The Crouching Engineer(How 125 crore INDIANS to be Exploited) in Gujarati Classic Stories by Abhijit A Kher books and stories PDF | The Crouching Engineer(How 125 crore INDIANS to be Exploited)

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

The Crouching Engineer(How 125 crore INDIANS to be Exploited)

એલ. ડી . એન્જીનીયરીંગ કોલેજમાં નો એ દિવસ હું આજે પણ નથી ભૂલ્યો , એ હનુમાનજી ના પૂછડા જેટલી લાઈન કઈ રીતે ભૂલી શકાય, કઈ રીતે તે ઉનાળા નો તડકો ભૂલાય.

એ શુભ દિવસ હતો અને મોકો હતો એન્જીનીયરીંગ કોલેજ માં પ્રવેશ લેવા માટેનો અને કોલેજની પસંદગી નો, જેમાં મેરીટ ના આધારે એન્જીનીયરીંગ શાખા અને કોલેજ ની પસંદગી કરવાની હતી અમારા જેવા લોકો માટે.

લગભગ વહેલા સવાર ના ૫ વાગે થી આવી ને લોકોએ પોતાની જગ્યા જમાવી દીથી હતી. કોઈ એકલા હતા તો કોઈ પોતાના મિત્ર/મિત્રો જોડે, તો પછી પુરા પરિવાર સાથે. લોકોનો રોમાંચ જોયા જેવો હતો, ત્યારે એવુ લાગતું કે તેવો રજનીકાન્તની ફિલ્મ ની ટીકીટ લેવા ન ઉભા હોય.

પણ હું અને મારા પપ્પા ત્યાં ૮ વાગે પોહચ્યા હોવાથી છેક કોલેજ ની બહાર ઉભા રેવાનું થયું. મારી આગળ પણ એક છોકરી હતી જે પોતાન પપ્પા સાથે આવી હતી. તેમની વાતચીત પર થી કબર પડતી હતી કે તે કાઠીયાવાડી હતા. અને મારી બિલકુલ પાછળ એક NRI તેના દીકરા જોડે તેમની પત્ની સાથે ઉભા હતા. તે NRI છે. તેની મને ત્યારે ખબર પડી કે જયારે “ખોટે ખબર” વાળા પત્રકારે રૂપે રંગે સુંદર તેમની પત્ની નું જીવંત પ્રસારણ ચાલુ કર્યું.

હું “ખોટે ખબર” માંથી પત્રકાર છગનભાઈ છુ આજે તમામ લોકો ના અનન્ય ઉસ્સાહ ને કેદ કરવા આવ્યો છુ તેમ કહીને તે પેલા N.R.I મેડમ પાસે જઈ ચડે છે.

જયારે પત્રકારે શ્રીમતી ને કીધુકે તેમનું જીવંત પ્રસારણ થઇ રહ્ય છે તો તેમના માં જાણે કે અમેરિકા ની શાક્ષાત NRI ની આત્મા આવી ના ગઈ હોય, તેમ તેમના હાવભાવ બદલાય ગયા.

પત્રકાર “બહેન તમારું નામ શું છે, અને તેમને કેવું લાગી રહ્યું છે આજના દિવસે જયારે તમારા દીકરાનું એડમિશન એન્જીનીયરીંગમાં લવાનું છે ત્યારે?”

શ્રીમતી “વોટ રબીશ , શું હું બહેનજી લાગી રહી છુ તમને”

પત્રકાર “ઓઅહ, સારું મેડજી ક્હેસુ તો ચાલસે”

શ્રીમતી “ઓ. કે., નાઈસ, મને જરા પણ નથી ગમતું આવી ઇન્ડિયન રીતમાં મને કોઈ બોલાવે, મિ. પત્રકાર.”

“છગનભાઈ પત્રકાર” મેડમ

પત્રકાર “સારું, હવે કહો કેમ લાગે છે મેડમજી જયારે આજ ના દિવસે તમારો દીકરો એન્જીનીયરીંગ શાખા અને કોલેજ બને પસંદ કરશે ત્યારે?”

મેડમજી “સારું, પણ આ લાંબી લાઈન માં ઉભા રહેવું ઓક્વડ લાગે છે, તેમાં વળી વધારો આ ભૂકંપ પીડિત તો એ કરી દીધો છે, જેને લાયકાત નથી તે પણ ગમે તેમ પાસ ઓઉટ થઈ ગયા છે અને લાયકાત વાળા ને આજે આટલી લાંબી લાઈનમાં ઉભા રેવાનો વારો આવ્યો છે.”

બસ આટલુ જ સાંભળતા જ એક મહેસાણી કાકા ના કાન સરવા થઈ ગયા અને તેમના થી ના રેહવાયું એટલે પેલા મેડમજી પર વરસી પડિયા.

પેલો પત્રકાર તો ૩૬૦ ડિગ્રી ફરી ને પેલા કાકાનું જીવંત પ્રસારણ ચાલુ કરી દીધું અને પેલા મેડમ ને મુક્યા પડતા.

કાકા “તો શું અમે અહિયા ભીખ માગવા ઉભા છીએ અમારા દીકરા કે દીકરી ના એન્જીનીયરીંગ પ્રવશે માટે, અમે ભૂકંપ લાવ્યા તા કે આવો અને અમને અને અમારા જાનમાલ નું નુકસાન કર?, શું તમને કબર છે કે કેટલાય ગરીબ ઘર ના છોકરાનું ભવિષ્ય ઉજળું હોત જો તેમના માતા પિતા અન ઘરબાર સલામત હોત, તેમાં તમારા જેવા ગર્ભશ્રીમંત ને તો ક્યાં ચિંતા છે તેવો તો સેલ્ફ ફાયનાન્સમાં પણ એડમિશન મળી જાય અને મન ગમતી કોલેજ પણ મળી જશે પણ નથી મળી શકવાની તો આ લાઈન માં ઉભા વિદ્યાર્થીઓ ને જેવોને પોતાનું ઘર પણ નથી, કે નથી માં બાપ ની છાયા જે છે તે પણ પોતે જ છે, કદાચ તેમની ફી પણ કોઈ ની પાસે થી માગીને લાવ્યા હશે.... મેડમજી...”

બસ, લોકો આમને આમ ઝગડ તા રહ્યા ને એક બીજાની ખીલી ઉડાડતા રહ્ય, લોકોને સમય ક્યાં નીકળી ગયો તેની ખબરજ ન પડી.

હવે, મારી રાહ જોવાનો અંત આવી ગયો ને હું બસ એક કદમ એટલે કે મારી અગળ ની છોકરી નું સિલેકશન થય રહુય હતુ.

બારીમાંથી સિલેકશન અધિકારી “બેન તમારી પાસે બે વિકલ્પ છે સિવિલ અને મેકેનિકલ. (જે ફક્ત છોકરીઓ માટે આરક્ષિત હતી અને ગ્રાન્ટ ઇન એડ હતી.)

છોકરી ના પાપા “સર, શું કમ્પ્યુટર એન્જીનીયરીંગમાં જગ્યા નથી?”

સિલેકશન અધિકારી “ના મોટાભાઈ એવું નથી છે પણ સેલ્ફ ફાયનાન્સમાં છે જેમાં પેમેન્ટ સીટ હોવાથી તમારે ૪૦,૦૦૦/- એક સેમિસ્ટર ના આપવા પડે, અને કોલેજ ફી અલગ”

તેના પાપા છોકરી ને તું ચિંતા ન કર આપણે લોન લઈશું , ચાર વર્ષ નો તો સવાલ છે, બેટા. પછી ક્યાં મારે ચિંતા છે, ને તું મને કમાઈ ને તો આપવાની જ છેને, બેટા, બુસ તું એક વાર કમ્પ્યુટર એન્જીનીયર બની જા”

તેમ ને જોતા લાગતું હતું કે તે પોતાની દીકરીની મન ની વાત જાણતા હતા કે મારી છોકરી મારી પરીસ્થીતી અને તેનામાં તેમની પ્રત્યે ની લાગણી સમજીને ના પાડી દેશે, એટલે તેમણે તેમની છોકરી માં હિમત વધારવા, મોટા હરખ થી તેમણે તેમ કર્યું”

પણ છોકરી સવાઈ નીકળી,

છોકરી “પાપા, એવું નથી જો આપણે હોશિયાર હોઈએ તો પછી કોઈ પણ ફેલ્ડ માં આગળ આવી શકીએ, જરૂરી નથી કે તમે ક્યાં કામ કરો છો, એટલેજ હું માનું છુ કે મારા માટે મેકેનિકલ એન્જીનીયરીંગમાં જવું સારું કેમ કે તે એવર ગ્રીન લાઈન છે પાપા તેમાં મંદી આવેજ નહિ”

સાચું કહું ત્યારે અમારા જેવા છોકરા- છોકરીઓ ને મંદીની વાત પોતાના આસ પાસ ના વાતાવરણ માંથી સાંભળવા મળતી હતી , પણ તેનો મતલબ શું તે બહુ જાણ તા ન હતા”

અને આખરે તે છોકરી અને તેના પાપા મેકેનિકલ એન્જીનીયરીંગમાં એડમિશન લઈને છુટા પડે છે.

જયારે તે સમયમાં અડધાથી ઉપર ના લોકોને તેમજ ખબર પડતી કે Computer, IT, EC એન્જીનીયરીંગ એડમિશન લેવું, કારણકે તે સમય માં તેનું માર્કેટ હતું, અને લોકો Civil, Chemical, Plastic વગેરે ને સોતેલી માં લાગતી હતી, અને તેમાં એડમિશન લેનાર વ્યક્તિ ની લોકો મજાક ઉડાવતા હતા.

લો હવે મારી પણ શુભ ઘડી આવી ગઈ, મારા માટે જાણે મેં મોકા ઉપર ચોકો મારિયો હોઈ તેમ સિવિલ લાઈન પર ટીક કરી દીધું, કારણ કે તે સમયે ઘણી જગ્યા ખાલી હતી અને મારી ટકાવારી પણ બહુ ન હતી, જોકે ટકાવારી વધુ હોત તોપણ મારે તો અંતે સિવિલ મા જ જવું તું.

ભગવાન ની દયા થી એડમિશન પણ અમદાવાદ થી નજીક નડીયાદ સીટી ની સારામાં સારી કોલેજ ડી.ડી. આઈ.ટી( હાલ ની ડી.ડી.યુ) માં મળી ગયું. જેથી અપ એન ડાઉન રેલ્વે થી આરામ થી થઇ શકે.

આમ તો હું પહેલેથીજ ડ્રોઇગ માં સારો હતો અને મારી ચોપડી-ચોપડા ના પૂઠા માંથી ઘર, રમકડા, નવરાત્રી માં માટીમાંથી ગબ્બર તેમાં આડા આવળા રસ્તા, ગુફા, રોપ વે , ફુવારા અને ફુવારા પર નાચતો બોલ વગરે વગરે...સર્જાત્મક વસ્તુ કરવાની ધગશ પહેલેથી જ હતી. આ બધી વસ્તુ કરવી મજાજ અલગ હતી, કારણકે તે વખતે ૧૦૦% કામ માં મન પોરવાયું રહેતું હતું તેથી ત્યારે સમય ની ખબર જ ન પડતી, અને કામ પત્યાનો આનદ જ ઓર હતો. મન ભય મુક્ત અને રોમાંચ થી ભરેલું હતું. અને તેવામાં મને જયારે સિવિલમાં એડમિશન મળી ગયું તો આનદ બમણો થઇ ગયો.

તે સમય માં પણ લોકો સિવિલ એન્જીનીયરને જાણે બહુ જ તુચ્છ નજરે જોઈતા, જે લોકો ના છોકરા Computer, IT , EC માં એડમિશન મેળવ્યું હતું, તેવો ના માં બાપ અને છોકરા સહિત લોકો અમને ભણેલા ગણેલા કડિયા, મજદૂર, હાર્ડશીપ વાળું કામ કરનાર, જેને ક્યાં ના મળે તે સિવિલમાં જાય આવા આવા તો કઈક વાતો ના તીર છોડતા. જે અમાંરા જેવા લોકોએ કારણ વગર સાંભળવા પડતા.

હા, ચોકસ સિવિલ એ કોઈ ઓફિસ જોબ નથી જેવી બાકી ફિલ્ડમાં હોય છે, હું તમારી સમક્ષ કોઈ નો તફાવત દેખાડવા નથી લખી રહ્યો, પણ મુદા ની વાત એ છેઈ કે લોકો ના મન જે રીતી ઘડાયા છે તેની વાત છે. જે વાત નું સ્પષ્ટીકરણ તમને આગળ જોવા મળશે.

મારા કોલેજ ના ચાર વર્ષ ક્યાં નીકળી ગયા તેની ખબરજ ન પડી, જેમાં મજા હતી ટ્રેન માં અપ ડાઉન ની , મજા હતી એટીકેટી ક્લીયર કરવાની, અને તેના માટે દોસ્તોના રૂમ પર રાત રાત ભર જાગીને પરીક્ષા પાસ કરવાનું ટેન્શન, જો ના થાય તો વર્ષ બગડવાનું ટેન્શન, ગ્રુપ બનાવવાના અને તે ગ્રુપ માં મજા કરવાની, પ્રોફેસરો ની ચાલુ કલાસે મજાક કરવાની, કોપી કરી જનરલ લખવી, વાઈવા માં અજબ ગજબ જવાબ આપવા, ડ્રોઇગ ની જીસી મારવાની, વિવિધ પ્રકારના ડે ઉજવવાના વગેરે વગેરે..પણ લીમીટ માં અને કોલેજ ની મર્યાદામાં રહીને બધુજ કરી લીધું,

કોઈ મિત્ર પહેલાજ વર્ષ માં ફીલ્ડ બદલીને BBA, BSA, Dental, Agricultural , BSC માં જતા રહ્યા તો વળી ચાર વર્ષ પછી ખબર પડી કે આ લાયન માં આપણું કામ નથી ને ફરી ઉપરની અલગ અલગ ફીલ્ડમાં એડમિશન લયને નવી શરૂઆત કરી, જેમાં જે લોકો હિમત ન હાર્યા તે અત્યારે સારી જગ્યા પર છે, વાત એટલીજ છે કે તમારી ટકાવારી કદાચ તમને સાથ આપેજ પણ જે વિધાર્થી ચડવા પાસ કે એવરજ હોઈ તેનાથી તેના ભવિષ્ય પર કોઈ અસર પડતી નથી, એવા ઘણા મિત્રો છે જે બે બે વર્ષે પાસ થયેલ છે ને સારી નોકરી કરી રહ્યા છે ખાનગી અને સરકારી બેવમાં.

ટુંકમાં એટલુજ કહેવા માગું છુ કે દેશના લોકો કામ ચોર કે મહેનતી નથી પણ તેમના ટેલેન્ટ ને માપવાની, નિખારવાનું માપ્યું નથી આપણી પાસે અને જો છે તો તેનો દુરુપયોગ થઇ રહ્યો છે, જેના માટે જરૂરી છે કે આપણે જુના બીબા ઢાળવાળી મનોવૃત્તિ છોડવી પડશે, જે એ શીખવે છે કે આર્ટસ, કોમર્સ, એન્જીનીયરીંગ કરનાર વ્યક્તિ માં ઘણો ફેર હોઈ છે, તેના માટે નું કારણ કદાચ આજની પદ્ધતિ છે જે આઝાદી પછી પણ જેમની તેમ છે. પણ સાચું તો તેવું હોવું જોઈય કે જે તે શાખા તેમના મનગમતા વિષયનો આધાર હોવો જોઈ તો હતો.

પણ કમનસીબે તેને વધુ પૈસા કમાવવાનું સાધન બનાવી ને લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યું. જે પ્રથા વિદેશોમાં નથી. મારા હિસાબે આ બધાનું ખરું જ્ઞાન વિધાર્થીને છ-સાત ધોરણ થી જ તેમની પસંદ ના પસંદ તેમના શિક્ષકો અને વાલિયો સાથે બેસીને આદાનપ્રદાન કરવી જોઈએ જેથી તેમના મન માં એક ગોલ આકૃત થઇ જાય, અને તેને મેળવવા માટે પૂરતું ગાઈડન્સ શિક્ષકો દ્વારા જ આપવું જોઈએ.

ચાલો, હું બહુજ સકારાત્મક રીતી માની લવ છુ કે બધું હવે ઉપર મુજબજ થઇ રહ્યું છે અને બધા પોતાની કેર્રીયર થી ખુશ છે. હવે જુવો આ શિક્ષિત વર્ગ ની હાલત આ દેશમાં.

હું મારીજ વાત કરીને તમને સમજવું છુ, મેં જયારે ગ્રેજ્યુએટ થઇ ને મારી નોકરી ચાલુ કરી ત્યારે મેં નક્કી કર્યું હતું કે બે વર્ષ માટે મોન રેહવું એટલેકે જે શીખવા મળે તે પોતાના સીનીયર જોડે થી ડિસિપ્લીન થી શીખી લેવું અને પોતાની હોશિયારી જરૂર પૂરતી જ વાપરવી કારણકે હવે તો સાચું કામ શિખવાનું હતું ને અને તેને બૂક માંથી કાઢી ને તેમને ચકાસવાનું હતું, જે પ્રેક્ટીકલ માં લાગુ પડે છે કે નહિ.

જોકે તમારું શિક્ષણ એ એક આધાર છે જે દીવા જેવું કામ કરે છે ને તમને રસ્તો બતાવે છે, જેનો ઉપયોગ તમારી સમજ શક્તિ થી કરવાનો હોય છે, આ નિયમ સર્વવદિત છે અને બધાને લાગુ પડે છે. આમાં ક્ઈ સાવકીમાં કે પોતાની માં જેવું કશું નથી.

આઝાદી પહેલા ના સમયે ગાંધીજી, સરદાર પટેલ, નેહેરુજી, સુભાષજી, આંબેડકર સાહેબ વગેરે મહાનુભાવો જાગૃત ગ્રેજ્યુએટ કે તેથી વધારે પોસ્ટ ગ્રેજ્યુએટ કે તે થી વધારાની ઉપાધી ધરાવતા હતા, જેવો એક “જાગૃત ભારત રચના” ની પરિકલ્પનાને સાચી કરવા નીકળીયા હતા, જેમાં તે સમય દેશ ના કેટલાય ગ્રેજ્યુએટ, નોન ગ્રેજ્યુએટ ને પોતાના મૂળભુત અધિકારો માટે જાગૃત કર્યા હતા. લોકો સાચી દિશામાં આગળ પણ વધીયા.

જેમાં થી આજે આપણી પાસે ગરીબી, બેરોજગારી, ભુખમરી, અને અન-સ્કીલ જેવા શબ્દો આજે પણ સાંભળવા મળે છે. લોકો વોટ પણ તેના નામેજ આપે છે પોતાના નેતાવો ને, શું બલિહારી છે આ દેશની કે આઝાદી ના ૬૭ વર્ષ પછી પણ તે મૂળભુત અધિકાર માટે લડવું પડે છે.

જો ઉપરના મહાનુભાવો આજે પૃથ્વી પર આવી જાય તો તેમને ભારત એક “મુંગેરી લાલ ના હસીન સપના” જેવી લાગે. તેવો પાછા સ્વર્ગ માં પ્લેન ની જગ્યાએ અમેરિકા ના લડાકુ વિમાન F-18 માં જવા ભગવાન ને અરજી કરે.તોબા તોબા પોકારે.

અરે હું ક્યાં પાછો વિષય જોડેથી ભટકી ગયો તમને તેમ લાગતું હશે, ખરુને..

હા. હા..હા.....પણ મિત્રો જયારે તમે દિલથી કઈ પણ લખોને ત્યારે તમે ગમે તેમ ઉધું ચતુ કરીને લખો પણ જે લોકો દિલ થી વાચે તે મન માં ને મન માં હસતો રહે છે, અને લખાણ ના મૂળ ને આત્મસાત કરી લે છે, પણ આજ ન લોકો ને ચટાકેદાર વાતો સિવાય ક્યાં રસ છે.

લોકો ને ઓફીસમાં, પાન ના ગલ્લા પર ચર્ચા કરતા જોયા હશે, આજે અમેરિકા એ ઈરાક પર એટેક કરી ને ખોટું કર્યું, અરે તેમાં તારા બાપા ને પૂછવા થોડી આવશે અંકલ સ્યામ(અમેરિકા), એતો છે જગત જમાદાર, તમારા કપડા પણ ઉતારી દે જરૂર પડે તો કારણકે તેમને તમારા પર વિશ્વાસ નથી કે જે લોકો દેશ માં રહીને દેશના જ ટુકડા કરવાની કરતા હોય તેના પર તેમનો કેમ કરી વિશ્વાસ બેસે, દેશનું ખાવું ને દેશનું ખોદવું તેતો આજકાલ ના કોલેજ ના છોકરા-છોકરીઓ ની ફેશન બની ગઈ છે, ભલે ને પછી ઘર માં માં-બાપ દારૂન ગરીબી માં જીવન વ્યતીત કરતા હોય પણ ભણતર મૂકી દેશ ની ગરીબી દુર કરવાની વાતો કરતા હોય છે અરે ભાઈ પહેલા તારી ગરીબીમાંથી તારા માં બાપ ને તો મુક્ત કર.

આજે લોકો મુક્ત ભારત ની મજા માણી રહ્યા છે તે ખુબજ મુશ્કેલીઓ થી મળેલી છે જેનો સદઉપયોગ આપણે કરવાનો હોય, દેશ માં સુધાર લાવાના ઘણા રસ્તા છે પણ દેશ ને બદનામ કરીને નહી. ખાસ કરીને દેશ નો કહેવતો બુદ્ધિજીવી વર્ગ ને કોઈ ને કોઈ બહાને લાગી દેશ ને નુકસાન કરી રહ્યો છે.

જવાદો, મારા પાટા પર પાછો આવું છુ,

બસ મેં ધીરે ધીરે હું ઘડાતો ગયો ને તેમ તેમ સમજ શક્તિ માં વધારો થતો ગયો, નોકરી બદલાતી ગઈ ને અનુભવ પણ વધતો ગયો. આમને આમ દસ વર્ષ નીકળી ગયા

પણ ઘણી વાર સાથી કર્મચારીઓ મે કહેતા કે તેવો બહુજ અદ્રશ્ય માનસિક તણાવના શિકાર થતા હોય તેમ તેમણે લાગવા માંડ્યુ છે. તેવોને લાગતું કે તેવો સામાજિક, વ્યક્તિગત જીવન થી દૂર જઈ રહ્યા હોય તેમ તમને લાગતું. જોકે મને પણ તેમજ લાગતું હતું તેથી જયારે હું મારી વાત ની ચોક્સાય કરવા કોય સીનીયર ને કહેતા તો કહેવાતા આ મોટા(ઓફીસ સીનીયર કે ઘર ના) આપણે સમજાવે કે આજ તો સમય છે તમારી જાત ને સાબિત કરવાનો, બસ તેમને જીવન ને એક આર્થિક, સામાજિક, માનસિક ગુલામ હોવાનું પ્રચાર ન જાણે ક્યાર થી ચાલુ કરેલ છે જે આજ ના વ્યક્તિને અને એક આઝાદ ભારત ના લોકોને ખોટી સલાહ આપતા ફરે છે. જે પુરા ૧૨૫ કરોડ ભારતીયો માટે સારી બાબત નથી, કેમ નથી તે હું મારા હમણા ના એક ઈન્ટરવ્ય દ્વારા સમજાવીશ

ભારત માં આજે મંદી નો મોહોલ બની ગયો છે, જે ખરેખર છે કે નહિ તે રામ જાણે. આવા વાતાવરણ માં અમારા જેવા લોકોમાટે કયામત ના સમય જેવો લાગે, કેમકે લોકોને આપણી ગરજ હોતી નથી આપણે તેમની ગરજ હોય છે, અમારા જેવા( એટલેકે કોઈ પણ શાખા ના) વ્યક્તિઓ ને આજે પોતાની નોકરી બચાવવાની ચિંતા હોય છે, ક્યારે વિકટ પડી જાય તેની કોને ખબર છે. જે એક પ્રકાર ની ગુલામીજ છે કેમ છે તે હું તમને સમજાવીશ થોડી રાહ જુવો.

થોડા દિવસ પહેલા હું ખોટે સમાચાર વાચી રહ્યો તો તેમાં એક પ્રોજેક્ટ મેનેજર ની રીકવાયરમેન્ટ હતી જેમાં અનુભવ ૧૦ વર્ષ નો માંગેલ અને સારા પેકેજ ની વાત પણ લખેલી હતી, એટલે ડૂબતો માણસ તણખલું જાલે તેમ મંદી ની માર થી જજુમતા લોકો માટે આ ખોટે ખબર એ સાચી લાગે. હું તો પહોચી ગયો નિર્ધારિત સમય અને તારીખે તે કમ્પનીમાં, નામ હતું “મજબુર ગાંધી કન્સ્ટ્રકશન કમ્પની” જોકે કમ્પની ના દર્શન થી લાગતું હતું કે ખુબજ મોટા કામ કરતી હશે કમ્પની. ઈન્ટરવ્ય માટે લગભગ વીસેક લોકો હાજર હતા, લોકોના ક્રમવારે ઈન્ટરવ્ય લેવાય રહ્યા હતા. જોકે તેમની રીકવાયરમેન્ટ એકજ વ્યક્તિ માટે હતી પણ વ્યક્તિઓ વધારે હતી જેથી તેમને સારા કેન્ડીડેટમાટે બધાને સારો એવો સમય આપેલો પોતાની રીકવાયરમેન્ટ મુજબ, મારો વારો લગભગ સાંજ ના છ વાગે આવ્યો અને તે પણ હું છેલ્લો વ્યક્તિ હતો.

રવિવાર નો સમય હતો, તેથી કમ્પની નો વધારા નો સ્ટાફ એક વાગ્યા પછી જતી રહી હતી, ખાલી ઈન્ટરવ્ય લેનાર વ્યક્તિઓજ હાજર હતા.

મેં ઈન્ટરવ્ય રૂમ માં અંદર પ્રવેશ માટે સુચક અદબ થી ઈન્ટરવ્ય પેનલ ની પરવાનગી માગી.

તેવોએ મને અંદર આવીને બેસવાનું કહ્યું તેથી હું તેમનો આભાર માની ને પોતાની ચેર પર બેસી ગયો.

મારી સામે ત્રણ વ્યક્તિ બેથી હતી. અને હું બરોબર તેમની સામે બેઠો હતો.

જમણી વ્યક્તિ મારો રીસૂમ ધ્યાન થી વાચી રહ્યોતો અને પેલી બે વ્યક્તિઓ નાસ્તા પાણી કરી રહ્યા હતા જોકે તેવો હવે રેલેક્ષ્ મુડમાં હતા.

જમણી વ્યક્તિ “તમે કેમ નોકરી એક વર્ષ, દોઠ વર્ષ જ કરેલ છે અને બધી કમ્પની માં બહુજ ઓછો સમય વ્યતીત કરેલ છે?”

જવાબ માં “ સર, ફેમિલી પ્રોબ્લેમ અને વધુ માં મને મારા અમદાવાદ ની આસ પાસ ત્યારે નોકરી મળી જતી હતી, તેથી જયારે પ્રોજેક્ટ પતે તો જો બીજો પ્રોજેક્ટ નજીક માં હોય તો તેને તે કમ્પની માં કામ ચાલુ રાખતો નહીતો મારે કોમ્પની છોડવી પડતી હતી. અને આમય આજ કાલ ના પ્રોજેક્ટ બહુજ ટુંકા ગાળા ના હોય છે જેમ જેમ ટેકનોલોજી વધતી ગય તેમ તેમ કામ પણ ઝડપી બનતું ગયું છે”

જમણી વ્યક્તિ “પોતાના ગ્રોથ કરવો હોય તો અમદાવાદ ને થોડી પકડી રખાય, નોકરી તો કમસે કમ એક કમ્પનીમાં તો કરવી પડે ને, ભલેને તે પછી ક્યાં પણ કેમ ના હોય.?”

જવાબ માં “હા, સાચું સર પણ ત્યારે અમદાવાદ માં તેજી હતી એન્જીનીરોની અને તેમના કામ ની, જેમ એક અમેરિકન પોતાનો દેશ છોડી ને ક્યાં ન જાય જો તેને પોતાનાજ ઘર માં રોજગારી મળી જતી હોય તો, અને અહિયા ઉલટી ગંગા છે, વ્યક્તિ ને ક્યાં કામ કરવું અને ક્યાં ના કરવું તે તેની ઉપર છે, હા એ વાત અલગ છે કે સંજોગોવશાત તેને કોમ્પ્રોમાઇઝ કરવું પણ પડે તે તેનો નિજી અધિકાર છે સાહેબ. આજે મારે જરૂર છે સારી નોકરીની અને હું આજે અમદાવાદ ની બહાર પણ જવા ત્યાર છુ જેને તમે મજબુરી સમજો કે જરૂરિયાત બંને એકજ છે”

મધ્ય વ્યક્તિ “એવું થોડી ચાલે , તો પછી તમારો અનુભવ કેમ કરી અમારે માન્ય રાખવો અથવા તમે અમારી કમ્પની માટે કેટલા વવફાદાર સાબિત થઇ શકો તમારા કામ બાબતેથી?”

જવાબ માં “સર , મારે કામ કરવાનું છે નહી કે કમ્પની ની ગુલામી, મારે તો કામ કરી ને પૈસા લેવાના છે. તેમાં વળી વફાદારી ની ક્યાં વાત આવે છે.!?”

મધ્ય વ્યક્તિ “મારો મતલબ તે ન હતો, હું કેવા માગું છુ કે તમે કમ્પનીમાં કેટલું ટક શો, જો તમને નોકરી મળી જાય તો?”

જવાબ માં “સર, સાચું બોલુતો તો મારા માટે સંજોગોમાં ઉપર તે વસ્તુ નિર્ભીત છે, હું આ સવાલ તમને કહુંતો; કમ્પની શું ખાતત્રી આપશે નોકરીની અને કેટલા મહિનાની? સર, જેમ કમ્પની પોતાની મરજીની માલિક છે તેમ તેનો નોકરિયાત વર્ગ પણ તેની મરજી નો માલિક છે.”

ડાબી વ્યક્તિ “(ગુસ્સે થય ને) તમારા જેવા એન્જિનિયરો ને કારણે જ પુલ, મકાન પડતા હોય છે. (મારી તરફ આજ નું સમાચાર પત્ર ફેકતા; જેમાં હાલમા જ એક પુલ ધરાસાઈ થઇ ગયો હતો). એક કમ્પની માં ન તો કામ કરે, ન તો સાચો અનુભવ મેળવે.”

(મારા મગજ ની હવે કમાન ખેચાઈ ગઈ હતી, હવે તો વારો હતો પાર્થ ને કહો ચઢાવે બાણ, તેવી પરીસ્થીતી ઉભી થઇ ગઈ હતી. મન ના અંતરાત્મા થી હવે રેવાતું ન હતું તેના લોકોને ગુલામ રાખવા જેવા વ્યવહાર થી; જે એક આઝાદ ભારત ના જાગ્રુત વ્યક્તિ ને ચેલેન્જ કરવા બરાબર હતી).

જવાબ માં “સાહેબ, શું ૧૨૫ કરોડ આઝાદ ભારતીયોના “કોપી રાયટ” તમને મળેલા છે એટલેકે મારો મતલબ એમ છેકે કોય ભારતીય કમ્પની ચલાવાર મોટા વ્યક્તિઓ ના હાથમાં છે( મેં થોડી વાત ને ફેરવી ને કહ્યું). જેમ કહો તેમ કમ્પની ની ગુલામી કરતા રહે”

મધ્ય વ્યક્તિ “ અરે ભાઈ આમાં ગુલામી ની ક્યાં વાત આવી?”( તેમને પણ મારી વાત કહીક અંશે સમજવા લાગી હતી).

જવાબ માં “શું ભારતીય કમ્પની(ખાસ કરીને ખાનગી) માં કામ કરનાર ને આઠ કલાક કરતા પણ વધુ કામ નથી કરવું પડતું?, શું તેમને હક નથી કે તે પોતાના કામ નો સમય પુરો થય ગયા પછી ઘરે જવાનો?, શું તેમને તેમના વધારા ના કામના પૈસા મળે છે?”

ડાબી વ્યક્તિ “ તમારી વાત પર થી મને લાગે છે કે આપણો ભારત દેશ કેમ આગળ ન આવ્યો અને કેમ જાપાન જેવા દેશ આજે આટલા કેમ વિકસિત છે?. બસ કામ ચોરીજ કરવી છે આઝાદ ભારતીયઓને”

જવાબ માં “ સાહેબ ક્યારેય જાપાનીજ/જર્મન/ફ્રેંચ જોડે કામ કર્યું છે તમે?”

ડાબી વ્યક્તિ “ના, દીકરા (થોડા નારાજ મનથી)”

જવાબ માં “સર, તેવો સાચા અર્થમાં આઝાદ છે, તેમનો દેશ તેમના વ્યક્તિ ને ખાનગી કમ્પની, કે કોય મોટા ઉધોગપતિઓને વહેચી દેતી નથી. મારો મતલબ એમ છેકે કે તેવોમાં માણસાઈ જવું છે કે તે તેમના દરેક નાગરિકને તેમના કામ બાબતે સજાગ રાખે છે, તેમના દેશ લોકો દિવસ રાત કામ કરે છે પણ લોકોનું શોષણ કરતા નથી”

ડાબી વ્યક્તિ “કામ કરવું શોષણ કહેવાઈ તે તો નવું જાણવા મળું, તું થોડો વધારે સમજાવ ને દીકરા?” (કટાક્ષમાં)

જવાબ માં “જાપાનીજ/જર્મન/ફ્રેંચ કે કોય પણ વિકસિત દેશ કે જેમાં લોકો રોજગારી માટે ભારત છોડીને ત્યાં કમાવવા જાય છે તે લોકો તેના કાયદા મુજબ હરખ થી કામ કરે છે, કારણકે ત્યાં તેમને કામ કરવો સમય નિર્ધારિત હોય છે, જનરલી આઠ કલાક અને તેમને તેમના કામ બાબતે દબાવવા માં આવતા નથી કે વધારે કામ કરવા દબાણ કરવામાં આવતું હોય, જો તેમની મરજી થી કરે તો વાત અલગ છે અને તેના માટે તેને પુરતું મહેનતાણું મળી રહે છે. વધુમાં અઠવાડિયા માં એક રજા અને મહિને હક રજા માણી શકે છે. તેવો તેમના કામ પત્યા પછી ક્યાં કામ કરે છે તેનાથી તેમની કમ્પની ને કોઈ લેવા દેવા હોતા નથી; કે નથી તેમને કાઢી મુક્તિ. વિકસિત દેશો સમય ના પાબંધ છે, નહી કે આપણી જેમ લોકોના અંગત સમય છીનવીની દેશ નો વિકાસ કરવામાં(દેશનો શાનો પોતાનો, મિત્રો)”

મધ્ય વ્યક્તિ “ તો શું આપણાં પ્રધાનમત્રી મોદી સાહેબ વધારે કામ કરે તે ખોટું છે!, શું તે આપણે મહેનત કરવાનું નથી શીખવાડતા દેશ માટે, તેવો પોતે કલાકોના કલાક કામ કરે છે દેશ માટે; શું આપણે પોતાના માટે કે કમ્પની માટે ન કરી શકિયે?”

જવાબ માં “ મારા, સાહેબ; મોદી સાહેબ ને આજે કદાચ કામ કરવું પડે છે તે એક અલગ બાબત છે જે તેમની પોતાની ભાવના થી કરે છે જે છે તે છે દેશ પ્રેમ. મેં ક્યારેય તેમને એમ કહેતા સાંભળીયા નથી કે લોકો નું શોષણ કરીને, હાર્ડવર્ક ના નામે દેશનો વિકાસ કરવો જોઈએ. વ્યક્તિ પોતાના મરજી ની માલિક છે તેને કેટલું કામ કરવું ને કેમ કરવું તે તેની પર આધાર રાખે છે”

મધ્ય વ્યક્તિ “દીકરા, મોદી સાહેબ ચાર વ્યક્તિનું કામ એકલાજ કરી લે છે જેથી કરીને દેશ ના પૈસા બચાવી શકાય”

જવાબ માં “તેવો સારું કામ કરી રહ્યા છે કેમકે ૧૨૫ કરોડ વ્યક્તિઓ/જનતા ની તેમને ચિંતા છે, જે આજે તેમને પોતાનો અંગત ભોગ આપી ને કરવો પડે છે. જો હું પોતાની કમ્પની નો માલિક હોવ અને મારી કમ્પની લોસ એટલેકે નુકસાની માં હોય તો હું વધારે સ્ટાફ રાખીને શું કરું પણ તેનો મતલબ તે નથી કે મારા ઓછા સ્ટાફ નું શોષણ કરું, જેટલું ઓછુ કામ તેટલો સ્ટાફ અને જો મને ખરેખર પૈસા ની ચિંતા કે કમ્પની ની ચિંતા હોય તો તે મારો વિષય છે કે તેને કેમ બાહર લાવી; વગર સ્ટાફ ના શોષણ કરિયા વગર”

હવે મારે પેલી ડાબી વ્યક્તિ ને તેના પુલ પડી જવા માટે જવાબ આપવાનો બાકી હતો.

મેં “ સાહેબ, પુલ, મકાન પડી જાય છે તો પછી કેમ કમ્પની વાળા પૂરતા પૈસા લઈને પણ પુરતો સ્ટાફ રાખતો નથી, કેમ એકજ વ્યક્તિ પર જવાબદારી ના નામે વૈતરું કરાવવામાં આવે છે. એક વ્યક્તિ ને દસ કામ જોવાના હોય છે કેમ કે કમ્પની ને પોતાનો ઓવેર્હેડ ઓછો કરીને નફો કાઠવાનો હોય છે, જયારે એક વ્યક્તિને દસ કામ કરવું હોઈ ત્યારે કેમ કરીને બિચારો કામ ની ગુણવતા ને ન્યાય આપી શકે. ઉપર થી તેમણે રાત દિવસ કામ કરવા મજબુર કરવામાં આવે છે,કામના “ટાઇમ લીમીટ” ના બહાને . જેથી કરીન ન તો તે પોતાની ફેમીલી સાથે કે ન તો પોતાનું અંગત જીવન જીવી શકે છે ઉપર થી જયારે પોતાની હક રજા માગવા જાય છે ત્યારે તેમને રીતસર ના બ્લેકમેલ કરવામાં આવે છે”

ડાબી વ્યક્તિ “ કઈ પણ હોય કમ્પની ચલાવી એ આસાન કામ થોડી છે તો પછી તમને આટલો બધો વાંધો હોય તો કેમ તમારા જેવા પોતાની કમ્પની ચાલુ કરી દેતા નથી”

જવાબ માં “સર, એતો તકલીફ છે કે આઝાદ ભારત ના લોકોની; સારી લોન કે આધાર પણ સરકાર તરફ થી મળતો નથી. એતો જવાદો એક આઝાદ ભારતીયને પોતાનું ઘર નું ઘર લેવા પણ લોન લેવા માં ફાફા પડી જાય છે”

ડાબી વ્યક્તિ “લોન તો મળેજ ને, કેમ ના મળે; કમ્પની કે ઘર માટે?”

જવાબ માં “ હું જે લોન ની વાત કરું છુ તે આલ્યા માંલ્યા કે ટાલ્યાને આરામ થી મળી જાય છે અને નથી મળતી તો બિચારા આઝાદ ભારતીયોને. કેમકે જો તે ઘર માટે બેંક માં લોન માટે જાય તો દસ પ્રકાર ના પેપર માંગે જેમકે છેલ્લા ત્રણ વર્ષ ના ઇનકમટેક્સ રીટર્ન, સેલરી સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ, બેંક માં તેમનો અંગત એક રીપોટ હોય છે જેને CIBIL(Credit Information Bureau (India) Limited કહે છે જે આમ ભારતીયો ના તો રેકર્ડ બરબાર રાખે છે પણ મોટા માથા નો નહિ, જો એક સામાન્ય માણસ પૈસા ની અગવડ તાને કારણે એક હપ્તો બેંક નો ભરવાનો ચુકી જાય તો તેને બીજી લોન લેવામાં આંખે પાણી આવી જાય છે ભલે ને તે પછી તે ઘરનો, વાહનનો, વ્યક્તિગત હપ્તો હોય. જયારે મોટી કમ્પની નુકસાની માં હોય તો પણ ખોટા કાગળિયા કે રાજકીય મદદ થી તેમને CDR(Corporate Debt Restructuring) ના નામે લોન આપવાનું નાટક થાય છે, જે ઉદેશ્ય થી તેનું નિર્માણ કરવામાં આવ્યું તું તેના નામે માંડ ૨૦% કામ થતું હશે. પણ મેં કયારે સામાન્ય માનવી માટે આવી કોઈ યોજના નથી જોય જેમાં તેવો પોતાના ધંધામાં કે પોતાના આગવા સંસોધન માટે મળી હોય. અરે સાહેબ જવાદો ને, જે વ્યક્તિનો કમ્પનીએ TDSના નામે સેલરી માંથી જે ટેક્સ કપાત કરાવે છે તેના માટે FORM 16 પણ નથી મળતું, જે તેને Income tax Return ભરવા કામ લાગે છે, કંપનીઓ ટેક્સના નામે લોકોના પૈસા તો ઉઘરાવી લે છે પણ તે સરકાર માં જમા કરતી નથી અને લોકોને રોવડાવ્યા કરે છે, ના Income tax Return ભરાય; ના તો બેક લોન આપે, જોયું આ રીતે આઝાદ ભારતીયો ને અનદેખી રીતે પણ દેખીતી રીતીજ ગુલામ રાખવાની આદત બનાવી દીધી છે આ વગ દાર/મોટા કમ્પની ના માલિકઓએ /કે પછી રાજકીય ઈચ્છા શક્તિ દ્વારા.(#અપવાદ રૂપે ભારતમાં સારી કંપનીઓ પણ છે જે લોકો નું શોષણ કરતી નથી.)

મધ્ય વ્યક્તિ “તો પછી તમે કહો શું કરી શકાય આ દેશને આર્થિક અને માનસિક ગુલામી માંથી મુક્ત કરવા માટે”

(મધ્ય વ્યક્તિ એ કમ્પની નો સામાન્ય નોકરિયાત લાગતો હતો તેથી તે ને મારી વાત સાંભળવા મજા આવતી હતી જયારે પેલા બે કમ્પનીનાજ માલિક ના સગા જેવા લાગતા હતા કેમકે તેવો ને હું એક બળવાખોર જેવો લાગતો હતો જે તેમના શારીરિક હાવભાવ થી લાગી રહ્યતું)

જમવાબ માં “મફત શિક્ષણ અને મફત માંદગીની સારવાર, કારણકે બને ભારત માં સેવાના નામથી લાખો રૂપિયા કમાય છે”.

શિક્ષણ જેના માટે એક સમાન્ય માનવી પોતાની જીન્દગી યર્થ કરી નાખે છે અને ખર્ચી નાખે છે પોતાની જમા પુંજી(આર્થિક) પોતના છોકરાઓને શિક્ષિત કરવામાં, જેમાં ઓછુ હોય તેમ એક આદ વર્ષ ને બાદ કરતા કોઈ ને કોઈ ગંભીર બીમારી તેને એક રીતી આર્થિક પાયમાલી તરફ ધકેલી દે છે. દેશ માં સબસીડીના નામે લાખો રૂપિયા લુંટાવી દેવામાં આવે છે, ઉપર થી વૃદ્ધ વ્યક્તિઓને પેન્સન પણ આપતા નથી, અમથા આખા દુનિયા માં પૈસા નાખવા છે અને એપણ બીજા દેશ ના વિકાસ માટે, “ઘર ના લોકો ઘંટી ચાટે ને બીજા ને લોટ”. એટલેકે જતી ઉમરે પણ લોકોને શોષિત રાખવા છે જે લોકોએ આ દેશ માટે પોતાની જાત ઘસી નાખી હોય. અને લોકોને ગરીબી માંથી મુક્તિ મળી જશે જલ્દી એવી વાત લોકોના ગાળામાં ઉતારવા માં આવે છે આવું તો જો અંગ્રેજ પણ આપણી ઉપર રાજ કરતા હોત તો પણ ન કરેત; જે શોષણ ખુદ આપણાજ લોકોએ કર્યું,

હું આ તર્ક તેના માટે આપું છુ કે આજે જે હોન્ગકોન ચીન પાસે છે તે મોડા ભાગે બ્રિટેન ના તાબાનીચે રહ્યું છે અને તે આજે ચીન માટે આર્થિક આધાર સ્તંભ છે અથવા તેમ કહીયે તો ચાલે કે બેજિંગ અને શાંઘાઈ પછી ની ત્રીજી આર્થિક રાજ્થાની છે. હું અંગ્રેજ ની ગુલામી ને સારી નથી કહેતો પણ જે ખાય આઝાદી પછી અને અત્યાર છે તે કોઈના થી ભરાય તેમ નથી.

મારા હિસાબે એક આઝાદ ભારતીય ને હક છે કે પોતાનું જીવન શાંતિપૂર્વક કોઈપણ જાત ની માનસિક તાણ વગર વ્યતીત કરે, જે ના થકી તે પોતાની શક્તિ રાષ્ટ્નિર્માણ પાછળ સદઉપયોગ કરી શકે.

ડાબી વ્યક્તિ “અરે ભારતીયોને મફત શિક્ષણ અને મફત દવા દારૂ આપીશું તો હારા રીઢા અને કામ ચોર થઇ જશે, અને કદાચ મફત આપી પણ દે તો પણ ભષ્ટાચાર થી દેશ બરબાદ થઇ જશે”

જવાબમાં “ તો પછી અત્યારે કયા મોર મારી રહી છે સરકાર???!!, આઝાદી ના નામે, (ડાબી વ્યક્તિને થોડા મરચા લાગી ગયા હોય તેમ મને લાગ્યું). આજે દેશ ચલાવા આ નામો બ્રાન્ડ નેમ છે “ગરીબી, ભુખમરી, બેરોજગારી.....”

જેના નામે કદાચ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે પણ એ નથી સમજતા કે લોકોને જો મફત શિક્ષણ આપવામાં આવે તો દેશ ના લોકો જાગૃત બનશે અને તે આ બધી સમસ્યા માંથી પોતે રસ્તો કરી લેશે.” આમ તો સરકાર મફત શિક્ષણ ના નામે ધતિંગ ચલાવે છે પણ તે વ્યર્થ છે કેમકે જ્યાં સુધી બધા ભારતીયો માટે એકજ શિક્ષણ, એકજ વ્યવસ્થા, એકજ ફી નું ધોરણ જેનું નિયમન સરકાર દ્વારા નકકી કરવામાં આવતું હોય, અને જેનું સંચાલન મીલેટરી ના ઉંચ્ચ વ્યક્તિ દ્વારા થવું જોયે અને તેના વડા સીધાજ આપણા રાષ્ટ્પતિ હોવા જોયે(માત્ર એક સુધરો કરવા જેવો છે તે છે રાષ્ટ્પતિ ની ચુટણી સીધા ભારતીય લોકો દ્વારા થવી જોયે), જેથી કરીને આલ્યા માલ્યા તેમાં લૂટ ન મચાવી રાખે. લોકો તેનાથી વધારે શિસ્ત વાળા બનશે અને એક શિસ્તબધ શિક્ષિત વ્યક્તિ; શિસ્તબધ રાષ્ટ્નું નિર્માણ કરશે.”

જમણી વ્યક્તિ “સારું, ભાઈ તમારા જોડે વાતચીત કરવાથી અમને સારું લાગ્યું અને અમારો ફેડ્બેક તમને મેલ દ્વારા આપી દઈશું. અત્યારે તમે જઈ શકો છો.”

જવાબ માં “Thank you sir, મને ધ્યાન થી સાંભળવા માટે”

(અને હું તેમ કહીને બહાર નીકળી ગયો).

હું મારી બસ પકડવા માટે બસ સ્ટેન્ડે જતો રહ્યો અને જયારે બસ આવી ત્યારે તેમાં બેસી ગયો. બસ માં બેઠા બેઠા વિચારતો હતો કે આ કમ્પની વાળા મને નોકરીએ નહી રાખે તેના કારણ તો હું જાણતોજ હતો, તેવામાં એક વ્યક્તિ મારી પાસે ની જગ્યા જોઈને દોડીને આવે છે અને બેસી જાય છે. થોડી વાર મેં વિચારું કે આ વ્યક્તિ ને મેં ક્યાંક જોઈ છે પણ યાદ નથી આવતું ક્યાં જોઈ હશે. થોડી માથાને કસરત કરવી તો ખબર પડી કે આતો એજ “ખોટે ખબર ના પત્રકાર છે જે મને મળ્યા હતા જયારે તેવો એલ. ડી . એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન ચાલી રહ્યું ત્યારે તે રીપોર્ટીંગ કરવા આવેલા, નામ હતું છગનભાઈ હવે બરોબર યાદ આવ્યું.

છગનભાઈ ને સીધુંજ પૂછી લીધું કારણકે તે મને આળખી શકેત નહિ.

કેમ છો છગનભાઈ કેમ બસ માં ભુલા પડ્યા. મેં બધી જૂની વાત તેમના વિષે કહી અને તેમને યાદ કરાવી કે કેવી મજા આવીતી તે સમયે પેલા N.R.I મેડમ નું ઇન્ટરવ્યૂ લેવામાં.

તેવો મને ઓળખી ગયા અને બને લોકો ખડખડાટ હસવા લાગ્યા.

છગનભાઈ