Tatvamasi book review in Gujarati Book Reviews by Mahendra Sharma books and stories PDF | પુસ્તક સમીક્ષા - તત્વમસી પુસ્તક સમીક્ષા

Featured Books
Categories
Share

પુસ્તક સમીક્ષા - તત્વમસી પુસ્તક સમીક્ષા

નર્મદે હર“

તત્વમસી પુસ્તકમાં તમને એવા ઘણા પ્રશ્નોના ઉત્તર મળી જશે જે આધુનિક જીવનમાં લગભગ મોટાભાગનાં શિક્ષિત યુવાનોને ધર્મસંસ્કૃતિ અને અધ્યાત્મ વિશે થતા હોય છે. 

અહીં કોઈ સવાલનો સચોટ જવાબ હોતો નથી પરંતુ સંતોષકારક ઉકેલ તો મળી જ શકે. બસ તત્વમસીમાં તમને કાદાચ એવા આત્મસંતોષી ઉકેલ મળશે.

 

અહીં નાયક એક શિક્ષિત ભારતીય પણ વિદેશમાં ભણેલો યુવાન છે કે જેને એમના પ્રોફેસર ભારત મોકલે છે. નર્મદાની આસપાસ વસવાટ કરતી પ્રજાની તકલીફો સમજવા અને ઉકેલ લાવવા માટે એક યુવાનની જરૂર પડે છે. ભારતીય હોવાથી આ કામ માટે કથા નાયકની પસંદગી થાય છે. યુવાન વિદેશમાં ભણ્યો હોઈ દરેક બાબતને તર્ક સાથે સરખાવે છે અને જૂની માન્યતાઓને નકારતો હોય છે. છતાં ભારતીય છે એટલે સંસ્કારો એનાં સ્વભાવ અને વર્તનમાં દેખાઇ આવે છે.

 

પુસ્તકમાં ભારતીય મૂલ્યોને પાત્રોના સંવાદ અને પરિસ્થતીને અનુલક્ષીને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એક પાત્ર જે ખુબજ આદર્શ અને સચોટ છે એ છે સુપરીયા ( આદિવાસીઓને જોડાક્ષરો બોલવામાં તકલીફ થતી હોય છે એટલે પુસ્તકમાંસુપ્રિયા માટે સુપરીયા શબ્દપ્રયોગ થયો છે)  . એક શિક્ષિત છોકરી જેણે વન અને વનવાસીઓ માટે જીવન સમર્પિત કર્યું છે. એમની એક એક વાત તમને ફક્ત ગળે નહીં ઉતરેસીધા હૃદયમાં વસી જશે. સુપરીયા  વનવાસીઓને વર્ષોથી ઓળખે છે અને એમની સાથે રહી લોકકલ્યાણ કાર્યોમાં સક્રિય છે. સુપરીયા  નર્મદા પરિક્રમા કરનારાઓની રહેવા ખાવાની વ્યવસ્થા કરી આપે છે કારણકે એમનું કહેવું છે આ આપણી સંસ્કૃતિ છેપરિક્રમાવાસી એ સંસ્કૃતિને જીવિત રાખે છેઆપણે એમને બનતી મદદ કરવી જ જોઈએ. કથાનાયક સાથે એમનું સંવાદ તમને અદભૂત સંતોષ આપશે.

 

પુસ્તકમાં આદિવાસી પ્રજા વિશે ઘણી રસપ્રદ માહિતી છેએમના રિવાજોકુરિવાજો અને એ બધા વચ્ચે એમનું જીવવા માટેનું સંઘર્ષ. પ્રકૃતિ એમની રક્ષક છે અને એ જ એમની ભક્ષક પણ બને છેપણ અહીં મજાની વાત એ છે કે આદિવાસીઓને પ્રકૃતિ કે ઈશ્વર સામે કોઈ ફરિયાદ નથી. 

 

વન હંમેશા હરિયાળા નથી હોતાં અને ત્યારે ત્યાં જીવવું એટલે ફક્ત મોતને થોડાક દિવસ થાપ આપવી. એવા જ એક દૃશ્યમાં લેખકે રડાવી દીધા છેએક આદિવાસી વૃદ્ધ સુપરીયા ને ખુબજ આગ્રહ કરે છે કે એ અને નાયક બેઉ એની ઘેર જમવા આવેભૂખ્યા પેટે એ એમને નહીં જવા દે,  સુપરીયા ને ખબર છે કે એ વૃદ્ધ પાસે કશુંજ ખવડાવવા માટે નથી પણ એ એમના અગ્રહને માન આપી એમના ઝોપડામાં જાય છે અને એક ચપટી મીઠું લાવવા કહે છેઅને પેલો વૃદ્ધ મીઠું લાવે છેસુપરીયા  અને નાયક બેઉ મીઠું ખાઈને પેલા વૃદ્ધનો આભાર માનીને ત્યાંથી આગળ જાય છે. અહીં આ આદિવાસી પ્રજાની અતિથિ માટેની લાગણી અને સાથેજ સુપરીયા ની વૃદ્ધને સારું લગાડવાની રીત બહુ બધું શીખવાડી જાય છે.

 

અમુક પાત્રો ખુબજ રસપ્રદ છે. એમાંનો એક એટલે આમ તો બે પાત્રો એટલે બિતું બંગાનામ એક છે પણ આ બે કિશોર વયના આદિવાસીઓ છે જે ભાઈઓ છે અને હંમેશા જોડે જ દેખાય છે. એકદમ મોજીલા યુવાનો. એમની કોઠાસુજ ખરેખર સુંદર રીતે પ્રસ્તુત થઈ છે. એમને આખું વન ઓળખે અને એ આખા વનને અને વનવાસીઓને. આ ભાઈઓ વાર્તામાં બહુ મજા કરાવશે તમને. બીજા એક વડીલ બેન છે કાલેવાલી માઇબેન એકદમ રહસ્યમયી છેછેક છેલ્લે એમના રહસ્યોની ખબર પડે છે. 

 

ગુપ્તાજી પણ આ વાર્તાનાં ખુબજ મજબૂત પાત્ર છેએ આદિવાસીઓને વ્યાજે પૈસા આપેપણ પાછા મળવાની બહુ આશા રાખે નહીં. વ્યાજે પૈસા લઈ એમની પાસે આ આદિવાસીઓ એમના ઝૂપડા ગીરવે મૂકેજે સરકારી જમીન પર બનેલા કાચા વાંસના કે માટીના બનેલા છેબોલો છે ને મજાની વાત. એવી વસ્તુ ગીરવે મુકવી જે એમની નથી પણ ઘર એટલે ઘરઝોપડું પણ એમનું ઘર છે. પણ ગુપ્તાજી તો શેઠિયાએટલે બધ્ધા એમનું માન રાખે. એમની માતા એમનાથી ચડીઆતીખુબજ વ્હાલભર્યું પાત્ર જે સુપરીયા ને દીકરી જેવું પ્રેમ આપે છે. શાસ્ત્રીજી ધર્મ અને સંસ્કૃતિના ભેદને સમજાવે છે અને સંગીતના મોટા રસિયા હોય છે. કથાનાયક શાસ્ત્રીજી પાસેથી તબલા શીખે છે.

 

એક  પાત્ર છે પુરીયાએક યુવાન આદિવાસી છોકરી જે ખુબજ મહેનતુ છેવિદ્રોહી છેએને અમુક રિવાજો પ્રત્યે અણગમો છેખૂબ સારું ગાઈ જાણે છે. એ આદિવાસી સંપ્રદાયના અમુક કુવારીજોનો ભોગ બને છે,વાર્તાનો એ ભાગ પણ તમને હલાવી દે એવો છે. કેમ એક વ્યક્તિ જે ખૂબ જ સમજુ છે અચાનક એક જ ઝાટકે બીજા લોકો માટે શત્રુ બની શકે?આદિવાસી કુરિવાજોનો સૌથી કારમો ચહેરો તમને અહીં દેખાશે.

 

ગાંડુંફકીર એક રહસમયી પાત્ર છે જે મને વાર્તાના અંતમાં ખુબજ પ્રભાવિત કરી ગયા. શરૂઆતમાં એક અસ્થિર મગજનાં માણસની જેમ વર્તન અને પછી વાર્તાના વળાંક પર એક મજબૂત ભૂમિકામાં આવી જતાં ગાંડુંફકીરમાં મને ક્યાંક ભગવાન શિવની લાક્ષણિકતાઓ દેખાઈ. તમને એ પાત્ર કેવું લાગે છે એ તમારી ઉપર છોડીશ.

 

ગલસોટોઆ એક યાંત્રિક વસ્તુ જે બિતુંબંગા બનાવે છે એ એક ચેકડેમની રચના છે. આ વનમાં કેમ આવા ચેકડેમની જરૂર પડી એતો વાર્તામાં જ ખબર પડશે પણ એ લોકકલ્યાણ માટે નથી બન્યું એટલું કહીશ. 

 

જીંદાસાગબાનએવું વૃક્ષ જે ધરતી પર હઝારો વર્ષોથી છે અને હંમેશા રહેશે. પાર્વતી માતાએ જાતે આ વૃક્ષ વાવેલું એવું આ વાર્તામાં જણાવાયું છે. ખરેખર જો એવું વૃક્ષ છે તો એક વખત જોવની ઈચ્છા થઈ જાય એવા અદભૂત વર્ણન સાથે લેખકે આ વૃક્ષની રજુઆત કરી છે.  સાથે જ વન્ય જીવનસૃષ્ટિને પણ અહીં ખુબજ સુંદર રીતે લખવામાં આવ્યા છે. કેડીઓવૃક્ષોનર્મદાનું ઉદભવ સ્થાનએનું વનોમાં પ્રસરવું અને વન્ય સૃષ્ટિમાં ભળી જવુંએ બધું જ વાંચવાની અઢળક મજા આવી.

 

લુસી જે નાયકની મિત્ર કે ગર્લફ્રેન્ડ છેવિદેશથી ભારત નાયકના પત્રોને વાંચીને આવે છેએમને એમનું સંશોધન પૂરું કરવાનું હોય છે. એ એક ઐતિહાસિક જગ્યાએ લોકો પહોંચે છે અને ત્યાં નવા જ રહસ્યો ખુલે છે. એક તારા વિશે વિજ્ઞાનીઓ જેટલું જ જાણતી અભણ આદિવાસી પ્રજા કેમનું આટલું બધું જ્ઞાન કેળવતી હશે એ જાણીને લુસીને નવાઈ લાગે છે.

 

નાયકના અમુક વર્ષોના આદિવાસીઓ સાથેનાં વનવાસ પછી વિચારોમાં પરિવર્તન લાવે છે. એ હવે એમને માનસિક પછાત ગણતો નથી. મૂળ તો એ આદિવાસીઓને ભણાવવા આવ્યો હતોએમને વન પેદાશોથી કેવી રીતે રોજીરોટી કમાવવી એ શીખવાડવા આવ્યો હતો અને એવું કરવામાં એ મહદઅંશે સફળ પણ થાય છેપણ નાયક જે પોતે એમની પાસેથી શીખે છે એની એણે કોઈ કલ્પના પણ નહોતી કરી. અભણ અને શહેરી જીવનથી અજાણ લોકો જીવન જીવવાના બહુ મોટા નુસખા જાણે છે જે આપણે આધુનિક જીવન જીવીને નથી પારખી શકતાં. 

 

છેવટે વિજ્ઞાન અને તર્ક સિવાય કોઈપણ અલૌકિક વસ્તુઓમાં નહીં માનનાર નાયક નર્મદા પરિક્રમા કરવા પ્રેરાય છે. પરિક્રમા કરીને જે અનુભવ એણે મેળવ્યો એતો પુસ્તક વાંચીને જ તમને મળશે. હવે "મું જાઉં?" ..

 

મેં 'રેવાચલચિત્ર નથી જોયુંએ પહેલાં પુસ્તક વાંચવાનું  સદભાગ્ય પ્રાપ્ત થયું. હવે કદાચ ફિલ્મ જોવામાં વધુ મજા આવશે.

 

લેખક શ્રી ધ્રુવ ભટ્ટને અભિનંદન આપું છું કે એમણે આ સુંદર વાર્તા મારફતે નર્મદા અને સંસ્કૃતિ વિશે ઘણું જ્ઞાન આપ્યું. આ નવલકથા લખાયાંનાં વર્ષો પછી પણ લાગે છે જ્યારે હજી કાલે જ લખાઈ હોય. આવી વાર્તાઓ સદાકાળ માટે પ્રેરણા સ્વરૂપ બની જતી હોય છે.