Stardom - 12 in Gujarati Fiction Stories by Megha gokani books and stories PDF | સ્ટારડમ - 12

Featured Books
Categories
Share

સ્ટારડમ - 12

હાઇલાઇટ-

નૈના મેઘા ની ન્યુ જોબ ના સેલિબ્રેશન કરતા અજાણ્યા બિઝનેસ મેન ના દીકરા ની રીસેપ્શન પાર્ટી વધુ ઈમ્પોર્ટન્ટ સમજી અને આર્યન સાથે ત્યાં જવા નીકળી પડી. પાર્ટી માં નૈના અને આર્યન બંને વધુ નજીક આવી ગયા અને ત્યાર બાદ બંને એકબીજા પ્રત્યે પ્રેમ ના એહસાસ ને સમજી પ્રેમ નો ઇઝહાર કરી દીધો. સમય વીતતો રહ્યો નૈના અને આર્યન બંને એક બીજા ના પ્રેમ માં વધુ ને વધુ ઊંડા ઉતરતા ગયા. એમના ફિલ્મ ની શૂટિંગ પણ ચાલી રહી હતી. ત્યાં ફીલ્મ માં નૈના ની ફ્રેન્ડ ના રોલ કરતી સૌમ્ય ફિલ્મ અધૂરી છોડી ને ચાલી ગઈ. નવી એક્ટ્રેસ ની શોધ ચાલુ હોય છે. આર્યન ફિલ્મ નો પ્રોડ્યુસર હોવા ને કારણે બીઝી હતો, સાંજે નૈના એકલી ઘર માં બોર થતી હતી, એટલા માટે વિક્રમ પ્રજાપતિ ડિરેક્ટ કરેલ નાટક જોવા નીકળી પડી. અને ત્યાં એની મુલાકાત.....

કોની સાથે થઈ ચાલો જોઈએ.....

તો તૈયાર છો શરૂ કરીએ સ્ટારડમ નો સફર.....

***

નૈના નાટક પૂરું થયા બાદ બેકસ્ટેજ પહોંચી. અને વિક્રમ ને મળી.

"વિક્રમ સર નાટક ખૂબ ખૂબ સરસ છે, અને બધા કલાકારો ખૂબ સારી રીતે નિભાવ્યું છે.… અમેઝિંગ."

(વિક્રમ પ્રજાપતિ જેટલો ઊંચો અને અનુભવી ડિરેકટર હતો એટલો અનુભવી પુરુષ પણ.

છોકરો નહીં પુરુષ, એટલે નૈના એને સર કહી ને બોલાવતી.)

"થેન્ક યુ નૈના, તું નાટક જોવા આવી મને વાત ની ખુશી છે. અને હા તારી વાત સાચી છે બધા એક્ટર્સ ખૂબ સારી રીતે એમના રોલ નિભાવ્યા છે."

"હા અને ખાસ કરી ને નાટક માં "સાંચી " નામ નું કેરેકટર જેને પ્લે કર્યું છે, ખૂબ સારી એક્ટ્રેસ છે. જુઓ પેલી રેડ ડ્રેસ માં ઉભી છે ..." નૈના ઈશારો કરી અને વિક્રમ ને કહ્યું.

"ઓહ ...., સાચું કહ્યું ખૂબ સારો અભિનય કરે છે , પુરી સિઘ્ધત અને મેહનત સાથે. વેઇટ એની સામે એની તારીફ કરી દે તું, એક કલાકાર માટે એની કલા લોકો વખાણે એના થી મોટી ખુશી શું હોય."

વિક્રમ આટલું બોલી, અને બીજી તરફ જોઈ બૂમ પાડી અને બોલ્યો "પલક...., કમ હીઅર."

પલક વિક્રમ અને નૈના પાસે પહોંચી.

"સો નૈના પલક છે, અને પલક છે...." વિક્રમ હજુ ઇન્ટરોડક્શન આપતો હતો, ત્યાં પલક બોલી પડી.

"નૈના શર્મા.… એમને કોણ નથી ઓળખતું." પલક નૈના તરફ હેન્ડશેક માટે હાથ લંબાવ્યો.

"હાય પલક, યુ આર અમેઝિંગ ઓન સ્ટેજ. તારી એક્ટિંગ ઘણી ઇમ્પ્રેસિવી હતી. " નૈના હેન્ડશેક કરતા બોલી.

"થેન્ક યુ, બસ તમારા જેવા સ્ટાર માંથી શીખી શીખી ને, થોડું ઘણું...." પલક ઓવર સ્વીટ થતા બોલી.

"અરે શું પલક તું પણ...., વિક્રમ સર જે કહીએ તે પણ કેમેરા પાછળ એક્ટિંગ કરવી અઘરી છે નો ડાઉટ પણ આમ લોકો સામે લાઈવ કોઈ રિટેક વિના એક્ટિંગ કરવા માટે દમ જોઈએ. હું થિયેટર આર્ટિસ્ટ ની ફેન બની ગઈ આજે. " નૈના બોલી પડી.

"ટ્રુ નૈના, થિયેટર કરવું ઘણું ડિફિકલટ છે." વિક્રમ સાથ પુરાવતા બોલ્યો.

"હમ્મ, સો પલક તારી એક્ટિંગ જોઈ અને મને તને મળવા ની ઈચ્છા થઈ, હું એક ફીલ્મ કરી રહી છું, જેમાં અત્યારે અમારે એક એક્ટ્રેસ ની જરૂર છે, રોલ નાનો છે પણ ઈમ્પોર્ટન્ટ છે સો અમે એક સારી એકટ્રેસ ને શોધતા હતા, તો હું એમ ઈચ્છું છું કે તું રોલ માટે ઓડિશન દે. ગેરેન્ટી થી તું સિલેક્ટ થઈ જઈશ, બસ ઓડિશન ને એક ફોર્મલિટી સમજ જે. " નૈના પલક ને ઓફર આપતા બોલી.

"ઓહ માય ગોડ થેન્ક યુ સો મચ નૈના." પલક ખુશી માં આભાર પ્રગટ કરતા બોલી.

"નો નીડ ઓફ થેન્ક્સ પલક, તો મળ્યા કાલે. ઓકે."

આટલું કહી નૈના અને પલક છુટા પડ્યા.

વિક્રમ નૈના ને બહાર સુધી છોડવા ગયો.

"તો વિક્રમ સર, શું ચાલે છે આજ કાલ..?"

"બસ કાંઈ ખાસ નહીં નાટક માં બીઝી છું, તું જણાવ...?"

"મારી લાઈફ માં તો જે ચાલે છે આજ કાલ બધા ને ખબર છે, મીડિયા વાળા ક્યાં કાંઈ છુપાવી ને રાખવા દે છે."

"હમ્મ ટ્રુ, પબ્લિક ફિગર હોવા નું નુકશાન, નો પર્સનલ લાઈફ." વિક્રમ બોલ્યો. ત્યાં વિક્રમ ના ફોન ની રિંગ વાગી.

વિક્રમ થોડો દૂર જઈ થોડી ક્ષણો માં વાત કરી ને નૈના પાસે પાછો ફર્યો.

"તો ચાલો વિક્રમ સર, મળ્યા પછી." નૈના ની વાત પૂરી થતાં પહેલાં વિક્રમ બોલી પડ્યો.

"નૈના, વેઇટ ડિનર નો પ્લાન બને છે, ચાલ સાથે.."

" કોણ કોણ, તમે અને.…. સુમન...?" નૈન પૂછ્યું.

"અમમ હા, હું અને સુમન, પણ યુ કેન જોઈન અસ, ..."

નૈના થોડું હસી ને બોલી, " ના ના, તમે તમારી ડેટ આઈ મીન ડિનર એન્જોય કરો, પછી કોઈક વખત જોઈન કરીશ. "

નૈના ત્યાં થી નીકળી પડી, ઘરે પહોંચી. ટીવી જોતા જોતા ડિનર કર્યું, ત્યાં આર્યન નો મેસેજ આવ્યો.

નૈના તુરંત આર્યન ને કોલ કર્યો,

"અરે અરે, હજુ તો મેસેજ કર્યો ને ત્યાં તુરંત કોલ આવી ગયો... મારા મેસેજ ની રાહ જોઈ ને બેઠી હતી...?" આર્યન બોલ્યો.

" હા, એવું કંઈક સમજી લે, તો તમને સમય મળી ગયો મને યાદ કરવા નો...?"

"ના, મળ્યો નહીં, સમય કાઢ્યો સ્પેશ્યલી. અને તને ખબર છે ને આર્યન જોશી એના બીઝી શેડ્યુઅલ માંથી જેની માટે સમય કાઢે એની માટે કેટલું સ્પેશ્યલ હશે."

"અચ્છા...." નૈના લટકો કરતા બોલી.

નૈના નો લટકો સાંભળી ને આર્યન હસી પડ્યો અને બોલ્યો, " હાયે...., તારી આવી અદા પર તો ફિદા છું બેબી. તને ખબર છે તું અંદર થી બિલકુલ એક નાનું તોફાની બાળક છે. બહાર જેટલા એટીટ્યુડ માં ફરે છે ને એટલું તારું દિલ સોફ્ટ છે."

"બસ, બસ આજ નો ક્વોટો પૂરો, વધુ માખણ લગાય. અને હા મિસ્ટર આર્યન જોશી તમારા કામ ના બોજા ને થોડો હળવો કરવા માટે હું એક એકટ્રેસ ને મળી છું, પેલી ફિલ્મ માં મારી ફ્રેન્ડ ના રોલ માટે.એક્ટ્રેસ સારી છે, કાલે ઓડિશન માટે નું કહ્યું છે, તો આકાશ ને જાણ કરી દેજે. અને હા એનું નામ છે પલક."

"પલક....., ક્યાં મળી તને એક્ટ્રેસ..?"

અને નૈના વિક્રમ પ્રજાપતિ ના નાટક ની બધી વાતો આર્યન સાથે કરી.

રાત એમ નીકળી ગઈ.

બીજો દિવસ થયો, નૈના સેટ પર પહોંચી, શૂટિંગ ની તૈયારીઓ માં બધા બીઝી હતા, અને ઓડિશન પણ ત્યાં ચાલતા હતા. આકાશ ઓડિશન કરવા માં બીઝી હતો.

નૈના, આર્યન અને બધા કરું ક્રુ મેમ્બર શૂટિંગ માં બીઝી થઈ ગયા, બ્રેક પડ્યો નૈના ઉભી ઉભી ટચ અપ કરતી હતી, અને સાથે કોઈ સાથે વાતો કરતી હતી.

ત્યાં પલક સેટ પર પહોંચી. નૈના ની નજર પલક પર પડી. પલક નૈના પાસે આવી. નૈના તેને ઓડિશન આપવા માટે કહ્યું. પણ નૈના થોડું નર્વસ ફિલ કરતી હતી, પલક ની નર્વસનેસ સમજી નૈના પલક નો હાથ પકડી આકાશ પાસે લઈ ગઈ.

"આકાશ..., પલક છે, જેના વિશે મેં વાત કરી હતી." નૈના પલક નો ઇન્ટરો આકાશ ને આપતા બોલી.

કામ માં વ્યસ્ત આકાશ પલક સામે જોયું અને કામ છોડી એની તરફ શેક હેન્ડ કરવા હાથ વધારતો બોલ્યો, "hii, પલક..."

પલક કે હેન્ડશેક કર્યો.

"બ્યુટીફૂલ, તારી આંખો ઘણી સુંદર છે." આકાશ પલક નો હાથ પકડી ને બોલ્યો.

"થેન્ક યુ.." પલક ને બીજું કાંઈ બોલવા માટે સુજ્યું નહિ.

એટલા માં પલક નો ફોન રણક્યો. "એસ્ક્યુસ મી.." કહી પલક ફોન માં વાત કરવા આકાશ ના હાથ માંથી પોતાનો હાથ અલગ કરી ને દૂર ચાલ્યી ગઈ.

પણ આકાશ એકી નજરે એની સામે જોતો રહ્યો.

આકાશ ને આવી રીતે જોઈ અને એની નિયત પારખતા બોલી પડી, " આકાશ... કન્ટ્રોલ..., એવી છોકરી નથી દેખાતી જે...., તો તારા વિચારો ને બ્રેક મારી દે."

" અરે શું નૈના તું પણ, પેહલી નજર નો પ્રેમ થઇ ગયો છે મને એની સાથે." આકાશ હસતા બોલ્યો.

"હા, મને ખબર છે, ગોસિપ માં સાંભળ્યું છે કે તારી પેહલી નજર નો પ્રેમ હંમેશા વન નાઈટ સ્ટેન્ડ સુધી સીમિત રહે છે....." નૈના આકાશ ની પોલ ખોલતા બોલી.

"શું વાતો ચાલી રહી છે..?" આર્યન ત્યાં આવતા બોલ્યો.

"આકાશ ના વન નાઈટ સ્ટેન્ડ વિસે." નૈના હસતા હસતા બોલી.

"ઓહ, વાત ની લિસ્ટ બનાવવા માં એક આખો દિવસ નીકળી જશે નહીં આકાશ..?" આર્યન પણ આકાશ ની ફીરકી લેતા બોલ્યો.

"હા, પણ લિસ્ટ બનાવો તો આર્યન પહેલું તારું નામ લખવા નું ભૂલજે..." આકાશ જવાબ આપવા માટે બોલ્યો.

"શું... આર્યન .… શું કહે છે...?" નૈના આકાશ ની મસ્તી ને સાચી માનતા બોલી પડી.

"નૈના...… મસ્તી કરે છે .… તું એની કરે છે એટલે તારી કરે છે..." આર્યન વાત પૂરી કરવા માટે બોલી પડ્યો.

"ના, ક્યાં હું જરા પણ હસું છું...?, આઈ એમ સિરિયસ નૈના..." આકાશ હજુ વાત કરતો હતો, ત્યાં પલક આવી પહોંચી.

"સોરી, ફોન આવી ગયો હતો...."

"વ્હોટએવર આકાશ......, બાય વે આર્યન મીટ પલક..... મેં તને કાલે વાત કરી હતી ને......." નૈના બોલી.

આર્યન ને જોતા પલક ના ચેહરા નો સીન ફરી ગયો.... થોડી સિરિયસ થઈ ગઈ. આર્યન પણ પલક ને જોતો હતો....અને બોલ્યો..." hi પલક..."

પલક તેના hi નો કોઈ રીપ્લાય આપ્યો.

નૈના પલક હાથ પકડી ને થોડી હલાવી અને બોલી "પલક તું ઠીક છે...?ક્યાં ખોવાય ગઈ..?"

"રહેવા દે નૈના, આર્યન જોશી નો ચાર્મ એટલો છે ને કોઈ પણ એને પોતાની સામે જોઈ ને અચંબિત રહી જાય." આર્યન એની હીરોગીરી દેખાડતા બોલ્યો.

"પણ પલક.… મેં તને ક્યાંક જોઈ છે...., ક્યાં યાદ નથી આવતું."

"હું પણ તમને મળી છું, તમે ભૂલી ગયા, નિશા ના ઘરે...." પલક હજુ બોલતી હતી, ત્યાં આર્યન અને નૈના ને ડિરેકટર બોલાવી લીધા.અને પલક ની વાત અધૂરી રહી ગઈ.

પણ આર્યન ના મગજ માં નિશા નું નામ ફરવા લાગ્યું હતું.શૂટ માંથી બ્રેક મળ્યા ને તુરંત આકાશ જણાવ્યું કે પલક નૈના ની ફ્રેન્ડ ના રોલ માટે પરફેક્ટ છે.

પલક આર્યન ની ફિલ્મ માં રોલ મેળવી લીધો. પલક સાથે રિહર્સલ સ્ટાર્ટ થઈ. રિહર્સલ બાદ તુરંત શૂટ હતું. પલક ને સ્ક્રિપ્ટ મળ્યા મુજબ એને હીરોઇન ની ફ્રેન્ડ બની ને એના બોયફ્રેન્ડ ને આયસોલેટ કરવા નો સીન કરવા નો હતો.

પલક નૈના અને આર્યન તેમની રિહર્સલ સ્ટાર્ટ કરી. પલક એના રોલ મુજબ અને સ્ક્રીપટ ને અનુસાર આર્યન પાસે આવી, એની વધુ ને વધુ નજીક આવી, આર્યન નો હાથ પલક પકડ્યો, આર્યન ને એને ધક્કો મારી દૂર કરી, પલક એની વધુ નજીક આવી, આટલી નજીક કે બંને એક બીજા ના શ્વાસ ને અનુભવી શકતા હતા.....

રિહર્સલ પરફેક્ટ જતી હતી, બધા લોકો પલક ની એક્ટિંગ થી ઈમ્પ્રેસ થતા હતા.... પણ અચાનક શું થયું કે પલક આર્યન ધક્કો મારી ને પોતા થી દુર કર્યો અને બોલવા લાગી, " આઈ એમ સોરી... પણ હું નહીં કરી શકું."

"શુ થયું પલક?" નૈના પલક ની પાસે આવી ને બોલી.

"સોરી નૈના, પણ આર્યન જોશી સાથે કામ કરવું ... મારી માટે અશક્ય અને અસહનીય છે.. આઈ કાન્ટ....." પલક દોડતી સેટ છોડી અને ચાલતી થઈ પડી.

પલક ના એક્શન થી બધા લોકો શોક માં હતા, અને આર્યન સામે જોતા હતા. વિચારતા હતા કે કોઈ સામાન્ય એક્ટ્રેસ માટે એક મોટો બ્રેક કહેવામાં, તો કેમ કોઈ એને છોડી ને આવી રીતે આર્યન જોશી ની ઇન્સલ્ટ કરી ને જઇ શકે.

નૈના પણ કન્ફ્યુઝ ઉભી હતી.

નૈના કાંઈ બોલે પેહલા આર્યન બોલી પડ્યો, "છોડો, ઔકાત કોડી ની છે ને એટીટ્યુડ કોહિનૂર નો. આકાશ પેલી શું નામ...હા, કાજલ એને ફાઇનલ કર. આવા તો ઘણા આવતા રહે અને જતા રહે. ચાલો બધા કામ પર લાગી જાઓ."

પેકઅપ થયા બાદ, નૈના વિચાર માં હતી કે જે છોકરી કાલ સુધી રોલ માટે એક્સાઇટેડ હતી, અચાનક એવું શું થયું કે બધું છોડી ને ચાલતી થઈ ગઈ?

નૈના ના વધુ વખત પૂછવા પર અંતે આર્યન પલક વિસે એક ખોટી સ્ટોરી બનાવતા નૈના ને કહ્યું કે, તેની એક ફિલ્મ માં એને એક રોલ ઓફર થયો હતો, પણ એની ઓવરએક્ટિંગ ને કારણે આર્યન તે રોલ માટે બીજી કોઈ એક્ટ્રેસ સજેસ્ટ કરી. દિવસ ને પલક ભૂલી નહીં હોય અને એટલા માટે એને આજે એને નીચો દેખાડવા આવો સ્ટંટ કર્યો.

આર્યન નૈના ને આડીઅવળી વાતો કરતા એની ફિલ્મ અને રોલ પર ધ્યાન આપવા માટે કહ્યું.

સમય વીતતો રહ્યો, ધીરે ધીરે પલક ને અને એની વાતો ને નૈના ભૂલવા લાગી. બાય ચાન્સ કોઈ વખત જો પલક અને નૈના સામસામે આવી જાય તો બંને એક બીજા ને ઇગ્નોર કરવા લાગતા.

અમારા અને નૈના વચ્ચે સબંધો લગભગ નહીં જેવા થઈ ગયા. નૈના એની લાઈફ માં વ્યસ્ત થતી ગઈ, સ્ટારડમ ની ચમક માં ધીરે ધીરે ચમકવા લાગી, અને ચમક માંથી બહાર નીકળી અને અંધારા સામે જોવા નો સમય મળ્યો.

હવે નૈના ની લાઈફ બે "" ની આજુ બાજુ ફરતી. એક તો એક્ટિંગ અને બીજો આર્યન.

નૈના ની લાઈફ માં આર્યન સિવાય બીજા કોઈ ને આવવા ની છૂટ નહતી, અને આર્યન પણ તેમના રિલેશન ને સિરિયસલી નિભાવતો હતો.

ન્યૂઝપેપર માં દરરોજ હેડલાઈન બનાવતા આર્યન અને નૈના ની લવ સ્ટોરી ફૂલ જોશ માં ચાલી રહી હતી, સમય દરમિયાન બંને ની, આર્યન પ્રોડ્યુસ કરેલ, તે બિગ બજેટ મુવી રિલીઝ થઈ.

અને ફિલ્મ બોક્સ ઓફીસ ની સાથે સાથે, ઓડિયન્સ ના દિલ માં પણ ધૂમ મચાવી.

રાતોરાત નૈના શર્મા ને દેશ નો એક એક વ્યક્તિ ઓઢખવા લાગ્યો.

આર્યન અને નૈના ની ફિલ્મ જેટલી ચર્ચા માં હતી, એટલી તેમની જોડી.

પણ જેમ દુઃખ થોડા દિવસો નું મહેમાન હોય છે એમ ખુશીઓ પણ થોડા દિવસો ની મહેમાન હોય છે.

ફીલ્મ બાદ આર્યન બીજા પ્રોડ્યુસર, બીજા ડિરેકટર સાથે, બીજી હીરોઇન સાથે બીજી ફિલ્મ કરવા લાગ્યો. અને નૈના એક સારી સ્ક્રિપ્ટ ની રાહ માં બેઠી હતી. પેહલા બંને જેટલો સમય એક બીજા સાથે વિતાવતા, હવે એના થી અડધો સમય પણ બંને માંડ એક બીજા સાથે વિતાવવા લાગ્યા.

બંને ની મંજિઝ એક હતી, પણ રસ્તા અલગ અલગ હતા. વાત પણ બંને ના રિલેશન પર આટલી ખાસ અસર કરતી, પણ એક ભૂતકાળ નો એવો ખુલાસો થશે કે જેની સીધી અસર નૈના અને આર્યન ના રિલેશન પર પડશે.

કઈ છે વાત, જાણવા માટે વાંચતા રહો સ્ટારડમ.

સ્ટારડમ 12 ને 5 સ્ટાર માંથી કેટલા સ્ટાર આપવા નું પસંદ કરશો...?

તમારા રીવ્યુ ની રાહ માં.....

Megha gokani.