The Golden Line from Paratpar in Gujarati Motivational Stories by Sorathiya Hitesh books and stories PDF | ધ ગોલ્ડન લાઇન ફ્રોમ પરાત્પર - જીવન માં ઉતારવા લાયક મહત્વ ના ગોલ્ડન વાક્યો

Featured Books
Categories
Share

ધ ગોલ્ડન લાઇન ફ્રોમ પરાત્પર - જીવન માં ઉતારવા લાયક મહત્વ ના ગોલ્ડન વાક્યો

જીવન માં ઉતારવા લાયક મહત્વ ના ગોલ્ડન વાક્યો

1. જો તમે માણસ સાથે પોતાની શાળા માં શિખેલી ભાષા માં વાત કરશો તો એ એના મગજ માં ઉતરશે જો તમે તેની સાથે તેની માતા પાસે થી સાંભળેલી ભાષા માં વાત કરશો , તો એ એના દિલ માં ઉતરશે.- નેલ્સન મંડેલા

2. એક વ્યક્તિ ખરા અર્થ માં માનવી ત્યારેજ બની શકે જ્યારે તેને નૈતિકતા ની મર્યાદાઑ નું ભાન હોય અને તે તેનું ઉલ્લંઘન ના કરે કારણ કે નૈતિકતા ની સમજ જ ખરા અર્થ માં માનવ સમાજ અને પશુ સમાજ ને અલગ પડતી ભેદ રેખા છે.

3. શીક્ષણ ની સૌથી શ્રેષ્ઠ રીત છે યોગ્ય વર્તુણક દ્વારા કેળવણી આપવી.

4. આત્મવિસવાસ સર્જનાત્મ્ક્તા તરફ લઈ જાય છે, સર્જનાત્મ્ક્તા જ્ઞાન તરફ લઈ જાય છે, જ્ઞાન વિચાર તરફ લઈ જાય છે. વિચાર જ વ્યક્તિ ને મહાન બનાવે છે.

5. કાયર કદી માફ ના કરી શકે, ક્ષમા એ તો વીરો નું આભુષણ છે.- મહાત્મા ગાંધી 6. કોઈ પણ કુટુમ્બ ને એક કરવા માટે ના 5 સિદ્ધાંતો........ 1. એક બીજા ને રોજ મળો. 2. એક બીજા ની પ્રશંશા અને કદર કરો. 3. પરિવાર ના સભ્યો ખાસ કરી ને બાળકો ની આવડત ને તથા સદગુણો ને ઓળખો અને પ્રોત્સાહન આપો. 4. એક બીજા ની મદદ કરો. 5. બધા થી પર થય માફ કરતાં શીખો.

6. વિજ્ઞાન અધ્યાત્મિકતા સાથે સુસંગત તો છે જ સાથે તે અધ્યાત્મિકતા નો અગાધ સ્ત્રોત પણ છે.- કાર્લ સેગન(ખગોળ શાસ્ત્રી)

7. નવું શીખવા માટે કામ કરો નકરું કમાઇલેવા માટે નહીં.

8. હજાર જંગલો નું સર્જન એક બીજ માંથી થય છે.- રલ્ફ વલડો ડામરસન (અમેરિકન કવિ)

9. અગ્નિ વિના મીણબતિ ના સળગે તેવી રીતે આધ્યાત્મ વિના માનવી જીવી ના શકે.

10. પરમેશ્વર સાથે ની દુનિયા તેમના વગર ની દુનિયા કરતાં સાવ અનોખીજ હશે. ભૌતિક વિજ્ઞાન ની વાત હોય કે જીવ વિજ્ઞાન ની, પણ જ્યાં પરમેશ્વર હશે ત્યાં તે બિલકુલ અલગ હશે આથી ધર્મ એ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે.- રેચર્ડ કોકિન્સ

11. ધર્મ વગર નું વિજ્ઞાન પાંગળું છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો છે – આલ્બર્ટ આઈન્સ્ટાઈન

12. ધર્મ ઍટલે પ્રતીકો ની પદ્ધતિ જે મનુષ્ય ની શક્તિશાળી, ઉધાત અને દીર્ધ કલીન મનહસ્થિતિ નું નિર્માણ કરવા હયાતી ની એક સામાન્ય વ્યવસ્થા નો ખ્યાલ રજૂ કરે છે અને આ ખ્યાલો ને તે એવી વાસ્તવિક્તાઑ ના પ્રભામંડળ ના વાઘા પહેરાવે છે જેથી એ મિજાજ અને પ્રેરણા અજોડ રીતે વાસ્તવદર્શી લાગે.

13. સ્થિતપ્રજ્ઞ મન સામે સમગ્ર બ્રામ્હાંડ જુકે છે – લાઓ ત્જુ

14. દુનિયા માં પ્રદાર્થ જેવુ કશું નથી, તમામ પ્રદાર્થો ની ઉત્પતિ અને અસ્તિત્વ એક પ્રચંડ બળ ને જ આભારી છે, આ બળ ને કારણે અણું નો કણ ચલિત થાય છે અને તેજ આ અણું ની શૂક્ષ્મ સૂર્ય પદ્ધતિ ને ટકાવી રાખે છે આપણેએ માનવુજ પડેકે આ બળ ની પાછળ એક ચેતાતંતુ અને બુદ્ધિશાળી માનસ કાર્યરત છે આ માનાસ જ તમામ પદાર્થો નું ઉત્પતિ સ્થાન છે.

15. જીનેટીક્સ ના નિયમો ની શોધ એક એવી વ્યક્તિ એ કરી છે જેને ઉત્ક્રાંતિવાદ માં નહીં ;પરંતુ પરમેશ્વરે માત્ર 6 દિવસ માં શૃષ્ટિ નું સર્જન કર્યું હતું એવી ગાથા માં શ્રદ્ધા હતી.- એડવર્ડ એડલ્સન

16. આપની જિંદગી નું ભાગ્ય નક્કી કરવા માં ભૌતિક દ્રવ્યો ના બદલે મન જ નિર્ણાયક બને છે.

17. આપની વિચાર પ્રક્રિયા ને કારણે મગજ કોષો ને ચોક્કસ માહિતી સાથે ના ન્યૂરોકેમિકલ્સ અને વાઇબ્રેશન ધરાવતા સિગ્નલ્સ આપે છે તે સિગ્નલ્સ કોષો ની અંતરત્વચા માં ગોઠવાયેલી પ્રોટીન પરસેપ્સન સ્વિચ દ્વારા જૈવિક પ્રતિભાવો માં ફેરવે છે આ પર્યાવરણીય સંકેતો ને વાંચી ને તે પ્રમાણે પ્રતીભાવ આપનારા આંતરત્વચા માં રહેલા પ્રોટીન ને રિસેપ્ટર્સ કહેવાય છે.-બ્રુસ વ્હીપટોન

18. લોકો સાચા પરીવર્તન ને ત્યારેજ આવકારે છે જ્યારે યથાવત પરિસ્થિતી માં રહેવાની પીડા તેમણે તે તરફ ધકેલવા માટે ફરજ પાડે અથવા તો નસીબ તેમના માટે અન્ય કોઈ વિકલ્પ ના છોડે.

19. દરેક ઘટના માં આમ ભગવાન ની ઈચ્છા હોય તેવું માનવું એટ્લે અજ્ઞાન ના જંગલ માં ભટકવા બરાબર છે.-બરુખ સ્પીનોજા (પ્રિંસ ઓફ ફિલોસોફી)

20. માણસ તેની ઇછાઓ પ્રત્યે સભાન છે પરંતુ આ ઈચ્છાઑ પૂર્વનિર્ધારિત છે તે વીશે અભણ છે.- બરુખ સ્પીનોજા (પ્રિંસ ઓફ ફિલોસોફી)

21. તમામ જીવ શૃષ્ટિ નું એકય જે કઈ બને છે. તેની નિયમિતતા આત્મા અને કુદરત ની ઓળખ.- બરુખ સ્પીનોજા (પ્રિંસ ઓફ ફિલોસોફી)

22. સર્વોચ તર્કશક્તિ ની હાજરી હોવાની પ્રતીતિ, જે અકળ બ્રાંહાંડ માં અભિવ્યકત થાય છે, એ મારા ભગવાન વિષે ની સંકલ્પના ઘડે છે.- આલ્બર્ટ ઐંસ્ટાઇન

23. મનુષ્ય ની અધ્યાત્મિક માન્યતા ની દ્રષ્ટિ પ્રતિબિંબ કે છાયા તરીકે મર્યાદિત સ્વરૂપે જ રજૂ થતી હોય તો પણ તે સંપૂર્ણ કે અંતિમ સત્ય તરફ દોરી જતી હોય તેવું બની શકે છે.- અબ્દુલ કલામ

24. અસંખ્ય સૂર્ય અસ્તિત્વ ધરાવે છે આપણાં સૂર્ય ની ફરતે જેમ સાત ગ્રહો પરિભ્રમણ કરી રહ્યા છે તેવીજ રીતે અગણિત પૃથ્વી એવા અસંખ્ય સૂર્ય ની ફરતે પ્રદક્ષિણા કરીરહી છે આવી દુનિયા માં સજીવો પણ વસવાટ કરે છે.- જીઓડાર્નો બ્રાજો

25. દૈનિક જીવન માં આપણે ચાર પ્રકાર ની આધ્યાત્મિક ક્રિયાઓ અપનાવી શકીએ છીએ (1) આજ્ઞાનુસરણ (2) માન્યતા (શ્ર્ધા)(વિશ્વાસ) (3) સમજણ (4) જ્ઞાન

26. આકાશ તરફ જુઓ આપણે એકલા નથી સમગ્ર વિશ્વ આપણું મિત્ર છે અને આ વિશ્વ જેઓ સપના જુએ છે અને મહેનત કરે છે તેને શ્રેષ્ઠ પરિણામો આપવા માટે તત્પર છે.

27. આપણાં જીવન નું મુખ્ય ધ્યેય બીજા ને મદદ કરવાનું છે જો તમે કોઈક ની મદદ ના કરી શકો તો કમસેકમ તેમને નુકશાન ના પહોચાડો.- દલાઈ લાંમાં

28. ભગવાન ખનીજ માં સૂતા છે, છોડવાઓ માં જાગે છે, પ્રાણી ઑ માં વિચરે છે, અને મનુષ્ય માં વિચારે છે.- આર્થર મિડલટન યંગ (1999).

29. જ્યાં તમારી પ્રતિભા અને વિશ્વ ની જરૂરિયાતો એકબીજા ને મળે છે, ત્યાં તમારા જીવન નો હેતુ રહેલો છે.- એરિસ્ટોટલ

30. શ્રેષ્ઠ નેતા એને કેવાય જેની હાજરી ની લોકો ને ભાગ્યે જ જાણ હોય ત્યારે તેનું કાર્ય પૂર્ણ થાય, ધ્યેય સિદ્ધ થાય ત્યારે લોકો એવું કહે છે કે આતો અમારી જાતે કર્યું છે. – લાઓત્જુ

31. સાચા, સોમ્ય અને નિર્ભય બનો- મહાત્મા ગાંધી

32. સૌથી વધારે અનુભવતા ડર – (1) ગરીબી નો ડર (2) ટીકા નો ડર (3) માંદગી નો ડર (4) કોઈ નો પ્રેમ ગુમાવવા નો ડર (5) વૃદ્ધાવસ્થા નો ડર (6) મૃત્યુ નો ડર

33. મૃત્યુ આટલે પ્રકાશ બુજાય જવો એમ નહીં એ તો માત્ર પરોઢ થાય એટ્લે દીવો બંધ કરી દેવા જેવી ઘટના છે.

34. સત્ય બોલતી વખતે તીવ્ર પણ અલ્પજીવી ડર અનુભવવો, તે જૂઠું બોલ્યા પસી અનુભવતા કાયમી અંજપા કરતાં વધારે સારું છે.

35. અભિમાન દેવ ને દાનવ બનાવી દે છે, નમ્રતા માનવ ને દેવ બનાવે છે.- સેંટ ઔગસ્ટિન

36. જેઓ પોતાની અજ્ઞાનતા થી જ્ઞાત હોય તેઓ જ ખરા અર્થ માં શાણા છે.

37. દિવ્ય પદ સુધીઓ પહોચવા માટે વાણી, મન, ઇન્દ્રિયો ની પ્રવિત્રતા અને કરુણા સાભાર હૃદય હોવું જરૂરી છે.- ચાણક્ય

38. ઉમદા વ્યક્તિ પોતાના જીવન ના ભોગે પણ અન્ય ની મદદ કરવા તત્પર હોય છે, જ્યારે ભય અને લાલચ થી દોરવતી અધમ વ્યક્તિઓ સમાજ માટે બિલકુલ બિન ઉપિયોગી લોકો છે, તેઓ તો સંકટ સમયે પોતાની જાત ને પણ વેચી શકે છે.- તિરુક્કુલ્લમ ગ્રંથ

39. અન્ય બધા પાપ માફ કરી શકાય પરંતુ “કૃતઘ્નતા” ક્યારેય નહીં.- વલ્લુવર

40. દરરોજ પાચ પ્રશ્નો પોતાની જાત ને પૂછો. 1. શું મે આજે મારા સદગુણો નો ઉપિયોગ કર્યો? 2. આજે મે કાઇ ખરાબ કામ કરતાં સારું કામ વધારે કર્યું હોય એવું બન્યું છે? અથવા આજે એમ શું એવો પ્રયાસ પણ કર્યો? 3. આજે મે લોકો સાથે તેમનું મન અને ગૌરવ જળવાય તેવો વ્યવહાર કર્યો? 4. શું આજે હું નિષ્પક્ષ અને ન્યાયી રહ્યો હતો? કોઈ વ્યક્તિ સાથે કોઈ પ્રાસંગિક નૈતિક કારણસર અલગ વ્યવહાર કરવો પડ્યો હોય તેને બાદ કરતાં શું આજે મે દરેક વ્યક્તી સાથે સમાન વ્યવહાર કર્યો છે? 5. શું મારો સમુદાય એટલા માટે સારો બન્યો કે હું તેના એક ભાગ રૂપે છું? શું હું વધારે સારો એટલા માટે હતો કે હું મારા સમુદાય માં હતો?

41. સદગુણ થી કામ સારું થાય છે એટલુજ નહીં પરંતુ તે કામ કરનાર વ્યક્તિ પણ સારી બને છે. – અરિસ્ટોટલ

42. તમામ ઉત્ક્રાંતિઓનું ધ્યેય ઉદ્યત નૈતિકતા છે અને અહિંસા તમને એ તરફ લઈ જાય છે આપણે અન્ય જીવો ને હાનિ પહોચડવાનું બંધ નહીં કરીયે ત્યાં સુધી અસભ્યજ રહીશું.- થોમસ અલ્વા એડિસન

43. માણસ સફળ ત્યારેજ બની શકે જ્યારે મધ માખી ની જેમ ફળ અથવા ફૂલ ને રંગ, સુગંધ કે બીજું નુકશાન કર્યા વગર સુધા લઈ જય ને મધ બનાવે છે. – અબ્દુલ કલામ

44. અહિંસા હૃદય અને મન ને તિરસ્કાર, ભય અને સ્વસર્જિત ભ્રમ થી મુક્તિ આપવાથી સાર રૂપ બાબત છે.

45. સારું ચારિત્ર્ય જાળવવા માટે પાંચ વ્રત 1. અહિંસા 2. સત્ય 3. અસત્યેય (ચોરી ના કરવી તે) 4. બ્રમ્હ્ચર્ય 5. અપરિગ્રહ

46. હિંસા ના પાયા પર કોઈ ટકાઉ ચીજ નું નિર્માણ કરીશકાય નહીં.- ગાંધીજી

47. ત્રણ એકતા ના પ્રકાર એક સાથે હોય ત્યાં બધુજ હોય 1. પરમેશ્વર ની એકતા 2. ધર્મ ની એકતા 3. માનવજાત ની એકતા

48. અંધકાર કદી અંધકાર ને હટાવી શકે નહીં અંધકાર ને પ્રકાશ જ હટાવી શકે દ્વેષ થી દ્વેષ દૂર ના થાય, માત્ર પ્રેમ તીજ દ્વેષ હટે- માર્ટિન લૂથર કિંગ જૂનિયર

49. ક્ષમા વ્યક્તિ ને જોખમ લેવાની, રચનાત્મક બનાવવાની, કઈક શીખવાની અને પોતાની નેતૃત્વ શક્તિ ની ક્ષમતા વીકસાવવાની તક પૂરી પાડે છે.

50. સાચા સુધારક નેતાઓ ક્ષમા ના ગુણ દ્વારા તેમના અનુયાયીઓ માં ગૌરવ, આદર અને વિશ્વાસ ની ભાવના પ્રગટાવે છે.

51. વ્યક્તિ એ સૌથી પેલા તો પોતાની જાત સાથે જ પ્રમાણિક બનવું પડે જો તમે તમારી જાત માં પરીવર્તન ના આવ્યું હોય તો તમે ક્યારેય સમાજ પર કોઈ પ્રભાવ છોડી સકો નહીં, તમામ મહાન શાંતિ સ્થાપકો નિયમિતતા, પ્રમાણિક્તા અને વિનમ્રતા ધરાવતા લોકો હોય છે.

52. નબળી વ્યક્તિ ક્યારેય ક્ષમા આપી શકે નહીં ક્ષમા તો વીર નું આભૂષણ છે.-ગાંધીજી

53. જેઓ પોતાના રોષ નો બદલો લે છે, તેમનો આનંદ એક દિવસ રહે છે, જેઓ સહનશીલ છે તેમની પ્રાસન્સા પૃથ્વી ટકશે ત્યાં સુધી રહેશે.

54. માનવજીવન નો હેતુ સેવા કરવાનો, કરુણા દાખવવાનો, બીજાને મદદ કરવાની ઈચ્છા રાખવાનો છે.- આલ્બર્ટ સ્વાઇત્જર

55. તંદુરસ્ત વ્યક્તિ, તંદુરસ્ત કુટુમ્બ, અને તંદુરસ્ત સમાજ માટે સદભાવ ચાવી રૂપ પરિબળ છે વિજ્ઞાનીઑ કહે છે કે સ્વસ્થ શરીર માટે સ્વસ્થ મન બહુ અગત્ય નું પરિબળ છે જો તમે તમારા સ્વસ્થ્ય અંગે ખરેખર ગંભીર હો તો મન ની શાંતિ વિષે વિચારો અને તેની સૌથી વધુ કાળજી રાખો આ ખુબજ મહત્વનુ છે.- દલાઈ લામા

56. દરેક વ્યક્તિએ કરુણા નો પંથ જ જીવન માં અનુસરવો જોઈએ. તમામ સજીવો પ્રેમ ના અધિકારી છે. અને કરુણા વિનાનું દાન નિરર્થક તથા અકલ્પનીય છે.- તિરુવલ્લુવર

57. જો તમારે ઉચ્ચ અસરકારક નેતા બનવું હોય, તો તમારે એક મહત્વ ના પરીવર્તન માંથી પસાર થવું પડશે. સારા નેતાઓએ “હું” માંથી નીકળી “ અમે” માં પરિવર્તિત થવું જ પડશે.

58. આપણે જ્યારે સંપૂર્ણ સ્વયંશિસ્ત માં હોઈએ અને આશાવાદી હોઈએ ત્યારે એ આપણાં શ્રેષ્ઠ દિવસો હોય છે. અને આપણે ત્યારે સૌથી અસરકારક નેતા હોઈએ છીએ.

59. સરળતા, ધીરજ અને કરુણા આ ત્રણ બાબતો સૌથી મહાન ખજાનો છે.- પ્રમુખ સ્વામિ મહારાજ

60. અંતર માં દ્રષ્ટિ કરશો તોજ તમારું વિજન સ્પસ્ટ થશે. બહાર દ્રષ્ટિ કરનારો ખાલી સ્વપ્ન જુએ છે, અંતર માં જોનારો જાગી ઊઠે છે. – કાર્લ યંગ

61. સ્વપ્નની શક્તિ ને અને માનવીય જુસ્સા ના પ્રભાવ ને ક્યારેય નજરઅંદાજ કરશો નહીં આ ધારણા માં આપણે સૌ એક સમાન છીએ આપણાં સૌ માં મહાનતા ની સંભાવનાઑ રહેલી છે.- વિલમાં રુડોલ્ફ

62. દ્રઢતાપૂર્વક સ્થપયેલી અહિંસા શત્રુતા ને સમાપ્ત કરે છે. - યોગ સૂત્ર 2.35

63. કાર્ય વિનાનું વિજન માત્ર એક સપનું જ રહી જાય છે; વિજન વિનાનું કાર્ય માત્ર એક સમય પસાર કરવા જેવુ જ હોય છે.- અબ્દુલ કલામ 64. માનવ જાત ને ઊગારે એવું એકજ તત્વ છે અને એ છે “ સહકાર” – બર્ટનર્ડ રસેલ

####################### સમાપ્ત################