Aaj ni j vaat in Gujarati Love Stories by Nikhil books and stories PDF | આજની જ વાત

The Author
Featured Books
Categories
Share

આજની જ વાત

આજ ની જ વાત

સૃષ્ટિ ની story...

બધાના મનમાં ફક્ત એકજ પ્રશ્ન હતો, સૃષ્ટિ ને સંયમ જ કેમ ગમ્યો હશે?

અને અચાનક આખા કેમ્પસમા પ્રસરી ગઇ આ વાતો કે સૃષ્ટિ અને સંયમ એકબીજાને date કરી રહ્યાં છે.

જે કોઈને ખબર પડી કે સંયમે સૃષ્ટિ ને propose કર્યું અને સૃષ્ટિ એ હા પાડી, તે બધાં વિચારમગ્ન થઈ ગયા હતાં થોડી વાર.

હા મારી પાસે પણ જ્યારે આ વાત આવી ત્યારે મને પણ થોડુ અલગ લાગ્યું ખરુ પણ પછી અંદરના કવિ હ્રદયે કહ્યુ ...કે" સૃષ્ટિ સાથે તો સંયમ જ હોયને "

સંયમ .....કાંઇક અલગ જ છોકરો હતો..

પોતાની ધૂનમાં જ રહેતો, જે કેવું હોય તે કહી દે.. વિચારે નહીં ..

અને શાયદ એટ્લે જ મારા મતે

એનું હૃદય એક્દમ સાફ હશે. આપણી જેમ બહાર કાંઈક અને અંદર કાંઇક નહીં..

B.sc ના 5th semester માં હતાં, સૃષ્ટિ અને સંયમ...એટ્લે કે કોલેજ નું છેલ્લું વર્ષ.. જ્યારે રોમાંચ પણ વધું હોય, ફ્રેન્ડ સાથે ફરવાની મજા પણ અનેરી હોય, અને એ સમય ને માણી લેવાની મજા પણ અલગ જ હોય, આગળ નાં સમયની તો મને એટલી ખબર નહીં પણ અત્યાર નાં સમય માં girl ને બોયફ્રેન્ડ તો વળી boys ને ગર્લફ્રેન્ડ બનવાની એક અલગ જ ઈચ્છા હોય છે..અને ઘણા બધાં student ને તો આ મોજ મસ્તીમાં જ પસાર થઈ જતા હોય છે આ ત્રણ વર્ષ.. કોલજ નાં યાદગાર ત્રણ વર્ષ.

ફર્ક ગણાવવા હોય તો ઘણાય હતા સૃષ્ટિ અને સંયમમા

સૃષ્ટિ CBSE બોર્ડ ની તો..

સંયમ ગુજરાત બોર્ડ નો વિદ્યાર્થી ..

સૃષ્ટિ એક્દમ વ્યવસ્થિત લાગે ..

તો સંયમ વ્યવસ્થિત હોવાં છતા પણ વ્યવસ્થિત ના લાગે.

સૃષ્ટિ ભણવાવાળી છોકરી ..હા થોડી ઘણી મોજ મસ્તી પણ કરે ..

તો સંયમ EXAM ના આગલે દિવસે ભણવાવાળો છોકરો..

હા એક વાતે બન્ને સરખા હતાં ...મનથી સૃષ્ટિ પણ બિન્દાસ્ત અને સંયમ પણ..

અને શાયદ એ બિન્દાસ્ત વિચારધારા એ જ એકબીજાને LIKE કરવા તત્પર કર્યા હશે.

અને હા એકદિવસે સંયમ એ સૃષ્ટિ ને chemistry લેબ મા chemicals ફેરવતા ફેરવતા પ્રોપોઝ કર્યું અને સૃષ્ટિ એ હા પણ કહી દીધી ..

બધાં માટે આ બન્ને નું મિલન એક પ્રશ્ન છે પણ આ બન્ને માટે તો ફક્ત પ્રેમ જ છે ..

કેમ કે અનાયાસે મારા દ્રારા પૂછેલા પ્રશ્નમાં સૃષ્ટિ એ એટલું જ કહેલું કે..

સંયમ નું ખુલ્લા દિલથી જે હોય તે બોલી દેવુ..એ મને બહુ ગમ્યું ..

બીજી વાત ..તો સંયમ ને ક્યારેય ખોટુ નથી લાગતું સૃષ્ટિ ગમે તે કરે એમા ..

આ એવો પ્રેમ હતો જયાં સૃષ્ટિ ને કાંઇ વિચારવું નહોતું પડતું..એ એમજ જીવતી તી જેમ તે પહેલાં જીવ્યા કરતી તી.

એને મન થાય ત્યારે સંયમ ને કોલ કરીને હેરાન કરવાનો,

રિવરફ્રન્ટ પર જાય તો 20 રૂપિયા ની પાણી ની બૉતલ લઇને એ પાણી ને પીવાનું નહીં પણ સંયમ પર એ પાણી ફેંકીને એને હેરાન કરવાનો,

સંયમ ની બાજુમા બેસીને એને જ પૂછવાનું પેલી છોકરી કેવી છે હે! હે!..તને ગમે છે એ??

વગેરે પ્રશ્નોથી સંયમ ને હેરાન કરવાનો,

અને સંયમ એ પણ સૃષ્ટિ ની ખુશી માટે હેરાન થતુ રહેવાનું,

સૃષ્ટિ પણ ખાલી પ્રેમ લેતી નહોતી ..આપતીતી પણ ખરી, પણ પ્રેમ આપવાની એની style કાંઇક અલગ હતી,

સંયમ માટે કોઈ કાંઇ પણ કહે પૂરી વાત સાંભળ્યા પેલાં લડી જ લેવાનુ..અને જો એમા સામે કોઈ છોકરી હોય તો તો એનું પુરું જ થઈ જાય, પેલીને એવું જ લાગી આવે જાણે કે એને કોઇ act તોડી નાંખ્યો કે શું?? અને શાયદ એ પ્રેમ જ છે જેનાં કારણે સંયમ અને સૃષ્ટિ આજે એક બીજાથી દુર હોવાં છતા પણ એકબીજાને એટલા જ યાદ કરે છે.

કૉલેજ મા એમનાં અફેર ની વાતો અને એમનાં માટે એમનાં પ્રેમ ની વાતો દરમિયાન જયારે હુ સૃષ્ટિ ને એક મિત્ર તરીકે મળ્યો તો..ત્યારે, સૃષ્ટિ મને એક ચુલબુલી છોકરી જેવી લાગેલી ..જાણે કે નાની જ છોકરી હોયને .., અને એને દરેક વાતમાં એટલો જ આનંદ અને ઉત્સાહ ...બહુ જ ખુશમિજાજ છોકરી હતી સૃષ્ટિ.......

પણ મારા દ્રારા marriage નાં પૂછેલા પ્રશ્નમાં એને એટલું જ કહેલું..જોઈશું...જો ફેમિલી રાજી હશે તો કરીશું મેરેજ ...નહીં તો પપ્પા કહેશે ત્યાંજ ..

અને સંયમ પણ આ વાત પર ખુશ છે.

એજ દિવસે સાંજે જ્યારે સૃષ્ટિ સાથે મારે ફરીથી વાત થઇ ત્યારે.. સૃષ્ટિ એ કહ્યુ મારે તને એક વાત કહેવી છે..

મારા મમ્મી વિશે તને કાંઇ ખબર છે???

મે કહ્યુ કેમ ???

તેને કહ્યુ તે નથી મારી પાસે

મે કહ્યુ મતલબ શુ છે?

હુ 5th std મા હતી ત્યારે જ ચાલ્યા ગયા ...

હૃદયમાં ધ્રાસકો પડયો હોય એવું લાગ્યું ક્ષણભર તો..

હેં?? આવુ?? આવુ કેમ ?

મને એક વાત ત્યારે સૃષ્ટિ ને જોઇને સારી રીતે સમજાઈ ગયી કે કોઈ support ની ગેરહાજરી મા આપણે મજબૂત બની જતા હોઇએ છીએ..બહુજ મજબૂત.. અને સૃષ્ટિ મજબૂત બની ગયી હતી..કેમ કે મારા મતે છોકરીઓ માટે માતાનુ ના હોવું એ બહુજ મોટી વાત છે, છોકરીઓ માટે sharing નું મુખ્ય માધ્યમ જ મમ્મી હોતી હોય છે.

એ સમયે મે કાંઇ નાં પૂછ્યું સૃષ્ટિ ને, પણ મને હવે સૃષ્ટિ નાં પ્રેમનો ખ્યાલ આવી ગયો હતો.."એનાં પપ્પા"

..શાયદ એ એનાં પપ્પા ને હવે ક્યારેય દુઃખી કે નાખુશ નહીં કરવા માંગતી હોય ..

શાયદ એનાં પપ્પા જ હતા જેમને બીજી કોઈ પણ સ્ત્રી ની જરૂર વગર પોતાની ત્રણ દીકરીઓને મોટી કરી હતી અને સૃષ્ટિ એમા સૌથી નાની હતી ..

આ હતી સૃષ્ટિ અને એની અત્યાર સુધીની કહાની ...

ક્ષણિકભર પ્રશ્ન થાય કે આમાં પ્રેમ ક્યાં???

પ્રેમ તો ભરપૂર હતો સૃષ્ટિ ની આંખોમાં અને એની વાતોમાં,

સંયમ સાથે રહે તો પણ.. અને સાથે ના રહે તો પણ એના પપ્પા માટેનો આદર્શ પ્રેમ...

આપણાં સમાજ નાં લાગણીભર્યા સંબંધો આપણાં ને ઘણુ બધુ શીખવી જાય છે.. ને !

સમજાય તો જ સમજાય છે..

નહીં તો ઘણાય વર્ષો વીતી જાય છે.

આજ ની વાત: સામાન્યતરે એવું માનવામાં આવે છે કે આજનું યુથ પોતાના માતા પિતા વિશે વિચારતા નથી તેમને યોગ્ય લાગે તેમ જ કરતાં હોય છે, પણ એ વાત સંપૂર્ણપણે તો સાચી ના જ માની શકાય ..કેમ કે.સૃષ્ટિ જેવી ધણી છોકરીઓ..અને ઘણાંય છોકરાં ઓ આજ પણ priority પોતાના માતા પિતા નાં decisions ને જ આપતાં હોય છે.આપણે આજકાલ પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ તો કરી રહ્યા છીએ પણ ગળથૂથીમા મળેલા આપણાં લાગણીવાળા સંબંધો ને side મા તો નથી જ મુકી શકતા .અને શાયદ એજ આપણે છીએ.

અને મારુ માનો તો સારાં છીએ ..પશ્ચિમી લોકો કરતા બહુજ સારા..

સૃષ્ટિ ની વાતમા સંયમ એ સગાઇ કરી લીધી છે,

ઘેરથી મેરેજ કરવાની જલ્દી તો છે જ પણ સંયમ રાહ જોઈ રહયો છે.... સૃષ્ટિ સગાઇ કરે તો હુ મેરેજ કરું ને..

(True story)

લેખક - નિખિલ પરમાર