Rakhdu.. ek nirantar yatra - 3 in Gujarati Fiction Stories by Rajesh Sheth books and stories PDF | રખડું...એક નિરંતર યાત્રા - ૩

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રખડું...એક નિરંતર યાત્રા - ૩

રખડું...એક નિરંતર યાત્રા....ચરણ ...૩

એક નમ્ર સુચન...

આ વાર્તા ના બધાજ પાત્રો કાલ્પનિક છે. કોઈએ પોતાને માથે નામ કે પ્રસંગ કે લેવા નહિ. આ મૌલિક વિચારો છે. એક લેખક તરીખે હું કોઈ ની પ્રેરણા લેતો નથી કે કોઈ વાર્તા ની ઉઠાંતરી કરતો નથી તે વાચક મિત્રો ની જાણ સારું... હું સાવ નવો સવો અનુભવ વગર નો એક મનુષ્ય , લેખક બનવા ની “કોશિષ” કરું છું.

મિત્રો,

ખુબ ખુબ આભાર...તમે અગાઉ ની વાર્તા વાંચી હશે. રાજુ ના જીવન માં એન્જલ અચાનક આવી ચડે છે. એક બહેરી મૂંગી એલિઝાબેથ હતી હવે ફક્ત ઇટાલિયન ભાષા બોલનારી એન્જલ!!! એન્જલ ના પેરેન્ટ્સ ને ગોતવા ના નથી તો હવે? આ પ્રકરણ માં આગળ વધીએ....રાજુ કેવી રીતે રાજા રખડું રામ બને છે.

રખડું ૦૮

આપણો રાજુ પોલીઝિયા ( પોલીસ) ને સમજાવી ને બંગલે - ડાર-મેમ્ફિસ, પહોંચે છે. એન્જલ, એલીઝાબેથ ના ખોળા માં માથું નાખી ને સુઈ ગઈ છે. લાગ્યું કે ઘણા વર્ષો પછી એન્જલ ને માનો ખોળો મળ્યો છે ને એલીઝાબેથ ને પહેલી વાર દીકરી!!!!

પ્રેમ ની પરિભાષા કોઈ સમજી શક્યું નથી. માગી ને પ્રેમ મળતો નથી...ઈશ્વર નો સંદેશો હોય તો અચાનક પ્રેમ, આશીર્વાદ સ્વરૂપે ટપકી પડે છે. આવુજ કંઇક અહી ડાર–મેમ્ફિસ માં દેખાય છે. રાજુ ની નિર્દોષ આંખો ના ખૂણે થી બે ત્રણ અશ્રુ બિંદુ સાક્ષી પુરાવે છે. ચમકતા ગાલ ઉપર થી સરકતા એ આંસુ રાજુ ને કાન માં કંઇક કહી રહ્યા હતા. અડગ મન નો રાજુ આમ ઢીલો પડે તે કારણ ફક્ત રાજુ ના માતા પિતા હતા. માતા નો ખુબ પ્રેમ મળ્યો હતો પણ તે ત્યારે નાનો ૧૦ વર્ષ નો હતો....બસ પછી તો તેણે રાખડી ખાધું હતું. ભણવા ગયો, ગાઈડ બન્યો ને છેલ્લે એક સુનાદ્ર નામના ટુરિસ્ટ ની સાથે ઝીંદગી જામી પડી. પિતા એટલે તેના માટે જીવતા ભગવાન....માતાએ જન્મ આપ્યો બાળપણ સાચવ્યું...પણ પિતા એ જીવન ના દરેક પાઠ શીખવ્યા. સારા અને ખોટા મિત્રો નો ભેદ સૌથી પહેલા સમજાવ્યો...દરેક સ્થળે સાથે લઇ જતા. બસમાં , ટેક્ષી માં, ટ્રક માં, અરે...રેલ્વે એન્જીન માં પણ સફર કરાવી છે....તેવા પિતા ને તે ભૂલી શકતો નથી. ખાધે પીધે સુખી પરિવાર માં થી આવતો રાજુએ જીવન ની લગભગ બધીજ પરિભાષા શીખી લીધી હતી. કોઈક ના દુખે દુખી ને પોતાના સુખે બીજાને સુખી બનાવતો.

“ હશે...” રાજુ સ્વગત બોલ્યો. “ મારે તો હવે આ એન્જલ ની જવાબદારી લેવીજ પડશે. એલીઝાબેથ કેટલું કરશે? કેવી રીતે પાર ઉતરીશ? એન્જલ નો પરિવાર ક્યાં? એન્જલ ઉઠે પછી કૈંક વાત કરું.”

પત્ર તો લગભગ ભૂલીજ ગયો હતો. જીન્સ ના પાછલા પોકેટ માં ક્યાર નું મુકેલ હતો. બેગ તો તેણે આવી ને વરંડા માં બંધ ને બંધ સ્થિતિ માં સૂકવવા મૂકી દીધી હતી. અહી કોઈ નો ભય ના હતો. ના ચોરી ના ઘરફોડી. ના કોઈ પૂછ્યા વગર ઘર માં પ્રવેશે. કોઈક વાર તો ઘર ખૂલું રહી ગયું હોય તો પણ કોઈ જાત ની ચોરી થાય નહિ. માલ્ટા ના સ્થાનિકો સરળ અને સહયોગી. રાજુ ને એટલેજ માલ્ટા માં રહેવું ફાવતું.

ડાર-મેમ્ફિસ...સુનાદ્ર નું સુંદર ઘર.....હવે કદાચ રાજુ નું બની શકે!!!!

મુખ્ય ધ્વાર બરોબર દરિયા સામે. ઠંડો મીઠો પવન દરેક ના મન ને કાયમ પ્રસ્સન કરતો પણ આજે રાજુ નું મન તે પવન વાચી શક્યો નહિ. ઇટાલિયન વુડન રેસ્ટ ચેર માં રાજુએ તેના થાકેલા પગ લંબાવ્યા.

થાક માણસ ને લાગે છે પણ કહેવાય છે કે પગ થાક્યા. માણસ ઉદાસ હોય પણ કહેવાય કે મન ઉદાસ છે. પ્રેમ માણસ ને થાય, ને કહેવાય કે દિલ માં પ્રેમ થયો....ભાષા ની મહાનતા કેટલી છે!!!!

જીન્સ ના પાછલા પોકેટ માંથી કાઢેલો પત્ર રાજુ ધીમે થી ખોલે છે. ચાર ગડી વળી ગયેલ પત્ર જોર જોર થી કહી રહ્યો હતો....

“ રાજુ....મને નાં વાંચીસ .. મને નાં વાંચીસ ..બહુજ ભોગવવું પડશે. દુખ કે સુખ તે ખબર નહી....”

ક્રમશ.....હવે કાલે... ઈશ્વર ની ઈચ્છા હશે તો લખીશ ....

રખડું......એક નિરંતર યાત્રા...

લેખક: રાજેશ શેઠ

રખડું ૦૯

રાજુ પત્ર વાંચે છે. પત્ર ઇટાલિયન ભાષા માં છે. રાજુ ને આવડે છે પણ વાચકો માટે અહીં આપણી ભાષા માં અક્ષરસ પ્રસ્તુત છે.

22 March, 2011
Cara Sunadra,

Io sono Antonio. Spero che mi ricordi. Siamo amici da molti anni quando eravamo in India.

Angeleo è la mia adorabile figlia. Nel momento in cui riceverete questa lettera, sarei morto. Devo andare ora. Il tempo sta fuggendo.

Ti sto permettendo di prenderti cura intensamente della mia bella figlia. Sta assistendo con il mio assistente di ufficio, Roberto. Sta portando una piccola valigetta nera che contiene alcuni documenti importanti dell'erede. Quando leggi i documenti, devi capire tutto.

La mia fede è la tua accettazione. L'amicizia dovrebbe essere premiata prontamente. Tuttavia, non riceverei la tua chiamata.

Prenditi cura del mio erede.

Tuo sempre

Antonio

રાજુ એ ગમેતેમ કરી ને અનુવાદ કર્યો.....હવે આ પત્ર નો અનુવાદ આ પ્રમાણે છે...

૨૨ માર્ચ, ૨૦૧૧
પ્રિય સુનાદ્ર ,


હું એન્ટોનિયો છું આશા છે કે તમે મને યાદ કરી શકો છો. આપણે ઘણા વર્ષોથી જ્યારે આપણે ભારતમાં હતા ત્યારના મિત્રો રહ્યા છીએ
એન્જેલીઓ મારી પ્રિય પુત્રી છે. જ્યાં સુધીમાં માં તમે આ પત્ર મેળવશો, ત્યાર સુધી માં હું કદાચ ઈશ્વર ને પ્યારો થઇ ગયો હોઈશ. મારે હવે જવુ પડશે. સમય બહુ કઠીન છે અને દૂર ભાગી છે

હું તમને મારી પ્રાણ પ્યારી પુત્રીની તીવ્ર સંભાળ લેવાની વિનતી કરું છું અને પરવાનગી આપી રહ્યો છું. એન્જેલીઓ મારી ઓફિસના મદદનીશ, રોબર્ટો સાથે હાજરી આપી રહી છે. રોબર્ટો પાસે એક નાની કાળી એટેચી છે. તે એટેચી વારસદારના કેટલાક મહત્વના દસ્તાવેજો ધરાવે છે. જ્યારે તમે દસ્તાવેજો વાંચશો ત્યારે તમને બધી માહિતી ની ખબર પડશે. આ ખુબજ મહત્વ ની વાત છે.

મારો વિશ્વાસ એ તમારી સ્વીકૃતિ છે. મિત્રતા નો પુરાવો તરત જ મળવી જોઇએ. જો કે, હું તમારી કૉલ પ્રાપ્ત કરી શકીશ નહીં.
મારા વારસદારની કાળજી લો.


તમારોજ હમેશા

એન્ટોનીઓ

રાજુ તો પત્ર વાંચી ને સ્તબ્ધ થઇ જાય છે. મગજ ચકરાવે ચડી જાય છે.

“ આ એન્ટોનીઓ વિષે કોઈ દિવસે સુનાદ્ર શેઠે વાતજ નથી કરી. ખુબજ મોટી જવાબદારી ઈશ્વરે મને સોંપી દીધી છે. ૨૧ વર્ષ ની આ નાની ઉમર માં હું કેવી રીતે આ બાળકી ને સાચવીશ?”

ત્રણ કલાક નો સમય વીતી ગયો છે. રાજુ ને સમય નું ભાન નથી. દરિયા ના હિલોળા લેતા પાણી ને સતત એકીટશે જોઈ રહ્યો છે. દુર અંધારું છવાઈ ગયું છે. કેસરી આકાશ , કાળું થતું જાય છે. રાજુને પોતાનું જીવન પણ અંધારમય લાગવા માંડ્યું છે. પણ કહે છે ને ડાર્ક કાળી રાત્રી ને છેડે એક સુંદર પ્રકાશમય નવું પ્રભાત છે. રાજુ ને પણ તેના પિતાએ કહેલી વાત યાદ આવી.

“ ઝીઓ...ઝીઓ...” અન્જેલીઓ નો મીઠો અવાઝ રાજુ ના કાન માં જાણે દુર દુર થી આવતો હતો. ઝીઓ એટલે અંકલ....

રાજુ અચાનક સ્તબ્ધતા માંથી બહાર આવ્યો. સામે એલીઝાબેથ અને અન્જેલીઓ ઉભા છે. એલિઝાબેથે તેને સ્નાન કરાવી ને તૈયાર કરી દીધી હતી. સોનેરી સુંદર વાળ બરોબર ઓળાયેલ હતા. એક સુંદર રંગ ની હેર પીન માથા માં નાખેલી હતી. ગુલાબી ગાલ કુદરતી હતા. પણ આંખો માં દર્દ હતું. કૈંક ખોયા નું દુખ હતું. કદાચ તેને તેના પિતા, એન્ટોનીઓ ની પરીસ્થીતું નું ભાન હતું. દીકરી એજ હોય જેને તેના પિતા નું દુઃખ દર્દ ખબર હોય. બળે ને તે કોઈ પણ દેશ ની હોય...દીકરી એટલે દીકરી.

ક્રમશ ...હવે કાલે...અથવા આવતા અઠવાડિયે...