Kaavya in Gujarati Love Stories by Simran Jatin Patel books and stories PDF | કાવ્યા....

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

કાવ્યા....

                                     કાવ્યા....
ભાગ : 

કાવ્યા સ્વભાવે બોલકી અને નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને અબોલ જીવ પ્રત્યે એને અજીબ જ પ્રેમ અને લાગણી હતા. દેખાવે સીધી સાદી પણ રૂપવાન ગજબ ની હતી. એના મુખ્ય કારણ એના મુખ પર સદાય રહેતું સ્મિત હતું.એ એના મમ્મી પપ્પા ની એકની એક લાડકી દીકરી હતી. 


બીજી બાજુ નિખિલ સ્વભાવે શાંત અને ભણવામાં થોડો કાચો એટલે ઇત્તરપ્રવૃત્તિમાં રસ વધુ ધરાવતો હતો. એને કુદરતી તત્વો માં વધુ રસ હતો. એને દરેક પળ કેમેરામાં કેદ કરવાનો ભારે શોખ હતો.અને એ ખુદ પણ કોઈ હીરો થી કમ નોહતો. એ પણ એના મમ્મી પપ્પા નો એકનો એક વ્હાલસોયો દીકરો હતો.

બંને પરિવાર આમ તો અલગ અલગ ગામ ના વતની હતા. પણ સમય બદલાતા અને વ્યવસાય અર્થે અમદાવાદ રહેવા આવ્યા હતા. બંને કુટુંબ આમ તો ધર્મે હિન્દૂ પણ કાવ્યાનું કુટુંબ જૈન અને નિખિલનું કુટુંબ બ્રાહ્મણ. આશરે બંને ની ઉંમર ચાર વર્ષ ની હતી જ્યારે તેઓ અમદાવાદ શહેરમાં રહેવા આવ્યા. ઘર પાસ પાસે હોવાથી બંને કુટુંબ વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. અને બંને બાળકો પણ એકબીજા સાથે રમતા રમતા મોટા થતા ગયા. બંનેને એકજ શાળામાં મુકવામાં આવ્યા હતા. ધીમે ધીમે કાવ્યા અને નિખિલ વચ્ચે પાક્કી દોસ્તી થઈ ગઈ અને એમના મમ્મી પપ્પા વચ્ચે પણ ગાઢ દોસ્તી થઈ ગઈ.

આમ ને આમ સમય વીતતો ગયો બન્ને કુટુંબ એકબીજા વિના કશુંય કરતા નહીં. દરેક સારા ખરાબ પ્રસંગે બન્ને એકબીજાને સાથ આપતા. દરેક તહેવાર ની ઉજવણી સાથે કરતા. વેકેશન માં સાથે ફરવા જતા. દિવાળી માં બન્ને એકબીજાના વતનની મુલાકાત પણ સાથે કરતા. બંને કુટુંબ એકબીજા પર ભારોભાર વિશ્વાસ રાખતો હતો. પૈસેટકે ભલે મધ્યમવર્ગીય હતા પણ ખુશખુશાલ જિંદગી જીવતા હતા.

હવે બાળકો પણ મોટા થઇ ગયા હતા તો બંને કુટુંબ એમની જિંદગી બનાવવામાં લાગ્યા હતા. કાવ્યા અને નિખિલ શરૂઆતથી જ એક જ શાળામાં અને એક જ ક્લાસમાં હતા. બારમું ધોરણ બન્ને એ પાસ કર્યું હતું. કાવ્યા વધુ ગુણ લાવી હતી અને નિખિલ એના પ્રમાણ માં ઘણા ઓછા. તોયે બધા ખુશ હતા. આજે બધાયે બહાર મુવી જોવાનો અને ડિનર કરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. પરિણામ આવ્યું એ ખુશી પર એની ઉજવણી ના ભાગરૂપે. ડિનર પતાવી ને હવે બધા ઘર તરફ વળ્યા હતા. રાતે ના ઘરે આવતા બધા એકજ વાત કરતા હતા કે હવે આગળ શું અભ્યાસ કરવો? એના માટે બીજા દિવસે સાંજે મળવાનું નક્કી કરવામાં આવ્યું. 

સાંજના સુમારે બધા ચા નાસ્તો કરતા કરતા આગળ ના અભ્યાસ અંગે વાત કરવા લાગ્યા. બંને કુટુંબ સ્વતંત્ર વિચારો ધરાવતું હતું. એમણે બાળકો પર જ આખરી નિર્ણય શો લેવો એ નક્કી કર્યું હતું. એટલે કાવ્યએ પોતાની રસરૂચી મુજબ બધા ને જણાવ્યું કે, મારે ડૉક્ટર બનવું છે. એ પણ પશુઓના. માનવો ના ડૉકટર તો બધા બને જ છે. બહુ ઓછા લોકો અબોલ જીવ ના દર્દ ને પીડા ને સમજી શકે છે અને એને દૂર કરવા ના ભાગ રૂપે આ ફિલ્ડમાં જોડાય છે. ત્યારબાદ નિખિલ તેના રસરૂચી મુજબ ફોટોગ્રાફી વિષય પર પસંદગી ઉતારે છે. એ કુદરત ના અવનવા રૂપને સર્જનને કેમેરામાં કેદ કરવા માં અનેરી ખુશી મળતી હતી તેમજ કાવ્યા ને પણ એના વિષય પ્રત્યે અજબ જ લગાવ હતો.

બન્ને કુટુંબે ત્યારબાદ બીજા દિવસે સવારે બાળકો સાથે મળીને પોતપોતાના વિષય અંગે વાતચીત કરી અને એડમિશન  લેવા માટે હામી ભરી દે છે. પણ પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે, કાવ્યા ને તો શહેર થી નજીકમાં જ એડમિશન મળી જાય છે. પણ નિખિલ ને અભ્યાસ માટે વિદેશ જવાનું હોય છે. એ પણ બે વર્ષ માટે. ઘડીભર બધા વિચારે ચઢી જાય છે. નિખિલ સમજાવવામાં આવે છે કે, અહીં જ રહીને અભ્યાસ કોઈ અન્ય વિષય પસંદ કરી લે. ત્યારે નિખિલ નું મોં સાવ ઉદાસ થઈ જાય છે. ને કાવ્યા તરત એ પામી જાય છે અને બધાને નિખિલને વિદેશ મોકલવા માટે મનાવી લે છે. અને નિખિલનું ઉદાસ મોં ખુશી થી નાચી ઉઠે છે. 


હવે બંને પાસે બે મહિનાનું વેકેશન હતું. એટલો સમય તેઓ એકબીજા સાથે તથા બંનેના કુટુંબ સાથે પસાર કરવા ના અને ત્યારબાદ અભ્યાસ અર્થે બન્ને ઘર થી દુર જવાના હતા. નિખિલ આ નવરાશ ના સમય માં ક્યારેક દોસ્તો સાથે ક્રિકેટ કે ફૂટબોલ રમવા જતો તો ક્યારેક ઘરે બેસી ટીવી જોતો. અને કાવ્યા એની બહેનપણી સાથે ક્યારેક મોલ માં ખરીદી કરવા જતી તો ક્યારેક મમ્મી પાસે નાસ્તાની નવી રેસિપી શીખતી. પણ રોજ સાંજે કાવ્યા અને નિખિલ દિવસભરની એકબીજાની વાતો કરવા અચૂક ટેરેસ પર મળતા. ત્યારે કાવ્યા મેગી કે અન્ય કોઈ નાસ્તો લેતી આવતી અને નિખિલ પણ ચોકલેટ લેતો આવતો અને બન્ને હસીમજાક કરતા.


આમને આમ બે મહિના વીતવા ને ગણતરીના જ દિવસો બાકી હોય છે. આ દિવસોમાં જ નિખિલ કાવ્યા ને એક દોસ્ત કરતા પણ વધુ માનવા લાગ્યો હોય છે. આખો દિવસ બન્ને સાથે પસાર કરતા હોય છે. તેમજ કાવ્યા તેની પસંદ નાપસંદ નું પણ સારી રીતે ધ્યાન રાખતી હોય છે. બે એમાંય પોતાને વિદેશ મોકલવા માટે બધાને એને જ તો મનાવ્યાં હોય છે. ધીમેધીમે નિખિલ નું મન કાવ્યા માટે એક અલગ જ લાગણી લગાવ અનુભવવા લાગ્યું હોય છે. નિખિલ ખુદ આ બદલાવ થી શરૂઆતમાં અજાણ જ હોય છે. તે મનોમન કાવ્યા ને ચાહવા લાગ્યો હોય છે. ને બીજી તરફ કાવ્યા આ વાતથી અજાણ હોય છે. 

નિખિલ હવે આ વાત કાવ્યા ને કહેવા માંગે છે પણ શરૂઆત ક્યાંથી કરવી તે સમજી નથી શકતો. ને હવે સમય પણ ઓછો હોય છે. કાવ્યા ને હોસ્ટેલમાં જવાને હજી પાંચ દિવસ બાકી હતા પણ પોતાને બે જ દિવસ બાકી હતા. એ કાવ્યા ને પોતાની સાથે શોપિંગ માટે બહાર લઈ જવા માંગે છે અને પોતાના મનની વાત પણ ત્યારે મોકો મળતા જ કહેવાનું વિચારે છે. બીજા દિવસે સવારે જ દસ વગતાની સાથે જ એ કાવ્યા કાવ્યા.... એમ બુમો પાડતો હોય છે. અને સાથે સાથે એની મમ્મી ને અને કાવ્યાની મમ્મી ને કહેતો પણ હોય છે કે, હું ને કાવ્યા આજે શોપિંગ મુવી અને ડિનર કરી ને સાંજે ઘરે આવશું. જતા પહેલા એક યાદગાર સાંજ મારી દોસ્ત ને નામ કરતો જાઉ. 


બંને વરસાદી મૌસમમાં અમદાવાદના રસ્તાઓ પર બુલેટ પર સવાર થઈ નીકળી પડ્યા હોય છે. નિખિલ અને કાવ્યા બન્ને એકબીજાની પસંદ જાણતા હતા. પહેલા બંનેએ કપડાંની ખરીદી કરી અને પછી નાસ્તો કરી મુવી જોવા ગયા. કાવ્યા તો નિખિલની મનની વાત થી અજાણ હતી. તે તેની મસ્તી માંજ ગુલ હતી. પણ હવે ધીમેધીમે નિખિલ નર્વસ થઈ રહ્યો હતો. કાવ્યા તેને જોય સમજી તો ગઈ કે નિખિલ કોઈ મૂંઝવણ માં છે. તેને લાગે છે કે, બધાથી દૂર જવાનો છે તો થોડો નર્વસ થવું સ્વાભાવિક છે. પણ અહીં વાત થોડો અલગ હતી. મુવી જોતા જોતા જ કાવ્યા નિખિલ ને કહેતી હોય છે કે તું અહીં નું ટેન્શન ના કર. હું નજીક માં છું તો રજાઓ માં જતી આવતી રહીશ. આમ ઉદાસ ન થા. ત્યારે નિખિલ અચાનક જ કાવ્યા નો હાથ પોતાના હાથમાં લઈ કિસ કરી દે છે. પ્રથમવાર જ આવું બનતા બંને ઘડીભર વાત કરતા અટકી જાય છે. નિખિલ થિયેટર ના અંધકાર મા પણ કાવ્યની  આંખોમાં જ જોઈ રહ્યો હોયછે. કાવ્યા નજર નીચી રાખી જ બેસી હોય છે. નિખિલ ફરી થોડી હિંમત એકઠી કરી મનની વાત કરવા જાય છે. કાવ્યા હું તને પ્રેમ કરવા લાગ્યો છું હું આવું ત્યાં સુધી મારી રાહ જોઇશ ને તું... આમ કેહતા કહેતા એ થિયેટર ના અંધકાર માં જ ઘૂંટણિયે પડી કાવ્યા ને પ્રપોઝ કરે છે કે, વિલ યુ મેરી મી...??

આમ અચાનક નિખિલ ના પ્રપોઝલ થી કાવ્યા હેરાન થઈ જાય છે. તે હાથ પકડી નિખિલ ને ચેર પર બેસવા કહે છે. અને જણાવે છે કે, તે હમણાં સ્વીકાર કે અસ્વીકાર કરવાની હાલત માં નથી. મને થોડો સમય જોઈએ. નિખિલ ને આ જાણી ને ખુશી થઈ કે જવાબ ના નથી એટલે કે ટૂંક સમયમાં હા તો થઈ ને જ રહેશે. ને આમને આમ મુવી ના ઘોંઘાટ માં પણ બન્ને નીરવ શાંતિ હોય એમ એકબીજા નો હાથ પકડી પોતપોતાના વિચારો માં ખોવાઈ ગયા. આ વાત થયા પછી હવે બન્ને નું ડિનર કરવા જવાનું મૂડ નોહતું. પણ હજી સાત જ વાગ્યા હતા તો બન્ને રીવરફ્રન્ટ જવાનું નક્કી કરે છે.


બંને ને કુદરતી વાતાવરણ ગમતું જ હોય છે. તેથી તેઓ એક મસ્ત જગ્યા શોધી લઈ ને ત્યાં બેસી જાય છે અને ક્યારેક સેલ્ફી તો ક્યારેક આકાશ માં ઉડતા પક્ષીઓ તો ક્યારેક રીવર ના ફોટો પાડતા બેઠા હોય છે. ને ફરી નિખિલ કાવ્યા ને તેનું પ્રપોઝલ યાદ કરાવે છે. અને આમ અચાનક તને કહ્યું એ બદલ માફી પણ માંગે છે. કાવ્યા થોડું વિચારી ને નિખિલ ને કહે છે કે, મારી પસંદ થોડી અલગ છે. મને મારી જ ફિલ્ડ નો હોય એવી છોકરો તેમજ ઉંમર માં પણ મારા થી થોડો મોટો હોય એવો યુવક પસંદ છે. બાકી મમ્મી પપ્પા કહે તેમ. તું પણ મને પસંદ છે જ પણ ક્યારેય વિચાર્યું નથી તને લઈને આ વિષય પર માટે. નિખિલ આ સાંભળીને વધુ નર્વસ થઈ જાય છે આંખ ભીની થઇ જાય છે. કાવ્યા એનો દર્દ સમજી જાય છે અને હાથ પકડી કિસ કરી પ્રોમિસ કરે છે કે, હું હવે તને લઈને આ વિષય પર વિચારિસ. પણ હા, મારો જવાબ હજી હા નથી. એ હું તને પછી જણાવીશ જ્યારે તું અભ્યાસ પૂરો કરી પાછો આવીસ ત્યારે.

ત્યારબાદ બંને ઉભા થાય છે અને ઘર તરફ પાછા ફરે છે. નવ વાગવા આવ્યા હોય છે. બન્ને ની ઘરે રાહ જ જોવાતી હોય છે ને ત્યાં બન્ને આવી જાય છે. પાછા બધા ભેગા મળીને વાતો કરવા બેસી જાય છે. નિખિલ રોજના સમયે ટેરેસ પર જઈ કાવ્યા ની રાહ જોતો હોય છે પણ કાવ્યા આવી જ નહીં. કે ફોન અને મેસેજ નો પણ કોઈ જવાબ ન આપ્યો. કાવ્યા એનો રૂમ બંધ કરી રોજ કરતા વહેલા સુવા જતી રહી હોય છે. પણ હકીકત માં તો તે નિખિલ ની વાતો પર વિચાર કરતી હોય છે. આમને આમ સવાર પડી જાય છે અને નિખિલ હવે માત્ર આજનો દિવસ જ અહીં બધાની સાથે છે એ વાત સહુ ને મન માં ઉદાસ બનાવતી હોય છે. 


માટે આજે બપોર નું ભોજન નિખિલ ના ઘરે અને સાંજ નું ભોજન કાવ્યા ના ઘરે એવું નક્કી કરવા માં આવ્યું હોય છે. આરીતે માહોલ ને થોડો આનંદિત બનાવવા કોશિશ કરવા માં આવી હોય છે. નિખિલે તેના બે ચાર દોસ્તોને પણ જમવા બોલાવ્યા હોય છે. કાવ્યા પણ સવાર થી નિખિલ માટે અવનવી રેસિપી બનાવવામાં વ્યસ્ત હોય છે. નિખિલ પણ તેના દોસ્તો સાથે વાતો માં અને બંને ના પપ્પા એરપોર્ટ જવા માટે સવાર ની ગાડી બુક કરાવા તેમજ અન્ય ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં અને મમ્મીઓ પેકીંગ કરવામાં લાગી હોય છે. 


આ દરમિયાન કાવ્યા કોઈ વસ્તુ લેવા તેના ઘરે જતી હોય છે. બધા નિખિલ ના ઘરે હોય છે. અલગ અલગ કામમાં વ્યસ્ત હોય છે. ત્યાંજ નિખિલનું એક દોસ્ત બધાથી છુપીને કાવ્યા નો પીછો કરી તેની પાછળ જાય છે અને તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરે છે. પણ ત્યાં તરત જ નિખિલ આવી ચઢે છે અને તેને મારી ને ઘરે જવાનું અને હવે પછી ક્યારેય પોતાને મોઢું નહિ બતાવવાનું એમ કહી કાઢી મૂકે છે. ને ત્યારબાદ કાવ્યા તરત જ રડતી રડતી નિખિલ ને ભેટી પડે છે. નિખિલ આ રીતના કાવ્યા ના વર્તનને જોઈ એમ માની લે છે કે, કાવ્યા ની હા છે. એ પણ પછી વધુ જોરથી કાવ્યને હગ કરી લે છે. અને ઘરમાં પણ કોઈ ન હોવાથી તે વધુ નજીક જઈ કાવ્યાના અધરોને ચૂમવા જ જતો હોય છે ત્યાં કાવ્યા એને દૂર કરી દે છે. અને નિખિલને પોતાના જવાબની રાહ જોવાનું કહે છે. 


રાતનું જમવાનું કાવ્યાના ઘરે પતાવી બધા સવારે નિખિલ ને મુકવા જવાનું હોવાથી વહેલા સુવાની ત્યારી કરે છે. અગિયાર વાગે બધા એરપોર્ટ પહોંચી જાય છે. બધાની આંખો ભીની થઇ જાય છે છતાં નિખિલ ને ગુડ બાય કહી વિદાય કરે છે. નિખિલ ત્યારે પણ કાવ્યા ને ફરી પોતાના પ્રપોઝલ વિશે વિચારવાનું કહી પોતે જવાબની રાહ જોસે એમ કહી બધાને પગે લાગી ચાલી નીકળે છે.

 
ત્યારબાદ કાવ્યાને પણ બધા બે દિવસ પછી તેની હોસ્ટેલ માં મુકવા જાય છે. બન્ને કુટુંબ માં સુનકાર છવાઈ જાય છે. પણ રોજ રાતે ડિનર પછી વિડીઓ કોલ પર બધાની વાત અચૂક થતી જ. બન્ને ના મમ્મી પપ્પા પણ નવરાશ નો સમય હવે સાથે જ પસાર કરતા અને સુખદુઃખની વાતો કરતા અને મનની ખાલીપો દૂર કરતા અને મન પણ હળવું કરતા. આમને આમ એમની દોસ્તી ને આજ પચ્ચીસ વર્ષ થઈ ગયા.
(વધુ આવતા અંકે...)
#સ્મરણ....