Shikshak ni kshamta in Gujarati Biography by Manthan Patel books and stories PDF | શિક્ષક ની ક્ષમતા

Featured Books
Categories
Share

શિક્ષક ની ક્ષમતા

શિક્ષક

૫ મી સપ્ટેમ્બર દર વર્ષે શિક્ષકદિન તરીકે ઉજવાય છે.ભારતરત્ન અને ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ નો જન્મદિવસ એ શિક્ષકદિન.આમ જોવા જઈએ તો શિક્ષદિન ખૂબ મહત્વનો દિવસ છે.દરેકના જીવનનું ઘડતર એક શિક્ષક જ કરી શકે છે.શિક્ષક એજ ગુરુ.મોટા ભાગના લોકો જે સ્થાને છે તે કદાચ એક શિક્ષક નાજ કારણે હોઈ શકે.

દરેક ના જીવનમા માં -બાપ બાદ એક શિક્ષક જ તેના માં-બાપ હોવાના લાયક ગણાય.કારણકે બાળક માં-બાપ બાદ એક શિક્ષક સાથેજ વધુ સમય વિતાવે છે.અને વધુ મહત્વનો સમય પણ કહેવાય. તમને ખબર હશે કે માં-બાપ બાદ એક બાળક શિક્ષક સાથેજ ખુલ્લા મનથી વાત કરી શકે છે.તેની કલ્પનાઓ,ઈચ્છાઓ,વિચારો નિખાલસપણે રાજુ કરી શકે છે.જે શરમ હોય માબાપ સામે એ શિક્ષક સામે તોડી નાખે છે.

આજના જમાનામા બધાયના માં-બાપ ભણેલા નથી હોતા ક એક દીકરાને ભણાવી શકે.આવા ગરીબ અભણ માં-બાપ ના દીકરા ફક્ત શિક્ષક ના જ સહારે હોય છે. તેવા સમયે એક શિક્ષક માં-બાપ ની ગરજ સારે છે.એક શિક્ષક બાળક ને શ્રેષ્ઠ વિદ્યાર્થી બાનવી શકે છે.પછી ભલે એ એક બાલમંદિર નો વિદ્યાર્થી હોય કે કોઈ મોટી યુનિવર્સિટી મા ભણતો વિદ્યાર્થી હોય.એક શિક્ષક જ વિદ્યાર્થી ઓને ભણાવવાની સાથે સાથે માણસ માથી માનવ બનવાના મૂલ્યો સમજાવી શકે છે.તેનો માર્ગ બતાવી શકે છે.જીવન ઘડતર કરી શકે છે.

એક શિક્ષક વિદ્યાર્થીમા રહેલી અન્ય ક્ષમતાને,કુશળતાને ઓળખી શકે છે.તેને બહાર લાવી શકે છે.ખેલ-કુદ, વાંચન,ક્રિએટિવિટી કે જેપણ કૌશલ તેનામા સમાયેલ છે તે ઓળખી બહાર લાવી તેને તેના સર્વોચ્ચ સ્તરે લાઈજઇ શકે છે.

શાળામા ભણાવવાની સાથે સાથે વિવિધ ક્ષેત્રોમાં મહાન બની ચૂકેલા લોકો નો પરિચય આપી ,તેમના કામનો,તેમના અચિવમેન્ટ નો પરિચય આપી વિદ્યાર્થી ની બુદ્ધિ ને પોષણ આપી શકે છે.વધુ જિજ્ઞાશુ બનાવી શકે છે.વિવિધ શોધો અંગે પરિચય આપી વિદ્યાર્થીની આંતરીક શક્તિઓ બહાર લાવી શકે છે.તેમની બુદ્ધિ ક્ષમતા ને એક ઊંચા લેવલે લાઈજઈ શકે છે.

આની સાથે સાથે તેને વ્યસનથી દુર રહેવા સમજાવી શકે છે.તેનાથી થતા નુકસાન વિશે સમજાવી શકે છે.પર સ્ત્રી પ્રત્યે ખરાબ નજર ના રાખવા સમજાવી શકે છે.


દેશનુ ભવિષ્ય વિદ્યાર્થીઓનાજ હાથમા હોય છે.આવતીકાલ એજ બદલી શકે છે.સુધારી શકે છે.એક નાના છોડ ને જેમ વાળીએ તેમ તે વળે અને એવોજ રહે તેમ નના બાળકો ને શિક્ષકો જેમ શીખવાડે તેમ શીખે.તેવા બને.એટલેજ સુશિક્ષિત ,સારી આવડત,બાહોશ, નિર્વ્યસની, સંસ્કારી,મન ગમતા ક્ષેત્રમા કુશળ યુવાધન એક શિક્ષકજ આપી શકે છે.

અફસોસ આજે શિક્ષણનુ સ્તર ખૂબ કથળી ગયુ છે.સતત નીચું જતું જય છે. ખાસકરીને સરકારી શાળાઓમા આજના મોટા પગારદાર આળસુ શિક્ષકો જાણે બગીચામાં આવતા હોય તેમ શાળામાં આવે.સમયની કોઈ પડી જ ન હોય.ભણાવવાના નામે મીંડું.ખુદ શિક્ષક જ અજ્ઞાની હોય તો વિદ્યર્થીઓને શુ શીખવવાનો. એ ૫૦,૦૦૦ કે ૧૦૦,૦૦૦ રૂપિયા નો પગારદાર આજ્ઞાની શિક્ષક દેશના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવાવાળો પાપી બને છે.અને જો જ્ઞાન છે તો એને આળસ મારી ખાય છે.

અત્યારે બન્યું છે એવુ કે પ્રાઈવેટ સ્કૂલોમા મોટી મોટી ફી ભરી પૈસાવળા પરિવાર ના છોકરા એડમિશન લઇ લે છે અને જે ગરીબ છે,અભણ છે તેમના છોકરા જ સરકરી શાળાઓમાં ભણવા જાય છે. એટલે ત્યા વિદ્યર્થીઓ ભણે છે કે ભષે છે એ કોઈ નથી જાણતુ.જેના માં-બાપ કેર કરે તેમના બાળકો મોંઘી સ્કૂલોમા ભણે. સરકારી શાળામા કોઈને કાઈ ન પડી હોય.ને પાછા પગાર વધારા ની માંગ કરે,ભથ્થા ની માગ કરે.પણ ભાન ન પડે કે કોઈના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. પોતાની નૈતિક ફરજ ભૂલી રહ્યા છે.

આબધુ હું નથી કહેતો પણ નવમા,દસમા ધોરણમા રહેલા વિદ્યર્થી કહી રહ્યા છે. જેમને કક્કો,બારક્ષરી,એબીસિડી ,૧ થી ૫૦ સુધી પણ નથી આવડતુ.મીડિયાવાળા જયારે બતાવે ત્યારે ખબર પડે કે ખુદ શિક્ષકો જ અજ્ઞાની હોય છે.અચનાક જ શાળામાં જઇ ચાલુ ક્લાસએ પૂછે ત્યારે ખબર પડે.અને આવુ ફક્ત છેવાડા જ રાજ્યો કે ગામોમા નહીં પણ શહેરો મા પણ ચાલે છે.શરમ આવવી જોઈએ આમ કરવાવાળા શિક્ષકોને.કાઈનઇ તો પગાર જેટલું તો ભણાવો.જીવન ઘડતર તો દૂરની વાત રહી.

આ બધામા જો એક શિક્ષક જ વ્યસની હોય તો કઈ મતલબ જ નથી.શિક્ષક જ કુટેવ વાળો હોય તો ક્યાંથી બીજાને સારા માર્ગે લઇજાય.આ ખૂબ ગંભીર વાત છે. એક શિક્ષક ના નિર્વ્યસની અને સંસ્કારી ,સદગુણી હોવું એ ખૂબ જરૂરી છે.ત્યારેજ એ વિદ્યાર્થીઓને સારા માર્ગે દોરી જશે.

મોટાભાગે લવ અફેર અને દારૂ,ગુટકા,માંસ વગરે નુ દુષણ કોલેજ માજ વધુ હોય.ત્યાંથીજ આવી કુટેવ લાગે છે.આજના સમાજમાં બળાત્કાર ખૂબ ગંભીર દુષણ બની બેઠું છે.જે એક છોકરી,એક પરિવાર ની જિંદગી બગાડે છે.એકબીજાને જોઈ આવું કરવા લાગ્યા છે આજના વિદ્યાર્થીઓ.ત્યારે જો લવ કરેને તો કાતો ભાગી જશે કે આપઘાત કરશે અને બે પરિવારમા દુઃખનો પહાડ આવશે.તયારે વ્યસની બની ને શરીર બગાડે.અને છેવટે દુઃખી થાય.પણ જો તસમને નાનપણ થીજ આવથી દૂર રહેવા સમજાવ્યા હોય અને સતત જો સ્કૂલ,કોલેજમાં આ સમજાવ્યું હોય તો આજનું યુવાધન ખૂબ સક્ષમ બની પોતાના,અને પરિવરના અને દેશ ના વિકાસમાં ખૂબ મોટો ભાગ ભજવી શકે.

હું એમ નથી કહેતો કે શિક્ષકો જ આના માટે જાવાબદર છે પણ તેઓ આવું થતું અટકાવી શકે એમ છે.આજના જમાનામાં દેશ નો આર્થિક,સામાજિક અને સર્વાંગી વિકાસ એ યુવાધન ને આભારી છે.22-23 વર્ષ સુધી બધા શિક્ષકો ના નિચે હોવાથી તેઓ સારા માર્ગદર્શક બની શકે એમ છે.તેમને આપેલા સંસ્કાર એ આજીવન ખરાબ માર્ગે જતા રોકશે.અને એમને દેશહિત માટે,માણસ ને માનવ બનાવવા તેમની ફરજો અચૂક નિભાવવી જોઈએ.

દેશનો આર્થિક વિકાસ કરવા અવરોધ રૂપ જે દુષણો પ્રવર્તી ચુક્યા છે ભ્રષ્ટચાર, ચોરી,આતંકવાદ તેને નાથવામાટે આજના ઉ અધન નેજ સક્ષમ શક્તિશાળી બનાવવું પડશે.ત્યારે જઇ અભણ, અણઘડ નેતા ની સંખ્યા ઘટશે અને દેશમા શુસાસન સ્થપાશે.એ બાબતે આજનું કરેલું ઘડતર લાંબા સમયે ઉગી નીકળશે.