Ruh sathe Ishq - 12 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક ૧૨

The Author
Featured Books
Categories
Share

રૂહ સાથે ઈશ્ક ૧૨

રૂહ સાથે ઈશ્ક..

(૧૨)

રાહુલ ની મદદ થી સ્વાતિ પોતાની હત્યા પાછળ સામેલ એવાં લાલજી અને તપન દેસાઈ ની હત્યા કરે છે.આ બંને હત્યા એવી રીતે થાય છે કે એ એક અકસ્માત લાગે..રાખી મેડમ રાહુલ ને પોતાની કેબિન માં બોલાવે છે,જ્યાં એ રાહુલ પર બળજબરી કરવાનો પ્રયત્ન કરે છે..સવારે રાહુલ ને ખબર પડે છે કે રાખી ની લાશ એનાં રૂમ માં થી મળી છે.પોતાને દોષી માનતાં રાહુલ ને સ્વાતિ જણાવે છે કે એને જ રાખી ની હત્યા કરી હતી..સાગર અને હર્ષ રાહુલ ની સ્વાતિ સાથે ની વાતચીત સાંભળી જાય છે..કેશવ આર્ય અને માલવીકા જાની નવાં સ્ટાફ ની ભરતી માટે વિચારે છે.. હવે વાંચો આગળ

***

સવાર પડતાં જ જેવો રાહુલ રૂમ પર આવ્યો એટલે હર્ષ અને સાગર બંને પોતાનાં સવાલો લઈને એની સામે ઉપસ્થિત હતાં.. રાહુલ નાં આવતાં ની સાથે સાગર બોલ્યો..

"આવી ગયાં તમે..કેવી રહી તમારી રાત..?"

સાગર નાં અવાજ માં રહેલો કટાક્ષ રાહુલ ને ખબર પડી ગઈ એટલે એને પૂછ્યું.

"અરે કેમ આવું બોલે..હું તો ત્યાં રીડિંગ કરવા જાઉં છું..કેવી હોય ત્યાં પછી મારી રાત..?"

"ભાઈ અમને બધી ખબર છે કે ત્યાં તું કોઈ રીડિંગ કરવા નથી જતો પણ તું કંઈક એવું કરી રહ્યો છે જેનું પરિણામ સારું તો નહીં જ આવે.."હર્ષે કહ્યું.

"મતલબ તું કહેવા શું માંગે છે..?"રાહુલે કહ્યું.

"મતલબ તું બહુ સારી રીતે જાણે છે..બહુ ડાહ્યા બનવાની જરૂર નથી.."હર્ષે કહ્યું.

"અરે તમે આમ ગોળ ગોળ ના બોલો..તમે શું કહી રહ્યાં છો એ જણાવો.."રાહુલે વ્યગ્ર સ્વરે કહ્યું.

"જો ભાઈ કાલે અમે બંને એ અમારી સગી નજરે જોયું કે તું ત્યાં ભોજનાલય માં કોઈ યુવતી સાથે વાત કરી રહ્યો હતો.પણ એ યુવતી દેખાઈ નહોતી રહી..તું કરી શું રહ્યો છે..કોણ હતું એ?..અને કેમ એનો ખાલી અવાજ જ સંભળાઈ રહ્યો હતો..??જે હોય એ ક્લિયર કરી દે.."સાગરે પોતે નિહાળેલું બધું રાહુલ ને કહી દીધું.

સાગર અને હર્ષ એને સ્વાતિ જોડે વાત કરતાં જોઈ ગયાં છે એટલે હવે એમની આગળ જૂઠું તો બોલી શકાય એમ નહોતું..પણ એને એ પણ દુવિધા હતી કે જો એ સ્વાતિ ની હકીકત અને એનાં અને સ્વાતિ નાં સંબંધ વિશે જણાવી દેશે તો હર્ષ અને સાગર નું રિએક્શન શું હશે..અને આ ઉપરાંત કોલેજ માં થયેલાં ત્રણ મૃત્યુ હકીકત માં હત્યા હતાં એ જાણ્યાં પછી હર્ષ અને સાગર કેવો પ્રત્યાઘાત આપશે એની તો ખાલી કલ્પના જ કરવી રહી.

"જો રાહુલ તું અમને દોસ્ત માનવો હોય તો એ બધું શું હતું એ જણાવી દે..વિશ્વાસ રાખજે જો તારી વાત અને તું સાચો હોઈશ તો જીવ જતો રહેશે પણ તારો સાથ નહીં છોડીએ.."હર્ષ ની આંખો માં આટલું કહેતાં એક ચમક હતી જે રાહુલ ને એ પોતાની માટે કેટલો પ્રેમ દર્શાવે છે એ બતાવવા કાફી હતી.

રાહુલ થોડો સમય હર્ષ અને સાગર સામે જોઈ રહ્યો..ઘણું બધું વિચાર્યા પછી એ બોલ્યો..

"તમારા બંને પર મને મારાં પડછાયા કરતાં પણ વધુ વિશ્વાસ છે..અંધારું આવે પડછાયો સાથ મૂકી દેશે પણ તમે મારા દરેક સમયમાં મારી સાથે જ રહેશો..હું તમને બધું કહીશ પણ એ માટે મને થોડો સમય આપો..અને હું કોનાં જોડે વાત કરતો હતો અને કેમ વાત કરતો હતો એ તમને ચોક્કસ જણાવીશ.. પણ મારે બે-ચાર દિવસ નો સમય જોઈએ.."

"રાહુલ, તું તારે ચાર નાં પાંચ દિવસ લઈ લે પણ આ બધું તું શું કરી રહ્યો છે એ અમને એ રજેરજ જણાવવું પડશે..અમને લાગે છે તું કોઈ મોટી મુસીબત માં ફસાઈ ગયો છે અને મિત્ર હોવાનાં નાતે તારી એ મુસીબત જાણી તને એમાંથી બહાર કાઢવો અમારી ફરજ છે.."સાગરે કહ્યું.

"Thanks.. અરે sorry thanks કહેવા માટે..તમારાં જેવાં દોસ્ત હોય તો દુશ્મન મારુ કંઈ ના બગાડી શકે.."રાહુલ પોતાનાં ઉતરી ગયેલાં ચહેરા પર સ્મિત લાવીને બોલ્યો.

રાહુલ ની આ thanks અને sorry વાળી વાત પર ત્રણેય જોરદાર હસી પડયા.. પછી બધું ભૂલીને કોલેજ જવા માટે નીકળી પડ્યાં.!!

***

આ તરફ પોલીસ રિપોર્ટ માં રાખી નું મોત પણ એક્સીડેન્ટલ ડેથ જ પુરવાર થયું..એટલે એ વિશે ની ચિંતા ને બાજુ માં મૂકી રાહુલ થોડો રિલેક્સ ફિલ કરી રહ્યો હતો..કેશવ આર્ય જોડે કરેલી વાત મુજબ માલવીકા હવે લાગી ગઈ હતી તપન દેસાઈ અને રાખી ની જગ્યા એ નવો સ્ટાફ શોધવામાં.

બે ન્યૂઝપેપર અને પોતાની કોલેજ ની ઑફિશિયલ સાઈટ પર હિસ્ટ્રી અને ઈકોનોમિક્સ નાં ટીચર ની જરૂર છે એવી જાહેરાત પણ એને તાબડતોબ અપાવી દીધી..

"જાહેરાત માં લખ્યું હતું કે યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારો એ પોતાનું પાસપોર્ટ સાઈઝ નાં ફોટો સાથે નું resume કોલેજ નાં આઈડી પર મોકલાવવું.. યોગ્ય ઉમેદવાર ને અમે સત્વરે જાણ કરીશું.

અંદર લખ્યાં મુજબ કોલેજ નાં ઈમેઈલ આઇડી પર વીસેક યોગ્ય ઉમેદવારો નાં મેઈલ આવ્યાં હતાં.. માલવીકા એ એ ઉમેદવારો ની લાયકાત ની જગ્યા એ એમનાં લૂક ને પ્રાધાન્ય આપ્યું..એમનાં ઈમેઈલ આઈડી અને નામ નો ઉપયોગ કરી એમનું ફેસબૂક એકાઉન્ટ પણ ઓપન કરી જોયું.. એનાં પર થી એક મહિલા અને એક પુરુષ ઉમેદવાર ની પસંદગી કરી એમને ડાયરેકટ ઇન્ટરવ્યૂ માટે બોલાવી લીધાં..!!

માલવીકા ને જે મેલ કેન્ડીડેટ પસંદ આવ્યો હતો એનું નામ હતું સમીર પટેલ..૬ ફુટ હાઈટ, માચો મેન ફિજીક,અને ભુરી આંખો ધરાવતો સમીર રિત્વિક રોશન જેવો લાગતો હતો..આ ઉપરાંત લેડીઝ કેન્ડીડેટ માં માલવીકા એ પસંદ કરેલી આસ્થા અગ્રવાલ પણ સુંદરતાં માં હિરોઈન ને ઝાંખી પાડે એવી હતી..બંને ની ઉંમર પણ ત્રીસેક વર્ષ માંડ હતી અને વધુ ખુશી ની વાત એ હતી કે બંને અનમેરીડ હતાં.

ઇન્ટરવ્યુ માં પણ માલવીકા એ બંને નું પગ થી માથા સુધી અવલોકન કર્યું અને બંને નાં શારીરિક હાવભાવ પરથી એ જાણી લીધું કે આગળ જતાં આ બંને એમનાં દ્વારા ચાલતાં આ સેક્સ વિડિયોઝ નાં ધંધા માં જોડાઈ જવા હામી ભરી દેશે..અને માલવીકા અંગત રીતે એવું પણ માનતી કે જો મોં માંગ્યા રૂપિયા મળે અને પોતાનાં થી નાનાં યુવક યુવતીઓ જોડે અંતરંગ પળો માણવા મળે તો કોઈ ભી હોય ના પાડવાનો સવાલ જ નહોતો આવતો.

સમીર પટેલ ને ઈકોનોમિક્સ અને આસ્થા અગ્રવાલ ને હિસ્ટ્રી ટીચર તરીકે બીજાં દિવસ થી જોઈન થવા માટે નું કહી માલવીકા એ સેલરી પણ એમની અપેક્ષા થી વધારે આપવાનું કહ્યું એટલે એ બંને એ પણ આ જોબ ની ઓફર તાત્કાલિક જ સ્વીકારી લીધી અને બીજાં દિવસ થી બંને જોઈનિંગ થઈ જશે એ પણ જણાવી દીધું.

"જોઈ લીધું.. મેં કીધું હતું ને કોઈનાં વગર કંઈપણ અટકતું નથી.તમે આ બંને ને જોયાં.. સમીર તો કોલેજ ની છોકરીઓને બ્લેકમેલ નહીં કરે તોપણ એ બધી પોતાની મરજીથી એની જોડે સામેથી સુવા માટે તૈયાર થઈ જશે.."સમીર ને પસંદ કરી પોતે કોઈ મોટી ધાડ મારી હોય એમ માલવીકા બોલી.

જોઈન તો માલવીકા એક પ્રોફેસર તરીકે થઈ હતી પણ કેશવ આર્ય જોડેનાં સંબંધો નાં લીધે એનો રૂતબો કોલેજમાં ઘણો વધી ગયો હતો..હવે નાનાં મોટાં નિર્ણયો એ જ લેતી હતી.

"પેલી આસ્થા પણ આમ જોઈએ તો રાખી થી ઓછી નથી..હાઈટ માં ઓછી છે પણ એનું ફિગર કોઈને પણ પોતાની તરફ ખેંચે એવું છે.."કેશવ આર્ય એ કહ્યુ.

"હા એતો તમારી આંખો માં એને જોતાં જ આવેલું તેજ જોઈ હું સમજી ગઈ હતી કે તમને એ પહેલી નજરમાં જ ગમી ગઈ છે..પણ મારી જગ્યા બીજી કોઈને આપવાનું વિચારતાં પણ નહીં.."માલવીકા એ ધમકીભર્યા સુર માં કહ્યું.

"અરે મારી જાન.. એ બધાં તો આવે ને જાય પણ તું તો પરમીનેન્ટ છો.."આટલું કહી કેશવ આર્ય એ માલવીકા ને પોતાની તરફ ખેંચી ને બહોમાં ભરી લીધી.

"અરે અત્યારે આ બધું સારું ના લાગે..શું તમેય.."હસીને આટલું બોલી માલવીકા એ પોતાની જાત ને કેશવ આર્ય થી છોડાવી.

"સારું હું તો ભૂલી ગયો કે હજુ કોલેજ ટાઈમ ચાલુ જ છે.."આંખ મારતાં કેશવ આર્ય એ કહ્યું.

ત્યારબાદ થોડી ઘણી વાતચીત કર્યા પછી માલવીકા પોતાનું લેક્ચર લેવાં માટે કલાસ તરફ ઉપડી..આ તરફ કેશવ આર્ય પણ નિશ્ચિન્ત થઈ આંખો બંધ કરી રોલિંગ ચેર માં પગ લંબાવે છે..!!

***

સાગર અને હર્ષ ને પોતે બધું સાચું જણાવશે એવું તો પોતે બોલી દીધું હતું પણ સ્વાતિ ને પૂછ્યા વગર એ બંને ને કંઈપણ જણાવવું યોગ્ય તો નહોતું જ એટલે રાહુલે નક્કી કર્યું કે એ સ્વાતિ ને પહેલાં પૂછશે કે એ હર્ષ અને સાગર ને બધી હકીકત જણાવે કે નહીં..?? અને જો સ્વાતિ ના પાડશે તો એ સાગર અને હર્ષ ને કંઈપણ નહીં જણાવે.

આવું નક્કી કરી રાહુલ જમ્યા પછી સીધો જ નીકળી ભોજનાલય માં ગયો અને શ્રવણ નાં ગયાં પછી મનોમન આંખો બંધ કરી સ્વાતિ ને યાદ કરી..સ્વાતિ ને યાદ કરતાં જ રોજની જેમ એક પવન ની તેજ લહેરખી આવી અને સ્વાતિ એની સંમુખ પ્રગટ થઈ

"રાહુલ કેવો રહ્યો આજનો દિવસ..?" સ્વાતિ એ આવતાં વેંત જ રાહુલ ને કહ્યું.

"રોજ નાં જેવો.. બીજું તો શું હોય.."રાહુલે ના મન નો જવાબ આપતો હોય એમ કહ્યું.

"રાહુલ શું વાત છે..તારો ચહેરો એ વાત ની ચાડી ખાય છે કે તું કોઈ વાત કહેવા માંગે છે..બોલ શું કહેવું છે તારે?"રાહુલ નો ચહેરો જાણી વાંચી ગઈ હોય સ્વાતિ બોલી.

"સ્વાતિ વાત એમ છે કે કાલે રાતે આપણાં બે વચ્ચે થયેલી વાત મારાં બંને રૂમ પાર્ટનર હર્ષ અને સાગર સાંભળી ગયાં.."હર્ષે ખચકાતાં સુર માં કહ્યું.

"પણ કઈ રીતે..?"સ્વાતિ એ ચમકીને પૂછ્યું.

"કાલે હું જ્યારે અહીં આવ્યો તો એ બંને મારી પાછળ પાછળ અહીં આવી ગયાં.. એ બંને એ જોયું હું કોઈ યુવતી જોડે વાત કરું છું..એ યુવતી તો એમને ના દેખાઈ પણ એનો અવાજ એ બંને સાંભળી ગયાં.."રાહુલે સ્વાતિ ની વાત નો જવાબ આપતાં કહ્યું.

"તો પછી શું થયું..એ બંને એ તને કહ્યું આ વિશે..?"રાહુલ ની વાત સાંભળી સ્વાતિ એ સામો સવાલ કર્યો.

"અરે આજે એ બંને મને પુછતાં હતાં કે રાહુલ તું કોના જોડે વાત કરી રહ્યો હતો..??અને એનું રહસ્ય શું છે?..એ અમને જણાવ..અમને એવું લાગે છે કે તું એવું કરી રહ્યો છે જે તારે ના કરવું જોઈએ..એટલે જે હોય એ સત્ય જણાવી દે.."રાહુલે સ્વાતિ ના સવાલ નો જવાબ આપતાં કહ્યું.

"તો તે એમને જણાવી દીધું.. બધું..?" સ્વાતિ એ પૂછ્યું.

"ના મેં એમને કંઈ નથી કહ્યું..પણ એ બંને જોડે થોડો સમય માંગ્યો છે..હવે તું કહીશ તો જ એમને કહીશ..તું નહીં કહે સત્ય કહેવાનું તો હું એમને એક શબ્દ પણ નહીં જણાવું.."રાહુલે સ્વાતિ નો હાથ પોતાનાં હાથ માં લઈને કહ્યું.

"જો રાહુલ તને તારાં એ દોસ્તો પર વિશ્વાસ છે..?"સ્વાતિ એ કહ્યું.

"હા મને હર્ષ અને સાગર પર મારાં પોતાનાં કરતાં પણ વધુ વિશ્વાસ છે.."રાહુલે જણાવ્યું.

"તો તું એમને બધું સત્ય જણાવી દે..તું એ બંને ને કાલે અહીં લેતો આવજે..હું એમને મારી રીતે બધું સત્ય જણાવીશ..અથવા તો હું તારા રૂમ માં આવીશ.તમારી દોસ્તી કોઈપણ કારણે તૂટવી ના જોઈએ..અત્યાર સુધી તે મારો સાથ આપ્યો છે તો હવે હું તારો સાથ આપીશ..તું કાલે એમને અહીં લેતો આવજે એટલે બધું સત્ય એમની સામે ઉજાગર થઈ જાય"રાહુલ નાં સામે જોઈ સ્વાતિ બોલી.

"લવ યુ સો મચ.."આટલું કહી રાહુલ સ્વાતિ ને ભેટી પડ્યો.

"લવ યુ સો મચ.. ટૂ.. પાગલ" આટલું કહી રાહુલ પણ સ્વાતિ ને ભેટી પડ્યો.

ધીરે ધીરે બંને પ્રેમી પંખીડા એક બીજાના સાનિધ્ય માં એવાં તે વિલીન થઈ ગયાં કે કોણ ક્યાં છે એ શોધવું જ મુશ્કેલ બની રહ્યું હતું..સ્વાતિ પણ હવે આ થોડોક સમય અને થોડીક રાતો રાહુલ ની બાહો માં પસાર કરવા માંગતી હતી..કેમકે એ જાણતી હતી કે જેવો કેશવ આર્ય અને માલવીકા જોડે પોતાનો બદલો પૂરો થઈ જશે એવો જ એને મોક્ષ મળી જશે અને રાહુલ ને મૂકી એને જતું રહેવું પડશે કાયમ માટે..!!

શારીરિક આનંદ ની અદ્વિતીય અનુભૂતિ માણ્યા પછી રાહુલ અને સ્વાતિ એકબીજા ની આંખો માં જોઈ લપાઈને વાતો કરી રહ્યાં હતાં.

"સ્વાતિ હવે કેશવ આર્ય અને માલવીકા બે જ બચ્યાં છે..હવે એ બંને માટે પણ કોઈ અનુકૂળ સમય જોઈ રાખો એમને નર્ક નાં દ્વાર સુધી મૂકી આવવા માટે.."રાહુલે કહ્યું.

"હા રાહુલ, હું પણ એ જ વિચારું છું..નજીક માં એ બંને નો પણ ખાત્મો કરી દઈશ..પણ પછી.."આટલું બોલતાં સ્વાતિ રડી પડી.

"શું પછી..?" રાહુલે એની આંખ માં આંસુ જોઈ પૂછ્યું.

"રાહુલ મેં તને કહ્યું હતું કે હું જેવો મારો બદલો પૂર્ણ કરી લઈશ એવો જ મારો આ યોનીમાંથી મુક્તિ નો સમય આવી જશે અને હું મારા ગંતવ્ય સ્થાને પહોંચી જઈશ..તો હું જેવાં એ બંને ને મારી નાંખીશ પછી મારે તને અહીં એકલો મૂકી આ દુનિયામાંથી વિદાઈ લેવી પડશે.."સ્વાતિ નો અવાજ ઉદાસ બની ગયો.

સ્વાતિ ની વાત સાંભળી રાહુલ ઘણીવાર સુધી મૌન રહ્યો..એ પણ સ્વાતિ સાથે વિદાઈ નું વિચારી ઉદાસીન થઈ ગયો..પણ જેમ તેમ કરી પોતાની જાત પર કાબુ મેળવીને બોલ્યો.

"સ્વાતિ એનાં સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી..હું પણ તને ખોવા નથી માંગતો પણ આ માટે તારે એ બંને પાપીઓને જીવિત મુકવા પડશે.."

"હું તારાં માટે બધું કરવા તૈયાર છું..હું એક કામ કરીશ કેશવ આર્ય ને મારી નાંખીશ પણ માલવીકા ને જીવતી મૂકી દઈશ.. આમ પણ માલવીકા એ મારાં જોડે એ બધાં જેવું જઘન કૃત્ય તો નહોતું જ કર્યું.. તો એને જે પણ સજા આપવી હશે એ કાનૂની રીતે અપાવીશું..અને એ જ્યાં સુધી જીવતી રહેશે ત્યાં સુધી મને મુક્તિ નહીં મળે અને હું તારી સાથે જ રહી શકીશ"હરખાતાં હરખાતાં સ્વાતિ બોલી.

સ્વાતિ ની વાત સાંભળી રાહુલ બે ઘડી તો ચોંકી ગયો..પણ સ્વાતિ જો કહે છે એ મુજબ નું થાય તો એનાં માટે આ વાત સોનામાં સુગંધ ભળે એવી હતી..એટલે રાહુલે કહ્યું.

"હા સ્વાતિ એમ જ કરજે..હું તારા વગર ની જીંદગી ની કલ્પના જ નથી કરી શકતો.."

"ચાલ હવે તું સુઈ જા થોડો સમય.."સ્વાતિ એ રાહુલ ને કહ્યું.

"સારું.."રાહુલે ટૂંક માં કહ્યું અને હરખાતો હરખાતો હસતાં મોંઢે સુઈ પણ ગયો..અને સ્વાતિ રોજ ની માફક એનાં માસુમ ચહેરા ને જોઈને એની પથારી જોડે બેસી રહી..!!

***

બીજાં દિવસે નિયત સમયે આસ્થા અગ્રવાલ અને સમીર પટેલ નિયત કરેલાં સમયે આવી પહોંચ્યા.. માલવીકા એ એમને કોલેજ નાં બીજાં સ્ટાફ જોડે ઓળખાણ કરાવી દીધી અને પછી એમને રહેવા માટે નાં રૂમ પણ અપાવી દીધાં.. સમીર પટેલ ને તપન દેસાઈ અને આસ્થા ને રાખી નાં રૂમ માં રોકાણ માટે ની વ્યવસ્થા કરી આપવામાં આવી.

એમનો ચહેરો જોઈ માલવીકા અને કેશવ આર્ય સમજી ગયાં હતાં કે અહીંયા નોકરી મેળવી એ બંને બેહદ ખુશ હતાં.. આગળ જતાં એ બંને ને પણ પોતાનાં આ ધંધા માં એ આસાની થી જોડી શકશે એ વાતે કેશવ આર્ય અને માલવીકા આશ્વસ્થ હતાં.

સ્વાતિ એ ભલે કહી દીધું હોય કે તું તારાં મિત્રો ને મારી મુલાકાત કરાવી બધું જણાવી દેજે..પણ રાહુલે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી સાગર અને હર્ષ ફરીથી ભોજનાલય વાળી વાત યાદ ના કરે ત્યાંસુધી એ પોતે તો સ્વાતિ વિશે નો એક હરફ નહીં ઉચ્ચારે.

એમને એમ પાંચ દિવસ જેટલો સમય પસાર થઈ ગયો..માલવીકા એ ધીરે ધીરે એની બુદ્ધિશક્તિ થી સામ, દામ,શારીરિક સુખ બધી વસ્તુઓ ની લાલચ આપી આસ્થા અને સમીર ને પોતાની સાથે ભેળવી લેવાની કોશિશ કરી રહી હતી.માલવીકા ને ખાત્રી હતી કે એ અઢળક દોલત અને મોજ મજા ની લાલચ બતાવી એટલે માન્યા વગર એમને છૂટકો જ નહોતો.

માલવીકા એ એ બંને ને સ્પષ્ટ તો બધી વાત ના કરી પણ થોડું થોડું ઉપરછલ્લુ સમજાવી દીધું હતું..રાખી અને તપન ની જગ્યા પાછી ભરાઈ જતાં એમનો બિઝનેસ પાછો હતો એમજ ચાલશે એમ વિચારી માલવીકા હવે રાહત અનુભવી રહી હતી.!!

અમી પણ કોઈના કોઈ બહાને રાહુલ ને મળતી એની જોડે વાતો કરતી..પણ રાહુલ હતો જે એની વાતો કે એની સુંદરતાં માં કોઈ રસ લેતો નહીં.. રાહુલ તરફથી મળતો આવો પ્રતિભાવ અમી ને નિરાશ કરી મુકતો..એનો રાહુલ પ્રત્યે નો પ્રેમ દિવસે ને દિવસે વધી રહ્યો હતો.

સ્વાતિ પણ હવે જાણીજોઈએ કેશવ આર્ય અને માલવીકા જોડે પોતાનો બદલો લેવા માટે સમય લઈ રહી હતી..કેમકે એનાં માટે રાહુલ થી વધુ કંઈપણ નહોતું..રાખી ની હત્યા ને આઠ દિવસ વીતી ગયાં પણ કંઈ નવી ઘટના બની નહીં.. બધું જ પોતાનાં યથાસ્થાને ચાલી રહ્યું હતું..પણ આ શાંતિ આવનારાં તોફાન ની આગાહી કરી રહી હોય એવું લાગી રહ્યું હતું..!!

LOADING....

શું સ્વાતિ કેશવ આર્ય અને માલવીકા જોડે બદલો લેશે?? રાહુલ હર્ષ અને સાગર ની મુલાકાત સ્વાતિ જોડે કરાવશે..?? સમીર અને આસ્થા ખરેખર માલવીકા ની ગણતરી મુજબ વર્તન કરશે..?? અમી નાં રાહુલ તરફ ના એકતરફી પ્રેમ તથા રાહુલ અને સ્વાતિ નાં અકલ્પનિય પ્રેમ નો કોઈ અંજામ આવશે કે નહીં..?? જાણો રૂહ સાથે ઈશ્ક ના નવા ભાગમાં..આવતાં ગુરુવારે.

માતૃભારતી પર તમે મારી નોવેલ દિલ કબૂતર પણ વાંચી શકો છો.. આ સિવાય ટૂંક સમયમાં બદલાની અને પ્રેમ ની અદભુત કહાની સમાન સુંદર નવલકથા ડણક: A STORY OF REVANGE પણ આપ સર્વે માટે ટૂંક સમયમાં આવશે.. આભાર!!!

-દિશા. આર. પટેલ