Rahashy - 17 in Gujarati Fiction Stories by Alpesh Barot books and stories PDF | રહસ્ય:૧૭

Featured Books
Categories
Share

રહસ્ય:૧૭

ઘાયલ અવસ્થામાં વિશાળ દેહિમાનવ જે વસ્તુઓ હાથમાં આવતી તે ફેંકતો હતો. આસપાસ વિશાળ વૃક્ષોને તે કોઈ ગાજર મૂળાની જેમ ઉખાડી અમારી તરફ ફેંકતા ત્રણ વનવાસીઓ તેના નીચે આવી ગયા. અમે બધા તેની મદદે પોહચતા તે વિશાળ દેહિમાનવ ઉભો થઈ અમારી તરફ આવી રહ્યો હતો. તેની આંખોમાંથી નીકળતી ખૂનની નદી, તેના વિચિત્ર ચામડી વાળા મોઢું જોવા જેવી હતું. તે ખૂબ ગુસ્સામાં હતો. જેમ તેમ કરી અમે ત્યાંથી ભાગ્યા. થોડી જ ક્ષણોમાં તેના જેવા કેટલાય વિશાળ દેહિમાનવની આખી ફોજ અમારી પાછળ થઇ. અમારી તરફ મોટા મોટા પથ્થર, વૃક્ષો ફેંકી રહ્યા હતા. વનવાસીઓ નાં તીર હવે બે અસર હતા. વનવાસીઓ તીર ચલાવે તે પહેલા મહાદેહી માનવો કોઈને કોઈ વસ્તુ અમારી તરફ ફેંકતા હતા. વિશાળદેહી માનવની ફોજ અમારી તરફ વધી રહી હતી. ચારે તરફથી મોતના વાદળ અમારી ઉપર મંડરાઈ રહ્યા હતા. કોઈ પણ ક્ષણે અમે કાળનો કોળિયો બની શકીએ તેમ હતું!

" જલ્દી બધા ફંદાઓમાં પગ મુકો...." અજયે કહ્યું.

"પણ...." પ્રિયાએ કહ્યું.

"આપણી પાસે વિચારવાનો ટાઈમ નથી. આ લોકોથી બચવા આપણી પાસે ફકત આ જ રસ્તો છે." અજયે કહ્યું.

એક પછી એક, અમે ફંદાઓ પગ મુકતા ગયા.

મહાદેહી માનવો અમારી તરફ દોડ મૂકી, પણ અમે હાથ ના લાગ્યા.

મજીદ અને રાજદીપે સાથે જે રીતે થયું એ જ રીતે, ઉડન ખટોલાની જેમ અમે જંગલ તરફ ખેંચાયા...

"વાયુવેગે ચાલતો આ ઉડનખટોલો આ જગ્યાએ કોણે બનાવ્યો હશે?"પ્રિયાએ પૂછ્યું.

વિશાળ ચમકતું વન પહેલી વખત જોયું હતું. અહીં સંપૂર્ણ પ્રકાશ વનસ્પતિ, તથા પ્રાણીઓના લીધે જ હતો. તેના કારણે જ અહીં, સફેદ રોશની- ચાંદની જેમ ચમકતી હતી. તે ખૂબ શીતળ હોવાથીે આંખ ને જોવી ગમે તેવી હતી.

પ્રિયા ને અજય એક સાથે હતા.

આટલી લાંબી સફરમાં આ પહેલી વખત બન્યું કે બંને એકાંતમાં આ રીતે મળ્યા હોય.

અજયને ઘણી વાતો કરવી હતી. પ્રિયાને પણ ઘણું સાંભળવું હતું.

પ્રિયા અજયને એ રીતે જોડાઈને ઉભી હતી જાણે બને એકમેક ના આલિંગનમાં હોય! કારણકે ટોકરી ખૂબ નાની હતી.

પ્રિયા શરમના કારણે પોતાની પલકો ઢાળી દીધી હતી.

"પ્રિયા......" અજયે કહ્યું.

લાખ પ્રયત્ન છતાં પણ પ્રિયા અજયની આંખ સામે જોઈ ન શકી..

"પ્રિયા...." કહેતા અજયે પ્રિયાના માથા પર હળવો ચુંબન ધરી દીધુ.

પ્રિયાએ પણ ચુંબનનો જવાબ ખૂબ ટાઈટ હગથી આપી દીધું.

"હવે મને છોડીને ન જતો.... તારા વગર સુનુસૂનું લાગે છે." પ્રિયાએ કહ્યુ.

"મને પણ તારા વગર કઈ ગમતું નોહતું."

ત્યાર પછી બને ચૂપ રહ્યા, પ્રિયાની આંખો બોલી રહી હતી.

અજયના હોઠ જવાબ આપી રહ્યા હતા.

સામે વિશાળ પર્વત હતો. જેમાં આ ઉડનખટોલો અંદર જવાનો હતો.

"બધા નીચે કુદી જાવ......" અજયે કહ્યુ.

બધાએ એક પછી એક નીચે કુદકો મારી દીધો... નીચે નદીનો તેજ પ્રવાહ હતો. તેમાં ખેંચાઈ રહ્યા હતા.

"બધા એક બીજનો હાથ પકડી રાખો....." વિજયે કહ્યું.

નદીનો પ્રવાહ ખૂબ તેજ હતો. વનવાસીઓ સાથે સાથે બધા એક બીજાનો હાથ પકડી, જ્યારે પ્રવાહ ધીમો પડ્યો, ત્યારે કિનારે આવી ગયા....

"ફરી જોલ થઈ ગયો....." કલ્પેશ હસતા હસતા બોલ્યો.

"જોલ નહિ, કિસ્મત બકા....કિસ્મત. કિસ્મતે આપણે સાથ આપ્યો, નહિતર જોયા હતા, એ માણસો, કેટલા વિશાળ હતા. આપણે તેની સામે કીડા મકોડો લાગતા હતા. મોટા મોટા વૃક્ષોને તો તે ગાજર - મૂળાની જેમ ઉખેડી ફેંકી રહ્યો હતો." વિજય બોલ્યો.

"રાજદીપ ને મજીદ ક્યાં હશે? મને એ વિચાર આવે છે."વિજયે કહ્યુ.

"ક્યાંક તેઓ ગુફાની અંદર તો નહીં હોય ને?' અજય બોલ્યો.

"હોઈ શકે તેઓ કુદયા જ ન હોય."કલ્પેશ બોલ્યો.

પણ આસપાસ જોતા અહીંથી ફરી પાછું જવું, એ પણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં સંભવ નોહતું લાગતું. અમે જ્યાં બેઠા હતા તે નાની જગ્યા સિવાય આસપાસ બધું દલદલ હતું. આસપાસ હરિયાળા વૃક્ષ અને ઘાટી વેલો હતી. ત્યાં નીચે જમીન પણ દલદલ વાળી હતી.

"આપણી પાસે બે રસ્તા છે. એક નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવું, અથવા પાણીના પ્રવાહ સાથે આગળ વધવું જે આપણે જ્યાં લઈ જાય ત્યાં...." અજય બોલ્યો.

"પાણીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવું, અસંભવ છે. પ્રવાહ એટલો તેજ છે કે આપણે એક ઇંચ પણ આગળ નથી વધી શકવાના...." વિજય બોલ્યો.

"તો આપણે હવે એક જ રસ્તો છે કે આપણે પાણી લઈ જાય ત્યાં જવું...." અજય બોલ્યો.

"ખૂબ થાક લાગ્યો છે. પાણી પણ ખૂબ ઠડું છે. થોડો આરામ કરીએ?" પ્રિયાએ કહ્યું.

રાત હતી કે દિવસ, અહીં કોઈ જ અંદાજો નોહતો. જે જગ્યાએ આજ સુધી સૂરજનો પ્રકાશ અનુભવ્યો જ નોહતો તે જગ્યા કેટલી ખુંખાર હોઈ શકે?

સામન્ય દુનિયામાં પણ રાત કેટલી ભયાનક હોય છે? જીવ જતું, પશુઓ બધા રાતના જ નીકળે છે. જંગલમાં રાતનો પ્રયાયી મોત હોય છે.

તો આ પાતાળી દુનિયા જ્યાં સૂરજ ઊગતો જ નથી, તે કેટલી ખૂંખાર હશે?

નદીનો ખળખળ અવાજ આવી રહ્યો હતો. નદી ખૂબ તોફાન ઉપર હતી. તેની આસપાસ ઘાટા જંગલો હતા. નદીનો વહેણ પર્વતથી નીકળતા સર્પ આકાર જેવો રહ્યો હતો.

"આ જગ્યાએ નદી ક્યાંથી આવતી હશે?" પ્રિયાએ પૂછયું.

"આવી તો ઉપરથી શકે છે તે સંભવ છે, પણ જતી ક્યાં હશે? અજય બોલ્યો.

"નદીનું આવવું અને અહીંથી જવું એક પહેલી હતી..તો આ દુનિયામાં પણ! જમીનની નીચે વૃક્ષ, પર્વતો ગુફા, માનવીઓ, પ્રાણીઓ, એમાં પણ અહીંના જીવ-જંતુઓ, પ્રાણીઓ ચમકદાર હતા. શુ આ પણ એક પહેલી નથી? પ્રિયાએ કહ્યું.

"તારું તો એકદમ કવિ હૃદય છે. " અજય બોલ્યો.

" હા થોડી રુચી છે મને સાહિત્ય તરફ..." પ્રિયા બોલી.

" તો તો તને એક મસ્ત પ્લોટ મળી ગયો... સાહસ કથા માટે..." હસતા હસતા અજયે કહ્યું.

"હા, હું લખીશ નવલકથા.... આ સફર ઉપર, આ જગ્યા ઉપર, અહીંના પ્રાણીઓ ઉપર, અહીંના માનવીઓ ઉપર...." પ્રિયાએ કહ્યું.

"નામ શું આપીશ? ટોળકીની સફર?" કલ્પેશે કહ્યું.

"ના...."

"અજયની સાત સફર...."વિજયે કહ્યું.

"ના.… હજુ તો પહેલી જ છે."

"રહસ્ય......" અજય બોલ્યો..

"હમ્મ... રહસ્ય...." પ્રિયાએ મોહર લગાવી.

"મને એવું લાગે છે. તારા અને અજયના વિચાર ખૂબ મળે છે." કલ્પેશ બોલ્યો.

"એવું કંઈ નથી." પ્રિયાએ કહ્યું.

"અજય પ્રિયા તો ના કરે છે. તું તો કહેતો હતો...." કલ્પેશ બોલ્યો.

"અજય સાચું કહેતો હતો..." પ્રિયા બોલી..

"પણ હું કઈ બોલ્યો જ નથી..."

"હા… હા… હા. અમે કઈ બાળકો નથી. અમને પણ બધું દેખાય જ છે. તું અને અજય.… ઇલું ઇલું.… ઇલું ઇલું...." કલ્પેશ ગીત ગાતો હતો એમાં વિજયે પણ સુર પુરાવ્યો.

"મસ્તી ના કરો, બિચારી શરમાઈ ગઈ જો..." અજય બોલ્યો.

"તને બિચારીની બહુ ચિંતા છે." કલ્પેશના બોલવા સાથે બધા હસ્યાં.

"અજય… વિજય.… કલ્પેશ... પ્રિયા....." જોરજોરથી કોઈનો અવાજ આવી રહ્યો હતો.

"અજય... વિજય.… કલ્પેશ... પ્રિયા......"

"આ તો રાજદીપ છે." અજયે કહ્યું.

"અમે અહીં છીએ.… રાજદીપ..." વિજય બોલ્યો.

"રાજદીપ..... રાજદીપ....."બધા એક સુરમાં બોલતા હતા ત્યાં જ રાજદીપ અને મજીદ ભમરાની ઉપર બેસીને ઉડતા અમારી તરફ આવી રહ્યા હતા.

ગોળ મોટી લાલ આંખો, કાળી ભમ્મર પાંખો.... એક સામાન્ય હાથી જેટલો કદ. તેની પાંખો ફરકતા ચમકી રહી હતી. તે હેલિકોપ્ટરની જેમ અમારાથી નઝદીક હવામાં ઉડતો હતો. તેની પાંખો અકલ્પનિય ગતિથી ફરકી રહી હતી. જેનો વિચિત્ર અવાજ વાતાવરણમાં ખૂબ કર્કશ લાગતો હતો.

" આ ક્યાંથી લાવ્યા?" કલ્પેશ

"એ પછી વાત...તમે ઉપર આવી જાવ....." રાજદીપે કહ્યું.

ક્રમશ.