Stardom - 13 in Gujarati Fiction Stories by Megha gokani books and stories PDF | સ્ટારડમ - 13

Featured Books
Categories
Share

સ્ટારડમ - 13

હાઇલાઇટ-

વિક્રમ પ્રજાપતિ ના નાટક માં નૈના અને પલક મળ્યા. નૈના એ પલક ને એની ફિલ્મ માં એક રોલ ઓફર કર્યો. પલક ઓડિશન આપવા પહોંચી. કાસ્ટિંગ ડિરેકટર ak પલક ને જોતા એની સાથે ફ્લર્ટ કરવા લાગ્યો. નૈના એ આ વાત પર આકાશ ને ટોક્યો. પલક ને એ ફિલ્મ માં રોલ મળી ગયો. પલક નો પહેલો જ સીન આર્યન સાથે હોય. આર્યન ને જોત જ પલક ના ચેહરા નો રંગ ઉડી ગયો અને પલક એ રોલ નકારી ને ચાલતી થઈ પડી. આ વાત થી નૈના પણ પલક થી ગુસ્સે હતી. આર્યન સાથે ની પલક ની વાતો માં નિશા નામ ની છોકરી નો ઉચ્ચાર થયો હતો. એ સાંભળતા જ આર્યન ના મગજ માં નિશા નું નામ ફરવા લાગ્યું હતું.

નૈના વધુ કાંઈ જાણકારી મેળવે એ પેહલા આર્યન એ તેને આવી વાતો થી દુર રહેવા માટે કહ્યું.

સમય વીત્યો, આર્યન અને નૈના ની ફિલ્મ સુપરહિટ રહી. નૈના ને રાતોરાત દેશ ના દરેક લોકો ઓઢખવા લાગ્યા.

આગળ શું બને છે, ચાલો જોઈએ.

તો શરૂ છો, શરૂ કરીએ સ્ટારડમ નો સફર ..

***

આર્યન એની બીજી ફિલ્મ માં બીઝી થઈ ગયો અને નૈના એક સારી સ્ક્રીપટ ની રાહ જોતી હતી.

બે મહીના વીત્યા . અને અંતે એક સારી સ્ક્રિપ્ટ નૈના ને મળી.આકાશ એ મુવી નો કાસ્ટિંગ ડિરેકટર હતો. નૈના એ ઓડિશન આપ્યું અને તે રોલ એને મળી ગયો.

નૈના ની નવી ફિલ્મ ની ખુશી મનાવવા આકાશ, આર્યન અને નૈના સાથે બહાર ડિનર કરવા પહોંચ્યા.

"AK, મેં સાંભળ્યું હતું કે આ ફિલ્મ માટે ડિરેકટર એક નવો ચેહરો શોધી રહ્યો હતો. હીરો નવો શોધ્યો તો હીરોઇન કેમ નહીં...? " નૈના એ આકાશ ને પૂછ્યું.

"તારા થી સારો ચહેરો મળ્યો નહીં ને..." આકાશ ફ્લર્ટ કરતા બોલ્યો.

"તને અને કોઈ સારો ચહેરો ન મળ્યો....?, સાંભળ્યું હતું કે આ ફિલ્મ માટે નવો ચેહરો મળી ગયો છે, તો આમ અચાનક શું થયું કે શૂટિંગ ના દસ દિવસ પહેલા મારી પાસે આવ્યા ..."

"નૈના, તું આંબા ખા ને ગોટલીઓ શા માટે ગણે છે, જે થયું હોય એ તને તો આ ફિલ્મ મળી ને..." આકાશ થોડો સિરિયસ થઈ ને બોલ્યો.

"Ak સાચું કહે છે, જસ્ટ કોન્સન્ટ્રેટ ઓન યોર ફિલ્મ, આડી અવળી વાતો માં ધ્યાન આપીશ તો ભટકી જઈશ ..." આર્યન સલાહ કરતા બોલ્યો.

ડિનર પત્યા બાદ, નૈના લેડીઝ વૉશરૂમ માં પહોંચી, અને ત્યાં એને પલક મળી આવી. બંને એક બીજા ને ઇગ્નોર કરતી પાસે પાસે વૉશબેસીન ના મિરર માંથી એક બીજા ને જોતી હતી. પલક વૉશરૂમ માં અંદર ગઈ, પાછી બહાર નીકળી નૈના હજુ ત્યાં જ ઉભી હતી.… પલક એ તેને જોઈ ખૂબ ફોર્સ થી વૉશરૂમ નો દરવાજો બંધ કરી ને ગુસ્સા માં ત્યાં થી ચાલવા લાગી.

નૈના થી પલક નો આવો બીહેવીયર સહન ન થયો અને એ બોલી પડી " પ્રોબ્લેમ શું છે તારી...?"

પલક ચાલતા અટકી જાણે એ નૈના ના આ પ્રશ્ન ની જ રાહ જોતી હોય એમ એની પાસે આવી ને બોલી, " મારી પ્રોબ્લેમ તું છે......, બાય ધ વે નવી ફિલ્મ માટે કોંગ્રેટયૂલેશન્સ.… તને ખબર છે તારી જેવી છોકરીઓ ને કારણે આ ઇન્ડસ્ટ્રી બદનામ છે. મને તારી સાથે વાતો કરવા માં પણ શરમ આવે છે...."

"ઓ હેલો, શું બોલે છે તું, માઈન્ડ યોર ટંગ." નૈના ગુસ્સા માં બોલી પડી, "શું મતલબ છે તારો મારા જેવી છોકરીઓ થી ?"

"આ નાટક તું ઓડિયન્સ, મીડિયા ને પબ્લિક સામે કરજે, મને તારી સચ્ચાઈ ખબર છે, મને ખબર છે કે તને આ બધી ફિલ્મો મળી છે એ કઈ રીતે મળી છે તો નાટકો રહેવા દે."

"ઇનફ... પલક બૌ થયું તારું મન ફાવે એમ બોલે છે તું સમજે છે શું તારી જાત ને ......

ઓહઃહ નાવ આઈ ગેટ ઇટ, આવી ઉલટી સીધી ન્યુઝ ફેલાવી તું લાઈમલાઈટ માં આવવા માંગે છે, પલક પલક આવી રીતો થી કામ ન મળે કે ફેમસ ન થવાય, ટેલેન્ટ થી થવાય." નૈના બોલી.

" ટેલેન્ટ સાથે ફિગર પણ સેક્સી હોવું જોઈએ અને કામ મેળવવા ડિરેક્ટરો અને પ્રોડયુસર સાથે રાત પણ વિતાવી જોઈએ, તો જ નૈના શર્મા જેવા સ્ટાર બની શકીએ રાઈટ....?"

"હાવ ડેર યુ..?"

"આ...આ...., નાટક નહીં મારી સામે. હવે એમ ન કહેતી કે આ ફિલ્મ મેળવવા માટે આકાશ સાથે તે......." પલક હજુ બોલતી હતી...

ત્યાં નૈના બોલી પડી, "યુ આર ટુ મચ, તને આવી એસ્પેક્ટ નહતી કરી....." નૈના વાત ન વધારતા પલક ના આવા બીહેવીયર થી ડિસઅપોઇન્ટ થઈ ને ચાલતી થઈ ગઈ.

"નૈના.." પલક નૈના ને રોકતા બોલી. "તું જે ફિલ્મ કરી રહી છે એ પેહલા મને ઓફર થઈ હતી. આકાશ એનો કાસ્ટિંગ ડિરેકટર હતો. આકાશ એ ફિલ્મ ને બદલે મારી સાથે એક રાત માંગી. મેં એની વાત ન માની એટલા માટે આ ફિલ્મ મારા હાથ માંથી જતી રહી. મને લાગ્યું કે તે.... પણ આજે તારું રિએક્શન જોઈ હું શાયદ જે વિચારું છું એ ખોટું છે એવું લાગ્યું મને."

નૈના પલક પાસે આવી.

વધુ માં પલક બોલી પડી, " લુક નૈના હું તને જજ કરવા નહતી માંગતી, પણ આ ઇન્ડસ્ટ્રી માં કોણ સારું છે ને કોણ ખરાબ એની ખબર નથી પડતી. હું તને બસ આટલું જ કહીશ કે સાંભળી ને ચાલજે. તું જેમની કંપની માં રહે છે એ બંને વ્યક્તિ ભરોસા ને લાયક નથી. "

"પલક, ફર્સ્ટ ઓફ ઓલ સોરી મને આ વિસે કાંઈ જાણ નહતી. અને બીજી વાત હું એ વ્યક્તિ નથી જે કામ મેળવવા માટે કોઈની પણ સાથે.

અને ત્રીજી વાત, મને ફિલ્મ મળી એટલે નહીં પણ જે કારણોસર તે ફિલ્મ છોડી એ કારણ ને લઈ ને મને તારા પર ગર્વ છે.

આકાશ છે થોડો એ ટાઈપ નો માણસ, પણ સાચું કહું તો મને આજ સુધી એનો આવો કોઈ એક્સપિરિયન્સ નથી. એને મને પહેલો બ્રેક આપ્યો હતો ત્યારે મારી ફ્રેન્ડ મેઘા પણ આવું જ કહેતી હતી એના વિશે. પણ સાચું કહું એને મારી અંદર નું ટેલેન્ટ જોઈ મને પહેલો બ્રેક આપ્યો હતો. પણ ઇન્ડસ્ટ્રી માં અને એની સાથે ત્રણ વર્ષો વિતાવ્યા પછી મેં એની નિયત પારખી લીધી છે. તું જે કહે છે એ સાચું જ હશે. તારે એના વિરૃદ્ધ એક્શન લેવું જોઈએ.

અને પલક તને કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો હું છું તારી સાથે. અને આઈ એમ સ્યોર આર્યન પણ આમાં પૂરો સાથ આપશે....."

આર્યન નું નામ સાંભળતા જ પલક હસી પડી અને બોલી "કોણ... આર્યન...આર્યન જોશી. આટલી ભોળી પણ ના બની ને રે. નૈના આર્યન અને આકાશ એક જ ડાળી ના ફળ છે."

"શું મતલબ તારો..?"

"મતલબ કે તને કાંઈ પણ નથી ખબર....? આર્યન રીઅલ માં છે કોણ ચાલ આજે તને હું જણાવું. ચાલ મારા ઘરે મારી સાથે. " પલક બોલી.

"પલક સીધું બોલ, આમ આડી અવળી પહેલી ન બનાવ." નૈના કન્ફ્યુઝ થતા બોલી.

પલક એ એનો ફોન કાઢ્યો અને એક ફોટો બતાવ્યો." આને ઓળખે છે તું..?"

"અમમ.... હા, ઓઢખું જ ને, આ એક્ટ્રેસ નિશા છે રાઈટ જેને ત્રણ વર્ષ પહેલાં સ્યુસાઇડ કરી લીધું હતું. એની પેહલી ફિલ્મ આર્યન સાથે ની સુપરહિટ રહી હતી."

"એને સ્યુસાઇડ નહીં, એનું મર્ડર કર્યું હતું એ પણ આર્યન જોશી એ." પલક ગુસ્સા માં દાંત ઘસળતા બોલી.

" તને એ વાત નો ભરોસા અપાવવા માટે જ કહું છું કે ચાલ મારી સાથે, મારા ઘરે..."

"પણ તું નિશા ને કઈ રીતે ઓઢખે છે...?"

"તારા બધા સવાલ ના જવાબ આપીશ બસ તું ચાલ મારી સાથે."

નૈના આગળ કાંઈ ન બોલી ત્યાં ને ત્યાં ચુપચાપ ઉભી રહી.

"ઓકે, તને જ્યારે ભરોસો આવે મારી વાત પર ત્યારે આવી પહોંચજે મારા ઘરે. આમાં મારો કોઈ સ્વાર્થ નથી, આ તો હું નિશા જેવી હાલત તારી ન થાય એ માટે ... પણ ઇટ્સ ઓકે. ..." પલક આટલું બોલી ને ત્યાં થી નીકળી પડી.

નૈના થોડી ક્ષણો ત્યાં જ ઉભી રહી, અને વિચારતી રહી. ઘણું વિચાર્યા પછી અંતે પલક ની વાત પર થોડો ભરોસો કરી નૈના એ પલક ના ઘરે જવા નો નિર્ણય કર્યો. રેસ્ટોરન્ટ માંથી આર્યન અને આકાશ પાસે કોઈ કામ નું બહાનું કરી અને હળબળી માં ત્યાં થી પલક ના ઘરે જવા નીકળી પડી.

રસ્તા માં કાર માં બેઠા બેઠા એને આર્યન વિસે ગૂગલ માં સર્ચ કર્યું. આર્યન અને નિશા ના હુક અપ ની ખાસ્સી એવી ચર્ચા થતી હતી. નિશાના સ્યુસાઇડ બાદ આર્યન ની પાસે પૂછતાછ પણ થઈ હતી પણ કાંઈ સાબિત થયું નહતું.

નૈના કાંઈ વિચારે એ પેહલા પલક ના ઘરે પહોંચી.

નૈના ને એના ઘર પર જોઈ પલક બોલી પડી, " મને થયું હતું કે તું નહીં આવે. મેં તને વિચારી હતી એના થી ઘણી અલગ છો તું. "

" નિશા એ સ્યુસાઇડ જ કર્યું હતું, તો તું એમ કેમ કે છો કે આર્યન એ એનું મર્ડર....?" નૈના હજુ બોલતી હતી.

"હા, રીના એ સ્યુસાઇડ કર્યું હતું, પણ એને એવી હાલત માં પહોંચાડવા વાળો હતો આર્યન જોશી. આર્યન જોશી એ એની પાસે બીજો કોઈ ઓપશન નહતો છોડ્યો.

પેહલી જ ફિલ્મ એને આર્યન સાથે કરી હતી. હા તમારી જેમ એમની લવસ્ટોરી મુવી ના શૂટિંગ દરમિયાન શરૂ નહતી થઈ ગઈ, પણ છ મહિના જેટલી એમની લવસ્ટોરી ચાલી હતી...." પલક બોલી.

"અને પછી બંને નું બ્રેકઅપ થઈ ગયું." નૈના બોલી પડી.

"ના, આર્યન એ નિશા સાથે બ્રેકઅપ કરી લીધું અને એનું કારણ ..... આ છે." પલક એક કાગળ નૈના તરફ ટેબલ પર ફેંકતા બોલી.

નૈના એ તે કાગળ ઉપાડ્યો અને વાંચતા બોલી પડી, " આ પ્રેગનેન્સી રિપોર્ટ છે. ....તો શું નિશા....?"

"હા, નિશા પ્રેગ્નેટ હતી. એ આર્યન ના બાળક ની મા બનવા ની હતી. પણ આર્યન એ આ વાત નો ન સ્વીકાર કર્યો ન સાથ આપ્યો. બસ એને છોડી ને ચાલ્યો ગયો. કહ્યું કે તારા જેવી છોકરીઓ એ આવી આશા ન રાખવી જોઈએ. " પલક ના અવાજ માં નમી આવી ગઈ.

"તારા જેવી છોકરીઓ મતલબ...?"

" નિશા એ જીવન ની સૌથી મોટી ભૂલ કરી હતી, એક્ટિંગ સ્કૂલ માં અમે બંને સાથે હતા વી વેર બેસ્ટ ફ્રેન્ડસ. પણ એને નાની ઉંમર માં વધુ સ્ટ્રગલ વિના હિરોઇન બનવા ની ચાહ હતી. એક દિવસ એને એ મોકો મળી ગયો, મુવી નો કાસ્ટિંગ ડિરેક્ટર હતો આકાશ. ફિલ્મી બેકગ્રાઉન્ડ ન ધરાવતી નિશા પાસે આકાશ એ પણ એ જ શર્ત રાખી જે એને હાલ માં મારી પાસે રાખી હતી.

નિશા એ તેની ચાહત માં આકાશ ની એ શરત નો સ્વીકાર કરી લીધો. અને પેહલી મુવી એને આર્યન સાથે કરવા માટે મળી ગઈ. અને એ વગર સ્ટ્રગલ એ સ્ટાર બની ગઈ.

સેટ પર આર્યન અને નિશા ની મિત્રતા થઈ, અને પછી પ્રેમ. આ પ્રગનેન્સી ની વાત આવી ત્યારે આર્યન એ સાથ આપવા ની બદલે નિશા પ્રત્યે એને લવ નહીં લસ્ટ ને કારણે સબંધો બાંધ્યા. અને નિશાના કેરેકટર ને જજ કરી એના કેરેકટર પર સવાલ કરી ને ચાલતો થઈ ગયો."

પલક આટલું બોલી ચૂપ ઉભી રહી, નૈના આ પુરા વાક્ય ને સમજવા ની હજુ કોશિશ કરી રહી હતી ત્યાં ફરી પલક બોલી પડી.

" માનું છું કે પેહલી ભૂલ નિશા ની હતી, પણ આર્યન ને એ સાચી નિયત થી પ્રેમ કરતી હતી. આર્યન ને લગ્ન અને બાળક એવી જીમેદારીઓ નહતી જોઈતી તો એ સીધી રીતે બ્રેકઅપ કરી ચાલ્યો ગયો હોત તો બરાબર હતું.

પણ એને નિશા ના કેરેકટર પર સવાલ કર્યો. અને સાથે સાથે એક એવું વાક્ય કીધું જે નિશા સહન ન કરી શકી.

એને કહ્યું કે, "કેટલાય ની રાત રંગીન કરી ને તું આ મુકામ પર પહોંચી છે. તો મને જ કેમ આ જંજટ માં ફસાવે છે. જા કોઈ બીજા નું ખૂન મારી માથે નાખવા નો પ્રયત્ન ન કર. તું એ પાણી છે જેમાં બધા હાથ સાફ કરે છે તો પણ એ વહેતુ રહે છે, થોડા હાથ મેં પણ સાફ કરી લીધા એમાં શું મોટી વાત છે. તું વહેતી રહીશ આગળ, જા વહેવા લાગ. આમ પણ આ ઇન્ડસ્ટ્રી માં લોકો ટેલેન્ટ ને કારણે ઓછા અને આવા બધા કામ કરી ને વધુ ચાલે છે."

વધુ માં પલક બોલી પડી, " આ વાત નિશા ના મન માં ઘર કરી ગઈ, નિશા ને પણ એના ટેલેન્ટ પર શક થવા લાગ્યો અને એ જ ગમ માં એને...."

પલક ની આંખો માં આંસુ આવી ગયા.

નૈના કાંઈ બોલ્યા વિના ત્યાં થી નીકળી પડી.

નૈના ને નિશા ખોટી લાગતી હતી પણ આર્યન એ તેની સાથે કર્યું એ એનાથી પણ વધુ ખોટું લાગી રહ્યું હતું.

નૈના એની સાથે નિશા નો પ્રેગ્નેન્સી રિપોર્ટ લઈ અને રાત ના અંધારા માં રોડ ની સાઈડ પર વિચારતી વિચારતી ચાલી રહી હતી.

આર્યન પર નો એનો વિશ્વાસ ડગમગી રહ્યો હતો.

એ ચાલતા ચાલતા આર્યન ના ઘર પાસે પહોંચી.

જોગાનુજોગ પાર્થ પણ સામે ની સાઈડ થી એની બાઈક પર જતો હતો. એની નજર નૈના પર પડી. એ નૈના પાસે પહોંચે એ પેહલા નૈના આર્યન ના ઘર ની અંદર જઈ ચુકી હતી.

આર્યન એ નૈના ને જોતા જ એની પાસે આવ્યો અને ગળે મળતા બોલ્યો, " કેમ અચાનક ડિનર છોડી ને ચાલતી થઈ ગઈ હતી..?"

"નિશા...., એને સ્યુસાઇડ કેમ કર્યું એનું કારણ શોધવા ગઈ હતી." નૈના કાંઈ પણ એક્સપ્રેશન આપ્યા વિના બોલી.

"તું પલક ને મળી ને આવી છે...?" આર્યન તુરંત બોલી પડ્યો.

***

હવે નૈના શું કરશે ? આર્યન અને નિશા ની વાત, નૈના ના ફ્યુચર પર કોઈ અસર કરશે, કે પછી નૈના આ બધું ભૂલી ને આગળ વધી જશે આર્યન સાથે ? ચાલો એ બધું જોઈશું સ્ટારડમ ના આવતા ભાગ માં .

સ્ટારડમ પાર્ટ 13 કેવો લાગ્યો તમને અને આ પાર્ટ ને 5 સ્ટાર માંથી કેટલા સ્ટાર આપશો...?

તમારા રીવ્યુ ની રાહ માં .

Megha Gokani.