Ek yoddha nu kalank in Gujarati Mythological Stories by Hemang books and stories PDF | એક યોદ્ધા નું કલંક part 1

The Author
Featured Books
Categories
Share

એક યોદ્ધા નું કલંક part 1

પાત્રો....
          * સ્વર્ગ લોક ની શાસક- દેવી તૃષા
          * પાતાળ લોક નો રાજા- રાક્ષસરાજ મૃન્જ
          * પૃથ્વી લોક નો રાજા -રાજા વિક્રમ
          * સ્વપ્ન લોક નો રાજા - જાદુગર તિલોક
          * પાતાળ લોક નો અસીમ યોધ્ધો અને રાક્ષસ રાજ નો પુત્ર - હેમ
            *સ્વર્ગ લોક ની રાણી દેવી તૃષા ની પુત્રી -અલોકનંદા
            * સ્વર્ગ લોક ની સેનાપતિ નાયિકાઓ- વૃંદા,દુર્ગા અને ચંદ્રિકા
           * રાક્ષસ રાજ મૃન્જ ના અન્ય પુત્રો - જય,નિર્ભય અને વૃક
           * સ્વપ્ન લોક ની સેના નો સેનાપતિ - રંક
           *  તપસ્વી મહર્ષિ માર્કંડેય- ભગવાન શિવ ના ઉપાસક
           * પૃથ્વી લોક ના તપસ્વી માર્કંડેય ના પુત્રો- રુદ્ર અને જિલ
            
આશરે 4000 વર્ષ પૂર્વે,
ભગવાન એ આ સૃષ્ટિ ની રચના કરી, ભગવાને તેને મુખ્યત્વે ચાર ભાગ પાતાળ લોક, પૃથ્વી લોક, સ્વપ્ન લોક અને સ્વર્ગ લોક માં વિભાજિત કરી.પાતાળ લોક નું શાસન રાક્ષસરાજ મૃન્જ ને તેમજ સ્વર્ગ લોક નું શાસન દેવી તૃષા ને સોંપવામાં આવ્યું..
                  સ્વપ્ન લોક નું શાસન જાદુગર તિલોક અને પૃથ્વી લોક નું શાસન રાજા વિક્રમ ના હાથમાં આવ્યું.સ્વર્ગ લોક દેવો નું નિવાસસ્થાન બન્યું, સ્વર્ગ અત્યંત વૈભવશાળી તેમજ રળિયામણુ હતું.તે છતા સ્વર્ગ ની દેવી તૃષા તેને વધુ વૈભવશાળી અને અલૌકીક બનાવી ભગવાન ને પોતાની કાબીલીયાત સિદ્ધ કરવા માંગતા હતા,આ કારણોસર તેઓ બીજા લોક પર  છળ કપટ અથવા યુદ્ધ નો સહારો લઈ ને તે લોક ની અલૌકિક વસ્તુ છીનવી લેવા માંગતા હતા,આ માટે તેઓ ચોક્કસ સમય ની રાહ જોતા હતા.
                          રાક્ષસ રાજ મૃન્જ ને આ વાત ની જાણ હતી, કે દેવી તૃષા અન્ય લોક ની વૈભવશાળી ચીજો છીનવી લેવા માંગે છે .તે કારણોસર તેઓ અત્યંત દુઃખી રહેતા હતા.એ જોઇ મૃન્જ નો પુત્ર હેમ હંમેશા ચિંતિત રહેતો,પરંતુ તે કારણ જાણતો ન હતો અને મૃન્જ કારણ જણાવતા પણ ન હતા. મૃન્જ પુત્ર હેમ અત્યંત બુદ્ધિવાન તેમજ બળશાળી હતો.તે એટલો બળશાળી હતો કે દેવી તૃષા અને દેવલોક ની સેના ના સેનાપતિઓ પણ ભય થી કાંપતા.
                  એક દિવસ હેમ મહેલ ના અગાસી માં વિહરતો હતો , તે વખતે તેણે મૃન્જને મન્ત્રમુગ્ધ અવસ્થા માં બેઠેલા જોયા,અને સમય પારખી ને તેણે તેના પિતાની ચિંતાનું કારણ પુછયુ, મૃન્જ એ કહ્યુ,
               " પુત્ર ! સ્વર્ગ લોક ની દેવી તૃષા ની મનછા અન્ય લોક ની વૈભશાળી અને અલૌકિક વસ્તુ છીનવી લેવાની છે.દેવી તૃષાએ ભૂતકાળમાં આપણા પાતાળ લોક ની શક્તિશાળી તલવાર  ચંદ્રહાસ કે જે ભગવાન શિવ ની દેન હતી તે છીનવી લીધી,હું ચિંતિત છું કે દેવી તૃષા અન્ય વસ્તુ પણ છીનવી ના લે."
                 આ સાંભળી હેમે કહ્યું, પિતાજી તમે ચિંતા ના કરો હું સ્વર્ગ લોકે છીનવી લીધેલી આપણી તલવાર પાછો લાવીશ અને દેવી તૃષા ને પાઠ ભણાવીશ.આ સાંભળી મૃન્જ પોતાના પુત્ર ની આંખો માં આશા ભરી નજરે જોઈ રહ્યા,તેમને હેમ ના પિતા હોવાનો ગર્વ થઈ રહ્યો હતો.               
             બીજા દિવસે........... 
           રાજકુમાર હેમે પોતાના ભાઈ ઓ જય,નિર્ભય અને વૃક ને બોલાવ્યા અને રાક્ષસી સેના ના સેનાપતિઓ સાથે વિચારવિમર્શ કર્યો..
          ( રાક્ષસ સેના માં પાંચ સેનાપતિ હતા.દરેક સેના- પતિ એક હજાર સૈનિક બરાબર હતો.અને જય,નિર્ભય અને વૃક રાક્ષસ સેના ના નાયક હતા,જે આખી સેના ની ગરજ સારે એવા હતા. અને હેમ ભગવાન શિવ ની કૃપા થી જન્મેલો એક મહાનાયક હતો કે જેની શક્તિ માપી શકાતી નહોતી)
                 પછીના દિવસે હેમ પોતાની સેના સાથે યુદ્ધ માટે પાતાળ લોક થી કુચ કરી..
              આશરે દસ દીવસ ના ભ્રમણ ના અંતે તેઓ સ્વર્ગલોક પહોંચ્યા અને તેમણે સ્વર્ગલોક થઈ સહેજ દૂર પડાવ નાખ્યો,હેમે પોતાના ભાઈ વૃક ને દૂત તરીકે દેવી તૃષા પાસે મોકલ્યો અને યુદ્ધ નો પ્રસ્તાવ મુક્યો.દેવી તૃષા એ યુદ્ધ નો પ્રસ્તાવ સ્વીકાર કર્યો.

       (    યુદ્ધ નો 1 દિવસ.    )
    
પરોઢ થતાની સાથે યુદ્ધ નો શંખનાદ થવા માંડ્યો.રાક્ષસો ના પક્ષ થી જય એ રાક્ષસો ની સેના નું નેતૃત્વ કર્યું અને દેવો ના પક્ષ થી સેનાનાયિકા વૃંદા એ નેતૃત્વ કર્યું...ભારે યુદ્ધ સંગ્રામ થયો,અંતે જયે વૃંદા ને મૂર્છિત કારી બંદી બનાવી અને સુરજ આથમતા યુદ્ધ વિરામ થયો પ્રથમ દિવસ રાક્ષસો ના નામે રહ્યો.... 

              ( યુદ્ધ નો બીજો દિવસ)

         સૂર્ય ઉગતા ની સાથે ફરીથી યુદ્ધ શરૂ થયું...અક વખતે દેવો ના પક્ષ થી સેનનાયિકા ચંદ્રિકા અને દુર્ગા એ નેતૃત્વ કર્યું, જયે ભારે વીરતા દાખવી બન્ને ને કેદ કર્યા.આ સાથે જ દેવો ની સેના નો જુસ્સો તૂટી ભાંગ્યો અને તેઓ આમતેમ નાસવા માંડ્યા... આ જોઇ રાક્ષસ સેના હરખાઈ ગઈ.. અને યુદ્ધ નો બીજો દિવસ સમાપ્ત થયો.
    
(દેવો ની સેના ની છાવણી)
            દેવો ની સેના માં સોપો પડી ગયો.બધા ચિંતાતુર હતા .દેવી તૃષા આવેલી સંકટ નો સામનો કરવાના ઉપાય માં વિચારમગ્ન હતા.પરંતુ તેમને કોઈ ઉપાય સૂઝતો ન હતો,અચાનક તેમના મનમાં વરુણ નામ ઝબકયું,આ સાથે જ તેમના મોં પર હસી તરી આવી..
          ( દેવ ગુરુ બૃહસ્પતિ પુત્ર વરુણ,અસીમ શક્તિ નો સ્વામી , કુટિલ યુદ્ધ નીતિ નો જાણકાર,વેદો અને પુરાણો માં પારંગત,અને દેવલોક નો સર્વશ્રેષ્ઠ યૌધો.પોતાની મરજી નો માલિક)
           દેવી તૃષા એ પોતાના દૂત ને દેવ ગુરુ પુત્ર વરુણ ને બોલાવવા મોકલ્યો,પરંતુ દૂત નિરાશ થઈ એકલો પાછો આવ્યો.દેવી તૃષા વરુણ ના આ મિજાજ થી વાકેફ હતા.તેમને વરુણ પર ક્રોધ ઘણો આવ્યો,પરંતુ તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો.આથી તેમણે દેવગુરુ બૃહસ્પતિ ની વિનંતી કરી,પિતાની આજ્ઞા નું માન જાળવી વરુણ દેવી તૃષા સમક્ષ રજુ થયો..
  
 દેવી તૃષા : વરુણ,આપણે દેવો અને રાક્ષસો ના યુદ્ધ માં હારી રહ્યા છીએ.મને અને દેવો ને તારા સાથ ની જરૂર છે.
      ( વરુણ બેફિકરાઈ થી બેઠો હતો,તેને દેવી તૃષા ની વાત માં કઈ રસ ન હતો )
    વરુણ : દેવી તૃષા,  દેવો હારે કે જીતે મને કોઈ ફરક પડે તેમ નથી.આ યુદ્ધ તમારું છે અને તમારે અને દેવો ની સેનાએ જાતે લડવું પડશે.આટલું બોલી તે ઉભો થઇ ગયો અને જાવા જતો હતો...કે અચાનક દેવી તૃષા એ અલોકનંદા નું નામ ઉચ્ચારયું, આ સાંભળી વરુણ તરત જ થોભી ગયો.અને દેવી તૃષા ના મોં પર કુટિલ હાસ્ય તરી આવ્યું....
                   (  વરુણ પાછો ફર્યો,આ જોઈ દેવી તૃષા બોલ્યા)
     વરુણ,આપણે જો યુદ્ધ હાર્યા તો સમગ્ર દેવો તેમજ મારે અને અલોકનંદા ને રાક્ષસો ના ગુલામ બનવું પડશે,શુ તને તે માન્ય રહશે....
          ( આ સાંભળી વરુણ ની આંખો લાલ થઈ ગયી અને તે ગુસ્સા માં પગ પછાડતો બહાર નીકળી ગયો,દેવી તૃષા આ જોઈ ખુશ થયા...તીર ધાર્યા નિશાન પાર વાગ્યું હતું.)
        દેવો ની રાની તૃષા ની પુત્રી અલોકનંદા...
    રૂપ માં સ્વર્ગ ની અપ્સરા ઓ થી ચડિયાતી, તેની આંખો નશીલી માદક મદિરા ની સમક્ષ અને કમર જાણે કે કોઈ પાતળી વેલ, હોઠ તો જાણે ગુલાબ ની પાંખડીઓ,લાંબા અને પાતળા હાથ અને પોતે અત્યંત બુદ્ધિવાન અને ચાલક....
             વરુણ અને અલોકનંદા નાનપણ થી જ સાથે મોટા થયા.. તેઓ સાથે રમતા અને સાથે મસ્તી કરતા..વરુણ ને અલોકનંદા સાથે પ્રેમ થઈ ગયો હતો..તેને પામવા ના હેતુ થી તેણે તપ અને સાધના ઓ થકી અથાગ શક્તિ પ્રાપ્ત કરી,વેદો અને પુરાણો કંઠસ્થ કર્યા.પરંતુ અલોકનંદા વરુણ તરફ આકર્ષિત થઈ શકી નહીં.આથી તે નિરાશ થઈ દેવલોક થી દુર થઇ ગયો હતો.....
           
        વધુ આવતા અંક માં..........