નિખિલ હવે , 23 વર્ષનો થઈ ગયો તો ઘરના બધા સભ્યો ની એક જ ઈચ્છા કે હવે નિખિલ નું સગપણ કરાવી નાખીએ કેમ કે પિતાના વ્યવસાય માં ને સમજશક્તિ માં પીઢ થઈ ગયો તો ...
આમતેમ કરતા એની બાયો - ડેટા છપાવી ને હિતેશભાઈ ( નિખિલ ના પપ્પા ) વેપારી વર્તુળ માં જ્યારે મળે ત્યારે અચૂક કહે કે , હવે નિખિલ નું કરવાનું છે સારી છોકરી હોઈ તો બતાવજો .. ને દાદા , મમી , દાદી બધા આ રીતે કેહવા લાગ્યા ..
સ્કૂલ થી માંડી કોલેજ સુધી કો - એજ્યુકેશન હોવા છતાં નિખિલ કોઈ ગર્લ જોડે બોલે નહિ ને મમી પાપા નો લાડકો એક જ દીકરો દાદા દાદી નો ય કહીયારો આમ તો હિતેશ ભાઈ ત્રણ ભાઈઓ પણ દાદા ને હિતેશભાઈ ને ત્યાં જ ગમે ....
આમતેમ કરતા છ મહિના વીતી ગયા એક બે છોકરીઓ ની વાતો ય આવી પણ મન માન્યું નહિ હિતેશભાઈ નું એટલે બારોબાર થી ના કહી દીધી ...
આખરે નિખિલ ના બર્થડે ના એક અઠવાડિયા પેલા વેપારી મિત્ર ની જ દીકરી હિરલ ની વાત આવી હિતેશભાઈ ને મગજ માં ઉતર્યું કેમ કે , મિત્ર હતા ને બંને સારું એવું ભળે ય ખરા ...
જન્માક્ષર જોવડાવ્યા સારું પરિણામ આવ્યું એટલે મિટિંગ કરી હિતેશભાઈ ના ઘરે ..
નિલેશભાઈ ( હિરલ ના પપા ) એ ઘર , છોકરાનો સ્વભાવ , હિતેશભાઈના વાઈફ પપા મમી નો સ્વભાવ ને ધંધો બધું મસ્ત લાગ્યા પછી કીધું , કે હવે તમે આવો મિટિંગ માટે ...
બર્થડે ના આગલા જ દિવસની બપોરે 4 વાગે મિટિંગ ગોઠવી ...
નિખિલ આમતેમ જોઈ રહ્યો તો પહેલી વાર એક છોકરી ને મળશે ને શુ વાત કરશે કેમ વાતો કરવી એ મૂંઝવણ મા હતો ..
ને નિખિલ ને પાણી નો ગ્લાસ આપ્યો ને ધ્રુજતા તા હાથ એના પછી કીધું કે , મળી લો તમે બંને ...
નિખિલ ખૂબ શરમાતો હતો પણ હિરલ નહિ બધી વાતો હિરલ જ કરે આખરે 3 મિનિટ મા બન્ને એ બહાર આવતા ની સાથે આઈસ્ક્રીમ ખાધો બધાની સાથે ...
આખરે છુટ્ટા પડયાની વેળા એ નિલેશભાઈ એ કહ્યું સાંજે ફોન કરું તમને ..
નિઃશબ્દ હિતેશભાઈ ડોકિ ધુણાવીને હા કહી દીધી આ બધું જ દાદા જોઈ રહ્યા તા ...
સાંજે ફોન ય આવ્યો પણ ન ઉપાડ્યો વળી , રાત્રે રોજની જેમ ડાઇનિંગ ટેબલ જમતી વખતે ફોન આવ્યો પણ ન ઉપાડ્યો ..
આખરે દાદા એ મૌન તોડીને કહ્યું કે , બેટા હિતેશ શુ થયું શુ અટકે છે ક્યાં મૂંઝવણ છે , કહીશ ...
હિતેશભાઈ બોલ્યા , બાપુજી છોકરો બહુ ફોરવર્ડ છે આપણા ઘરમાં ન ચાલે એ બહુ છોકરાઓ જોડે બોલે છે ખબર નહિ કેમ કોઈ છોકરા જોડે ચાલુ ય હોઈ ????...
બધા જમીને ઉભા થયા કોઈ કઈ બોલ્યું નહિ ....
રાત્રે 12 ના ટકોરે એ ડીંગ ડોંગ બેલ વાગીને બધા ઉઠી ગયા કે , કોણ હશે બધા મૂંઝવણ માં ય હતા કેમ કે , હજુ આન્સર નહોતો આપ્યો નિલેશભાઈ ને ...
દાદા એ ગેટ ખોલ્યો તો હિરલ હતી એકદમ પરીની જેમ હાથમાં એક બોક્સ હતું ને ગિફ્ટ હતી ...
દાદા નો હાથ પકડીને દાદા ને પૂછતા પૂછતા નિખિલ રૂમ પર ગઈ ને જગાડ્યો બર્થડે વિષ કર્યું બધા જોડે સેલિબ્રેટ કર્યો બર્થડે ... ????
એ નિખિલ ની ખુશી બે જ વ્યક્તિ જોઈ શક્યું એક દાદા ને બીજા નિખિલ ના મમ્મી ...
બીજા દિવસે સવારે | -
હિરલ આવી ઘરે 8 ના ટકોરે ને વેઇટ કર્યું કે હું ને નિખિલ બન્ને જઈએ મંદિરે દર્શન કરીશું પછી , નાસ્તો કરીશું , ફ્રેન્ડ્સ ને મળીશું , ઘરે આવીને બધા જોડે જમીશું પછી મુવી , પછી ક્યાંક બારે જઈશું ,પછી ફેમિલી જોડે બારે જમવા જઈશું ....
આ બધું જ દાદા જોઈ રહ્યા તા ..
નિખીલ આવ્યો રોજિંદા ની જેમ કપડા પહેર્યા તા દાદા એ ગુસ્સા થી કીધું સરખા કપડાં પેરી આવને દીકરી જોડે જા દુકાન પર હું જઈશ ...
દાદા નો કહિયારો એટલે જેમ કીધું એમ કર્યું હિતેશભાઈ બાપુજી સામે કંઈપણ કહ્યા વગર દુકાને જાય છે ...
આખો દિવસ હિરલ ની ખ્વાઈશ મુજબ પસાર થાય છે ..
એ બર્થડે ની રાત્રે 12 વાગે ઘરે પહોચે પછી દાદા બધાને કહે છે બેસો વાત કરવી છે મારે ..
શુ હિતેશ હવે કે ,આ ફોરવર્ડ છે પણ નિખિલ ને સમજે છે આટલો ખુશ નિખિલ ને પહેલી વાર જોયો મેં આવી રીતે સેલિબ્રેટ કર્યા એ એને અનુભવ પહેલી વાર થયો હશે હવે શું વાંધો છે તને ??
હિતેશભાઈ બોલ્યા કે કાલે કહું મને સમય આપો વિચારવા માટે ..
એ રાત્રી ના તો નિખિલ કે દાદા કે હિતેશભાઈ , દાદી , મમી કોઈ ને નીંદર જ ન આવી ...
બસ સવારે કીધું કે ,એ ફોરવર્ડ છે તમે જોયું નહિ આવી રીતે છોકરી 12 વાગ્યે એકલી આવી ને આખો દિવસ આમ રખડી આ આપના ઘરમાં ન ચાલે એમ કહી ને ચાલ્યા ગયા ....
દુકાને પણ રોજની જેમ કામ કરતો રહ્યો નિખિલ કઈ ન બોલ્યો ...
દાદા આવ્યા દુકાને એવામાં ને સામેથી નિલેશભાઈ પણ આવ્યા ને હિતેશભાઈ જોઈ ગયા એટલે ગોડાઉન માં ચાલ્યા ગયા ને માણસ ને કીધું કે પૂછે એટલે કહી દે જે બહાર ગયા છે ...
દાદા ને નિલેશભાઈ વાતો કરવા લાગ્યા ને એમ કરતાં 30 મિનિટ થઈ ગઈ ને બન્ને દુકાન પર ગયા પૂછ્યું તો કહ્યું કે , હા એ બહાર ગયા ...
નિલેશભાઈ - ઓક્કે કાઈ વાંધો નહિ , દાદા એમને ફોન કેમ ન ઉપાડ્યો હું તમારા જવાબ ની રાહ જોતો તો ...
ને એવામાં નિખિલ આવે છે ..
નિલેશભાઈ પૂછે છે કે , બેટા કેવો રહ્યો દિવસ તારો ,
હિરલને કેટલાય ફ્રેન્ડ્સ છે બધાની લાઈફ માં કોઈ ને કોઈ ઇસ્યુ હોઈ જ એટલે હિરલ પાસે આવે ને સોલ્યુશન કરી આપે ,
આઈ થિંક તને ગમ્યું હશે ....
( આ બધું જ હિતેંશભાઈ સાંભળતા તા )
એને 4 તો બેસ્ટ ફ્રેન્ડ છે અમારા ઘરે ય આવે બધા મસ્ત વ્યવક્તિત્વ વાળા એમ કહીને કીધુ કે , ચલો હવે હું જાઉં ઓફીસ એ મોડું થાય છે .....
દાદા એ બૂમ પાડી હિતેશ આવીજા નિલેશ ચાલ્યો ગયો .
( દાદા ને તો ખબર જ હતી કે હિતેશ ક્યાંય નથી ગયો કેમ કે એના જૂતા જોઈ લીધા તા )
દાદા એ નિખિલ ને કહ્યું કે , ચલ સ્કુટરની ચાવી લઈ લે મારે કામ છે મને મુકીજા ...
બન્ને સ્કૂટર પર જતાં તા ને જર્જરિત હાલત માં સ્કૂલ એ ઉભુ રખવ્યું સ્કૂટર ...
ને બન્ને બેસ્યા ...
બેટા નિખિલ , હું અહી ભણતો ત્યારે મારી એક બોલકી ફ્રેન્ડ પણ પેલા જે હિરલ જેવી જ હતી બધા જોડે બોલે પાકકા ભાઈબંધો ય ખરા ...
તો શુ એ ખરાબ ??
તો શુ એ ચાલુ ??
ના , બેટા એવું નહિ
Decision in your hands
If you follow yours heart or mind .....
આવું ચંપા કહેતી .
નિખિલ એ પૂછ્યું દાદા , તમને આંસુ કેમ આવે છે ?
કેમ કે , બેટા આ જ પરિસ્થિતિ માંથી હું ગુજરેલો છું એ જ ચંપા નું માંગુ આવ્યું તું જે મને પ્રેમ પણ કરવા લાગી તી બીજે સાસરે જવા કરતા અહીંયા મારા ફ્રેન્ડ ને ત્યાં સારું....
આજે ય એને લગ્ન નથી કર્યા હું અહીંયા જર્જરિત સ્કૂલ એ એક કાતરે અચૂક આવું ક્યાંક એ મળી જાય તો માફી માગવી ... ????
નિખિલ આખરે ડીસીઝન લે છે કે , લડી લઈશ પણ હિરલ સાથે જ લગ્ન કરીશ ....
બધા ને મનાવે છે એ , અને લગ્ન ની તારીખ નક્કી થાય છે
લગ્નના દિવસે જ સવારે થી દાદા નથી દેખાતા અને નિખિલ ને જાણ થાય છે એટલે એ પેલી સ્કૂલે જાય છે અહીંયા , હિરલ ને ખ્યાલ પડે છે કે નિખીલ એના દાદા ને ગોતવા નિકળો છે
ત્યાં બાજુમાં ઉભેલા હિરલ ના પાપા ના ફૈબા કે જે અપરિણિત છે ને લંડન હતા ઘણા વર્ષોથી એ હિરલ નું ડીસ્પ્લે પિક્ચર જોવે છે તો ચંપક ( નિખિલ ના દાદા ) ને જુએ છે
પછી એ ય જાણ્યા વિના એ સ્કૂલે પહોંચે છે જાણે 2 પ્રેમ પંખીડા ભેગા થાય છે .... ????
ચંપા ને ચંપક બન્ને ખૂબ ખુશ થાય છે ને હિરલ ને બધું નિખિલ કહે છે ...
અ લવ સ્ટોરી....
એક ફોરવર્ડ ગર્લની કે જેની પણ ઝીંદગી છે આખરે હિરલ ને મળી જાય છે પ્રેમ , તો ચંપા ને ??
Please accept forward girl ????
????????❣