Happy Bhag Jayegi in Gujarati Film Reviews by Jatin.R.patel books and stories PDF | ફિલ્મ રિવ્યુ હેપ્પી ફિર ભાગ જાયેગી

Featured Books
Categories
Share

ફિલ્મ રિવ્યુ હેપ્પી ફિર ભાગ જાયેગી

ફિલ્મ રિવ્યુ : હેપ્પી ફિર ભાગ જાયેગી

આજે આપણે વાત કરીશું 24 ઓગષ્ટે રિલીઝ થયેલી ફિલ્મ હેપ્પી ફિર ભાગ જાયેગી ની..

ડિરેકટર અને સ્ટોરી રાઈટર :- મુદ્દસર અઝીઝ

પ્રોડ્યુસર :- આનંદ. એલ. રાય, ઈરોઝ ઈન્ટરનેશનલ, ક્રિષ્ના લુલ્લા

મ્યુઝિક :- સોહેલ સેન

ફિલ્મ ની લંબાઈ :- 135 મિનિટ

સ્ટાર કાસ્ટ :- સોનાક્ષી સિંહા, જસ્સી ગીલ, જિમ્મી શેરગિલ, પિયુષ મિશ્રા, ડેનિયલ સ્મિથ, ડાયના પેન્ટી, અલી ફઝલ

પ્લોટ :- નામનાં કંફ્યુઝન ને લીધે હેપ્પી નામની બીજી છોકરીનું કિડનેપ થઈ જાય છે અને જે ધમાચકડી મચે છે એ આ ફિલ્મ માં દર્શાવાયું છે.

સ્ટોરી લાઈન :- જો તમે આ ફિલ્મ નો પ્રથમ ભાગ એટલે કે હેપ્પી ભાગ જાયેગી જોયો હોય તો તમને ખબર જ હશે કે હેપ્પી એટલે કે હરપ્રિત કઈ રીતે પોતાનાં ઘરેથી ભાગી જાય છે અને પછી જે કંઈ ઘટનાઓ બને છે એમજ આ ફિલ્મમાં પણ બને છે.. ફરક એટલો છે કે આ વખતે હેપ્પી બદલાઈ ગઈ છે.

ચીન માં ડાયના પેન્ટી અને સોનાક્ષી સિંહા પોતપોતાની રીતે ઘુમી રહ્યાં હોય છે. ડાયના પેન્ટી પોતાનાં પ્રેમી ગુડુ સાથે જલસા કરી રહી હોય છે.. ગુડુ નો રોલ પ્લે કર્યો છે અલી ફઝલે. ત્યાં ડાયના પેન્ટી ની જગ્યાએ અમુક ચીની ગુંડાઓ સોનાક્ષી સિંહા નું કિડનેપ કરે છે.. કારણકે બંને ના નામ સરખા એટલે કે હરપ્રિત ઉર્ફે હેપ્પી હોય છે.

ચીની ડોન નો રોલ પ્લે થયો ડેનિયલ સ્મિથ નામનાં થિયેટર આર્ટિસ્ટ દ્વારા.. ચીની ગુંડાઓ ની પકડમાંથી હેપ્પી કંઈપણ કરીને ભાગી જાય છે.. એટલે એ લોકો ઉઠાવી લાવે છે દમન સિંગ બગ્ગા અને ઉસ્માન આફ્રિદી ને.. દમન સિંગ બગ્ગા અને ઉસ્માન આફ્રિદી પ્રથમ ભાગ ની જેમ જ અનુક્રમે છે જિમ્મી શેરગિલ અને પિયુષ મિશ્રા.

હેપ્પી ભાગીને મળે છે ખુશવંત સિંહ ગિલ એટલે કે જસ્સી ગિલ ને.. ત્યાર બાદ હેપ્પી અને ખુશવંત વચ્ચેનો પ્રેમ કઈ રીતે આગળ વધે છે એ આગળ વધતી ફિલ્મની સ્ટોરી સાથે દર્શાવાયું છે.

ત્યારબાદ આગળ જતાં ચીની ગુંડાઓ હેપ્પી ને શોધવા શું કરે છે અને કઈ રીતે બંને હેપ્પી મળી એમને છેતરવાનો પ્રયત્ન કરે છે અને અંતે શું થાય છે એ માટે ફિલ્મ જોવી રહી.

એક્ટિંગ :- ફિલ્મમાં હેપ્પી નો રોલ પ્લે કરનારી સોનાક્ષી નું કામ ઠીકઠાક છે.. કેમકે સોનાક્ષી જેવી દીગ્ગજ અભિનેત્રી જોડે આપણી અપેક્ષા વધુ હોય એ સ્વાભાવિક છે.. મને આ ફિલ્મમાં પણ સોનાક્ષી નાં બોલાયેલાં ડાયલોગ કે એમનાં ફેસિયલ એક્સપ્રેશન એમની પહેલાની ફિલ્મો જેવાં જ લાગ્યાં.

ફિલ્મમાં મુખ્ય હીરો નાં રોલમાં એન્ટ્રી થઈ છે પંજાબી ગબરુ જવાન જસ્સી ગિલ ની.. પંજાબી સિંગર અને એક્ટર જસ્સી ની આ પહેલી બૉલીવુડ ફિલ્મ છે.. ખુશવંત નાં રોલ માં જસ્સી નું કામ પણ એવરેજ જ કહેવાય.

હવે વાત કરું ફિલ્મનાં મુખ્ય પાત્ર અને ફિલ્મની જાન એવાં પિયુષ મિશ્રા અને જિમ્મી શેરગિલ ની.. પ્રથમ ભાગમાં પોતાનાં ઉર્દુ ડાયલોગ થી પિયુષ મિશ્રા એ દર્શકો નું દિલ જીત્યું હતું.. પણ આ ભાગ માં એ ઉર્દુ ડાયલોગ ની કમી દર્શકો ને જરૂર મહેસુસ થશે.

જિમ્મી શેરગિલ આ ભાગમાં પણ પોતાની એક્ટિંગ નાં પરચમ લહેરાવવામાં કામિયાબ રહ્યો છે.. આમ પણ મલ્ટી સ્ટાર ફિલ્મમાં જિમી હંમેશા નાના માં નાનો રોલ મળે તો પણ બખુબી નિભાવે છે.. ભલે ને એ મુન્ના ભાઈ સિરીઝ હોય કે સ્પેશિયલ 26.. જિમ્મી જોડે ફિલ્મમાં સારા ડાયલોગ છે જે દર્શકો ને ખૂબ હસાવસે.

"તું ગિલ હૈ.. તો મેં શેરગિલ હું.." મારો ફેવરિટ હતો.

પ્રથમ ભાગનાં મુખ્ય સ્ટાર ડાયના પેન્ટી અને અલી ફઝલ નો રોલ મહેમાન કલાકાર થી થોડોક વધુ હોય એટલો જ છે.. ફિલ્મ ની શરૂવાત માં દેખાયા પછી એ સીધાં ક્લાયમેક્સમાં જોવા મળે છે.. એ બંને નું કામ સારું છે.

ફિલ્મમાં જો સૌથી સરસ કોઈએ મારુ ધ્યાન ખેંચ્યું હોય તો ચીની ડોનનો રોલ પ્લે કરી રહેલાં ડેનિયલ સ્મિથે.. આગળ જતાં બૉલીવુડ અને સાઉથ ની ફિલ્મો માં એની ડિમાન્ડ વધી જાય તો નવાઈ નહીં.

ડાયલોગ અને ડાયરેક્શન :- ફિલ્મ નું ડાયરેક્શન અને સ્ટોરી રાઈટિંગ બંને ની જવાબદારી આ વખતે પણ મુદ્દસર અઝીઝ નાં માથે છે.. પણ આ વખતે એ પ્રથમ ભાગ જેવી છાપ છોડવામાં આ યુવા ડિરેકટર નિષ્ફળ નિવડ્યા છે.

હેપ્પી ભાગ જાયેગી માં માં જાન હતાં એનાં ડાયલોગ પણ આ વખતે એ ડાયલોગ માં જોઈએ એવી જાન નથી.. આમ જોઈએ તો અમુક ફન્ની સીન અને ડાયલોગ તમને હસવા મજબુર જરૂર કરશે. જેવાં કે ભારત પાકિસ્તાન પર નાં અમુક જોક અને લેસ્બિયન શબ્દને લીધે ઉભું થતું હાસ્ય તમારાં જડબાં દુખાડી દે છે.

ફિલ્મનું મોટાં ભાગ નું એટલે કે 80% શૂટિંગ ચીન માં થયું હોવાથી ત્યાંના સુંદર લોકેશન ને ડાયરેક્ટરે આબાદ રીતે કેમેરામાં ઝીલ્યા છે.. જે આંખોને જોવા ખૂબ ગમશે. એ સિવાય અમુક અમુક સીન વખતે ચીની ડાયલોગ અને ઉચ્ચારણો ગજબનાં લાગે છે.

હેપ્પી ફિર ભાગ જાયેગી મુવી નું કેમેરા વર્ક, કોસ્ચ્યુમ ડિઝાઈન અને એડિટિંગ પણ સરસ રીતે કરવામાં આવ્યું છે. એમાં પણ કેમેરા વર્ક ખૂબ સરસ છે.

મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર :- ફિલ્મ માં ચાર ગીતો છે.. જેમાં હેપ્પી ફિર ભાગ જાયેગી નું ટાઈટલ ટ્રેક દલેર મહેંદી એ ગાયું છે.. ફિલ્મ પંજાબી બેકગ્રાઉન્ડ પર બેઝ હોવાથી આ ગીત મહેંદી સાહેબનાં અવાજમાં ખૂબ સરસ લાગે છે.

આ સિવાય સોનાક્ષી સિંહા અને જસ્સી ગિલે ગાયેલું મેરા નામ ચીન ચીન ચુ એ અશોક કુમાર અને મધુબાલા ની 1958 માં આવેલી ફિલ્મ હાવડા બ્રિજ માં ફિલ્માવેલા એક ફેમસ ગીત ની રિમેક છે. એક ખૂબ જ ફેમસ ગીત ની રિમેક બનાવતાં એ ખરાબ ના બની જાય એનું ધ્યાન રાખવું પડે.. પણ આ ગીત જોઈએ એવું ઉત્કૃષ્ટ બન્યું નથી.

આ ફિલ્મમાં બહુ સમય પછી વાપસી કરી રહ્યાં છે મારાં ફેવરિટ સિંગર ઉદિત નારાયણ.. પણ એક બિહારી જોડે પંજાબી ગીત ગવડાઈએ એટલે એનાં ઉચ્ચારણો યોગ્ય ના જ હોય.. એટલે મને એ ગીત સહેજ પણ પસંદ ના આવ્યું. ઉદિત નારાયણ એ આ ગીત દ્વારા વાપસી કરી ભૂલ કરી હોય એવું મને લાગ્યું..!

ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે.. એમાં પણ જિમ્મી શેરગિલ નાં એક સીન વખતે યારા હો યારા ગીત નું વાગવું પહેલા ભાગ જેટલું જ હ્યુમર પેદા કરે છે..આ સિવાય દોડાદોડી વખતે નું લાઉડ મ્યુઝિક પણ સારું લાગે છે સાંભળવામાં.

ફિલ્મ નાં માઈનસ પોઈન્ટ :- એક રીતે જોઈએ તો મને આ ફિલ્મ બનાવવાનો ડાયરેકટર નો આશય એટલો જ લાગતો હતો કે પ્રથમ ભાગ ની સફળતા ની રોકડી કરી લેવી જે આજકાલ બધાં ડિરેકટર કરી રહ્યાં છે. ફિલ્મ પ્રોડ્યુસર આનંદ એલ રોય જેમને આ સિવાય તનુ વેડ્સ મનુ ની પણ સિકવલ બનાવીને સફળતા નો સ્વાદ ચાખ્યો હતો.

પ્રથમ ભાગ 20 કરોડ આજુબાજુ બન્યો હતો અને 45 કરોડ ની કમાણી કરી હિટ પુરવાર થયો હતો એટલે ડિરેકટર ને લાગ્યું કે લાવો ને બીજો ભાગ બનાવી દઈએ.. પણ વન્સ અપોન ટાઈમ ની જેમ આ મુવી પણ પ્રથમ ભાગની સફળતા ને ન્યાય નથી આપી શકી. આ મુવી એનો ખર્ચો પણ કાઢી જાય તો પણ મોટી વાત છે.

પ્રથમ ભાગમાં અભય દેઓલ જે રીતે બિલાલ અહેમદ નામનું કેરેકટર પ્લે કરે છે એવું સંજીદા કેરેકટર આ ફિલ્મમાં દેખાયું નથી એ પણ આ ફિલ્મ ની કમી લાગી.

ફિલ્મ માં સારા ડાયલોગ અને થોડાં રમુજી સીન જરૂર છે.. પણ ફિલ્મનો અર્થ વગરનો સ્ક્રીનપ્લે તમારી બેકરારી બનાવી રાખવામાં સફળ થતો નથી. અમુક કારણ વગરનાં ઉભાં કરેલા સીન ફિલ્મની સ્ટોરી લાઈન ને સાથ આપવામાં નિષ્ફળ નીવડે છે.. આ ઉપરાંત પિયુષ મિશ્રા અને જિમ્મી શેરગિલ નાં રોલ થોડાં લાંબા હોત તો વધુ મજા આવત એવું મને લાગ્યું.

તો દોસ્તો હું હેપ્પી ફિર ભાગ જાયેગી મુવી ને આપું છું ૨.૫ સ્ટાર.. તમે જો આ મુવી જોઈ હોય તો મારાં રિવ્યુ સાથે સહમત છો કે નહીં એ કોમેન્ટ બોક્સ માં જણાવવું. આભાર..!!

-જતીન. આર. પટેલ

24 ઓગસ્ટ, 2018 અમદાવાદ.