From the Earth to the Moon (Sequel) - 7 in Gujarati Short Stories by Jules Verne books and stories PDF | ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 7

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 7

પ્રકરણ ૭

ઉન્માદની એક પળ

એક ઘટના, જે વિચિત્ર હતી પરંતુ સમજાવી શકાય એવી પણ હતી, તે આવી વિચિત્ર પરિસ્થિતિઓમાં બની રહી હતી.

ગોળમાંથી ફેંકવામાં આવેલી કોઇપણ વસ્તુ તેની સાથે સાથેજ ચાલવાની હતી અને જ્યાં સુધી ગોળો ન રોકાય ત્યાં સુધી તે પણ રોકાવાની ન હતી. આ એક એવો વિષય હતો જેના પર પૂરી સાંજ ચર્ચા થઇ શકે તેમ અને તો પણ પૂરી થાય એમ ન હતી.

આ ઉપરાંત ત્રણેય મુસાફરોનો ઉત્સાહ એટલે પણ વધ્યો કારણકે તેઓ પોતાની સફરના અંત તરફ આગળ વધી રહ્યા હતા. તેમણે અજાણ્યા અકસ્માતોની આશા રાખી હતી, કોઈ નવી ઘટના થવાની આશા રાખી હતી; હવે જે પ્રકારની માનસિકતામાંથી તેઓ પસાર થઇ રહ્યા હતા કશું પણ તેમને આશ્ચર્ય પમાડી શકે તેમ ન હતું. તેમની અતિઉત્સાહિત કલ્પના ગોળાથી પણ વધુ તિવ્ર ગતિએ આગળ વધી રહી હતી, જેની ખુદની ગતિ ઘટી રહી હતી, જેની પ્રત્યે તેઓ સંવેદનાહીન હતા. પરંતુ ચન્દ્ર એટલો બધો વિશાળ થઇ ચૂક્યો હતો કે તેમને એવું લાગી રહ્યું હતું કે તેઓ તેને વળગી પડશે.

બીજા દિવસે, પાંચમી નવેમ્બરે સવારે પાંચ વાગ્યે ત્રણેય ઉભા થઇ ગયા. જો તમામ ગણતરી સાચી પડે તો આ તેમની મુસાફરીનો અંતિમ દિવસ હતો. એ જ રાત્રે બાર વાગ્યે, અઢાર કલાકમાં, જ્યારે ચન્દ્ર પૂર્ણકળાએ ખીલશે ત્યારે તેઓ એ ચમકતા સિતારા પર પહોંચી જવાના હતા. આગલી મધ્યરાત્રીએ તેમની સફરનો અંત થવાનો હતો જે પ્રાચીન કે અર્વાચીન સમયની સહુથી અદભુત ઘટના બની રહેવાની હતી. આથી તેની પ્રથમ સવારથી જે છિદ્રોમાંથી પોતાના કિરણો વરસાવી રહી હતી તેમણે આનંદના પોકાર સાથે રાત્રીના સિતારાને સલામ કરી.

ચન્દ્ર ભવ્યતાપૂર્વક ચમકતા અવકાશમાં ગતિ કરી રહ્યો હતો. બસ એ થોડો વધુ ઝુકશે અને તે એ બિંદુ પર આવી પહોંચશે જ્યાં તેનું અને ગોળાનું મિલન થશે.

પોતાની ગણતરી અનુસાર બાર્બીકેનને લાગ્યું કે તેઓ ચન્દ્રના ઉત્તર ગોળાર્ધ પર ઉતરાણ કરશે જ્યાં મેદાનો જ મેદાનો છે અને ભાગ્યેજ કોઈ પર્વત જોવા મળે છે. જો એમ થાય તો તેમના માનવા અનુસાર તેમના માટે એ અનુકુળ રહેશે, કારણકે તેમણે એવું વિચાર્યું હતું કે ચન્દ્રની મોટાભાગની સપાટી પર માત્ર ખીણ જ હોય છે.

“આ ઉપરાંત,” માઈકલ આરડને અવલોકન કર્યું, “મેદાન પર ઉતરવું પર્વત પર ઉતરવા કરતા વધારે સરળ રહેશે. વિચારો જો ચન્દ્ર યુરોપના મોન્ટ બ્લાંકના શિખર પર કે પછી એશિયામાં હિમાલયની ટોચ પર ઉતરે તો તેના માટે તે યોગ્ય સ્થાન નહીં હોય.”

“અને,” નિકોલે ઉમેર્યું, “સપાટ મેદાન પર ગોળો સ્થિર રહેશે જ્યારે તે તેના પર ઉતરાણ કરશે, જ્યારે ઢાળ પર શક્ય હોય છે તેમ તે હિમસ્ખલનની માફક નીચે નહીં દોડી પડે અને આથી આપણે સરળતાથી અને સુરક્ષિતપણે તેમાંથી બહાર આવી શકીશું. આથી જે થશે તે સારું જ થશે.”

બિલકુલ, આ નીડર પ્રયાસની સફળતા અંગે હવે કોઈજ શંકા રહી ન હતી. પરંતુ બાર્બીકેન એક વિચારમાં અટવાયેલા હતા, પરંતુ તેઓ પોતાના સાથીદારોને ચિંતામાં મુકવા માંગતા ન હોવાથી તેમણે આ મામલે ચૂપ રહેવાનું નક્કી કર્યું.

ગોળાની દિશા ચન્દ્રના ઉત્તરી ગોળાર્ધ તરફની હતી જે દર્શાવતું હતું કે તેણે પોતાની દિશા થોડી બદલી છે. જે પ્રમાણે ગણતરી કરવામાં આવી હતી તે મુજબ તેણે ચન્દ્રના બિલકુલ કેન્દ્રમાં ઉતરવાનું હતું. હવે જો ત્યાં તે નથી ઉતરવાનો તો તેનો મતલબ હતો કે તેણે દિશા બદલી છે. આમ થવાનું કારણ શું હોઈ શકે? બાર્બીકેન આ બાબતે ન તો કલ્પના કરી શકતા હતા કે ન તો નક્કી કરી શકતા હતા કે આમ દિશા બદલાવાનું મહત્ત્વ શું હોઈ શકે, અને તે માટે તેમની પાસે કોઈ કારણ પણ ન હતું.

જો કે, તેમણે બસ એટલી આશા રાખી કે અન્ય કોઈ પરિણામ ન આવે અને તેઓ ચન્દ્રના ઉપરના ભાગે જ ઉતરાણ કરે જે તેમના માટે વધારે યોગ્ય હતું.

પોતાની ચિંતા સાથીદારોને ન દેખાડતા બાર્બીકેન સતત ચન્દ્રને નિહારતા રહ્યા, એ જોવા માટે કે ગોળાની દિશા હવે બદલાય છે કે કેમ, જો ગોળો પોતાનું લક્ષ્ય ચૂકી જાય તો પરિસ્થતિ ભયંકર બનવાની હતી કારણકે એમ થતા તેઓ ચન્દ્રથી પણ આગળ આંતરગ્રહીય અવકાશમાં પહોંચી જવાના હતા. અત્યારેતો ચન્દ્ર એક સપાટ થાળી જેવી પોતાની બહારની સપાટી દર્શાવી રહ્યો હતો. જો સૂર્યના કિરણો તેના પર આડા પડત તો તેનો પડછાયો ઉંચા પર્વતો દેખાડત જે પૂર્ણ રીતે અલગ પડી જવાની નિશાની હોત. આંખો ભલે જ્વાળામુખીનું પાતાળ જોઈ રહી હોય અને ત્યારબાદ મોટા મેદાનોમાં પડેલી સળંગ તિરાડોને જોઈ રહી હોય. પરંતુ તેમ છતાં તેમની તમામ રાહત તિવ્ર તેજસ્વિતામાં સમતળ થયેલી હતી. તેઓ ભાગ્યેજ એ મોટા વિસ્તારોને જોઈ શકતા હતા જે ચન્દ્રને કોઈ માણસનો ચહેરો આપતા હોય છે.

“ચહેરો જ લાગે છે!” માઈકલ આરડને કહ્યું; “પરંતુ મને સૂર્યની આ સુશીલ બહેન માટે દુઃખ લાગે છે. ખૂબ ખાડાવાળો ચહેરો છે!”

પરંતુ મુસાફરો, જે હવે પોતાની સફરના અંત તરફ જઈ રહ્યા હતા તેઓ આ નવા વિશ્વને સતત નિહારી રહ્યા હતા. તેમણે પોતાની જાતને આ અજાણ્યા દેશોમાંથી પસાર થતા જોયા, તેના ઉન્નત શિખરો પર ચડતા, તેમની ખીણોમાં સફર કરતા હોવાની કલ્પના કરી. અહીં તેમણે વિશાળ સમુદ્રોની કલ્પના કરી. ભાગ્યેજ તેઓ આવા વાતાવરણમાં આવ્યા હશે જ્યાં પહાડોની ઉપનદીઓ પાણીના વહેણથી ખાલી થઇ જતી હોય. પાતાળ તરફ ઝૂકીને તેમણે એવી આશા રાખી કે તેઓ એ અવાજોને સાંભળી શકશે જે અવકાશની ગંભીરતામાં મૂંગા થઇ જતા હોય છે. અંતિમ દિવસ તેમનો સાથ છોડી ચાલ્યો ગયો.

તેમણે સાવ તુચ્છ વિગતો નોંધી. જેમ જેમ તેઓ અંત તરફ આગળ વધવા લાગ્યા એક અજાણી બેચેનીએ તેમને ઘેરી લીધા. એમની આ બેચેની બેવડાઈ જાત જો તેમને ખ્યાલ આવી ગયો હોત કે તેમની ગતિ કેટલી હદ સુધી ઘટી ગઈ છે. એમ થવું તેમને એવો ભય અપાવત કે આટલી ધીમી ગતિ તેમને અંત સુધી લઇ જવા માટે સક્ષમ નથી. આમ એટલા માટે થઇ રહ્યું હતું કારણકે તે સમયે ગોળાનું વજન લગભગ નહીવત થઇ ગયું હતું. તેનું વજન સતત ઘટી રહ્યું હતું અને તે એ જગ્યાએ તદ્દન નાબૂદ થઇ જવાનું હતું જ્યાં ચન્દ્ર અને પૃથ્વીના વાતાવરણ એકબીજાની અસર નિર્મૂળ કરી દેવાના હતા.

આટલીબધી ગંભીરતા હોવા છતાં માઈકલ આરડન તેના સવારના નાસ્તાની જાણીતી નિયમિતતા ચુક્યો નહીં. ગેસની ગરમીથી ઓગળી ગયેલા સૂપથી અદભુત બીજું કશુંજ ન હતું, સચવાયેલા મીટ કરતા સુંદર બીજું કશુંજ ન હતું. નાસ્તામાં શિરમોર રહેલા સુંદર ફ્રેન્ચ વાઇને માઈકલ આરડનને એ નુકતેચીની કરતા ન રોક્યો જેમાં તેણે કહ્યું કે ચન્દ્ર પરના વાઈન્સ જો પેલા જલદ સૂર્ય દ્વારા ગરમ થાય તો તે વધારે ઓગળી જઈને આનાથી પણ વધારે સ્વાદિષ્ટ વાઈન બનાવી શકે તેમ છે, પરંતુ જો એમ થાય તો. ગમે તે હોય પણ તે ભવિષ્યવેત્તા ફ્રેન્ચમેન મેડોક અને કોટ દ’ઓરના કેટલાક ટૂકડાઓ ભૂલ્યો નહીં જેના પર તેની તમામ આશાઓ બંધાયેલી હતી.

રેઇસેટ અને રેગનોટના ઉપકરણોએ સારાએવા સાતત્યથી કાર્ય કર્યું. કાર્બોનિક એસિડના એક કણને પણ પોટાશ કે ઓક્સિજનની અસર ન થઇ, કેપ્ટન નિકોલે કહ્યું, “તે સર્વોત્તમ ગુણવત્તા ધરાવે છે.” ગોળામાં રહેલી સૂકી હવામાં ભેજની ખૂબ ઓછી ગંધ આવી રહી હતી જેમ થવું લંડન, પેરીસ કે પછી ન્યૂયોર્કના ઘણા એપાર્ટમેન્ટ કે પછી થિયેટરોમાં પણ શક્ય ન હતું.

પરંતુ એમ સતત થતું રહે તે માટે સાધનોની વ્યવસ્થિતપણે સાચવણ થવી જરૂરી હોય છે; આથી દરેક સવારે માઈકલ બહાર નીકળવાના કટોકટી સમયના રસ્તાઓ, તેના મિજાગરા તપાસતો, પાયરોમીટરથી ગેસની ગરમી પણ તપાસતો રહેતો. અત્યારસુધીમાં બધુંજ બરોબર જઈ રહ્યું હતું અને મુસાફરો, લાડકા જોસેફ ટી મેટ્સનનું અનુકરણ કરતા સ્થૂળકાય થઇ રહ્યા હતા અને જો તેમની કેદ લાંબો સમય સુધી લંબાઈ ગઈ હોત તો તેમને ઓળખવાનું મુશ્કેલ થઇ પડત. ટૂંકમાં કહીએ તો તેઓ કૂકડા જેવા થઇ રહ્યા હતા અથવાતો જાડા થઇ ગયા હતા.

બારીની બહાર નજર નાખતા બાર્બીકેન શ્વાન અને અન્ય પદાર્થો જે તેમણે ગોળાની બહાર ફેંકી દીધા હતા તેની છાયા જોઈ રહ્યા હતા, જે તેમનો પીછો કરી રહી હતી. ડાયના સેટેલાઈટના અશ્મિઓ, જે કોઇપણ હલનચલન વગર જમીન પર ખુંપી ગયા હતા તેને જોઇને હાસ્યાસ્પદરીતે ભસી રહી હતી.

“તમને ખબર છે મિત્રો,” માઈકલ આરડન બોલ્યો, “કે જો આપણામાંથી કોઈ એક ગોળાના છૂટવા સમયના આઘાતને લીધે મૃત્યુ પામ્યો હોત તો તેના અંતિમસંસ્કાર કરવામાં ઘણી તકલીફ પડી હોત. તમે સમજ્યા હું શું કહી રહ્યો છું? તેને શાંત પાડવા, અહીં શાંત પાડવાનો મતલબ પૃથ્વી પર દાટી દેવાની પ્રક્રિયા ગણવી. તમને ખબર છે એ મૃત શરીર આપણી પાછળ પાછળ પસ્તાવાની જેમ આપણો પીછો કરત.

“એ અત્યંત દુઃખદ હોત,” નિકોલે કહ્યું.

“હા!” માઈકલે બોલવાનું ચાલુ રાખ્યું, “મને એ બાબતનું દુઃખ છે કે હું બહાર ચાલી ન શક્યો. એ કેટલું અભિમાન કરાવનારું હોત જ્યારે હું આ તેજસ્વી અવકાશમાં તરતો હોત અને પોતાની જાતને સૂર્યના શુદ્ધ કિરણોમાં સ્નાન કરાવી શકત. જો બાર્બીકેને આપણને સમુદ્રમાં કુદકો મારવાનું સાધન અને એર-પંપની વ્યવસ્થા કરી આપી હોત તો હું કદાચ બહાર નીકળી શક્યો હોત અને આપણા ગોળાની ઉપર જઈને મુર્ખ રાક્ષસો તરફ તરંગી ઈશારા કરત.

“અરે મારા મિત્ર માઈકલ,” બાર્બીકેને જવાબ આપતા કહ્યું, ”તું મુર્ખ રાક્ષસોને તો પણ મળી શક્યો ન હોત જો તે સમુદ્રી મરજીવાના કપડા પહેર્યા હોત કે પછી હવાનો પંપ તારી સાથે લઇ ગયો હોત, કારણકે તું એમ કરવા જતા પરપોટાની માફક ફૂટી ગયો હોત, અથવાતો આકાશમાં દૂર દૂર સુધી જેમ ફુગ્ગો ઉંચે જતો હોય છે એમ જતો રહ્યો હોત. આથી નિરાશ ન થા. એક બાબતનું કાયમ ધ્યાન રાખજે – જ્યાંસુધી આપણે અવકાશમાં ઉડી રહ્યા છીએ ગોળાની બહારની ભાવનાત્મક સફર કરવાની મનાઈ છે.”

માઈકલ આરડને ગમે તે રીતે પોતાની જાતને સમજાવી લીધી. તેણે એમ સ્વીકાર્યું કે એમ કરવું તકલીફવાળું હતું પરંતુ અશક્ય જરાય ન હતું, પરંતુ તેણે આવું કશું કહ્યું નહીં.

ચર્ચા આ વિષય પરથી અન્ય વિષય તરફ વળી, જેમાં પણ આરડન જરાય નિષ્ફળ ગયો નહીં. એવું લાગી રહ્યું હતું કે આવી પરિસ્થિતિમાં પણ ત્રણેય મિત્રોના મનમાં વિચારો એ જ રીતે પ્રગટ થઇ રહ્યા હતા જે રીતે વસંતની ગરમીમાં વૃક્ષો પર પાંદડા ફૂટી નીકળે છે. તેઓ સવાલો અને તેના મળી રહેલા જવાબોની મધ્યમાં આશ્ચર્યચકિત થઈ રહ્યા હતા. નિકોલે એક પ્રશ્ન કર્યો જેનો જવાબ તુરંત મળી શક્યો નહીં.

“ચાલો સરસ!” તે બોલ્યો, “ચન્દ્ર પર જવું અત્યંત આનંદ અપાવનારું હશે, પરંતુ આપણે પૃથ્વી પર પરત કેવી રીતે થઈશું?”

તેના બંને પ્રેક્ષકો આશ્ચર્ય પામ્યા હોય એવું લાગ્યું. તેમને જોઇને કોઈને એમ જરૂર લાગે કે આ વિચાર તેમણે ક્યારેય કર્યો જ ન હતો.

“એટલે નિકોલ, તારો મતલબ શું છે?” બાર્બીકેને ગંભીરતાથી પૂછ્યું.

“જે દેશમાં આપણે હજી પહોંચ્યા નથી,” માઈકલે ઉમેર્યું, “તેને છોડવાની વાતો કરવી મને તો કસમયનું લાગે છે.”

“હું એમ નથી કહી રહ્યો, મારો મતલબ કોઈ ખામી શોધવાનો પણ નથી,” નિકોલે જવાબ આપ્યો, “પરંતુ હું મારો પ્રશ્ન ફરીથી પૂછીશ, આપણે પૃથ્વી પર પરત કેવી રીતે થઈશું?”

“મને એ અંગે કોઈજ જ્ઞાન નથી,” બાર્બીકેને જવાબ આપ્યો.

“અને મને,” માઈકલે કહ્યું, “જો મને પરત ફરવા અંગે કોઈ જ્ઞાન ન હોત તો મેં આ સફર શરુ જ ન કરી હોત.”

“બસ આ જ જવાબ મારે જોઈતો હતો!” નિકોલે ચિત્કાર કર્યો.

‘હું માઈકલની ભાવનાનું સમર્થન કરું છું,” બાર્બીકેને કહ્યું, “અને ઉમેરું છું કે એ સવાલમાં કોઈજ રસ નથી. આપણે બાદમાં પરત ફરવા અંગે વિચારી શકીએ, આપણે તમામ સાથે મળીને તે અંગે વિચારીશું. જો ત્યાં કોલમ્બિયાડ નહીં હોય તો ગોળો તો હશેજ.”

“હા, એ એક પગલું જરૂર હોઈ શકે. તોપ વગરનો ગોળો!”

“તોપ,” બાર્બીકેને જવાબ આપ્યો, “બનાવી શકાય છે. પાવડરનું ઉત્પાદન થઇ શકે છે. ધાતુઓ, સોલ્ટપીટર કે પછી કોલસો ચન્દ્રની ઉંડાઈમાં નિષ્ફળ જતા નથી, અને આપણે પૃથ્વી પર વજનના નિયમો અનુસાર જો પડવાનું જ હોય તો માત્ર આઠ હજાર લિગ્સની જ સફર ખેડવાની છે.”

“પૂરતું છે,” માઈકલે ઈશારાઓ કરતા કહ્યું. “આપણે હવે પરત થવાની વાત પર બહુ સવાલો કરવા ન જોઈએ. આપણે આ અંગે પૂરતું મનોરંજન મેળવી લીધું છે. અને આપણા જૂના સાથીદારો સાથે સંપર્ક સાધવાનો મુદ્દો છે, તે એટલું મુશ્કેલ નહીં હોય.”

“એ કેવી રીતે?”

“ચન્દ્ર પર થતા જ્વાળામુખીઓ દ્વારા ઉત્પાદિત થતી ઉલ્કાઓ દ્વારા.”

“ખુબ સુંદર વિચાર માઈકલ,” બાર્બીકેને આશ્વસ્ત સ્વરમાં કહ્યું. લાપ્લેસે એ ગણતરી કરી છે કે ચન્દ્રથી પૃથ્વી પર એક ઉલ્કા મોકલવા માટે જ્વાળામુખીની તાકાત એક તોપ કરતા પાંચ ગણી હોય છે અને ત્યાં આ પ્રકારનો માત્ર એક જ જ્વાળામુખી જોવા નથી મળતો.”

“વાહ વાહ!” માઈકલ ખુશ થતા બોલ્યો, “આ ઉલ્કાઓ વગર ખર્ચના પોસ્ટમેન તરીકે ખૂબ મદદરૂપ સાબિત થશે. અને અત્યારસુધી આપણે પોસ્ટ ઓફિસની કેવી મજાક ઉડાવતા હતા! પરંતુ હવે મારે એ અંગે ફેરવિચારણા કરવી પડશે---“

“શું વિચાર કરીશ?”

“એક મહત્ત્વનો વિચાર. આપણે આપણા ગોળા સાથે એક તાર કેમ ન જોડી દીધો? આપણે પૃથ્વી સાથે ટેલિગ્રામ દ્વારા સંપર્કમાં રહી શકત.”

“ઓ દુષ્ટ!” નિકોલે જવાબ આપતા કહ્યું, “તને અઢીલાખ મીટર લાંબા તારનું વજન કેટલું હોય તેનો ખ્યાલ છે ખરો કે નહીં?”

“એવું ખાસ વજન ન હોય! તેઓ કોલમ્બિયાડની ધ્રુજારી ગોળો છૂટતી વખતે ચારગણી અથવાતો પાંચગણી વધારી શક્યા હોત!” માઈકલે દરેક ગતિને વધારતી વખતે તેને વધુને વધુ જોરથી બોલીને કહી.

“પરંતુ, તારી આ દરખાસ્ત સામે એક નાનકડો વાંધો છે,” બાર્બીકેને જવાબ આપ્યો, “અને એ એવો છે કે પૃથ્વી તેની ધરી પર ગોળ ફરે છે અને આથી આ તાર તેની આસપાસ ફિરકીમાં જેમ દોરી વીંટાય છે એમ વીંટાઈ જાત અને આપણે પૃથ્વી પર પછડાયા હોત.”

“રાષ્ટ્રધ્વજના ઓગણચાલીસ સિતારાઓના સમ!” માઈકલ બોલ્યો, “આજકાલ મને આવા અવ્યવહારુ વિચારો આવે છે જે ખરેખર મિત્ર જે ટી મેટ્સનને આવતા હોય છે. પરંતુ મારા વિચાર અનુસાર જો આપણે પૃથ્વી પર પરત નહીં થઇ શકીએ તો જે ટી મેટ્સન તો આપણી પાસે જરૂર આવશે.”

“હા એ જરૂર આવશે,” બાર્બીકેને જવાબ આપ્યો; “એ મહત્ત્વનો અને હિંમતવાન કોમરેડ છે. આ ઉપરાંત સહેલું શું હશે? શું કોલમ્બિયાડ હજી પણ ફ્લોરિડાની ધરતી સાથે ચોંટેલી નહીં હોય? શું પેરોક્સાઈલ નહીં હોય? શું અઢાર વર્ષ બાદ ચન્દ્ર આજની પરિસ્થિતિમાં પરત નહીં આવે?”

“હા,” માઈકલે ચાલુ રાખ્યું, “હા, મેટ્સન આવશે અને તેની સાથે આપણા મિત્રો એટલેકે એલ્ફિસ્ટન, બ્લોમ્સબેરી અને ગન ક્લબના અન્ય સભ્યો પણ આવશે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અને પછી તેઓ પૃથ્વી અને ચન્દ્ર વચ્ચે ગોળાઓની ટ્રેન દોડાવશે! જે ટી મેટ્સનનો જય હો!”

એવી શક્યતાઓ ખરી કે શ્રીમાન જે ટી મેટ્સને તેમના સન્માનમાં થયેલા આ ચિત્કારોને સાંભળ્યા ન હોય પરંતુ તેમના કાનમાં ઝણઝણાટી જરૂર થઇ. તો એ સમયે તેઓ શું કરી રહ્યા હતા? રોકી પર્વતોમાં સ્થિત હતા, લોન્ગ્ઝ પિકના સ્ટેશને, જ્યાં તેઓ અવકાશમાં ફરી રહેલા અદ્રશ્ય ગોળાને શોધવાની કોશિશ કરી રહ્યા હતા અને આ બાબતે કોઈને શંકા પણ ન હોવી જોઈએ. જો એ તેના પ્રિય મિત્રો વિષે વિચારી રહ્યા હશે તો આપણે એમ પણ કહેવું જોઈએ કે તેમના મિત્રો પણ તેમને ઓછા યાદ નહોતા કરતા, અને કોઈ અનોખી ઉત્તેજના હેઠળ તેઓ પોતાના આ મિત્રને યાદ કરવા માટે ખાસોએવો સમય પણ આપી રહ્યા હતા.

પરંતુ, ગોળાના આ ભાડૂઆતોમાં વધી રહેલી ઉત્તેજના ક્યાંથી આવી રહી હતી? તેમના સંયમ વિષે શંકા કરવાને કોઈ સ્થાન નથી, પરંતુ આ ઉત્તેજના કોઈ ખાસ કારણસર તેમને થઇ રહી હતી, કદાચ ચન્દ્રની નજીક પહોંચી રહ્યા હોવાથી થતી હોય એવું બને જે તેમનાથી માત્ર અમુક કલાક જ દૂર હતો, તો શું ચન્દ્રની કોઈ છૂપી અસર તેમનો સ્વભાવ બદલી રહી હતી? ઓવનની ગરમી મેળવી હોય એવા લાલ તેમના ગાલ થઇ ગયા હતા; તેમના સ્વર ઉંચા જઈ રહ્યા હતા; તેમના શબ્દો શેમ્પેઇનની બોટલનું ઢાંકણું જેમ ઉછળીને દૂર જાય એમ ઉછળી રહ્યા હતા, તેમના હાવભાવ ત્રાસજનક બની રહ્યા હતા જેનું પ્રદર્શન કરવા તેમને જગ્યા ઓછી પડી રહી હતી, પરંતુ આશ્ચર્ય પમાડે તેવી વાત એ હતી કે તેમના મનમાં રહેલી ભારેખમ ચિંતા પર કોઈનું પણ ધ્યાન ગયું ન હતું.

“તો હવે,” નિકોલે કહ્યું, “જ્યારે મને ખબર પડી જ ગઈ છે કે આપણે પરત નથી થવાના તો પછી મારે એ જાણવું છે કે આપણે ત્યાં કરીશું શું?”

“શું કરીશું?” બાર્બીકેને પગ પછાડીને જવાબ આપ્યો જાણેકે તેઓ રેલવેના સલૂન પર પગ રાખી રહ્યા હોય, “મને ખબર નથી.”

“તમને ખબર નથી?!” માઈકલે ગોળામાં મનોહર પડઘો પાડતા આશ્ચર્ય સાથે જણાવ્યું.

“ના, મેં એ અંગે વિચાર્યું પણ નથી,” બાર્બીકેને એ જ ઉંચા સૂરમાં જવાબ આપ્યો.

“તો પછી, મને ખબર છે,” માઈકલે કહ્યું.

“તો પછી બોલ ને?,” નિકોલે જોરથી કહ્યું, જે પોતાના અવાજમાં રહેલું ઘુરકીયું દૂર કરી શકવા અસમર્થ હતો.

“મને યોગ્ય લાગશે તો હું બોલીશ,” પોતાના સાથીદારનો હાથ જોરથી પકડતા માઈકલે ઉત્તર આપ્યો.

“આ તારા સ્વભાવમાં છે,” બાર્બીકેને આંખમાં ગુસ્સો અને ધમકીભરી રીતે હાથ ઉંચો કરી ને. “એ તું જ હતો જેણે અમને આ ડરામણી મુસાફરી માટે તૈયાર કર્યા, અને અમારે એ જાણવું છે કે તેની પાછળનું કારણ શું હતું.”

“બરોબર,” કેપ્ટને કહ્યું, “હવે જ્યારે મને ખબર નથી કે હું ક્યાં જઈ રહ્યો છું, મારે એ જાણવું છે કે હું શા માટે જઈ રહ્યો છું.”

“શા માટે?” માઈકલે ઉંચો કુદકો મારતા પૂછ્યું, “શા માટે? યુનાઇટેડ સ્ટેટ્સના નામે ચન્દ્ર પર કબજો જમાવવા; દેશનું ચાલીસમું રાજ્ય ઉમેરવા; ચન્દ્રવાસીઓ પર સામ્રાજ્યવાદ ઠોકી બેસાડવા; ત્યાં ખેતી કરવા; ત્યાંની વસ્તી વધારવા; ત્યાં કળા, વિજ્ઞાન અને ઉદ્યોગના કુશળ કારીગરો મોકલવા; ચન્દ્રવાસીઓને સુસંસ્કૃત બનાવવા; જો તેઓ આપણાથી પણ વધુ સુસંસ્કૃત ન હોય તો; અને જો તેમની પાસે કોઈ દેશ ન હોય તો એમના માટે નવો દેશ બનાવવા!”

“અને જો ત્યાં વસ્તી ન જ હોય તો?” નિકોલે ગુસ્સામાં કહ્યું જે નશાની હાલતમાં હતો અને તેનો વ્યવહાર અત્યારે તેના સ્વભાવ વિરુદ્ધનો લાગી રહ્યો હતો.

“કોણે કહ્યું કે ત્યાં વસ્તી નહીં હોય?” માઈકલે ધમકીભર્યા સૂરમાં પૂછ્યું.

“મેં,” નિકોલ ગર્જયો

“કેપ્ટન,” માઈકલ બોલ્યો, “આવી ઉદ્ધતાઈ ફરીથી ન કરતો નહીં તો તારા દાંત તારા ગળાની નીચે જતા રહેશે!”

બંને દુશ્મનો હવે એકબીજાને મારવા માટે તૈયાર થઇ ગયા હતા અને આ નકામી ચર્ચા હવે એક લડાઈમાં પરિવર્તિત થવાની ધમકી આપી રહી હતી, પરંતુ બાર્બીકેન વચ્ચે પડ્યા.

“બંધ થાવ મારા અભાગીયા મિત્રો,” બંને સાથીદારોને છુટા પાડતા તેઓ બોલ્યા; “જો ત્યાં કોઇપણ નાગરિક નહીં હોય તો આપણે તેમના વગર પણ આપણું કામ કરીશું.”

“હા,” માઈકલ બોલ્યો, જે ખાસ ઉત્સાહિત જણાતો ન હતો; “હા, આપણે એમના વગર આપણું કામ કરીશું. આપણે માત્ર ત્યાં નાગરિકોનું ઉત્પાદન કરવું પડશે. ચન્દ્રવાસીઓ મુર્દાબાદ!”

“ચન્દ્રના રાજ્ય પર આપણો અધિકાર છે,” નિકોલ બોલ્યો.

“ચાલો આપણે ત્રણેય ત્યાં એક દેશ બનાવીએ.”

“હું કોંગ્રેસ હોઈશ,” માઈકલે ચિત્કાર કર્યો.

“અને હું સેનેટ,” નિકોલે બૂમ પાડી.

“અને બાર્બીકેન, રાષ્ટ્રપતિ,” માઈકલે જોરથી કહ્યું.

“દેશના લોકો દ્વારા ચૂંટાયેલો રાષ્ટ્રપતિ નહીં,” બાર્બીકેને જવાબ આપ્યો.

“બહુ સારું, કોંગ્રેસ દ્વારા ચૂંટવામાં આવેલા રાષ્ટ્રપતિ,” માઈકલે આક્રંદ કર્યું; “અને હું કોંગ્રેસ છું એટલે તમે સર્વાનુમતે ચૂંટાઈ ગયા છો!”

“હુર્રા! હુર્રા! હુર્રા! રાષ્ટ્રપતિ બાર્બીકેનનો જય થાવ,” નિકોલે કહ્યું.

“હીપ! હીપ!હીપ!” ફાટી ગયેલા અવાજે માઈકલ આરડને બૂમ પાડી.

ત્યારબાદ રાષ્ટ્રપતિ અને સેનેટે ઉંચા અવાજે “યાંકી ડૂડલ,” ગીત ગાયું અને તેના જવાબમાં કોંગ્રેસે પૌરુષભર્યા અવાજમાં “માર્સેલ્સ” ગાયું.

ત્યારબાદ તેઓ ગાંડાની જેમ નૃત્ય કરવા લાગ્યા, પાગલ જેવા ઈશારાઓ, મૂર્ખાઓની જેમ પગ પછાડવા લાગ્યા અને સર્કસના હાડકા વગરના જોકરની છેમ ગુલાંટો મારવા લાગ્યા. ડાયના પણ નૃત્યમાં જોડાઈ અને પોતાનો વારો આવતા ભસી, અને ગોળાની ટોચ પર કુદી. ત્યારબાદ પાંખો ફફડાવવાના અજાણ્યા અવાજો સંભળાયા અને એક સહુથી સુંદર સવાર પડી હોય તેમ કૂકડાનો અવાજ સંભળાયો જ્યારે પાંચ કે છ મરઘીઓ દીવાલો સાથે જેમ ચામાચિડિયું અથડાય એમ અથડાઈ.

ત્યારબાદ મુસાફરી કરી રહેલા સાથીદારોને નશાથી પણ વધુ ભયજનક અસર સાથે કામ પાર પાડવાનું આવ્યું, હવાને લીધે તેમના શ્વસનના સાધનો સળગીને ગોળાના તળીએ પડ્યા.

***