Hu Tari rah ma - 18 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - 18

Featured Books
Categories
Share

હું તારી રાહ માં - 18

આગળ જોયું...રાહી-ધ્રુવ, રિદ્ધિના મમ્મી-પપ્પા, સાથે કશ્મીર જાય છે. જ્યાં રિદ્ધિ સાથે તેમની મુલાકાત થાય છે. રિદ્ધિ સાથે મળતા જ તેના માતા-પિતા ભાવવિભોર થઈ જાય છે. રિદ્ધિ પણ પોતાના માતા-પિતાને આટલા વર્ષો પછી સામે જોતાં ભાવુક બની જાય છે. રાહી-ધ્રુવ રિદ્ધિને જણાવે છે કે પોતે જાણે છે તે હકીકત નથી પણ તેઓને મેહૂલસરે જણાવી તે હકીકત છે. ત્યારે રિદ્ધિ એક નવી વાતનો ખુલાસો કરે છે કે પૂરી હકીકતની જાણ મેહુલને પણ નથી. હકીકતનો એક ભાગ હજુ પણ કોઈ નથી જાણતું તેના સિવાય. રિદ્ધિ આ હકીકતનો ખુલાસો મેહુલની સામે જઈને કરવા માંગે છે . હવે આગળ...

બધા ફરી સૌરાસ્ટ્ર આવવા નીકળે છે. રિદ્ધિ મનોમન મેહુલ વિષે વિચારી રહી હોય છે. તે આંખ બંધ કરી મનોમન મેહુલ સાથે વિતાવેલી દરેક પળને વગોળે છે. ત્યાં જ ટ્રેનની વિશલ સાંભળતા બધા પોતપોતાનો સમાન ઊંચકીને કરવા લાગ્યા. આથી રિદ્ધિ તંદ્રાવસ્થમાથી બહાર આવે છે. બધા અંદર આવી પોતપોતાની સીટ પર ગોઠવાયા. ટ્રેન ફરી શરૂ થઈ તેની આગળની મંજીલ પર જવા માટે. કુપેમાં ખાસ ભીડ હતી નહી. રાતનો સમય હતો. આથી સુવા માટેની બધા તૈયારી કરવા લાગ્યા.

બધા સૂઈ ગયા હતા. ભારતીબહેન થોડીવાર રિદ્ધિ પાસે બેસી વાતો કરતાં હતા. થોડીવાર પછી ભારતીબહેન પણ ઊંઘ આવતા સૂઈ ગયા. રિદ્ધિને નીંદર નહોતી આવતી આથી તે બારી પાસે બેસીને બહારના દ્રશ્યો જોતી હતી. ફરી મેહુલના વિચારોએ તેના મન પર કાબૂ કરી લીધો.

શું હું મેહુલનો સામનો કરી શકીશ? ના-ના મારામાં એટલી હિંમત જ નથી કે આટલા વર્ષો સુધી દૂર રહ્યા પછી હવે હું મેહુલની સામે ન જઇ શકું. પણ આજે નહીં તો કાલે મારે સત્ય છે તેને સામે લાવવાનું છે તો પછી અત્યારે જ કેમ નહી? આખરે સત્ય છે તે સત્ય જ રહેવાનું છે બદલાઈ નથી જવાનું. બારીની બહાર જોતાં રિદ્ધિ વિચારો કરી રહી હતી. બારીમાંથી આવતો ઠંડો પવન રિદ્ધિના ખુલ્લા વાળને ઉડાવી રહ્યો હતો જે તેના ચહેરા જોડે મૂક વાર્તાલાપ કરી રહ્યા હતા. આંખો થોડી ઊંડી ઉતરી ગઈ હતી છતાં તેમાં એક ગજબની ચમક વર્તાતી હતી.

“ હું જુનાગઢ પહોંચતાની સાથે જ મેહુલ જોડે વાત કરીશ. આગલી-પાછલી બધી જ વાતોનો ભાર હળવો કરવો છે હવે મારે. હવે હું વધારે તકલીફ નથી આપવા માંગતી મારી જાતને કે પછી મારાથી જોડાયેલા કોઈપણ માણસને. હવે હું મુક્ત થવા માંગુ છું આ તકલીફોમાથી.” રિદ્ધિ મનોમન પોતાની જાત સાથે વાતો કરી રહી હતી.

રાતના 3:30 નો સમય થઈ રહ્યો હતો. સ્ટેશન આવતા રિદ્ધિ તંદ્રાવસ્થામાથી બહાર આવી. રાતનો સમય હોવાથી ખાસ કોઈ ફેરિયાવાળાની આવન-જાવન નહોતી. એકાદ-બે મુશાફરો ચડ્યા સ્ટેશનેથી તે પણ પોતાની સીટ પર ગોઠવાઈને સૂઈ ગયા. મોડી રાતનો સમય થઈ ગયો હોવાથી રિદ્ધિ પણ હવે સુવાની તૈયારી કરવા લાગી. વિચાર –વિચારમાં ક્યારે ઊંઘ આવી ગઈ તેની રિદ્ધિને પોતાને ખબર ન રહી. સવારે જ્યારે ઉઠી તો સવારના ૭:30 થવા આવ્યાં હતા. બધા ઉઠી ગયા હતા એક રિદ્ધિ સિવાય. બારીની બહાર જોયું તો લીલાછમ વૃક્ષો દેખાતા હતા. રાજસ્થાન આવવાને થોડી જ વાર હતી. હજુ સૌરાસ્ટ્ર આવવાને ૨૪ કલાકની વાર હતી.

રિદ્ધિ ઉઠતાં ભારતીબહેને તેને ફ્રેશ થવાનું કહી પછી બધા માટે નાસ્તો લગાવ્યો. બધા સાથે મળીને નાસ્તો કરતાં હતા. બધાના ચહેરા પર એક અજબની ચમક હતી. રાહી-ધ્રુવના ચહેરા પર પોતે સફળ થયા તેની, મેહુલના ચહેરા પર પોતાના મિત્રની જિંદગીમાં ખુશીઓ આવશે તેની જ્યારે રિદ્ધિના માતા-પિતાના જીવનમાં પુત્રીના ફરી આગમનની ખુશી વર્તાતી હતી.

આ તરફ મેહુલની બેચેની વધતી જાય છે. તે ફરી જાણવાની કોશિશ કરે છે કે,” વાત શું છે?” પણ કઈં ખાસ માહિતી મળતી નથી. બીજી બાજુ ભારતીઆંટીનો પણ કોઈ ખાસ આતોપતો ન હોવાથી મેહુલ પરેશાન જણાય છે. આ જ સમય દરમિયાન મેહુલને ધ્રુવનો ફોન આવે છે.

“ હલો સર, કેમ છો?” ધ્રુવ

“ હા ધ્રુવ હું ઠીક છું. તમે બંને કેમ છો?” મેહુલ

“ અમે બંને અને અમારું પરિવાર બધા એકદમ મજામાં છે અને અમે પાછા સૌરાસ્ટ્ર આવીએ છીએ. કાલ સુધીમાં પહોંચી જશું.” ધ્રુવ

મેહુલને મનોમન ધ્રુવ પર ગુસ્સો આવી ગયો. પણ તેને તે વાત નહોતી સમજાતી કે ધ્રુવ આટલું ખોટું શા માટે બોલે છે? મેહુલની ઈચ્છા અત્યારે જ ધ્રુવને બધી હકીકત જણાવી દેવાની હતી કે તેના જૂઠાના વિષે પહેલા જ ખબર પડી ગઈ હતી. પણ મેહુલ ચૂપ જ રહ્યો. તેને આ વિષે ધ્રુવ સાથે રૂબરૂમાં જ વાત કરવી હતી.

“ હમ્મ.… સારું” મેહુલે ટૂંકમાં પતાવ્યું.

ધ્રુવને મેહુલનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું. ધ્રુવ મેહુલની આ સ્થિતિ સમજી શકતો હતો. કેમ કે રાહીના મમ્મી-પપ્પાએ મેહુલસર તેમને માર્કેટમાં મળ્યા હોવાની ફોનમાં વાત કરી હતી. આથી મેહુલસરને મનમાં પોતાના અને રાહીના ખોટું બોલવા પર મનોમન થોડો શક હોય તેવું લાગ્યું. પણ પોતે જ્યારે જુનાગઢ જશે ત્યારે રિદ્ધિમેમને તેમની સામે લાવશે ત્યારે તે ખુદ જ સમજી જશે આમ વિચારી ધ્રુવને પણ હાલમાં ચુપ રહેવાનુ જ યોગ્ય લાગ્યું.

“ ઓકે સર હું અને રાહી બે દિવસમાં ઓફિસ પર આવવા લાગશુ અને હા આટલા દિવસ અમારા વગર તમારે કામનો ભાર વધી ગયો તેના માટે હું દિલગીરી છું.” ધુવ

“ કઈ વાંધો નહીં, ચાલ ફોન રાખું છું. થોડું કામ છે.” મેહુલ

આખરે રિદ્ધિની રાહ પુરી થઈ ટ્રેન જુનાગઢ સ્ટેશન પર આવીને થંભી ગઈ. જૂનાગઢમાં પ્રથમ કદમ મુક્તાની સાથે જ રિદ્ધિને અંદરથી શાંતી મળી રહી હતી. તેની આત્મા જે ધણા સમયથી મુક અવસ્થામાં હતી તે અચાનક જ સભાન બનવાની કોશિશ કરી રહી હતી. આ સમયે રિદ્ધિને આઠ વર્ષે પહેલા જુનાગઢ છોડ્યાનો ભારોભાર અફસોસ થતો હતો. તેનું મન મેહુલને મળવા તત્પર હતું.

“ મમ્મી - પપ્પા ચાલો આપણે અત્યારે જ મેહુલ પાસે જઈ આવીએ મારે અત્યારે જ બધી વાતોની ચોખવટ કરી લેવી છે.” રિદ્ધિએ મક્ક્મતાથી કહયું.

“ હા બેટા આપણે જશું પણ પહેલા તું ઘરે તો ચાલ. થોડું કઈ જમી લે. આરામ કરી લે પછી આપણે શાંતીથી કાલ મેહુલ પાસે જશું.” ભારતીબહેન

“ મમ્મી વાત તો આજ પણ કરવાની છે અને કાલ પણ. તો પછી આજે જ કેમ નહીં?” રિદ્ધિ

“ દરેક વાતનો એક સમય હોય છે બેટા. જલ્દીમાં લેવાયેલા નિર્ણય ક્યારેક ખુબ જ તકલીફ આપે છે. હું નથી ચાહતી આ વખતે પણ તું કોઈ જલ્દીમા એવો નિર્ણય લે જેનાથી બધાની જિંદગી ત્યાની ત્યાં અટકી જાય. હવે હું તને કોઈપણ હાલતમાં મારાથી દૂર થતાં નહીં જોઈ શકું “ ભારતીબહેન

“ હા રિદ્ધિ, ભારતીઆંટી ઠીક કહે છે. બે દિવસનો સફરનો થાક છે. તારે થોડો આરામ કરવો જોઈએ.” મિલન

“ સારું તો આપણે ઘરે જવા નિકળીએ. મિલન, રાહી, ધ્રુવ તમે પણ કાલ ત્યાં હાજર રહેજો જ્યારે હું મેહુલને મળવા માટે જાઉં.” રિદ્ધિ

“સારું.” મિલન

“ હું અને ધ્રુવ તો સવારથી જ ઓફિસે હશું.” રાહી

***

બીજા દિવસે સવારે રાહી અને ધ્રુવ ઓફિસે પહોંચે છે. બંને મેહુલની ઓફિસમાં જાય છે. ઓફિસે આવવા પહેલા રાહીએ મિલનને જાણ કરી દીધી હોય છે તેના અને ધ્રુવના આવવાની. આથી મેહુલ બંનેની રાહ જોતો બેઠો હોય છે. તે મનમાં ને મનમાં બંને સાથે શું વાત કરવી તે વિચારી રહ્યો હોય છે.

“ આવો, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો.” મેહુલે બંનેની સામે ભાવવિહીન ચહેરે જોયું.

આ પહેલા મેહુલસરે આવું વર્તન ક્યારેય ન કર્યું હોવાનું રિદ્ધિએ અનુભવ્યું. મેહુલના ચહેરા પર હંમેશા એક સ્મિત રહેતું હતું. પણ આજ તે બનનેથી નારાજ હોય તેવું તેમના વર્તન પરથી લાગ્યું.

“ આવી ગયા કશ્મીરથી?” મેહુલ

“ હા કાલ જ આવ્યા.” રાહી

“ ઓહ, ખૂબ મજા આવી હશેને પરિવાર સાથે ફરવાની ?” મેહુલ

“ સર.… અમે...” રાહી બોલવામાં અચકવા લાગી॰

ધ્રુવ હજુ આ જૂઠાણું રિદ્ધિમેમ મેહુલસર સામે સામે ન આવી જાય ત્યાં સુધી ચલાવવા માંગતો હતો. આથી આગળની વાત તેને સંભાળી.

“ હા સર ખુબ જ મજા આવી કાશ્મીરના દરેક સ્થળોએ ફર્યા. ધણા બધા ફોટા પણ લીધા. ધ્રુવ

“ તો લાવ હું પણ તમારા પરિવાર સાથેના ફોટા જોવાનું પસંદ કરીશ.” મેહુલે ધુવનું જૂઠાણું તેના પર ચલાવ્યુ.

ધ્રુવ થોડો ગભરાયો. ત્યાં ઓફિસમાં રિદ્ધિના મમ્મી-પપ્પા આવ્યા. સાથે મિલન પણ હતો.

“ હું આપું છું તને બધા જવાબ મેહુલ.” ભારતીબહેન

“ અરે આંટી-અંકલ તમે? મિલન તું પણ? અને તમે કયો જવાબ આપવાની વાત કરો છો? આજ આમ એકસાથે તમે બધા અહી? મારા તો કઇં જ સમાજમાં નથી આવતું.” મેહુલે અસ્વસ્થ થતાં કહ્યું.

“ જણાવું છું બધુ જ જણાવું છું. પહેલા તું શાંતિથી બેસી જા.” ભારતીબહેન

મેહુલ પોતાની ખુરશી પર બેસી જાય છે અને ભારતીબહેનની સામું પ્રશ્નાર્થ નજરે જુએ છે.

“ હા તે વાત સાચી છે કે રાહી-ધ્રુવ કશ્મીર ગયા હતા. પણ તેમના માતા-પિતા સાથે નહીં પણ અમારી સાથે. હું, તારા અંકલ અને મિલન અમે ત્રણેય રાહી-ધ્રુવ સાથે ગયા હતા.

“ પણ શા માટે?” મેહુલની સમજથી બધુ બહાર જતું હતું.

“ મને લેવા માટે.” રિદ્ધિ

અચાનક જ મેહુલનના કાનમાં એક જાણીતો અવાજ સંભળાય છે. હા તે અવાજ રિદ્ધિનો હોય છે તેવું મેહુલનું હદય તેને જણાવી રહ્યું હોય છે. મેહુલને પોતાના કાન પર વિશ્વાસ નથી થતો. આથી તે અવાજ આવ્યો તે દિશામાં નજર ફેરવે છે. ખરેખર તેની સામે રિદ્ધિ ઊભી હોય છે તે જાણી મેહુલ સફાળો બેઠો થઈ જાય છે તેનું હદય રિદ્ધિને પોતાની સામે ઉભેલી જોઈ એક ધબકારો ચુકી જાય છે. થોડીવાર માટે બંને આ જ અવસ્થામાં ઊભા રહી એકબીજાને તાક્યા કરે છે॰ મેહુલને પોતાની આંખો પર વિશ્વાસ ન થતાં તે રિદ્ધિની નજીક જાય છે.

“ રિદ્ધિ તું ખરેખર અહી છે ?” મેહુલ

“ હા મેહુલ હું સાચે જ તારી સામે છું.” રિદ્ધિ નરમ સ્વરે બોલે છે.

“ હું કોઈ સપનું તો નથી જોઈ રહ્યો ને?” મેહુલ

“ ના મેહુલ આ હકીહત છે.” રિદ્ધિ

“ પણ તું અહિયાં કેવી રીતે ? કયા હતી તું આટલા સમય સુધી? કઈ હાલતમાં હતી? તું ઠીક તો છે ને ? મેહુલ ભાવુક થઈ એક સાથે ધણા બધા પ્રશ્નો કરી લીધા.

“ મને હું અહિયાં આ સમયે તારી સામે ઊભી છું તો તે માત્રને માત્ર રાહી ધ્રુવના કારણે॰ તે લોકો મને અહી લઈ આવ્યા છે. તે બંને જ મમ્મી – પપ્પાને ત્યાં કાશ્મીર લઈ આવ્યા. મમ્મીએ મને સમજાવ્યું કે આમ પોતાનાઓથી દૂર રહી કે મુશ્કેલીઓથી ભાગવાથી કઈ પરેશાની પીછો નહીં છોડે. આથી આજ હું દરેક તકલીફો દૂર કરવા આવી છું.”રિદ્ધિ

“ ઓહ, તો તમે બધા સાથે કાશ્મીર ગયા હતા રિદ્ધિને લેવા માટે? રાહી – ધ્રુવ તમે લોકોએ મને આ વાત પહેલા કેમ ન કહી? એ બધુ તો ઠીક પણ ભારતીઆંટી તમે પણ ન કહી મને આ વાત? મારી જીંદગીથી જોડાયેલી આટલી મોટી વાત તમે મને જ ન કહી? હું રિદ્ધિને મળવા માટે કેટલો બેચેન હતો અને રિદ્ધિ તું ...? તું પણ આમ મને કહયા વગર અચાનક જતી રહી? મને એકવાર પુછવાનું પણ જરૂરી ન લાગ્યું કે હકીકત શું છે? શું આટલો જ વિશ્વાસ હતો તને મારા પર? તને મારા પર નહીં તો કહી નહીં તારા પ્રેમ પર પણ વિશ્વાસ નહોતો? તને સાચે જ એ વાતનો એકપણ વખત અહેસાસ નથી થયો કે તે કોઈ ખોટી વ્યક્તિને પ્રેમ ન કર્યો હોય?” મેહુલ એકી સ્વાસે બોલી ગયો.

“ કહી લે મેહુલ તારે જેટલું કહેવું છે. હું જાણું છું તારી તકલીફ .પણ તારા બોલવા પછી મારે તને એક હકીકતથી વાકેફ કરવો છે.” રિદ્ધિ

“ અરે તે જ વાત તો હું તને સમજાવવા માગું છું કે હકીકત તું જે વિચારે છે તે નથી પણ હકીકત કઈક બીજી જ છે જે તું નથી જાણતી અને આ હકીકત ન જાણવાના લીધે જ આટલા સમયથી આપણે એકબીજાથી દૂર હતા.” મેહુલ

“ હું પણ તને તે જ વાત ક્યારની સમજાવવાની કોશિશ કરું છું કે તું જે હકીકતની વાત કરે છે તે મને પહેલેથી જ ખબર છે અને આ જ હકીકતના લીધે હું તારાથી અને બધાથી દૂર થઈ ગઈ. કારણ કે પહેલેથી જ મે બધાને અને ખાસ કરીને તને ધણી તકલીફ આપી હતી અને તારો વિશ્વાસ પણ તોડ્યો હતો. આથી હું તારા પ્રેમને લાયક નહોતી. માટે મે તને છોડીને જતું રહેવાનો જ વિકલ્પ પસંદ કર્યો.” રિદ્ધિ

“ શું મતલબ ? મને કઈ પણ વાત સમજાતી નથી. શું કહેવા માગે છે તું?” મેહુલ

“ તું મને એ જ હકીકત જણાવવા માગે છે ને કે, રીનાબહેને આત્મહત્યા કરી? તેમના પતિ ના મોતના જવાબદાર તે પોતે અને તેનો દિયર છે?તે લોકોએ આ બધુ ષડયંત્ર માત્ર પૈસા મેળવવા કર્યું. રીનાબહેન તેના દિયરના પ્રેમમાં હતા પણ તેના દિયરે તો માત્ર તેનો ઉપયોગ કર્યો પૈસા મેળવવા માટે. આથી તેમને અફસોસ થતાં આત્મહત્યા કરી અને એક ખાસ વાત કે તારા અને રીનાબહેન વચ્ચે કોઈ ખોટો સબંધ હતો જ નહીં.” રિદ્ધિ

“ હા પણ આ બધી વાતની તને કઈ રીતે ખબર પડી?” મેહુલે આશ્વર્ય સાથે કહયું.

“ આ બધી વાતની મને પહેલેથી ખબર પડી ગઈ હતી. આ જ વાત જાણી મને ખૂબ જ અફસોસ થયો કે મે તારા જેવા માણસ પર શક કર્યો . મે મારા પ્રેમ પર શક કર્યો.આથી હું મારી જાતને માફ ન કરી શકી. તેથી હમેશા માટે મારી જાતને તારાથી દૂર કરવાનો નિણર્ય લઈ લીધો.” રિદ્ધિએ રડતાં કહયું.

બધા ચૂપચાપ રિદ્ધિ – મેહુલની વચ્ચે થઈ રહેલી વાતો સાંભળતા હતા.

“ પણ તને એકપણ વખત પણ ઇરછા ન થઈ સત્ય જાણવાની? કે પછી તું કોઇની કહેલી વાતોને જ સત્ય મને છે? ક્યારેક આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું સાબિત થાય છે. તો આ આપના સબંધની બાબત હતી રિદ્ધિ. એક મોકો પણ ન આપ્યો મને તે મારી વાત કહેવાનો?” મેહુલ ની આંખોમાં પણ ઝળઝળીયા હતા.

“ હું પણ ખૂબ જ અસમંજસમાં હતી જ્યારે હું જુનાગઢ છોડીને ગઈ. આથી મે મારી ખાસ સખી શ્રેયાની સલાહ લેવાનું પસંદ કર્યું. આથી હું શ્રેયાના ઘરે વિધાનગર ગઈ હતી. શ્રેયાનું પણ કહેવું હતું કે મારે તને એક વખત આ બાબતે વાતચીત કરવા માટે મળવું જોઈએ. આથી હું બીજા દિવસે જુનાગઢ આવવાની હતી આ બાબતે તારી સાથે વાત કરવા માટે. પણ તે પહેલા રીનાબહેને મને ફોન કરી બધી હકીકત જણાવી દીધી. હકીકત જાણી હું અંદરથી ખૂબ જ ભાંગી ગઈ. પછી મને તારી સામે આવવાની હિમત જ ન થઈ. મે તારી સાથે જે ખોટું કર્યું તેની સજા તો મને મળવી જ હતી.” રિદ્ધિ

“ પણ તારા આ નિણર્યથી હું અને ખાસ અંકલ – આંટી કેટલા તકલીફમાં હતા તે વાતનો તને કોઈ અંદાજો છે?” મેહુલ

“ મને માફ કરી દે મેહુલ.” રિદ્ધિ પોક મુકી રડવા લાગી.

“ રિદ્ધિ હું તારાથી નારાજ નથી પ્લીજ તું આમ રડ નહીં “. મેહુલે રિદ્ધિના આસું લૂછતા કહયું

“ અચ્છા તું તો મારાથી નારાજ નથી ને મેહુલે થોડું હસતાં પૂછ્યું.

“ હેરાન ન કર મને આવું પૂછીને.” રિદ્ધિ મેહુલની પીઠ પર ધબ્બો મારતા કહયું

બધા જ એકી સાથે હસી પડ્યા.

“ રાહી – ધુવ હું તમારાં બંનેનો ખુબ જ આભારી છું . તમે બંને મારા ખુશી શોધવા માટે ત્યાં કાશ્મીર ગયા અને હું તમારાં પર જ શક કરી બેઠો.” મેહુલે બંનેની માફી માગતા કહયું.

“ અરે સર, અમે સમજી શકીએ અમે તમારાથી જરા પણ નારાજ નથી.” ધુવ

“ ચાલો હવે આપણે બધાએ બહાર જવું જોઈએ થોડીવાર રિદ્ધિમેમ – મેહુલસરને થોડો સમય આપવો જોઈએ.” રાહી

“ હા ચાલો હું પણ બ્રામણ પાસે જઈને સારું મુહર્ત જોવડાવું મારી દીકરીના લગ્નનું . મેહુલ તારા માતા- પિતાના ફોન કરી દે હવે અમારે જલ્દી વેવાઈ બનવાની તારીખ નક્કી કરવી છે.” ભારતીબહેને ખુશીથી કહયું.

બધા એકસાથે ફરી હસી પડ્યા.

મિત્રો, હું તારી રાહમાં” આજ રિદ્ધિ – મેહુલ ના મિલન સાથે પુરી થાય છે. તમને કહાની કેવી લાગી તે જરૂરથી જણાવજો. સાથે હું બધા વાચક મિત્રોનો પણ આભાર માનું છું જેમણે અત્યાર સુધી મારી વાર્તા વાંચી અને મને સારો પ્રતિસાદ આપ્યો. આભાર જય શ્રી કુષ્ણ..

7698420749