Ghar Chhutyani Veda - 15 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | ઘર છૂટ્યાની વેળા - 15

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

ઘર છૂટ્યાની વેળા - 15

ભાગ - ૧૫

પાવાગઢથી થોડા જ અંતરે આવેલા ધાબા ડુંગરી સ્થળ જવા માટે બસ રવાના થઇ, પાવાગઢ પાસેનું એ સ્થળ ઘણું જ રમણીય છે, ઘણાં દર્શનાર્થીઓને એ સ્થળ વિષે ખબર નથી હોતી, પણ જે લોકો એક વાર ત્યાં જાય છે પછી જેટલીવાર પાવાગઢ જશે એ સ્થળની મુલાકાત અવશ્ય લે છે, એક નાના શિખર ઉપર આવેલા એ સ્થળ પાસે બસ ઉભી રહી, આજુ બાજુ કુદરતી સૌન્દર્ય અને લીલાછમ ખેતરો હતા, પાવાગઢનો થાક સૌના મોઢા ઉપર ચોખ્ખો વર્તાઈ રહ્યો હતો. પણ આ સ્થળ ઉપર આવતા એમનામાં સ્ફૂર્તિનો સંચાર થવા લાગ્યો, બધા ઓળખીતા મિત્રો પોત પોતાના ગ્રુપમાં પોતાના નાસ્તા સાથે સારી સારી જગ્યા એ ગોઠવવા લાગી ગયા, વરુણ અને રોહન પણ પોતાની બેગ લઇ અને એક સ્થળ આગળ બેઠા.

અવંતિકા અને સરસ્વતી બેસવા માટે જગ્યા શોધી રહ્યાં હતાં, ત્યાં બેઠલા મોટા ભાગના છોકરા એમ વિચારતા હતા, કે આ બંને અમારી બાજુમાં આવીને બેસે તો કેવું સારું ? પણ અવંતિકા કે સરસ્વતી બંનેમાંથી કોઈના મનમાં એમાંથી કોઈની સાથે બેસવાની ઈચ્છા નહોતી. ત્યાં એક જગ્યા ઉપર વરુણ અને રોહનને બેઠેલા જોઈ, સરસ્વતીને અવંતિકાએ એ તરફ જવાનું કહ્યું.

અવંતિકા : "સરસ્વતી, ચાલ આપણે રોહન સાથે બેસીએ.

સરસ્વતીને કહી અને અવંતિકા એ તરફ ચાલવા જતી હતી અને તરત સરસ્વતીએ અવંતિકાનો હાથ પકડતા પૂછવા લાગી...

સરસ્વતી : "અવંતિકા, તું તો કોઈ છોકરા સામે ક્યારેય વાત પણ નથી કરતી અને આમ અચાનક આજે રોહન તરફ કેમ આટલી આકર્ષાઈ રહી છે ? સાચું કહેજે મને.."

અવંતિકા બે ડગલા પાછળ ફરી અને સરસ્વતી સામે ઉભી રહી અને કહેવા લાગી.

અવંતિકા : "તારી વાત સાચી છે, હું કોઈ છોકરા સાથે વાત પણ નહોતી કરતી, કારણ કે મને અત્યાર સુધી કોઈ એવો છોકરો મળ્યો નથી જેના ઉપર હું વિશ્વાસ કરી શકું. પણ જે દિવસથી રોહનને મળી છું મને એ બધા કરતાં અલગ લાગ્યો છે, એના વિચારો, એની રહેણી કરણી બધું જ અલગ છે, મેં એની સાથે આગળના સંબંધ વિષે કઈ વિચાર્યું નથી પણ હા, એને મારા એક ખાસ મિત્રમાં હું એને ચોક્કસ જોવા માંગીશ."

સરસ્વતી : "હજુ તો રોહન સાથે તે થોડા દિવસથી વાત કરી છે, તેમ છતાં તને એના ઉપર આટલો વિશ્વાસ છે, પણ તું એની સાથે એક તરફી લાગણીથી જોડાઈ જાય અને પછી તને ખબર પડશે કે એના જીવનમાં બીજું કોઈ છે તો ?"

અવંતિકા : "મને એની વાતો પરથી ક્યારેય એવું લાગ્યું તો નથી જ. પણ જો એની લાઈફમાં બીજું કોઈ હશે તો પણ એની મિત્રતા તો રહેશે જ ને !"

સરસ્વતી : "ઓકે, પણ આપણે એક સ્ત્રી છીએ, એટલે આપણે દરેક બાબતે સાવચેત રહેવું સારું."

અવંતિકા : "હા, ચલ હવે ભૂખ લાગી છે, તું કહું તો આપણે જઈએ રોહન પાસે નહિ તો બીજે ક્યાંક બેસીને નાસ્તો કરી લઈએ."

સરસ્વતી : "અરે હું તો એમ જ કહું છું, ચાલ આપણે રોહન સાથે બેસીને જ નાસ્તો કરીએ."

અવંતિકા અને સરસ્વતીને રોહન તરફ આવતા જોઈ વરુણ રોહનને કહેવા લાગ્યો..

વરુણ : "જો રોહન અવંતિકા આપણી પાસે જ આવી રહી છે."

રોહન : "ભલે ને આવે એ ? આપણે શું ?

વરુણ : "યાર, તું ખરેખર બુદ્ધુ છે, એ તારામાં આટલો રસ દાખવે છે અને તું કઈ વિચારતો જ નથી, પછી જો તું આવું જ કરતો રહીશ તો એ એમ જ સમજશે કે આ બહુ ભાવ ખાય છે."

રોહન : "એવું કઈ નથી યાર, હું એ બધા માટે હમણાં વિચારી શકું એમ નથી."

વરુણ : "જો રોહન આવો ચાન્સ તને ફરી લાઈફમાં ક્યારેય નહિ મળે, અને એમાં પણ અવંતિકા જેવી છોકરી તો કિસ્મતથી જ મળે છે."

રોહન : "બસ હવે એ લોકો નજીક આવે છે, હવે આ વાત ના કર."

અવંતિકા અને સરસ્વતી નજીક આવ્યા, અને અવંતિકા એ રોહન સામે જોઈ કહ્યું :

"આપણે સાથે નાસ્તો કરી શકીએ, તમને વાંધો ના હોય તો ?"

રોહનના બોલતા પહેલા જ વરુણે જવાબ આપી દીધો. "ના, અમને કઈ પ્રોબ્લેમ નથી, મઝા આવશે બધા સાથે નાસ્તો કરીશું તો, બરાબર ને રોહન ?"

રોહન : "હા, મઝા આવશે."

અવંતિકા રોહનની બાજુમાં બેઠી અને સરસ્વતી અવંતિકાની બાજુમાં. બધા એ પોત પોતાની બેગમાંથી નાસ્તાના ડબ્બા બહાર કાઢ્યા, રોહન કઈ લાવ્યો નહોતો પણ વરુણ રોહનનો પણ નાસ્તો લઈને આવ્યો હતો, બધા એ એકબીજાના નાસ્તાના ટેસ્ટ અને વખાણ કાર્ય, અવંતિકા તીખી પૂરી અને થેપલા લઈને આવી હતી, એ ખાતા જ રોહને કહ્યું :

"બહુ જ સરસ છે, ઘણાં વર્ષે આવું જમવા મળ્યું હોય એમ લાગ્યું."

અવંતિકા : "આ મેં બનાવ્યા છે."

વરુણ : "તમારા હાથમાં તો જાદુ છે, અવંતિકા, તમે જેની સાથે લગ્ન કરશો તેતો કિસ્મતવાળું હશે,(બોલી રોહન સામે જોઈ હસવા લાગ્યો) અવંતિકા પણ શરમ સાથે હસવા લાગી.

સરસ્વતીના પણ નાસ્તાના વખાણ થયા અને રોહનના ઘરનો પણ નાસ્તો વખણાયો. બધા એ ખુબ વાતો કરી અને મિત્રતા પાકી કરી, વરુણ અને સરસ્વતી પણ હવે રોહન અને અવંતિકા સાથે ભળી ગયા હતા.

ધાબાડુંગરી નામ થોડું નવાઈ પમાડે એવું હતું, પણ ત્યાનું વાતાવરણ સૌને સ્પર્શી ગયું, નીરવ શાંતિ ત્યાં પ્રસરેલી હતી, ત્યાં સ્થિત શંકર ભગવાનના મંદિરમાં સ્પીકર દ્વારા થતો ઓમનો ઉચ્ચારણ હૃદયને શાંતિ આપી રહ્યો હતો, બે કલાક જેવો સમય ત્યાં વિતાવી બસ આજવા નીમેટા જવા માટે રવાના થઇ.

સાંજના ૪ વાગવા આવ્યા હતા, આજવા નીમેટા, એક સુંદર બગીચો છે, ત્યાં ઘણી ફિલ્મોનું શુટિંગ પણ થયેલું છે, વળી જુવાન હૈયાઓને તો એ સ્થળ વધારે ગમતું કહેવાય. બસ એ તરફ રવાના થઇ, વરુણ રોહનને કહેવા લાગ્યો...

વરુણ : "રોહન, તારે હવે અવન્તિકા માટે કંઇક વિચારવું જોઈએ, એને તું ગમવા લાગ્યો છે, અને એ કોઈપણ બહાને તારા નજીક આવવા માંગે છે."

રોહન : "મને પણ એવું લાગે છે, પણ યાર એના મનમાં એવું કઈ નહિ હોય તો ? એ માત્ર મને મિત્ર તરીકે જોવા માંગતી હશે તો ?"

વરુણ : "મોટાભાગના છોકરા છોકરીઓ આવું જ વિચારતા હોય છે, અને એટલે જ કેટલીય પ્રેમ કહાનીઓ સફળ નથી બનતી, પણ જો યાર, હું માનું છું ત્યાં સુધી કોઈ છોકરી પ્રેમમાં પહેલ કરતી નથી, પહેલ છોકરાએ જ કરવી પડે છે. તું મને એક વાતનો જવાબ આપ.. તને અવંતિકા નથી ગમતી ?"

રોહન : "એવું કઈ નથી દોસ્ત.. મને પણ અવંતિકા ગમે છે, પણ હું અત્યારે એ જગ્યા ઉપર નથી જ્યાં રહીને હું પ્રેમ કરી શકું. મારું ભણવાનું, નોકરી, વાંચનમાં હું પુરતો સમય નથી આપી શકતો તો હું અવંતિકાને કેમ કરી સમય આપી શકીશ ?"

વરુણ : "હું સમજુ છું દોસ્ત, કે તારા માથે જવાબદારી પણ ઘણી છે. પણ તું એકલા હાથે જે લડી રહ્યો છે એમાં તને જો અવંતિકા જેવી વ્યક્તિનો સાથ મળશે તો તું હજુ પણ કંઇક વધારે સારું કરી શકીશ, અને હું તો કાયમ તારી સાથે જ છું ને !"

રોહન : "વરુણ, મેં પુસ્તકોમાં વાંચ્યું છે, કે પ્રેમ જ્યાં સુધી નવો નવો હોય ત્યાં સુધી બધું જ સારું લાગે પણ સમય જતાં એકબીજાને સમય ના આપી શકવાના કારણે ઘણાં સંબંધો તૂટી પણ જતાં હોય છે."

વરુણ : "એતો એકબીજાની સમજશક્તિ ઉપર બધો આધાર રહેલો છે, અને જ્યાં સુધી અવંતિકાને હું ઓળખું છું એ એવું તો નહિ જ બનવા દે."

રોહન : "ચાલ માની લીધી તારી વાત, પણ ભવિષ્યનું શું ?ભવિષ્યમાં એના માતા પિતા એના લગ્ન મારી સાથે કરાવશે ?"

વરુણ : "દોસ્ત એ બધું જો અત્યારથી વિચારવા જઈશું તો ખરેખર દુઃખી જ થવાનો સમય આવશે, અને દરેક પ્રેમ સંબંધ લગ્નમાં જ પરિણમે એવું જરૂરી તો નથી ને, શ્રી કૃષ્ણ અને રાધાનું નામ આજે પણ લેવાય છે, પ્રેમનું એ સૌથી મોટું ઉદાહરણ છે તે છતાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન તો રુકમણી સાથે થયા, એટલે પ્રેમમાં લગ્ન થવા જરૂરી તો નથી જ."

રોહન : "મનાવતા તો કોઈ તારી પાસેથી શીખે. સારું ચાલ હું અવંતિકા માટે વિચારીશ, પણ એ પહેલા અમારી મિત્રતા આગળ વધારીશ પછી જ કંઇક નક્કી કરીશું."

વરુણ : "ઓકે, એજ બરાબર રહેશે, પહેલા તમે એકબીજાને બરાબર ઓળખી લો, થોડો સમય એકબીજા સાથે વાતો કરો અને પછી તું નક્કી કરજે બસ."

રોહન : "હા.."

વરુણે રોહનના મનમાં અવંતિકા માટે પ્રેમની લાગણી જન્માવી અને અવંતિકા વિષે વિચારવા માટે મજબુર કર્યો, આ તરફ અવંતિકાના મનમાં પણ પ્રેમના બીજ રોપાઈ જ ગયા હતા સરસ્વતી તેને પાણી આપવાનું કામ કરી રહી હતી.

સરસ્વતી : "રોહન છે તો સારો છોકરો, પણ હવે વાત કેમ કરી આગળ વધારીશ."

અવંતિકા : "હું એજ વિચારી રહી છું, મારી પાસે તો હજુ એનો મોબાઈલ નંબર પણ નથી, અને એ તો કોલેજમાં આવી વાંચવા લાગી જાય છે, અને કોલેજ છૂટી સીધો નોકરી ઉપર,"

સરસ્વતી : "એના ફેમેલીમાં બીજું કોણ છે ?"

અવંતિકા ; "કોઈ નથી, એ એકલો જ છે, બાળપણમાં એના માતા પિતા ગુજરી ગયા હતા, જાતે જ કમાઈ અને જાતે જ મહેનત કરી આગળ આવી રહ્યો છે, અને એનો આજ ગુણ મારા હૃદયને સ્પર્શી ગયો."

સરસ્વતી : "ખરેખર તો તો એને જીવન જીવવા ખુબ સ્ટ્રગલ કરવી પડતી હશે ને ?"

અવંતિકા : "હા, મહેનત તો એ કરે જ છે. પણ હું એને કેવી રીતે સાથ આપું એજ વિચારી રહી છું !"

સરસ્વતી : "અવંતિકા, હું તો બસ એટલું જ કહીશ કે તું જે પણ કરે તે ખુબ જ વિચારી અને ધીરજથી કરજે, ઉતાવળમાં કોઈ એવું પગલું ના ભરતી જેના કારણે તારે જ દુખી થવાનું થાય, પ્રેમ કરવો બહુ સહેલો છે, પણ પ્રેમમાં જે પીડા મળે છે એ સહન કરવી ખુબ જ મુશ્કેલી ભરી છે."

અવંતિકા : "તને કોઈ સાથે પ્રેમ થયો છે ?"

સરસ્વતી : "મેં એક છોકરા ઉપર આમ જ વિશ્વાસ કરી અને સંબંધ આગળ વધાર્યો હતો, પણ એને માત્ર મારા શરીરની જરૂર હતી, હું એને પ્રેમ સમજી બેઠી, એક દિવસ એકાંતનો ફાયદો ઉઠાવી એને એની હવસ પૂરી કરવા માટે ખોટું બહાનું કાઢી બોલાવી, એના પ્રેમમાં આંધળી બનેલી હું દોડી પણ ગઈ, પણ એના સ્પર્શથી એનો ઈરાદો મને સમજાઈ ગયો અને હું ત્યાંથી નીકળી ગઈ. ત્યારપછી પણ એને ઘણાં પ્રયત્નો કર્યા, પણ મેં એની સાથે વાત કરવાની જ બંધ કરી દીધી."

અવંતિકા : "ઓહ..મોટાભાગના છોકરાઓ આવા જ હોય છે."

સરસ્વતી : "હા, અને એટલે જ હું તને ચેતવું છું, ભલે રોહન સારો છોકરો હોય પણ આપણે આપણી રીતે સાવચેત રહેવું સારું."

અવંતિકા : "હા, તારી વાત સાચી છે, હું પણ વિચારીને જ આગળ વધીશ, પહેલા રોહનને બરાબર ઓળખી લઈશ અને પછી જ કંઇક વિચારીશ."

બસ આજવા નીમેટા પહોચવા આવી, બંને બસમાં અવંતિકા અને રોહન વિચારોમાં ખોવાયેલા હતા, પોતાના ભાવી માટે ચિંતિત હતા. પણ કિસ્મત આગળ બધું છોડી પ્રવાસની મઝા માણવા લાગ્યા.

(વધુ આવતા અંકે...)

નીરવ પટેલ "શ્યામ"