એક કદમ પ્રેમ તરફ - 10
(આગળના ભાગમાં આપણે જોયું કે વિવાન મોહિની સમક્ષ તેના પ્રેમનો એકરાર કરે છે, ત્યારબાદ તે લંડન જાય છે, ત્યાં તે તેના ડેડ સાથે માધવગઢ વિશેની વાત કરે છે, ત્યારે તેના ડેડ તેને માધવગઢના ઇતિહાસની બધી જ વાતો કહે છે.)
હવે આગળ.......
વિવાન તેના મોમના ખોળામાં માથું રાખીને સુતો છે, તેના મોમ પ્રેમથી તેના માથામાં હાથ ફેરવતા હોય છે, વિવાન તેના મનમાં બે દિવસથી ચાલી રહેલા પ્રશ્નો આખરે તેના મોમને પૂછી જ લે છે, "મોમ તમને તો માધવગઢ અને રાજગઢ વિશે ખબર જ હશે ને?"
"હા બેટા.... મને બધી જ ખબર છે..."
" તો મોમ એ દુશ્મની દૂર કરવાનો કે ખતમ કરવાનો કોઈ ઉપાય નથી?"
"આ કઈ થોડા સમયથી થયેલી દુશ્મની નથી કે તેને એમ જ મિટાવી શકાય, આ તો વર્ષોથી ચાલી આવતી દુશ્મની છે, એને કઈ રીતે ખતમ કરવી?"
વિવાન આથી આગળ વધુ કઈ બોલતો નથી અને ચુપ થઈ જાય છે, પણ તે મનમાં નક્કી કરે છે કે તે આનો કોઈક ઉપાય તો શોધી જ લેશે.
***
વિવાન ફ્રેશ થઈને બેઠો હોય છે ત્યારે માર્કનો કોલ આવે છે, "હેય માર્ક, હાઉ આર યુ?"
"આઇ એમ ફાઇન....... યુ સે હાઉ આર યુ?....... વ્હેન આર યુ કમ લંડન?...... બતાયા ભી નહીં?"
"આઇ એમ ઓલ્સો ફાઇન..... બસ કુછ દિન પહેલેહી આયા હું...."
"આજ મેરે ઘરપે પાર્ટી રખી હે..... તુમ્હે જરૂર આના હે..... સારે ફ્રેન્ડસ આને વાલે હે..... સાથ મિલકે એન્જોય કરેગે..."
"કિતને બજે હે???"
"શામ સાત બજે"
"OK...."
વિવાન સાંજે રેડી થઈને માર્કના ઘરે પોહચી જાય છે, તેના સ્કૂલના બધા જ ફ્રેન્ડસ ત્યાં આવ્યા હોય છે, વિવાન બધાને મળે છે, એમિલી પણ ત્યાં આવેલી હોય છે, વિવાનને પાર્ટીમાં આવેલો જોઈને તે ખુશ થાય છે.
એમિલી સોફ્ટ ડ્રિંક લઈને વિવાન પાસે જાય છે, તે વિવાનને ડ્રિંક ઓફર કરે છે, "થેંક્સ..." વિવાન ડ્રિંક હાથમાં લેતા કહે છે.
"સોરી વિવાન..." એમિલી વિવાનની માફી માંગતા કહે છે.
"સોરી ક્યુ???" વિવાન આશ્ચર્યથી એમિલીને પૂછે છે.
"વો ઈન્ડિયામે જો ભી કુછ હુઆ ઉસકે લિયે..."
"ohh it's ok.... no problem.... ઉસમે તુમ્હારી કોઈ ગલતી નહીં..." વિવાન એમિલીને માફ કરતાં કહે છે.
"thank you..."
વિવાન ત્યાથી બીજા ફ્રેન્ડસને મળવા જતો રહે છે, એમિલી ત્યાં જ ઊભી ઊભી વિવાનને બીજા સાથે હસી મજાક કરતો જોતી રહે છે, એમિલી વિવાનને પસંદ કરવા લાગી છે, તે વિવાન એકલો પડે તેની રાહ જુએ છે જેથી તે વિવાનને તેના દિલની વાત કહી શકે.
એમિલી પાર્ટીમાં ફરતા ફરતા સતત વિવાનને જોયા કરે છે, થોડીવાર પછી વિવાન બહારની તરફ જતો દેખાતા એમિલી પણ તે તરફ જાય છે અને વિવાનને પૂછે છે, "તુમ કહા જા રહે હો?"
"પાર્ટી ખતમ હોને આઈ હે તો મે ઘર જા રહા હું"
"મુજે તુમસે કુછ બાત કરની હે"
"હા.. બોલો ક્યાં બાત હે"
પાર્ટીની ભીડ જોઈને એમિલી કહે છે, "યહાં નહીં કહી ઓર ચલતે હે" એમ કહીને તે વિવાનનો હાથ પકડીને ગાર્ડનની લોન તરફ ચાલવા લાગે છે.
લોન પર આવીને વિવાન એમીલિના હાથમાથી પોતાનો હાથ છોડાવતા એમિલીને પુછે છે,"ક્યાં બાત હે એમિલી? જલ્દી બતાઓ?"
એમિલી વિવાનનો હાથ પકડીને થોડી નર્વસનેસ સાથે કહે છે,"વિવાન I LOVE YOU...... મે ભી યે નહીં જાનતી કેસે હુઆ.... ઈન્ડિયા મે કુછ દિન તુમ્હારે સાથ રહને કે બાદ લગા કી કુછ તો હે એસા જો મુજે તુમ્હારી ઓર ખીંચ રહા હે...."
એમિલીની વાત સાંભળીને વિવાન દિગ્મૂઢ બનીને એમિલીને જોતો રહી જાય છે, તેને સમજ નથી પડતી કે તે કઈ રીતે એમિલીને ના પાડે, કઈ રીતે તેને સમજાવે કે તે મોહિનીને પ્રેમ કરે છે.
" એમિલી... i am respect your feelings but i don't love you.... " આટલું બોલીને વિવાન ત્યાથી જવા લાગે છે, પણ એમિલી તેને રોકે છે અને પૂછે છે, " but why??"
" ક્યુકી મે કિસી ઓર સે પ્યાર કરતાં હું" વિવાન ત્યાંથી જતો રહે છે.
***
ઈન્ડિયા આવીને વિવાન સૌથી પહેલા મોહિનીને મળવા આવે છે, આજે એક મહીના પછી તે ઈન્ડિયા પાછો આવ્યો હોય છે આથી તે મોહિનીને મળવા ખુબ જ આતુર હોય છે, તે કેફેમા બેઠો બેઠો આતુરતાથી મોહિનીની રાહમાં મેઇન ડોર તરફ નજર રાખીને બેઠો હોય છે, તે મોહિનીને મળવાના ઉત્સાહમાં વહેલો આવી ગયો હોય છે.
આ બાજુ મોહિની પણ વિવાનને મળવા ઉત્સુક હોય છે, તે ઓરેન્જ કલરના ચૂડીદાર અને કુર્તા, ઓઢણી સાથે તૈયાર થાય છે, સાથે મેચિંગ ઇયરિંગ પહેરે છે અને આંખોમાં કાજળ લગાવે છે અને હોઠો પર લાલ કલરની લિપસ્ટિક લગાવે છે, તૈયાર થઈને તે પોતે આયનાની સામે ઊભી રહીને ખુદને નિહાળે છે અને શરમાઇ જાય છે.
પોતાને સારી રીતે નિહાળીને મોહિની ફટાફટ એક્ટિવા સ્ટાર્ટ કરી કેફે પર પોહચે છે, મોહિની કેફેમાં એન્ટર થાય છે ત્યારે તેનો કાતિલ લુક જોઈને કેફેમાં બેઠેલા બધાની નજર મોહિની પર સ્થિર થઈ જાય છે અને વિવાન તો ઘાયલ જ થઈ જાય છે, મોહિની વિવાન પાસે પોહચે છે અને વિવાનને એક ટાઈટ હગ કરે છે.
" યુ લુકિંગ વેરી હોટ એન્ડ સેક્સી......" વિવાન મોહિનીના કાનમાં કહે છે. આ સાંભળીને મોહિનીના ગોરા ગોરા ગાલ પર લાલાશ છવાઈ જાય છે, તે વિવાન સામે મોટી સ્માઇલ આપે છે, ત્યારબાદ બંને મન ભરીને વાતો કરે છે.
વિવાન મોહિનીને એમિલી વિશે વાત કરે છે, પરંતુ તે તેના ડેડ સાથે થયેલી વાતો મોહિનીને નથી કહેતો કારણકે તે અત્યારથી મોહિનીને કોઈ ટેન્શનમાં જોવા નોહતો માંગતો, પરંતુ એમિલી વાળી વાત સાંભળીને મોહિની થોડીક ઉદાસ થઈ જાય છે.
"વિવાન...... તું મને ક્યારેય છોડીને તો નહીં જતો રહે ને???" ઉદાસ સ્વરે મોહિની પૂછે છે.
વિવાન મોહિનીના હાથ પર હાથ મુકીને સહેજ દબાવે છે અને કહે છે," મોહિની... મે તારો સાથ છોડીને ચાલ્યા જવા માટે તારો હાથ નથી પકડ્યો, હું હમેશા તારી સાથે જ રહીશ, મે તને એટલા માટે એ વાત કરી કારણકે હું તારાથી કઈ છુપાવવા નોહતો માંગતો"
વિવાન મોહિનીનો ચહેરો સહેજ ઊંચો કરીને સ્માઇલ કરે છે અને મોહિનીને પણ સ્માઇલ કરવા કહે છે, મોહિની પણ વિવાનને સ્માઇલ આપે છે.
કેફેમાથી છૂટા પડતાં પહેલા વિવાન મોહિનીને એક બોક્સ આપે છે, મોહિની એ બોક્સ ખોલીને જુએ છે તો તેમાં એક સુંદર નેકલેસ હોય છે, મોહિની આશ્ચર્ય અને ખુશીથી વિવાન સામે જુએ છે.
" ફોર યુ માય સ્વિટહાર્ટ..." વિવાન સ્માઇલ સાથે કહે છે.
" થેંક્યું સો મચ ડિયર...." મોહિની પણ સામે સ્માઇલ કરે છે.
***
કોલેજમાં ફ્રેન્ડશિપ ડે હોવાથી ચારે તરફ બધા એકબીજાને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધીને નવા ફ્રેન્ડ્સ બનાવી રહ્યા છે અને જેની સાથે કોઈ અણબન હોય તેમની સાથે આજના દિવસે બધુ ભૂલીને નવી શરૂઆત કરી રહ્યા છે.
મોહિનીનું ગૃપ પણ એકબીજાને બેલ્ટ બાંધીને ફ્રેન્ડશિપ ડે નું સેલિબ્રેશન કરે છે, આ લાસ્ટ યર હોવાથી બધા આ ડે ને યાદગાર બનાવવાનું નક્કી કરે છે, વિવાન બધાને એક ન્યુ આઇડિયા આપે છે.
"આપણે વૃદ્ધાશ્રમ જઈએ તો??? ત્યાં વૃદ્ધો ઘર પરિવારથી દૂર એકલા રહેતા હોય છે, જો આપણે એમની સાથે થોડો સમય વિતાવશુ તો તેમને પણ સારું લાગશે, આપણે એમના દોસ્ત બનીને એમની સાથે રહેશું."
" ગુડ આઇડિયા...." વિધિ ઉત્સાહથી બોલે છે.
"ચાલો તો ત્યાં જ જઈએ..." મોહિની અને સાહિલ પણ સહમતી દર્શાવે છે.
ત્યારબાદ બધા વૃદ્ધાશ્રમ જવા નીકળે છે, વિવાન રસ્તામાથી થોડાક ફ્રેન્ડશિપ બેલ્ટ લઈ લે છે, વૃદ્ધાશ્રમ પોહચીને મોહિની, વિવાન, વિધિ અને સાહિલ દરેક સભ્યોને બેલ્ટ બાંધે છે અને તેમના આશીર્વાદ પણ લે છે.
ત્યારબાદ બધા દરેક સભ્યો સાથે ઇન્ડોર ગેમ્સ રમે છે અને તેમની પાસેથી જીવન ઉપયોગી કેટલીક સલાહ પણ લે છે.
આ દરમિયાન વિધિના ઘરેથી કોલ આવે છે અને તેને જલ્દીથી ઘરે આવવા માટે જણાવવામાં આવે છે…..
(ક્રમશઃ)
દોસ્તો, વિવાન કઈ રીતે વર્ષો જૂની દુશ્મનીનો અંત લાવશે?? વિધિને અચાનક ઘરે શા માટે બોલાવવામાં આવી??
આ દરેક સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ……
આપના પ્રતિભાવો મારા માટે મૂલ્યવાન છે તો સ્ટોરી વાંચીને આપના મંતવ્યો જરૂરથી આપશો….
Thank you.
- Gopi kukadiya