બ્લેક આઈ
પાર્ટ 1
મારી પહેલી સ્ટોરી માનન ની મિત્રતા ને આટલો બધો પ્રતિસાદ આપવા માટે ધન્યવાદ. જો તમે માનન ની મિત્રતા ન વાંચી હોય તો તમે માતૃભારતી એપ પર વાંચી શકશો. અત્યારથી મારી બીજી સફર ની શરૂઆત બ્લેક આઈ નામ ની સ્ટોરી થી થાય છે. તો તેને પણ પહેલી સ્ટોરી જેટલો જ રિસ્પોન્સ આપવા માટે વિનંતી.
નામ એનું અમર,૫.૮ ફુટ હાઈટ, ઘઉંવર્ણો એકદમ માસુમ ચહેરો, પણ તેની આંખો માં ગજબ ની ચમક અને સ્ફૂર્તિ હતી. જોવાથી જ ખબર પડી જાય કે આ એક કોઈ ઊંચી પોસ્ટ પર હશે. તે અત્યારે એક હોસ્પિટલ ની બેડ પર હતો અને તેની આંખો નું ઓપરેશન ચાલુ હતું. તે એકદમ ભયાનક એક્સિડન્ટ હતો. તેને બીજી બધી જગ્યા માં આંખ ની કમ્પૅરિઝન માં ઓછી ચોટ લાગી હતી પણ તેની આંખો ચાલી ગઈ હતી અને અત્યારે તેનું જ ઓપરેશન ચાલુ હતું.
આ બધું બન્યું તેની પાછળ ની કહાની કંઈક અલગ જ હતી.અમર તો તેમાં વિના વાંકે લેવાય ગયો હતો.
અમર અને તેના માતા -પિતા રાઘવ અને નંદૂદેવી, રાઘવ ના મિત્ર ની દીકરી ના મેરેઝ માંથી પાછા ફરતા હતા ત્યાં અચાનક જ 50 - 55 વર્ષનો એક માણસ તેની ગાડી ની સામે આવી જાય છે. અમર નું ધ્યાન પુરી રીતે ગાડી ચલાવવા માં જ હોય છે. આથી તે તરત જ ગાડી ને બ્રેક મારી દે છે.
તે માણસ પુરી રીતે ઘવાયેલો હતો. અમર અને તેના પિતા ગાડી માંથી નીચે ઉતાર્યા અને તે માણસ ને જેમ તેમ કરીને ગાડી માં અમર ની બાજુવાળી સીટ માં બેસાડ્યો. તે માણસ ને ઘણું લાગ્યું હતું અને ઘણી જગ્યાએથી લોહી પણ નીકળતું હતું. આથી અમરે ગાડી પુરપાટ ઝડપે હોસ્પિટલ સાઈડ લઇ લીધી.
તેઓ જે સાઈડ થી હોસ્પિટલ જતા હતા, ત્યાં આગળ જ એક રસ્તા નો ચોક આવતો હતો. તેઓ હજી ત્યાં પોહ્ચ્યા કે તેમની સાઈડમાંથી એક ટ્રક આવ્યો અને અમર ની ગાડી સાથે અથડાનો. ટ્રક ના ડ્રાઈવરે તરત જ ટ્રક ચલાવી ને ભાગવાની ટ્રાય કરી પણ ટ્રક ચાલુ જ ન થયો. આથી તેણે ટ્રક ને ત્યાં જ રહેવા દઈને ભાગી ગયો.
તે માણસ ની સાઈડમાંથી જ ટ્રક આવ્યો હતો, આથી તે માણસ ની હાલત ખુબ ખરાબ થઇ ગઈ હતી. અમર ની આંખ ની એકદમ બાજુ માં જ ટ્રક નો કાંચ ઉડી ને લાગ્યો હતો,આથી ત્યાંથી અમરને પણ લોહી નીકળવાનું ચાલુ થઇ ગયું હતું. અમર ના માતા પિતા ને પણ લાગ્યું હતું પણ તેમની હાલત અમર અને તે અજાણ્યા માણસ કરતા સારી હતી. જો આ રોડ રાતે પણ સુનસાન હોત તો જરૂર તેઓ બચી શક્યા ન હોત પણ રસ્તા માં અત્યારે અવરજવર ચાલુ હતી.આથી જેવું એક્સીડંટ થયું કે લોકો ત્યાં જમા થઇ ગયા અને તેમને તાત્કાલિક પોલીસ સ્ટેશન અને એમ્બ્યુલન્સ ને ફોન કરી દીધો. થોડી જ વાર માં એમ્બ્યુલન્સ અને પોલીસ બંને સાથે જ આવ્યા. તેમને તાત્કાલિક અમર અને તેની ફેમિલી ને સ્ટેચર માં સુવડાવી ને હોસ્પિટલ લઇ ગયા અને ત્યાં હાજર રહેલ પોલીસ સ્ટાફ અમર ને ઓળખી ગયા કારણ કે અમર પોલીસ ડીજીપી હતો. તેને અને તેના પરિવાર ને ત્યાંનો સ્ટાફ સારી રીતે ઓળખાતો હતો, પણ સાથે રહેલ ચોથા માણસ ને તેઓ ઓળખતા ન હતા.
તેમને હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા અને પોલીસ પોતાની ઈંકવાયરી કરવા લાગ્યા. તેમને આજુ બાજુ ઉભા રહેલ બધા લોકો ના સ્ટેટમેન્ટ લઈને તેમને જવા દીધા,ત્યારબાદ ટ્રક ની તપાસ કરી પણ તેમાંથી તેમને કઈ સાબૂત હાથ લાગ્યો નહીં કે આ કોની ટ્રક છે. આથી તેમને ટ્રક ના નંબર નોટ કરીને ત્યાં આજુ બાજુ નો એરીયો સીલ કરી દીધો, અને ટ્રક કોનો છે તે તપાસ કરવા માં લાગી ગયા.
તેમને હોસ્પિટલ લઈને હજી નીકળ્યા જ હતા કે ત્યાં હાજર રહેલ એક હવાલદારે રાહુલ ને ફોન કર્યો જે અમર ની સાથે જ કામ કરતો હતો અને તેનો બેસ્ટ ફ્રેન્ડ હતો. તેને પુરી ઘટના જણાવી અને હોસ્પિટલ નું એડ્રેસ આપ્યું અને ત્યાં તાત્કાલિક જવા કહ્યું. જો જવાનું ન કહ્યું હોત તો પણ રાહુલ ત્યાં વગર કહ્યે જ પોહચી ગયો હોત. તે બંને એકબીજા ને સગા ભાઈયો કરતા પણ વિશેષ રાખતા હતા. તે તરત જ હોસ્પિટલ જવા નીકળી ગયો.
ત્યાં ભીડ માં ઉભેલા માણસો જેવા સ્ટેટમેન્ટ દઈને જવા લાગ્યા કે તેમાંથી એક માણસ દૂર જઈને કોઈને કોલ કરીને કહ્યું કે આપણું કામ થઇ ગયું અને એક તીર ફેંકતા બે નિશાના લાગી ગયા છે તો આજની પાર્ટી પાકી તો બોલો ક્યાં પાર્ટી રાખી છે ? થોડીવારે સામેથી કંઈક કહેવાનું અને આ માણસ જવાબ દેતા બોલ્યો આવી ખુશખબર ફોન માં થોડી અપાય હું ત્યાં આવી ને કહું છું, એમનેમ પણ હું હજી ત્યાંથી નીકળ્યો જ છું. તો ઇન્સા અલ્હાહ હું ફોન રાખું છું હવે મને આશા છે કે આપણું મિશન જલ્દી જ પૂરું થશે. આપણા માર્ગ માં જે કાંટા હતા તે નીકળવા ની અણી પર જ છે.
આમ કહીને તે માણસ ફોન મૂકી દે છે. અને ત્યાંથી પોતાની ગાડી માં હસતો હસતો બેસી જાય. તેના મોઢા ઉપરથી જ ખબર પડી જાય છે કે તેના ઈરાદા કઈ સારા નથી, પણ ભવિષ્ય ની ગર્ત માં શું છુપાયેલું છે તે કોઈ જાણી શકવા નું નથી. જેમ તે માણસ જાણી શક્યો નથી તેમ બીજું કોઈ પણ જાણી શકવાનું નથી. એતો સમય ની સાથે જ ખબર પડશે કે આગળ શું શું થવાનું છે.
એતો ખબર પડી જ ગઈ છે કે આ એક્સીડંટ કોઈની જાણીબુઝી ને કરેલું ષડયંત્ર છે, પણ આ કોને કરેલું હશે ? શું કામ ? અમર થી કોઈને શું દુશ્મની હશે ? કે કોઈ અલગ જ કારણ હશે તે જાણવા માટે વાંચતા રહો બ્લેક આઈ.