AryRiddhi 2 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | આર્યરિધ્ધી ભાગ 2

Featured Books
Categories
Share

આર્યરિધ્ધી ભાગ 2

 મિત્રો આ મારી વાર્તા નો બીજો ભાગ છે આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે 

રિધ્ધી પ્રિન્સિપાલ ની ઓફિસ માં જઈ ને તેને યુનિવર્સિટી તરફથી મળેલ સ્કોરશિપ નો લેટર અને સર્ટિફિકેટ ની કોપી આપે છે. પ્રિન્સિપાલ રિધ્ધી ના સર્ટિફિકેટ જોઈ ને ખૂશ થાય છે અને રિધ્ધી ને કોંગ્રેચ્યુલેટ કરે છે.

આ યુનિવર્સિટી નો નિયમ મુજબ જે પણ સ્ટુડન્ટ ને સ્કોલરશીપ મળી હોય તે સ્ટુડન્ટ તેના સ્કોલરશિપ નો લેટર અને સર્ટિફિકેટ સીધા પ્રિન્સિપાલ પાસે જમા કરવા હતા.તેથી રિધ્ધી તેના સ્કોલરશિપ ના ડોક્યુમેન્ટ પ્રિન્સિપાલ પાસે જમા કરાવ્યા.

પછી રિધ્ધી હોસ્ટેલ ના કાર્યાલય માં ગઈ.ત્યાં તેણે હોસ્ટેલ નું ફૉર્મ તથા ડિપોઝીટ જમા કરાવ્યા અને પોતે બે દિવસ પછી હોસ્ટેલમાં રહેવા માટે આવી જશે તેમ હોસ્ટેલ ના વૉર્ડન ને જણાવ્યું

રિધ્ધી ત્યારબાદ પરત આવવા માટે નીકળી ગઈ.તે સાંજ ના સમયે ઘરે આવી ત્યારે તેના કાકા અને કાકી તેની રાહ જોતા હતા. તેના કાકી તેને જોઈ ને ગળે ભેટી પડયા.પછી કાકા એ રિધ્ધી ને કોલેજ વિશે પૂછ્યું તો જવાબ તે ફક્ત એટલું જ બોલી કે "તેનું એડમિશન કનફોર્મ થઈ ગયું છે અને બે દિવસ પછી હોસ્ટેલ માં રહેવાં માટે જવાનું છે."

અને પછી રિધ્ધી તેના રૂમ માં ગઇ અને તેણે રૂમ નો દરવાજો પણ બંધ કરી દીધો.ઘર ના બધા સભ્યો ભેગા મળીને રિધ્ધી ને રૂમ નો દરવાજો ખોલી ને બહાર આવવા કહ્યું પણ રિધ્ધી બહાર આવવાની ના પાડી દીધી અને બધા ને પાછા જવા માટે કહ્યું

રાત્રે જયારે જમવાનો સમય થયો ત્યારે રિધ્ધી તેના રૂમ માં થી બહાર આવી. અત્યારે રિધ્ધી ની આંખો ની નીચે કાળા રંગ ના ડાઘ દેખતા હતા એટલે તેનો અર્થ સાફ હતો કે રિધ્ધી ખૂબ રડી હશે.

એવું શું થયું હશે
જેના કારણે રિધ્ધી આટલું રડી હશે??

જાણવા માટે વાંચો આગળ

[ અત્યાર સુધી આપણે જોયું તો કે રિધ્ધી એ તેના માતા પિતા ના અવસાન પછી તે અને તેના ભાઈ કાકા-કાકી સાથે રહે છે થોડા સમય પછી જયારે રિધ્ધી નું ગ્રેજ્યુએશન પૂર્ણ થાય છે ત્યારે લગ્ન કરી લેવા માટે તૈયાર થાય છે પરંતુ તેના કાકા તેને ના પાડી દે છે અને તેને આગળ સ્ટડી કરવા માટે સમજાવે છે.

  રિધ્ધી ના કાકા-કાકી ને કોઈ સંતાન ન હતું એટલે તે રિધ્ધી અને તેના ભાઈ ને પોતાના બાળક ની જેમ રાખતા હતા.તેમની ઈચ્છા હતી કે રિધ્ધી વહેલા લગ્ન કરીને તેની સપના અધૂરા ના રાખે તેથી તે રિધ્ધી ને માસ્ટર ડીગ્રી કરવાનું કહે છે.

રિધ્ધી તેમની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અનેં કોલેજમાં માસ્ટર્સ ની સ્ટડી માટે એપ્લાય કરે છે અને તેને એડમિશન મળી જાય છે પરંતુ એ કોલેજ તેના ઘરે થી દુર હોય છે તે તેથી તેણે કોલેજ ની હોસ્ટેલ માં રહી ને સ્ટડી કરવી પડશે.

પણ પછી તે કોલેજ માં જઈને તેની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી ને જ્યારે પોતાની કાર માં પરત આવતી હોય છે ત્યારે તેને વિચાર આવે છે કે તેણે આગળ ભણવા માટે થોડા સમય સુધી તેના જીવ થી પણ વહાલા ભાઈ અને માતાપિતા સમાન એવા કાકા-કાકી થી દુર રહેવું પડશે.

ત્યાં સુધી માં તે ઘરે આવી જાય છે પછી તે પોતાના રૂમમાં જતી રહે છે હવે આગળ ]

રિધ્ધી જમવા માટે આવે છે ત્યારે તેની આંખો લાલ હતી અને આંખ ની નીચે કાળા નિશાન હતા એટલે તે પહેલાં બાથરૂમ માં જઇને તેની ચહેરો પાણી થી ધોઈને સાફ કરે છે અને પાછી આવે છે ત્યારે તેના કાકા તેને પૂછે છે કે શું થયું છે?

તો પહેલા રિધ્ધી તેના કાકા ને વળગી પડે છે અને જોરજોરથી ફરીથી રડવા લાગે છે બધા તેને શાંત કારવા નો પ્રયત્ન કરે છે પણ તે સફળ થતાં નથી.એટલે પછી તે રિધ્ધી ને રડી લેવા દે છે અને તેને શાંતિ થી તેને પાણી પીવડાવી ને પછી તેને તેના કાકી જાતે જમવાનું પીરસે છે અને પછી પણ તેના કાકી જ તેને પોતાના હાથ થી જમવાનો કોળીયો રિધ્ધી મોં માં મૂકે છે થોડુંક કોળિયઆ
ખાધા પછી રિધ્ધી કહે છે કે તેનું પેટ ભરાઈ ગયું છે હવે તેને વધારે નથી જમવું.

પછી રિધ્ધી ના કાકા તેને પૂછે છે કે તે કેમ રડતી હતી તો રિધ્ધી જણાવે છે કે તે હોસ્ટેલમાં જઇને ત્યાં બધા સાથ વગર એકલી કઈ રીતે રહી શકશે એ વાત પોતે વિચાર પણ નથી શકતી.

ત્યારે રિધ્ધી ના કાકી રિધ્ધી ને સમજાવે છે તેણે બધા સાથ વગર પણ જીવન જીવતાં શીખવું પડશે. કારણ કે દરેક સ્ત્રી એ હંમેશા જીવનમાં અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ જવાબદારી નિભાવવા ની હોય છે

દરેક સ્ત્રી પહેલા એક પિતા માટે દીકરી પછી એક ભાઈ માટે બહેન હોય છે ત્યારબાદ જયારે તેના લગ્ન થાય છે ત્યારે તે કોઈ ની પત્ની બને છે ત્યારે તેણે પોતાના પરિવાર ને છોડી ને તેના પરિવાર ને અપનાવવા નો હોય છે.પત્ની બની ને જયારે સ્ત્રી સાસરીમાં જાય છે ત્યારે તે પતિ ની બહેન માટે નણંદ બને છે અને સાસુ માટે દીકરી સમાન વહુ બને છે. પછી તે પોતાના બાળક માટે મા બને છે અને જ્યારે બાળક મોટું થાય ત્યારે તેની મિત્ર બને છે અને જ્યારે બાળક ના લગ્ન થયા પછી તે પણ સાસુમાં બને છે.

આમ કાકી ની સમજાવટ પછી રિધ્ધી હોસ્ટેલ માં જવા માટે તૈયાર થાય છે અને રાત્રે સૂતા પહેલા તે તેના ફરી થી જાતે જમવાનું બનાવી તેના હાથે થી કાકા-કાકી ને ખવડાવે છે.પછી બધા જમીને સુઈ જાય છે.પછી ના દિવસે સવારે વહેલા જાગીને રિધ્ધી તૈયાર થઈ ને બજારમાં જઇ ને પોતાની સાથે લઈ જવાની જરૂર ચીજવસ્તુઓ ની ખરીદી કરી ને પાછી આવે છે ત્યાં સુધી માં તેના કાકીએ જમવાનું બનાવી દીધું હોય છે અને તેની પાછા આવવની
રાહ જોતા હોય છે. એટલે રિધ્ધી અને તેના કાકી એકસાથે જમે છે. જમ્યા પછી રિધ્ધી તેના કાકી સાથે તેના બેગ્સ પેક કરે છે. અને પછી ઘર નું કામ કરે છે ત્યાં સુધી માં સાંજ પડી જાય છે ત્યારે રિધ્ધી ના કાકા અને તેનો ભાઈ ઘરે પાછા આવે છે.

રીધ્ધિ ના કાકા રિધ્ધી માટે એપલ કંપની નું લેટેસ્ટ વર્ઝન નું લેપટોપ લાવેલા અને તેનો ભાઈ તેના માટે તેને મનપસંદ વિષય ની નોવેલ લાવ્યો હતો. આ જોઈ ને રિધ્ધી ખૂબ જ ખુશ થાય છે.રિધ્ધી ના કાકી તે લેપટોપ અને નોવેલ ની બુક ને રિધ્ધી ની બેગ માં સાંભળીને મૂકી દે છે. પછી તેઓ સાંજે જમવા માટે બહાર જાય છે. ત્યાં એક હોટેલમાં રિધ્ધી નાં બધા મિત્રો એ એક સરપ્રાઈઝ પાર્ટી નું આયોજન કર્યું હતું. એ પાર્ટી માં રિધ્ધી ને તેના બધા મિત્રો કોન્ગેરેચ્યુલેટ કરી ને તેને ગીફ્ટસ આપે છે અને પછી એકસાથે જમવાનું લઈ ને છુટા પડે છે. બધા મોડી રાત્રે પાર્ટી પુરી કરી ને પાછા આવી ને તરત સુઈ જાય છે.

બીજા દિવસે સવારે રિધ્ધી જલદી જાગી જાય છે. અને ઝડપથી તૈયાર થઈ જાય છે. અને તેના કાકા ને જગાડવા માટે જાય ત્યારે તે આશ્ચર્ય ચકિત થઇ જાય છે કારણ કે આજે તેના કાકા તેના કરતા પણ વહેલા તૈયાર થઇ ગયા હતા. આજે રિધ્ધી ને તેનો ભાઈ અને તેના કાકા-કાકી હોસ્ટેલમાં મુકવા માટે આવવાના હતા.

વધુ આગળ ના ભાગ માં..

મારી બધા મિત્રોને વિનંતી છે કે તમે જ્યારે આ વાર્તા વાંચો ત્યારે તમારા પ્રતિભાવ ચોક્કસ આપો.તમે મને તમારા સુચન મારા વોટ્સએપ નંબર 8238869544 પર આપી શકો છો.
                         
                        Author - અવિચલ પંચાલ