Aekantne sathvare in Gujarati Motivational Stories by ધબકાર... books and stories PDF | એકાંતને સથવારે

Featured Books
Categories
Share

એકાંતને સથવારે

મિત્રો અને સ્નેહીજનો તમને આ શિર્ષક જોઈ એવું થશે કે એકાંતનો પણ સાથ હોય?

શું એના સથવારે જીવી શકાય?


" સંબંધોનું  સંતુલન જાળવવા જતા હું થાકી ગયો, 

સમય સાથે  ચાલતા  ચાલતા  હું હારી ગયો, 

એ છે એકાંતને સથવારે  સદા  રહે એ  ખુશ ત્યાં, 

મારે માટે તો એ જ હતું જીવન એટલે કદાચ હું હારી ગયો. "

આવાજ વિચારો મનને ઘેરી લેતા હોય છે અને જાણે અજાણે આપણે આ એકાંતમાં એકલા પડી જતાં હોઇએ છીએ. 

મનના તરંગો આવું જ વિચારતા હોય છે ને મિત્રો???

 "બે વસ્તુ ક્યારેક તો સાથ છોડે  જ છે, 

શ્વાસ અને કોઈનો સાથ... 

શ્વાસ સાથ છોડે તો  જીવન  ખતમ, 

કોઈનો સાથ સાથ છોડે તો  જીવંતતા  ખતમ... "

જીવન એ ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ છે અને એ ભેટનો દરેક પળે આનંદ માણી ભગવાનનો આભાર માનવો જોઈએ. એકાંત જેવું કાંઈ છે જ નથી ભગવાન દરેક પળે દરેક સમયે તમારી સાથે જ છે, માત્ર તમારે એમને યાદ રાખવાની જરૂર છે, એમના અહેસાસ ને મહેસુસ કરવાની જરૂર છે,  એ જ એકાંતના સમયમાં ભગવાન તમને અનુભૂતિ કરાવશે કે એમણે તમને સાચવવા કોને કોને આ જીવન રથ માં મોકલ્યા છે.

જ્યારે દ્રૌપદી નું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે તેઓ એકલા  નીસહાય લાગતા  હતા  ત્યારે પણ એમનો અનંત વિશ્વાસ કૃષ્ણ પ્રત્યેનો કૃષ્ણ ને ખેંચી લાવ્યો અને ત્યાં પણ એમને સાથ મળ્યો. 

ઘણા લોકો હતાશ, નિરાશ, થાકી ને એકાંતને શોધતા હોય છે. ઘણા લોકો પ્રેમમાં, ઘણા બિજનેસ માં, ઘણા સંબંધો સાચવવામાં નિષ્ફળ થાય એટલે એકાંત શોધતા હોય છે, પણ ખરેખર એ એકાંતમાં પણ એ લોકો કોઈનો સાથ ઇચ્છે છે કે જે ખરેખર એની વેદના સમજી એને સાથ આપે.

તમે જ્યારે પણ એકાંતમાં જાઓ ત્યારે વિચારો કે કોઈક છે તમારી સાથે?? 

કોઈક તો હશે જેના માટે તમે અમૂલ્ય હશો તો આ અમૂલ્ય, અતુલ્ય જિંદગી નો અંત એવી વ્યક્તિ માટે શું કામ કરવો જેને તમારી કોઈ પડી ના હોય... 

જીવનમાં બધું જ આવશે અને કેમ ના આવે.... આ જ તો જીવન છે, જીવનની કથા છે... 

એકાંતમાં ગયેલ વ્યક્તિને ક્યારેય સલાહ ની જરૂર હોતી નથી કારણ એ બધુંજ જાણે છે શું સાચું અને શું ખોટું, માત્ર ને માત્ર પ્રેમ જ એની પ્રાથમિક અને અંતિમ જરૂરિયાત હોય છે.  

એકાંતનો સથવારો એ જીવનને એક નવી દિશા આપે છે, એક નવી તાજગી આપે છે, એક નવી આશા જન્માવે છે અને એ ત્યારેજ શક્ય છે જ્યારે ખરેખર તમે એ એકાંતને માણતા શીખશો, એને અનુભવતા શીખશો.

ઘણા લોકો એકાંતમાં નાસીપાસ થઈ આત્મહત્યા કરી લેતા હોય છે મારે માત્ર એમને એ જ કહેવું છે કે તમે એકલા ક્યારેય હતા જ નહીં એકાંત એ એક સથવારો છે એ એક નવું જીવન છે, એનું સન્માન કરો અને આગળ વધો.

ક્યારેય આત્મહત્યા કોઈપણ સમસ્યાનું સમાધાન નથી એટલે એ તરફ ક્યારેય આગળ વધવું નહીં. એક માબાપ જેમણે દીકરાના સારા જીવન ઘડતર કરવા, સારું ભણાવવા, સારો વ્યક્તિ બનાવવા ખૂબ મહેનત કરે છે, આખી જિંદગી મહેનત કરે છે અને કેટલાએ દુખ નો ભોગ બને છે, આટલું કર્યાં પછી એકજ આશા હોય છે કે મારો દીકરો સારી નોકરી કરશે, સારું ઘર બનાવશે, એના સપના પૂરા કરશે અને અમને સારી રીતે રાખશે...... પણ આ તરફતો પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય છે દીકરો કોઈ છોકરીના પ્રેમમાં પડે છે અને એ પ્રેમમાં નિષ્ફળતા મળતા એ નાસીપાસ થાય છે અને એ જ ટેન્શન માં અભ્યાસમાં ધ્યાન લાગતું નથી, વ્યસન કરતો થઈ જાય છે અને આડા પાટે એનું જીવન દોરી જાય છે કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર એ એવા અનંત વિનાશકારી રસ્તા પર ચાલવા લાગે છે કે ત્યાંથી પાછો વળી શકતો નથી અંતે નાસીપાસ થઈ આત્મહત્યા કરવા પ્રેરાય છે.... 

માત્ર આ વાતમાં મારો કહેવાનો મતલબ એટલો જ છે કે આ બધામાં એના માબાપ સ્નેહીઓ ની શું ભૂલ???

શું એ દીકરાની એના માબાપ પ્રત્યે કોઈ જવાબદારી નહોતી??? 

આવા ઘણા સવાલો છે જે અચૂક દરેકે ધ્યાનમાં રાખવા જોઈએ અને વિચારવું જોઈએ કે પોતાની જવાબદારી પોતે નિભાવવી જ રહી, આપણું પોતાનું જીવન માત્ર આપણું નથી એની સાથે કેટલાએ વ્યક્તિઓ કેટલીએ લાગણીઓ સંકળાયેલી છે જેથી ક્યારેય આવું ઉતાવળવાળું પગલુ ભરી જીવન ટૂંકાવવું ના જોઈએ. 

હમેશાં એકાંત પણ તમને સાથ આપે છે, એ એકાંત તમને નવો જુસ્સો આપે છે, નવી ઉમ્મીદ આપે છે, સ્વ ને સમજવાનો સમય આપે છે તો મિત્રો આ જ એકાંતનો સાથ મેળવી સહકાર મેળવી અને નવી દિશા તરફ આગળ વધી શકાય છે અને એ જ રીતે નવા જીવનની શરૂઆત થાય છે.... શું ખબર એ નવી સવાર ભૂતકાળ કરતા ખુબ સરસ હોય....!!!!!! બસ એ જ આવતીકાલને માણવા, સ્નેહીઓનો સાથ માણવા એકાંતનો સથવારો લઈ નવાં જીવનની શરૂઆત કરવી જ રહી..... 

બરાબર ને મિત્રો??? 

જ્યારે એકાંત હોય ત્યારે ભગવાન સદાય તમારી સાથે હોય છે. ઘણીવાર આ એકાંત એ ભગવાનની સમીપ જવાનો રસ્તો બને છે... હા મિત્રો આપણી પાસે ગીતા, રામાયણ આ બંને એવી ધાર્મિક ચોપડીઓ છે જેના થકી તમે તમારા જીવનનો ઉદ્ધાર કરી શકો સાથે સાથે તમે તમારા સ્નેહીઓને પણ આ જીવનમાં ઉદ્ધાર કરી શકો... ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતા માં કહ્યું છે કે તમારે પોતાનો ધર્મ નિભાવવો જોઈએ.... ધર્મ એટલે તમારો પોતાનો ધર્મ... તમે જો પુત્ર હોવ તો તમારો ધર્મ છે સારું શિક્ષણ ગ્રહણ કરવું, સારા સંસ્કાર ગ્રહણ કરવા, કોઈને નડવું નહીં, મા બાપની સેવા કરવી, સમાજમાં સારા પુત્ર તરીકે સ્થાન મેળવવું.... બસ આ ધર્મ નિભાવો અને જુવો તમને દુનિયા ક્યાય એકાંતમાં પડવા નહીં દે....જ્યારે અર્જુન એટલે પાર્થ યુદ્ધ ભૂમિ માં એકલો પડ્યો અને પોતાને નિસહાય માનવા લાગ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે એના સારથી બન્યા હતા, મિત્ર પણ હતા, ગુરૂ પણ હતા.... અર્જુનને ભગવાને એટલો સાથ આપ્યો કે એ આ યુદ્ધ જીતી ઇતિહાસ રચવા પ્રેરિત થયો.... આ જ તાકાત છે ભગવાનની.... ભાગવા કરતાં આ ભગવાન ઉપર એક વખત વિશ્વાસ કરી જુવો ક્યારેય છેલ્લાં શ્વાસ સુધી એ તમારો વિશ્વાસ કાયમ રાખશે અને એકાંતમાં પણ તમારા જીવનમાં જીવંતતા ટકાવી રાખશે... 

મિત્રો અને સ્નેહીજનો તમે એકલા ક્યારેય નથી એક સથવારો તો હમેશા છે એ છે ઇશ્વર, ભગવાન જે તમારા માટે યોગ્ય કરશે જ.

પ્રેરણા...
મારા સથવારા સ્વીટ બીટ મિત્રો ના પ્રેમ ની

પ્રિય વાચક મિત્રો,

મને આશા છે તમને સફર ગમી હશે, પ્રતિભાવ આપતા રહો... 

Join My fb Group :- Sweet beat Frdzzzzz
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...