Hum tumhare hain sanam - 18 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | હમ તુમ્હારે હૈ સનમ - 18

Featured Books
Categories
Share

હમ તુમ્હારે હૈ સનમ - 18

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૧૮)

આયત અને અરમાન પોલીસ થી છુપાતા જેતપુર તરફ જઈ રહ્યા હોય છે. અહીં આયત ના અબ્બુ પોલીસ ને ફોન કરી ને જણાવે છે કે અમને ખબર મળી છે જેતપુર માં જ નિકાહ છે. લિયાક્ત ના અબ્બુ પોલીસ ની ચાર ગાડીઓ અને પઁદર પોલીસવાળા સાથે સુલેમાન ને લઇ ને જેતપુર જવા નીકળે છે.

અરમાન બાઇક લઈને જેતપુર પહોંચી ગયો હોય છે. અક્રમ બન્ને ને લેવા બહાર જ ઉભો હોય છે.

"સલામ ભાઈજાન..." આયત ઉતરી ને અક્રમ ને સલામ કરે છે.

"વાલેકુમ સલામ... તમે નીકળ્યા ત્યારે બધા સુતા હતા ને?"

"ના ભાઈજાન બધા જાગતા જ હતા..."

"આટલી મોડી રાત્રે પણ?"

"મારી જાન આવી હતી... અમ્મી એ લિયાક્ત ને હા કરી દીધી હતી..."

"તો આ લાલ જોડો તે લિયાક્ત માટે પહેર્યો તો?" અરમાન એની સામે જોઈ ને બોલ્યો.

"આવું ન બોલો અરમાન... લાલ જોડો તો તમારા માટે પહેર્યો હતો. એના માટે તો હાથમાં ઝેર ની પડીકી લઇ ને બેઠી હતી..."

"અરમાન તમેં બન્ને અંદર ચાલો આ આવી વાત કરવાનો સમય નથી, તું ગુસ્સો ન કર લિયાક્ત ને પછી જોઈ લઈશું..."

"હા ચલો અરમાન આપણાં નિકાહ ના સદ્કામાં બધા ને માફ કરી દો... આજે આવું ન કરો. આજે આપણાં જીવન નો અમૂલ્ય દિવસ છે."

અરમાન અને આયત ને લઇ ને અક્રમ અંદર આવે છે.

"આવી ગઈ મારી દીકરી... " આયત ના નાની માં એને ગળે લગાવે છે.

"તમારી નઈ મારી નાનીમાં..." અરમાન બોલ્યો.

"હા બેટા નિકાહ પછી તારી જ છે. ચાલો બેસો ચા-પાણી કરો.."

"નાનીમાં ચા પાણી નો ટાઈમ નથી, આ બન્ને નીકળ્યા ત્યારે ત્યાં બધા જાગતા હતા. આયત ની જાન આવી ગઈ હતી. જાનવાળા પોલીસ માં છે હવે એ કોઈ પણ સમય એ આવી શકે છે. આપણે ઝડપ થી કંઇક કરવું પડશે..."

"હા બેટા હું આયતના મામા ને મોકલી ને કંઇક કરું છું."

"બેટા મહંમદ જા મૌલવી સાબ ને લઇ આવ નિકાહ પઢાવી ને આમની સહી લઇ લઈએ..."

"અમ્મી આટલી રાત્રે?"

"હા બેટા ઉતાવળ છે."

"આવું કેમ કરો છો... અમ્મી સવારે પઢાવજો" આયત ના મામી બોલ્યા. એ ઇચ્છે છે કે આ નિકાહ ન થાય. ખબરી પણ એમને જ મોકલ્યો હતો.

આયતના મામા મૌલવી સાબ ને લેવા જાય છે. અહીં થોડી જ વારમાં પોલીસ આવી જાય છે. રસ્તામાં આયતના મામા અને મૌલવી ને જોઈ જાય છે.

"આતો મારો સાલો છે... મૌલવી પણ સાથે છે..." સુલેમાન બોલ્યો.

પોલીશ એ બન્ને ને પકડી ને હાથ કળી લગાવી અને જીપમાં બેસાડી ને આયતના નાની ના ઘર તરફ નીકળ્યા. ગાડીઓ ના અવાજ થી અક્રમ ને ખબર પડી કે પોલીસ આવી, એને ઘરની બધી લાઈટ બંધ કરી દીધી અને અરમાન પાસે આવ્યો.

"અરમાન ચાલ ભાઈ ઉભો થા પોલીસ આવી ગઈ છે, આયત ને લઈને ભાગ અહીં થી. ઘરના ધાબે જા, બધા ધાબાઓ અડોઅડ છે, જ્યાં સુધી ભાગી સકે છે ભાગ, પછી મોકો મળતા ગામ ની બહાર નીકળી જજે..."

અરમાન અને આયત ઘરની છત પર થઇ ને દોડતા જાય છે. બંને છેલ્લા ઘરે જ્યાંથી કોઈ સંપર્ક નથી હોતો એ ઘરમાં અંદર ઉતરી જાય છે. ત્યાં એક વૃદ્ધ ડોશીમા અને એમનો દીકરો હોય છે. અરમાન અને આયત પોતાની પરિસ્થિતિ વિષે જણાવે છે એ એમને ત્યાં બેસાડે છે.

અહીં પોલીસ દરવાજો ખખડાવે છે. કોઈ એ ન ખોલતા થોડીવારમાં દરવાજો તોડી ને અંદર આવે છે.

"ક્યાં છે ઓલા બન્ને..."

"કોણ બંને ? અહીં કોઈ નથી..." આયત ના નાની કહે છે

"માજી તમે ચુપ રહો એ બંને અહીં જ છે, અમે મૌલવી અને મહંમદ ને પકડી લીધા છે..."

"અહીં કોઈ નથી તમે જાઓ અહીં થી..."

"આ કોણ છે સુલેમાન...?"

"આ મારા સાસુ છે, એમને જ નિકાહ નો પ્લાન કરાવ્યો હતો..."

"ચાલો આ બધા ને હાથ કડીઓ લગાવો..."

"સાહેબ આને રહેવા દો આ અક્રમ ને લગાવો એ એમની સાથે હતો અને તમેં શોધો એમને એ ક્યાંય જતા ન રહે..."

પોલીસવાળા અક્રમ ને મારતા મારતા હાથ કળી લગાવે છે. આખા ઘરને ચેક કરવાનું લિયાક્ત ના અબ્બુ ઓર્ડર આપે છે.

"સાહેબ તલાશી ના લો... એ ભાગી ગયા છે..." આયત ના મામી બોલે છે.

અક્રમ સમજી જાય છે કે પોલીસ સીધી અહીં કેમ આવી, કોઈએ તો અહીંની માહિતી આપી હશે બાકી તો શક દ્વારા એ રાજકોટ જ જવી જોઈએ.

અરમાન અને આયત એ ડોશીમા ના ઘરમાં બેઠા હોય છે, ડોશીમા એને બાળપણમાં એ વેકેશન કરવા આવતા એ વાત કહે છે. અને અંદરના ઓરડામાં બંને ને સંતાઈ જવા કહે છે. પોલીસ જાય પછી કૈક કરશું..

આયત અને અરમાન એક બીજાની સામે જુવે છે. ફાનસ ના અજવાળે બન્ને ના ચહેરા દેખાય છે.

"આયત તું રડે છે?"

"હા અરમાન રડવું તો આવે જ ને , દીકરી ની વિદાય માં અબ્બુ પોલીસ લઇ ને આવ્યા છે, ઘરે અમ્મી એ રાહ જોઈ ને બેઠી હશે કે પોલીસ મારા વાળ પકડી ઢસેલી ને એના પગમાં નાખી દેશે..."

અહીં બહાર, અક્રમ ને ખુબ માર મારે છે પણ એ કઇ જ બોલતો નથી , પોલીસ બધી ગલીઓ ચેક કરે છે પણ ક્યાંય આ બંને દેખાતા નથી.

"તમે કંઇક કરો એ બંને નિકાહ ન કરી લે, જરૂર પડે તો ઘર ની તલાશી લો..." સુલેમાન બોલ્યા

"ના સુલેમાન વોરન્ટ વગર કોઈના ઘરમાં રાત્રે ન જઈ સકાય.."

"એક રસ્તો છે સુલેમાન તારા સાળા મહંમદ ને આપણે લાઉડ સ્પીકર પર એમ બોલાવડાવીયે કે મહંમદ, તારા સાસુ , અક્રમ અને એના માસી ને પોલીસ એ હીરાસતમાં લઇ લીધા છે છોકરી ને અગવા કરવાના ગુનાહ માં તો કદાચ એ બહાર આવી જાય... અને પ્રેમ કરવા વાળા ખુબ સંવેદનશીલ હોય છે..."

"હા એ કરી શકીયે..."

લિયાક્ત પણ એટલીવાર માં એની જીપ્સી લઈને પહોંચી જાય છે. મનમાં ને મનમાં ઘમંડ કરે છે કે આજે મારા પિતા એને પકડી જ લેસે.

મહંમદ ને લાઉડ સ્પીકર આપી ને બોલવાનું કહેવામાં આવે છે.

"બેટા અરમાન અને આયત હું મહંમદ તમારો મામા બોલું છું, મને તમારા નાની ને, અક્રમ અને માસી ને પોલીસ એ આયત ને અગવા કરવાના ગુનાહ માં હાથ કળી લગાવી છે, તમે જ્યાં હોવ બહાર આવી જાઓ..."

અરમાન અને આયત આ સાંભળે છે. અરમાન એની નાની નું નામ સાંભળતા જ ઉભો થઇ જાય છે. આયત એનો હાથ પકડી ને એની આંખોમાં જોઈ ને રડે છે.

"કેમ હાથ પકડે છે? ડરી ગઈ છો?"

આયત મોઢું હલાવી ને ના જાઓ એમ કહી રહી હોય એવું અનુભવાય છે.

"આયત હજી પરીક્ષા બાકી છે, તું બસ દુઆ કર એમને નાની ને હાથકળી લગાવી છે, આ સારું નથી થયું..."

આયત એનો હાથ છોડે છે. એ ડોશીમા ને કહે છે.

"તમે મારા નાની સમાન છો, હું મારી આ અમાનત તમને સોંપીને જાઉં છું ધ્યાન રાખજો..."

"હા જા બેટા... હું એને ખરોચ નઈ આવવા દઉં..."

ડોશીમા એને લઈને બીજા રૂમ માં જાય છે. ડોશીમાના દીકરા પાસે અરમાન ઉભો રહે છે.

"માના કહેવાથી મદદ કરે છે કે દિલ થી?"

"ભાઈ દિલ થી ..."

"તો એ કે તારી પાસે કોઈ ગન છે?"

"હા પણ લાઇસન્સ વાળી નથી..."

"મારે લાઇસન્સ વગર ની જ જોઈએ છે..."

"ગોળી ચલાવશો?"

"જરૂર પડશે તો ચલાવીસ..."

ડોશીમા નો દીકરો એને ગન આપે છે.

"મને છત પર જવાનો રસ્તો બતાવ અને તું નીચે થી બંધ કરી દેજે..."

અરમાન છત પર થઇ ને જાય છે જેથી એ સંતાઈ ને પોલીસ ની ગતિવિધિ જોઈ સકે. લિયાક્ત એક ઝાડ માસે આંટા મારતો હોય છે. અરમાન ત્યાં એની પાસે કૂદી ને આવી જાય લિયાક્ત ના માથે ગન રાખે છે.

"બધા જ પોતાના હથિયાર નીચે ફેંકીદો નહિતર આનું ભેજું ભાર કાઢી નાખીસ...."

"લિયાક્ત ના અબ્બુ છોકરા પર ગન જોઈને બધા ને હથિયાર નીચે નાખવાના કહે છે."

"અક્રમ ને છોડી ને મારી પાસે મોકલો..."

અક્રમ ને હાથકળી છોડાવી ને અરમાન પાસે મોકલે છે. અક્રમ અરમાન પાસે આવે છે. અરમાન અક્રમ ને કહે છે આયત ક્યાં છે. અક્રમ આયત ને લેવા જાય છે અને અરમાન લિયાક્ત ની જીપ્સી પાસે એને લઇ જાય છે.

અક્રમ આયત ને લઇ ને આવે છે.

"આ લિયાક્ત ભાઈ અહીં ક્યાંથી?" આયત એની હાલત પર મરચું ભભરાવતા બોલે છે.

"તારી જાન લઈને આવ્યો તો ને આ , આજે કહું છું કેમ અવાય છે..."

"અરમાન એને છોડી દે ને તું નીકળ.."

"ના અક્રમ આને ગાડી આવડે છે. આજે એ ગાડી ચલાવશે ને અમે જઈશું...."

અરમાન અને આયત જીપ્સી માં પાછળ બેસે છે. અરમાન લિયાક્તના માથે ગન રાખી ને કહે છે ચાલ રાજકોટ લઇલે, નોંસ્ટોપ.

"અરમાન મારી ઈચ્છા હતી મારા મૌલવી સાબ પાસે મારા નિકાહ થાય જો તમેં કહો તો જૂનાગઢ જઇયે?"

"હા આયત તું કહે એમ... ચાલ લિયાક્ત જૂનાગઢ લઈલે..."

આયત અને અરમાન જૂનાગઢ મસ્જિદ એ આવે છે. સવારની નમાજ પતવા જ આવી હોય છે. અરમાન લિયાક્ત ને હાથકળી વડે ગાડી ના સ્ટેરીંગ સાથે બાંધી ને મસ્જિદમાં આયત ને લઈને દાખલ થાય છે.

"અસ્સલામું અલયકુમ મૌલવી સાબ... શું અમારો નિકાહ પઢાવશો?"

"વાલેકુમ સલામ બેટા , હા કેમ નઈ બેસો..."

થોડા નમાજી નમાજ પઢી ને નીકળી જાય છે. બાકી બેઠેલા ને મૌલવી સાબ પૂછે છે.

"તમે આ દીકરી ને ઓળખો છો, એની સાદગી, સારી વર્તણુક વિષે જાણો છો, તો તમારા માંથી આ છોકરી માટે વકીલ અને છોકરાના ગવાહ બનવા કોઈ તૈયાર છે?"

ત્યાં બેઠેલા નમાજી માંથી બે જણ ગવાહ અને એક વકીલ માટે હા ભરી.

"સારું તો નિકાહ નું રજીસ્ટર લઇ આવો અને મને આપો..."

નિકાહ નું રજીસ્ટર આવી ગયું. મૌલવી સાબ એ છોકરી , છોકરા અને વકીલ તથા ગવાહ ના નામ સાથે એ ભર્યું.

એક નમાજી જે સુલેમાન ના પડોશી હતા એમને સુલેમાન ના ઘરે જઈને કહ્યું

"ભાભી તમારી દીકરી મસ્જિદમાં આવી છે ઓલા અરમાન સાથે અને મૌલવી સાબ એમનો નિકાહ પઢાવે છે..."

આ સાંભળી આયતના અમ્મી ઢોંગ ચાલુ કર્યાં. ઘરમાં દોઢી એક રસ્સી પંખા પાર બાંધી ને ફાસો ખાવા લાગ્યા. આયત ની નાની બહેનો ડરવા લાગી. એક બેન દોડતી મસ્જિદ તરફ ગઈ.

અહીં મૌલવી સાબ એ નિકાહ માટે પાંચ કલામાં પઢાવી દીધા અને છોકરી ને પૂછી રહ્યા હતા.

"આયત દુઃખતરે સુલેમાન કો અરમાન બિંતે આબિદ અલી કે નિકાહ મેં દિયા જાતા હૈ, ક્યાં તુમ્હે કુબુલ હૈ?"

એટલામાં જ આયત ની બેન નો અવાજ આવ્યો

"દીદી અમ્મી એ ફાંસી લગાવી લીધી છે..."

આયત દોડતી ઘરે જાય છે. અરમાન પણ એમની પાછળ દોડતો જાય છે. ઘરે જઈને જોવે છે તો આયતના અમ્મી હજી લટકી રહ્યા હોય છે. આયત ને અરમાન ને જોઈને એ ઢોંગ વધારે છે. આંખો બંધ કરી લે છે.

અરમાન એમને નીચે ઉતારી ને પાણી છાંટે છે.

"માસી હું હવે તામરી મરજી વગર નિકાહ નહિ કરું..."

આયત એના અમ્મી ને આમ જોઈ ખુબ રડે છે. આયતના અમ્મી ઢોંગ કરતા થોડા ભાનમાં આવી ને બોલે છે.

"વચન આપ અરમાન કે હવે તું મારી મરજી વગર નિકાહ નહિ કરે..."

"હા માસી વચન આપું છું નહીં કરું..."

આયત આ સાંભળી વધુ રડે છે કેમ કે એને ખબર છે એના અમ્મી ક્યારેય નહિ માને.

"બેટા બીજું વચન આપ હવે મારી મરજી વગર મારા ઘરમાં પગ નહિ મૂકે..."

અરમાન રડવા જેવો થઇ જાય છે આયત અને અરમાન એકબીજા ને જોઈ ને ખુબ રડે છે. રડતા રડતા અરમાન કહે છે.

"હા માસી હું તમારી મરજી વગર હવે અહીં પગ પણ નહિ મુકું..."

"ખા કસમ આયત ની...."

"માસી.... આયત ની કસમ હું નહિ પગ મુકું..."

અરમાન રડતા રડતા ત્યાં થી ચાલ્યો જાય છે. અરમાન ના જતા જ આયતના અમ્મી ના ચહેરા પર હસી ફરી વળે છે. એ ખુબ ખુશ થાય છે, આ જોઈ આયત ને ખુબ જ દુઃખ લાગે છે.

(ક્રમશ:...)