Sapnu thai jashe. Sapnu thai gayu in Gujarati Motivational Stories by Chavda Girimalsinh Giri books and stories PDF | સપનું થઈ જશે. ‌ - સપનું થઈ ગયું

Featured Books
Categories
Share

સપનું થઈ જશે. ‌ - સપનું થઈ ગયું

આજે વાત કરવી છે એક એવા છોકરાની જે પોતે ગામડા ની અંદર મોટો થાય છે પણ તેના જિંદગીના સપના શહેરના છે. તેને નાનપણથી જ થતું રહેતું કે " મોટો થઈને મારે પોતાની જાતને શહેરમાં જઈને આગળ વધારવી છે.

નામ મોહન નામ એવા ગુણ, જિંદગીની ભાગદોડમાં મોહન નાનપણથી ઘણું બધું સહન કરવા માટે કટિબદ્ધ હતો.

સપનું સપનું એટલે શું?
આપણા મનની અંદર નો એક એવો સવાલ કે જે કોઈ ભાગ્યે જ કોઈક આપણને જવાબ આપશે. પણ મારા પ્રમાણે એટલે કે મોહન નું સપનુ એટલે એક એવી વસ્તુ જે એવી વસ્તુ કે જે આપણી જિંદગીમા "આધાર સ્થંભ" તરીકે કામ કરે છે.આમ મોહનને પોતાના સમાજનું અને ગામનુ નામ રોશન કરવું ‌હતુ.

મોહનનો ઉછેરે નાનપણથી જ ગામડામાં થયો હતો. તેને એવું જ વાતાવરણ મળ્યું હતું જે તેને ગમતું નહોતું. અને ક્યાંકને ક્યાંક થતુ રહેતું મારે શહેરમાં જઈને મારા સપના પુરા કરવા છે.

મારા માટે આ ગામડું બની જ નથી. હવે કંઈક કરી બતાવવું છે. જીવનને અને મારા મમ્મી-પપ્પાને પણ હું બતાવી કે મોહન જિંદગી ના સપનાને પુરા કરવા માટે કયા હદ સુધી જઈ શકે છે.
બસ‌ હવે કાંઈક કરી બતાવ્યું છે આ જિંદગીને પણ બતાવી દઈશ કે કે હું કોણ છું અને તેને કેટલી હદ સુધી લઈ જવી છે. બધા લોકો એ મોહનને ઓળખ્યો નહિ નહિ કે મોહન હવે શું કરી શકશે.

મોહન અને તેના ઘરના સભ્યો બધા એવા લોકો હતા જે તેને સાથે હતા. તેના સપનાના સાથી હતા. પણ હવે તેને પોતાના સપનાને એકલા અને એકલા જ રાહ ઉપર ચાલીને પોતાના સપનાઓને પુરા કરવાના છે. અને ક્યાંકને ક્યાંક તેને પોતાના ઘરનું અને બહારનું વાતાવરણ અડચણરૂપ બનતું હતું.

અત્યાર ના સમયની અંદર ઘણા બધા એવા લોકો છે કે જેને આ પરિસ્થિતિ સામનો કરવો પડે છે. તેને કંઈક કરી તો બતાવવું છે પણ તેના સમાજના લોકો અને તેની ગામડાની રૂઢિગત રીતો ક્યાંકને ક્યાંક તેને અને અડચણરૂપ બને છે અને ક્યાંક ને ક્યાંક તેઓના સપનાને ચૂરચૂર કરી નાખે છે.

મોહન આ બધી બાબત થી વાકેફ હતો. અને તેની એ બાબતને ધ્યાનમાં રાખીતો કે હું કોણ છું.
બસ હવે હું અને મારુ સપનુ બંને સાથે મળીને આ દુનિયાને જીતવી છે. દુનિયાને બતાવી દેવું છે કે હું કોણ છું. આ દુનિયાને બતાવી દઈશ કે હું આવી રહ્યો છું.

મોહન ઘરનું વાતાવરણ હતું કે તેને હંમેશા સતાવતી રહેતી લાગતું હતું કે આ વાતાવરણ માં હું મારી જાતને કેવી રીતના આગળ વધારી પણ તેના પપ્પા તેના "આત્મબળ" તરીકે કામ કરતા હતા.

તેમના સપના પુરા કરવા માટે તે તત્પર હતા પણ એમણે એમ હતું કે તેમનો દીકરો તેના જ ગામમાં રહે તેની સાથે જ રહે તેના સપના પૂરા કરે ને પોતાના પણ કરે.

તેના પપ્પા અને હંમેશા કહેતા હતા કે : "બેટા આપણે શહેરના સપને ન જોવો જોઈએ આપણે આપણે ગામમાં રહીને આપણા સપના પુરા કરવા ત્યાં બધા લોકો સ્વાર્થી હોય છે."

મોહનને તો એક જૂનુન ચડી ગઈ હતી એના હવે સપના પુરા કરવા જોઈએ તો શહેરમાં છે બાકી સપના જોવાનું બંધ.

જેમ જેમ આગળ વધતો હતો તેમ તેમ તેને સપના પણ આકાર લઇ રહ્યા હતા. તેને લાગવા લાગ્યું હતું કે હવે મારા સપના પણ પૂરી થઈ રહ્યા છે તેને પોતાની જાતને એટલી પણ સક્ષમ બનાવી દીધી હતી એવો તને લાગ્યો જ લાગ્યું કે મારું સપનાનું શહેર હવે દુર નથી. કે જ્યાં મારા સપના પૂરા કરીશ.

પણ તેને ખ્યાલ હતો કે તે સપનાની અને સફળતા ભાગદોડની વચ્ચે પોતાનું કામ પોતાની ગામની યાદો, પોતાની ઘરની યાદો પાછળ છોડતો જાતો છે. તેને ખ્યાલ પણ નહિ આવે છે કે આ યાદો તેને પાછી મેળવવાની મથામણ કરવા છતાં પણ નહીં મળે.

ગામની સવારે સવારે ઊઠીને મમ્મીના હાથ "ધી" વાળો રોટલાનો સ્વાદ ,દાદીમાના હાથની બનાવેલી લસણવાળી ચટણીનો સ્વાદ ,ખેતર આગના તાપણામાં પપ્પાએ બનાવેલા મકાઈના ડોડા નો સ્વાદ,ભાઈ અને બહેન નો પ્રેમ,બધા જ પ્રકારની તેના ગામડાની યાદો તેના માટે યાદ બની ને રહી જવાની છે.

પણ તેને તો જીદ પકડી લીધી હતી. હવે સપનાં જોવા છે તો શહેરના છે બાકી હવે સપના જોવાનું માંડીવાળો. આમ તે જિંદગીની ભાગદોડને પાર કરતો કરતો આગળ નીકળવા લાગીયો.

કોલેજ એડમિશન એડમિશન લઈ પોતાના સપનાને એક રાહ આપી.

ત્રણ વરસ કોલેજના પૂરા કરી મોહન "કોમ્પ્યુટર એન્જિનિયર" ડિગ્રી પ્રાપ્ત કરી. ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી તેને એક પ્રથમ કક્ષાની એન્જિનિયરની એન્જિનિયરની નોકરી મળી ગઈ. અને તેને શહેરમાં જઈને નોકરી કરવાનો મોકો મળ્યો.

જે જિંદગીના સપના જોયા હતા કે જે તેને હંમેશા દિવસની રાહ જોતા હતો. જે ‌દિવસને આતુરતાથી રાહ જોતો હતો. બસ હવે તને લાગ્યું કે હવે મારા સપના દૂર નથી હું મારા બધા જ મારા સપના પૂરા કરી નાખીશ.

મમ્મી-પપ્પાને આશીર્વાદ લઇ અને પોતાની સપનાની વાટ લઈ શહેર તરફ પ્રયાણ કરી લીધું.

શહેરમાં આવતાની સાથે જ તેને તેના સપના તેની નજર સામે દેખાઈ રહ્યા હતા હવે પોતાની જાતને આ શહેરની અંદર જકડી રાખવી છે. પોતાની એક આગવી ઓળખ ઊભી કરવી છે. અને તે પોતાના અને પોતાના કામમાં એટલો મગ્ન કહેવા લાગ્યો કે તેને પોતાના મમ્મી-પપ્પા અને પોતાના ગામની પણ યાદ આવતી ન હતી.

બસ તેને તેનું સપના અને પોતે બંને કાર્યની અંદર બહુ જ રચ્યાપચ્યા રહેતા અને બીજું કશું સૂઝતું જ નથી.

આમ દિવસો જતાં તેને શહેરની અંદર ત્રણ વર્ષ ની પોતાની યાત્રા પુરી કરી અને તે યાત્રામાં તેને એક દિવસ વિચાર આવ્યો કે દિવસો ની સાથે સાથે ઘણું બધું પાછળ છોડતો જાઉ છુ.

જે મારા માટે બનેલું છે. જે મારું છે જે મારાથી કોઈ છીનવી શકે એમ નથી અને એ હતું એનું "ગામ" અને "ગામની યાદો" .

એ સવારથી સાંજ સુધી લઈને ગામની પાદર ની અંદર રમવા જવાની મજા , મમ્મી-પપ્પાના સવારથી આપેલા આશીર્વાદ જે મને સાંજ સુધી એક પોઝિટિવ એનર્જી તરીકે કામ કરતાં એ "આશીર્વાદ" ,દાદીમાની નિસ્વાર્થ ભર્યું ચુંબન જે મને અહીંયા મળતું નથી.

રિક્ષામાં બેસીને નિશાળે જવાનું, કોલેજે જવાનું,સવાર થી લઇને સાંજ સુધીની મારી સફર મને અહીંયાં આ ટ્રાફિકની ભાગદોડમાં જોવા મળતી નથી.

અને મોહન ને એક વિચાર આવ્યો.

"ગામથી નીકળ્યો હતો એક સપનું લઈને, શું ? ખબર ગામ જવું જ એક સપનું થઈ જશે. ‌"

બસ આ એક વિચારે મોહનની જિંદગીને બદલી નાખી તે પોતાના એ સપનાઓને એક અલગ સપનામાં પરિવર્તન કરી પોતાના ગામ તરફ પ્રયાણ કરે છે. અને પોતાના સપના ગામમાં આવીને પુરા કરે છે અને તે પોતાની જાતને હવે સંતોષ માની ને કહેવા લાગ્યો છે.

જે મારા સપના શહેરમાં હતા તે સપના હતા પણ હવે હું મારા ઘરે અને મારા ગામે જે સપનાં જોઉં છું તેને પૂરા કરવાની જરૂર નથી કેમકે મારું સપનું હવે મારુ ગામ અને મારા માતા-પિતા છે. મમ્મી-પપ્પાને તેને પોતાના મોહન મળી ગયો.

સારાંશ:

જીવન અને એ જીવનની ભાગ-દોડમાં આપણે ઘણા બધા સપનાં જોઈએ છીએ ,ભાગ-દોડમાં ને એ ભાગ-દોડમાં આપણે આપણું ઘર આપણા માતા-પિતા આપણે યાદો ઘણું બધું પાછળ મુકતા જઈએ છીએ પણ ખ્યાલ નથી આવતો કે એ જ આપણા સપના છે.