Unconditional love 5 in Gujarati Love Stories by Radhi patel books and stories PDF | અનકંડીશનલ લવ - 5

Featured Books
Categories
Share

અનકંડીશનલ લવ - 5

                           Radhi Guajarati
                         Unconditional love 
Part 5
આગળ જોયું. ....
જીયા ને જોયા વગર નિશીત અધૂરો થઈ ગયો હતો અને હવે 1 મહિનો થવા આવ્યો પણ જીયા પાછી ના આવી.... 
હવે આગળ..... 
થોડા દિવસો પછી અચાનક નિત્ય ને યાદ આવ્યું કે જીયા નું પાસપોર્ટ ઘરે છે કે જીયા સાથે છે જો જીયા સાથે હોય તો... 
અચાનક નિત્ય ના મન મા જબકારો થયો... 
તે ઓફિસ થી જલ્દી જલ્દી ઘરે આવ્યો અને જીયા ના રૂમ મા આમ તેમ જોવા લાગ્યો.... 
"શું શોધે છે બેટા?" નિત્ય ના મમ્મી એ નિત્ય ને પૂછ્યું... 
"મમ્મી જીયા નું પાસપોર્ટ ક્યાં છે..." નિત્ય એ પૂછ્યું. 
"બેટા મને નથી ખબર તું તારા પપ્પા ને પૂછ.." નિત્ય ના મમ્મી એ કહ્યું. 
                  ***********************
"હલ્લો પપ્પા, તમારી પાસે જીયા નું પાસપોર્ટ છે? "નિત્ય એ ત્યારે જ તેના પપ્પા ને કોલ કર્યો... 
" ના મારી પાસે નથી એ પેલા ભાઈ પાસે હતું જેને જીયા ના ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા... "નિત્ય ના પપ્પા બોલ્યા. 
"નવીનભાઇ જીયા નું પાસપોર્ટ નથી આવ્યું જોવો તો તમારી પાસે રહી નથી ગયું ને... "નિત્ય એ નવીનભાઈ ને કોલ જોડ્યો. 
"નહીં એ તો જીયા જ બીજા દિવસે આવી ને લઈ ગઈ હતી... "નવીનભાઇ ના આ શબ્દો સાંભળી ને નિત્ય ને ઝટકો લાગ્યો... 
નિત્ય ના મન મા ઝબકારો થયો... "એનો મતલબ કે જીયા......... "
" નિશીત, જલ્દી મા જલ્દી ક્યાં મળી શકે છે બોલ હું આવું છું.. "નિત્ય એ નિશીત ને કોલ જોડ્યો... 
"હું માર્કેટ પાસે છું તું બોલ ત્યાં આવું.. "નિશીત બોલ્યો.. 
 "ગ્રેટ હું માર્કેટ નજીક જ છું માર્કેટ ના કોર્નર વાળા કોફી શોપ પર મળી એ ઓકે... " નિત્ય એ કહ્યું. 
" ઓકે આવી જા હું પોહચું છું.. "નિશીત એ આટલું બોલી કોલ કટ કર્યો અને કોફી શોપ પર પોહચ્યો... 
"શું વાત છે કેમ આટલો જલ્દી જલ્દી માં બોલાવ્યો.. "નિત્ય ને બેસવા પણ ના દીધો અને નિશીત બોલવા લાગ્યો... 
" મને થોડી શંકા છે કે જીયા ક્યાં હોય શકે.. "નિત્ય વાત કેહવા લાગ્યો.. 
બધી વાત પૂરી થતાં નિત્ય બોલ્યો કે જીયા કદાચ આ દેશ મા જ નથી વિદેશ માં છે... 
"પણ નિત્ય ત્યાં કોની પાસે જઈ શકે... " બન્ને આ વાત વિચારતા હતા અને અચાનક બંને ને એક જ વ્યક્તિ યાદ આવ્યો એ હતો "આકાશ" 
નિત્ય આકાશ ને કોલ લગાવ.. નીશીત પણ આટલી રાતે ના હોય તેને ત્યાં રાત છે... 
મને પરવા નથી તું કોલ કર... 
"હલ્લો આકાશ, સુતો છે?" નિત્ય એ કોલ કરી સ્પીકૅર પર કર્યો... 
" ના ભાઈ ના સૂવાનું થોડી હોય હું ગરબા કરું છું... 
યાર આટલી રાતે અહીંયા પણ માણસો સુવે જ છે હો...તો હું સુતો જ હોવ ને.... " આકાશ બોલ્યો...
"આકાશ જીયા ત્યાં છે?" નિશીત સમય બગાડવા માગતો ન હતો કે પછી જીયા ને જલ્દી શોધવા માંગતો હતો એટલે સમય બગડયા વગર જ પૂછી લીધું.... 
" શું જીયા, અહીંયા કેમ? એ તો ત્યાં હોય ને તમારી સાથે... "આકાશ બોલ્યો.. 
ના નથી અમે જીયા ને છેલ્લા દોઢ મહિના થી શોધી એ છીએ પણ તેનો પત્તો નથી... કહી ને નિત્ય એ બધી વાત આકાશ ને કરી... 
"આટલું બધું થયું અને તમને એક ને પણ મને કેહવા ની જરૂર ના લાગી..." આકાશ એ બંને ને કહ્યું..... 
બંને એ તેને સોરી કહ્યું અને બીજી બધી વાત જાણી ને નિત્ય એ કોલ મૂક્યો... 
                      ******************
5 મહિના પછી... 
હવે બધા પોતાના કામ મા મશગુલ થવા લાગ્યા હતા હવે જીયા ને યાદ કરીએ તો પણ શું, એ પાછી તો નથી આવની ને... 
જો બધા થી વધારે ફર્ક પડયો તો એ હતો નિશીત..... 
એને પોતાની જાત સાથે જ સબંધ થોડી નાખ્યો હતો કેમ કે તેના ધબકારા જીયા હતી અને ધબકારા વગર નું હદય કરે પણ શું... નીશીત છેલ્લી વાર જીયા સાથે હસ્યો હતો નિત્ય એ ત્યારે જ નિશીત ને હસતાં જોયો હતો... કામ વગર નું બોલવું પણ તેને માટે સહ્ય નો હતું... તે સાવ જ મોન રહેવા લાગ્યો હતો..... 
એક દિવસે અચાનક કારકુન એક પત્ર લઈ ને આવ્યો અને નિશીત ને આપ્યો પણ નીશીત કામ મા હતો એટલે પત્ર ખોલ્યો નહીં.... 
કામ પૂરું કરી ને ઘરે જતી વખતે તેણે યાદ આવ્યું તેણે કારકુન પાસે પત્ર મગાવ્યો અને ગાડી મા બેસી ગયો ઘરે જવા માટે....... 
પત્ર ખોલ્યો તો તે અવાચક બની ગયો..... 
તેમાં એવું લખ્યું હતું જે તેને રડવા પર મજબૂર કરી ગયું.... 

નિશીત, 
સમય ના તાંતણા છે આપણી વચ્ચે, 
દૂરતા હોય કે નિકટતા, શું ફેર પડે........ 

ફેલાય જવાના છે સૂરજ ના કિરણો, 
ઊગતા હોય કે આથમતા, શું ફેર પડે.......... 

શબ્દો ને ઊંચકી જો ફરવું હોય તો, 
ઘોંઘાટ હોય કે નિરવતા, શું ફેર પડે................ 

પવન ના સહવાસી છે પંખી ના પર, 
સ્થિર હોય કે ફરકતા, શું ફેર પડે............... 

તારા જ તરફ વધવાના છે મારા કદમ, 
થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે...... 

આ એ જ કવિતા છે જે હમેશાં નિશીત જીયા માટે બોલતો અને આ તેની માટે જ લખેલી અને જીયા ને પણ ખૂબ જ ગમતી....આટલું વાંચતા ની સાથે નિશીત રડવા લાગ્યો જીયા ને ગયા ને 5 મહીના થયા પણ નિશીત એ એક વાર આંસુ નથી પાડયું.... 
અત્યારે મન ભરીને ને રડી લીધું કેમ કે તેને ખબર પડી ગઈ કે આ પત્ર જીયા એ જ મોકલો છે..... 
પછી તરત તેને ઓફિસ પર કોલ જોડ્યો અને જાણવાની કોશિશ કરી કે આ પત્ર આવ્યો ક્યાથી પણ તેણે એટલું જ જાણવા મળ્યું કે તેના પર નિશીત નું નામ હતું એટલે તમને આપવા આવ્યા... 
હવે નિશીત હાફ્લોફાંફલો થઈ ગયો હવે તેને જીયા વિશે જાણવું જ હતું તેને મળવું હતું અને તેને સાથે ઝગડો કરવો હતો પણ શું કરે એ ખૂબ જ લાચાર હતો આજે તેને પોતે એકલો જ છે તેવો એહસાસ થતો હતો..... તેની પાસે શબ્દો નોહતા તેની વિહળતા બતાવા માટે.... તેને ગાડી નિત્ય ની ઓફિસ પાસે લેવા કહ્યું અને તે નિત્ય પાસે પોહચી રડવા લાગ્યો નિત્ય ને ફાળ પડી કે આ કેમ રડે છે.... 
પછી નીશીત એ પત્ર બતાવ્યો અને પછી નિત્ય એ તેને થોડી વાર રડવા દીધો કેમ કે બધા એ તેને રડાવા કોશિશ કરી છે અને એ અત્યારે છેક રડ્યો અને થોડી વાર રડી ને નીશીત સ્વસ્થ થયો.... 
"હવે આપણે ગમે ત્યાં થી જીયા ને શોધવી છે.. i want જીયા..." નિશીત બોલ્યો... 
 "હા પણ ક્યાં શોધવી, તને ખબર છે આપણે કઈ જ બાકી નથી રાખ્યું તેને શોધવા માટે..." નિત્ય બોલ્યો.... 
               *********************
"નિશીત આ મહિને તારો ચેક કેમ મોડો પાડયો સમજી ના શક્યો.. "આકાશ વિડિયો કોલ મા બોલતો હતો અને નિશીત વિચાર કરતો હતો કે જીયા ના પત્ર ની વાત કહું કે નહીં... 
" સોરી યાર ભૂલી ગયો, હવે નહીં ભૂલાઈ ઓકે... "અને પછી નિશીત એ જીયા ના પત્ર ની વાત કરી... 
વાત પૂરી થતાં કોલ મૂક્યો અને નિશીત કામ પર લાગી ગયો.... 
                  ***********************
"જીયા તે નિશીત ને પત્ર મોકલો હતો કેમ?" તને મેં ના પાડી છે કે નિશીત થી દૂર રહે તો પણ કેમ તેની પાછળ પડી છે એક ની એક વાત કેટલી વાર કહું તને... "જીયા બસ સાંભળ્યા કરતી હતી અને સામે થી તે વ્યક્તિ બસ બોલ્યા જ કરતું હતું.... બધું સાંભળી ને જીયા એ કોલ મૂક્યો અને તેને મોં માંથી એક ડુંસ્કું છૂટી ગયું તે મોકળા મને રડવા લાગી...... 
ક્રમશ..... 
***********************
"જીયા ક્યાં છે, કોણ છે જે જીયા ને દૂર રેહવા મજબૂર કરે છે અને શું કામ?" 

તમારા બધા જ પ્રતિભાવ મને જણાવા વિનંતી.....