Netaji in Gujarati Motivational Stories by Alpesh Barot books and stories PDF | નેતાજી

Featured Books
Categories
Share

નેતાજી

"મને વિશ્વાસ છે. વિશ્વના એક હિસાની લડાઈ ભારતની ભૂમિ પર લડાશે.આપણે બધા આ લડાઈમાં ભાગ લેવા જઈ રહ્યા છીએ. એમાંથી કેટલા વ્યક્તિગત રૂપે સ્વંત્રતા જોવા જીવીત રહશે? પણ આપણે રહીએ કે ના રહીએ, મને પૂરો વિશ્વાસ છે. ભારત સ્વંત્રત થશે, મને પૂરો ભરોશો છે. આપણે દુશ્મનને દેશમાંથી ઉખાડી ફેકીશું."


18 ઓગસ્ટ,1945
ફોર્મોસા તાઇવાન.

એક વિમાન દુર્દગટનામાં સુભાષ બાબુની મૃત્યુ થઈ?


સુભાષબાબુના ઘરે, બાપુનો એક ટેલિગ્રામ આવ્યું હતું.
"સુભાષનો સરાદ ના મુકતા."

નામ સુભાષચંદ્ર બોઝ, જન્મ 23,જાન્યુઆરી,1897(કટક, ઓરિસ્સા)

પિતાનું નામ, જાનકી નાથ બોઝ જે કટક શહેરમાં નામી વકીલ હતા. તેઓએ સરકારી વકીલ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા હતા. તેઓએ કટક મહાપાલિકામાં લાંબા સમય સુધી કાર્ય કર્યું હતું.થતા બંગાળ વિધાનસભાના સભ્ય પણ હતા.
અંગ્રેજોએ તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો. 14 વર્ષની ઉંમરે જે બાળક માં-બાપથી છુપાઈ શકે, તે પણ સાત મહિનાના માટે તો એક 48 વર્ષની વ્યક્તિ અંગ્રેજ સરકારથી છુપાવ માટે શું ના કરી શકે?

બાળપણમાં સુભાષ બાબુ કટકમાં રૅવેન્શૉ કૉલેજિએટ હાઇસ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતા. તેમના શિક્ષક વેણીમાધવ દાસ વિધાર્થીઓમાં દેશ ભક્તિની આગ ભડકાવતા હતા. તેઓ જ સુભાષ બાબુમાં સુપ્ત દેશ ભક્તિ જાગૃત કરી.


1918, પ્રેસિડેન્સી કોલેજ, કલકતા.

પ્રોફેસર ઓર્ડન એ ભારતીય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેને ભારતીયોને અંધવિશ્વાસી કહ્યા હતા.
સુભાષ બાબુએ તેને કલાસ ની વચ્ચે જુતાથી માર્યો હતો. આ પહેલી વખત હતું. કે ગાલ અંગ્રેજી હતું. અને થપ્પડ ભારતીય.... એક ગાલ પર લાફો મારશે તો બીજો ગાલ ધરશે તે સમય જતો રહ્યો હતો.આ સુરાવતા હતી. અંગ્રેજ પોલીસ અધિકારી સ્ટેનલીએ પ્રોફેસર ઓર્ડનને સુભાષ વિરુદ્ધ કપ્લેન કરવાનું કહ્યું. જેથી તે સુભાષને રોકી શકે, પણ પ્રોફેસર ઓર્ટન આવી કોઈ માથાકૂટમાં પડવા માંગતો નોહતો. સુભાષ બાબુને સજા રૂપે એક વર્ષ માટે કોલેજમાંથી રેસ્ટિગેટ કરવામાં આવ્યા.

તેના પિતા ઈચ્છા હતાં. સુભાષ બાબુ ઇંગ્લેન્ડ જઈને આગળ આઇ.સી.એસની પરીક્ષા આપે, પણ તેની ઉંમર જોતા, તે આ પરીક્ષા માત્ર એક જ પ્રયત્નમાં પાસ કરવાની હતી. સુભાષ બાબુએ
તેને પિતાજીને કહ્યું,"મને વિચારવા માટે ચોવીસ કલાક જેટલો સમય જોઈએ." આજ વિચારમાં કે તેઓએ પરીક્ષા આપવી કે નહીં, તે આખી રાત ઊંઘયા નહિ. અંતે તેઓ પરીક્ષાની તૈયારી માટે, 15 સપ્ટેમ્બર 1919, ના ઇંગ્લેન્ડ ગયા. પરીક્ષાની તૈયારીઓ માટે લંડનની કોઈ પણ શાળામાં એડમિશન ન મળતા તેઓએ, ઓર્નરના અભ્યાસ માટે એડમિશન લીધું. જેથી ત્યાં તેઓને રહેવાની અને જમવાની સમસ્યાનો હલ આવ્યો. 1920 માં તેઓએ આઈ.સી.એસ ચોથા નંબરે પાસ કર્યું.

તેને પોતાના મોટા ભાઈ શરતચંદ્ર બોઝને પત્ર લખી અભિપ્રાય માંગ્યો, મારા દિલો-દિમાગમાં સ્વામી વિવેકાનંદ, મહૅષિ અરવિંદ ઘોસમાં આદર્શ છે. હું કઈ રીતે અંગ્રેજોની ગુલામી કરી શકું?
સુભાષએ ઓનસૅમાં ડીગ્રી મેળવી 1921માં સ્વદેશ પાછા આવ્યા.

સુભાષ બાબુ નો વ્યક્તિ પ્રભાવ શાળી હતો. તેથી ઘણા બધા સંબંધીઓ પોતાની દીકરી તેને અપાવા માંગતા હતા. સુભાષ બાબુ ઇન્ડિયન સિવલ સર્વિસમાં નોકરી કરે છે. તે જાણી ઘણી છોકરી તેને જોવા આવી હતી.
નંદીની નામની છોકરી જોવા આવી ત્યારે, સુભાષ બાબુ છત ઉપર હતા. તેને નંદનીને સિગારેટ પીતી કરી દીધી. તે પહેલી જ મુલાકાતમાં સુભાષ બાબુથી પ્રભાવિત થઈ ગઈ હતી.

જ્યારે કલકત્તામાં, પ્રિન્સ ઓફ વેલ્સ આવ્યા, ત્યાર તેના સ્વાગત માટે ફન્ક્સન રાખવામાં આવ્યો હતો. ત્યાં અલગ અલગ રાજાઓ, રાજકુમારો, રાજકુમારી, ધનિકો, ઉદ્યોગ પતિઓ, મોટા મોટા અંગ્રેજ ઓફીસર હાજર હતા. ચપા ચપા ઉપર પોલીસ બંધોબસ્ત મુકવામાં આવ્યો હતો. ત્યારે જ સુભાષબાબુ તેના સાથીઓ સાથે, ખાદી લઈને ત્યાં પોહચી ગયા હતા. પણ પ્રવેશદ્વાર પાસે જ તેની ધરપકડ કરવમાં આવી.
ત્યાંથી પસાર થતી, નંદીનીને સુભાષબાબુએ કહ્યુ. અમને તો અંદર જવા માટે પ્રતિબંધ છે. તું પ્રિન્સ ઓફ વેલને ખાદી વેચજે.


સુભાષ બાબુને ઇન્ડિયન પિનલ કોડની કલમ 294, 268 પ્રમાણે પ્રિન્સ ઓફ વેલ્સને ખાદી વેચવા બદલ છ મહિનાની સજા કરવામાં આવી.

1921, અલીપુર જેલ.

"બાપુએ તો ફક્ત અંગ્રેજી માલ-સમાનનો બાયકોટ કર્યો હતો.
સુભાષબાબુ તમે તો એક ડગલું આગળ નીકળી ગયા. તમે તો અગેજી સમાનના બહિષ્કારની સાથે સાથે ખાદી પણ વેચ્યું.એ પણ પ્રિન્સ ઓફ વેલ ને." દરબારી લાલ નામના ભારતીય પોલીસવાળાએ કહ્યું.
" અંગ્રજોએ આટલા વર્ષ ભારતીયો ને લૂંટયા છે.ક્યારેક તેઓ પણ અમારું ખાદી ખરીદે જુવે અમે ખોટું શું કર્યું છે? ફક્ત ખાદી જ તો વેચ્યું હતું."

પહેલા કોકિન,અફીણ સ્મગલિંગના કારણે લોકો જેલમાં આવ્યા હતા. આજકાલ એક નવો કારણ ઉમેરાયો હતો. જેના કારણે લોકો જેલમાં આવતા હતા, ગાંધી!

1924માં સુભાષબાબુ કલકત્તામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ બન્યા હતા.


1928માં સુભાષ બાબુએ કલકત્તાની સડકો પર બે હજાર સૈનિકને યુનિફોર્મ સાથે કલકત્તાની સડકો પર ઉતારી.
આ જોઈને અંગ્રેજ સરકાર હલી ગઈ હતી. આટલી મોટી આર્મી એ પણ અંગ્રેજોના નાક નીચે કઈ રીતે ઉભી કરી, અંગ્રેજો તેજ અસમંજસમાં હતા.

1930માં સુભાષ બાબુ કલકત્તા શહેરના મૅયર બન્યા.તેની ઉજવણી વખતે, અંગ્રેજ અધિકારી સ્ટેનલી, અને ભારતીય કોટવાલ દરબારી લાલ કેટલાક પોલીસ કર્મીઓ સાથે ત્યાં આવ્યો.
"હવે તો બોઝ તમેં કલકત્તાના મૅયર થઈ ગયા છો. આર્મીને કલકત્તાની સડકો પર નહિ ઉતારી શકો" સ્ટેનલીએ કહ્યુ.

"આર્મી હવે ફક્ત કલકત્તાની સડકો પર નહિ, આખા ભારતમાં ફરી વળશે." સુભાષ બાબુ હસતા હસતા બોલ્યા.

1934, વીએના.

સુભાષબાબુને પોતાના ઈલાજ માટે ઓસ્ટરીયા ગયા. ત્યાં તેઓ પોતાની પુસ્તક માટે એક અંગ્રેજી જાણનાર ટાઇપીસની જરૂર હતી. એમિલી સેંકલને તેઓને નોકરી ઉપર રાખી હતી. તે જ સમય દરમિયાન બને નઝદીક આવ્યા. એને બનેને એક બીજાથી પ્રેમ થયો. એમિલી સાથેની વાતોમાં સુભાષ બાબુ હમેશા કહેતા મારો પહેલો પ્રેમ એ ભારત માતા છે.

ઓસ્ટરીયાના ચાંસલર, એન્ગલબર્ડ દોલક્સની હત્યા થઈ. નવા ચાંસલર અને તેની આર્મીનો ખોફ સડકો પર જોઈ શકાતો હતો.

"આર્મી આવું કઈ રીતે કરી શકે... તે સરાકર સામે વિદ્રોહ કહેવાય." એમિલી કહ્યું.

"હવે નાજીઓની જીત નક્કી છે. ભારતને પણ આજ જોઈએ, આર્મી,બગાવત, વિદ્રોહ" સુભાષ બાબુએ કહ્યું.

1938માં ગાંધીજીએ સુભાષબાબુને અધ્યક્ષ પદ માટે ઉતર્યા તો હતા. પણ બાપુને સુભાષ બાબુની કાર્ય પ્રણાલી પસદ ન હતી. તે જ સમયે બીજા વિશ્વ યુદ્ધની શૂરવાત થઈ રહી હતી. ઇંગેલન્ડની આ મજબૂરીનો ફાયદો ઉપાડી સ્વંત્રતા સંગ્રામ વધુ મજબૂત બનાવમાં આવે. પણ ગાંધીજીએ સુભાષબાબુને આવું કરતા રોકવાનો પ્રયત્ન કર્યો. અહિંસાનો માર્ગ છોડી દે. બીજા નેતાઓ પણ સુભાષબાબુ સમજાવ માંગતા હતા. કે આપણી અગ્રેજોથી વાત ચાલી રહી છે.
"ક્યાર સુધી રાહ જોશું? ક્યાર સુધી ભીખ માંગશુ, આઝાદી માંગવાથી ન મળે, છીનવી પડે."

કોંગ્રેસ કાર્યાલયમાં સુભાષ બાબુએ નહેરુને કહ્યુ." આપણી પોતાની આર્મી હોવી જોઈએ"
"આપણી પોતાની આર્મી? ક્યાંથી લાવશું?
"ચારે તરફ નઝર કર... આર્મી જ આર્મી દેખાશે."

1939માં નવા કોંગ્રેસના અધ્યક્ષ નિમવાનો સમય આવ્યો. સુભાષબાબુ ઈચ્છતા હતા કિ કોઈ એવી વ્યક્તિ અધ્યક્ષ બને જે કોઈના દબાણ હેઠળ કામ ન કરે. ઘણા વર્ષો પછી કોંગ્રેસમાં અધ્યક્ષ માટે ચૂંટણી થઈ, ગાંધીજીનો વિરોધ હોવા છતાં સુભાષબાબુ ચૂંટણી જીત્યા.
પણ કોંગ્રેસમાં ઘણા નેતોઓને તેની કાર્ય પ્રણાલી પસંદ ન હતી. જેથી અંતે 29 એપ્રિલ 1939માં સુભાષબાબુએ કોગ્રેસમાંથી રાજીનામુ આપી પોતાની સ્વંત્રત પાર્ટી બનાવી.જેનું નામ હતું. ઓલ ઇન્ડિયન ફોર્વડ બ્લોક.

1939 લંડન.

નેતાજીએ નહેરુને એક પત્ર લખ્યો. જેમાં shootout at Calcutta headquarters હેડલાઈન વાળો ન્યૂઝ પેપરના આર્ટિકલ સાથે એક પત્ર મુક્યો.

" બાપુ તમને યાદ કરે છે.
અંગ્રેજો પણ તમને યાદ કરે છે.
મારી કોંગ્રેસ પ્રેસિડેન્ટ રહેવાથી બાપુ અને કોંગ્રેસ બને નારાજ હતાં. હું એકલો એવો માણસ છું. જેને બનેને એક કરી દીધા. બસ આવું જ હું ભારત સાથે કરી બતાવું તેવી આશા છે.

- સુભાષ."


એમીલીને એક પત્ર લખતા સુભાસ બાબુએ કહ્યું. "મને પત્રો જર્મનમાં લખવાનું રાખ. મારા પહેલા અંગ્રેજો તારા આ પત્રો વાંચી લે છે. સાથે હું મારી એક તસવીર મુકું છું. જે એક બંગાળી પોશાકમાં છે.

- સુભાષ "


1941 માં સુભાષ બાબુ પાછળ જાસૂસ મુકવામાં આવ્યા. પણ તેના હાથમાં કઈ લાગ્યું નહિ.
જેથી ત્યાર બાદ તેને ઘરમાં જ જઝરકેદ રાખવામાં આવ્યા. સુભાષ બાબુએ ખૂબ ચાલિકી પૂર્વક ત્યાંથી નીકળવા માટે આયોજન બનાવ્યું. જેમાં તેના પરિવાર જનોએ ખૂબ સાથ સહકાર આપ્યો.
બહાર ચોકી કરતો કોટવાલ, દરબારી લાલ દિનકની જેમ રાત દિન સુભાષબાબુના ઘરમાં રહેતો હતો. સુભાષબાબુ એ ખૂબ ચાલાકી પૂર્વ સન્યાસી બનવાનું બહાનુ બનાવ્યું. એક ટાઈમ ભોજન કરવાનો નિર્ણય લીધો. મોંન વ્રત ધારણ કરી લીધુ હતું. પોતાના ઓરડાથી બહાર ન નીકળતા. ન કોઈને અંદર આવવા દેતા. ધ્યાન કરું છું. તેમ કહી દેશ બહાર નીકળવાની તૈયારી કરતા. પરિવાર જનોએ કોટવાલ ધ્યાન ભટકાવી. સુભાષ બાબુ પરિસ્થિતિઓ નો લાભ લઈને ભાગવામાં સફળ રહ્યા. તેની જગ્યા તેના ભત્રીજાએ લઈ લીધી હતી. ઓરડામાંથી સિગારેટની સુગંધ, લાઈટના સંગીત સિવાય કોઈ આવજ નોહતો આવતો. ક્યારેક ક્યારેક તેઓ દરવાજાની બહાર ચીઠ્ઠીઓ મોકલતા. દશ દિવસ પછી ખબર પડી કે, ઓરડામાં સુભાષબાબુ નહિ કોઈ બીજું હતું.
અંગ્રેજોના નાક નીચેથી તેઓ સરાકાવી ગયા. દશ દિવસ સુધી આ લુપ્પમ-છુપાઈની રમત ચાલતી રહી. ત્યાં સુધી સુભાષબાબુ પેસાવર પોહચી ગયા હતા.

ત્યાં તેઓ એક પઢાણ મોહમ્મદ જિયાઉદીનના વેશમાં ગયા. ત્યાં તેને ભગતસિંહ તલવાર નામનો વ્યક્તિ મળ્યો. જે પેસાવરમાં રહેમત ખાન નામે મસૂર હતો. તે ત્યાંથી અફઘાનિસ્તાન જવા માટે, ભગતસિંહ તલાવરના ગૂંગા બેરા ભાઈ બનીને તેને બોર્ડર ક્રોશ કરી જ્યાં. અંગ્રેજી ઓફિસરોની આખી ટોળકીને તેને ચક્કમો આપ્યો. ત્યાંથી તેઓએ રુસી દુતાવાસમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. પણકામિયાબ રહયા. જર્મન અને ઈટાલિયન દુતાવાસમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. ઈટાલિયન દુતાવાસમાં તેની કોશિશ સફળ રહી. જર્મન અને ઈટાલિયન દુતાવાસે તેની મદદ કરી, આરલોન્ડ મૈજોન્ટા નામની ઈટાલિયન વ્યક્તિ બની તેઓ કાબુલથી નીકળી, રુસની રાજધાની બર્લિન પોહચ્યા.

*****

1941 બર્લિન.

રસનશાંદે હિટલર દ્વારા લાગુ કરવામાં આવેલો તે કાનૂન હતો. જેમાં કોઈ જર્મન બીજા ગેરજર્મન સાથેના સબંધો ગેરકાનૂની ગણાશે.
તેમ છતાં બોઝ એ ઈમલીથી લગ્ન કરી લીધા હતા.
જર્મનીમાં બોઝને ખાતરો હતો. તો બર્લિનથી ભારતમાં શાસન કરતી અંગ્રેજ સરકારને.

તેઓ, બર્લિનમાં સીબેન ટ્રોપ જેવા મોટા જર્મન નેતાઓને મળ્યા. ત્યાં તેઓએ ભારતીય સ્વંત્રતા સંગઠન તથા આઝાદ હિંદ રેડીયોની સ્થાપના કરી.

"હું મારા ભારત વાસીઓ ને કહું છું. તેઓ અંગ્રેજોની આર્મીમાં ભરતી થાવાનું વિચારે પણ નહીં, આ કામ તે ક્રાંતિકારી માટે છોડી દે, જેણે અંગ્રેજોની વર્દિ પહેરી છે. પણ તે વાત ખ્યાલ રાખે તેની આત્મા ભારતીય છે. જ્યારે આઝાદી મળે ત્યારે તેઓ યાદ રાખે તેને શું કરવું છે."
સુભાષ બાબુ બર્લિનથી ભારતીય સાથે વાત કરતા હતા. જે દરેક ઘરમાં લોકો સાંભળતા હતા. અગ્રેજોમાં દેહસ્રનું વાતાવરણ હતું. દિલ્હીમાં બેઠેલા વાઇરોય પણ ઘભરાઈ ગયો હતો. તેથી તેણે સ્ટેનલી ને બોલાવ્યો અને કહું કે "બ્રિટિશ સિક્રેટ સર્વિશના હોનહાર અધિકારી, પીટર ફ્લેમિંગને સાથે રહી સુભાષચંદ્ર બોઝને શોધવામાં મદદ કરે."


બર્લિનમાં રહીને ત્રણ હજાર સૈનિકની આઝાદ હિંદ ફોજ ઉભી કરી. અને ત્યારે જ 19 મેં 1942માં તેની બર્લિનમાં જર્મનીનો તાકાતવર નેતા એડોલ્ફ હિટલર સાથે મુલાકતા થઈ.
પણ હિટલરને ભારતમાં કોઈ ખાસ રુચિ ન હતી. તેને નેતાજીને મદદ માટે કોઈ ખાસ વચન નોહતું આપ્યું. હિટલરે એક પુસ્તક લખ્યું હતું. જેમાં તેને ભારત અને ભારતીય લોકો વિષય ખરાબ લખ્યું હતું. જેના પર નેતાજીએ પોતાની નારાઝગી બતાવતા હિટલરે સુભાષ બાબુની માફી માંગી. એને પોતાના પુસ્તકના આવતા ભાગથી તે ફકરો કાઢવાનો વચન પણ આપેલો.
પેહલી જ મુલાકાતમાં હિટલર સુભાષબાબુથી ખૂબ પ્રાભવિત થયો હતો.તેને જર્મનમાં સુભાષ બાબુને નેતાજી કહીને સંબોધન કર્યું હતું. ત્યારથી નેતાજી નામથી તે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા. અને અહીંથી જ જર્મન સૈનિક અને ભારતીય સૈનિક તેને નેતાજી કહીને બોલવા લાગ્યા. અહીંથી જ સમગ્ર પૂર્વી એસિયામાં નેતાજીનો રોલ શરૂ થયો.

આઝાદ હિંદ રેડિયો દ્વારા તેને ગાંધીજીને રાષ્ટ્રપિતા કહીને સંબોધન કર્યું. આજાદીની લડાઇ માટે તેના આશીર્વાદ માંગ્યા, આ પહેલી વખત હતું. જ્યારે કોઈએ ગાંધીજીને રાષ્ટ્રપિતા કહીને સંબોધન કર્યું હોય.

1942 pow કેમ્પ જર્મની.

ત્યાં તેઓએ બીજા વિશ્વ યુદ્ધ દરમીયાન જે ભારતીય સૈનિકોને પડતા મૂકી દીધા હતા. તેને મળવા ગયા હતા. ભારતીય સૈનિકને તેઓએ લડવા માટે માનાવ્યાં હતા.

4 જુલાઈ 1944માં નેતાજી બર્મા પોહચ્યા. ત્યાં રાષ્ટ્ધ્વજ ફરકાવ્યું હતું. ત્યાં તેઓ સૈનિકોને સંબોધતાં કહ્યું હતું.

" આજે જે લડાઇ ભારતની બહાર સુરું થઈ છે. તે કાલે ભારતમાં લડાશે.
આઝાદી લડીને મળે છે. માગીને નહિ!

આ લડાઈમાં રક્ત વહેશે આપણાં બધાનું રક્ત.
અને આ રક્તની કિંમત હશે આઝાદી.

તુમ મુજે ખૂન દો મેં તુમ હૈ આઝાદી દુગા."


અંગ્રેજ અફસર સ્ટૅલીએ ભગતસિંહ તલવારને પકડી લીધો હતો. અગ્રેજોમાં ભગતસિંહને સુભાષબાબુ સાથે વાત કરવાનું કહ્યુ.

"સુભાષ બાબુ ક્યાં છો?" ભગતસિંહ તલવાર
"બર્લિનમાં.... મેં અહીં સેના બનાવી લીધી છે. જલ્દી ભારત આવું છું."

સમયને કઈ બીજું જ મંજુર હતું. જાપાની સેના સાથે કોહીમાં સુધી પોહચી આવ્યા પણ બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનની હારના કારણે જાપની સેના પાછળ હટી ગઈ...

ત્રણ દિવસ પછી નેતાજી સોવિયત સંઘ જવા નીકળ્યા ત્યાં જ 18 ઓગસ્ટ 1945માં તાઇવાનમાં વિમાન દુર્ઘટનામાં મોત થયું?

1945માં ઓલ ઇન્ડિયા રેડિયોમાં તેના મિત્ર હેમંત પ્રશ્ન પૂછવામાં આવ્યો.

"કોણ વ્યક્તિ પોતાનો જ માતમ મનાવતો જોવા મળે ?
તે જીવતા છે તો કહેતા કેમ નથી?"

ત્યારે હેમંત સરકારે કહ્યુ.
" નેતાજીનું એક સપનું હતું. તે અંગ્રેજો અને અંગ્રેજ સરકારને લાત મારી ભારતથી ખદેડવામાં આવ્યા. જેથી આપણે આજદ ભારતમાં શ્વાસ લઈ શકીએ. તમને શું લાગે છે સુભાષ બાબુ પહેલી વખત ગાયબ થયા છે?"
અંગ્રેજો હજુ સ્વીકારવા તૈયાર નોહતો. કે નેતાજી નો મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયું હોય! બર્લિનમાં એમિલી ઉપર અને તેના મિત્રો ઉપર ચાંપતી નઝર રાખવામાં આવી રહી હતી.

165 પત્રો, નવ વર્ષ, આઠ વિધાય, એમિલીને આ બધાની આદત પડી ગઈ હતી.

કોઈ એમ કહી રહ્યું હતું. જાપના પ્રેસમાં પ્લેન ક્રેશની એક પણ ખબર નથી છપાણી. તો કોઈ કહી રહ્યું હતું. તે દિવસે કોઈ વિમાન ઉડયુ જ નોહતું.

નેતાજીનું હદય વિશાળ હતું. નેતાજી બહાદુરી સહાસ અને સંકલ્પના પ્રતીક હતા. આ ઘટના દુનિયામાં પેહલી વખત બની હતી. જ્યારે કોઈ આઝાદી માટે દેશની બહાર જઈને લડયું હતું.
આઝાદ ભારત માટે સુભાષ ચંદ્ર બૉઝ પાસે વિશાળ આયોજન હતું. ભારતની આઝાદી અપાવામાં તેનો મહત્વનો ભાગ રહ્યો છે. તેમ છતાં લોકો તેના વિશે ખૂબ ઓછું જાણે છે. નેતાજીની મૃત્યુ પર આજ સુધી સંદેહ છે. ઘણા લોકોએ તેને આઝાદી પછી પણ જોયા છે.

ભારતના સાચા રત્ન એવા સુભાષબાબુને નમન....

( આ કથા મેં અલગ અલગ જગ્યા, આર્ટિકલ, લેખો ન્યૂઝ અને વીડિયો દ્વારા માહિતી મેળવીને લખ્યો છે.)