Matbhed in Gujarati Motivational Stories by Suketu kothari books and stories PDF | મતભેદ

Featured Books
Categories
Share

મતભેદ

મતભેદ

વાત છે લગભગ આજથી ૧૦ વર્ષ પહેલાની, જયારે ચિંતન, સમય અને હું, એન્જિનિરીંગનાં છેલ્લા વર્ષની છેલ્લી એક્ષામની તયારીઓ કરવા સમયનાં ઘરે ભેગા થયા હતા. અમે લોકો બાળપણથી હમેશા આમ ભેગાજ ભણતા. ધોરણ ૧૨-સાયન્સની બોર્ડ એક્ષામમાં મારા માંડ માંડ સારા માર્ક્સ આવ્યા હતા જેના કારણે હું - સમય અને ચિંતન જોડે એન્જિનિરીંગ કરી શક્યો. જો એમ થયું હોત તો, કોઈ કોલેજમાં એકલા એકલા બી.એસ.સી કરવાનો વારો આવાનો હતો. મારા નસીબમાં મારા આજ મિત્રો જોડે રહેવાનું અને મોજ કરવાનું લખ્યું હશે એટલેજ આમ થયું હશે. છેલ્લી એક્ષામની તયારી થઇ ગઈ હતી માટે, અમે ત્રણે ફ્રેશ થવા બહાર આંટો મારવા નીકળ્યા. દરવખતે ક્યાં બેસીસું અને ક્યાં જઈશુંમાં સમય ન બગડે એ માટે અમે અમારી જગ્યા ફિક્સ કરેલ હતી, એસ.જી.હાઇવે પર આવેલું શંભુ કોફી બાર. લગભગ ૫૦મી વાર એજ કડક મીઠી કોફી અને એજ ચર્ચા, હવે શું કરીશું? અને શેમાં કરિયર બનાવીશું?, આવા સવાલો અમેં હમેશા એકબીજાને કરતા રહેતા પણ, ક્યારેય કોઈ નિર્ણય પ આવતા અને છેવટે કોફી પીને ઉભા થતા.

દિવસે પણ એજ થયું. શું કરીશુંનો જવાબ ન મળતા ચિંતને મસ્તી ચાલુ કરતા કીધું,

ચાલો કોઈનું કરી નાખીએ, ખુબ પૈસા મળશે

સમય ચિંતનની મજાકને ન સમજી શકતા થોડાક ગંભીર થઈને કીધું કે ,

એવું ન કરાય ચિંતન, કોઈનું ખરાબ કરવાથી છેવટે આપડું જ ખરાબ થાય. કર્મા કમ્સ બેક ડીઅર “.

મેં બન્નેની સામે જોતા કીધું,

ટોપાઓ ચડ્ડીમાં રહો. ન કરાય નહી, આમ કોઈનું કરી નાખવું એ આપડી ઓકતની બહારની વાત છે .

ચિંતન વાતને લાંબી ખેંચવા અને સમયની મજાક કરવા મને આંખ મારી.

ચિંતને સમયની સામે જોઇને કીધું,

પૈસા કમાવા બધું કરાય મિત્રો “.

સમયે એનો જવાબ મારી સામે આપતા કીધું,

ના. મનનો સંતોષ વધારે અગત્યનો છે. જે કામ કરવાથી તમને ખુશી મળતી હોય, જે કામ કરવાથી તમને થાક કે કંટાળો ન આવતો હોય એવું કામ કરાય અને, કરવાથી પૈસા તો કમાવાના જ છીએ પણ પૈસો માનસિક શાંતિ નથી આપી શકતો“.

ચિંતનએ પોતાની મનની વાત મસ્તીમાં કરતા કીધું કે,

પૈસા હોય તો બધી જરૂરિયાત સંતોષી શકાય સમય અને, જરુરીયાતો સંતોષવાથી માનસિક શાંતિ આપોઆપ મળે છે“.

હવે, આ બંને વચ્ચે થોડીક ગરમી પકડાતી હોય એવું મને લાગતું હતું. બંને એકબીજા જોડે સહમત થાય તેવું શક્ય ન તું કારણકે, ચિંતન દિમાગની વાતો કરતો હતો અને સમય દિલની. હું શુ માનતો હતો? સાચુ કહું કઇજ નહી કારણકે, હું પણ દિલ અને દિમાગ વચ્ચે ફસાયેલો હતો. મને પણ ખબર ન હતી કે, મારે મારી લાઈફમાં શું કરવું છે. મેં વિચાર્યું આ બન્નેને જે કરવું હોય એ કરવા દો કારણકે, બેમાંથી એકનો સાથ આપવો એટલે ધર્મસંકટ. મેં વિચાર્યું કે, મારે શું કરવુ છે એ પછી નક્કી કરીશું, પહેલા આ બન્નેને શાંત પાડવા જરૂરી હતા.

મજાક મસ્તીમાં ચિંતન અને સમય વચ્ચેની વાતચીત, મતભેદ અને ઝગડામાં ફેરવાઈ ગઈ.

ત્રણમાંથી બે ટીમ બની અને, હું બન્યો જોકર જેને ગમે ત્યારે ગમે તે ટીમમાં જરૂર પડે ત્યારે જઉં પડે. ચિંતને એના દિમાગની વાત સાંભળી અને એ એના પિતાનાં બીનેસમાં જોડાયો અને, સમયે પોતાના દિલની વાત સાંભળી અને સંગીત શીખવાનું અને એમાજ આગળ વધવાનું નક્કી કર્યું.

અમે બાળપણનાં મિત્રો હતા અને હમેશાથી બધા સંગીતમાં આગળ વધવા માંગતા હતા પણ, ઘરમાં સંગીત કરતા વધારે ભણવામાં ધ્યાન આપવાનું કહેવામાં આવતું. અમારા માતાપિતા સંગીતની પાછળ પૈસા ખર્ચવાની બદલે ભણવા માટે અલગથી પ્રાઈવેટ ટ્યુશન કરાવતા. જેથી વધારે ને વધારે સારા માર્ક્સ લાવી શકીએ. અમારા ત્રણમાંથી સૌથી વધારે સંગીતનો શોખ સમયને હતો. સમય પોતાની પોકેટ-મની બચાવીને ઘરેથી અમારા ઘરે ભણવા જાય છે એવું ખોટું કહીને સંગીત શીખવા જતો રહેતો, જેના કારણે સમયનાં પપ્પાને એના પર કોક વાર શક જતો અને એમનો ફોન મારા અથવા ચિંતન પર સમય ક્યાં છે એની ખાત્રી કરવા આવતો. અમે મિત્રને બચાવવા અને એને સાથ આપવા જુઠું બોલતા કે સમય અમારી જોડેજ છે.

ણ, હવે ચિંતને અને સમયે પોતપોતાના રસ્તા નક્કી કરી લીધા હતા. બંને જણાએ પોતાના માટે નહિ પ એકબીજાને ખોટા પાડવા માટે ખુબ મહેનત કરવાની ચાલુ કરી હતી. બંનેમાંથી કોઈ પ માટે પોતાના રસ્તા પર ચાલીને આગળ વધવું સરળ ન હતું, કારણકે અમે ત્રણે જણા સામાન્ય ફેમીલીમાંથી હોવાથી કોઈને ઘરમાંથી કોઈ પણ પ્રકારનો સપોર્ટ ન હતો, ખાસ કરીને આર્થિક રીતે. જે પ કરવાનું હતું એ પોતાની જાત મહેનતથીજ કરવાનું હતું. એન્જિનિરીંગ કરેલું હોવા છતાં ચિંતન એના પિતાની પ્રિન્ટીંગ પ્રેસમાં લાગી ગયો અને સમયે ચિંતનની જોડે જોડે પોતાના ઘરમાં પ ઝગડો કરીને સંગીતમાંજ આગળ વધવાનું નક્કી કરી દીધુ. માત્ર હુજ એવો હતો જેને કોલેજમાંથી પ્લેસમેન્ટ મારફતે જોબ મળી હતી અને મેં એ ચાલુ કરી દીધી હતી. જેથી ઘરમાં આર્થિક રીતે કોઈ તકલીફ ન પડે.

થોડાક સમય - થોડાક વર્ષો સુધી મહેનત કર્યા પછી બંનેને થોડીક ઘણીક સફળતા મળી. તે દરમ્યાન અમે લોકો ફરીથી મળ્યા. એકબીજાનાં ઝીંદગીમાં શું ચાલે છે એની વાતો કરતા કરતા ફરીથી અમારી ટ્રેન એજ દિલ–દિમાગ વાળા પાટા પર ચઢી ગઈ. ચિંતન પૈસાના ફાયદા ગણાવે અને સમય આત્મસંતોષ વિષે સમજાવે. એ વાત એટલી લાંબી ચાલી હતી કે મારે વચ્ચે પડીને બંનેને ચુપ કરાવીને કોઈ નવીજ વાત તરફ વાળવા પડ્યા હતા, નહિતર બંને પાછા ઝગડી પડ્યા હોત. ચિંતન અને સમય એ વખતે પણ એકબીજાથી સહમત યા કારણકે, દિલ અને દિમાગ કેવી રીતે એકબીજાથી સહમત થઇ શકે.

હજુ અમારે ઘણું આગળ વધવાનું હતું, ખાસ કરીને સમય અને ચિંતનને. એ બંને તો જાણે એકબીજા જોડે રેસ લગાવી હતી એવી રીતે મહેનત કરતા અને એનું તેમને સકારત્મક ફળ પ મળ્યું. ચિંતને એના પિતાનાં પ્રિન્ટીંગ પ્રેસનાં ધંધાને ઘણો મોટો કર્યો અને આખા રાજ્યમાં ઘણી બધી પ્રિન્ટીંગ પ્રેસ ખોલી. હેલા કરતા વધુ પૈસા કમાયો અને સમાજમાં એક સારું સ્થાન મેળવ્યું પણ, ચિંતનને મનમાં ક્યાંક ને ક્યાંક અશંતોષ હતો. ચિંતન જે કામ કરતો હતો એ ફક્ત પૈસા કમાંવાજ કરતો હતો. ચિંતન હંમેશાથી એજ માનતો કે પૈસા હોવાથી માનસિક શાંતિ સહીત દરેક જરૂરિયાત સંતોષી શકાય. ચિંતન હવે આટલી મહેનત કર્યા પછી પોતે પોતાનાજ વિચારો પર સહમત થતો ન હોય એવું એને લાગવા માંડેલું. ચિંતન પૈસા કમાઈને પણ એને વાપરવા માટે પોતાના કે પોતાના પરિવાર માટે સમય કાઢી શકતો ન હતો. ચિંતનને પોતાની ઝીંદગીમાં કશુક અધુરું હોય અને હજુ કશુક મેળવાનું બાકી હોય એવું હમેશા લાગ્યા કરતુ હતું. શું મેળવાનું બાકી છે, એનો જવાબ એના મનને ખબર હોવા છતાં ક્યારેય પોતાના દિમાગને એ જવાબ એક્સેપ્ટ કરાવી ન શક્યો.

સમય પણ સંગીતમાં ઘણો આગળ વધ્યો અને એ પણ પૈસા અને નામ કમાયો. એના મનમાં પૈસા કમાવ્યા કરતા વધારે ખુશી આત્મસંતોષની હતી. અમે બધા હમેશાથી જે બનવા માંગતા હતા, સમય આજે બની ગયો હતો. સમય પોતાના કામમાં વધુ ને વધુ આગળ વધતો હતો કારણકે, એને સંગીત ખુબ પ્રિય હતું અને એ હંમેશાથી માનતો કે પ્રિય કામ કરવાથી ક્યારેય આળસ નથી આવતી અને એ કામમાં સફળતાની કોઈ સીમા નથી હોતી.

ફરીથી અમે મળ્યા પણ, આ વખતે દિલ દિમાગ પર ભારે પડ્યું. આ વખતે ચિંતન જોડે બોલવા માટે કશું હતું. એ કશું બોલ્યા વગર કહેવા માંગતો હતો કે,

“ સમય તું સાચો હતો અને હું ખોટો, પૈસા કરતા આત્મ-સંતોષ અને માનસિક શાંતિ વધુ જરૂરી છે “.

સમયે ચિંતનની બોલ્યા વગરની લાગણીઓ સમજીને પોતાને ગળે લગાડી લીધો અને, બંને વચ્ચે થયેલા વર્ષો જુના મતભેદો દુર કર્યા.

Written by

Suketu kothari