Harta farta - 1 in Gujarati Travel stories by vishnusinh chavda books and stories PDF | હરતાં ફરતાં ભાગ ૧ ગાંધીનગર ની આસપાસ ના શિવાલયો

Featured Books
Categories
Share

હરતાં ફરતાં ભાગ ૧ ગાંધીનગર ની આસપાસ ના શિવાલયો

       પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે. ભક્તિ ભાવ‌ પૂર્વક પ્રારંભ થઈ રહ્યો છે.જેને લઈ સમગ્ર ગાંધીનગર જિલ્લામાં સળંગ એક માસ સુધી ધાર્મિક માહોલ જોવા મળશે. અને શિવાલયો "બમ બમ ભોલે"
અને "ૐ નમઃ શિવાય" ના નાદથી શિવાલયો ગુંજી ઉઠશે.
         શ્રાવણ માસમાં શિવભક્તો આંખો માંસ શિવ ભક્તિ માં લિન બની રહેશે શિવ ભક્તો  શિવની આરાધના કરી શકે તેેમાટે દરેક શિવાલયોમાં ખાસ 
વ્યવસ્થા કરવામાં આવે છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન  શ્રદ્ધાળુઓની વિશેષ  ભિડ જોવા મળશે.
દરેક શિવાલયોમાં જ્યાં ભાવિકો દ્વારા ભગવાન શિવજી ને જળાભિષેક , જ દૂધાભિષેક કરી બીલીપત્ર અને પુષ્પ 
ધરાવી પૂજા અર્ચના કરવામાં આવે છે.જેને લઈ સમગ્ર
શિવાલયોમાં શિવ આરાધના માટે ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે.
         આજે આપણે આવા જ શિવાલયોની વાત કરવાની છે. જે ગાંધીનગર જિલ્લાની આસપાસ ૬૦ 
કિલોમીટર  થી  ઓછાં અંતરે આવેલાં છે.જેથી કરીને
એક દિવસ દરમિયાન દર્શન સાથે સાથે પિકનિક પણ 
કરી શકાય.આથી બાળકોને પણ મજા આવશે.અને કંઈક નવું જોવા જાણવા  મળશે.આપણા પ્રવાસ ની શરૂઆત
આપણે ગાંધીનગર જિલ્લામાં પેથાપુર ગામે થી શરૂઆત કરીએ.
     
૧ સુખડેશ્વર મહાદેવ મંદિર (પેથાપુર)    
     ગાંધીનગર જિલ્લામાં પેથાપુર ગામ આવેલું છે.જે ગાંધીનગર થી ૮ કિલોમીટર દૂર આવેલું છે.મહુડી હાઈવે પર આવેલ પેથાપુર ચોકડીથી ૨ કિલોમીટર જુના ગામ તરફ જવાના પાકા રસ્તે સાબરમતી નદીના કિનારે સુંદર રમણીય કોતરો ડુંગર આવેલાં છે.તે જગ્યા પર પ્રાચિન સોખડા ગામનું ૭૦૦ વર્ષ જુુુંનું પુરાણું સિધ્ધનાથ મંદિર આવેલું છે.કોતરણી ની દ્રષ્ટીએ આ મંદિર સાદૂ જણાશે.  સમય જતાં શ્રી સુખડેશ્વર મહાદેવ મંદિરના નામે પ્રસિદ્ધ થયું છે. મંદિર માં જતા પહેલા એક પુુુરાણો ડેહલો (ગેટ ) આવશે જ્યાં દશર્ન કરીને બધા બેસેછે. અંદર પ્રવેશ  તા    ડાબી બાજુએ  શ્રી સ્વામિનારાયણ ભગવાન ના પગલાં છે. આજુબાજુ બે સતિમાતાજી ની દેરીઓ છે.જમણી સાઈડ  પાંચ શિવલિંગ અને શ્રી બ્રહ્માણી માતાજી તથા શ્રી ચામુંડા માતાજી ની દેરીઓ આવેલી છે. બાજુ માં ગુુુરુ મહરાજ ના પગલા આવેલા છે. બાજુ માં અંખડ ધૂણો છે. ત્યાં પણ બે શિવલિંગ છે. તેની સામે મંદિર છે. જેમાં ડાબી બાજુએ શ્રી ગણેશજી, શ્રી ભેરવજી ૫ ફૂટ ની ખુબ પ્રાચીન મૂર્તિઓ છે.સામે તેવી જ શ્રી હનુમાનજી ની મૂર્તિ છે.વચ્ચે કાચબાજી,અને નંદિજી છે.અંદર ગ્રર્ભગ્રૂહ થોડું નીચું છે.જયા સ્વયંભૂ શિવલિંગ છે. બહારની સાઈડ યજ્ઞશાળા છે.તેની બાજુમાં શ્રી વહાણવટી સિકોતર  માતાજી ની દેરી આવેલી છે.સામે મોટા ચોગાનમાંં       ખુબ જ મોર,પોપટ ,કાબર, કાગડા, ચણતાં જોશો.                   પહેલા ના જમાના આ ગામ સોખડા તરીકે ઓળખાતુ હતું.ગામમાં બધીજ જાતના માણસો વસતાં હતાં. મૂળ રાજપૂત ગોર જાતિના પેથાજી કે (પિથુુુજી)ગોરે આશરે ઈ.સ.૧૩૭૫ ની સાલમાં સોખડા ગામ વસાવ્યું હતું.તેની પાછળ ની લોકવાયકા મુજબ ગામની પાદરે થી જાત્રાએ નીકળેલા એક રાજા એ રાત્રી
અહીં રોકાણ કર્યું હતું.શરીરે કોઢનો રોગ હોવાથી રાજા ના સેવકો ચામડાની પખાલમાં પાણી ભરીને કોઠીમાં ભરતાં અને રાજા તેમાં બેસીને રાહત મેળવતા. એ દિવસે
કોઠીમાં પાણી ભરવાનું રહી ગયું હતું.અને રાત્રી દરમિયાન
જ્યારે રાજાએ સેવકોને પાણી લેવા મોકલ્યા તો તેઓ 
વન્ય પ્રાણીઓની બીકને કારણે સેવકોએ  નજીક માથી
ડહોળું પાણી લાવી નેં કોઠીમાં ભરી દીધું અને પછી રાજા એ સવારે તેેમણે સ્નાન કરતી વખતે પોતાનુું શરિરનો રોગ
દૂર થયેલો જોયો. અને શરીર ચમકતું સુખડ જેવું દેખાવા 
લાગ્યું.જેથી રાજા એ સેેવોકોને બોલાવીને તે જગ્યા બતાવવા માટે કહ્યું.સેવકો તે જગ્યા રાજાને બતાવી.
જ્યાં થી ડોહળું પાણી ભરવામાં આવ્યું હતું.ત્યા એક
નાનું ઝરણું વહેતું હતું.અને રાજા એ તે જગ્યા એ ખોદકામ કરાવતા ઝરણાં નીચેથી એક સ્વયમભૂ શિવલિંગ મળી આવ્યું હતું. તે શિવલિંગ જેને
શ્રી સુખડેશ્વર મહાદેવ તરીકે ઓળખીએ છીએ.
         આ  મંદિરમાં બિજા સાત શિવલિંગ પણ છે.જેમા
અમુક ખોદકામ દરમિયાન મળી આવેલા છે. અહી 
શ્રી સુખડેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ ના દર્શન કરવા  
ભગવાન શ્રી સ્વામિનારાયણ પધાર્યા હતા.જેઓની યાદ રૂપે તેમના પુનિત પગલાં પણ કંડારવામાં આવ્યા છે. જે હાલ પ્રવેશ દ્વારની ડાબી બાજુએ રાખવામા આવ્યાં છે.
મંદિર ના પ્રાંગણ માં સતિ માં શ્રી ફતુબાઈ માતાજી નો પાળિયો ઊભો છે.જ્યાં હવે નાનુું મંદિર બનાવવામાં આવ્યું છે.ગામ લોકોની ખુબજ આસ્થા જોડાયેલી છે.આ મંદિર પ્રત્યે અહીં ઘણી બાધાં થાય છે.ત્યાથી પાછળ ની જતાં રસ્તે સાબરમતી નદી આવે છે.

૨ વૈજનાથ મહાદેવ મંદિર ( વાસણિયા મહાદેવ) (વાસન)
ગાંધીનગર થી ૭ કિલોમીટર દૂર માણસા રોડ પર વાસન
ગામ પાસે આવેલા વૈજનાથ મહાદેવ કે જેને વાસણિયા
મહાદેવ પણ કહેવામાં આવે છે.આ મંદિર ૨૦૦૦ વર્ષ 
પુરાણું છે. પુરીના રથના આકારનું ઉડિયા સ્થાપત્ય શૈલી ને મળતું અદભૂત મંદિર છે. આ પવિત્ર શિવાલય ફક્ત ઈંટ ચૂનાનું બનેલું છે.હજારો વર્ષ જુનું હોવા છતાં આજે
પણ અડીખમ બનીને ઊભું છે.મંદિર ના ગર્ભદ્રાર ના   ઘૂમ્મટ માં વિવિધ પ્રકારના રાજસ્થાનની શૈલીના આશરે
૭૦૦ વર્ષ જુના ચિત્રો જોવા મળે છે.
      પ્રાચિન દંતકથા અનુસાર રાંધેજા ગામના શિવભક્ત ભાવદાસ પટેલ ફક્ત એક ગાય નું દૂધ પીને જ જીવતા અને શિવરટણમાં મસ્ત રહેતા હતા.જયારે ગાયે દૂધ આપવાનું બંધ કર્યું.ત્યારે તેની તપાસ કરતા જાણવા મળ્યું કે જ્યારે ગાય જંગલમાં ચરવા જાય છે.
નિચ્છિત જગ્યાએ  ઉભી રહે છે. અને આંચળમાંથી.   સ્વયંભૂ દૂધધારા વહેવા માંડે છે.ભક્ત ભાવદાસને
શિવજી નો સાક્ષાત્કાર થયો અને તે જગ્યાએ શિવ મંદિર બાંધવાનો નિર્ણય કર્યો.વિક્રમ સંવત ૮૧ માં મંદિરનું કામ
શરૂ કર્યું ભાવદાસ વગડામાં આસન લગાવીને બેસી રહે
તો કડિયા મજૂરો કામ કરીને સાંજે ભાવદાસ પાસે જતા
અને ભાવદાસ આસન નિચે હાથ ફેરવતાં અને કારીગરોને
વેતન ચૂકવતાં હતાં. શિવમંદિરનુ કાર્ય પૂર્ણ થતાં ની સાથે જ શિવસ્વરૂપ માં એકાકાર થઈ જવા ભક્ત ભાવદાસે
જીવતા સમાધી લીધી હતી. જે સમાધી આજે પણ
મંદિરના સંકૂલ માં મોજુદ છે.શિવ ભક્ત ભાવદાસની
અથાગ મહેનત થી ૧૬ વર્ષે મંદિરનું કામ પુર્ણ થયું ત્યારે
અગિયાર માળ ,૧૧૧ સ્તંભ ,૮૪ દરવાજા અને ૧૩ ઘૂમ્મટ
વાળું ભવ્યાતિભવ્ય ગગન ચુબી મંદિર બન્યું હતું.એક 
ગાયની ખરીવાળું સ્વયંભૂ શિવલિંગ ઉપરાંત આ મંદિર માં
દસ અન્ય પણ શિવલિંગ પ્રસ્થાપિત છે.જે ગંગા નદી માથી પ્રાપ્ત છે. એ દરેક શિવલિંગ કોઈ ને કોઈ વિશિષ્ટ તા ધરાવે છે.આ અગિયાર શિવલિંગો અનુક્રમે પાર્વતીજી 
ના હસ્તમા રહેલું શિવલિંગ જે બધા મળીને બાર
શિવલિંગ નો મહિમા અનેરો છે.અહી જમણી સૂંઢાળા
શ્રી ગણેશજી ની મૂર્તિ દર્શનીય છે.અહી શિવજી નો
નંદી પત્ની ગાંધારી સાથે બિરાજમાન છે.જે ક્યાં જોવા મળતું નથી. અને તેની પાછળ કાચબો છે. બે હજાર
વર્ષ પુરાણું આ મંદિર જીર્ણ થતાં શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ એ પુનહ જીર્ણોધાર કરીને આ મંદિરના વિકાસ માં
ચાર ચાંદ લગાવી દીધા.અહી શ્રાવણ માસમાં ના સોમવારે મોટો મેળો ભરાય છે.
       બીજું દંતકથા અનુસાર આ મંદિર ની પ્રતિષ્ઠા થઈ
છે.તે ગાયના પગની ખરી નું નિશાન આજે ગુપ્તલિંગ
તરીકે પ્રસિદ્ધ છે.આ ગુપ્તલિંગની દોઢ ફૂટ નીચે અખંડ જલધારા વહે છે.હજારો વષૉના પ્રાચિન આ શિવલિંગ પર આજે પણ સતત જળાભિષેક થઈ રહ્યો છે. આ
જળ સ્ત્રોતનું ઊગમ મૂળ અગોચર છે. બે હજાર વર્ષ પૂર્વે ની સ્થાપત્ય કલા આજના એન્જિનિયરોને શરમાવે
તેટલી ઉચ્ચ પ્રકારની જોવા મળે છે. પાંચ ખંડો પાર કર્યા પછી ગર્ભગૃહમાં ગુપ્ત શિવલિંગ આવેલું છે.તેમ છતાં
સુર્યાદય પહેલું કિરણ આ શિવલિંગ ઉપર પડે છે.અને
આ અગણિત વિશેષતા ઓ વચ્ચે મંદિરની બરાબર સામે
જ સ્થાપિત રામદૂત શ્રી હનુમાનજી ની ભવ્યાતિભવ્ય
આબેહૂબ તેજોમય વિશાળકાય ૫૧ ફુટ ઉંચી પ્રતિમા
ભોલેનાથનું ધ્યાન ધરીને ઉભી છે.

૩ શ્રી આસુદેવ મહાદેવ મંદિર (જામળા)
       ગાંધીનગર થી ૨૭ કિલોમીટર દૂર જામળા ગામ આવેલું છે.ત્યા હાઈવે થી ૧ કિલોમીટર અંદર જતા રસ્તા ઉપર આસુદેવ મહાદેવ મંદિર આવેલું છે.આ મંદિરનું બાંધકામ સં.વ.૧૩૫૬ પહેલા એટલે ૭૦૦ વર્ષ જુનું પુરાણું મંદિર છે.આ મંદિર ના ત્રિજા માળે જટાધારી વિરની મુર્તિ આવેલી છે.તેના ઉપર ૧૩૫૬ સાલ લખેલી છે.તેથી આ સાલમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હશે.તેવુ માલુંમ થાય છે. આ મંદિર ૫૦ ફુટ પહોળું છે.
અને ઉંચાઈ લગભગ ૬૦ ફુટ છે. આ શિવ મંદિર ના ગર્ભગૃહ માં શિવજીનું લિંગ નથી પણ મુર્તિ છે.જે કાળિ
છે.જે ભગવાન વિષ્ણુજી અને ભગવાન રણછોડરાયજી ને મળતી આવે છે.આ મંદિર ની બાંધણી એવી છે.કે સુર્ય
નું પહેલું કિરણ અને સુર્યાસ્ત નું છેલ્લું કિરણ આસુદેવ ની મુર્તિ પર પડે છે. અહીં ખુબ દરવાજા અને બારીઓ આવેલી છે.આ મંદિરમા ૭૮ દરવાજા છે. અને નાની મોટી બારિયો છે. આ મંદિર માં ૩૨ ઘુમ્મટ છે.અહીં આ મંદિર 
પડઘા પડે છે. આ મંદિર પૌરાણિક ઐતિહાસિક અને કલાત્મક રીતે દશર્નનીય છે.મંદિરની બાજુમાં ભારત 
દર્શનના નામે બાર જ્યોતિર્લિંગો ભારત ના નકશા પર
બનાવવામાં આવ્યા છે. ખુબ જ સરસ મંદિર છે.
શ્રાવણ માસમાં દર સોમવારે મેળા જેવો માહોલ જોવા મળે છે. જય આસુદેવ મહાદેવ...

૪  પિપળેશ્વર મહાદેવ મંદિર (સાલડી)
       ગાંધીનગર થી ૩૩ કિલોમીટર દૂર મહેસાણા જિલ્લામાં સાલડી ગામે સ્વયમભૂ શિવલિંગ આવેલું છે.
જેને પિપળેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે.
દંતકથા મુજબ ગુજરાતમાં પહેલા અને નાના મોટા
દેશી રજવાડાઓ રાજ કરતા હતા.તેવખતે ચાંપાનેર ના 
રાજા જયસિંહ ચૌહાણ કે તેમણે આપણે પતાઈ રાજા 
નામે ઓળખીએ છીએ.તેઓના સાસનમા લાંઘણજ ના 
સુરશિભાઈ પ્રતિષ્ઠિત પદ ધરાવતા હતા.તે વખતે રાજા ના પાપાચાર થી ખિન્ન અને કોપાયમાન થયેલા શ્રી મહાકાળી માતાજી એ પતાઈ રાજા ને શ્રાપ આપ્યો હતો
કે તારા રાજનો વિધર્મીઓના આક્રમણ થી નાશ થશે.
જ્યારે લાંઘણજ પૂર્વજો શ્રી મહાકાળી માતાજી ના
પરમ ભક્ત હતા.જેથી પોતાના ભક્તોને પણ તેનો ભોગ
ના બનવું પડે એટલે માતાજીએ અન્યત્ર ચાલી જવનો આદેશ સ્વપ્ન માં આપી દિધો હતો.
         માતાજીના આદેશ પ્રમાણે અગમ બુધ્ધિ સુરશિભાઈ વિ.સં ૧૦૪૫ માં મહંમદ બેગડાએ ચાંપાનેર પર આક્રમણ કરીને પતન કરે તે પહેલા ચાંપાનેર નેં અલવિદા કરી વિ.સં ૯૧૫ વૈશાખ સુદ ૯ ના રોજ અમદાવાદ બાજુ માં મિઠાખળી થઈ નેં ચંદ્રભાગા નદીને કાંઠે કાળિગામ વસાવ્યું હતું.ત્યા કોટ બંધાવ્યો.આજે પણ ત્યાં કોટ મોજુદ છે.સુરશિભાઈ ના વંશજો કાળિગામ છોડે વિ.સં ૧૩૦૬ વૈશાખ સુદ ૩ ના રોજ
લંગરપુર હાલનું લાંઘણજ માં આવી ને વસવાટ કર્યો હતો.લાંઘણજ માં શ્રી મહાકાળી માતાજી નું મંદિર બનાવ્યું જે પાવાગઢ ચાંપાનેર ની જ્યોત લઇને. અહીં ના
કુદરતી વનરાજી માં ખુબ જ શાંતિ મળે તે માટે પેથાભાઈ પટેલ ખેતી કરતા અને ગાયો રાખતા તેમની પાસે એક
કામધેનુ ગાય હતી.તેનું દૂધ ઝરી જતું હતું તેથી એક દિવસે મહાદેવજી એ સ્વપ્ન આપી ને જણાવ્યું કે આજે
જ્યાં કામધેનુ ગાય દૂધ ઝરીને અભિષેક કરે એજ સ્થાન કે જે સાલડી વર્ષો થી સ્વયંભૂ શિવલિંગ છે.જે શ્રી પિપળેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે.
     વિ.સં ૧૯૨૦ માં પેથાભાઈ ના વંશજોએ આ મંદિર નો જીણોર્ધાર કરાવ્યો હતો.ત્યાર બાદ પ્રજાવાસ્યલ 
ધર્મ પ્રેમી શ્રી ગાયકવાડ રાજવી એ મંદિર ના ફરતે કોટ
બંધાવી જીણોર્ધાર કર્યો હતો.
     અત્યારે હાલમાં અતિ ભવ્યાતિભવ્ય ગગન ચુંબી કલાત્મક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જે સોમનાથ મહાદેવ મંદિર જેવું જ દેખાય છે. અત્યંત આધુનિક રુમવાળિ ધર્મશાળા યજ્ઞશાળા અને સુંદર નયન રમણીય બગીચો બની રહ્યો છે. ખુબ જ સરસ સુવિધા વાળું મંદિર બનશે.તો મંદિર ની અચુક મુલાકાત લેજો. હર હર મહાદેવ...

૫ શ્રી અમરનાથ ધામ (અમરાપુર)
      ગાંધીનગર થી ૨૪ કિલોમીટર દૂર મહુડી હાઈવે પર ગ્રામભારતી નજીક અમરાપુર ગામ પાસે સાબરમતી નદીના કિનારે આ મંદિર આવેલું છે.આ મંદિર ભારતના
અમરનાથ યાત્રા ધામ 'અમરનાથ' ની પ્રેરણા લઈને તેની
પ્રતિકૃતિ સ્વરુપે બનાવેલ છે.જે ૪ ઓગસ્ટ ૨૦૦૩ ના
રોજ અમરનાથ ધામ ની સ્થાપના કરવામાં આવી હતી.
ભગવાન શિવ નું બરફ નું અદિર્તીરય શિવલિંગ સ્થાપના કરવામાં આવ્યું છે.અહી પથ્થરો ની ગુફામાં બરફનું શિવલીંગ સ્થાપન કરવામાં આવેલું છે.અહી બિજા
બાર જ્યોતિર્લિંગો નું પણ સ્થાપન કરવામાં આવેલું છે.
        અમરનાથ ધામ અને બાર જ્યોતિર્લિંગ ની આસપાસ એક પ્રાકૃતિક વાતાવરણ નયનરમ્ય દ્રશ્ય સૌંદર્ય નિર્મિત થાય છે.અહીં બાળકો માટે આનંદન નગરી પણ બનાવવામાં આવી છે.જેથી બાળકો નેં ખુબ મજા આવે વિવિધ પ્રકારની રમતો ના ચઢિયાતી રમત ધરાવતી રમણીયનગરી છે.જે પ્રવાસ સાથે સાથે પિકનિક કરવાની તક પુરી પાડે છે. અહીં અન્ય પણ જોવાલાયક
૧ ભારતીય સંસ્કૃતિ ભવ્ય હાઈટેક પ્રદર્શન
૨ સ્વપ્ન સૃષ્ટિ વોટરપાર્ક, ક્લબ , રિસોર્ટ આવેલાં છે.
અહીં તમને આવિને કુદરતી વનરાજી નો અહેસાસ થશે
સાથે જ ખુશ શાંતિ જણાશે. બાળકો અને યુવાનો માટે 
બેસ્ટ પ્લેસ ફોટોગ્રાફી કરવાની આ ચોમાસા દરમિયાન ખુબ મજા આવશે. જય અમરનાથ બરફાની બાબા
         મિત્રો આ બધા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા
માટે નો રુટ ગાંધીનગર થી પેથાપુર જઈ શ્રી સુખડેશ્વર મહાદેવ ના દશર્ન કરી પાછા પેથાપુર ચોકડીથી રાંધેજા ચોકડી થી નાદિપુર વેડાથી લાંઘણજ સાલડી જવાનું ત્યાં થી પાછા વેડા ગામે જામળા જવાય છે. ત્યાંથી વાસન ગામ જવાય છે. વાસન ગામ થી સામેના રસ્તે ઉનાવા ગામે થી સિધા મહુડી હાઈવે પર આવિને ગ્રામભારતી ગામ થી અમરાપુર જવાય છે. જેનું કુલ અંતર લગભગ 
૬૦ કિલોમીટર થશે.આ પૌરાણિક શિવાલયો ની અચુક મુલાકાત લેજો અને દર્શન કરી ધન્યતા અનુભવજો.

નોંધઃ કોઈ પણ ઐતિહાસિક સ્થળો,કે પૌરાણિક મંદિરો ની મુલાકાત વખતે શાંતિ જાળવવી જોઈએ અને તે જગ્યાએ ગંદકી ના કરવી જોઈએ.અને તે જગ્યા ના 
જે નિયમો હોય તેનું પાલન કરવું જોઈએ.
ભગવાન શિવજી દરેક ભક્તો ની મનોકામના પૂર્ણ કરે

    હર હર મહાદેવ ,જય શિવ શંભુ ,જય ભોલે 

                                 અર્પણ
                      મારી જનમ ભોમકા
                                અને
                મારા પૂજ્ય શ્રી માતા-પિતા ને