Lession karva hu kyathi samay kadhu in Gujarati Human Science by Nikunj Kantariya books and stories PDF | લેશન કરવા હું ક્યાંથી સમય કાઢું

Featured Books
Categories
Share

લેશન કરવા હું ક્યાંથી સમય કાઢું

‘હું હાઇસ્કૂલમાં છું, અને સ્કૂલમાં મને બહુ જ ટેન્શન હોય છે... મને ઘણા જ પ્રૉજેક્ટ કરવાના હોય છે. તેમ જ ઘણા વિષયો પર બોલવા માટે દૃશ્યો બનાવવાના હોય છે. એ બધું કરવું કંઈ રમત વાત નથી. ખરું કહું તો એ બધું કરવા મારી પાસે ટાઈમ નથી.’ - અઢાર વર્ષની એક છોકરીએ કહ્યું.

શું તમને પણ દરરોજ સ્કૂલેથી પુષ્કળ લેસન મળે છે? જો એમ હોય તો તમે એકલા નથી. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું એક છાપું કહે છે કે, “આખા અમેરિકામાં બધા જ બાળકો એક સરખી પરીક્ષા આપે અને શિક્ષણનું ધોરણ ઊંચું રહે એ માટે સ્કૂલો બાળકોને પુષ્કળ લેસન આપે છે.” દેશના અમુક ભાગોમાં હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને દરરોજ હોમવર્ક કરતા લગભગ ત્રણ કલાક લાગે છે. મિશિગનની એક યુનિવર્સિટીએ કરેલા સર્વેથી જાણવા મળ્યું કે બાળકોને વીસ વર્ષ પહેલાં સ્કૂલનું જેટલું લેસન મળતું એના કરતાં આજે છોકરાઓને ત્રણગણું મળે છે.”

જોકે ફક્ત અમેરિકાના વિદ્યાર્થીઓને જ આ રીતે પુષ્કળ લેસન મળતું નથી. દાખલા તરીકે, અમેરિકામાં તેર વર્ષના ૩૦ ટકા બાળકો દરરોજ ઘરે બે કલાકથી વધારે લેસન કરે છે. જ્યારે કે તાઇવાન, કોરિયામાં ૪૦ ટકા અને ફ્રાન્સમાં ૫૦ ટકાથી વધારે બાળકો રોજ બે કલાકથી વધારે ઘરે લેસન કરે છે. અમેરિકાની યુનિવર્સિટીમાં ભણતી કેઇટી કહે છે: “મને એટલું બધું લેસન કરવાનું હોય છે કે હું કોઈક વાર ટેન્શનમાં આવી જઉં છું.” ફ્રાંસના મારશેલ શહેરમાં ભણતી મૅરલીન અને બલીનડા પણ તેના જેવું જ અનુભવે છે. મૅરલીન કહે છે કે, “અમે ઘણી વાર દરરોજ લગભગ બે કલાક સ્કૂલનું લેસન કરીએ છીએ. અમારી પાસે બીજી જવાબદારી પણ હોય છે. એ બધું કરવું કંઈ સહેલું નથી.”

હું સમય કેવી રીતે કાઢી શકું?

આપણે જાણીએ છીએ કે દિવસ ચોવીસ કલાકનો હોય છે. જો એ થોડો લાંબો કરી શકાય તો કેટલું સારું! તો આપણે દરરોજ સ્કૂલનું લેસન પૂરું કરી શકીએ અને આપણને જે કરવું હોય એનો પણ સમય મળે, ખરું ને! પણ જો આપણે ટાઈમ ટેબલ પ્રમાણે કરીએ તો ઘણું જ થઈ શકે છે. એ કહે છે: “કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે, ચાલો; સમયનો સદુપયોગ કરો [સમય ખરીદી લો], જોકે બાઇબલમાં એ શબ્દો લખતી વખતે લેખક કંઈ સ્કૂલના લેસન વિષે જણાવતા ન હતા. પરંતુ તેમણે જે લખ્યું એનો સિદ્ધાંત આપણે જીવનમાં લાગુ પાડી શકીએ. આપણે કંઈ પણ ખરીદવું હોય ત્યારે એના બદલામાં કંઈક આપવું પડે છે. એ જ રીતે, જો આપણને અભ્યાસ માટે સમય જોઈતો હોય તો એના બદલામાં કંઈક જતું કરવું પડે. પરંતુ એ શું છે?

જીલ્યાન નામની યુવતી સલાહ આપે છે: “તમારે જે જે કામની બાબતો કરવાની હોય એનું લિસ્ટ બનાવો.” સાદા શબ્દોમાં કહીએ તો, આપણને ખ્યાલ હોવો જોઈએ કે શું મહત્ત્વનું છે. જેમ કે કિંગ્ડમ હૉલમાં સભાઓમાં જવું અને વિશ્વાસ મજબૂત રાખવા માટે મહેનત કરવી એ આપણા માટે સૌથી મહત્ત્વનું હોવું જોઈએ. તેમ જ દરરોજનું ઘરકામ અને સ્કૂલનું લેસન તો ભૂલવું જ ન જોઈએ.

બીજું કે તમે કદાચ એક-બે અઠવાડિયાં સુધી દરરોજ ડાયરીમાં લખી રાખી શકો કે તમે કેવી રીતે સમય વાપરો છો. એમ કરવાથી તમે ખરેખર જાણી શકશો કે સમયક્યાં જાય છે! શું તમે કદી વિચાર્યું છે કે ટીવી-ફિલ્મો જોવામાં, મિત્રો સાથે ફોન પર વાતો કરવામાં, મિત્રોને મળવા જવામાં અને ઇંટરનેટનો ઉપયોગ કરવામાં દરરોજ કેટલો સમય જાય છે? પછી તમારી ડાયરી જુઓ કે તમારે શું શું કામ કરવાનું હતું. શું કરી શક્યા છો અને શું કરી શક્યા નથી. એમ કરવાથી તમે જોઈ શકશો કે તમારો સમય વધારે ક્યાં બગડે છે. ટીવી જોવામાં, કે ફોન પર વાત કરવામાં કે પછી ઇંટરનેટ પર ખોટા ફાંફાં મારવાથી શું તમારો વધારે સમય બગડે છે? બની શકે કે એટલો સમય તમે બીજે ક્યાંય બગાડતા નહિ હોવ. તો પછી, ખરેખર તમારો સમય ક્યાં વેડફાય છે એ જાણશો તો, તમે એનો સારો ઉપયોગ કરી શકશો!

જે કામનું છે એ ભૂલો નહિ

એનો એવો અર્થ થતો નથી કે ટીવી ફેંકી દઈને તમારે સંન્યાસી બની જવું જોઈએ. તમને મનમાં કદાચ એવો ઠરાવ કરવાની જરૂર પડે કે “સૌથી પહેલાં જરૂરી કામ” મારે કરવું જ જોઈએ. બાઇબલ કહે છે: “જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો.” દાખલા તરીકે, તમારું સ્કૂલનું લેસન મહત્ત્વનું હોવાથી તમે સંકલ્પ કરી શકો કે એ લેસન અને યહોવાહના સાક્ષીઓની સભાઓ માટેની પૂરી તૈયારી થશે નહિ ત્યાં સુધી તમે ટીવી નહિ જુઓ. ખરું કે મનગમતો ટીવી પ્રોગ્રામ જોવા ન મળે તો કોઈને મજા ન આવે. શું તમારા કિસ્સામાં એવું ઘણી વાર બન્યું નથી કે તમે ફક્ત એક જ પ્રોગ્રામ જોવા બેઠા હોય અને કલાકો કાઢી નાખ્યા હોય? એનાથી સમય ક્યાં ચાલ્યો જાય એનો ખ્યાલ જ રહેતો નથી અને કામ તો એમને એમ પડ્યું હોય છે.

આપણે આપણી સભાઓમાં જવાનું પણ ભૂલવું ન જોઈએ. દાખલા તરીકે, જો તમને ખબર હોય કે અમુક દિવસોમાં લેસન કરીને આપી દેવું પડશે અથવા નજીકમાં પરીક્ષા આવવાની છે તો તમે અગાઉથી તૈયારી કરી શકો. જેથી તમારે મિટિંગ જતી કરવી ન પડે. કદાચ તમે તમારા ટીચરને જણાવી શકો કે તમારા માટે સભાઓ કેટલી મહત્ત્વની છે, જેથી જે દિવસે સભા ન હોય ત્યારે લેસન આપે. ટીચરને આ રીતે સમજાવ્યા હોય તો તેઓ કદાચ તમારું માન રાખશે.

બાઇબલમાં બીજો એક સારો સિદ્ધાંત મળી આવે છે. એ મારથાનો છે. તે બહુ જ મહેનતુ હતી. પરંતુ તેને ભાન ન રહેતું કે શું મહત્ત્વનું છે અને શું નથી. એક સમયે ઈસુ તેઓના ઘરે ગયા હતા. ત્યારે તે રસોઈ બનાવવામાં મશગૂલ હતી. જ્યારે તેની બહેન મરિયમ તેને મદદ કરવાને બદલે ઈસુના ચરણે બેસીને બોધ સાંભળતી હતી. મારથાએ તેની બહેનની ફરિયાદ કરી ત્યારે ઈસુએ કહ્યું: “મારથા, મારથા, તું ઘણી વાતો વિષે ચિંતા કરે છે અને ગભરાય છે; પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, કે જે તેની પાસેથી લઈ લેવાશે નહિ.”

એમાંથી આપણે શું શીખી શકીએ? જીવન સાદું બનાવો. તમે આ સિદ્ધાંત તમારા જીવનમાં કેવી રીતે ઉતારી શકો? શું તમે ઘણી વ્યાધિ કરો છો? તમે થોડી નોકરી પણ કરતા હોવ અને સ્કૂલનું લેસન કરવા માટે સમય શોધતા હોવ? જો તમે નોકરી કરતા હોવ તો સવાલ થાય છે કે શું ખરેખર તમારા કુટુંબને પૈસાની જરૂર છે? કે પછી તમે મનગમતી વસ્તુઓ લઈ શકો, એ માટે નોકરી કરો છો? જો તમે શોખ પૂરો કરવા જ નોકરી કરતા હોવ તો હકીકતમાં તમને એની કોઈ જરૂર નથી.

દાખલા તરીકે, અમુક દેશોમાં યુવાન લોકો પોતાની કાર લેતા હોય છે. હાઇસ્કૂલના એક સલાહકાર કૅરન ટર્નર કહે છે: “આજે યુવાનો દેખાદેખી કરીને પોતાની કાર તો લઈ લે છે પણ એનો ખર્ચો પૂરો કરવા તેઓને ખૂબ પૈસાની જરૂર પડે છે.” તેમ છતાં કૅરન કહે છે: “એ માટે ઘણા વિદ્યાર્થીઓ કામે જાય, ઘણું બધું લેસન કરે અને બીજી કોઈ પ્રવૃત્તિઓમાં ભાગ પણ લે વગેરે. આ બધું કરવાથી યુવાનોનો બોજો વધી જાય છે.” તમને એવા દબાણની જરૂર ન હોય તો શા માટે જાણીજોઈને પોતાના પર લાવવું? તમે જો સ્કૂલનું લેસન ન કરી શકતા હોવ તો કદાચ તમારી નોકરી ઓછી કરી શકો. અથવા કામ પણ છોડી શકો.

સ્કૂલે સમયનો સદુપયોગ કરો

તમને ભણવાનો જે મોકો મળ્યો છે એ સમયનો સારી રીતે ઉપયોગ કરી શકો. હોશવા કહે છે: “હું ક્લાસમાં થઈ શકે એટલું લેસન કરવાની કોશિશ કરું છું. જેથી મને જો કંઈ સમજ ન પડે તો હું ટીચરને પૂછી શકું.”

જો તમે વધુ પડતાં ટ્યુશન કરતા હોવ તો કદાચ અમુક ઓછા કરી શકો. એ ઉપરાંત, જો તમે સ્કૂલની બીજી પ્રવૃત્તિમાં ભાગ લેતા હોવ તો કદાચ અમુક ઓછી કરી શકો. આ રીતે અમુક ફેરફાર કરવાથી તમે અભ્યાસ માટે ઘણો સમય કાઢી શકશો.

સમય સારી રીતે વાપરો

તમે ઘણી વસ્તુઓ જતી કરી, અમુક ફેરફાર કર્યા, જેથી લેસન કરવા માટે વધારે સમય મળે. હવે તમે એ સમયકઈ રીતે વાપરી શકો? જરા વિચાર કરો કે તમે લેસન કરવા જેટલો સમય વાપરો એના અડધા જ સમયમાં જો તમે એટલું જ લેસન કરી શકો તો કેવું કહેવાય? એમ કરવા માટે અમુક સૂચનો છે.

▪ શેડ્યૂલ બનાવો. તમે લેસન કરવા બેસો એ પહેલાં વિચારો: કયું લેસન પહેલા કરવું જોઈએ? એના માટે કેટલો સમય આપવો જોઈએ? એ કરવા માટે શાની જરૂર છે? જેમ કે પુસ્તકો, લખવા માટે પેપર, પેન અને કૅલક્યુલેટર.

▪ અભ્યાસ કરવા માટે જગ્યા પસંદ કરો. બની શકે તો, એવી જગ્યાએ લેસન કરવું જોઈએ જ્યાં બહુ શોરબકોર ન હોય, જેથી આપણું ધ્યાન ભટકી ન જાય. ઈલીસ કહે છે કે ‘ટેબલ ખુરસી હોય તો એનો ઉપયોગ કરો. એનાથી તમે સરખી રીતે બેસી શકશો. પલંગ પર આરામ કરતા લેસન ન કરવું જોઈએ.’ તમારો પોતાનો રૂમ ન હોય તો, કદાચ તમે તમારા ભાઈ-બહેનને સમજાવી શકો કે તમે હોમવર્ક કરો એટલી વાર તેઓ શાંતિથી તમને લેસન કરવા દે. અથવા લાઇબ્રેરીમાં કે પછી બીજી કોઈ શાંત જગ્યાએ જઈ શકો. જો તમારો પોતાનો રૂમ હોય તો અભ્યાસના સમયે સંગીત વગાડશો નહિ અને ટીવી પણ ચાલુ કરશો નહિ.

▪ વચ્ચે વચ્ચે થોડો આરામ કરો. જો તમે લાંબો સમયબેસીને અભ્યાસ ન કરી શકો તો વચ્ચે થોડો આરામ લો. જેથી તમે વધારે ધ્યાન આપી શકો.

▪ આળસ ન કરો! આપણે કૅઈટી વિષે વાત કરી હતી. તે કહે છે: “હું બહુ આળસુ છું. ખબર નહિ કેમ હું છેલ્લી મિનિટ સુધી બેસી જ રહું છું.” તમે તમારા શેડ્યૂલને વળગી રહેશો તો આળસ કરવાનો સમય જ નહિ રહે.

સ્કૂલનું લેસન મહત્ત્વનું છે. તેમ છતાં, ભૂલશો નહિ કે ઈસુએ મારથાને શું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈશ્વરનું જ્ઞાન લેવું એ ‘સૌથી સારી પસંદગી કહેવાય.’ એ પણ ધ્યાન રાખો કે સ્કૂલનું લેસન તમારા જીવન પર રાજ કરવા ન માંડે. જો એમ થશે તો તમે ભગવતગીતા નહિ વાંચી શકો તેમ જ, પ્રચાર અને મંડળની સભાઓમાં પણ નહિ જઈ શકો. જો તમે ઈશ્વરની ભક્તિમાં આ બાબતો કરતા રહેશો તો, તમારું સદા માટે ભલું થઈ શકે!

***