સર્પ પ્રેમ
The Mystery continued
Ep.2
સવાર પડતાંની સાથે જેવી રમણ ની આંખ ખુલી એવું એને રાતે એનાં પિતાજી એ કરેલાં કોલ ની યાદ આવી એટલે એ ઝડપથી ઉભો થયો અને પોતાનાં ઘરે લખનપુર ફોન લગાવ્યો.
"હેલ્લો.. રમણ વાત કરું..રાતે તમે શું કહેતાં હતાં..?"સામેથી કોલ રિસીવ થતાં ની સાથે રમણે એનાં પિતાને પૂછ્યું.
"હા ખબર છે કે તું બોલે છે..હવે છેક તને દારૂ ઉતર્યો..?"આત્મરામે રોષ સાથે કહ્યું.
"એતો મિત્રો એ.."પોતાનાં પિતાના રોષ સામે મહાપરાણે રમણ આટલું બોલી શક્યો.
"હા હવે આવી મિત્રો વાળી.. રાતે શું થયું એ પૂછવા ફોન કર્યો હોય તો સાંભળ શું થયું કાલે રાતે.."આમ કહી આત્મરામે ગઈ કાલ રાત ની વિતક કહેવાનું શરૂ કર્યું..
"કાલે હું અને તારી માં અમારાં ઓરડામાં સૂતાં હતાં.. અને તારી વહુ કમલી એનાં ઓરડામાં..રાતે લગભગ ત્રણ વાગે હું પાણી પીવા ઉભો થયો ત્યારે કમલીનાં ઓરડામાંથી કંઈક અવાજ આવતો જણાયો તો મેં એનાં ઓરડાના બારણે જઈ બારણું ખખડાવી પૂછ્યું..'વહુ બેટા શું થયું..?"
"મારો અવાજ સાંભળી તારી માં પણ જાગી ગઈ..અચાનક અંદરથી બારી ખુલવાનો અવાજ આવ્યો..વહુ કોઈ જવાબ નહોતી આપી રહી એટલે મેં ધક્કો મારી દરવાજો તોડી દીધો..અંદર જઈને જોયું તો વધુ અસ્તવ્યસ્ત કપડામાં હાંફી રહી હતી..મેં મારી નજર ફેરવી ને બહાર નીકળી ગયો.તારી માં એ અંદર જઈ એનાં પર એક ચાદર ઢાંકી દીધી.."
"કમલી નો ચહેરો જોઈ એવું લાગતું હતું કે એની જોડે કંઈક ખોટું થઈ ગયું છે..એની હાલત જોઈ સમજી શકાતું હતું કે એની સાથે દુષ્કૃત્ય થયું છે..હું અને તારી માં જોડે ગયાં અને એને પૂછ્યું કે કોણ હતું એ જેને એની જોડે આવું કર્યું તો પહેલાં તો એ કંઈ બોલી નહીં.. બિચારી કંઈ બોલવાને લાયક જ નહોતી..અમારાં વારંવાર પૂછવા પર એને કહ્યું.
"એક સાપે મારી જોડે દુષ્કૃત્ય કર્યું છે..મારો બળાત્કાર કરાયો છે એક સર્પ દ્વારા..મને ઘણાં દિવસથી એ સાપ સપનામાં આવતો..આજે હું સુઈ રહી હતી ત્યારે મને એવું લાગ્યું કે મારાં શરીર પર કોઈ સરકી રહ્યું છે..મેં જોયું તો એક મોટો કાળો સાપ મારા ચહેરાની નજીક પોતાની ફેણ ફેલાવી ઉભો હતો..ડરનાં લીધે મારો અવાજ પણ નીકળી ના શક્યો..એને ત્યારબાદ મારી જોડે ગંદુ કામ કર્યું..હું એને રોકી પણ ના શકી.."આટલું કહી એ જોરજોરથી રોવા લાગી.
"બેટા વહુ ને તારી સાંત્વના અને તારી હાજરી ની જરૂર છે..મહેરબાની કરી ને તું જલ્દી ઘરે આવી જા.."આત્મરામે ગઈકાલે રાતે બનેલી ઘટનાની સંપૂર્ણ વિગત આપ્યાં બાદ રમણ ને કહ્યું.
"હા પિતાજી હું આજે જ શેઠ ને વાત કરું..એ રજા આપે એટલે હું તત્કાલિક ઘરે પહોંચું છું.."રમણે આટલું કહી કોલ કટ કરી દીધો.
રમણ ની આ વાતચીત દરમિયાન શ્યામ પણ જાગી ગયો હતો..રમણે જ્યારે શ્યામને આ બધી વાત કરી ત્યારે શ્યામે એની મજાક ઉડાડતા કહ્યું.
"રમણ,તારી એ જાડી ને છે ને પાગલપન ની બીમારી થઈ ગઈ હોય એવું લાગે છે..મને લાગે છે તારે કંઈ જવાની જરૂર નથી.."
"હા ભાઈ મને પણ એવું જ લાગે છે..આમ પણ સાપ મજા લે કે કોઈ બીજું મારે શું ફરક પડે છે.."રમણ નફ્ફટાઈથી બોલ્યો.
આટલી મોટી વાત બની ગઈ હોવા છતાં રમણને કંઈ ફરક પડતો નહોતો એ એની વાતો પરથી સ્પષ્ટ હતું..સવારે તૈયાર થઈ એ નોકરી જરૂર ગયો પણ પિતાને કહ્યા મુજબ એને પોતાનાં શેઠ જોડે રજા માટેની કોઈ વાત ના કરી.બસ આતો પિતાજી નું માન રાખી એને ઘરે આવવાની વાત કરી હતી બાકી જવું ના જવું એતો એની મરજી હતી.
***
સારી વાત ની ખબર બહુ મોડી પડે પણ ખરાબ વાત બહુ જલ્દી જંગલ ની આગ ની જેમ ફેલાઈ જાય છે એ કહેવત ખોટી તો નહોતી.લખનપુર ગામમાં પણ ત્રણેક દિવસમાં તો કમલી પર સાપ દ્વારા કરવામાં આવેલાં બળાત્કાર ની વાતે આખા ગામને હિલોળે લીધું હતું.કમલી જ્યારે ગામમાંથી નીકળતી ત્યારે લોકો એની તરફ જોઈ ને અંદરોઅંદર કંઈક વાતો કરતાં હતાં.
કમલી આ બધી વાતો ને સાંભળી નાસાંભળી કરીને પોતાની જીંદગી જીવે જતી હતી..એનો ચહેરો ચોક્કસ એ વાતની ચાડી ખાતો હતો કે જરૂર એની સાથે કંઈક ખોટું જરૂર થયું હશે.
આ વાત ને ચારેક દિવસ પછી કમલી કપડાં ધોવા નદી કિનારે ગઈ હતી ત્યારે ગામની ઘણી સ્ત્રીઓ એની મજાક ઉડાડી રહી હતી..એમની વાતો કમલીને કાને પડતાં એ ખૂબ ગુસ્સે થઈ જતી પણ એમને જવાબ આપવામાં એ સક્ષમ નહોતી એટલે આ અપમાન નો ઘૂંટ એ મનોમન પી જતી.કમલી ની આ દશા જોઈ ત્યાં હાજર અનિતા ને માઠું લાગ્યું એટલે એને કમલી ની નજીક જઈને કહ્યું.
"કમલી..આ બધી તો આમેય નવરી છે..આમની વાતો નેન પર ના લે.ચાલ બેન થોડે દુર જઈને બેસીએ..જો તું મને પોતાની સમજતી હોય તો એ રાતે શું બન્યું એની વિગતે જાણ કરી શકીશ."
અનિતાનાં શબ્દો માં રહેલી આત્મીયતા અને લાગણી જોઈ કમલી એ કહ્યું
"હા બેન હું તને એ રાતે શું બન્યું એ વિશે રજેરજ જણાવીશ."
ત્યારબાદ લગભગ દોઢેક કલાક સુધી કમલી એ પોતાની વિતક કહી સંભળાવી..સાથે એ પણ કહ્યું કે એ સાપ એનાં પછી પણ એની સાથે બળાત્કાર ગુજરી ચુક્યો છે..પણ એને એ વાત કોઈને કરી નથી.
કમલી ની વાત સાંભળી અનિતા એ એની સાંત્વના આપી અને એ બંને પોતપોતાને ઘરે જવા રવાના થઈ ગઈ..આ મુલાકાત પછી શ્યામ અને રમણ ની જેમ એ બંને પણ સારી બહેનપણીઓ બની ગઈ હતી..પણ એમની આ મિત્રતા એકબીજાનું દુઃખ વહેંચવા હતી જ્યારે શ્યામ અને રમણ તો સુખ વહેંચવા માટે મિત્રો બન્યાં હતાં.
***
આ વાતને દસેક દિવસ વીતી ગયાં પણ કમલી જોડે બનતી બળાત્કાર ની ઘટના બંધ થવાનું નામ જ નહોતી લેતી..હવે તો દર બીજાં દિવસે સાપ આવતો અને કમલી જોડે મજા લઈને જતો રહેતો..ધીરે ધીરે કમલી એ પણ એ વાતનો જાણે સ્વીકાર કરી લીધો હતો.
રમણ આટઆટલું થયાં પછી પણ લખનપુર આવવા તૈયાર નહોતો..કમલી નાં સાસુ સસરા પણ પોતાની વહુ ની આ હાલત જોઈ દુઃખી થયાં સિવાય બીજું કંઈ કરી શકતાં નહીં.
હવે તો કમલી પણ કહેવા લાગી હતી કે..
"એ સાપ રૂપે આવનારાં નાગરાજ મારાં પતિ છે..અને હું એમનાં બચ્ચા ની માં બનવાની છું.."આ ઉપરાંત એ પોતાનાં ગળા પર બે ચિહ્નો પણ બતાવતી જે અદ્દલ સર્પદંશ જેવાં લાગતાં..કમલી આને સર્પ પ્રેમ કે સર્પ કૃપા કહેતી.
કમલી ની આ વાતો એને આખા ગામમાં મજાક નો પાત્ર બનાવી રહી હતી..પણ એને તો હવે એ સર્પ ને જ પોતાનો ભવોભવ નો સાથી માની લીધો હતો એટલે એને લોકો ની વાતનો કોઈ ફરક જ નહોતો પડતો.
આ બધી ઘટનાઓ ને શરૂ થયે લગભગ એકાદ મહિનો થવા આવ્યો હતો..કમલી ને હવે રોજ રાતે સાપ દ્વારા એની સાથે જે થઈ રહ્યું હતું એ સ્વીકારી લેવાયું હતું..આત્મારામ અને એનાં પત્ની પણ આને ઈશ્વર ની કૃપા માની બધું મૂંગા મોંઢે જોઈ રહેતાં.. રોજ રાતે કમલી નાં ઓરડામાંથી આવતી સિસકારીઓ અને ઉંહકારા સાંભળવાની એમને આદત પડી ગઈ હતી.
એક દિવસ રમણ પર કમલી નો વીડિયો કોલ આવ્યો..જ્યારથી પોતે રૂપાલી સાથે નો પોતાનો વીડિયો કમલી ને બતાવ્યો હતો ત્યારનો એને આટઆટલું બન્યાં પછી પણ રમણ ને કોલ નહોતો કર્યો પણ આજે કમલી નો અચાનક આવેલો વીડિયો કોલ જોઈ રમણ ને નક્કી કંઈક મોટી વાત થઈ હોવાની ભણક લાગી ગઈ અને એને તાત્કાલિક ફોન રિસીવ કરી લીધો.
રમણે જોયું તો કમલી અત્યારે નવવધુ પહેરે એવી લાલ રંગની સાડીમાં દ્રશ્યમાન થતી હતી.
"એ કમલી કેમ મને વીડિયો કોલ કર્યો..શું કામ છે તારે..?"રમણે કોલ ઉપાડતાં જ સણકો કરી કહ્યું.
"મારે તારું કંઈ કામ નથી..હવે મને મારાં સાચા પતિદેવ મળી ગયાં છે..હા એ નાગ જ હવેથી મારાં પતિ છે.."કમલી એ પણ સામે એનાં જ અંદાજ માં પ્રત્યુત્તર આપતાં કહ્યું.
"આ તું શું બોલી રહી છે સાલી કુલટા.."ગંદી ગાળ આપતાં રમણે કહ્યું.
"હું જે કહી રહી છું એનું મને પૂરેપૂરું ભાન છે..આ જો એ સર્પ નાં પ્રેમ ચિહ્નો.."આટલું કહી કમલી એ પોતાની ગરદન પર બનેલાં સર્પદંશનાં ચિહ્નો બતાવી રમણ ને કહ્યું.
"આનાં પરથી એવું સાબિત નથી થતું કે તું સાચી છે..મને લાગે છે તારું ચસકી ગયું છે.."રમણે ગુસ્સામાં કહ્યું.
"હા તો આનાં પરથી તો સાબિત થાય ને કે એ સર્પ નાં પ્રેમ નું આ નિશાન છે.."પોતાનાં ખોળામાં મૂકેલાં ઘાસનાં માળામાં રહેલાં ઈંડા બતાવી કમલી બોલી.
"શું છે આ.."એ ઈંડા જોઈ રમણે આશ્ચર્ય સાથે પૂછ્યું.
"આ ઈંડા એ સાપ નાં પ્રેમ ની નિશાની છે..જેને મેં આજે જન્મ આપ્યો છું..આ મારાં અને એ સર્પનાં બાળકો છે..આમાંથી અમારાં સુંદર બચ્ચાં પેદા થશે.."આટલું બોલતાં કમલી નો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો હતો.
રમણ તો આ બધું જોઈ પોતાની આંખો પર વિશ્વાસ નહોતો રાખી રહ્યો..એને તો હવે સાચેમાં એવું લાગી રહ્યું હતું કે સાચેજ પોતાની પત્ની કમલી નું મગજ ભમી ગયું છે..
"હા તો તું તારાં સાપ જોડે શાંતિ થી રહે..મારે તારાથી કે એ સાપથી કોઈ નિસબત નથી.."આટલું કહી રમણે કોલ કટ કરી દીધો.
રમણે જ્યારે આ વાત પોતાનાં ખાસ દોસ્ત શ્યામ ને કરી ત્યારે શ્યામે કમલીનો મજાક ઉડાવતાં કહ્યું.
"રમણ તું સાચું જ કહે છે કે એ માણસ નહીં પણ ભેંસ છે..શરીર ની સાથે સાલી ની અક્કલ પણ જાડી થઈ ગઈ છે..તું તારે મારી જેમ હવે મનફાવે ત્યારે રૂપાલી ને ત્યાં પહોંચી જા એટલે મન શાંત થઈ જશે."
"હા તારી વાત સાચી છે..ચાલ ત્યારે આજની રાત તું નંદા સાથે તાગડધિન્ના કર અને હું રૂપાલી સાથે.."શ્યામનાં હાથ પર તાળી આપી રમણ બોલ્યો અને બંને નીકળી પડયા રેડલાઈટ એરિયામાં.
ત્યાં પહોંચી શ્યામ નંદાની ખોલીમાં ગયો અને રમણ રૂપાલી ની ખોલીમાં..આજની રાત રમણે કમલી ની બધી જ દાઝ રૂપાલીના ઉપર કાઢતો હોય એમ એની સાથે પુરી રાત પોતાની હવસ ને સંતોષી.
***
એજ રાતે જ્યારે શ્યામ નંદા ની સાથે પોતાની રાત રંગીન કરી રહ્યો હતો ત્યારે લખનપુર એનાં ઘરે એક ઘટના બની.
સવારના ચાર વાગવા આવ્યાં હતાં..અનિતા પોતાનાં ઓરડામાં એકલી સુઈ રહી હતી..શ્યામનાં પિતાજી તો અવસાન પામી ચૂક્યાં હતાં એટલે એની માં શારદાદેવી અને નાનોભાઈ રાધેમોહન પોતપોતાનાં ઓરડામાં સુઈ રહ્યાં હતાં.
શારદાદેવી ને ઘણીવાર ઊંઘ નહોતી આવતી એટલે એ મકાનમાં આમથી તેમ આંટા ફેરા મારી રહ્યાં હતાં..અચાનક એમને અનિતાના ઓરડામાંથી કંઈક અવાજ આવતો સંભળાયો..અવાજ સાંભળી શારદાદેવી ઓરડાના બારણે ગયાં અને નજીક જઈ બારણે કાન રાખી અંદર આવી રહેલો અવાજ સાંભળવાનો પ્રયાસ કર્યો.
અંદરથી અનિતાની માદક સિસકારીઓ એમનાં કાને પડી..સાથે સાથે પલંગ થોડો થોડો હાલકડોલક થતો હોય એવો અવાજ પણ એમનાં કાને પડ્યો..અંદર કોઈક તો હતું અનિતા ની સાથે એવું સમજતાં શારદાદેવી ને વાર ના થઈ અને એ દોડતાં રાધે નાં ઓરડામાં ગયાં. રાધેની નજીક જઈ એમને રાધેનું શરીર હલાવીને કહ્યું.
"એ રાધે ઉભો થા.. તારી ભાભીનાં ઓરડામાં કોઈક છે.."
પોતાની માં શું કહી રહી હતી એ પહેલાં તો રાધે ને સમજાયું નહીં..પણ જ્યારે શારદાદેવી એ ફરીવાર પોતાની વાત કહી એટલે રાધે આંખો ચોળી ઉભો થયો અને શારદાદેવી સાથે જ અનિતાના ઓરડા જોડે ગયો.
ઓરડાના બારણે કાન રાખી રાધે એ પણ શારદાદેવી એ જે અવાજ સાંભળ્યો હતો એવોજ અવાજ સાંભળ્યો..રાધે એ શારદાદેવી નાં કાનમાં કહ્યું.
"હા, માં ચોક્કસ કોઈક તો અંદર જરૂર છે.."
રાધે ની વાત સાંભળી શારદાદેવી એ રાધે ની આંખોમાં જોયું અને બંને એ અનિતા ને બુમો પાડવાની શરૂ કરી..પણ અંદરથી કોઈ જવાબ ના મળતાં બંને એ ધક્કો મારી બારણાંને બળપૂર્વક તોડી નાંખ્યું.
અંદર જતાં જ બંને ની નજર પથારીમાં પડી જ્યાં અનિતા લગભગ નગ્ન હતી..એનો પેટીકોટ ઘૂંટણથી ઉપર હતો અને સાડી તો બાજુમાં જ પડી હતી..જ્યારે ઘરની બારી ખુલ્લી હતી.
"રાધે તું બહાર જા.."રાધેને બહાર જવાનું કહી શારદાદેવી ઉતાવળાં પગલે અંદર ગયાં અને અનિતા ને એનાં કપડાં સરખા પહેરાવી એની જોડે જઈને બેસી ગયાં.
અનિતા અત્યારે જોરજોરથી રડી રહી હતી..એનો ચહેરો અને શારીરિક દશા જોઈ શારદાદેવી સમજી ગયાં હતાં કે પોતાની પુત્રવધુ જોડે શું થયું હતું..અનિતા ને એ ખુબજ પ્રેમ કરતાં અને અનિતા પણ એમને ખુબજ માન આપતી.
બારણે ઉભેલો રાધે આ બધાં વચ્ચે અંદર આવી ગયો હતો..શારદાદેવી એ રાધે તરફ જોઈને એને આંખોના ઇશારાથી ચૂપ રહેવા કહ્યું.અને પછી અનિતા નાં માથે વ્હાલથી હાથ ફેરવી ને પૂછ્યું.
"શું થયું દીકરા..?"
પોતાની સાસુ શું પૂછી રહ્યાં છે એની ખબર જ ના પડી હોય એવાં હાવભાવ સાથે અનિતા એમનો ચહેરો જોતી જ રહી..એની આંખોમાં હજુ પણ આંસુ ઉભરાઈ રહ્યાં હતાં.
"વહુ બેટા.. હું સમજુ છું કે તારા જોડે કંઈક ખોટું થયું છે પણ જ્યાંસુધી તું કંઈ જણાવીશ નહીં ત્યાં સુધી મને કે તારાં દિયર રાધે ને ખબર કઈ રીતે પડશે કે તારી જોડે આવું નીચ કૃત્ય કોને કર્યું છે..?"પ્રેમપૂર્વક શારદાદેવી પૂછી રહ્યાં હતાં.
અનિતા એ એકનજર શારદાદેવી અને રાધે પર નાંખી અને કંઈપણ બોલ્યાં વગર પોતાની ગરદન પર રહેલાં ચિહ્નો બતાવ્યાં.. આ એજ નિશાન હતાં જેવાં કમલી ની ગરદન પર પણ સર્પ દ્વારા બળાત્કાર ની ઘટના વખતે પડ્યાં હતાં.
આ ચિહ્નો જોઈ શારદાદેવી નું મગજ ભમવા લાગ્યું અને અનાયાસે જ એમનાં મોંઢે નીકળી ગયું..
"સર્પ પ્રેમ.."
***
વધુ આવતાં ભાગમાં..
શું હતું આ સર્પ પ્રેમ પાછળની ઘટનાઓનું સચ? ..કમલી અને અનિતા સાથે શું સાચે જ સાપે બળાત્કાર કર્યો હતો..? વિશાલ નાં અનિતા તરફ નાં ઝુકાવ નું પરિણામ શું આવશે..? કાંતા અને પારુલ ની જીંદગી કયારે યોગ્ય દિશામાં આગળ વધશે..?રાધે ને અનિતા કોઈ સબક શીખવાડશે કે નહીં.? નંદા જોડેનાં પોતાનાં પતિનાં સંબધો વિશે અનિતા ને ખબર પડશે કે નહીં.? જાણો સર્પ પ્રેમ નાં આવનારાં ભાગમાં.
આ નોવેલ અંગે આપનો કોઈપણ કિંમતી સુઝાવ કે મંતવ્ય આપ મને મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો..
આ સિવાય આપ માતૃભારતી પર મારી નોવેલ બેકફૂટ પંચ અને ડેવિલ એક શૈતાન પણ વાંચી શકો છો.
- જતીન. આર. પટેલ