પ્રમાણે ના થાય તો સજા કરવામાં આવતી.શિક્ષકો દ્રારા ભણતરની સાથે સાથે અલગ અલગ પ્રકારની પ્રવૃતિઓથી અમારા નવા પ્રકારનો ઉત્સાહનો સંચાર કરતા હતા.જેમ જેમ એક ધોરણ આગળ વધતા ગયા અને જેમ જેમ મોટા થતા ગયાં તેમ તેમ શિક્ષકો પણ એક મિત્ર હોય તેવી રીતે વર્તવા લાગ્યા જેથી કરીને કોઇ પણ પ્રકારના પ્રોબ્લમનું સોલ્યુશન લાવી શકાય.7 ધોરણ પુરૂ થયું એટલે સ્કુલ બદલવાની વાળી આવી એટલે થોડુંક ઓલું લાગતું હતું પણ કોઇ પ્રકારનો ઓપ્શન ના હતો તેથી બદલવી પડી.પછી ગર્વમેન્ટ સ્કુલમાં એડમિશન લીધું બધા જ લોકોમાં ગર્વમેન્ટ સ્કુલ વિશેની જે માન્યતા સાંભળી તે બધી હવે ત્યાં ગયાં પછી ખોટી છે તેમ લાગ્યું.બધા શિક્ષકો એટલું વ્યવસ્થિત માર્ગદર્શન આપતા કે ભણવાતા પણ એટલું જ વ્યવસ્થિત .હવે જેમ જેમ મોટા થયા તેમ તેમ ભણવા પ્રત્યેનો પણ લગાવ વધવા લાગ્યો. બધા જ શિક્ષકો દ્રારા એક વાત કહેવામાં અાવતી તે વાત કોમન હતી કે ભણી ગણીને આગળ વધો જો નકકર મજૂરી કરવાનો વારો આવશે.
ધોરણ 10 માં આવ્યા એટલે તો પહેલાથી બધા ઉપર શિક્ષકો સ્ટીક તો હતા પણ હવે વધારે એ માટે થતા કે જેથી કરીને કોઇ આડાંઅવળા સ્સતે ના ચડી જાય.હવે તો દસમાં બોર્ડની એકઝામ પણ આવશે તેના સંદર્ભમાં બધું જ એટલું વ્યવસ્થિત કરાવતા કે જેથી કરીને બોર્ડની એકઝામમાં સારા માર્કથી પાસ થઈ જાય.મને પણ કયારેય પણ કોઇ પણ પ્રશ્ર ઉદભવતો હતો તો તેના શિક્ષક પાસે જઇને યોગ્ય જવાબ મેળવતો હતો.શિક્ષકો પણ તેના જવાબ એટલી સરસ રીતે આપતા હતા કે તે સમજાઇ જાય.બોર્ડની એકઝામ કઇ રીતે આપવી તેની એટલી સરસ માહિતી આપી હતી કે જેથી કરીને કોઇ પ્રોબ્લમ ના પડે.આપણે બોર્ડની એકઝામ આપી પછી પરિણામ આવ્યું પછી આપણે પાસ થઇ ગયા હતા.શિક્ષકોના માર્ગદર્શનથી આ બધું શકય છે બાકી શકય નથી.
ધોરણ 10 પાસ થઇ ગયા પછી કઇ જગ્યા પસંદ કરવી તેમાં પણ ધણા બધા શિક્ષકો અંગત રસ લઇને મદદ કરી . પછી આપણે તે જ સ્કુલમાં એડમિશન લીધું સ્કુલ તે જ હતી પણ આગળ ધોરણમાં આવી ગયા હતા એટલે શિક્ષકો બદલાયા હતા. બાકી બધું જ એક જેવું હતું.હવે શિક્ષકો સાથે પાછા મેચ થવાનું હતું શરૂઆતના દિવસોમાં થોડુક ઓલું લાગ્યું પણ પછી બધું બરાબર થઇ ગયું.હવે તો શિક્ષકો પણ અમારી ફિલિગ્સ સમજાતા હતા. અમારા કલાસમાં 5 લેકચર આવે સર અને મેડમના મળીને હવે તો જાણીતા થઇ ગયા હતા.એટલે કાંઇ પ્રોબ્લેમ પડે એટલે સીધું જવાનું . પછી આપણા પ્રોબ્લમ સોલ્વ કરવામાં મદદ કરતા.
ધોરણ 12 માં આવ્યો એટલે શરુઆતના દિવસો મને સ્કુલ જવાનો મોકો મળ્યો પછી એક દિવસ સ્કુલથી ઘેર જઇ રહયો હતો ત્યારે અકસ્માત થયો તેમાં ફેકચર થઇ ગયું ત્યારે એક શિક્ષક ત્યાં પસાર થતા હતા પછી આવ્યા પુછપચ્છ કરી અને કીધું કે ઘેર ફોન કરી દવ મેં પહેલા કરી દીધો હતો પણ આ વાતથી લાગ્યું કે શિક્ષકો અને વિધાર્થી વચ્ચેનો લાગણીનો સંબંધ છે તે દેખાય આવે છે.પછી મને સ્કુલ જવાનો મોકો ના મળ્યો હતો પણ મને બોર્ડના ફોર્મ ભરવામાં પણ અંગત રસ લઇને મદદ કરી હતી.જયારે કોઇ જાતના વાંચ્યા વગર પ્રિલિમરી એકઝામ પાસ કરી પછી બધા જ શિક્ષકો કીધું કે તું મહેનત કરજો તું પાસ થઇ જાઇશ.અને કાંઇ ના આવડે તો ગમે ત્યારે આવજે આપણે આ બધા જ શિક્ષકોની મદદ કામે લાગી અને પછી આપણે ધોરણ 12 પાસ થઇ ગયા . અને 12 ધોરણની એક વાત ટાંકમા માઘું છે કે જયારે શરૂઆતના દિવસો ત્યારે બધા જ શિક્ષકો પુછતા હોય કે શું બનવું છે તેમ બધાને પુછતા હતા મને પણ પુછયું મેં કીધું કે મારે રાજનીતીમાં જવું છે ત્યારે તે સાહેબ મને પ્રોત્સાહના આપ્યું કે જો તારે રાજનીતિમાં જવું હય તો અત્યારથી કોઈ પણ પસંદગી પાર્ટી સાથે કામ કરવા લાગ.પછી તે શિક્ષકની વાત મગજની અંદર ધા કરી ગઇ.પાસ થઇ ગયો પછી પસંદગી પાર્ટીમાં કામ કરવા લાગ્યો અને વોર્ડની અંદર નાનો એવો હોદો પણ મળી ગયો અને એક કાર્યકર્તા બનીને કામ કરૂ છું.જો તે સમયે મને પ્રોત્સાહના ના આપ્યું હોત તો હું ભાંગી પડયો હોત.
કોલેજની અંદર પ્રવેશ લીધો કોલેજ તો દરરોજ જવાનું બધા શિક્ષકો પાસે થી કાંઇક ને કાંઇક નવું શીખવા મળે છે તે હેતું થી લેકચર અટેન્ડ કરતો.ત્યાં શિક્ષકો સાથે પણ સંબંધ બંધાવા લાગ્યો પછી કોલેજા ના ગયા હોય તો પણ પુછે નકકર કોલેજ માં આવું હોય નહી પણ આજે હજી પણ મારૂ ભણવાનું ચાલું છે અને પાર્ટ ટાઇમમાં ભણાવવાનું પણ ચાલું છે.
મને ગર્વ છે કે હું શિક્ષકોનો સ્ટુડન્ટ પણ છું અને મારા પણ સ્ટુડન્ટ છે.
હું આજે જે પણ છું અને ભવિષ્યમાં જે પણ હઇશ તેમાં મારા બધા શિક્ષકોનો ફાળો રહેલો છે અને તે શિક્ષકોને કયારેય ભુલીશ નહી.
મારા બધા જ શિક્ષકોને વંદન