Premna Sapna - 2 in Gujarati Drama by Sanjay Nayka books and stories PDF | પ્રેમના સપના - 2

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

પ્રેમના સપના - 2

 

Part - 2

[પાંચમું દ્રશ્ય]

(ચિરાગનો મંદિરમાં જવાનો ઘટનાક્રમ ફરી ચાલ્યો. ચિરાગ બાબાની હાજરીનું નિરક્ષણ કરતાં મંદિરમાં પ્રવેશે છે. ભગવાને નમસ્કાર કરતાં-કરતાં પણ એક-બે નજર આમ તેમ દોડાવી દે છે.)

ચિરાગ : હાશ ! કાલનો ઢોંગી બાબા નથી. બધાં ફિલ્મી ડાઈલોગ મારે છે.

(પછાળીથી બાબાનો અવાજ આવે છે.)

બાબા : કોને શોધી રહ્યા છો ? હું તો તમારા પાછળ છું.

(ચિરાગ પાછળ ફરી જુએ છે. અચાનક બાબાને જોતાં અચરજમાં પડી જાય છે કે અત્યારે થોડી ક્ષણો પહેલા તો અહીં કોઈ ના હતું તો આ બાબા અચાનક ક્યાંથી આવી ગયા ? બાબાની ચમત્કારિક હાજરી ચિરાગને અંચમ્ભીત તો કરી દે છે પણ તેને રોકવામાં નિષ્ફળ રહે છે. ચિરાગ ભગવાનને પ્રણામ કરી ત્યાંથી રવાના થાય છે.)

બાબા : અરે તમને મારા પર વિશ્વાસ કેમ નથી આવતો ! હું જ છું જે તમારા અઘુરા સપના પૂર્ણ કરી શકું છું. કિસ્મત વારંવાર દરવાજો નથી ઠોકતી. કિસ્મતનો બીજો કોઈ મત નથી.

(ચિરાગ આગળ વધતો અટક્યો અને બાબાની સમક્ષ ઉભો રહી ગયો.)

ચિરાગ : તમને હું મૂરખ લાગુ છું ? કે તમારી ફાલતુ વાતને માની લઈશ ? અને બીજું કે તમે મારે પ્રત્યે આટલી કેમ દયા દાખવો છો ? દુનિયામાં ઘણાં દુખી છે જાઓને તેઓની મદદ કરો !

બાબા : હું તમારી ઇચ્છા પુરી કરીને કોઈ દયા નથી કરી રહ્યો. દયા તો તેના પર કરવામાં આવે છે જેને દુઆની જરૂરત હોય. આ તો તમારા સતકર્મો છે જે તમને તમારી ખ્વાઈશ પૂર્ણ કરવામાં મદદ કરી રહ્યાં છે.

ચિરાગ : સતકર્મ?

બાબા : હા સતકર્મ ! ચાલો સમજાવું પણ તે સમજવા મારી વાત ધ્યાનથી સાંભળવી પડશે.

(ચિરાગ નરમ બને છે અને વાત સાંભળવાની સંમતિ દાખવે છે.)

બાબા : તમે સાંભળ્યુ હશે કે માણસના કર્મ માણસનું મોક્ષ નક્કી કરે છે. એટલે કે માનવીના મૃત્યુ પછી તેને મોક્ષ મળશે કે તેની આત્મા ભટકતી રહેશે. વ્યકિતના કર્મ જ નક્કી કરે છે તેના મ્રુત્યુ પછી તેને સ્વર્ગનો મહેલ મળશે કે નરકનો કારાવાસ ! એટલે જ તો લોકો મોક્ષ અને સ્વર્ગના ચક્કરમાં વ્રુધ્ધ થઈને બસ રામ નામની માળા જપતા હોય છે. તમે કદી સાંભળ્યું છે લોકો વ્રુદ્ધ થઈને રોજ ડિસ્કો પબમાં ડિસ્કો કરવા જાય છે. (બાબાની રમુજી વાત વાજબી લાગતા ચિરાગના ચેહરા પર હાસ્યનું એક મોજુ ફરી વળે છે.)

કોઈ દિવસ મંદિરનું એક પગલુ નહિ ચઢનારો માણસ, પોતાના પાપને ઘોવા સોનાનો હાર ચઢાવે છે. આખું જીવન પાપના લિસોટા મારતો માનવી, ઘડપણમાં લિસોટાને લૂછવા બેસે છે પણ લૂછતાં-લૂછતાં હાથ થાકી જાય છે અને આખરે લિસોટા બાજી મારી જાય છે. તમારું બ્લેક્બોર્ડ સાવ કોરું છે કારણ કે તમારા કાર્યો કોઈપણ ફળની આશા વગરના છે. તમે ભલે તમારું નાનપણ મુક્ત રીતે જીવી નથી શક્યા પણ તમારા દ્વારા ચાલી રહેલા અનાથાશ્રમમાં હજારો નાના બાળકોને સારુ ભોજન અને સારુ શિક્ષણ આપી રહ્યાં છે.

ભલે તમે યુવાનીના રંગમાં નહિ રંગાયા પણ તમારો ફેલાયેલો બિઝનેસ અસંખ્ય યુવાનનોને રોજગારી આપી તેમનો જીવનનિર્વાહ ચલાવી રહ્યો છે અને વળી વિના મુલ્યે ગરીબોને ઉચ્ચ ગુણવત્તાનું ભોજન અને ઇલાજ, સ્કૂલ-કૉલેજ, સ્કોલરશિપ અને વ્રુદ્ધાઆશ્રામને કેમ ભુલી શકાય. તમારા આ જ કર્મોના ફળ રૂપે અને હઠ યોગની સાધનાથી તમને હું તમને બાળપણના દિવસો આપવાનું સામર્થ્ય ધરાવું છુ.

ચિરાગ: હઠ યોગ?

બાબા: હા હઠ યોગ. આ એક ખાસ પ્રકારનો યોગ છે જેને ૧૫મી સદીમાં યોગી સ્વાતરામ દ્વારા હઠ યોગ પ્રદીપીકા પુસ્તકમાં બતાવાયું. આ પુસ્તિકામાં તેમણે હઠ યોગને રાજયોગની સીડી કહેલ છે. તમને વિશ્વાસ ના આવે તો તમારી રીતે હઠ યોગ વિષે અને તેના ચમત્કાર વિષે તપાસ કરી શકો છો.

(ચિરાગ અચરજમાં પડતો બાબાની સમક્ષ જઈ ઉભો રહે છે.)

ચિરાગ : મારા વિશે ઘણી માહિતી ભેગી કરીને બેઠા છો, લાગે છે મને છેતરવા માટે વિશાળ યોજના બનાવી છે ! તમને શું લાગ્યું હું તમારી વાતમાં ભેરવાઈ ગયો ? આ બધી બાળપણ અને યુવાનીની વાતો સાંભળીને હું ચોંકી જઈશ અને તમારી જાણેલી અને બીજાથી સાંભળેલી વાત હું માની લઈશ ?

'ચિરાગ જૈન' આજે લોકોના મોઢે ચઢેલુ નામ છે બિઝનેસની દુનિયામાં મારું નામ મોખરે છે. ન્યુઝચેનલ અને સમાચારમાં મારુ નામ સુરખિયોમાં રહે છે સૌ જાણે છે મારા દ્વારા ચાલતા અનાથાશ્રમ, વ્રુદ્ધાઆશ્રામ, સ્કૂલ-કૉલેજ બધાંને ખબર છે તેમાં તમે શેની ધાડ મારી ? બાળપણની પણ વાતો તો હું ભગવાન સમક્ષ કરતો હતો તે દરમિયાન તમે કાન રાખીને સાંભળતાં હતાં તેજ વાત પાછા મને સાંભળાવો છો ? આ ને જ છેતરપિંડી અને ઢોંગ કહેવાય. હવે બહુ થયુ. લોકોને છેતરવાનું બંધ કરો.

બાબા : ઠિક છે મારે તમારું સપનું સાકાર કરવાનું હતું તમને છેતરવાનું નહિ. છેતરવાનું જ હોત તો ક્યારની પૈસાની માંગણી કરત, આટલી મુલાકાતમાં કદી પૈસાનું નામ પણ નથી લીધુ. ચાલો કંઈ નહિ. હું વિદાય લઉં છું મેં આગળ પણ કહ્યું હતું ને કિસ્મત વારંવાર દરવાજો ખખડાવતી નથી.

(બાબા જવા નિકળે છે. થોડે દુર જતાં અટકે છે.)

બાબા : હું આમ જ ચાલ્યો જઈશ તો તમારા મનમાં મારા પ્રત્યે છેતરપિંડી અને ઢોંગીની છાપ રહી જશે પણ મેં આજ સુધી કોઈને છેતર્યા નથી. આનું પ્રમાણ હું આજે આપીને જ જઈશ. જતાં જતાં તમને કંઈક આપી જાઉ છું જેનાથી તમને મારા પર થોડો ઘણો વિશ્વાસ બંધાશે. હું તમને તમારુ બચપણનું લાડકું નામ આપી જાઉં છું.

(ચિરાગ પાછો અંચમ્ભા પડ્યો કે બચપણના નામની ચર્ચા તો બાબા સમક્ષ કરી જ નથી તો આના વિષે ખબર કેવી રીતે પડી ? વાતમાં વજન લાગતાં તે વળતો પ્રશ્ન પૂછે છે.)

ચિરાગ : બચપણનું લાડકું નામ ?

બાબા : હા, તમને એમ જ લાગે છે ને કે તમારુ લાડકુ નામ નથી ! પણ હું કહુ છું કે તમારુ બાળપણનું લાડકુ નામ છે અને તે નામ છે 'બૉબી'

ચિરાગ : 'બૉબી' (એકદમ અચરજમાં પડતાં)

બાબા : હા 'બૉબી'

ચિરાગ : પર તમને કેવી રીતે ખબર પડી મારા લાડકું નામની ?

બાબા : કેવી રીતે ખબર પડી ? ચિરાગ જૈન લોકોના મોઢે ચઢેલુ નામ છે. ન્યુઝ ચેનલ અને સમાચારમાં તમારુ નામ સુરખિયોમાં રહે છે કેમ ? પણ લાડકું નામ તો સૌને ખબર નથી ને ?

ચિરાગ : મને ખબર છે કે મારુ લાડકુ નામ નથી અને હોત તો મારા માતાપિતા તો મને તે નામથી બોલાવત ને ? બીજુ કોણ પાડવાનું મારુ લાડકું નામ ?

બાબા : તમારી દાદીમા

ચિરાગ : ઇમપોસિબલ ! મને મારી મમ્મીએ કહ્યુ હતું કે મારા દાદી તો મારા જન્મ પછી થોડા મહિના પછી ગુજરી ગયા હતાં.

બાબા : મને માફ કરજો ! આગળની વાતોનું તથ્ય તમે પોતેજ જાણી લો તો સારુ.. કારણ કે તમને તો મારી વાત જુઠ્ઠી જ લાગશે !

(બાબા આટલું કહી મોઢુ ફેરવી લે છે. ચિરાગ વાતમાં કેટલો દમ છે તે જાણવા કોઈક ને ફોન કરે છે.)

ચિરાગ : હૅલ્લૉ ! મોટાપપ્પા ! હું ચિરાગ જૈન ! જય શ્રીકૃષ્ણ

સામે થી : જય શ્રીકૃષ્ણ ! કોણ ચિરાગ જૈન ?

ચિરાગ : સંજય જૈનનો દીકરો.

સામે થી : ઑહ્હ ! ઑહ્હ ચિરાગ દીકરા.

ચિરાગ : હા કેવી છે તબિયત મોટાપપ્પા ?

સામેથી : બસ ઘડપણ ચાલે છે તબિયત તો ઉપર નીચે થયા જ કરે છે. કેટલા વર્ષ પછી ફોન કર્યો. અમે તો દૂરના સગા વહાલા એટલે યાદ પણ નહિ કરવાનું કેમ ?

ચિરાગ : અરે એવું નથી મોટાપપ્પા !

સામે થી : અરે મજાક કરુ છું. બોલ તારી તબિયત કેવી છે ? અને કંઈક કામ હતું ?

ચિરાગ : હા તબિયત સારી છે. બસ અચાનક તમારી યાદ આવી ગઈ. પાછુ કુટુંબમાં પણ તમારા સિવાય કોઈ વડીલ પણ નથી.

સામે થી : હા એ તો છે.

ચિરાગ : મોટા પપ્પા, મારે કંઈક જાણવું હતું.

સામે થી : બોલ દીકરા.

ચિરાગ : મારે મારુ લાડકું નામ જાણવું હતું ?

સામે થી : હૅય ! લાડકું નામ ? અમે તો ચિરાગ જ કહેતા. મને યાદ છે ત્યાં સુધી તારું બીજું કોઈ નામ નથી.

ચિરાગ : ચોક્કસ ?

સામે થી : હા હા એકદમ ચોક્કસ

ચિરાગ : કોઈ સગાવહાલા જે મને લાડકું નામથી બોલાવતુ હોય ?

સામેથી : બીજુ ? .....

ચિરાગ : મારી .......દાદી .? (ધીમેથી)

સામે થી : હા હા યાદ આવ્યુ ! દાદી હા તારી દાદી તને લાડકુ નામથી બોલાવતી. શું નામ હતું ? શું નામ હતુ ...આબી, બાબી અરે બૉબી. હા બૉબી નામ થી તારી દાદી બોલાવતી !

(બૉબી નામ સાંભળી ચિરાગ સ્તબ્ધ થઈને બાબાને જોવા પાછળ ફરે છે. બાબા હલકું હાસ્ય આપે છે. ચિરાગ ફરી બધુ જાણવા વાત ચાલુ રાખે છે.)

સામેથી : હૅલ્લૉ હૅલ્લૉ ચિરાગ ? ચિરાગ ?

ચિરાગ : હા ! પણ મારુ લાડકું નામ મમ્મીપપ્પાને પણ ખબર ન હતી ?

સામેથી : અરે ! દીકરા તારા દાદી તારા જન્મના થોડા મહિના પછી ગુજરી ગયા. તેમના ગયા પછી તારુ લાડકું નામ પણ ભુલાઈ ગયું ! કેમ શું થયું અચાનક ?

(ચિરાગ મોટાપપ્પાની વાત સાંભળીને ચોંકી જાય છે. કંઈ પણ બોલ્યા વગર બાબા તરફ નજર કરે છે. પણ બાબા તો પોતાને સાચા સાબિત કરીને હવામાં ઓગળી જાય છે.)

સામે થી : હૅલ્લૉ હૅલ્લૉ ચિરાગ ?

(ચિરાગ ફોન કટ કરી દે છે. બાબાએ તેમનો પરચો બતાવી દીધો હતો. જે બાબાને ઢોંગી અને પાખંડી કહીને ઠપકો આપ્યો હતો તે માન્યતા સાવ નકારી દીધી હતી. બાબાનો ચમત્કાર ચિરાગના દિલમાં ઘર કરી ગયો હતો. તેના અંધકારમાં ખોવાયેલા સપનાને સાકાર કરવાની જ્યોતિ મળી ગઈ હતી. ચિરાગે આમ તેમ નજર કરી પણ બાબા જડ્યા જ નહિ.)

ચિરાગ : બાબા ? બાબા ?(બુમો મારતો બાબાને શોધવા આમતેમ આંટા મારવા લાગે છે જાણે અલાદીન જાદુઈ ચિરાગ શોધતો હોય !)

બાબા : બચ્ચા ! હું અહીં જ છું. (બાબાનો અવાજ આવે છે.)

(બાબાને જોતા ચિરાગ રાહતની શ્વાસ લે છે જાણે તડપતી માછલીને પાણી મળી ગયું હોય.)

ચિરાગ : મને માફ કરી દો. તમને હું સમજી શક્યો નહિ. તમને ઢોંગી, પાખંડી અને બીજુ શું શું બોલાઈ ગયું. મને માફ કરી દો. હવે મને વિશ્વાસ આવી ગયો છે કે તમે જ મારા અધૂરા સપનાં પૂર્ણ કરી શકશો. (બાબા સામે હાથ જોડીને શીશ નમાવીને પોતાની ભૂલ સ્વીકારતાં કહ્યું)

બાબા : માફ કરવાવાળો હું કોણ ? સૌના સુખકર્તા અને દુ:ખહર્તા આજ છે. (ભગવાનની મુર્તિ તરફ ઇશારો કરતા) ભલે તે અત્યારે પથ્થરના રૂપમાં છે પણ કોઈના દિલની વ્યથા સજીવ થઈને સાંભળે છે એટલે જ તો કહેવાય છે કે માનો તો ભગવાન ! ન માનો પથ્થર ! ભોળાનાથની મુર્તિને આમ જુઓ તો કશું નથી. એક માટીની મુર્તિ છે પણ તેના ચરણોમાં સમગ્ર ઐશ્વર્ય આળોટે છે. ભગવાનની અતૂટ સાધના અને વર્ષોની હઠ યોગની તપસ્યાથી મારા જેવા બાબાને થોડી ચમત્કારી શક્તિ મળી છે જેનાથી હું તમને તમારા સપના સાકાર કરવામાં મદદરૂપી થશે.

ચિરાગ : બાબા મને માફ કરજો પણ જરા હું જાણવા માગતો હતો કે તમે આ અસંભવ કાર્ય, કુદરતના વિરુદ્ધનું કાર્ય કેવી રીતે કરશો ?

બાબા : કેમ ? તમે તો તમારા સપના સાકાર કરવા માટે કોઈ પણ કિમ્મત આપવા ચૂકવવા તૈયાર હતા ને ?

ચિરાગ : હા હું હજી પણ તૈયાર જ છું.

બાબા : બસ તો પછી તૈયાર છો તો તમારા સપના સાકાર કરવા આગળ વધો. હા પણ એટલુ જરૂર છે કે મારુ સામર્થ અને શક્તિ અનુસાર હું તમને 10 દિવસ માટે જ બાળપણના દિવસ આપી શકીશ.

ચિરાગ : ઠીક છે. ક્યારથી હું બાળપણમાં જઈ શકું ?

બાબા : તમે કહો તો અત્યારે જ મોકલી દઉ ?

ચિરાગ : નહી ..મારા વિશાળ બિઝનેસને કોઈને હવાલે કરીને આવવું પડશે. કારણ કે તેના પર લાખો લોકોની આજીવિકા નિર્ભર છે એટલે કાલથી મારા સપનાનો શુભારંભ કરીએ.

બાબા : ઠીક છે. તમારી મરજી. કાલે મળીએ.

[અંધારું]

[છઠ્ઠું દ્ગશ્ય]

(ઓફિસમાં ચિરાગ ડૉક્યુમેન્ટ ઉપર સાઈન કરી રહ્યો છે. થોડા સમય પછી અંકલ પ્રવેશે છે.)

અંકલ : મે વી કમ ઈન ?

ચિરાગ : યસ પ્લીઝ કમ. આવો બેસો.

અંકલ : શું થયું ચિરાગ ? કોઈ બિઝનેસ પ્રોબ્લેમ છે ?

ચિરાગ : ના ના અંકલ એવુ કંઈ નથી. તમારા જેવા કાબેલ અને ભરોસેમંદ એમ્પ્લોઈઝ મારી પાસે હોય તો બિઝનેસમાં શું પ્રોબ્લેમ હોઈ શકે.

અંકલ : તો શું થયું ?

(ચિરાગ પોતાની સીટ પર ઉભો થઈને બારી સમક્ષ ઉભો રહે છે.)

ચિરાગ : અંકલ મે તમને આગળ વાત કરી હતી કે મને યુવાનીના દિવસોની ખોટ વર્તાય રહી છે હું મારી જાતને અંદરોઅંદર કોસતો રહુ છું ને પૂછું છું કે બધાંને યુવાનીના સોનેરી દિવસોનો લહાવો આપ્યો તો મારા જીવનમાં જ કેમ તેની બાદબાકી કરી ? અઢળક સંપત્તિનો માલિક તો બનાવી દીધો પણ યુવાનીના દિવસો માંગતો ભિખારી બનાવી દીધો. આ બધાં અજીબો ગરીબ વિચારો મને પરેશાન કરતાં મારા અંતર મનને વલોવી નાખે છે. તેથી મેં એક નિર્ણય લીધો છે કે થોડા દિવસો માટે આ જગ્યા છોડી ક્યાંક દૂર ફરી આવું.

અંકલ : હા થોડા સમય માટે કશે હિલસ્ટેશન ફરી આવો. વાતાવરણ બદલાશે તો વિચાર પણ બદલાશે. પણ, ચિરાગ આ વિશાળ બિઝનેસનું શું?

ચિરાગ : હા તેનો પણ બંદોબસ્ત કરી દીધો છે. હું કદાચ 5 દિવસ માટે હિલસ્ટેશને ફરવા જવા વિચારી રહ્યો છું અને આ 5 દિવસની મારી ગેરહાજરીમાં રાજેશઅંકલ તમારા નામે એવા ડૉક્યુમેન્ટ બનાવી દીધા છે કે તમે કંપનીના હિતમાં કંઈ પણ નિર્ણય લઈ શકશો. આ રહ્યા બધાં ડૉક્યુમેન્ટ પર મે સાઈન કરી દીધી છે બસ તમારી સાઈન બાકી છે.

અંકલ : પણ ચિરાગ ? આટલી મોટી જવાબદારી ? તે પણ 5 દિવસ માટે ? નહિ મારાથી કરોડોનો બિઝનેસ ના સંભાળી શકાય. ના ના મને માફ કરો.

ચિરાગ : અચ્છા તમને મારી હાલત પર જરા પણ દયા નથી આવતી એમ ને ?

અંકલ : ના ચિરાગ ! તમે તો મારા દીકરા સમાન છો તમારા પપ્પા તમારી સંભાળ રાખવા મને જ તો કહી ગયા હતાં.

ચિરાગ : તો બસ ! હવે તમારે મારી કંપની સંભાળવાની છે. જુઓ હું કાલથી ઓફીસે આવવાનો નથી. મને વિશ્વાસ છે કે તમે આ કામ ખુબ સારી રીતે કરશો.

અંકલ : ઠીક છે તમે મને જવાબદારી સોંપી છે હું તેને નિષ્ઠાપુર્વક નિભાવીશ પણ હું તમને પહેલેથી ઓળખુ છું ફરવા જવાનું કારણ મને વાજબી લાગતું નથી કારણકે આજ સુધી તમે કશે ફરવા ગયા નથી અને અચાનક ? તમે નહિ કહેવા માગતો હોય તો અલગ વાત છે.

ચિરાગ : મારાથી ક્યારેય ખોટું બોલાય જ નહિ. હા ! હું તમને ખોટુ બોલી રહ્યો હતો. કારણ કે હું તમને કહું કે હું ક્યાં અને કેમ જઈ રહ્યો છું તો કદાચ તમે જવા પણ નહિ દો.

અંકલ : કેમ એવી તો કેવી જગ્યાએ જઈ રહ્યાં છો ?

ચિરાગ : ના એ તો નહિ કહી શકાય. પણ એટલુ કહી શકું છું કે હું મારા સપના સાકાર કરવા જઈ રહ્યો છું એ સપના જેને બસ ઝંખવાની કલ્પના કરી રહ્યો હતો તે આજે હકીકત બની રહ્યાં છે. (આંખોમાં તેજ લઈને કહ્યું.)

અંકલ : છેલ્લાં કેટલાક દિવસોથી તમને ગુમસૂમ સ્વભાવમાં જોયા હતાં. અમે પણ તમારી ચિંતા કરતા હતાં પણ આજે તમને આટલા ખુશ જોઈ અમને પણ ખુશી મળી રહી છે. આજે તમારી આંખોમાં એવો તેજ ઝળહળી રહ્યો છે જે તેજ નવજાત જન્મેલું બાળકના આંખોમાં જોવા મળતો હોય છે. તમે બેફિકર થઈને જાઓ. હર એક સપના દિલથી સાકાર કરો અમારી શુભેચ્છા તમારી સાથે છે.

(અંકલ ચિરાગને ગળે મળે છે. ચિરાગ ગળે મળ્યા બાદ અંકલના ચરણ સ્પર્શ કરી શુભ કામમાં વડીલના આશીર્વાદ લેવાની ફરજ અદા કરે છે. બન્ને જણ માંથી કોણ વધુ ખુશખુશાલ હતું એ નક્કી કરવું મુશ્કેલ હતું.)

[અંધારું]

[સાતમું દ્ગશ્ય]

(કાલના વાયદા પ્રમાણે ચિરાગ મંદિરે પહોંચે છે. બાબાની શોધમાં નજર દોડાવે છે. યોગીબાબા અમસ્તો જ દેખાઈ જતો આજે ચિરાગને સંતાકૂકડી રમાડે છે. ચિરાગ મંદિરના ચારે કોર શોધીને એક ખૂણામાં ઠેકાણે પડે છે.)

ચિરાગ : (સ્વગત) ક્યાં શોધું એ યોગીબાબાને? ખરેખર કોઈના વિશે સંપૂર્ણ જાણ્યા વગર ગમે તેમ ન બોલાય. મે તે દિવસે તેમને “ઢોંગી અને પાખંડી” વગેરે કહીને અપમાનિત કર્યા હતાં. બાબાના એ શબ્દો “કિસ્મત વારંવાર દરવાજો ઠોકતી નથી”

શું ખરેખર મારે માટે કિસ્મતના દરવાજા બંધ થઈ ગયાં ?

(ચિરાગના પાછળથી અવાજ આવે છે “જય મહાકાલ” અને એ અવાજ બાબાનો જ હતો. ચિરાગના કાનોમાં એ અવાજ એક મરતા માણસને ઓક્સિજન મળતું હોય તેવો લાગ્યો. ચિરાગ અવાજની દિશામાં જવા ઉપડે છે પણ બાબા તો વિરુદ્ધ દિશામાંથી હસતાં-હસતાં આવે છે એ જોઈ ચિરાગ આશ્ચર્યમાં પડે છે.)

ચિરાગ : બાબા, તમે આ તરફથી આવો છો ? પણ અવાજ તો આ તરફથી આવતો હતો ને ? (હાથના ઇશારાથી દિશા નિર્દેશ કરે છે.)

બાબા : આને હઠયોગની ભાષામાં ધ્વનીભ્રમ કહેવાય.

ચિરાગ : ધ્વનીભ્રમ ?

બાબા : હા ધ્વનીભ્રમ. તમારી ભાષામાં શું કહેવાય? (થોડું વિચારતાં) હા પેલુ ડિજીટલ સાઉંડ સિસ્ટમ. જે કંઈ તમે આજે તંત્રશક્તિથી કરો છો તે બધુ જ અમે મંત્રશક્તિથી કરી ચુક્યા છે તમે હજી ટાઈમમશીનના સપના જુઓ છો જ્યારે હુ તમને મારી હઠયોગની શક્તિથી તમારા ભૂતકાળમાં મોકલી શકું છું.

ચિરાગ : આપ અંગ્રેજીમાં પણ બોલી શકો છો ?

બાબા : બચ્ચા, ભાષા મહત્વની નથી, વિચાર મહત્વના છે. ભાષા તો માત્ર અભિવ્યકિતનું માધ્યમ છે. માણસ ધારે તો મૂંગો રહીને પણ પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે.

ચિરાગ : બરાબર છે બાબા, મને નથી ખબર કે તમે આ અશક્ય પરિવર્તન કેવી રીતે કરશો. પણ હા મને એ જરૂર ખબર છે કે મારા સપના સાકાર કરવાનો આ જ છેલ્લો આશ્રય છે.

બાબા : હા તમારા સપના જરૂર સાકાર થશે.

ચિરાગ : મને ખબર છે તમે કુદરતના વિરુદ્ધ કાર્ય કરવા જઈ રહ્યા છો. તે પણ ખબર છે કે તેના બદલામાં મારી કંઈક તો કિમ્મત ચુકવવી પડશે ? એટલે જ તો કહેવાય છે ને કંઈક મેળવવા માટે કંઈક ખોવાની તૈયારી રાખવી પડે.

બાબા : એકદમ ખરુ ! હા અશક્ય પરિવર્તન સામે તમારે અમુક શરતોનું પાલન કરવું પડશે.

ચિરાગ : હું કોઈ પણ શરત માટે તૈયાર છું (બુલંદ સ્વરે બોલ્યો.)

બાબા : શરત જાણવા વગર મંજૂરી બતાવો છો ! જરા શરત તો જાણી લ્યો ! પાછળથી પસ્તાવો નહિ થાય ? (બાબાએ ચિરાગને શરતથી ચેતવતા કહ્યું.)

ચિરાગ : વિતેલા ક્ષણોને સાચવી ના શક્યો તેનો હજી પસ્તાવો છે અને આ શરત મારાં સપના સાકાર કરશે તો મારે પણ કંઈક ગુમાવવાંની તૈયારી રાખવી પડશે ને ! હું મારી બધી સંપત્તિ લુટાવવા તૈયાર છું. ચાલો બોલો શું શરત છે ?

બાબા : સંપત્તિ, પૈસો એ તો માનવીની ઉપજ છે તેને ગુમાવીને શું થશે ? તે એક દિવસ ગુમાવવાની જ છે. હું તો ગુમાવેલો સમય પાછો આપવા જઈ રહ્યો છું એટલે શરત પણ સમયની જ રહશે.

ચિરાગ : સમયની શરત ? (તાજજુબ થતાં)

બાબા : હા સમયની શરત. ધ્યાનથી સાંભળો જો ! શરત એ છે કે તમે જેટલા દિવસ યુવાનીમાં ગુજારશો તેટલા દિવસ બરાબર વર્ષ તમારી વાસ્તવિક ઉંમરમાં વધારો કરશે.

ચિરાગ : સમયની શરત ? (તાજજુબ થતાં)

બાબા : તમારી હાલની ઉંમર કેટલી છે ?

ચિરાગ : 50 વર્ષ.

બાબા : 50 વર્ષ ! જો તમે મારા આશીર્વાદ પ્રમાણે યુવાનીમાં 5 દિવસ રહો છો તો 6ઠા દિવસે તમારી મૂળ ઉંમરમાં 5 વર્ષનો ઉમેરો થશે. એટલે કે 50+5 બરાબર 55 વર્ષ. મતલબ કે 1 દિવસના 1 વર્ષ.

ચિરાગ : હા સમજી ગયો એટલે હું એક દિવસ પણ યુવાનીમાં ગુજારુ તો મારી મૂળ ઉંમર 50 વર્ષમાં 1 વર્ષનો વધારો થશે અને પાછા વર્તમાનમાં ફરતા 51 વર્ષ થશે એમ ને ?

બાબા : હા પણ તમે મારી પુરી વાત સાંભળો પછી તમે તમારા વિચારોના ઘોડા હવામાં દોડાવો. તમે સમજ્યા એ બરાબર જ છે પણ અહીં ઉમેરો વર્ષનો થવાનો છે એ વાતનું અચુક ધ્યાન રાખજો.

બીજી શરત તમે યુવાનીમાં ઓછામાં ઓછો 1 દિવસ અને વધારેમાં વધારે 5 દિવસ જ રહી શકશો. જો તમે 1 દિવસ પણ વધારે યુવાનીમાં રહ્યા તો 6ઠા દિવસે મુળ ઉંમર અને વધેલા વર્ષો સાથે સૌના સમક્ષ આવી જશો.

ત્રીજી શરત, જો તમે આ અસંભવ વાતની સાચી હકીકત બીજાને કહશો તો તેના બીજા જ દિવસે વધેલી ઉંમર સાથે વર્તમાનમાં આવી જશો અને ફરી કોઈ દિવસ યુવાનીમાં જઈ શકશો નહિ. સમજ્યાં ?

(ચિરાગ શરત સાંભળતાં થોડો વિચારમાં પડે છે.)

બાબા : બસ આ છે શરત, બોલો મંજૂર છે ?

ચિરાગ : મે પહેલા પણ કહ્યુ હતું કે મારા સપના સાકાર કરવા માટે કંઈ પણ દાવ રમવા તૈયાર છું. મને શરત મંજુર છે મારે શું કરવુ પડશે ?

બાબા : ખરેખર જવાની દીવાની હોય છે માની ગયા તમારા સપના ને ! તમારા સપના જરૂર સાકાર થશે.

(બાબા થેલામાંથી રુદ્રાક્ષની માળા કાઢે છે અને ચિરાગને આપે છે.)

બાબા : આ લે બેટા ! આ રુદ્રાક્ષની માળા તમારા સ્વપ્નો પુરા કરશે. તમારે જ્યારે પણ જવાનીમાં જવું હોય ત્યારે આ માળા ગળામાં ધારણ કરી માળાને હૃદયને સ્પર્શ કરીને ત્રણ વાર ‘જય મહાકાલ’ ઉચારજો. તમારું કામ થઈ જશે.

(ચિરાગ રુદ્રાક્ષની માળા લઈ પહેરવાની તૈયારી કરી છે.)

બાબા : બચ્ચા જરા શાંતિ રાખો ! સંધ્યા સમય પતી જવા દો. કાલ સવારથી શુભારંભ કરો !

ચિરાગ : ઠીક છે બાબા ! પણ મારે જ્યારે મૂળ રૂપમાં આવવુ હોય તો ?

બાબા : મૂળ રૂપમાં આવવા માટે ધારણ કરેલી રુદ્રાક્ષની માળા ઉતારીને હૃદયને સ્પર્શ કરીને ત્રણ વાર ‘જય મહાકાલ’ ઉચારશો તો તમે ફરી વર્તમાનમાં આવી જશો.

ચિરાગ: સમજી ગયો ! તમારો આભાર આ નવા રૂપ માટે ! (બાબાની વાત ગળે ઉતારતાં જવાબ આપ્યો)

બાબા : તથાસ્તુ ! જા જી લે અપની જિંદગી. યાર મે પણ થોડી હિન્દી ફિલ્મો જોઈ છે.

(બન્ને હસે છે.)

[અંધારું]

Please send your feedback on email – sanjay.naika@gmail.com