Ek engineer ni kalame in Gujarati Poems by ધબકાર... books and stories PDF | એક એંજીનિયરની કલમે...

Featured Books
Categories
Share

એક એંજીનિયરની કલમે...

સતત આ દોડાદોડી ભરી જિંદગીમાં હું મારા માટે થોડો સમય ફાળવી આ મન અને દિલથી લખાયેલ થોડાક શબ્દો અહીં લાવ્યો છું.

હું આભારી છું એ જાસ્મીન ના ફૂલનો જેની સુવાસ સતત મને પ્રેરણા આપે છે કે સતત આમજ મહેકતા રહો બધાને મહેકાવતા રહો જેથી આ રચના પ્રકાશિત કરી શક્યો...

જ્યાં પણ તમને લાગે કે મેં અહીં ભુલ કરી છે મને કહેજો, હું માણસ છું એટલે સદા મારા માં સુધારાનો અવકાશ રહેલો છે.

ચાલો તો આપણે આ સફર સાથે રહી માણીએ........

એક વાત તો છે મારામાં, 

 આ સંવેદનહીન  બનતી દુનિયામાં, 

હું  સંવેદનાનો  ચાહક છું, 

ભલે સર્જાય  ગમે  તે સ્થિતિ, 

એનો  હું અર્થ   છું, 

એટલો તો  હું સમર્થ   છું... 

એકવાર ફરી લાગણીના બીજ વાવ્યા છે,  આ ભીની મોસમમાં...!!! 

શક્ય છે સંબંધ ફરી ઉગી પણ નીકળે, આ વરસાદના મોસમમાં...!!! 


જીવનમાં કોઈ એક સંબંધ એવો રાખવો, 

જ્યાં, 

મન ભરીને જીવી શકાય, 

મન હળવું  કરી શકાય, 

બાકી, 

તો બધે સાચવવાનું જ છે...

અમુક લોકોના વ્યક્તિત્વમાં જ  જાણે કોઇ ખજાનો છુપાયેલો હોય છે,

વાત કરતા કરતા  ક્યારે આપણ ને આપણાથી છીનવી  લે છે  ખબર જ  નથી પડતી....



ઇચ્છા ની તો છે વાત  એકદમ નિરાલી, 

એના થી તો ચાલે આ જગતના સર્વ સંબંધોની વાતની યારી...!!! 

ઈચ્છા કોઈની કરો પુર્ણ તો તમે અગત્યના, 

જો  કરો તમારી પોતાની ઇચ્છા પૂર્ણ તો ના થાય કોઈ ગણના તમારી...!!! 


તારા પ્રેમ જેવા જ મદહોશ મોસમમાં પલળવાની આશ છે...!!! 

હવે લાગે છે જાણે તારા પ્રેમ જેવું જ  ચોમાસું આસપાસ છે...!!! 

કહેવાયું છે કે આત્મા એ જ પરમાત્મા... 

એટલેજ કદાચ આપણે અંતરઆત્મા ની વાતને સૌથી ઉપર  માનીએ છીએ... 

પણ જ્યારે આપણા પોતાનાઓ સાથ ના આપેે, 

ત્યારે આત્મા પણ સાથ  છોડી  દે છે, નિઃશબ્દ, એકાકી થઇ જાય છે...!!! 

વરસાદ વરસવાની એક અદભૂત વેળા આવી, 

મનમાં સવાલો અને વિચારોની એ વેળા આવી, 

કે વરસાદ જ શીખવે છે જિંદગીની અદભૂત ક્ષણો, 

પકડી શકાતી નથી  ફક્ત માણી   શકાય છે...!!! 

મળે છે મને દરેક વ્યક્તિઓ પાસેથી સાથ અથવા સબક...!!! 

છતાં પણ મારું તો  એવું જ કે રમવા દઉ દરેકને મારી લાગણીઓ સાથે,

મારી લાગણીઓ સાથે  રમી જો થાય ખુશ તો હું છું ખુશનસીબ, 

કારણ  એની લાગણી ના તુટી મારી લાગણીનું શું છે એ તો   આદત છે મારી.... 

સવાલો થી ઘેરાયેલી છે આ જિંદગી, 

સંબંધો થી જીવાય છે  આ જિંદગી, 

ખયાલ મારો રાખે છે આ જિંદગી, 

જીવંત મને  રાખે છે આ જિંદગી, 

મિત્રો ની મિત્રતા જ મારી જિંદગી, 

મિત્રો ના પ્રેમ ની તરસી આ જિંદગી.

જ્યારે હોય સાથ આપનો એ જ પળ તો ખાસ છે, 

સદાય રહો જીવનમાં તમે એ જ તો બસ ચાાહત છે...!!!  

જીવંત રહે સદાય જીવન મારું એ જ અહેસાસ છે, 

દરેક ધબકારો ધબકે કારણ એ  જ તો  મારો પ્રાણ છે...!!!

સંબંધો ની રચનામાં ઘેરાયો હું, 

લાગણી ની માયાજાળ માં ફસાયો હું, 

સ્વાર્થી હોય મારો જીવ તો હું  શું કરું, 

અહમ ની આટીઘૂંટી માં ફસાયો હું, 

ના સમજાયું ક્યારેય શું કરવું શું ના કરવું, 

જ્યારે પોતાના ને દુખી કરી ફસાયો હું....

સાથ તો મેં જ છોડ્યો એનું કારણ ભલે ગમે તે હોય, 

એટલેજ એને સવાલ કર્યો કે તું મારો પોતાનો છે કે નહીંં, 

મેં કહ્યું એ  જ તો હું આજસુધી જાણી શક્યો  નથી, 

તો કહે તું મારો હોત તો આમ સાથ ના છોડત...!!! 

જીવનમાં જ્યારે આપ્યું બધાને મહત્વ ત્યારે  એક વાત તો સાચી નીકળી...!!! 

એમાંથી કોઇકે આપ્યો જીવનનો અણમોલ સાથ...!!!  

તો ક્યાંક મળ્યો જીવનનો મોટામાં મોટો બોધપાઠ...!!!

શ્વાસ પૂર્ણ થાય  ત્યારે  જીવન  પૂર્ણ, 

એમજ, આજકાલ, 

સ્વાર્થ પૂર્ણ થાય  ત્યારે  સંબંધ પૂર્ણ...!!! 

મજા અપાવે  છે આ જિંદગી ની યારી, 

એટલેજ તો મજા કરો અને જીવંત રહો...!!! 

સજા અપાવે છે આ જિંદગી ની ખરાબ યાદો, 

એટલે રોજ યાદો ને ઉમેરો અને જીવંત રહો...!!! 

કહેવું સહેલું છે કે એ વાત ભૂલી  જવી જોઈએ, 

કોશિશ ગમે  તેટલી  કરો એ ક્યાં ભુલાય  છે...!!! 

કહેવું સહેલું છે કે એ યાદ  ભૂલી  જવી જોઈએ, 

કોશિશ ગમે  તેટલી  કરો એ ક્યાં વીસરાય છે...!!! 

સ્ત્રી પુરુષની મિત્રતાના વહાલની વાત  પણ ખૂબ  નિરાળી છે, 

મિત્રતા ની લાગણીઓમાં એક  ડગલું આગળ વધો  તો પ્રેમમાં પડી જવાય, 

અને  જો  ત્યાંથી એક ડગલું પાછળ ખસો તો પ્રેમ ની  સાથે મિત્રતા પણ ખોઈ બેસાય.

એકને તો મનાવી શકાતું નથી ને બીજા રૂઠી જાય છે, 

ખબર નહીં આ જિંદગી કયા વમળમાં ફસાય છે, 

મનમાં પણ ના વિચાર્યું હોય એવું જિંદગીમાં થાય છે, 

ના ઈચ્છું છતાં મારાથી ભુલ થાય છે અને સ્નેહીઓની લાગણીઓ દુુભાય છે. 

અજીબ રીતે જીવાય છે આ જિંદગી, 

ક્યારેક ખુશી તો ક્યારેક ગમ આપે છે આ જિંદગી, 

સતત સતાવે,  મનાવે છે આ જિંદગી, 

પણ સતત કેમ મારાથી દૂર  રહે મારી જિંદગી...!!!

હું ના રહી શક્યો કોઈ હદ માં, 

મારી લાગણી જ છે અનહદ માં, 

તે કહ્યું હું છોડીશ એકલો આ જગ માં, 

મને હતું  તું  કહે આ મજાક માં, 

હું એકલો થયો  આ એકાંત માં, 

એટલેજ તો હસતો  આ જગ માં, 

અને યાદ કરી રડતો એકાંત માં....

તમને એવું લાગે કે મારો તો આવો તો કેવો ઉદાસી સ્વભાવ છે...!!! 

પણ તમને કઈ રીતે કહું કે આ તો કોઈના અભાવ નો પ્રભાવ છે...!!! 

શું કોઈ  શર્ત વગરનો પ્રેમ કરી શકે...!!! 

શું કોઈ સ્વાર્થ વગર તમારી  વાત સાંભળી શકે...!!! 

શું કોઈ અપેક્ષા વગર તમારી કાળજી રાખી શકે...!!! 

જો આવી  કોઈ વ્યક્તિ હોય તમારા જીવનમાં તો એ  એક  અણમોલ સંબંધ છે...!!! સાચવજો 

જીવનની આ આટીઘૂંટી માં લાગ્યું  કે થઈ જીત મારી, 

પણ એ વાત તો  આજે ખોટી પડી, કે થઈ જીત મારી,

સમય ચક્રમાં ફસાયો હું, તો ક્યાં  જીત થાય મારી, 

સતત હારતો રહ્યો હું,  તો કઈ  રીતે જીત થાય મારી, 

જીવનમાં ઘણું જોયું, ઘણું ખોયું તો ક્યાં જીત થાય મારી, 

રહ્યા મારા અધૂરા સપના, તો ક્યાં થી જીત થાય મારી,

જિંદગી ખબર જ નથી પડતી  ક્યાં દોરી  જાય છે, 

જ્યારે લાગે મને કે આવ્યું મુકામ, ત્યારે એ મને ભરમાઈ જાય છે...!!! 

માંડ  ઊભો થયો હોવ કોઈ લાગણીઓના ભ્રમમાંથી, 

ત્યારેજ જિંદગી એક નવા અધ્યાય સાથે નવી લાગણીઓ સાથે  તણાય છે...!!! 

સમય ની સાથે  જાણે  બધાં બદલાઈ ગયાં, 

સંબંધોના જુના વૃક્ષો તુટી નવાં છોડ રોપાઈ ગયા, 

ભુલ એમની નથી કે એ શું કામ બદલાઈ ગયાં, 

ભુલ આપણી છે કે આપણે અહીં કેમ રોકાઈ ગયાં...

એક એક હોટ કોફી ના કશની  આ વાત છે, 

એક સરસ  મિત્ર સાથે ની એ મુલાકાત  છે, 

 મનની વાત, મુલાકાત અને એ સુખદ પળો, 

રહેશે જીવનભર  એ યાદ  ભરી મુલાકાત... 

જિંદગીમાં શું કમાયો એનો હિસાબ  તો બહુ અઘરો  છે... 

પણ જે કમાયો એ  પણ ખુબ લાજવાબ છે... 

જ્યાંથી મળી પ્રેરણા એ  જ  કહે આ પ્રેરણા ની ચાહક છું હું... 

આ વાત  થી મન તો ખુશ  થયું જ  સાથે એકેએક ધબકારો શરમાઇ ગયો... 

સફળતા ના માપદંડ માં  હું છેતરાઈ ગયો, 

સંબંધો ના બોજમાં હું દબાઈ ગયો, 

સંબંધોમાં થયો સફળ કે સફળતામાં સચવાયાં સંબંધ, 

આ જ વિચારો માં  હું ભોળવાઈ ગયો... 

એવું કહેવાયું છે કે એવા લોકો સામે તમે તમારી લાગણીઓ નું પ્રદર્શન ના કરો જેેમને તમારી લાગણીઓની પડી નથી... 

હવે  એ જ સમજવું મુશ્કેલ છે કે લાગણીઓ પર  મારો કાબુ છે કે લાગણીઓ મારાથી પર છે એ જ નથી સમજાતું... 

સદાય રહે એવું કોઈ આપની આસપાસ, 

જે માં વસે છે તમારા જીવનનો અહેસાસ... 

મારી તો એ જ લાગણી એ જ વાત, 

કારણ તમે છો મારા માટે એકદમ ખાસ... 

હું નથી આકાશ કે મને અઢળક તારા મળે, 

વિતે ભલે આખું જીવન પણ એમાં એક બે મારા મળે, 

મારે નથી જોઈતા માત્ર મારા સુખદુઃખ ના સાથી, 

મારે તો જોઈએ એમના પણ સુખદુઃખ માં સમાન હક...

શું શોધી રહ્યા છો આ શબ્દકોષમાં,

જીવન નો અર્થ તો જીવન જીવીને, 

અને, 

સંબંધો નો અર્થ તો સંબંધ નિભાવીને જ મળે... 

ના છૂટે ક્યારેય સંબંધ ના તાર, 

સદા રહે એ જીવન માં  સાથ, 

વાત થાય બંધ તો રહે એ આંખોમાં, 

આંખો જો ઘેરાય તો રહે એ શ્વાસોમાં... 

જિંદગીની ખૂબસુરતી  મને ક્યાં સમજાણી, 

કદાચ એ જાસ્મીન ના ફૂલની ખૂબસુરતીમાં સમાણી, 

જાસ્મીન નું ફૂલ સદા આપે એક સરસ સુવાસ, 

જાણે કહી રહ્યું  વિચારો ઓછું માણો વધુ સહેવાસ, 

એ  જ  તો છે જિંદગી નો અંતિમ શ્વાસ... 

મને કોઈનું દિલ દુભાવતા નથી આવડતું, 

મને કોઈની ખુશી છીનવતાં નથી આવડતું, 

મને કોઈને તકલીફ  આપતા નથી આવડતું, 

સહી લીધું બધું હસતાં  મોઢે, 

એટલેજ કદાચ, લોકો  સમજે છે, 

મને માણસ ઓળખતા નથી આવડતું... 

વાહ રે શું વરસાદ આવ્યો, 

સાથે યાદો ની સૌગત લાવ્યો, 

માટી ની સુગંધ જાણે સાથે લાવ્યો, 

સંબંધો ની એ સુવાસ લઈ આવ્યો, 

આંખોમાં એ જોઈ જાણે તેજ લાવ્યો, 

ફરી નવી યાદગાર પળો લઈ આવ્યો, 

વાહ રે શું વરસાદ આવ્યો... 

ઇચ્છા એવી  નથી કે બધાં વખાણ કરે, 

એવો  પ્રયત્ન જરૂર છે કે જતાં  જતાં બધાને જીવંત કરતો જાઉં... 

આ જ તો છે જિંદગી ને જીવંત કરવાનો ફોર્મુલા, 

એક એક પણ વિતાવો એમની સાથે  જે પોતે હોય જીવંત... 

નાની નાની વાતોથી દુખી થઈ શું કરશો,

નાની નાની વાતો કરે છે જિંદગી નાની, 

એથી તો સારું જુઓ સપના નાના નાના, 

એની પૂર્ણતા જ જીવનની જીવંતતા.

સુખદુઃખ વહેંંચતા રહીએ, 

ચાલને એકબીજાને ગમતા  રહીએ, 

આદર પ્રેમ કરતા  રહીએ, 

ચાલને હાથમાં હાથ નાખી વિહરતા રહીએ, 

લડતા ઝઘડતાં રહીએ, 

ચાલને એકબીજાને મનાવી હસતાં રહીએ, 

જીવનને જીવતા રહીએ, 

ચાલને એકબીજાના જીવનને જીવંત બનાવતા રહીએ. 

સંબંધો ચાલે  છે જિંદગી સાથે, 

કે, 

જિંદગી ચાલે સંબંધો સાથે... 

એકમેકનો સાથ જીવનનો સંગાથ... 

ખુશી નો  અહેસાસ કે જીવંતતા નો  આધાર...

જિંદગીનો એક એક પળ માણી લો, 

ભલે પડે સપના ખોટા બસ જોઈ લો, 

કોઈ વ્યક્તિત્વ આજે કેવું છે એ માણી લો, 

કાલ કોણે જોઈ છે એ સમજી લો, 

સંબંધોને બેલેન્સ કરી શું કરશો એ સમજી લો, 

રમત છોડો સમય પર એ રમશે સમજી લો, 

આવ્યા છીએ આ રંગમંચ પર તો જીવી લો, 

બસ જીવનમાં જીવંતતા આવે એવું જીવી લો... 

કામ સાથે કોઈની જીંદગીમાં તમારું હોવું એ તો સામાન્ય વાત છે... 

માન સાથે હોવું એ જ તમને ખાસ અને જીવંત બનાવે છે...!!! 

દુનિયાનો ભાર દિલ થી  ઉતારી  દો... 

નાનું જીવન છે  યાર હસીને વિતાવી દો... 

ખાલી જીવી ને  શું કરશો દુનિયામાં, 

જીવંત બની દુનિયાને ચોંકાવી દો..

વર્તમાનના એકેએક પળને આમ જ ના વિતાવી  દો, 

એ દરેક પળને યાદગાર બનાવી લો, 

વર્તમાન ક્યારેય  પાછું આવતું નથી, 

યાદગાર યાદો જીવનને જીવંત બનાવે છે એ જાણી લો.. 

પ્રિય વાચક મિત્રો,

મને આશા છે તમને સફર ગમી હશે, પ્રતિભાવ તમે અહીં "પ્રતિલીપી" પર પણ આપી શકો છો.

Join My fb Group :- Sweet beat Frdzzzzz
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...