Jitendra Vaghela
To:Jitu Dinguja,Jitendra Vaghela
6 Aug at 4:47 PM
જોઈએ શું? લાગણી કે ઘૂંઘટ ?
બપોર ના ત્રણ વાગ્યા ને આરવ ના ફોન ની રીંગ વાગી.
આરવ: બોલો મેડમ ... કેમ યાદ કર્યા?
અંજલિ: સાંભળ સાંજે વેહલા આવી જાય અને કદાચ અમે ઘરે ના પોહ્ચ્યા હોઈએ તો બુમાબુમ ના કરતો તને ચા બનાવતા તો આવડેજ છે. કિચન માં પૌવા ચેવડો પડ્યો છે એ તને ખબરજ છે ક્યાં ડબ્બા માં છે. થોડો નાસ્તો કરીલેજે.
આરવ: અરે પણ ક્યાં?
( અંજલિ ની વાત ચાલુજ )
અંજલિ; અરે તું વચ્ચે ના બોલ મારે મોડું થાય છે.વોશરૂમ માં થી બહાર આવે સ્વીચ ઓફ કરવાનું ભૂલતો નહિ.દરરોજ ની જેમ કોઈ હાજર નથી તારા બદલે બંધ કરવા.
આરવ: બોલી લીધું? હવે ઈજાજત હોય તો કઈ બોલું?
અંજલિ: આરવ મજાક નહિ યાર બોલ જલ્દી મારે મોડું થાય છે.
આરવ: અરે માતાજી પણ ..પણ ક્યાં જવાનું,કેમ જવાનું, મારી ઈજાજત ના લેવાની હોય તો કઈ નહિ પણ કેહવાની એ જરૂરી નથી લાગી.લો સીધે સીધા મોડું થાય તો નાસ્તો કરી લેજે... સાલું ઘરમાં કઈ વેલ્યુજ નથી અમારીતો...
અંજલિ: અરે યાર ( બાપુજી ને ચંપલ પહેરતા જોઈ ને) અરે બાપુજી એ ચંપલ તમને થોડા ખુલ્લા પડે છે મોજડી જ પેહરી લો ને. હા હું શું કેહતી હતી? હમમ બા બાપુજી ને લઈને તમારા મામા ના ઘરે જઈ આવું. ઘણા દિવસ થયા છે બા આપણી વ્યસ્તતા ના કારણે કહેતા નથી પણ એમના ભાઈ ને મળવાનું મન તો થાય ને..ચાલ મૂક હવે નીકળવું છે.
(આરવ કઈ જવાબ આપે એ પેહલા તો) ચાલ આવજે, આરવ ભૂખ્યો ના રહેતો પ્લીઝ અમે જલ્દી આવી જઇયે છીએ કહી ને ફોન કટ કરી દીધો.
ઘર આંગણે ઑટો આવી ને ઉભી રહી..અંજલિ એ ઘરના બધા દરવાજા ફરી તપસ્યા બરાબર બંધ છે ની ખાતરી કરી.અને રીક્ષા માં બધા ગોઠવાઈ ગયા.
અંજલિ: અંકલ ડોમીનો આગળ રોકજો થોડી વાર.
રેવાબા: અરે બેટા આપડે અહીંથી સીધું પડે ત્યાં અવળા શુ કામ જવું છે?
અંજલિ:બાપુજી ને પીઝા બહુજ ભાવે છે. ઘરે લાવેલા ખાય અને અહીં ગરમ ગરમ ખાય એની માજા અલગ હોય ને.. વધુ નહિ આપડે એક જ લઈશુ એક એક પીસ આપણે બે બાકી તો બાપુજી પૂરો કરી દેશે.
રેવાબા: અરે તું ક્યાં અત્યારે આવા ટાઈમ બગાડે છે. મોડું થશે તો આરવ પણ ઘરે આવી જશે.
અંજલિ; રાહ જોશે એક દિવસ ચિંતા ના કરો હવે નીકળ્યા તો બે પાંચ મિનિટ આમ કે આમ.
રેવાબા: તું છે ને એક નંબર ની જિદ્દી કદી ક્યારેય માને છે મારી વાત? તે આજે માનવાની? તને યોગ્ય લાગે એ કર.
રીક્ષા ઉભી રહી ગઈ બાપુજી ના મુખડા ઉપર નાનું સરખું સ્માઈલ ઉભરાઈ આવ્યું અંજલિ એ પણ જોઈ રહી હતી,બાપુજી ને પીઝા માટે ખુશ થતા જોઈ ને જાણે એના પૈસા વસુલ થઇ ગયા.હાથ માં એક લાર્જ પીઝા લઈને બા બાપુજી ની શીટ પાસે ની શીટ લઈને અંજલિ બેસી ગઈ. બા બાપુજી ના હાથ માં પીઝા નો પીસ પકડાવ્યો ટોમેટો સોસ સજાવી આપ્યો. બાપુજી એ સ્પાઇસ ની પડીકી પકડી અંજલિએ પ્રેમ થી હાથ માંથી લઇ લીધી. નાના બાળક ને ધમકાવે એમ બાપુજી સામે હસતા મોઢે
અંજલિ: નો સ્પાઇસ બાપુજી..લો આ સોસ સરસ છે.
બાપુજી ને શુ યોગ્ય છે ને શુ અવોઇડ કરવાનું છે એ બાપુજી કરતા અંજલિ વધુ જાણે છે એટલેતો બાપુજી એ અંજલિ આગળ કોઈ દલીલ કરવાની રહેતી નથી.અને ઘરમાં એક વાક્ય કાયમ બોલાતું હોય છે અંજલિ તું ક્યાં મારુ કઈ સાંભળે જ છે તારું ધાર્યુંજ કરે છે ને.. એટલે બાપુજી એ સ્પાઇસ મૂકી સોસ થી ચલાવવું જ પડ્યું.એક વધેલા પીસ માં તું લે તું લે ની રકજક પછી તમતમતાં સ્વાદ ના શોખીન બાપુજી એ ચોથો ટુકડો પૂરો કર્યો.ફરી રિક્ષામાં ગોઠવાઈ ગયા.
મીનાક્ષી એ દરવાજો ખોલ્યો હર્ષ થી છલકાતા બોલી અરે વાહ બા જુઓ તો કોણ આવ્યું? પધારો પધારો .. અરે જાડી તું પણ આવીછે સરસ વેલકમ વેલકમ
મીનાક્ષીએ સાડી નો છેડો ખેંચ્યો મોઢું સાડી ના છેડા થી કવર કર્યું આવીને બા બાપુજી ને પગે લાગી બાજુ ના રૂમ માં અંજલિ બા બાપુજી ને લઈને ગઈ મામા મામી ને પગે લાગી રસોડા માં મીનાક્ષી ને વ્હાલથી હગ કરી ગાલ ઉપર નાની ચુટકી લઇ લીધી.મીનાક્ષી કાચના ગ્લાસ ને ટ્રે ધોવા ગઈ અને અંજલિએ ફ્રિજ માં થી પાણી ની બોટલ કાઢી ને તૈયાર રાખી બંને મેહમાનો ની આગતા સ્વાગતા માં લાગી ગયા. ફરી મીનાક્ષી સાડી નો ઘૂંઘટ ખેંચ્યો ગળા સુધી લગભગ મોઢું ઢંકાઈ ગયું. અને હાથ માં ટ્રે પકડી પાણી આપવા રૂમઝૂમ નીકળી પડી. આશ્ચર્ય ભરી નજરે આ બધું અંજલિ જોતી જ રહી ગઈ. મીનાક્ષી ટ્રે લઈને પડી ના જાય એમ એની આંખો મીનાક્ષી ના પગલાં ગણતી હોય એમ એના પગ માં જોતી રહી ગઈ.
મીનાક્ષી: બોલ જાડી ચા પીવે છે કે કોફી બનાવું?
અંજલિ: તારા હાથ ની ચા પીવા તો આવ્યા છીએ ( બંને મજાક ના મૂળ માં એક બીજાની વાતો માં મશગુલ થતા ગયા ને ચા બની પણ ગઈ)
અંજલિ: તું રહેવાદે ચા નાસ્તો હું આપી આવું છું.
મીનાક્ષી: એવું નચાલે આજે તું મેહમાન છે તો મેહમાન ની જેમ આરામ થી બેસ હું આપી આવું છું.
(મીનાક્ષી ચા નાસ્તો આપીને આવી ત્યાં સુધી માં અંજલિએ બે કપ માં ચા તૈયાર કરી રાખી હતી. બંને ચાલ ની ચુસ્કી લેતા હતા ત્યાં અંજલિ ના આશ્ચર્ય ભાવ ને પારખી ગયેલી મીનાક્ષી બોલી શું વિચાર માં પડ્યા છો બેન તમે?)
અંજલિ: (થોડું હળવું હસી ને ) અરે કઈ નહિ.
મીનાક્ષી: એમ.એ પાસ છું, તારી જેમ જ ... એટલું તો સમજી જાઉં કે તારા મન માં કંઈક સવાલો ચાલી રહ્યા છે. સાચું બોલ શું થયું?
અંજલિ: યાર મીનાક્ષી તું ભણેલી ગણેલી નવા જમાના ની વહુ તારા સસરા એટલેકે મારા મામાજી તો નિવૃત શિક્ષક છે. સાસુ પણ ભણેલા છે. જરૂર શું પડે છે આટલો મોટો ઘૂમટો કાઢ્વાની? હવે ક્યાં સુધી આ બધું પકડી રાખવાનું?
મીનાક્ષી: અરે હોય કઈ.. આપડે આપણી મર્યાદા નથી છોડતા.
અંજલિ:આપણે કેટલી મર્યાદા વાળા છીએ એ ઘૂંઘટ સાબિત કરી આપે?
મીનાક્ષી: એ બાબતે આખી સોસાયટી માં આપડા નામ ના સિક્કા પડે છે. ( મીનાક્ષીના ચેહરાપર અને શબ્દો માં જાણે એ જે કરે છે એનો ઘમંડ છવાયો હોય એમ દેખાઈ આવતું હતું.) લાજ તો નારી નું ઘરેણું છે.સ્ત્રી ની આબરૂ છે. આપણ ખાનદાન નું નાક કહેવાય આપડે જેટલી મર્યાદા રાખીયે એટલું આપણા પિયર નું અને આપણું સારું લાગે. સોસાયટી ની બધી સાસુઓ એમની વહુઓ ને મારા ઉદાહરણ આપે " મીનાક્ષી ને પરણી ને આવે કેટલા વર્ષો થયા કદી મોઢા ઉપરથી કપડું હટ્યું નથી. એ પણ ભણેલીજ છે ને એને ઘરના બધા કામ કરતા ફાવેજ છે ને".આવા વખાણ થાય આપડાતો.
અંજલિ;(આ શબ્દો બોલતી મીનાક્ષી ને જોતીજ રહી ગઈ. ઘડીભરતો અંજલિ ને લાગ્યું કે મીનાક્ષી મને સંભળાવી રહી છે. માનોમન અંજલિ વિચારવા લાગી કે આ એ જ અંજલિ જે ને કોલેજ માં નારી તું નારાયણી વિષય ઉપર નારી શક્તિ ને લઈને પુરુષ પ્રધાન સમાજને ઝાટકી નાખ્યો હતો? ) આવા વખાણ શું કરવાના પણ જેના કારણે બીજી નવી વહુઓ ને પણ ઘૂંઘટ ની ગુલામી માં ખેંચાવું પડે?
મીનાક્ષી: અરે ના ભાઈ જુઓ બીજા ને જે ફાવે એમ રહે આપડે તો આપડી મર્યાદામાં રહેવાનું, અને એમાં કઈ ગુલામી નથી લાગતું હું કઈ કોઈ થી ડરી ને નથી રહેતી જે કહેવાનું હોય કહી પણ દઉં છું. એટલે એવી ચિંતા નાકરે.
(અંજલિ ઉભી થઇ બાજુના રૂમ માંથી ચા નાસ્તા ના વાસણ લઇ આવવા જતી જ હતી ત્યાં મીનાક્ષી એ રોકી અરે બેસ ને યાર હું લઇ આવું.. જાણે મીનાક્ષી ને પોતે આટલી સંસ્કારી અને ઘૂંઘટધારી વહુ તરીકે વડીલો ની સામે આવવાનો નશો અને ગુમાન હોય એવું લાગ્યું.)
ત્યાં બાજુના રૂમ માંથી રેવાબા નો અવાજ આવ્યો આ બે શું વાતે વળી છે? જવું નથી હવે? આ અંજલિ ને કદી સમય નું ભાન ના પડે આરવ ને આવવાનો સમય થયો પણ જો ગપાટા મારે રાખેશે.
અંજલિ: અરે બાપરે બા સારું થયું યાદ કરાવ્યું જોતો ૬ વાગવા આવી ગયા હું તો ભૂલીજ ગઈ. ચાલો ફટાફટ નીકળી જઇયે આરવ તો ઘરે પણ આવી ગયો હશે.(મીનાક્ષી તરફ જોતા ) આ બા તો મારા એલાર્મ વોચ છે બોલ, બા વગર તો હું કેટલાય કામ ભૂલી જાઉં એ ટોકે નહીતો જાણે મારા કોઈ કામ સમય માં પુરાજ ના થાય.
મીનાક્ષી: મારે બા ને કે બાપુજી ને જરૂર ના પડે કઈ સલાહ આપવાની.
અંજલિ: હા એતો જોયું તું મારા ઘરે આવે તો હું ગમેતેટલા સારા કામ કરું પણ બા કેટલી એ વાર રસોડામાં આંટો મારી જ જાય.અંજલિ જોજે ધ્યાન આપજે હો આમ કરજે હો જો કઈ લોચા ના મારતી હો આવી અનેક સલાહો સાથે બા મને કદી એકલી ના પડવા દે. આટલી સલાહો પછી બા એવું કેહતા પણ જાય કે અંજલિ કદી ક્યાં કોઈ નું સાંભળે છે.એ એનું ધાર્યુંજ કરશે.
બા ની આદત છે મારા બધા કામ માં મારી સાથે રેહવાની એ મને ટોકતા હોય એવું નથી લાગતું પણ જાણે મારી સાથેજ હોય એવું લાગ્યા કરે છે.
મીનાક્ષી: મારેતો બા બાપુજી ને એમના રૂમ માં જ જે જોઈએ એ પહોંચાડી દેવાનું હોય. મનેજ યાદ નથી મારા સાસુ ને ક્યારે મેં રસોડામાં જોયા હતા. એમને હવે શું આ બધામાં ચંચુપાત કરવાના આપડે છીએ ને બધું સાંભળી લેવા સક્ક્ષમ.આપણે આપણી રીત સાંભળી શકીયે છીએ તો એ શું બધા માં ટાંગ લગાવવાની?
રેવાબા: (રસોડામાં આવ્યા અંજલિ નો કાન પકડ્યો) તને ખેંચી ને ઉઠાડીએ નહિ ને ત્યાં સુધી તું નીકળે નહિ . ભારે વાતોડિયણ તું હો. એમાં મીનાક્ષી મળી પછી બાકી ક્યાં રહ્યું.
(રીક્ષા ઘરની બહાર ઊભીજ હતી દરવાજા ની બહાર નીકળતા ફરી મીનાક્ષી અને અંજલિ કોઈ વાતે લાગ્યા. અને આ બાજુ બાપુજી રીક્ષા માં બેસવા પ્રયત્ન કરતા અને બા એમને મદદ કરતા. ત્યાં બાપુજી નો અવાજ આવ્યો. અરે અંજલિ.......તું આવને બેટા તારી બા ને ના ફાવે ને ક્યાંક અમે બેઉ પડીશું.
અંજલિ અને મીનાક્ષી ની વાત નો દોર તૂટ્યો અંજલિ નાના બાળકની જેમ દોડી ને રીક્ષા પાસે પોહચી અંજલિ; બા તમે આ બાજુ આવી જાય હું બેસાડું બાપુજી ને..( અંજલિએ બાપુજી નો એક હાથ પકડી પોતાના ખભા ઉપર ટેકવી દીધો બાપુજી ને કમર થી પકડી ટેકો આપી ને હળવે થી રિક્ષામાં બેસાડી દીધા. બાપુજી ને અંજલિ નો ખભો મળતા જાણે સંપૂર્ણ સલામત હોય એવી સલામતી એમના ચેહરા ઉપર દેખાઈ આવતી હતી.અંજલિએ બા ને બેસી જવા કહ્યું.અને બા બાપુજ બેસ્યા પછી થોડી વધેલી જગ્યા માં પોતાની જાત ને સેટ કરી બેસી ગઈ દુપટ્ટો સરખો કર્યો અને રીક્ષા વારા અંકલ ને ઘરે લઇ લેવા કહ્યું.
મીનાક્ષી એના સાસુ સસરા એમને આવજો જજો કરીને ઘરમાં આવ્યા. સાસુ થી બોલાઈ ગયું. અંજલિ બહુ ડાહી છે બે મહિના થાય ને આપડે ભૂલી જઇયે પણ એ યાદ કરીને ફુઈ ને લઈને ભાઈ બેન નું મિલન કરાવવા આવી જ જાય.
મીનાક્ષી: હા ડાહી તો છે જ.પણ જોયું એક રીક્ષા માં સાસુ સસરા સાથે આમ ડ્રેસ પહેરી ને કેવી બેસી ગઈ? ઘર ની વહુ જેવું તો લાગવું જોઈએ ને? મને તો જરાય ના ગમે આવું.
મીનાક્ષી ના સાસુ: એને વહુ બનવાની જરૂરજ ક્યાં છે? જોને હક થી છોકરી બનતા આવડી ગયું છે કાશ હું પણ નાની વહુ હોતી તો એમાંથી કંઈક શીખી લેતી.
(મીનાક્ષી મોઢું ચડાવી ઘૂંઘટ ખેંચી ને રસોડામાં જતી રહી.)
રીક્ષા ઘર આગળ ઉભી રહી આરવ ઘરે આવી ગયો હતો એને દરવાજોખોલ્યો.
આરવ : મામા મામી મજામાં ને?
રેવાબા: હા બેટા જતા આવતા મળતો આવજે તને યાદ કરતા હતા.
અંજલિ: (આરવ સામે જોતા) આ સ્મેલ શાની આવે છે ઘરમાં? ચા બનાવ તા જોર પડે એટલે બજાર નું ખાઈ લેવાનું?
આરવ: હું જ ડફોળ છું તે ચા ની તપેલી ધોઈ નાખી તારામાટે જ રાખવાની હતી તો ખબર પડે તને કે મેં જાતે ચા બનવી છે.
અંજલિ: જાવને તમે હવે નવાઈ કરી બનવી તો? મને તો રસોઈ કરવાની છે જવાદો રસોડામાં.
આરવ: હા જલ્દી કર જા રસોડામાં અમે ટેબલ ઉપર ગોઠવાઈ જઇયે.
અંજલિ: (અંજલિ રસોડામાં જતાજ ) સત્યાનાશ .. ડોમીનો ના આટલા બધા પેકેટ?
આરવ : કેમ એમાં શું સત્યાનાશ.તું આટલા વાગે આવીને રસોઈ ક્યારે કરે અને ક્યારે અમને જમાડે બાપુજી ની ખબર તો છે એમના થી ભૂખ લાંબો ટાઈમ વેઠાતી નથી તો એમની ફેવરેટ આઈટમ જ લેતો આવ્યો આજેતો.
અંજલિ: એમનું ફેવરેટ બીજું ઘણું બધું છે. પીઝા જ લાવવા મળ્યા તમને? ભારે દોઢ ડાહ્યા.
(અંજલિ બપોર ના વધેલા ભાત માંથી મસ્ત પુલાવ બનાવી લીધો.ટેબલ ઉપર બાપુજી બા અને આરવ સાથે એ પણ ગોઠવાઈ ગઈ.પુલાવ ડીશ માં પીરસ્યા પછી બા ની આગળ લાર્જ પીઝા ના બે પેકેટ મુક્યા. બા અને અંજલિ ની નજર એક થઇ બંને એક સાથે બોલી ઉઠ્યા સત્યાનાશ.. અને ખડખડાટ હસી પડ્યા.
અંજલિ: બોલો બા હવે કોણ નથી સાંભળતું તમારું હું કે આરવ?
રેવાબા અને બાપુજી સાથે બોલી ઉઠ્યા એમાં રેવાબા એ કહ્યું તું. અને બાપુજી બોલ્યા આરવ.
અંજલિ: રાઈટ બાપુજી રાઈટ બા તો મનેજ કેહવાના હતા ખબર હતી.બાપુજી સાચા છે આજે.
આરવ; ઓ હલ્લો હું પણ ઘરનો સભ્ય છું આ શું કઈ સમજાય નહિ એવી વાર્તાઓ કરો છો.
રેવાબા: જો આ તારી દોઢડાહી અંજલિ છે ને.. મેં ના કહ્યું તોય કે બાપુજી ને પીઝા બહુ ભાવે છે તો ચાલો ડોમીનો માં લઇ જાઉં...
આરવ: એટલે? તમે લોકો પીઝા ખાઈને આવ્યા? તમે ત્રણે એક બાજુ થઇ ગયા છો હો મને ખબર પણ નથી પડવા દેતા ને એકલા એકલા પીઝા ને ના જાણે શું શું ખાઈ લેતા હશો.
ત્યાં તો બાજુમાં બધાની નજર પડી તો બાપુજી હોટ પીઝા ના બે ટુકડા પુરા કરી લીધા હતા.
રેવાબા: આ અંજલિ છે ને મારુ તો કઈ માનતીજ નથી શું કરું ?
આરવ: બા તને જ હવાદ હતો સ્ત્રી સ્વતંત્રતા નો ઝંડો પકડવાનો. ઘૂંઘટ માં રાખી હોતી તો ખબર પડતી ને. (અંજલિ તરફ વાંકી આંખ કરતા )અંજલિ તારે કાલ થી સાળી પેરીને ઘૂંઘટ કાઢતા શીખી લેવાનું. તું બહુ ચપળ ચપળ કરે છે આજ કાલ.
રેવાબા: ના બાપ મારો ચાંદ નો ટુકડો ઢંકાઈ જાય તો ઘરમાં અંધારું થઇ જાય.
( અને બા અંજલિ તરફ ત્રાંસી નજર કરી ને કઈ કેહવા ગયા તો અંજલિ વચ્ચેજ બોલી ઉઠી.. આમ પણ અંજલિ ક્યાં કોઈ નું કહ્યું સાભળે છે.) બધા ખડખડાટ હસી પડ્યા.
મીઠી મીઠી ફરિયાદો સાથે એક મીઠું મીઠું પરિવાર એના માળામાં કલરવ કરતુ માનવતાની સુગન્ધ પ્રસરાવતું એક બીજાની ખુશીઓ નું પર્યાય બનતું આનંદિત જિંદગી વીતાવતું રહ્યું.
ક્યાંય કોણ શું કહેશે ની ફરિયાદ નહિ ક્યાંય કોઈ સંસ્કાર નામે અવ્યવહારિક પરમ્પરા ની પૂજા નહિ, ક્યાંય ઘૂંઘટ ઓઢેલા રોબોટ જેવા માનવી નહિ અને ક્યાંય વહુ દીકરી ના ફર્ક નહિ.
એક પરિવાર ઘૂંઘટ ફગાવી લાગણીમાં લપેટાઈ ગયો . અને એક પરિવાર દુનિયા ને ઘૂંઘટ થી સંસ્કાર બતાવતા બતાવતા જ કૃતિમ સબન્ધો નો મોહતાજ થઇ ગયો.
જીતુ ડીંગુજા
૯૯૨૪૧૧૦૭૬૧
Jitendra Vaghela VP Operation (09924110761)
Motivation Engineers & Infrastructure Pvt Ltd