Ruh sathe Ishq - 7 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક ૭

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રૂહ સાથે ઈશ્ક ૭

રૂહ સાથે ઈશ્ક..

(૭)

સ્વાતિ ની રૂહ રાહુલ ને જણાવે છે કે કઈ રીતે પોતે પ્રિન્સિપાલ કેશવ આર્ય ને તપન દેસાઈ અને માધવ બુચ દ્વારા ચલાવતાં સેક્સ કાંડ ની માહિતી આપવા જાય છે.. એ બધાં હકીકત માં મળેલા હોય છે અને એમનાં દ્વારા સ્વાતિ અને એના મિત્ર પવન ની હત્યા કરવામાં આવે છે અને સ્વાતિ ની હત્યા પહેલાં એનો રેપ પણ થાય છે… ત્યારબાદ માધવ બુચ ને મારીને પોતાની મોત નો બદલો લીધાં પછી એક તાંત્રિક દ્વારા એની આત્મા ને પણ ભોજનાલય માં કેદ કરવામાં આવે છે.. આ જાણ્યાં પછી રાહુલ સ્વાતિ ને એ તાંત્રિકે રચેલી કેદમાંથી મુક્ત કરે છે અને સ્વાતિ આગળ પ્રેમ નો પ્રસ્તાવ રાખે છે જે થોડી આનાકાની પછી સ્વાતિ સ્વીકારી લે છે.. હવે વાંચો આગળ

***

સ્વાતિ ભોજનાલય માં તાંત્રિક દ્વારા રચેલી કેદમાંથી મુક્ત થયાં પછી ખૂબ જ ખુશ હોય છે..અને પોતાની આ ખુશી માટે સ્વાતિ રાહુલ ને જ જવાબદાર માનતી હોય છે..રાહુલ ના પ્રેમ નો પોતે સ્વીકાર તો કરી લે છે પણ સ્વાતિ જાણતી હોય છે કે એની અને રાહુલ ની પ્રેમ કહાની નો જેવો એ પોતાનાં બધાં કાતીલો જોડે બદલો લઈ લેશે એવો જ અંત આવી જશે..!!

રાહુલ પણ સ્વાતિ દ્વારા પોતાનાં પ્રેમ નો સ્વીકાર કરાતાં બેહદ ખુશ હોય છે..હવે સ્વાતિ ની મોત માટે જવાબદાર પ્રિન્સિપાલ આર્ય,તપન દેસાઈ,માલવીકા જાની અને લાલજી નો ખાત્મો કરવો એ પોતાનું પણ મકસદ બની ગયું છે એવું રાહુલ મનોમન નક્કી કરી ચુક્યો હતો.

એ રાત રાહુલે સ્વાતિ ની સાથે જ પસાર કરી..સ્વાતિ પણ રાહુલ ના ખોળામાં માથું રાખી પોતાનું બધું દર્દ ભૂલી ગઈ હોવાનું અનુભવતી હતી..રાહુલ ને પણ આજે પોતાનો પ્રથમ પ્રેમ મળ્યાનો આનંદ હતો..સ્વાતિ નાં મખમલ જેવાં સુંવાળા ગાલ પર હાથ ફેરવતાં રાહુલે સ્વાતિ ને પૂછ્યું.

"તો હવે તમે પ્રથમ કોનો ખાત્મો કરવાનાં છો..?"

"રાહુલ સમજયા કે તું બહુ ઈનોસન્ટ છે પણ આમ મને તમે તમે ના બોલ..મને નથી ગમતું..અને રહી વાત બદલા ની તો મારો સૌથી પહેલો ટારગેટ બનશે..હોસ્ટેલ નો ચોકીદાર લાલજી. મારાં બેભાન હોવાં છતાં પણ આ લાલજી એ મારી સાથે પાશવી બળાત્કાર કર્યો અને પછી મારુ માથું પથ્થર મારી ને કચડી દીધું અને મને મારી નાંખી..આ અધમ માણસ ને હું આવતીકાલે મોત ને ઘાટ ઉતારી દઈશ.."સ્વાતિ એ કહ્યું.

"સારું હવે હું તને તું જ કહીશ.."આટલું કહી રાહુલે સ્વાતિ નાં ગાલ ને ચુમી લીધાં.

"બહુ સીધો હોવાનું નાટક કરે છે ને અત્યારે તો જપ થતી નથી.."મીઠો સણકો કરતી હોય એમ સ્વાતિ બોલી.

"તમે..સોરી તું છે જ એટલી હસીન કે મારાં જેવો ભગત માણસ પણ પોતાની જાત પર કાબુ નથી રાખી શકતો.."રાહુલે હસીને કહ્યું.

"હા હવે તું તો મારા વખાણ જ કરીશ ને.."સ્વાતિ એ પણ હસીને કહ્યું.

"ચાલ હવે સવાર થવા આવી..કાલે રાતે લાલજી નો ખાત્મો કરવાનું તો તે કહી દીધું પણ તું એનો અંત કઈ રીતે કરીશ..કેમકે તારે એ પણ સાચવવાનું છે કે કોઈને એવી ખબર ના પડે કે લાલજી ની હત્યા કોઈ પ્રેત કે આત્મા દ્વારા થઈ છે.."રાહુલે સુચન કરતાં કહ્યું.

"હા મને ખબર છે કે મારે શું કરવાનું છે..આ વખતે હું કોઈ ભૂલ કરવા નથી માંગતી..એ માટે હું કહું એટલું તારે કરવાનું છે."આમ કહી સ્વાતિ એ એને કાલે શું કરવાનું છે એ અંગે અમુક સૂચનો રાહુલને આપ્યાં.

"સારું તો કાલે મળીએ.."રાહુલે કહ્યું.

થોડી જ વાર માં સ્વાતિ પવન ની એક તેજ ની એક લહેરખી સાથે હવામાં ક્યાંક વિલુપ્ત થઈ ગઈ અને રાહુલ એને વિલુપ્ત થતાં જોઈ જ રહ્યો..સવારે શ્રવણ આવતાં રાહુલ પોતાનાં રૂમ પર જઈને સુઈ ગયો.. આજેપણ એને હર્ષ અને સાગર ને પોતે કોલેજ નથી આવવાનો એવું જણાવી દીધું.

રાહુલ ક્યારેય કોઈ દિવસ કોલેજ માં રજા નહોતો પાડતો પણ એનું આમ સળંગ બે દિવસ સુધી કોલેજ માં નહીં આવવાની વાત હર્ષ અને સાગર ને થોડી ખટકી તો હતી..પણ એ બંને ચૂપ રહ્યાં.

***

એ દિવસે પણ જેવું જમવાનું પતાવી ને હર્ષ અને સાગર રૂમ માં આવ્યાં એટલે એમને જોયું કે રાહુલ પોતાની બુક્સ લઈ આજે પણ બહાર નીકળી ગયો. આજે તો એને હર્ષ અને સાગર ને પોતે જાય છે એવું કહેવું પણ મુનાસીબ ના સમજ્યું.

"અલ્યા સાગરીયા લાગે છે આ તણપો કોઈક નવી વેતરણ માં લાગે છે..સાલો રોજ રાતે નીકળી જાય છે અને દિવસભર ઊંઘે છે..કંઈક તો લોચા છે.."રાહુલ ના જતાં વેંત જ હર્ષે સાગર ને ઉદ્દેશીને કહ્યું.

"ભાઈ તું કેરી ખા..ગોટલીઓ ના ગણીશ.. અરે એ જાય એમાં ફાયદો તો આપણ ને જ છે ને..એ જે કરતો હોય એ આપણે તો રોજ રાતે હનીમૂન કરીએ છીએ કે નહીં..?" હર્ષે સાગર ની વાત ને ઇગ્નોર કરતાં કહ્યું.

"હા ભાઈ એ તો છે..સારું તો કહી દે પેલી બે ને કે આજે રાતે પણ થઈ જાય.."હર્ષે કહ્યું..હર્ષ નાં આટલું કહેતાં ની સાથે એને નિત્યા ને કોલ કરી આજેપણ રાહુલ નથી એ જણાવી દીધું.

આ તરફ રૂમમાંથી નીકળીને હર્ષ સીધો પગથિયાં ઉતરી લાલજી ની પાસે જઈને ઉભો રહ્યો..રાહુલ નો હસતો ચહેરો જોઈ લાલજી એ પોતાની આદત મુજબ પૂછી જ લીધું..

"કેમ રાહુલ ભાઈ આજે તો પાર્ટી ખૂબ ખુશ લાગે છે..?"

"અરે કંઈ નહીં એતો હવે સિક્રેટ વાત છે.."રાહુલે પોતાનાં પ્લાન મુજબ કહ્યું.

"હશે ભાઈ..આતો શ્રવણ હવે રોજ રાતે હોસ્ટેલ માં એનાં રૂમ પર ઊંઘવા આવે છે તો કાલે મેં પૂછ્યું કે રાતે ભોજનાલય કોણ સંભાળે છે..??તો એને કીધું કે રાહુલ ભાઈ રીડિંગ માટે ત્યાં આવે છે એટલે હું સુવા અહીં આવી જાઉં છું.."લાલજી એ જણાવ્યું.

"સાચી વાત છે..હું રાતભર ત્યાં જ હોઉં છું એટલે મેં જ એને કિધેલું કે તારે રૂમ માં જવું હોય તો જા"રાહુલે ટૂંક માં પતાવ્યું.

"હા આમપણ તમે હો તો પછી શ્રવણ નું ત્યાં શું કામ..બાકી તમે પેલી સિક્રેટ વાત નું કહેતાં હતાં.. મને નહીં કહો એ સિક્રેટ વાત..?"રાહુલ ની વાત સાંભળી લાલજી ને એ કઈ સિક્રેટ વાત વિશે કહેતો હતો એ જાણવાની તાલાવેલી જાગી હતી.

"જો ભાઈ લાલજી તારે કોઈને કહેવાનું નહીં તો તને કહું..?"લાલજી ના કાન જોડે પોતાનું મોઢું લાવી ધીરેથી રાહુલ બોલ્યો.

"હા હું કોઈને કંઈપણ નહીં કહું..મારી થનારી બૈરી ના સમ"લાલજી એ ગળે હાથ રાખી ને કહ્યું.

"તો સાંભળ..રોજ રાતે આ હોસ્ટેલ માંથી એક છોકરી ભોજનાલય માં આવી ને મારી રાત રંગીન બનાવી જાય છે..આપણે તો જલસા પડી ગયાં છે..બસ હવે આટલું જ કહીશ...હવે તું પાછો મહેરબાની કરી એ છોકરી નું તું નામ ના પૂછતો..?"રાહુલે સ્વાતિ એ કહ્યા મુજબ ની વાત લાલજી ને કરી.

"રાહુલ ભાઈ તમતમારે જલસા કરો.. અને મારાં માટે કોઈ સેવા નું કામ હોય તો બોલો.."લાલજી એ કહ્યું.

"ના અત્યારે તો કોઈ કામ નથી પણ ભવિષ્ય માં હશે તો તને ચોક્કસ કહીશ.."આટલું કહી રાહુલ ત્યાંથી નીકળી ગયો..જતાં જતાં જુનાં હિન્દી ગીત ની પંક્તિઓ એનાં મુખે હતી.

"આજા રે આજા રે મેરે દિલબર આજા

દિલ કી પ્યાસ બુઝા જા રે.."

"આજે તો રાહુલીયા ને એ છોકરી જોડે રંગેહાથ પકડી ને તમારાં બે નાં ફોટા પાડી એ છોકરી ને બ્લેકમેઈલ કરી હું પણ એ છોકરી જોડે મજા ના કરું તો મારું નામ પણ લાલજી નહીં.."રાહુલ નાં જતાં ની સાથે લાલજી એનાં અસલ રંગ માં આવી ગયો હોય એમ બોલ્યો.

આ તરફ રાહુલ પણ મનોમન લાલજી પર હસતો હતો કે આજે તો લાલજી નું ભવિષ્ય જ નહીં વધે અને એ પોતે ભુતકાળ બની જવાનો છે એ નક્કી છે..!

***

રાહુલ નાં કહ્યા મુજબ રાતે હોસ્ટેલ માંથી કોણ રાહુલ ની સાથે રાત પસાર કરવા કોણ જાય છે એતો આજે જોવું જ રહ્યું..આમ તો લાલજી રોજ રાતે બે પેક મારી ત્યાં ટેબલ પર જ સુઈ જતો પણ આજે એ જાગતો રહ્યો.. કેમકે એનાં મગજ માં સેક્સ નો વિચાર જાગતો પછી એ વહેલો શાંત નહોતો થતો.

રાત નાં બાર વાગ્યાં પણ હજુ સુધી કોઈ આવ્યું નહીં એટલે લાલજી મનોમન રાહુલ ને ગાળો દેવા લાગ્યો..

"સાલો મને ઉલ્લુ બનાવી ગયો લાગે છે..છોકરી નું નામ દઈ મને અહીં આખી રાત જાગવા માટે છોડી ગયો છે.."

રાહુલ પોતાની સાથે મજાક કરતો હતો એવું લાગ્યાં પછી લાલજી એ સુઈ જવા માટે જેવી આંખ મીંચી એવો સેન્ડલ નો અવાજ સાંભળી એ સતેજ થઈ ગયો..આવનાર વ્યક્તિ ને ખબર ના પડે કે પોતે જાગે છે એવું દર્શાવવા લાલજી એ સુવાનું નાટક કર્યું..ધીરે ધીરે એ સેન્ડલ નો અવાજ પોતાની બાજુમાંથી પસાર થઈ હોસ્ટેલ ના મેઈન ગેટ તરફ જતો લાગ્યો એટલે લાલજી એ પોતાની આંખ અડધી ખોલી ને નજર કરી..એક યુવતી પિંક કલર ની ખુલ્લી ટીશર્ટ અને કાળાં ટપકાં વાળી સફેદ રંગ ની કોટન ની શોર્ટ ચડ્ડી પહેરી ને હોસ્ટેલ બહાર જતી જણાઈ.

"એની માં ને યાર સોલિડ લાગે છે..રાહુલ્યા ની તો લોટરી લાગી ગઈ હશે આની જોડે જલસા કરી.."એ યુવતી નાં ખુલ્લા પગ અને પૃષ્ઠ ભાગ ને વાસનભરી નજરે જોઈને લાલજી બબડયો.

એ યુવતી થોડી દૂર ગઈ હોય એવું લાગતાં લાલજી પોતાની જગ્યા એ થી ઉભો થયો અને હોસ્ટેલ ના મેઈન ડોર સુધી આવીને ઉભો રહ્યો..લાલજી એ જોયું કે એ યુવતી સીધી ભોજનાલય માં પ્રવેશી.

લાલજી એ દસેક મિનિટ રાહ જોઈ..પછી એને ધરપત ના થઈ એટલે નીકળી પડ્યો ઘીમાં પગલે ભોજનાલય તરફ..સ્વાતિ નાં કહ્યા મુજબ ની વાત રાહુલે લાલજી ને કરી અને સ્વાતિ મોર્ડન કપડાં માં એની બાજુમાંથી પસાર થઈ એટલે લાલજી કંઈપણ સમજ્યા વિચાર્યા વગર સ્વાતિ ની આત્મા ની પાછળ ભોજનાલય તરફ આગળ વધી રહ્યો હતો.

"આ રાહુલીયા નો ખેલ ચાલુ થઈ ગયો હશે..હવે જઈને બંને ને રંગેહાથ પકડું પછી વાત છે .."મનોમન આવું બોલતો બોલતો લાલજી છેક ભોજનાલય સુધી પહોંચી ચુક્યો હતો.

ભોજનાલય નો દરવાજો બંધ હતો..પણ અંદર થી રાહુલ નાં અને એ યુવતી નાં માદક અવાજો બહાર સુધી પહોંચી રહ્યાં હતાં..

"રાહુલ..આમ જ તું મારી પ્યાસ હંમેશા બુઝાવતો રહેજે.."એ યુવતી બોલી.

"હા હું અને તું હવે રોજ આ ભોજનાલય માં જ આપણી સુહાગરાત મનવીશું.."રાહુલ નો અવાજ સંભળાયો.

"હા રાહુલ ગીવ મી ટાઈટ હગ.. લવ યુ સો મચ.."મદહોશ કરી નાંખતો એ યુવતી નો અવાજ લાલજી ને સંભળાઈ રહ્યો હતો.

"યા બેબી..લવ યુ ટૂ.."રાહુલે કહ્યું.

"લાગે છે બંને લાગી પડ્યાં છે..અહીં થી તો અંદર દેખાય એવી શક્યતા જ નથી..અને હું જો જોર કરીશ બારણું ખોલવા માટે તો ક્યાંક એવું બને કે બંને અંદર સાવધ થઈ જાય..એનાં કરતાં ભોજનાલય ની પાછળ આવેલી બારીમાંથી અંદર શું ચાલે છે એ જોઉં..પછી આગળ નું પ્લાનિંગ વિચારું.."આટલું કહી લાલજી ભોજનાલય ની પાછળ નાં ભાગ માં ગયો.

ત્યાં આવેલી બારીમાંથી લાલજી એ અંદર નજર કરી તો રાહુલ કોઈક યુવતી સાથે અનાવૃત દેહે રતિક્રીડા માં મગ્ન હતો..લાલજી એ યુવતી નો ચહેરો જોવાની કોશિશ માં લાગી રહ્યો પણ એની ખુલ્લી ઝુલ્ફો નું આવરણ એનાં ચહેરા ની ઉપર આવી જતું એટલે લાલજી થી એ યુવતી નો ચહેરો જોઈ શકાયો નહીં.

"મારે અંદર જવું જ પડશે..વીડિયો ઉતારવાનો કે ફોટો પાડવાનો મેળ નહીં પડે એનાં કરતાં પાછળ નો દાદરો ચડી ને અંદર ઉતરું.."ભોજનાલય ની પાછળ નાં ભાગમાં એક દાદરો હતો જેનાં પર ચડી ભોજનાલય ની ટેરેસ પર અવાતું..જ્યાંથી એક છજ્જા જેવાં ભાગ પર પગ મુકી સીધું રસોડામાં ઉતરી શકાતું.આ ભાગ રસોડાનો ધુમાડો બહાર જઈ શકે એ આશય થી ખુલ્લો રખાયો હતો..લાલજી ત્યાંથી ભોજનાલય માં ઉતરવાનું વિચારી દાદર ચડી ને ટેરેસ પર પહોંચ્યો.

હજી લાલજી એ ટેરેસ પર પગ જ મુક્યો હતો ત્યાં એનાં કાન આગળ થી હવા ની લહેરખી પસાર થઈ જે લાલજી ને પોતાનું નામ એનાં કાન બોલતી ગઈ હોય એવું લાગ્યું.આ વાત થી લાલજી એક ક્ષણ માટે ધ્રુજી ગયો..પછી આ બધું પોતાનાં મન નો વહેમ હતો એવું માની એ છજ્જા તરફ આગળ વધ્યો.

"લાલજી.. બહુ ઉતાવળ છે મારી સાથે સુવા ની.."બિહામણો અવાજ પોતાની પાછળ થી આવતો હોય એવું લાલજી ને મહેસુસ થયું.

"કોણ..કોણ છે ત્યાં..."પોતાની ખેસ માં રાખેલ છરી હાથમાં લઈ લાલજી બોલ્યો.

"મારો અવાજ આટલી જલ્દી ભૂલી ગયો તું..હું તારો કાળ છું..તારી મૌત છું.."કોઈ યુવતી નો અવાજ લાલજી ના કાને પડ્યો.

"કોણ છે તું એકવાર સામે આવ એટલે તને બતાવું હું કોણ છું..?"લાલજી થોડાં ડર અને ગુસ્સા સાથે બોલી રહ્યો હતો...લાલજી ના અવાજ માં એની અકળામણ છતી થતી હતી.

"તું મને મારીશ..એમ...એકવાર તો તે મને મારી છે હવે કેટલી વખત મારીશ લાલજી.."લાલજી ને જોરદાર પ્રહાર સાથે પટકીને એ યુવતી એ કહ્યું. પટકવાથી લાલજી નાં હાથમાંથી છરી પણ નીચે પડી ગઈ અને એ કણસવા લાગ્યો.

પોતાનાં અહીં આવવા પર લાલજી ને પસ્તાવો થઈ રહ્યો હતો..એ સમજી ગયો હતો કે આ અવાજ સ્વાતિ નો હતો..સ્વાતિ ની આત્મા જ એની આ હાલત ની જવાબદાર હતી એવું લાલજી પાકા પાયે સમજી ગયો હતો.

"સ્વાતિ..હું જાણું છું કે તું જ છે અહીં...મને માફ કરી દે..હું મારી ભૂલ માટે દિલગીર છું.."લાલજી હાથ જોડી આમ તેમ સ્વાતિ ને શોધવાનો પ્રયાસ કરતો હોય એમ કહી રહ્યો હતો..

"ભૂલ..??હરામી માણસ એને ભૂલ નહીં પાપ કહેવાય.જઘન્ય અપરાધ કહેવાય..તે મારા જોડે બળાત્કાર કર્યો ત્યારે હું બેભાન હતી..અને એજ હાલત માં તે પથ્થર વડે મારુ માથું કચડી મને મારી નાંખી...તારાં આ અપરાધ ની સજા તો તને મળશે.."સ્વાતિ હવે લાલજી ની સામે પ્રગટ થઈ અને આવેશ માં બોલી.

"તમે કહેશો એમ હું કરીશ પણ મને કંઈ ના કરશો.."લાલજી આજીજી કરી રહ્યો હતો..!

પણ સ્વાતિ ના મુખ પર દયા નાં કોઈ ભાવ નહોતાં.. એને પોતાની તાકાત થી બળપૂર્વક લાલજી ને ટેરેસ પર જ સાત થી આઠ વખત ઊંચો કરી પછાડ્યો..જેનાં લીધે લાલજી નાં શરીર માં કેટલાંય હાડકાં ભાંગી ગયાં હતાં અને એ લગભગ મૃતપ્રાય બની ગયો હતો.

"જા લાલજી મને તારી પર દયા આવી ગઈ..હું તને જીવતો જવા દઉં છું.."લોહીલુહાણ હાલત માં પડેલાં લાલજી તરફ જોઈ સ્વાતિ એ કહ્યું.

સ્વાતિ નાં આ શબ્દો સાંભળી લાલજી ને તો પોતના કાન પર વિશ્વાસ નહોતો આવતો..કેમકે પોતાનાં અહીં થી જીવતાં જવાની આશા લાલજી છોડી ચુક્યો હતો..અને એમાં પણ સ્વાતિ જોડે કરેલાં દુષ્કર્મ અને એની હત્યા માટે સ્વાતિ પોતાનો જીવ લઈ લેશે એવી એની ધારણા ખોટી પડી એવું લાગતાં એ સ્વાતિ નાં પગે પડી ગયો અને એની માફી માંગી એવી જ હાલત માં દાદર ઉતરવા લાગ્યો.

લાલજી નો શ્વાસોશ્વાસ અત્યારે અનિયમિત હતો..તૂટેલાં હાડકાં એને અઢળક પીડા આપી રહ્યાં હતાં..કેટલાયે દાંત પણ પડી ગયાં હતાં અને આખો ચહેરો લોહીલુહાણ થઈ ગયો હતો છતાં પોતે જીવતો બચી ગયો એ વાતે એનામાં ઉર્જા નો સંચાર કર્યો અને એ દાદર ઉતરી ભોજનાલય ની પાછળ ની બાજુ થી નીકળી હોસ્ટેલ તરફ ભાગ્યો.

આ તરફ સ્વાતિ ની આત્મા કોલેજ કેમ્પસ માં રાખેલાં એક જર્મન શેફર્ડ ડોગ માં ઘુસી ગઈ..એ કૂતરો કોલેજ ની ચોકીદારી માટે રહેતો..જે ખૂબ જ ખૂંખાર અને વિશાળ કદ નો હતો..જેવો લાલજી હોસ્ટેલ ની બિલ્ડીંગ તરફ જવા ભોજનાલયમાંથી નીકળી ખુલ્લા મેદાનમાં આવ્યો એવો જ એ ખતરનાક જર્મન શેફર્ડ એની પર તૂટી પડ્યો.

સ્વાતિ ની આત્મા એની અંદર ઘુસી ગઈ હોવાથી એ વધુ આક્રમકતા થી લાલજી પર હુમલો કરી રહ્યો હતો..સ્વાતિ દ્વારા ટેરેસ પર થયેલાં પ્રહારો માં મળેલાં ઘા અને જખ્મો ની પીડા ને લીધે લાલજી એ કૂતરા ની પકડમાંથી પોતાની જાત ને છોડાવવામાં અસફળ રહ્યો.

"બચાઓ..બચાઓ.."લાલજી ની કારમી ચીસો થી આખું કોલેજ કેમ્પસ ભરાઈ ગયું.

હોસ્ટેલ માં આરામ ફરમાવતાં પ્રોફેસર,પ્રિન્સિપાલ અને સ્ટુડન્ટ લાલજી ની ચીસો સાંભળી જાગી ગયાં.. બધાં દોડીને બહાર આવ્યા તો એમને જોયું કે કોલેજ માં રાખવામાં આવેલો જર્મન શેફર્ડ ડોગ અત્યારે લાલજી નાં શરીર પર ઠેકઠેકાને બચકાં ભરી રહ્યો હતો..લાલજી અત્યારે લગભગ મૃતપાય હાલત માં આવી ગયો હતો..!!

સ્વાતિ ની આત્મા એ કૂતરાં માં હતી એટલે જ્યાં સુધી લાલજી ના રામ ના રમી ગયાં ત્યાં સુધી એ લાલજી નાં આખા શરીર ને પોતાનાં તીક્ષ્ણ દાંત વડે નોંચતો રહ્યો..અને જેવો જ લાલજી મૃત્યુ પામ્યો એવી જ સ્વાતિ ની આત્મા એ કુતરાઓ દેહ મૂકી ને નીકળી ગઈ..

આ તરફ હોસ્ટેલમાંથી બધાં પ્રોફેસર અને ઘણાં ખરાં સ્ટુડન્ટ દોડીને લાલજી ને છોડાવવા આવ્યાં..સ્વાતિ ની આત્મા નીકળી ગયાં બાદ એ કૂતરો શાંત થઈ ગયો હતો અને લાકડી લઈ પોતાની તરફ આવતાં લોકો ને જોઈ ડરી ને ત્યાંથી નાસી ગયો..!!

તપન દેસાઈએ આવીને લાલજી ની નાડી ચેક કરી..અને એકઠાં થયેલાં ટોળાં સામે જોઈ ને કહ્યું.."°He is no more.. ભગવાન એની આત્મા ને શાંતિ આપે..."

આટલું કહી એમને લાલજી ની આંખો બંધ કરી દીધી અને એનાં લોહી નીતરતા દેહ પર એક કપડું ઢાંકી દીધું..લાલજી નાં કમકમાટીભર્યા મોત ની ખબર સાંભળી કોલેજ નો દરેક સ્ટુડન્ટ અડધી રાતે કોલેજ નાં મેદાન માં લાલજી ની લાશ જોડે એકઠો થયો હતો.એટલામાં કોલેજ ની પોતાની કેબિન માં થી પ્રિન્સિપાલ કેશવ આર્ય પણ આવી ગયાં..

"આ બધું કેવી રીતે બન્યું..?"

"સર એ તો ખબર નહી.. પણ અમે લાલજી ની બચાઓ બચાઓ ની બુમ સાંભળી એટલે અમે નીચે આવ્યાં આવીને જોયું તો આપણી કોલેજ માં રહેલાં જર્મન શેફર્ડ ડોગે લાલજી પર ઘાતકી હુમલો કરી દીધો હતો.."મયંક કરીને એક સેકન્ડ યર ના સ્ટુડન્ટે કહ્યું.

"અમે પહોંચ્યા એટલામાં તો લાલજી નો ખેલ તમામ થઈ ગયો હતો..કૂતરાં નાં તીક્ષ્ણ દાંત એની ચામડી માં ઉંડે સુધી ઉતરી ગયાં હતાં..અને એને ભરેલાં બચકામાંથી નીતરતા લોહી નાં લીધે એનું આખું શરીર ફિક્કું પડી ગયું અને લોહી ની કમી નાં લીધે એ મૃત્યુ પામ્યો.."તપન દેસાઈ એ વિગતવાર વાત કરી..

"ઓહ માય ગોડ..બહુ ખોટું થયું આ બધું તો..કાલે જ લાલજી ની બોડી એનાં પૈતૃક ગામ મોકલવાની વ્યવસ્થા કરો..એનાં અંતિમ સંસ્કાર એનાં ગામ માં જ થવા જોઈએ કેમકે લાલજી ની પણ આજ ઈચ્છા હતી..અને આ એક અકસ્માત જેવી ઘટના છે એટલે પોલીસ કેસ ની ખોટી પળોજણ માં પડવું નથી."કેશવ આર્ય એ કહ્યું.

"જી સર.."તપન દેસાઈ અને જોડે હાજર ક્લાર્ક કનુભાઈ એ ટૂંક માં પતાવ્યું.

આ તરફ સ્વાતિ સીધી ભોજનાલય માં આવી અને આનંદ થી રાહુલ ને વળગીને બોલી.."રાહુલ આજે મારો પહેલો કાતિલ એની યોગ્ય સજા મેળવી મોત ને ભેટ્યો..હવે બીજાં ત્રણ ની વારી.."

"હા સ્વાતિ..હવે ફક્ત ત્રણ જણા વધ્યા છે..તું એમને પણ આમ જ મારજે જેથી કોઈને તારી પર શક નાં થાય અને એમની હત્યા એક અકસ્માત જ લાગે જેમ અત્યારે લાલજી ની લાગી રહી છે.."સ્વાતિ ને ગળે લગાડી રાહુલ બોલ્યો.

સ્વાતિ જોડે થોડી ઘણી રોમાન્ટિક વાતો કર્યાં બાદ..રાહુલ થોડો સમય બહાર જતો આવ્યો..જ્યાં લાલજી ની લાશ જોડે એકઠાં થયેલાં લોકો આને લાલજી નું મોત ને દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના માં ખપાવી રહ્યાં હતાં..જે સાંભળી રાહુલ ને હાશ થઈ.."!!

એને આવીને સ્વાતિ ને આ જણાવ્યું એટલે સ્વાતિ ના ચહેરા પર વિજય સૂચક સ્મિત ફરી વળ્યું અને એને રાહુલ ને એક જોર ની કિસ આપી દીધી.

LOADING....

લાલજી પછી બીજાં ત્રણ કાતીલો ની હત્યા સ્વાતિ કઈ રીતે કરશે..?? સ્વાતિ અને રાહુલ ની આ વિચિત્ર પ્રેમ કહાની નો શું અંજામ આવશે..?? શું આ ઘટના પાછળ સ્વાતિ ની પ્રેતાત્મા હોવાની વાત કોઈને ખબર પડશે કે કેમ?..આવા જ સવાલો નાં યોગ્ય જવાબ જાણવા વાંચતાં રહો રૂહ સાથે ઈશ્ક નો નવો ભાગ આવતાં સપ્તાહે..!!

-દિશા આર પટેલ