Jivansangi - 3 in Gujarati Love Stories by Tarulata Mehta books and stories PDF | જીવનસંગી ભા.3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જીવનસંગી ભા.3

જીવન સંગી

ભા - 3

આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જેને સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દીકરીને કહી શકતા નથી આ એક માનસિક સંઘર્ષની પ્રણયકથા છે. આ વાર્તાની નાયિકા રુચિરાના મમ્મી -પપ્પા દીકરીને ભણાવી પગભેર કરે છે, બીજી જ્ઞાતિમાં પરણે તો ય રાજી છે પણ રૂપાળી દીકરી એની જોડે શોભે તેવા જીવનસાથીને પસંદ કરે તેવા અરમાન સેવે છે. 'જીવનસંગી ભા. 1 માં તમે વાંચ્યું કે રુચિ દીપેશ સાથેની મૈત્રીના મોહપાશમાં સર્વકાંઈ વિસરાતી જાય છે. શું દીપેશ પણ મૈત્રીની સીમાને વટાવી પ્રેમના બંધનને સ્વીકારવા તૈયાર છે? સંપૂર્ણ સોહામણા જમાઈની કલ્પના કરતી એની મમ્મી દીપેશને જોઈ શું કરશે? પ્રેમમાં સુંદરતા કે સોંદર્યમાં પ્રેમ?

'જીવનસંગી ભા. 2' માં રુચિનું મન દીપેશની બેપરવાહી અને શાલીનનું મૈત્રીભર્યું આમંત્રણ વચ્ચે ગૂંચવાય છે હવે વાંચો જીવનસંગી ભા. 3

તમારા રીવ્યુસ મારા માટે મૂલ્યવાન છે. હું હદય ખોલીને વાર્તા લખું ,તમે તમારા મનની વાત રજૂ કરી સર્જક-વાચકના સબંધને મજબૂત રાખશો. તરૂલતા મહેતા

જીવનસંગી ભા. 3 તરૂલતા મહેતા

'લેટ્સ ગો ફોર લંચ ' શાલીને બન્નેને આગ્રહ કર્યો.

'હું થોડું કામ પતાવું છું, તમે બે જાવ ' કહી દીપેશ કપ્મ્યુટર ખોલી કામે વળગ્યો.

'મારું લંચ બોક્સ છે, હું અહિઆ જ ખાઈ લઈશ. ' રુચિએ શાલીનની વાત ટાળી.

'લાવ ,તારું લંચ હું ખાઈ લઈશ ' કહી દીપેશ બોક્સ ખોલીને બેઠો. આમ તો રુચિ રાજી થઈ કારણ કે સવારથી તેણે પરોઠા ખાતા દીપેશનો વિચાર કરેલો,પણ બન્ને સાથે બેસી ખાય તેમ તે ઇચ્છતી હતી.

'કેમ રોકાઈ ગઈ?'દીપેશે પૂછ્યું

'શું તું મને શાલીન જોડે જવા જાણે ધક્કો મારે છે!' રુચિ મૂઝવાયેલી ઊભી રહી.

આટલી બેપરવાહી ! પ્રેમનો ક્યારેય એકરાર તે નહીં કરે? કે પછી તેનો અહંમ 'હું આટલો બુદ્ધિશાળી કેમ કરી કોઈના પ્રેમમાં તણાઈ જાઉં?

બીજી તરફ શાલીન કોલેજના છોકરાની જેમ રુચિના હાથને ઝૂલાવતો ખુશીથી છલકાતો ઓફિસની બહાર ગયો ત્યારે દીપેશનો હાથ મોમાં પરોઠાનો ટુકડો મૂકતા અટકી ગયો. તેનો ખાવાનો મૂડ રહ્યો નહીં. તે એકાંતમાં બોલી ઊઠ્યો :'રોકાઈ જા રુચિ ,તારા વગર ઓફિસ,હું, આ ફાઈલ,ખુરશી એકેએક ચીજ બેજાન થઈ ઢગલો થઈ ગઈ છે. '

તે બારીમાંથી રુચિને બોલાવતો હતો

:'સોરી રુચિ મને તારી લાગણીમાં ડૂબી જવાની બીક લાગી ,નાનપણથી મને પડી જવાની ,ડૂબી જવાની ભીતિ મારા પાંસળામાં ભરાઈ ગઈ છે. દરરોજ બેડમાંથી જમીન પર પગ

મૂકતા ધ્રૂજી ઊઠું છું બાળક દીપેશ બીજા બાળકોની જેમ રમતા ,દોડતા એક પગનું બેલેન્સ ગુમાવતા પડી જતો,બીજા ટેણિયાઓને હસવાની મઝા પડતી. ત્યારથી 'હું નહીં પડું, નહીં પડું ' એમ મેં ઠાની લીધું છે. ના પીછેહઠ ,ના પરાજય ,ના કોઈની અવગણના કે અસ્વીકાર એમ હું મગરુબીથી જીવવા માંગુ છું. તું મારા કિલ્લાને ભેદી કોઈક છુપી બારીમાંથી આવી મને તારા પ્રેમના આલિગનમાં જકડી લઈશ ?

નીચે રોડ પર શાલીનની સાથે જતી રુચિની નજર ચોથામાળની બારીએ ગઈ..... કોઈ હતું કે શું?

બહુમાળી બિલ્ડિગનાં ચોગાનમાં પાર્ક કરેલી શાલીનની મર્સીડીઝ પાસે આવી રુચિરા બોલી:

'લંચ ટાઈમમાં રેસ્ટોરન્ટમાં લાઈન હશે, મારે અડધા કલાકમાં પાછું ઓફિસ જવું પડશે "

'અડધા કલાકમાં તો લારી પરથી ખવાય પણ એમાં મઝા નહીં ' શાલીન નિરાશ થયો હતો કારણ કે એણે ક્યાંક દૂર જવા વિચારેલું. '

'આપણે ચાલીને જઈએ ' રુચિએ ચાલવાનો આગ્રહ કર્યો તે શાલીનને પસંદ નહોતું પણ રુચિની કમ્પની ગમતી હતી.

'તું કહે તેમ પણ આ મારા કચકડાના શરીર પર દયા રાખજે ' શાલીને તાપમાં લાલ થયેલા ચહેરા પર રૂમાલ ફેરવતાં કહ્યું.

'મઝાક કરો છો ? ટેનિસ રમી શરીર કેળવાયું હોય ને!' રુચિ બોલી.

'પોલ્યૂશન અને ધૂળમાં મારા હાલહવાલ બગડી જાય ,અમે તો બબલમાં રહેનારા જીવ '

દસ મિનિટમાં 'ટેસ્ટી સેન્ડવીચ ' શોપમાં તેઓ ખૂણામાંના ટેબલ પાસે બેઠાં .

'દીપેશ સાથે લંચમાં અહીં આવો છો ?

શાલીનના પ્રશ્નથી રુચિ સંકોચ અનુભવી રહી. અજ્ઞાતપણે તે દીપેશની માનીતી જગ્યાએ આવી હતી. તો શું દીપેશની સંગતે તેનામાં એ જ છવાઈ ગયો છે ! એ કયારે એનામય થતી ગઈ ? મુગ્ધાની જેમ શરમથી આડું જોઈ ગઈ.

'હું તમને એક વાર મારી ફેવરિટ રેસ્ટોરન્ટમાં ડીનર માટે બોલાવીશ. ' શાલીનના આગ્રહથી રુચિ વિમાસણમાં પડી ગઈ. 'હું દીપેશના પ્રેમમાં હોઉં એ તે સ્વીકારતો નહોતો. મૈત્રી હોય, હમદર્દી હોય પણ... ' અન્ય કોઈ દીપેશ પ્રત્યેના મારા પ્રેમને ગૌરવથી સ્વીકારવા તૈયાર નહીં થાય?' મોટીબેન,મમ્મી -પાપા કોઈ નહીં! હું તેની સમીપતામાં તેનું જે સૌંદર્ય, સભરતા અનુભવું છું તે કોઈ નહીં સમજે? તેના સંગમાં તે મારા અસ્તિત્વને સાર્થક કરે છે. તે મારી નજીક છે, આત્મીય છે, છતાં મને મુક્ત હવામાં વિહરવા દે છે.

રુચિએ મૂકસંમતિ આપી હોય તેમ શાલીન બોલ્યો :

'તમારી બર્થ ડે..

'ના ના ,હું થોડા દિવસ બીઝી છું ,મારી મોટીબેન આવેલી છે. '

'ઓ કે, બાબા મારી બર્થ ડે માં તમારાં બહાના નહીં ચાલે ' શલિનના બાળઆગ્રહથી તે હસી પડી.

તેને થયું લાંબા પહોળા શરીરમાં કોઈ બાળક તેની સામે બેઠો છે. પોતાનું ધાર્યું કરવા ટેવાયો હશે!

'બબલ બોય ' તેનાથી કહેવાય ગયું.

'કબૂલ ,તમે જોક કરી લો ' શાલીન ખડખડાટ હસ્યો. ' તમારી સાથે રોડ બોય થઈ જઈશ. '

'રોડ -બોય ? કે રોમિયો ?

'તમે મચક આપતા નથી એટલે રોડ પર ટાંટિયા ઘસવાના. ' શાલીનની મઝાકથી રુચિ ખૂલીને હસતી હતી.

***

રુચિને શાલીનનું બચપના, હળવાશ ગમી. કોલેજના દિવસોની યાદ તાજી થઈ. જીવનમાં ભાર વગરના થઈ હલ્કાફૂલ થવાની કળા ય શીખવા જેવી છે એમ વિચારતી તે ઓફિસમાં દાખલ થઈ દીપેશ કાંઈ ખોવાઈ ગયું હોય તેમ ઊભો હતો. લંચ બોક્સ ખાધા વિનાનું ઉઘાડું પડ્યું હતું. રુચિને જોઈ રાહતનો દમ લીધો.

'કોઈ ફાઈલ શોધતો હતો ? મને કહે હું શોધી આપું. '

'મળી ગઈ ' કહી દીપેશે બર્થ-ડે કાર્ડ પર લખેલી પઁક્તિઓ રુચિ તરફ સરકાવી :

'પાણી અંદર ઢેફું પીગળે, એ રીતે પીગળવું'તું તમને ખાલી મળવું'તું, ભીતરથી ઝળહળવું'તું !' અનિલ ચાવડા

'આજ સવારથી શાયરાના મૂડમાં છું ' રુચિ તડપતી હતી કે માતેલો સાંઢ ખેતરમાં ઘૂસી જઈ બધું ખેદાન મેદાન કરી નાંખે તો 'હાશ ' થાય. દીપેશ, આ દિવાલોને તોડી નાખ નર નારીના યુગ્મને અર્ધનારીનટેશ્વરના રૂપમાં તાંડવ નૃત્ય કરવા દે. :' આઈ લવ યુ ' કહે આખા અમદાવાદમાં રોડના કોલાહલને શમાવી દેતા પડઘા પડવા દે ! ત્યાં એના ફોનની રીગ વાગી ,......

'ફોન આન્સર કર ,આમ મને શું જોયા કરે છે?' દીપેશે એની મોહનિદ્રામાંથી જગાડી.

'તું ચુંબકની જેમ મને ખેંચી રહ્યો છે ' રુચિ મનોમન બોલી.

',હલો , રુચિ હું આશ્રમરોડ પર આવી છું. તું શું કરે છે?' રીમા ફોનમાં બોલતી હતી.

'નોકરી ' રુચિ છણકો કરી બોલી.

'મને એમકે તને ફાવે તો થોડીવાર તારી ઓફિસમાં બેસું પછી આપણે શોપિંગમાં જઈશું '

'ના, ના, મને નહીં.. દીપેશે ચપટી મારી તેનું ધ્યાન ખેંચ્યું ધીરેથી બોલ્યો: '. કે. '

' . કે. ' રીમાએ ફોન બંધ કર્યો.

'જો ,મારે બહારનું કામ છે હું બહાર જઈશ,તારી બહેનને કોફી ઓફર કરજે. ' દીપેશે પરિસ્થિતિ સંભાળી લેતા કહ્યું.

દસેક મિનિટમાં બારણા પર ટકોરા મારી રીમા આવી પહોંચી.

'લો તમારે તો સરસ ઓફિસ છે. ' રીમા દીપેશની સામે હસતી ઊભી હતી.

'થેન્ક યુ ,આવો ,આ ઓફિસ તમને સોંપી હું બહાર ચાલ્યો'

'એવું કેમ ચાલે ? આ લંચ નથી ખાધું? પરોઠા ના ભાવ્યા ?'

'રીમા પરોઠા બનાવવામાં એક્સપર્ટ છે '. રુચિએ કહ્યું.

'સરસ હતા. મારે મોડું થયું, આવજો ' દીપેશ બહાર જતો હતો રીમા એના મોટા બુટવાળા પગને જોઈ રહી.

'હા. હવે ખબર પડી મમ્મીને તારી દીપેશ સાથેની દોસ્તી કેમ નથી ગમતી' રીમાએ ટકોર કરી.

'મારો દિયેર આવવાનો છે ,જો તારું મન બદલાઈ જશે ' રીમા

'પ્લીઝ સ્ટોપ ઈટ ,મને મારી જિંદગીના નિર્ણય લેવા દે ' રુચિ અકળાઈને બોલ્યે જતી હતી 'બહુ જોયા, મનને ગમે તે ખરું '

બન્ને બહેનો નીચે આવી ત્યારે દીપેશ રિક્ષાની રાહ જોતો હતો.

'રીમા તું ધેર પહોંચી જા, શોપિંગમાં કાલે જઈશું, 'બાય '

રુચિ દોડીને દીપેશની પાસે પહોંચી તેના હાથને એવી રીતે પકડ્યો .... રુચિ ,રુચિ...

(જીવનસંગી ભાગે 4 માં વાંચજો શું થયું? તમારા રીવ્યુસ મારા માટે લખવાનું પ્રોત્સાહન પ્રેરે છે,મારી વાર્તાઓને વાંચવા બદલ આભારી છું )

***