Kaal Kalank - 8 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | કાલ કલંક-8

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કાલ કલંક-8

એક જબરજસ્ત પવનના સુસવાટાએ એને ઝબકાવી દીધી.

એે ઉતાવળા પગલે રાજા-રાણીના કમરા તરફ ભાગી.

જાણે કે અઘોરીનું પ્રેત એની પાછળ ન પડ્યુ હોય..!

રાત ઘણી વીતી ગઈ હતી.

અડધી રાત્રે રાજા-રાણીને ઊંઘમાંથી જગાડવાનું એને યોગ્ય લાગતું નહોતું.

છતાં એમ કરવું જરૂરી હતું.

મલ્લિકાને ભય હતો કે રાજા-રાણીને જગાડવા જતાં ક્યાંક અઘોરી બહાર ના આવી જાય..!

મહારાજ કે રાણીમાં બંનેમાંથી ગમે તે જલ્દી જાગી જાય તો સારું નહીં તો આ ભયાનક સન્નાટો મને રૂંધી નાખશે.

મલ્લિકાના શરીરે પરસેવો વળી ગયો હતો. ચહેરો રૂની પૂણી જેમ ધોળો ધફ્ફ થઈ ગયેલો.

રાજા-રાણીના બેડરૂમ જોડે પહોંચી એણે દરવાજો ઠોકતાં બૂમ મારી.

"મહારાણી રાણીમા..!

વળતો કોઈ પ્રત્યુતર ન મળતાં પુનઃ એને દરવાજો થપથપાવ્યો.

"રાણીમાં..!"

"કોણ..?, છેક દરવાજા નિકટથી અવાજ સંભળાયો. મલ્લિકા..?"

"હા, હું છુ.. દરવાજો ખોલો..!"

તરત જ એમણે દરવાજો ઉઘાડ્યો. દરવાજાની મધ્યમાં મહારાણી ઉભાં હતાં. એમની આંખમાં ભય અને દહેશત ધબકારા લેતી હતી. એક શબ્દ પણ બોલ્યા વિના મલ્લિકાએ ભીતર પ્રવેશી દરવાજો ભીડી દીધો.

ભીતર જઈ એને જોયું કે મહારાજ પણ પથારીમાં બેઠા હતા.

મતલબ કે કોઇ ગંભીર ચર્ચા મોડી રાત સુધી બંને વચ્ચે ચાલી રહી હોવી જોઈએ.

"બેટા આમ અડધી રાત્રે ..?" રાણીમાને લવતો પ્રશ્ન પૂછ્યો.

મલ્લિકાના હાથમાં બંદૂક જોઈ એમની આંખોમાં વિસ્મય હતું.

"માં.. મલ્લિકાએ રૂંધાયેલા સ્વરે કહ્યું.

"તમે તો જાણો જ છો, હું અઘોરીનો પહેલેથી જ વિરોધ કરતી હતી. અને એ તેને નહોતું ગમતું.

મારા કમરામાં મને હોશ આવ્યો, ત્યારે ગુસ્સાથી મારુ અંગ કંપતું હતું.

અઘોરીની અસલિયત હું જાણી ચુકી હતી. બંદૂક ઉઠાવી હું અઘોરીની રૂમ પર પહોંચી.

પછવાડે બારી વાટેથી મેં જોયું અઘોરી કોઈ ભૈરવીના સુક્ષ્મ શરીર રૂપ આત્મા સાથે વાતો કરી રહ્યો હતો.

કુમારને મારે નાખવાની જાળ બિછાવી રહ્યો હતો.

અઘોરીની બાજી ઉંધી વાળવાને ઈરાદે હું કુમારના કમરા ભણી ચાલી, તો ભૈરવીએ ખુદ મને અટકાવી.

'કુમારને બચાવવા જતાં હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ' એવું એને કહ્યું.

મલ્લિકાની વાત સાંભળી ગુસ્સાથી રાતાપીળા થતાં મહારાજ બરાડી ઉઠ્યા. "એ નપાવટ ને હું ઠામ મારી નાખીશ..!"

અને એ સાથે જ કુમારના કમરામાંથી કાળજું ચીરી નાખે એવી દર્દનાક કુમારની ચીસ સંભળાઈ.

***

"એ નપાવટ અને હું ઠામ મારી નાખીશ..!" એમ કહી મહારાજે અઘોરી પરનો આક્રોશ ઠાલવ્યો ત્યારે કુમારની દર્દનાક ચીસ એના કમરામાંથી પડઘાઇ ઊઠી હતી.

રાજા-રાણી અઘોરીના આતંકથી ફફડી ઊઠયાં.

મલ્લિકાએ દરવાજો ખોલી કુમારના કમરા ભણી દોટ મૂકી.

રાત જવાન બનતી જતી હતી.

અંધકારની ભેંકારતાને ભડકાવતાં તમરા ચિસતાં હતાં. ક્યાંક ક્યાંક શિયાળવાં રાડારોળ કરી મૂકતાં.

સાત સાત દિવસની બેશુદ્ધિ અોઢી કુમાર સૂતા હતા.

કદી આવી ચીસ એમને પાડી નહોતી.

અને એકાએક કોઈક દર્દનાક ડંખ કુમારની બેશુદ્ધિને ભેદી અસર કરી ગયેલો.

કુમારના કમરાનો દરવાજો ખોલી મલ્લિકા ઝડપી ભીતર પ્રવેશી.

કુમાર.. મારા કુમાર..!" મલ્લિકાના ગળે ડૂમો બાઝ્યો.

એ કુમારની પથારી જોડે આવી.

એની નજર કુમારના સોજાયેલા પગના ઘાવ પર પડી.

ઝહેરી જાનવરે ડંખ દીધેલો.

એ ઘાવમાંથી કાળું ઘેરુ રક્ત વહી રહ્યું હતું.

પગના ઢીંચણ ઉપર હાથ ટેકવી કુમાર બેઠો થઇ ગયેલો.

છતાં એ બેહોશ હતો.

કુમારના ઘાવ પર કોઈએ તાજોતાજો છેદ પાડયો હતો.

આ છેદ અને પેલા સૂકા મઢકને સીધો કે આડકતરો સંબંધ હોય એમ એને લાગ્યું.

"કુમાર...! કુમાર..!" એને ગળગળા સાદે ફરી કુમારને ઢંઢોળી જોયો.

કુમારે કોઈ પ્રત્યાઘાત ન આપતાં હતાશ થઇ એણે હળવેથી કુમારને પથારીમાં સૂવાડ્યો. તેનું મન વ્યથિત હતું.

અજંપ હતુ.

એકાએક ખભા પર હાથના સ્પર્શથી એ ઝબકી.

"બેટા મલ્લિકા..!"

પાછળ રાજા-રાણી ઊભાં હતાં.

મહારાણી તેની પીઠ પર હાથ પસવારી રહ્યાં હતાં.

"માં..!" મલ્લિકાએ રાણીમાની છાતીમાં મોઢું છુપાવી આક્રંદ કર્યું.

મારો કુમાર નહીં બચે..! જુઓ આ જુઓને..! એના શરીરનુ રક્ત ચૂસી રહ્યો છે એ પિશાચ..!

" બેટા, આ ચીસ કુમારની હતીને..?" મહારાજે પૂછ્યું.

"હા બાપુજી.. આ જુઓ કુમારના પગેથી રક્ત નીકળી રહ્યું છે.

એના ઘાવ ઉપર કશુક પડ્યુ હોવું જોઈએ.. કુમારના પગ ભણી આગળ વધતાં મહારાજે કહ્યું.

"નારે નાથ.. ઘાવ પર કોઈ જાનવરે મોઢું માર્યુ લાગે છે નહીં તો ઘાવ તાજો કેવી રીતે થાય..? રક્ત કેમ નીકળે..?"

રાણીની વાતથી મહારાજના મનમાં ઝબકારો થયો.

અઘોરીએ પેલું સૂકુ મેઢક મારી પાસે કુમારના કમરામાં મુકાવેલુ.

અને મલ્લિકાનાં કહેવા પ્રમાણે સૂકુ મેઢક ભેરવીના હાથે બહાર કઢાવી ફર્શ પર મુકાવ્યું.

"કુમારનો ઘાવ તાજો થવા પાછળ ક્યાંક આ સૂકુ મેઢકતો જવાબદાર નહીં હોય ને..? કંઈક ભેદભરી વાત કરતાં હોય એમ રાણીમાએ રાજાના કાનમાં કહ્યું.

"મને તો પેલા અઘોરીનું જ આ કારસ્તાન લાગે છે..! મલ્લિકાએ શું કહ્યું તમે સમજો છો ને સ્વામી..?"

"હા.. મહારાણી..! મારી આંખો પરની પટ્ટી દૂર થઈ ગઈ છે. તમે જુઓ તો ખરાં હું એ કપટીને કેવું મોત આપું છું તે..!"

મોતના બિછાને પડેલા કુમારને બેઠો કરવાની હાકલ નાખીને આવ્યો તો પાછળથી એના અંજામની એને પરવા ન હતી.

અઘોરીની હાજરીથી મલ્લિકા વારંવાર છળી ઉઠે છે.

એ કહેતી રહેલી કે આ અઘોરી પ્રપંચી છે.

ધૂતારો છે. કપટ રમે છે કપટી..!"

"સ્વામી..! મહારાણીએ મહારાજની તંદ્રા તોડી.

"આ જુઓ લોહીના ટપકા..! છેક ખૂણા સુધી ટપક્યા લાગે છે..!"

"લોહીના ટપકાં..!" રાજાનું વિસ્મય મુખવાટે પ્રગટયું.

મલ્લિકાએ પણ ઝાટકાભેર ડોક મરડી ફર્શ પર જોયું.

લોહીના બિંદુઓ તરફ સરકી રાજાએ ધ્યાનથી નીરખ્યુ.

વીજળીવેગે એમના મગજમાં ઝબકારો થયો.

" આ તો દેડકાના પંજાનાં નિશાન હતાં. મહારાજ પેલી કાચની અલમારી તરફ દોડ્યા. જ્યાં શુષ્ક મેઠક મૂકેલું હતું.

દહેશત અને દિગ્મૂઢતા ભરી દશામાં મૂકાયાં હતાં મહારાણી.

ક્યારેક-ક્યારેક રણચંડી બની જતી મલ્લિકા અત્યારે સાવ નર્વસ હતી.

રાજાએ અલમારી ખોલી નાંખી.

સાવ ખાલીખમ અલમારી જોઈ એમના ચહેરાનો રંગ ઊડી ગયો.

ગાત્રો ઢીલા પડી ગયાં.

થયો મહારાજ રાણી અરુંધતીએ ડરતા-ડરતા પૂછ્યુ.

અરુંધતી મને મલ્લિકાની વાતમાં વજન લાગે છે છતાં બધું નજરે જોવાની ઈચ્છા છે

હવે શું કરવા માંગો છો સ્વામી રાણીમાને ગડમથલ અનુભવી કરવું કશું જ નથી આ પણ ત્રણે ઊંઘવા નો ડોળ કરી અહીં પડ્યા રહીએ કમરામાં થતી હિલચાલ નીરખવી છે હમણાં કોઈની નીંદરમાં ખલેલ પાડવી નથી.મને બાપુજીની વાત ઠીક લાગે છે માં મલ્લિકાએ બંદૂક મજબૂતાઈથી પકડતા કહ્યું ત્રણેય મળી ઝડપથી કુમારના પગ નો ભાવ સાફ કર્યો પછી એને ઊંઘવા દે એનાથી દસેક ફૂટ દૂર કરેલી પથારીમાં તેવો આડો થયો કમરામાં થોડીવાર પહેલાનો સન્નાટો વ્યાપી વળે નાની 5 નેનો પણ અવાજ ચોખ્ખો સંભળાય એવી શાંતિ કમરામાં જન્મી હતી બારીઓ વાટે થી વહાવતો મંદ મંદ પવન ક્યારેક બારીઓના પડદાની જતો હતો કુમારનો શ્વાસોચ્છ્વાસ સંભળાતો હતો કોઈ નવો ખટકો કોઈ નવો જ અણધાર્યો અવાજ સાંભળવા મળે એ આશાએ સતેજ રાખે ત્રણે પડ્યા હતા કમરામાં અડધો કલાક સુધી ધેરી ચૂપકીદી પ્રવેશી રહી એમની ધીરજનો અંત આવ્યો કોઈક વિચિત્ર અવાજ ત્રણેયના કાંઈ સતર્ક થઈ ગયા રાણીમાને મહારાજનો હાથ દબાવી ઈશારો કરી મહારાજ મોઢા પર આંગળી મૂકી ચૂપ ચાપ પડ્યા રહેવાનો સંકેત કર્યો મલ્લિકાનું હૈયું બમણા વેગે ધડકવા લાગ્યું કમરામાં વ્યાપેલા શ્વેત ઉજાસમાં રાજાએ પ્રત્યેક ખૂણે નજર નાખી.

ડક્ ડક્ ડક્... ડક્ ડક્ ડક્ ..!

ફરી પેલો અવાજ સંભળાયો.

કુમારના પલંગની પગાંથ તરફના પાયા નજીક મોટા કાચબા જેવો લીલો મેઢક ગળુ ફૂલાવી મુખમાંથી વિચિત્ર અવાજ કાઢતો હતો.

કાચની અલમારીમાં મૂકેલું નાનકડું સૂકુ મેઢક મૃત અવસ્થામાં લાગતું હતું.

એ અત્યારે જીવિત દશામાં વિશાળકાય ખૂંખાર મોઢામાંથી ઘોઘરો અવાજ કાઢતો દેડકો હશે એવી તો કલ્પના પણ એને ક્યાંથી હોય..?"

ડ્રાઉ... ડક્ ડક્ ડક્.. ડક્ ડક્ ડક્..!

મેઢકના ક્રમશ: અવાજથી રાણીમાં સળવળ્યાં.

પણ મહારાજે રાણી અરૂંધતીનું મોઢું જમણા હાથની હથેળી મૂકી દાબી દીધું. રાણીના શરીરમાં જન્મેલી કંપારી રાજાએ મહેસૂસ કરી.

રાતના રાજાની જેમ બેફિકરાઈથી ગર્જન કરી ઉન્મત બનેલો દેડકો મોટી છલાંગ લગાવી પથારીમાં પડ્યો.

એનું મુખ લોહીથી ખરડાયું હોય એમ લાગતું હતું.

દેડકો ખૂબ જ ખૂંખાર લાગતો હતો.

જો રાણીમાંની દ્રષ્ટિએ આ હ્દયકંપ દ્રશ્ય પર પડી હોત તો એ ચીસો પાડીને અધમૂઆં થઈ જાત..

એટલે જ મહારાજ હથેળી વડે રાણીમાંનું મોં અને આંખો દબાવી દીધી.

અઘોરીનું કારસ્તાન મલ્લિકાને દઝાડી રહ્યું હતું.

કુમારને ઠીક કરવાનું કહેનારો અઘોરી રક્તપિપાસુ નીકળ્યો.

લાંબા-લાંબા ડગ માંડતો મેઢક કુમારના જમણા પગના પંજા ભણી આગળ વધ્યો. છત્રીસની છાતી રાખતો કઠણ કાળજાનો ભૂપ માનસિંગ નજર સમક્ષનું દ્રશ્ય જોઈ ડઘાઈ ગયેલો.

કુમારના પગના ઘાવ તરફ આગળ વધી રહેલા મેઢકને રોકવો કે કેમ..? તત્ક્ષણ રાજાને કંઈ સૂઝતું નહોતું.

કોઈપણ રીતે દેડકાને પકડવો જરૂરી હતો. હો હા કરવાથી કે પછી બંદૂકનો ધડાકો કરવાથી દેડકો છટકી જવાની સંભાવના હતી.

જો મૃત મેઢક ટૂંક સમયમાં જીવિત થઇ આટલું મોટું સ્વરૂપ ધારણ કરી શકે તો કશું અશુભ ના બને એવું કેમ કહેવાય..?

રાજાએ એને ચિંતા ઘેરી વળી.

મહારાજ દગ્ધ મને મેઠકને તાકી રહ્યા.

એક પુત્ર સામે મૃત્યુને નગ્ન નૃત્ય કરતુ જોઈ બાપને જે વેદના થવી જોઈએ એવી શૂળ રાજા માનસિંગના ભીતરે ઉપડી.

જમણા પગના પંજા જોડે પહોંચી ગયેલો દેડકો ભૂલીને ફુગ્ગા જેવા થયેલા ઘાવ પર ઝુક્યો.

રાજા માનસિંહના શરીરના રુંવાટા ઉભાં થઈ ગયા.

અને દેડકાએ ક્ષણનાય વિલંબ વિના ઘાવ પર મોઢુ મૂકી દીધું.

( ક્રમશ:)

આપના પ્રતિભાવો મારા લેખનને વેગવંતુ અને ધારદાર બનાવી શકશે માટે.. બેધડક લખો કાલકલંક કેવી લાગી.

આવી હોરર કથા મારી કલમે ગમશે ને..??

-સાબીરખાન પઠાણ

Wtsp 9870063267