આસપાસ, ઉંચા ઘટાદાર વૃક્ષો હતા. એ પણ જમીનની નીચે.. મોટા મોટા વિવિધ રંગોના બિલાડીના ટોપ હતા.આ બધું સામાન્ય હતું? ના!!! આ સામાન્ય નોહતું. ઝાડ, બિલાડીના ટોપ, ફળો ફૂલો એ સામન્ય કદના નહીં પણ અસામાન્ય વિશાળ કદનાં હતા. ઉડતાં જીવડાઓની અહીં ભરમાર હતી. તેઓ જ્યારે પાંખો ફરફરાવતા હતા, ત્યારે તેમાંથી રોશની નીકળી રહી હતી. તેઓ સામાન્ય અગારિયાઓથી કદમાં મોટા હતા. તે સિવાય અહીં, કેટલાક પુષ્પો પણ ઝગમગતા હતા. વિશાળ કદના અગારિયો અમારી તરફ આવી રહ્યો હતો. જાણે તે અમને થોડી જ ક્ષણોમાં પોતાનો કોળિયો બનાવી મૂકશે. મોત અમારાથી ફક્ત બે ડગલાં જ દૂર હતી. વનવાસીઓ ચમકદાર પથ્થરને બહાર કાઢી તેની તરફ કર્યો. રોશનીથી અંજાઈને અગારિયાએ પોતાની દિશા બદલી દીધી. અમે હાસ્કારો અનુભયો! જમીન નીચેની આ પાતાળી દુનિયામાં, ફૂલ, છોડો, ચમકી આ અંધારી દુનિયામાં રોશનીભરી રહ્યા હતા.
જમીનમાં કેટલા સુધી અંદર આવ્યા તેનો કોઈ અંદાજો નોહતો. છેલ્લા કેટલાક દિવસો અમારી સાથે બની રહેલી અજીબ ઘટનાઓમાં એક આ ઘટના પણ ઉમેરાઈ ગઈ હતી. જમીન ભીની હતી. આસપાસ પાણીનો કોઈ મોટો સ્ત્રોત હોવો જોઈએ.
"સાવધાની પૂર્વક આગળ વધજો..." રાજદીપે કહ્યું.
બધા બીલ્લી પગે, સાવધાની પૂર્વક આસપાસ જોતા આગળ વધી રહ્યા હતા.
"મજીદ સંભાળીને....."
"કેપ્ટન.... મારી ચિંતા ન"
વાક્ય અધૂરું જ રહી ગયુ.
મજીદનો એક ફંદામાં પગ આવી ગયો હતો. જેથી તે ગોળ આકારની ટોકરીમાં જે જમીનની અંદરથી નીકળી હતી. જમીનથી ઉપર ઉઠી હવામાં લટકતી રહી ગઈ.ટોકરી કોઈ વેલા સાથે મજબૂતીથી બાંધેલી હતી. જે વેલાઓ ઘટાદાર ઝાડીઓ તરફ જઈ રહી હતી.
" જલ્દી રસ્સી કાપો....." અજયે કહ્યુ.
હાથમાં રહેલો ધારદાર ખંજર લઈને રાજદીપ આગળ વધ્યો.
"રસ્સી ન કાપતા.... રસ્સી ન કાપતા મારા પગ નીચે ધારધાર ભાલાઓ ગોઠવાયા છે.નીચે પડતા જ મારા શરીરની આરપાર થઈ જશે."
ટોકરી અચાનક ઉડનખટોલાની જેમ મોટા ઘટાદાર વૃક્ષોની તરફ ખેંચાઈ રહી હતી.
મજીદ જોરજોરથી ચીંખી રહ્યો હતો. "બચાવો બચાવો......"
બધા પાછળ ભાગ્યા પણ તે ઝાડીઓમાં લુપ્ત થઈ ગયો.
"દોસ્ત હું તને મારાથી દૂર થવા નહિ દઉં...."
અજયે રાજદીપેના ખભા પર હાથ મુકતા કહ્યું.
"મજીદ તમારો એક નો નહીં અમારા બધાનો મિત્ર છે."
વનવાસીઓ, હવામાં હાથ લહેરાવી પ્રાર્થના કરી રહ્યા હતા.
દર વખતે તે પ્રાર્થના કરતા ત્યારે કોઈને કોઈ આવતું. અમે આ વખતે ચારેતરફ મીટ માંડી બેઠા હતા. આ વખતે કોઈ જ ન આવ્યું.
વનવાસીઓ હાથમાં તીરો તૈયાર રાખીને અમને સાવચેત રહેવાનું કહ્યુ. વાતાવરણમાં નિઃશબ્દ શાંતિ ફરી વળી.....
"નકશામાં તો આવી કોઈ જ જગ્યાનો ઉલ્લેખ નોહતો." રાજદીપે કહ્યુ.
"નકશો માત્ર આપણે શિવમ ટાપુ સુધી લઈ આવે છે. અહીં આપણે ક્યાં જવું? કોને મળવું? કઈ જ ઉલ્લેખ નથી." અજયે કહ્યું.
"નકશામાં એક વસ્તુ ચોક્કસ હતી. વનવાસીઓ.." પ્રિયાએ કહ્યું.
"વનવાસીઓ, અમને તો કોઈને ન દેખાણાં..." વિજયે કહ્યું.
"પ્રિયા સાચું કહે છે. વનવાસીઓ હતા. આ નકશામાં, જુવો વનવાસીઓના વડાના માથે જે, મુગઠ જેવું છે. તેવો જ નિશાન શિવમ ટાપુના નકશાની વચ્ચે છે." રાજદીપે નકશો કાઢી બધાને બતાવ્યો.
"મતલબ, વનવાસીઓ આપણી રક્ષા માટે જ અહીં છે. તેઓ વર્ષોથી જાણતા હતા. કે આપણે અહીં આવવાના છીએ." રાજદીપે કહ્યું.
"તેઓ પાસે કોઈ આધુનિક ઉપકરણો નથી તો વર્ષો પહેલા આપણાં પૂર્વજો જે નકશો બનાવી ગયા છે. તેમનો અને હાલના આ વનવાસીઓ વચ્ચે કઈ રીતે કોમ્યુનિકેશન થયું હશે?" અજયે કહ્યું.
"જે રીતે લોકવાર્તાઓ હોય છે. ઓઠાઓ હોય છે. કહેવતો હોય છે. કોણે લખી ક્યારે લખી કોઈ જ જાણતું નથી. પણ તેઓ પેઢી દર પેઢી આગળ વધે છે. આપણે પણ આપણા દાદા-દાદી- નાના-નાની પાસેથી સાંભળી બીજાને કહીએ છીએ. આ લોકોના પૂર્વજો પણ તેને પેઢી દર પેઢી કહી ગયા હશે. કોઈ આવશે બીજી દુનિયાથી જેની તમારે મદદ કરવાની છે." પ્રિયાએ કહ્યું.
" મને પણ એવું જ લાગે છે.આપણે અહીં સુધી પોહચ્યા તેમાં આ લોકોની બહુ મોટી ભૂમિકા છે." રાજદીપે કહ્યુ.
***
"મજીદ સુધી પોહચવા માટે મારી પાસે એક રસ્તો છે." રાજદીપે કહ્યુ.
"કયો રસ્તો?" અજયે પૂછયું.
"હું, આ ફંદામાં મારો પગ મુકીશ...."
" અમે મજીદને ખોયો છે. તમને ખોવા નથી માંગતા કેપ્ટન...." અજયે કહ્યુ. સાથે સાથે અજયની વાતમાં બધાએ સહમતી દર્શાવી.
"જ્યારે મજીદ એ ફંદામાં ફસાયો, ત્યારે ઘણા સમય માટે તે ત્યાં જ લટકી રહ્યો હતો. હું એ સમયે એ ફંદાને તોડી, તે ટોકરીની બહાર આવી.... ટોકરીની પાછળ પાછળ તે રસ્તે વેલાની મદદથી આગળ વધીશ."
"પણ તેમાં ખતરો છે. કેપ્ટન....."
"મજીદ સુધી પોહચવા માટે બસ આ જ એક રસ્તો છે. પછી ક્યાંક મોડું ના થઇ જાય...."
રાજદીપે ફંદામાં પગ મુકતા, લાકડાની ટોકરી જે ચારે તરફથી વેલાઓથી પેક હતી. નીચે ધારદાર ભાલાઓ હતા. થોડી જ ક્ષણોમાં તે જમીનથી ઉઠી ઉપર ખેંચાઈ ગયો. આસપાસના વેલાઓને તેને ચપ્પુ વળે કાપી બહાર આવી ગયો.
પણ તેને ટોકરીને છોડી નહિ, તેની બહાર નીકળી ટોકરી પકડીને ઉભો રહી ગયો. હજુ કોઈ કઈ વિચારે તે પહેલાં જ ટોકરી ફરી ઘટાદાર વૃક્ષો તરફ વધી......
"રાજદીપ...."બધા એક સાથે પુકારી ઉઠ્યા.
"હું મજીદને લઈને પાછો આવું છું. મારી રાહ જોજો...."
"રાજદીપે ફક્ત, વેલાઓ પકડી તેની સાથે વધવાની વાત કરી હતી. હું પણ કેપ્ટન સાથે જાઉં છું."
"ના.. અજય.... આપણે રાજદીપની રાહ જોઈએ. તેને કહ્યું છે. તે મજીદને લઈને અહી આવશે. આપણી ભલાઈ તેમાજ છે." પ્રિયાએ કહ્યુ.
***
વિશાળ ગુલાબમાંથી ફૂલની સુગંધ આવી રહી હતી. મેં વિજય અને કલ્પેશને મારી સાથે આવવાનો ઈશારો કર્યો. મુલાયમ ગુલાબની પંખુડી પર હું આરામથી પગ ફેલાવી લેટી ગયો.
"કેટલું આરામ દાહી છે."
"હા... એકદમ મુલાયમ.... આટલા દિવસમાં આ પેહલી વાર ઉંઘવા માટે સારી જગ્યા મળી છે." અમને જોઈને પ્રિયા અને વનવાસીઓ પણ આવ્યા.
" તમે ગુલીવરની યાત્રા વિશે સાંભળ્યું છે?" પ્રિયાએ કહ્યું.
"ના......" એક સુરમાં ત્રણે બોલી ઉઠ્યા.
"ગુલીવર એક જહાજમાં નોકરી કરતો હતો. એક વખત સમુદ્રમાં મુસાફરી દરમિયાન તુફાનમાં તેનો જહાજ ડૂબી ગયો. પણ સદભાગ્યે તે બચી ગયો. તરતા તરતા એક કિનારે આવી ગયો. ખૂબ થાકી ગયો હોવાના કારણે, તે ત્યાં જ ઊંઘી ગયો. જ્યારે તેની આંખ ખોલી તો તેની આસપાસ એક વેતિયાઓનો ટાળો હતો."
"એક વેતીય એટલે?" કલ્પેશે પૂછ્યું.
"એક વેતીયા એટલે તેનો આકાર એકદમ નાનો જે રીતે આપણે આપણા હાથથી વેંત માપીએ તેટલો...." પ્રિયાએ કહ્યુ.
આ સાંભળતા બધા બોલી ઉઠ્યા "આ વાર્તા તો અમે સાંભળી છે."
"એવું જ કઈ આપણી સાથે ઘટે તો? જુવો આ જગ્યાને અહીં બધું કેટલું વિશાળ છે. મને લાગે છે. અહીં માનવ પણ હશે જેનો આકાર વિશાળ હોવો જોઈએ." પ્રિયાએ કહ્યુ.
" એ બધું ફિલ્મોમાં અને વાર્તાઓમાં જ સારું લાગે...." કલ્પેશ પોતાના શબ્દો હજુ પુરા કરે ત્યાં જ ધરતી હલવા લાગી... કોઈ વિશાળ દેહિ માનવ આવી રહ્યો હતો.
બધા જ ફૂલની પાછળ છુપાઈ આ માનવને જોઈ રહ્યા હતા.
" મેં કીધું હતું ને જોઈ લે આ માનવ ને.."પ્રિયાએ કહ્યું.
જાણે તે પ્રિયાનો અવાજ સાંભળી ગયો હોય.. તે રીતે ફુલને હટાવયો....
"ભાગો...."
વનમાનવીઓ અને આખી ટોળકી જંગલ તરફ ભાગી....
વિશાળ દેહિ માનવના પગથી જમીન હલી રહી હતી. જાણે હમણાં જ ભૂકંપ આવશે.....
અમને આગળ વધવાનો ઇશારો કરી વનમાનવીઓ માનવ પર તીરોથીની વર્ષા કરી રહ્યા હતા.એક તીર તેની આંખમાં વાગતા વિશાળ દેહિ માનવના શરીરમાં દર્દથી ચીંખી ઉઠ્યો. જે હાથમાં આવતું હતું તેને મૂળિયાથી ઉખેડી અમારી તરફ ફેંકી રહ્યો હતો.
ક્રમશ.