Kayo Love - 39 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ભાગ: ૩૯

Featured Books
Categories
Share

કયો લવ ભાગ: ૩૯

કયો લવ ?

ભાગ (૩૯)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ?” ભાગ: ૩૯

***

“ ખોલને દરવાજો… પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક… દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી. તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી અંધકારમય બેડરૂમનાં એક ખૂણે પોતાનું માથું ટેકીને લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં.… “કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું.... પ્રિયા કરગરતી હતી. ”

(ભાગ: ૩૮ માં આપણે વાચ્યું કે રિધીમાના માટે અંકલ થોમસ, માર્યા આંટી અમે સૌમ્ય, એ બધાએ મળીને સરપ્રાઈઝ રાખ્યું હતું. એ એવું અણમોલ સરપ્રાઈઝ હતું જે રિધીમા લાઈફમાં ક્યારે પણ ન ભૂલી શકે. બધા જ ચાહતા હતા કે રિધીમા હવે પોતાની લાઈફને રાજીખુશીથી જીવે.... ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૩૮ જરૂર વાંચજો.....)

હવે આગળ....

અચાનક રિધીમાએ સૌમ્યનાં શર્ટના બટનો ખોલી નાખ્યાં. અને હળવેથી સૌમ્યના પેટ પર બેસી ગઈ. અને ધીરેથી પોતાની છાતીનો ભરાવદાર ભાગ સૌમ્યના ખુલ્લા બદન પર અડાવ્યો અને તીવ્રતાથી એના હોઠોને ચુમતી રહી. તે ક્યાય લગી સૌમ્યનાં હોઠને ચુમતી રહી. તે કિસ કરતી હવે ધીમેથી સૌમ્યના નાભી સુધી પહોંચી ગઈ હતી બરાબર તે જ સમયે ઉત્તેજિત સૌમ્યએ રિધીમાનાં વાળમાં હાથ નાંખ્યા અને હળવેથી ચહેરો ઉપર કર્યો. રિધીમાની નશીલી આંખોને સૌમ્ય જોતો રહ્યો. એણે હળવેથી રિધીમાને પોતાના પરથી ઉતારી નીચે બેડ પર સૂવડાવી એ પોતે રિધીમાના ચહેરાને કિસ્સોથી ભરી દીધી. રિધીમાએ જે શર્ટના બટનો ખોલ્યા હતાં એણે ફટાફટ સૌમ્યએ ઉતારી દીધો.

એ ફરી રિધીમા પર પડયો અને એના ગળા કાનો તરફ હળવે હળવે કિસ કરતો ગયો. એણે ધીરેથી રિધીમાનાં ટીશર્ટમાં હાથ નાંખ્યો. એનો હાથ રિધીમાનાં ભરાવદાર સ્તનો તરફ ફરતો થયો. રિધીમા ઉશ્કેરાઈ. સૌમ્યે રિધીમાનું ટીશર્ટ ઉતારી દીધું. ઉશ્કેરાટમાં બંનેએ એકમેકનાં અંગોના વસ્ત્રો ઉતારી દીધા.

સૌમ્ય આવેશમાં આવી ગયો હતો. રિધીમાએ એણે ઉશેકેરાવ્યો હતો. એ રિધીમાની બાહોમાં સમાવા માંગતો હતો. જયારે રિધીમાની પણ આજ હાલત હતી. એ સૌમ્યને પોતાના રૂહમાં સમાવી દેવા માંગતી હતી. એણે પામીને અનહદ પ્યારનો નશો કરવાં માંગતી હતી.

સૌમ્ય રિધીમાનાં એક એક અંગોને ચૂમતો રહ્યો. રિધીમા બંધ આંખો કરી હુંકારા ભરતી રહી. બંનેની ધડકન તેજ થઈ રહી હતી. બંને એકમેકમાં સંપૂર્ણ રીતે ઓતપ્રોત થઈ ગયા હતાં. બંનેનું શરીર હોટ થઈ રહ્યું હતું. બંનેને એકમેકનાં શરીરનો સ્પર્શ અદમ્ય આનંદ આપી રહ્યો હતો. જે પળોની ઇન્તેઝારમાં તેઓ તડપતા રહ્યાં હતાં તે તૃપ્ત સુખ આજે મેળવી લીધું હતું. સૌમ્ય હાંફતો હતો. એ થોડી વારમાં શાંત પડયો. પરંતુ રિધીમાને એ ક્યાય લગી વળગી રહ્યો. એ પડી રહ્યો રિધીમા પર ક્યાય લગી પરંતુ ઉઠ્યો નહીં. નાં રિધીમા એણે પોતાનામાંથી અળગો કરવાં માંગતી હતી.

થોડી વારમાં બંને અલગ થયા.

બંને જણા નિર્વસ્ત્ર અવસ્થામાં એક ચાદરની નીચે સૂતા રહ્યાં. રિધીમાએ સૌમ્યનાં છાતી પર માથું ઢાંળી રાખ્યું હતું. જયારે સૌમ્ય એના વાળમાં હાથ નાંખી ધીરેથી સહેલાવ્યા જતો હતો. પરંતુ બંને શાંત હતાં. જાણે આખી દુનિયાથી બેખબર ફક્ત રિધીમા અને સૌમ્યનું જ અસ્તિત્વ હોય તેવું બંને અત્યારે મહેસૂસ કરી રહ્યાં હતાં.

અચાનક સૌમ્યએ શાંતિને ભંગ કરતાં કહ્યું, “ રિધીમા, ખરેખર તું એટલું કેમ રડે ? હું સરપ્રાઈઝ તને ક્યારે આપું એની રાહ જોતો હતો કે હવે તારા ચહેરે ખૂશી આવશે પરંતુ તું તો ઘણી રડવા લાગી.”

રિધીમા ગંભીર થઈને કહેવાં લાગી, “ સૌમ્ય, મેં મારા મમને ક્યારના ગુમાવ્યા છે. એના પછી ડેડના છત્રછાયામાં હું જીવી છું. પરંતુ અચાનક ડેડ પણ મારા જીવનમાંથી ગાયબ થઈ ગયા હોય એમાં ભાઈ પણ એવો નીકળ્યો હોય તો એકલા જીવન વ્યતીત કરનારની સ્થિતિને વર્ણવી ઘણી મુશ્કેલ છે. હું તો કહું છું બાળકના બંને મોમ ડેડ પણ અચાનક ના રહ્યાં હોય તો એ બાળકનું બીજો કોઈ પાલનહાર આશરો બને અને એ પણ જો અચાનક જીવનમાં દેખાતો બંધ થઈ જાય તો એ બાળકના હાલ કેવા હોય? એ બાળક આખું એ પાલનહાર પર આધાર રાખતું હોય અને એ આધાર જ અચાનક ન રહે તો શું થાય એ બાળકનું ?” એટલું કહી રિધીમા સૌમ્યના ચહેરા ભણી જોતી રહી, “ તું નહીં સમજી શકે સૌમ્ય. હું શું કહેવાં માગું છું એ...!!”

“ઓય શું કીધું, હું ના સમજી શકું ? એટલે જ ડેડ અને તને જલ્દીથી મળાવા માટે હું ગોવાથી મુંબઈ તને જણાવા વગર દસ વાર ભાગદોડ કરી હશે.” રિધીમાનો ચહેરો પોતાના તરફ કરતાં સૌમ્યએ કીધું.

રિધીમા સૌમ્યની નિસ્વાર્થ ભરી આંખમાં જોતી રહી.

“આ બધું શેના માટે કરી રહ્યો છું તારા માટે જ ને..” સૌમ્ય જાણે હમણાં જ રિધીમા માટે જાન જ આપી દેવાનો હોય તેવી અદામાં કહ્યું અને તે ચૂપ રહ્યો.

અચાનક રિધીમાને મસ્તી ચઢી હોય તેમ લાડમાં કહેવાં લાગી, “ લગ્ન પછી શું કરીશું..?”

“એજ. જે હમણાં કર્યું એ....” સૌમ્યએ મજાક કર્યું. અને રિધીમા હસી પડી.

“રિધીમા, આઈ લવ યુ.” સૌમ્યએ રિધીમાનાં કપાળ પર કિસ કરતાં કહ્યું.

“આઈ લવ યુ ટુ.” રિધીમાએ સૌમ્યને બાથ ભીડતા જોરથી ચિલ્લાવતાં કહ્યું.

બંને જણા થોડી વાર માટે એમ જ એકમેક પર શાંતિથી ક્યાય લગી પડી રહ્યાં. રાતનાં દસ વાગ્યાં છે એનું ભાન થતાં જ બંને જણા ફ્રેશ થઈને બહાર જમવા માટે નીકળી પડ્યા.

સૌમ્ય સવારે જલ્દી ઉઠ્યો અને બધાને મળીને મુંબઈ જવા માટે નીકળી પડયો. રિધીમા અને સૌમ્યએ નક્કી જ કરી રાખ્યું હતું કે તેઓ બંનેને જેવો ટાઈમ મળશે એમ મુંબઈ ગોવા આવનજાવન ચાલુ રાખશે.

બીજી તરફ રોનકે એની ગહેરી ખતરનાક રમતને અંજામ આપવાં રુદ્ર, આદિત્ય, પ્રિયા અને સોનીની એક એક હરકત પર નજર રાખી દીધી હતી. દાઝેલો રોનકે, કુલદીપને પોતાની સાથે હાથ મેળવવા માટે આજે મિટિંગ રાખી હતી.

“બોલ રોનક !! આટલા સૂમસામ જગ્યે મને કેમ બોલાવ્યો ?” કુલદીપે આશ્ચર્યથી પૂછ્યું.

કેટલા વર્ષની પતઝડ જેવા ખેતરના સુકી ઝાડીને ત્યાં રોનકે કુલદીપને બોલાવ્યો હતો.

“બ્રો, કામ હોય તો જ આ સૂમસામ જગ્યે બોલાવું ને ? હું કામનાં પોઇન્ટ પર આવું. તને પ્રિયાને મેળવવી છે ?” રોનકે અલગ જ મિજાજથી કુલદીપ સામે જોઈને કહ્યું.

કુલદીપને જાણે કંઈ જ સમજાયું ન હોય તેવી રીતે તે રોનક સામે બે સેકેંડ માટે સ્તબ્ધ થઈને જોતો રહ્યો. પછી બીજી જ પળે બંને જણા જોર જોરથી ખંધી રીતે હસવા લાગ્યાં.

કુલદીપે રોનક સાથે હાથ મેળવ્યો અને કહ્યું, “ ભાઈ, મુજે પૂછના તો નહીં ચાહિયે પર તુમ તો સોની પ્રિયા કે ખાસ ચહેતે થે..ફિર યુ અચાનક..??”

“ખાસ થા, અભી દુશ્મન હું.” એટલું કહી રોનક હસવા લાગ્યો.

“ઈશ્ક ને જોર સે મારા ક્યાં..?” કુલદીપે રોનકને એવો પ્રશ્ન પૂછી ફરી છેડયો.

રોનકનો દિમાગનો પારો ઉંચો થઈ ગયો પરંતુ વળતી જ પળે શાંત થઈને બોલ્યો, “ ભાઈ, હમદોનો કો ઈશ્ક ને મારા હૈ. મંઝિલ એક હેં તો કયું ના સાથ મેં ચલે?”

“ડન બ્રો, ક્યાં કરના હેં વો બતા દો.” કુલદીપે હાથનો અંગુઠો ઉચ્ચો કરી પ્લાન વિષે પૂછ્યું.

રોનકે એક વાર ફરી આસપાસ ચોર નજરે જોયું અને આગળનો પ્લાન એણે ધીમે સ્વરે કુલદીપને સમજાવ્યો. બંને જણા સાથે ન જતા અલગ અલગ રસ્તેથી છુટા પડ્યા.

પ્રિયા સોની હવે થોડા ગંભીર થઈ ગયા હતાં. કોલેજનું રૂટીન પતાવી તેઓ કલાસીસમાં જોડાઈને એમણી સ્ટડીઝ પર ધ્યાન આપતા હતાં. પરંતુ સાથે જ લાસ્ટ યર હોવાથી કોલેજમા કોઈ પણ ડે સેલીબ્રેટ કરવાના ચૂકતા નહીં. અને આજે ફ્રેન્ડશીપ ડે હતો. કોલેજના કેમ્પસમાં બધા જ વિદ્યાર્થીઓ ફ્રેન્ડશીપ ડે મનાવી રહ્યાં હતાં. પરંતુ પ્રિયાનું ગ્રૂપ વેરવિખેરાયેલું લાગતું હતું. દર વર્ષે તેઓ ફ્રેન્ડશીપ ડે ને એક યાદગાર દિવસ તરીકે ઉજવીને ધમાલ મચાવતાં. અને આ લાસ્ટ યર કોલેજમાં ઉજવાતો ફ્રેન્ડશીપ ડે ને ખાસ પ્રકારથી ઉજવીશું એવું પહેલાથી જ ગ્રૂપમાં બધાએ નક્કી કર્યું હતું. પરંતુ રોનકનું આવું બિહેવથી બધાનાં મનમાં ઉચાટ લાવી દીધો હતો. પ્રિયાનું ગ્રૂપ ઊભું રહીને જેટલુ એન્જોય કરવાં જોઈએ એટલું ન હોતું કરી રહ્યું.

વિનીત, નવી નવી છોકરીઓ જે બ્યુટીફૂલ હોટ લાગતી હતી તેઓની સાથે સામે ચાલી ને પહેલા ફ્રેન્ડશીપ કરી લેતો હતો. બધું પરવારીને તે પોતાનાં ગ્રૂપમાં ઉછળતો કૂદતો આવ્યો. વિનીતે આવતાની સાથે જ જોયું કે બધાનાં જ ચહેરા ઉતરેલા દેખાતા હતાં તેથી તે કહેવાં લાગ્યો, “ અબે, ક્યાં હુવા...!! કોઈ ટપક ગયા ક્યાં? વિનીતને બધું જ ખબર હતું તો પણ તે જાણી જોઈને પૂછ્યું.

“અબે કુછ નહીં બે... યે ગર્લ્સ ડીપાર્ટમેન્ટ કુછ જ્યાદા હી દુઃખી આત્મા કી તરહ રહેને લગી હેં.” અક્ષયે બધી જ છોકરીઓ સામે ઘુરીને જોતાં કહ્યું.

“હા તો આનો ઉપાય પણ છે જ. સિમ્પલ, જેના વિષે આટલું બધું વિચારીને ગમગીન થયા કરો છો એના કરતાં એમણી સાથે ફ્રેન્ડશીપ જ કરી લો ને ? પ્રિયા એક નવી શુરૂઆત કરીએ ?” વિનીતે પ્રિયા તરફ જોઈને જવાબ માંગ્યો.

“ઓહ્હ !! એટલે તું રોનક કુલદીપની તરેફદારી કરી રહ્યો છે. જરૂર તને એ લોકોએ જ મોકલ્યો હશે કે પ્રિયા સોનીને સમજાવ અને અમે ફરી ગ્રૂપમાં જોડાઈ જઈએ!!” પ્રિયાએ નાક ફૂલવીને કહ્યું.

“હા..” એટલું કહી વિનીત આજીજીભર્યા સ્વરે સોની અને પ્રિયાને મનાવતા કહેવાં લાગ્યો, “ પ્રિયા આજે ફ્રેન્ડશીપ ડે છે યાર. એટલીસ્ટ આજ નો દિવસ તો હાય હેલ્લો કરી જ શકો ને ?”

વિનીતે પ્રયત્ન કરીને ઘણું મનાવ્યા બાદ સોની પીગળી ગઈ હતી તે કહેવાં લાગી, “ ઠીક છે હાય હેલ્લો પુરતું જ.”

“તું ટ્રસ્ટ કેમ કરી રહી છે ? વિનીતે કીધું એટલે માની જવાનું ? પ્રિયાએ બધાની સામે જ સોનીને કહ્યું.

સોની કંઈ બોલે એના પહેલા જ વિનીત વચ્ચે જ ઉછળીને કહ્યું, “ પ્રિયા, ચીલ્લ માર ને યાર. તું વધારે જ વિચાર કરે છે.”

પ્રિયા ચૂપ જ રહી.

ત્યાં જ સામેથી બંને કુલદીપ અને રોનક, વિનીતને હાથ ઉંચો દેખાડતા આવી રહ્યાં હતાં.

વિનીતે જોરથી હાંક મારી, “ અરે યારો જલ્દી આઈયે..!!”

પ્રિયા ચૂપ જ રહી. અને સોની સામે ડોળા કાઢ્યાં. પરંતુ સોનીએ ઈશારાથી શાંત રહેવાનું કીધું.

કુલદીપ અને રોનક આવતાંની સાથે જ સોની પ્રિયાને સોરી કહીને હેપ્પી ફ્રેન્ડશીપ ડે કહેતાં હાથ લંબાવ્યો. સોનીએ બંને સાથે હાથ મેળવ્યા. જયારે પ્રિયાએ કમને ફક્ત હેપી ફ્રેન્ડશીપ ડે કહીને ટુંકમાં પતાવ્યું.

“અરે યાર લાસ્ટ યર છે. બધા ગીલા સીકવા દૂર કરીને નવી શરૂઆત કરીએ. પ્રિયા સોની તમે કહેતાં હતાં ને ? કે આ વર્ષનાં બધા જ ડે ને યાદગાર બનાવીને ધમાલ કરીશું? તો ચાલો બહાર ક્યાંક જઈએ.” વિનીત જોરે શોરમાં કોઈ ઘોષણા કરતો હોય તેમ કહેવાં લાગ્યો.

“અરે બહાર નથી જવું. મોમ ડેડે પોકેટ મની બંધ કરી છે.” અક્ષય વચ્ચે જ બોલી પડયો. અને બધા જ હસી પડ્યા.

“અરે મખ્ખીચૂસ તું તો હર પ્લાન કો ચોપટ કરને મેં હી હમેશાં લગા રહેતાં હે. ઇસબાર તો તું ચૂપ હી બૈઠના.” વિનીતે અક્ષય ને ટપલાટતાં કહ્યું.

બધા હસવા લાગ્યાં. ત્યાં કાયાએ કહ્યું, “ અરે હાં યાર મને પણ એટલા પોકેટ મની નથી મળતાં. લાસ્ટ યર છે એટલે વધારે ભટકે નહીં એમ વિચારી પાબંદી લગાવી છે.”

“ઓય ચસમીસ, સમજદારીની કથા ના સંભળાવ.” વિનીતે કાયાને પણ ઠપકો આપ્યો.

કાયા ગ્રુપની ભણવામાં હોશિયાર છોકરી હતી. એને નંબરવાળા ચશ્માં હતા અને એ સમજદારીની જ વાતો કરતી રહેતી.

“ચલો મેં પાર્ટી દેતાં હું બહાર રેસ્ટોરેન્ટ મેં, ફિર કહી ઘૂમને જાતે હેં.” અત્યાર સુધી ચૂપ બેઠેલો રોનક બોલી પડયો.

“હાં અમે બંને મળીને આપીએ, આખરે પ્રિયાએ અમને બંનેને માફ કર્યાં એ ખૂશીમાં.” પ્રિયા તરફ નજર નાખતાં કુલદીપ બોલી ઉઠ્યો.

પ્રિયાએ આજનાં દિવસ માટે કુલદીપ રોનક સામે ચૂપ જ રહેવાનો નિર્ધાર કર્યો કારણ કે તેણે હમેશાં, પછી અફસોસ થતો જ કે તેના ગુસ્સાના લીધે આખા ગ્રુપની શાંતિ ભંગ થતી જ તેમ જ ગ્રૂપ પણ કોઈ મસ્તી વગરનું ચુપચાપ બની રહેતું.

કોઈ કંઈ બોલ્યું નહીં. એટલે વિનીત સમજી ગયો કે હજુ પણ આખું ગ્રૂપ રોનક કુલદીપથી નારાજ છે એટલે એણે થોડો વિચાર કરતાં કહ્યું, “ અરે ક્યાં પણ જવા ની જરૂરત નથી, હું લઈ જાવ છું તમને બધાને મારા ઘરે, ઓ.કે.”

“તારા ઘરે..!!” બધા એક સાથે બોલી પડ્યાં.

“કેમ કે મારું ઘર કોલેજથી નજદીક છે. કોઈ ખર્ચો નહીં અને આપણા મોસ્ટ ભણેશ્રી, કાયા કોમલ જેવા માટે સમયનો પણ બચત થઈ જશે.” વિનીતે વિચારીને કહ્યું.

બધાને આ પ્લાન સારો લાગ્યો પરંતુ આ સાંભળી પ્રિયાનું મન બેચેન થઈ ગયું. કેમ કે હજુ સુધી પ્રિયા વિનીતના ઘરે ન હતી ગઈ.

બધા એક સાથે બોલી પડ્યા, “હા ચાલો.”

પ્રિયા વિચારમાં તો પડી ગઈ હતી કે, “ ક્યાંક આ ત્રણેનો કોઈ પ્લાન તો નથી જ ને..? વિનીત જ ફરી લાવ્યો છે કુલદીપ અને રોનક ને..!!”

“શું વિચારે છે ? ચાલ ને યાર.” સોનીએ પ્રિયાને ખેંચતા કહ્યું.

“હાં.” પ્રિયાએ એટલું કહ્યું.

બધા જ વિનીતના ઘરે પહોંચ્યા.

વિનીત અમીર ઘરાનાનો છોકરો. એટલે એના ઘર વિષે પણ કહેવાનું શું ? બધા જ જોતાં દંગ થઈ ગયા જાણે કોઈ રાજ મહેલમાં આવ્યાં હોય તેમ ઘરની સજાવટ અને ઈન્ટરીયર હતું. ઘરમાં પ્રવેશતાં જ વિનીતનાં મોમ ક્યાંક ઘાઈમાં બહાર જઈ રહ્યાં હતાં. વિનીતની સાથે આવેલ ટોળકીને જોઈને તેઓ સહેજ ઊભા થઈ ગયા અને મજાકથી પૂછ્યું, “ વિનીત આજે ઘરે ભણવાનો છે કે શું?” અને બધા જ હસી પડ્યા.

બધાએ વિનીતના મોમને હાય હલ્લો કર્યો. વિનીતે બધાને એક પછી એક નામ લઈને ઇન્ટ્રો કરાવ્યો. વિનીતનાં મમને ઉતાવળ હતી એટલે તે વધારે પુછપરછ નાં કરતાં ઉપર ઉપરથી સ્મિત કરી રહ્યાં હતાં.

વિનીતના મોમ યુવાન વયના દેખાતાં હતાં. પહેલી નજરે કોઈને એવું જાણ જ નાં થાય કે બંને મા-દીકરા હશે. તેઓ દેખાવે એટલા બ્યુટીફૂલ લાગતાં કે કોઈ રેમ પર વોક કરતી મોડેલ જ હોય. એમણી બોડી લેંગ્વેજ અને પોશાક દેખાડી રહ્યાં હતાં કે તેઓ કોઈ ફેશન આઈકોન હોય. અને હતું પણ તેવું જ. તેઓ મુંબઈના મશહૂર ફેશન ડિઝાઈનર હતાં.

પરંતુ વિનીતની જેમ જ વિનીતના મોમ ને પણ પોતાનાં રંગ રૂપ દોલત અને સ્ટેટ્સનું ઊચું અભિમાન હતું.

વિનીતે જયારે પ્રિયા નામથી સંબોધીને પોતાના મમ સાથે ઇન્ટ્રો કરાવ્યો, ત્યારે એમના મમ થોડા ચમક્યા. એમણી ડાબી બાજુની આઈબ્રો સહેજ ઉંચી થઈ. એણે જવાની ઘાઈ હતી તો પણ તેઓ નિરાંતે ઊભા રહ્યાં. તેઓ પ્રિયાને નીચેથી તો ઉપર સુધી કેટલી વાર પણ જોતાં રહ્યાં. પ્રિયાની બેહદ સુંદરતાને જોઈને તેઓ આંજી ગયા. તેઓ વિચારવા લાગ્યાં, “ ઓહ !! તો આ છે મિસ પ્રિયા !! મારા વિનીતનો ઇશ્ક. જેણે કોઈ દિવસ દાણા પણ નથી નાંખ્યા.”

(ક્રમશ: ..)