Makan no 13 Part 5 in Gujarati Horror Stories by Pooja books and stories PDF | મકાન નં.13 - ભાગ - 5

The Author
Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

મકાન નં.13 - ભાગ - 5

ગત પ્રકરણમાં આપણે જોયું કે ઍના ની સાથે રાહુલ હોસ્પિટલમાં રોકાય છે. રાત ના ઍના ને ફરી બાથરૂમ માં અજય દેખાય છે. તે અરીસા પર પંકજ શમૉ લખીને જતો રહે છે. બીજે દિવસે રાહુલ ઍના ને તેના ઘરે મુકી જાય છે અને ઍના ને પોતાની લાગણી જણાવે છે. ઍના, રાહુલ અને ગીતા પકંજ શમૉ ના ઘરે પહોંચી જાય છે. પંકજ તેમને અજય ની ગેરકાનૂની ધંધા માં જોડાવાની અને તેના ખુન ની વાત કરે છે. હવે આગળ...

***

પંકજ ને સાચા દિલથી પસ્તાવો થતો હોય છે. ઍના હિબકકા ભરીને રડતી હોય છે. તેના નાનપણ ના દોસ્ત ની આવી ક્રુર રીતે હત્યા થઈ તે જાણી તેને ખુબ જ આધાત લાગ્યો હોય છે. ગીતા ની આંખો માં પણ આંસુ આવી ગયાં હોય છે. તે ઍના ને શાંત કરાવે છે. રાહુલ પંકજ ને કહે છે," અત્યારે તો અમે જઈશું. મોડું ઘણું થઈ ગયું છે. પછી નિરાંતે મળીને નક્કી કરીએ કે આગળ શું કરવું છે ?"

પંકજ ની આંખો માં અપરાધ નો ભાવ હોય છે. તે કહે છે," હું તમારી સાથે છું. અજય ની આત્મા ની શાંતિ માટે જે બનશે તે કરવા તૈયાર છું. અજય એ મને ખરાબ માંથી સારો માણસ બનાવ્યો. તેણે એક જ ભૂલ કરી ગેરકાનૂની ધંધા માં જોડાયો. તે દિલ નો સાફ હતો. "

રાહુલ એ પંકજ ને આશ્વાસન આપ્યું અને બંને એ એકબીજા ના મોબાઈલ નંબર લઈ લીધા.

ત્રણેય જ્યારે પંકજ ના ઘરે થી બહાર નીકળ્યા ત્યારે સાંજ ઢળવા આવી હોય છે.ઍના હજી પણ આધાત માં હોય છે. ગીતા ઍના ને કહે છે," આજ ની રાત તુ મારા ઘરે રોકાઈ જા " ઍના બોલી," ના હું ઠીક છું.મને ત્યાં જ રહેવું છે"

રાહુલ બોલ્યો," ગીતા તુ ઍના ની સ્કુટી લઈ જા. હું ઍના ને ઘરે ઉતારી દઈશ."

ગીતા બોલી," હા તે ઠીક રહેશે. રાહુલ તું ઍના નું ધ્યાન રાખજે."

ગીતા ઍના ને ગળે મળીને બોલી," Take care. કંઈ કામ હોય તો કૉલ કરજે."

ગીતા સ્કુટી પર ઘરે જતી રહી. ઍના અને રાહુલ કાર માં બેઠા. ઍના ની આંખો માં ઉદાસી હોય છે. તે ચુપચાપ બેઠી હોય છે. રાહુલ ઍના નો હાથ પોતાના હાથમાં લઈને કહે છે," જે થઈ ગયું તે બદલી તો નહીં શકાય પણ આપણે હવે અજય ના આત્મા ને મુકિત દેવડાવાની છે. તને હિંમત રાખવી પડશે."

ઍના ની આંખો માં આંસુ આવી જાય છે. તે રાહુલ ને ભેટી પડે છે અને રડવા લાગે છે. રાહુલ તેના વાળ માં હાથ ફેરવે છે અને ઍના ને શાંત કરે છે. ઍના થોડી વાર રહીને બોલે છે," મેં હમેશા તેને ના પાડી હતી કે ખોટો રસ્તો ન અપનાવીશ. તેણે મારી વાત ન માની. તે મારો બેસ્ટ ફ્રેન્ડ હતો અને હંમેશા રહેશે. હું હવે હિંમત રાખીશ. તેની મુકિત માટે જે બનશે તે કરીશ." એમ કહી ઍના રાહુલ થી અલગ થાય છે.

રાહુલ ની આંખો માં જોઈ બોલે છે,' Thank u. "

રાહુલ હસીને કહે છે," U r most welcome. હવે આપણે કશે જમવા જઈશું. તારો પણ મૂડ ફ્રેશ થઈ જશે."

ઍના કહે છે," હા જઈએ"

‌રાહુલ અને ઍના એક રેસ્ટોરન્ટમાં જાય છે. તે રેસ્ટોરન્ટમાં બહાર લોન માં અને અંદર એસી હૉલ માં એમ બંને જગ્યાએ જમવા માટે સીટીગ એરેજમેન્ટ કરેલું હોય છે. ઍના અને રાહુલ બહારે લૉન માં બેસે છે. ધીમું સંગીત, ચારેબાજુ હરિયાળી, ધીમે ધીમે વહેતો પવન વાતાવરણ ને આહલાદક બનાવી રહ્યા.

રાહુલ અને ઍના ટેબલ પર ચુપચાપ બેઠાં હોય છે. ઍના એ બ્લુ ટોપ અને વ્હાઇટ સ્કૅટ પહેરી હોય છે અને ખુલ્લા વાળ રાખ્યા હોય છે. તેનો ચહેરો રડ્યા પછી ધોધમાર વરસાદ પડ્યા પછી ઉધડતા આકાશ જેવો સ્વરછ અને સુંદર લાગતો હોય છે. રાહુલ પણ બ્લેક શટૅ અને બ્લૂ જીન્સ માં હેન્ડસમ લાગી રહૃાો હોય છે. જમવાનો ઑડર આપે છે.

રાહુલ ઍના જોડે વાતો કરી તેનું મુડ ફ્રેશ કરે છે. ઍના ને રાહુલ જોડે સમય પસાર કરી સારું ફીલ થાય છે.

જમીને રાહુલ ઍના ને ઘરે ઉતારે છે. ઍના ને રાહુલ સાથે સમય પસાર કરીને સારું લાગતું હોય છે. ઍના ના ઘર પાસે રાહુલ ગાડી ઊભી રાખે છે. ત્યારે રાત ના ૮:૩૦ વાગ્યા હોય છે. અંધકાર માં ડુબેલુ ઘર ભયાનક લાગતું હોય છે. ઘર ને જોઈને ઍના ને પંકજે કહેલી વાતો યાદ આવે છે. તેની આંખો ભીની થઈ જાય છે. રાહુલ ઍના નો હાથ પકડી તેને આંખો થી જ હિંમત આપે છે.

ઍના રાહુલ સામે જોઈ બોલે છે," તું થોડી વાર માટે ઘરે આવે છે ? મને આજે બહુ એકલું લાગે છે.

રાહુલ કહે છે," હા ચોક્કસ"

બન્ને જણા ઍના ના ઘરે જાય છે. રાહુલ સોફા પર બેસે છે અને ઍના બોલે છે," હું આપણા બે માટે કૉફી બનાવી લાવું "

રાહુલ કહે છે," અરે ના હમણાં તો જમ્યા છીએ. "

ઍના હસીને બોલી," હું સારી કોફી બનાવું છું. "

રાહુલ કહે છે," એવી વાત છે તો તું બનાવ. હું પણ તારી સાથે કીચન માં આવું છું."

ઍના બોલી ," સારું "

ઍના કોફી બનાવતી હોય છે ત્યાં રાહુલ ઉભો ઉભો તેને જોતો હોય છે. ઍના રાહુલ ને કહે છે," રાહુલ તે મારી ખુબ મદદ કરી છે. Thank u "

રાહુલ ઍના ની એકદમ નજીક આવે છે. બન્ને વરચે ન જેવું અંતર હોય છે. ઍના અને રાહુલ બંને એકબીજા ની આંખો માં જોતા હોય છે. બન્ને ના ગરમ શ્રાસોશ્રોસવાસ એકબીજા સાથે અથડાતા હોય છે. રાહુલ ઍના નો ચહેરો હાથ માં લે છે અને તેના કપાળ પર કીસ કરે છે.

ઍના ની આંખો બંધ હોય છે અને તે આ પળ ને મહેસુસ કરી રહી હોય છે. રાહુલ હળવે થી તેને હડપચી ઉંચી કરે છે. ઍના આંખો ખોલે છે અને ઍના ની આંખો માં પ્રેમ છલકાતો હોય છે. તે કંઈ ન બોલતા રાહુલ ના હોઠ પર પોતાના હોઠ મૂકી દે છે. બન્ને એકબીજા માં ખોવાઈ જાય છે. બન્ને એકબીજા માટે ની લાગણી કહ્યા વગર જ વ્યક્ત કરી દે છે.

ત્યાં જોર થી પવન વહેવા લાગ્યો. કીચન ની બારી પછડાવા લાગી લાઈટ ચાલુ બંધ થવા લાગી. ઍના રાહુલ થી અલગ થઈ ગઈ. તે ગભરાઈ ગઈ. તે બોલી ," રાહુલ , આ શું થઈ રહ્યું છે?"

રાહુલ ને પણ નવાઈ લાગી કે આ શું થવા લાગ્યો. ત્યાં લાઈટ જતી રહી. ઍના એ જોર થી ચીસ પાડી ," રાહુલ " પણ કોઇ જવાબ ન આવ્યો. ઍના ફરી બોલી ," રાહુલ, તું ક્યાં છે?" પણ કોઈ જવાબ આવતો નથી.

ઍના ના કીચન માં મીણબત્તી હોય છે. તે મીણબત્તી શોધીને સળગાવે છે. તે રાહુલ ને કીચન માં ચારેબાજુ શોધે છે પણ તે મળતો નથી. ત્યાં ઍના ની પાછળ થી અવાજ આવે છે," ઍના "

ઍના ચોંકી જાય છે. કારણકે તે અજય નો અવાજ હોય છે. તે પાછળ ફરી ને જોવે છે તો કોઈ હોતું નથી. ત્યાં અચાનક લાઈટ આવી જાય છે. ઍના કીચન માંથી બહાર આવી જોવે છે તો રાહુલ હૉલ માં બેભાન હાલતમાં હોય છે. તેના કપાળ પર જખમ હોય છે ત્યાં થી લોહી નીકળતું હોય છે.

ઍના રાહુલ ને હલબલાવે છે અને તેના ચહેરા પર પાણી છાંટે છે. રાહુલ હોશ માં આવે છે. ઍના તેને પુછે છે," તુ ઠીક તો છે ને ?"

રાહુલ બોલ્યો," હા. અચાનક લાઈટ જતી રહી ને કોઈ વસ્તુ મારા કપાળ પર અથડાઈ ને હું બેભાન થઈ ગયો. મને ખબર નથી પછી શું થયું. તું તો ઠીક છે ને ?"

ઍના બોલી," હા હું ઠીક છું. તું ઘરે જા હવે. આપણે કાલે વાત કરીશું."

રાહુલ બોલ્યો," ઍના તું પણ ચાલ મારી સાથે. અહીં રહેવું ઠીક નથી" એમ કહી રાહુલ ઍના નો હાથ પકડે છે.

ત્યાં જોર થી પવન વહેવા લાગે છે. એક ફ્લાવર વાઝ પાછળ થી રાહુલ તરફ ફેંકાય છે. ઍના રાહુલ નું માથું નીચું કરી દે છે.

ઍના રાહુલ થી દૂર થઈ જાય છે અને કહે છે," તું જા રાહુલ. મને કંઈ નહીં થાય. આ ક્રોસ મારી રક્ષા કરે છે."

રાહુલ માનતો નથી. તે ઍના નો હાથ પકડી ને ચાલવા લાગે છે. તે કહે છે," હું તને એકલી અહીં નહી રહેવા દઉં" ત્યાં જોર થી પવન વહેવા લાગે છે. બધી વસ્તુઓ હલવા લાગે છે. બારી બારણા પછડાવા લાગે છે.

ત્યાં રાહુલ ને એક જોરદાર ધક્કો લાગે છે. તે હવા માં ફંગોળાઈ ને પડે છે. ઍના બહુ ગભરાઈ જાય છે. તે કહે છે," pls રાહુલ તું અત્યારે જા. અજય મારા સિવાય બીજા કોઈ ને આ ઘર માં રહેવા નહીં દે. મને અહીં થી જવા પણ નહીં દે. હું કાલે તને મળવા આવું છું.મને કંઈ નહીં થાય. " ઍના ની આંખો ભીની થઈ જાય છે.

રાહુલ કહે છે," ઠીક છે હું જાવ છું પણ તું કંઈ પણ થાય તો મને ફોન કરજે."

રાહુલ જેવો ઘર ની બહાર નીકળી જાય છે.‌બધુ એકદમ શાંત થઈ જાય છે.

ઍના રાહુલ ના ગયા પછી રડવા લાગે છે. તે જોર થી બુમ પાડી કહે છે," તને શું જોઈએ છે અજય ? તારી આત્મા કેમ ભટકે છે ?"

કોઈ જવાબ આવતો નથી. તે ફરી પુછે છે," તને શું જોઈએ છે અજય ?"

ત્યાં ઘીમે થી બેઝમેન્ટ નો દરવાજો ખુલ્લે છે. ઍના ગભરાતા ગભરાતા બેઝમેન્ટ પાસે જાય છે. ત્યાં બેઝમેન્ટ ના દરવાજા પર લાલ અક્ષરો થી લખેલું હોય છે," I m waiting for you"

ઍના આ વાંચી ચોંકી જાય છે. તે મન માં નક્કી કરે છે," અજય ની આત્મા ને તે મુકિત અપાવીને રહેશે " આખી રાત ઍના જાગતી વિતાવે છે.

બીજે દિવસે ઍના તૈયાર થઈને સીધી રાહુલ ના ઘરે જાય છે. રાહુલ તેને જોઈને ભેટી પડે છે અને કહે છે," તું બરાબર છે ને ?"

ઍના કહે છે," હા હું ઠીક છું. તું બરાબર છેને ? " એમ કહી ઍના રાહુલ ના કપાળ પર હાથ રાખે છે.

રાહુલ કહે છે," હા હું ઠીક છું. થોડું લાગ્યું હતું. હવે સારું છે."

ઍના બોલી," રાહુલ, હું ઈચ્છું છું કે જ્યાં સુધી અજય વાળો મામલો સોલ્વ ન થાય ત્યાં સુધી તું મારાથી દૂર રહે. હું નથી ઈચ્છતી કે મારા લીધે તુ મુશ્કેલી માં મુકાય."

રાહુલ ઍના નો ચહેરો પોતાના હાથમાં લે છે અને કહે છે," હું તારો સાથ દઈશ. મારો પ્રેમ એટલો નિબૅળ નથી કે મુશ્કેલી માં તારો સાથ છોડી દે. હું તારી સાથે જ છું."

ઍના રાહુલ ને ભેટી પડે છે અને કહે છે," તને કશું થયું તો હવે ફરીથી મારી નજીક ની વ્યક્તિ ને ખોવાની તાકાત મારા માં નથી."

રાહુલ બોલ્યો," મને કશું નહીં થાય. તું ચિંતા ન કર "

બન્ને નક્કી કરે છે કે સાંજે પંકજ ના ઘરે મળવું. સાંજે ઍના, ગીતા, રાહુલ પંકજ ના ઘરે ભેગા થાય છે. ઍના રાત વાળી ઘટના ની બધા ને વાત કરે છે. પંકજ કહે છે," આજે રાત્રે આપણે બધા તે બેઝમેન્ટ માં જઈએ. તે બેઝમેન્ટ સાથે અજય ની આત્મા નો કોઈ કનેક્શન છે. આપણે ત્યાં તપાસ કરીશું તો જરૂર કશું મળી આવશે."

ઍના બોલી," હું એકલી જઈને પણ તપાસ કરીશ. તમે લોકો તમારો જીવ જોખમમાં ન મુકશો."

ગીતા બોલી," ના ઍના આપણે બધા સાથે જ જઈશું. તને એકલી જવા નહીં દઈએ. છેલ્લે તું ગઈ હતી ત્યારે તારી હાલત કેટલી ખરાબ થઈ હતી. આપણે ભેગા રહીશું તો કોઈ ને કશું નહીં થાય."

પંકજ અને રાહુલ પણ ઍના ને સમજાવે છે. અંતે ઍના માની જાય છે. રાત ના બધા ઍના ના ઘરે મળવાનું નક્કી કરે છે.

અમાસ રાત હોય છે. રાત્રે ૯ વાગ્યે બધા ઍના ના ઘરે ભેગા થાય છે. પહેલા રાહુલ બેઝમેન્ટ માં બલ્બ લગાવી દે છે. ઍના ટોચૅ, મીણબત્તી, દોરી લઈ લે છે. ચારે જણા બેઝમેન્ટ માં જાય છે. સીડી ઉતરીને ચારે નીચે આવે છે. ઍના બધા ને એક ટોચૅ આપી દે છે.

બલ્બ ના પ્રકાશ માં બેઝમેન્ટ સ્પષ્ટ રીતે દેખાતું હોય છે. ચારેબાજુ કરોળિયા ના ઝાળા બાઝેલા હોય છે. અને જુનો પુરાનો સામાન વિખરેલો પડ્યો હોય છે. એક વિચિત્ર પ્રકારની વાસ આવી રહી હોય છે.

ઍના તે ખુણા માં પડેલો અરીસો બતાવે છે અને કહે છે," મેં આ જ અરીસા માં પહેલી વાર અજય ને જોયો હતો." ત્યાં જ ઍના ના ઘર ની ડોરબેલ વાગે છે. રાત્રિ ની નીરવ શાંતિ માં ડોરબેલ નો તીક્ષ્ણ અવાજ બેઝમેન્ટ સુધી સંભળાય છે. ચારેય જણા ચોંકી જાય છે. ઍના કહે છે," આ સમયે કોણ હશે ? "

રાહુલ બોલ્યો," જે હશે તે જતો રહેશે. અત્યારે દરવાજો ન ખોલીશ."

ફરી ડોરબેલ વાગી. કોઈ સતત ડોરબેલ વગાડવા લાગ્યું. ઍના બોલી," હું એકવાર જોઈ આવું કે કોણ આવ્યું છે "

રાહુલ બોલ્યો," એકલી ન જઈશ. હું તારી સાથે આવું છું."

રાહુલ પંકજ ને કહે છે," તમે બંને અહીં શોધો. અમે હમણાં આવીએ છીએ. કંઈ પણ ગરબડ લાગે તો તરત બેઝમેન્ટ ની બહાર આવી જજો."

ઍના અને રાહુલ બેઝમેન્ટ ની બહાર ગયા. હજી પણ સતત ડોરબેલ નો અવાજ આવતો હોય છે. ઍના કીહોલ માં થી જોવે છે. તો કોઈ દેખાતું નથી. ડોરબેલ નો અવાજ બંધ થઈ જાય છે.

ઍના બોલી," બહાર કોઈ નથી.". રાહુલ હળવે થી અડધો દરવાજો ખોલે છે પણ કોઇ હોતું નથી. ઘરની બહાર લગાવેલા બલ્બ ના ઝાંખા પ્રકાશ માં બધું સુમસામ અને શાંત દેખાતું હોય છે.

ત્યાં અચાનક બેઝમેન્ટ માંથી ગીતા ની ચીસ સંભળાઈ છે. ઍના અને રાહુલ ચોંકી જાય છે અને બેઝમેન્ટ તરફ ભાગે છે.

***