Manni mahekati kyari in Gujarati Poems by Kruti Raval books and stories PDF | મનની મહેકતી ક્યારી

Featured Books
Categories
Share

મનની મહેકતી ક્યારી

  • આવી ને તો અંતે ચાલ્યા જવાના ને ...
  • આ સુંદર ખોળીયા ક્યાં કાયમ રહેવાના !!!

    આયખાના માવઠા સૌ અનિશ્ચિત ને એમાં આપણે મનુષ્ય જીવન, જીવીયે નિશ્ચિત ...કેવી અજુકતી વાત..!!.ક્યારે આવશે શ્વાશ ના અંત એ ક્યાં જાણે છે આપનો તાત ..?

    ક્ષણભરના લાંબા લચક સફરમાં સંતુલનના ફાંફા .....ખોવાયેલું શોધવાના, શોધીને એના પામવાના, ....હાસ્ય રુદન, ઉદાસી અરાજકતા આવા કેટ કેટલા રંગોના મેઘધનુષી પડદા ...એક પછી એક નહિ ..ક્યારેક સામટા ઉતરીજાય એ મેદાન માં ....અને પચરંગી બની વરસી પડે આપણા જીવન આંગણમાં .…

    આ અનોખા એકદમ જાણીતા ....પણ સાવ અજાણ્યા રંગોની દુનિયા ...

    પણ અધૂરી ઈચ્છા ના થોડી કઈ સબડકા લેવાના ...?

    એને તો ધીમી ગતિ એ અવાજ વગર જ ગળી જવાના .....અને હા વણમાગી ખુશીયો જો મળીજાય તો એના ઓડકાર જરા પણ નહિ ખાવાના ...

    આવી ને તો અંતે ચાલ્યા જ જવાના ને .....!!!

    આ બધા નાના નુસ્ખા જીવનમાં ખુબ કામ લાગવાના ....જાણવા છતાં ડોળ કરવાના ....મળેલું ઉડાડવા શમણાં તો, ભાઈ કાચના જ વસાવાના ...અને આ બધા ખેલ પણ ક્યાં સુધી ચાલવાના ....?

    આવી ને તો અંતે ચાલ્યા જ જવાના ને .....!!!

    ખેલૈયા રહ્યા આપણા માંહ્યલા, અંત સુધી શ્વાસ ના દાવ એ ખેલી જવાના .....અને એ દરમિયાન ઘણા કિસ્સા પુરા હોવા છતાં અધૂરા રહી જવાના ....ને ઘણા છલોછલ ભરેલા ઘડા તો પણ અધૂરા રહેવાના ને એ અધૂરા રહેલા રોજે રોજ થોડું તો છલકાવાના જ ... :)

    આવી ને તો અંતે ચાલ્યા જ જવાના ને ....!!!

    અને ચાલ્યા જતા પેહલા ખુશીના ગુણાકાર, દુઃખોના ભાગાકાર કરવાના, હળીમળી સાથે સંગાથે જીવી ભાઈચારા ના સંદેશા આપતા જવાના .....હકીકત તો એ જ કે આવી ને તો અંતે ચાલ્યા જ જવાના ....!!!!

    Kruti Raval

  • લહેરે……
  • તારા અવઢવે મારો લવઠવ લહેરે ,

    પારિજાતની ગંધ લળી લળી મુજને પેહરે .

    કુમકુમ કેસર શુકન ચમકે લાલ લલાટે,

    મઘમઘે રોમે રોમ મુજમાં તારી મેહરે .

    ખુશી છુપાવે લાખ લાજ ની લજામણી જો,

    છલકે હૈયા કેરો હાર તારો મારા ચેહરે .

    ઉમળકે ઉરના ફૂટી અણિયાળી રાત જો,

    અવની ના શ્રેષ્ઠ સિતારા મારે ખોળે ઠેહરે.

  • વ્હાલમ …..!
  • આપી આપીને તમે દલડું આપો,

    વ્હાલમ ! ધડકન આપોતો અમે જીવીયે ...

    જાત કરી જીર્ણ એની કળશી ભરી,

    ને એને અક્ષતની આડમાં સંતાડ્યા,

    મોટેરા માટને ગરણું ઓઢાડી,

    અમે ઝાકળને જય વરી આવ્યા.

    આપી આપીને તમે હોંકારો આપો,

    વ્હાલમ ! હાથ આપોતો અમે આવીયે…

    કલમની કણી થીજે ને થરથરે!!

    ને અધરોમાં અટવાણુ શું ?

    હકલાતી લુલી ને તું ઓળઘોળ થઈજાય,

    ને પછી લાજનું મારે કરવું શું ?

    આપી આપીને તમે વિરહ આપો,

    વ્હાલમ ! વર્તારો આપોતો અમે આવીયે .

  • મોંઘેરા મૂલ…….
  • આંટો આવીને એણે આપ્યા મોંઘેરા મૂલ,

    કીચડમાં જઈ કરમાણું પેલું પંકજનું ફૂલ.

    પછી બારણે જરાક આવી ઉભી તો,

    આય ! હાય ! અત્તરથી મહેકે ચોળી,

    બારસાખે બોણી સંતાડી લીધી તો,

    એના કિરણોની સામી આવી ટોળી…

    પાંપણની પાળો પટકીને બોલે ખુલ,

    મેં તો પછેડીમાં બાંધી રાખ્યો પુલ….

    હવે પોપચાં ઉઘાડું? કે બીડી દઉં જાત ?

    એવી અસમંજસની ઓરડી આવે હેઠી!

    દૂર પાસે ના ડાયરે ડોલે મારુ તન મન….

    ને પછી કાયાની રહે કોઈ નેઠી!!

    હું તો પોયણાંને માનું ગુલાબનું ફૂલ,

    એની સુગંધનું મુજમાં મહેકતું રહે મૂલ….

  • કાળોતરું નીર…
  • વિરહ કુઇનું ઓલું કાળોતરું નીર,

    હૈયાને હવાલે કરે તારી પીર

    લીલુરી વેલના વળાંક કઈ એવા

    જાણે છેટું ફૂલને ફોરમનું

    જૂઈની ગંધ રાહમાં લૂંટાવી

    વાવ્યું પાન એક મંઝીલનું

    થીજી ગયેલી એક બળબળતી

    રાતને આજ લૂંટી હાલ્યો ઓલો વીર

    પાનખર જવાની રાહે ને રાહે

    થડિયાના હાલ થયા એવા

    વાટેલા કેસૂડાની ફોરમ ચોરીને

    મહેકે મનના કુંડા કેવા ...

    જોબન મજધારે મોરસ વગરની એવી

    દરિયાને પીરસેલી હું ખીર

    પજવે રે મુજને કાળોતરું નીર ....

  • હરખ હેલી…
  • તિથી વંચાવો,તોરણ બાંધવો,

    ટહુકો જીલો ઢળકતી ઢેલનો રે,

    ઉંબર પૂજવો, ગણેશ બેસાડો,

    ઉગશે રવિ નવી ભાતનો રે .

    અરે કોઈ ! જોશી તેડાવો રે, હે જી રૂડા મીંઢળ બંધાવો રે,

    કે આજ મારે ઉકરડી ઉભી ઓલી એની જાન

    પોંખાય હૃદિયા, આંખોના પરબિડિયે

    ભીતર આજ મારે તારું છે રાજ

    નખ નમે,ને એની કોર ભમે

    આજ ગમે બધી ફાંસ રે રાજ .

    અરે કોઈ ! રોકીને રાખો રે, જાનિયાને હમજાવો રે,

    કે મહિયર મેલીને જાય રુડી એની આન

    હીબકે ચડી લાડી, વછૂટી ઘડી લાડી

    ફળિયું લઇ હાલ્યાના એંધાણ રે

    ચંદન સમી, તારા ઓરસિયે ઘસી લાડી

    પૈડું સિંચ્યાંનો તાતને વાગે ત્રાસ રે

  • રતિ……..
  • તિમિર ને ઉમળકે ઉગી રઢિયાળી રતિ,

    ભગવો ભાખી લપક લઇ ચડ્યો જો યતી .

    કાળે કમખે જો વેરાય રે મારી લાજ રી,

    તું કાં ? કરે મને અંધારે આમ છતી ?

    વાંસની વેડીને વઢાવાના અભરખા એવા,

    વઢે લીલી કે સૂકી !!ત્યાં તો જોર માં તારી ગતિ .

    કાંઠા કિનારા ઓળંગી સીધી લીટી પાર કરી,

    હલેસા તારા,ખેંચી જાય મુજને, તારા વતી.

  • માળો કરી લઉં ....!!
  • ચાલ ને ગુલાબી, ચપટીક ચાળો કરી લઉં !!

    તારા હૈયામાં લાવ, સ્હેજ માળો કરી લઉં ....!!

    શેતુર ગુંથી રહ્યો છે જો રેશમી તાંતણે તુજને ;

    સૂકું - લીલું લાવી સાચવે અમ સહુને,

    લાવને, તારોય ધબકારો જરાક મારો કરી લઉં !!

    પાદરની પડખે ફરફડે જો, જરા લજામણી,

    તારા સંગાથની માત્ર, કરે માંગણી ;

    લાવને,જન્મારે લગરીક સથવારો તારો કરી લઉં !!

    ચાલ ને ગુલાબી, ચપટીક ચાળો કરી લઉં !!

    તારા હૈયામાં લાવ, સ્હેજ માળો કરી લઉં ....!!

  • તારું નૂર……
  • ટેરવાની ટોપલીમાં છલકે તારું નૂર,

    નાભિ કહી રહી નખને જો આવ્યું પૂર,

    ધસમસતું આવ્યું દુષ્કાળમાં નીર,

    ને રોપી મેં લીધું લીલોતરીનું બી,

    જાતની જુગટી ખુલ્લી મૂકી ને મેં તો ;

    પાવન કરાવી બેવ હૈયાની પીર .

    તારા તે રંગના સીવડાવ્યા નવા ઢોળ,

    વસાવી લીધી મેં સાવ નવી ખોળ,

    સમાવી લે તુજ માં ઢીલી ગારાની ગોર ને

    ને ભીની માટીમાં હું થઇ જાવ તરબોળ.

    ટેરવાની ટોપલીમાં છલકે તારું નૂર,

    નાભિ કહી રહી નખને જો આવ્યું પૂર .

  • છાની છપની ચાળી…
  • છાની છપની ચાળી કરી વાલમ,,,તારી છાની છપની ચાળી

    મેં તારા ચરણોની ધૂળ મારી કરી વાલમ ...મારી કરી ..

    તું ડોકિયાં કરી દલડાંને મારે એવી ફૂંક...

    તને ડેલે દેખી કમાડની હું ઢીલી કરું ચૂક ....

    મેં તારા પર્ણોની ડાળી ફૂલોની કરી વાલમ ..ફૂલોની કરી ..

    છાની છપની ચાળી કરી વાલમ,,,તારી છાની છપની ચાળી

    આંખે આંજી ચાંદની ચાળી ચોખ્ખી કરીને વાલમ...

    જેથી ભાસે કાળો કામણગારો વગર એકેય ભૂલ ..

    નખરાળો નાદ તારો મુજ માટે મોંઘુ મૂલ....

    તારા તરણા ને સહારે જાતની ઉજાણી કરી વાલમ ...ઉજાણી કરી ...