Last Chatting - 2 - 2 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | લાસ્ટ ચેટિંગ : 2 (પ્રેમ અને મિલન) ભાગ-૨

Featured Books
Categories
Share

લાસ્ટ ચેટિંગ : 2 (પ્રેમ અને મિલન) ભાગ-૨

લાસ્ટ ચેટિંગ :- ૨

(પ્રેમ અને મિલન)

ભાગ - ૨

જ્યારે મારી આંખો ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો. મેં મારો હાથ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ એ સાથેજ દુઃખાવો થવા લાગ્યો. માથું ત્રાસુ કરવા જતાં ત્યાં પણ દુઃખાવો વર્તાતો હતો. છતાં મેં ત્રાંસી નજર કરીને જોયુંતો મારા હાથ અને પગ પર પાટા બાંધેલા હતા. મને ખબરજ નહોતી કે મારી સાથે શુ થયું હતું. યાદ કરવા છતાં પણ કશુંજ યાદ નહોતું આવી રહ્યું અને મારું મગજ ચકરાઈ રહ્યું હતું. એટલીજ વારમાં દરવાજો ખુલ્યો અને મારી સામે મમ્મી-પપ્પા અને પિયુષ અંદર દાખલ થયા. એમને જોતાજ મેં પૂછવા માટે મારુ મોઢું ખોલવાનો પ્રયત્ન કર્યો પણ એ સાથેજ પિયુષે મને જવાબ આપ્યો કે કાંઈ પણ બોલીશ નહિ. તું ૩ દિવસ પછી ભાનમાં આવ્યો છે. અત્યારે આરામ કર તને તારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. હજી બીજા ૧૦ જેવા દિવસો મારા હોસ્પિટલમાંજ જઇ રહ્યા હતા. આખો દિવસ મમ્મી-પપ્પા મારી સાથે રહેતા અને મારુ ધ્યાન રાખતા હતા અને એ સાથેજ થોડી વારે ડોકટર અને નર્સ પણ આવીને દવા આપી જતા. સાંજના સમયે પિયુષ પણ મારી સાથે આવીને બેસતો. પણ મારા મનમાં ઘણા પ્રશ્નો હતા કે હું અહીંયા ક્યાંથી આવ્યો, શુ થયું મારી સાથે. મને કાંઇ યાદ નહોતું આવી રહ્યું. પ્રશ્નો પૂછવા જતા મમ્મી રડીને બહાર જતી રહેતી હતી અને અંતે પિયુષ આવીને મને સમજાવતો કે થોડો સમય રહીજા તને તારા પ્રશ્નોના જવાબ હું આપીશ જેના પરથી મને લાગી રહ્યું હતું કે કાંઈક તો બન્યું હતું મારી સાથે જે મને કોઈ જણાવવા તૈયાર નહોતું. હું ખુબજ કંટાળ્યો હતો આ વાતાવરણથી એક તો મને કાઈજ યાદ નહોતું અને ઉપરથી મમ્મીનું આમ મને જોઈને રડી પડવું અને પાછો શરીરમાં થતો દુખાવો જે દર્દ આપી રહ્યો હતો. અંતે એ દિવસ આવીજ ગયો. અને આજે ૧૭ જેવા દિવસો પછી મને હોસ્પિટલમાંથી રજા મળી રહી હતી અને હું ખુશ થઈ રહ્યો હતોકે એક તો આ જેલમાંથી આઝાદ થયો અને બીજું કે મને મારા બધાજ પ્રશ્નોનો જવાબ મળવાનો હતો. સાંજના સમયે રજા મળતા પિયુષ અને પપ્પા મને ટેકો આપીને હોસ્પિટલમાંથી બહાર લઈ ગયા જ્યાં પહેલેથી પિયુષની કાર તૈયાર હતી અને બંને જણાએ ટેકો આપીને મને કારમાં બેસાડ્યો અને પિયુષે ગાડી જવા દીધી. ઘરે જઈને મને બંને જણાએ બેડ પર સુવડાવ્યો. પપ્પા રૂમની બહાર ગયા અને પિયુષ મારી બાજુમાં બેઠો. તરતજ મેં મારા પ્રશ્નો પૂછવાના ચાલુ કર્યા કે પિયુષ હું હોસ્પિટલમાં ક્યાંથી આવ્યો,મારી સાથે શુ થયું હતું,મમ્મી વાતે વાતે રડતી કેમ હતી, તમે મને કોઈ જણાવતા કેમ નહોતા અને મને કાંઈ પણ યાદ કેમ નથી આવતું.

“તું શાંતિ રાખ. આમ તો હજી તારે આરામની જરૂર છે અને તને કાંઈ કહેવું ના જોઈએ છતાં પણ તારું મગજ વધુ લોડ ના લે એટલે તને બધું જણાવવા જઇ રહ્યો છું.” પિયુષ ચિંતિત થઈને બોલ્યો.

“પણ શું જણાવવાની જરૂર નથી અને આ બધું થઈ શુ રહ્યું છે ?”

“થોડા દિવસો પેલા આપણે દીવ જવાનો પ્લાન કરેલો અને તું અમદાવાદથી રાતે લીંબડી આવવા માટે નીકળેલો બાઇક લઈને. ત્યારે બગોદરા પાસે તારું એક્સિડન્ટ થયેલું. તું બેભાન અવસ્થામાં પડ્યો હતો. રસ્તામાંથી નીકળતા કોઈ માણસે તને બાઇક સાથે જોયો અને તે તને અહીંયા હોસ્પિટલમાં લઈ આવ્યો. જ્યાંથી તેમણે તારી વસ્તુ ચેક કરતા તારા મોબાઈલમાં કોન્ટેક શોધીને મને ફોન કર્યો કારણકે તારા લોગ્સમાં છેલ્લું નામ મારુ હતું. અને મેં અંકલ – આંટીને કોન્ટેક્ટ કર્યો અને અમે અહીંયા હોસ્પિટલ પહોંચી ગયા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ડોકટરે જણાવ્યું કે તારા મગજના ભાગમાં ઇજા થતાં તું તારા જીવનકાળના ૨ વર્ષ પાછળ ધકેલાઈ ગયો છું અને તારી છેલ્લા ૨ વર્ષની યાદશક્તિ ભૂંસાઈ ગઈ છે એટલે તને અત્યાર સુધીનું કાંઈ જ યાદ નહોતું.” પિયુષ એકીશબ્દે આટલું બધું બોલી ગયો.

આટલું બધું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારે હવે આગળ શું બોલવું કે શું કરવું એની મનેજ ખબર નહોતી છતાં પણ મેં એક છેલ્લો પ્રશ્ન પૂછી લીધો કે યાદશક્તિ પાછી આવવાની કોઈ શકયતા ખરી ? જેના જવાબમાં પિયુષ એટલું બોલ્યો કે કોઈ એવી ઘટના કે વ્યક્તિ જેની સાથે તારું મન સંકળાયેલું હોય અને એના દ્વારા થતો પ્રયત્ન પણ અફસોસ કે એવું કાંઈ તારા જીવનમાં છે જ નહીં. આટલું બોલીને પિયુષે મને આરામ કરવા કીધું અને પોતે રૂમની બહાર જતો રહ્યો.

હવે મારી પાસે હકીકતને સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તોજ નહોતો. થોડી વારમાં પિયુષ પાછો આવ્યો અને મારા હાથમાં એક લેટર આપતા કહ્યું. “આ તારી કમ્પનીમાંથી એક લેટર આવ્યો છે. તને જોબમાંથી રિઝાઇન આપી દીધું છે. તારી યાદશક્તિ જવાના કારણે તારો એક્સપિરિયન્સ પણ જતો રહ્યો છે અને તને જોબ પર રાખીને કોઈ ફાયદો નથી એટલે તને…” મારા માથે એક પર એક પહાડો તૂટી રહ્યા હતા. મારે શું કરવું એ મને સમજાતું નહોતું. હાથ-પગમાં પાટા હતા, મમ્મી જમાડે ત્યારે જમવાનું, બહાર જવા માટે કોઈનો સહારો લેવાનો, જાણે શરીર મારુ હતું જ નહી અને જીવતા હોવા છતાં પણ મૃત હોય એવી અવસ્થા હતી મારી. આવી રીતે દિવસો વીતતા ગયા અને એક મહિના પછી હું મારા શરીરને જાતે ઓપરેટ કરતો થયો. ધીરે ધીરે ચાલતો અને બહાર જતો. કોઈ શાંત જગ્યાએ એકલો જઈને બેસતો અને મારી કિસ્મત પર રડ્યા કરતો. હું મારી જિંદગીનો એવો ભૂતકાળ ખોઈ ચુક્યો હતો જે મને યાદ જ નહોતો. ડિગ્રી હતી જે એક્સપિરિયન્સ વગર કોઈ કામની નહોતી રહી. મારી આખી જિંદગીની જાણે હવે મારે ફરીથી શરૂઆત કરવાની હતી અને ફરીથી પગથિયાં ચડવાના હતા. હું હિંમત હારવા નહોતો માંગતો. મારે જિંદગીથી હારીને લાચાર બનીને નહોતું બેસવું. મારે જિંદગીને ટક્કર મારીને પોતાની જાતને સફળ બનાવવી હતી. (પિયુષ મારો ખાસ મિત્ર જે કોલેજમાં પણ મારો સાથીદાર હતો અને અમે બંને એકજ ફિલ્ડમાં હતા અને ૨ વર્ષ પહેલાં અમે બંનેએ એક વોટર ટ્રીટમેન્ટ ફિલ્ડમાં સાથે જોબ કરેલી હતી.) વોટર ટ્રીટમેન્ટ શબ્દ યાદ આવતાજ મને મનમાં ઝબકારો થયો અને મેં તરતજ પિયુષને ફોન કર્યો અને સાંજે મારા ઘેર આવવા જણાવ્યું. સાંજે પિયુષ આવતાજ મેં એને જણાવ્યુંકે મારી પાસે કોઈ જોબ રહી નથી અને હું હાર માનવા નથી માંગતો. ૨ વર્ષ પહેલાં આપણે વોટર ટ્રીટમેન્ટમાં કરેલી મહેનતને સફળ બનાવવા માંગુ છું. હું ઈચ્છું છું કે આપણે સાથે મળીને ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને વોટરટ્રીટમેન્ટનો બિઝનેસ શરૂ કરીએ. પિયુષે મારા વિચારને મહત્વ આપતા જણાવ્યુંકે તારો વિચાર યોગ્ય છે અને આ વિચાર મને પણ એકવાર આવેલો. મને કોઈ વાંધો નથી.

પિયુષનો પોઝિટિવ જવાબ સાથે અમે બન્નેએ નવા બીઝનેસની શરૂઆત કરવાના મક્કમ વિચાર સાથે આગળ વધ્યા. સૌથી પહેલાતો થોડા ઇન્વેસ્ટમેન્ટ સાથે પિયુષના જુના કોન્ટેક્ટો સાથે વાત કરી અમે બંનેએ અમારી જિંદગીનો સૌથી પહેલો પ્રોજેકટ લીધો કારણકે પહેલા પણ અમે બંનેએ આવા પ્લાન્ટ બનાવેલા જેની જાણ અમારા કોન્ટેકટોને સારી રીતે હતી એટલે એમણે અમારા પર ભરોસો કરીને અમને એક તક આપી. અમારા બંન્નેની મહેનત દ્વારા અમારા પહેલા પ્લાન્ટના પ્રોજેકટમાં અમને સારી એવી સફળતા મળી અને આગળ વધવાની એક નવી સીડી સાથે પાર્ટીઓ પાસેથી નવા પ્રોજેકટ પણ મળ્યા. અમે બંન્ને શરૂઆતમાં મળેલી સફળતાથી ખૂબ ખુશ હતા અને અમે પ્રોફિટમાં પણ હતા એટલે અમે પોતાની ઓફીસ પણ ખોલવાનો વિચાર કર્યો જ્યાંથી અમે ડીલ કરી શકીએ. પ્રોજેકટમાં થયેલા પ્રોફિટથી અમે નવી ઓફીસ ખોલી અને કોન્ટેકટ વધવાના કારણે અમારા નામ સાથે પ્રોજેકટ પણ મળવા લાગ્યા હતા. બસ હવે અમારે હજુ આગળ વધવાની જરૂર હતી. અથાગ પરિશ્રમ અને સમય સાથે અમે અમારા લક્ષ્યમાં આગળ વધી રહ્યા હતા.

***

૩.૫ વર્ષની મહેનત બાદ આજે અમારો પોતાનો વોટર ટ્રીટમેન્ટનો બિઝનેસ હતો. સાથે અમારી ઓફિસની બાજુમાં લેબ હતી જ્યાં પ્લાન્ટના ટેસ્ટિંગમાં લેવાતા ફીડનું એનાલિસિસ થતું હતું. હું અને પિયુષ બન્ને એક સફળ બિઝનેસ પાર્ટનર બની ચુક્યા હતા. મારી બોલવાની આવડત સારી હોવાના કારણે હું પાર્ટીઓ સાથે ડિલિંગ અને લેબનો વહીવટ સંભાળતો હતો અને પિયુષ પ્લાન્ટના મેન્યુફેક્ચરિંગનો વહીવટ સંભાળતો હતો.

હું ઓફિસમાં બેઠો હતો અને થોડું ડોક્યુમેન્ટનું કામ પતાવી રહ્યો હતો. હમણાંથી વર્કલોડ વધારે હોવાને લીધે ક્યારેક લેટનાઈટ સુધી પણ મારે કામ કરવું પડતું હતું. એટલામાં પિયુષ આવ્યો અને મારી બાજુની ચેરમાં બેઠો અને એક કાગળ આપ્યું. મેં ફટાફટ કાગળ પર એક નજર ફેરવી જે કોઈ એક્ઝિબિશન અને પ્રોજેક્ટ્સને લગતો હતો. પિયુષ તરત બોલ્યો, “ આ એક્ઝિબિશન બરોડામાં છે. વોટરટ્રીટમેન્ટને પણ લાગુ પડે છે. ત્યાં જવા જેવું છે. કદાચ આપણને ત્યાંથી કોટ્રાક્ટ પણ મળી શકે છે અને કાંઈક નવું પણ જાણવા મળે એમ છે.”

હું :- પણ યાર હાલમાં વર્કલોડ બહુ છે. મારે કઈ રીતે જવું ત્યાં?

પિયુષ :- વાંધો નહિ, મેં ક્યાં કીધું તું પણ ચાલ. હું એકલો જઇ આવું છું ત્યાં.

હું :- હા, તો એ સારું રહેશે. તું જ જઇ આવ ને. એમ પણ હું કામ પતાવી દઉં છું બધા ડોક્યુમેન્ટસનું. પણ ક્યારે છે આ એક્ઝિબિશન ?

પિયુષ :- ૨ દિવસ પછી છે. પણ હું આગલી રાત્રેજ નીકળી જઈશ. મારે મારા ફ્રેન્ડના ઘરે જવાનું છે.

હું :- સારું નીકળી જજે.

પિયુષ :- સારું ચાલ હવે હું નીકળું છું. થોડું કામ છે સાઈડ પર એટલે. બાય.

પિયુષ ઓફીસ પરથી નીકળ્યો. હું અને પિયુષ વધારે ભાગે સવારમાં અને સાંજે એમ દિવસમાં બે વારજ ભેગા થતા હતા. કારણકે એ સાઈડ પર જ હોતો ખાલી સાંજે અને સવારે રિપોર્ટ માટેજ મને મળવા આવતો. એમ પણ ભાઈને સાઈડ પર રહેવાનો વધુ પડતો શોખ હતો.

૩ દિવસ પછી પિયુષ ફરી પાછો ઓફીસ આવ્યો અને મારી બાજુમાં આવીને બેઠો. અને પોતાની વાતની શરૂઆત કરી.

પિયુષ :- ભાઈ એક જોરદાર સમાચાર છે આપણા માટે.

હું :- બોલ શુ સમાચાર લઈને આવ્યો બરોડાથી.

પિયુષ :- એક છોકરી શોધીને લાવ્યો છું આપણા માટે.

હું :- ટોપા,તું ત્યાં બરોડા એક્ઝિબિશનમા ગયો હતો કે પછી છોકરી શોધવા માટે ? અને એ પણ પાછી આપણા માટે ?

પિયુષ :- અરે એવું નહિ,આપણા કામ માટે લાવ્યો છું.

હું :- કેવા કામ માટે ?

પિયુષ :- હું તને આખી વાત સમજાવું છું. ત્યાં એક્ઝિબિશનમાં ઘણા બધા લોકો પોતાના પ્રોજેક્ટ્સ લઈને આવ્યા હતા અને ત્યાં અમુક સ્ટુડન્ટસ પણ હતા. આ છોકરી પણ ત્યાં એક પ્રોજેકટ લઈને આવી હતી જે આપણા કામને લગતો હતો અને આપણને એની પ્રોસેસથી પ્રોફિટ થાય એવો છે. છોકરી બહુ માઇન્ડફુલ છે અને ક્લિનિંગ વોટરમાં કેવા ફીડથી આપણે વોટરટ્રીટ કરી શકીએ એના લગતો પ્રોજેકટ હતો. પછી મને ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે છોકરી હજી ફ્રેશર છે અને જોબની જરૂર પણ છે. જો આપણે તેને જોબ આપી દઈએ તો લેબમાં પણ હેલ્પ થઈ શકે એમ છે અને એમ પણ આપણને વધુ એક લેબ આસિસ્ટન્ટની જરૂર પણ છે. મેં તેને મળી પણ લીધું છે અને બાયોડેટા પણ લઈ લીધો છે. આ બાયોડેટા તું જોઈ લે અને બોલ તો હું બોલાવી લઉ.

હું :- (મેં બાયોડેટા લઈને મારી પાસે મુક્યો) કોઈ વાંધો નથી. તે બધી તપાસ કરી લીધી છે તો મારે કાંઈ જાણવાની જરૂરજ નથી. તું એને બોલાવીલે હું ઇન્ટરવ્યૂ લઈ લઈશ.

પિયુષ :- એ હાલ, બરોડામાં જ છે અને હું એને પરમ દિવસે બોલાવી લઉં છું. ચાલ હવે હું નીકળું છું.

હું :- ઠીક છે. ચાલ સાંજે મળીયે.

પિયુષ નીકળી ગયો અને મેં બાયોડેટા ઉઠાવીને એમાં નજર કરી. સૌથી પહેલાતો એના નામ પર નજર ફેરવી જે મને જાણીતું લાગ્યું કારણકે એ છોકરી પણ મારી કાસ્ટની જ હતી અને પછી મેં એનું ક્વોલિફિકેશન જોયું જેમાં એની મહેનત દેખાતી હતી. હું સવારમાં ઓફિસમાં આવીને બેઠો જ હતો. વર્કલોડ પૂરું થઈ ગયું હોવાથી કોઈ ખાસ કામ નહોતું એટલે નવરો જ બેઠો હતો. એટલામાં મારો દરવાજો ખુલ્યો અને એ સાથેજ એક મીઠો અવાજ મારા કાને પડ્યો, “ મે આઈ કમ ઇન સર ?”

મેં સામે જોયું અને કમ ઇન કીધું. એણે અંદર આવતા આવતા એના ચહેરા પર આવેલી વાળની લટ આઘી કરી અને ગુડમોર્નિંગ સર વિશ કર્યું. હું એકીટશે એને જોઈ રહ્યો અને એ પણ મને જોઈ રહી. એને જોતાજ મારુ દિલ એક ધબકારો ચુકી ગયું જાણે કોઈએ એના પર તીર કેમ ના માર્યું હોય ? મને એવું લાગવા લાગ્યું કે આ ચહેરો મેં પહેલા ક્યારેય જોયેલો છે અને મેં એને બેસવા માટે કહ્યું. તે પણ એકીટશે મારી સામે જોઈ રહી હતી જાણે મને ઓળખતી કેમ ના હોય. મને જોઈને તેનો ચહેરો થોડો નમ પડી ગયો. તે ખુરશી પર બેઠી અને મને જોઈ રહી હતી જે વાત મને અજબ લાગતી હતી. હું એને પહેલીવાર મળ્યો હતો છતાં પણ એના ચહેરા પર કોઈ ગભરાટ નહોતો દેખાઈ રહ્યો એ જાણે મારી મશ્કરી કરી રહી હોય એ રીતે મારી સામે સ્માઈલ કરી રહી હતી.

મેં વધુ સમય બગાડ્યા વગર એના સ્ટડી અને જોબ રિલેટેડ થોડા પ્રશ્નો પૂછ્યા જેના સરળતાથી અને આત્મવિશ્વાસ પૂર્વક એણે જવાબો આપ્યા જેના પરથી મને પિયુષનું સજેશન યોગ્ય લાગ્યુ અને મે મિસ. વિશુને કોંગ્રેચ્યુલેશન સાથે ૫ દિવસ પછીથી એટલે કે ૧ તારીખથી જોઇનિંગ કરવાનું કહ્યું. મેં એને અહીં અમદાવાદમાં કઈ જગ્યાએ રહેવાનું પૂછતાં એણે જણાવ્યુંકે એનું ફેમિલી રાજકોટમાં રહે છે અને તે અહીંયા એની એક ફ્રેન્ડ સાથે એના રૂમ પર રહેશે. એની સાથે વાતો કરતા મને એવું લાગી રહ્યું હતું કે એ મને કાંઈક કહેવા માગતી હતી પણ બોલી શકતી નહોતી. કાંઈક બેચેની અનુભવી રહી હતી. અંતે જતી વખતે એને મને થેન્ક યુ મિ. ઓથોર કહ્યું અને ત્યાંથી નીકળી ગઈ. આ જોઈને મને ખુબ ગુસ્સો આવ્યો કે બોસ સાથે કોઈ આવી રીતે વાત કરી શકે ખરું અને એ પણ પહેલા જ દિવસે. સાથે એનું વર્તન અજીબ પણ લાગ્યું કે પિયુષ કોઈ પાગલ એમ્પ્લોયીને લઈ આવ્યો કે શું ? છતાં પણ મેં એ વાત ઇગ્નોર કરી.

એના ગયા પછી હું નવરો બેઠો વિચારતો રહ્યો શુ આ છોકરી મને ઓળખતી હશે ? મને એવું કેમ લાગ્યું કે મેં એને ક્યાંક જોયેલી છે અને એણે મને મિ. ઓથોર કેમ કહ્યું? આવા વિચારો કરતા મને માથામાં દુખવા લાગ્યું. કારણકે જ્યારે પણ હું કાંઈ વાત યાદ કરવાનો વધુ પ્રયત્નો કરતો ત્યારે મારુ મગજ વધુ લોડ લેતું અને મને આવી તકલીફ થતી હતી. હું કંટાળીને ઉભો થયો અને ઓફિસમાંથી બહાર નીકળીને એક પાર્લરમાં ગયો અને ત્યાંથી એક સિગરેટ લઈને પીધી જેના કારણે મારુ મગજ લોડ લેતું બંધ થયું અને પછી હું ફરી મારી ઓફીસ પર આવીને મારુ કામ પતાવા લાગ્યો.

આજે ૧ તારીખ હતી અને વિશુનો જોબ પર જોઇનિંગનો પહેલો દિવસ હતો. તે બરોબર ૧૦ વાગ્યે ઓફીસ પર પહોંચી ગઈ અને એની સાથે એજ સમય પર પિયુષ પણ ઓફિસમાં દાખલ થયો. સૌથી પહેલાતો અમે એક મિટિંગ કરી જેમાં મેં અને પિયુષે વિશુને અમારા વર્ક વિશેની તથા એના કામ વિશેની માહિતી આપી. એના પછી પિયુષ એના કામ પર જતો રહ્યો અને વિશુ પોતાના કામ પર લેબમાં જતી રહી અને હું પોતાના કામમાં લાગી ગયો. થોડી વારમાં વિશુ લેબના કોઈ રિપોર્ટ લઈને મારી પાસે આવી અને મને સાઈન કરવા માટે કહ્યું જે મેં સાઈન કરીને એને પાછા આપી દીધા અને મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. (એટલામાં વિશુ બોલી)

વિશુ :- મિ. ઓથોર ? શુ થયું ?

હું :- (ગુસ્સો કરતા બોલ્યો) મિસ. વિશુ પહેલાતો આ મિ. ઓથોર કોણ છે ? શુ લેવા મને કહી રહ્યા છો અને બીજું કે તમારે તમારી લિમિટમાં રહેવું જોઈએ. આઈ થિંક તમે ભૂલી ગયા છો કે હું તમારો બોસ છું. હવે તમે જઈને તમારું કામ કરી શકો છો. (આટલું સાંભળતાજ એનો ચહેરો સાવ ફિક્ક પડી ગયો અને એની આંખમાં આંસુ આવી ગયા)

વિશુ :- ઠીક છે સર અને મારે તમને જણાવવાની જરૂર નથી કે કોણ છે મિ. ઓથોર. (આટલું બોલીને તે ત્યાંથી લેબ તરફ ચાલી ગઈ)

સાલું, મને સમજાતું નહોતું કે આ છોકરી મને કાંઈ પણ ડર વગર આટલું બધું બોલી ગઈ અને હું કાઈજ ના બોલી શક્યો. મનતો થતું હતું કે લેબમાં જઈને એક થપ્પડ મારુ અને બધું પૂછું પણ હિંમત નહોતી થતી મારુ એવું કરવાનું. મને તો એ છોકરીજ પાગલ લાગી રહી હતી અને થતું હતું કે આને ક્યાં જોબ પર રાખી લીધી. અંતે મેં એ વાત ઇગ્નોર કરી અને માની લીધું કે એજ સામેથી કહેશે ક્યારેક. હું બને ત્યાં સુધી એને ઇગ્નોર કરતો હતો. ઓફિસમાં પણ એ કોઈ રિપોર્ટ માટે આવે તો હું વગર કોઈ પ્રશ્નો કર્યે મારુ કામ કરી નાખતો અને બને ત્યાં સુધી એની સામે જોવાનું કે વાત કરવાનું ટાળતો હતો. જો મારે કોઈ કામ હોય તો હું પિયુષ સાથેજ વાત કરી લેતો હતો. આવી રીતે ૩-૪ દિવસ વીતી ગયા હું એને ઇગ્નોર કરતો હતો પણ જ્યારે પણ એની સામે નજર પડે ત્યારે એનો ચહેરા પર બેચેની વર્તાતી હતી જે મને કાંઈક કહેવા માંગતો હોય એવું લાગતું હતું. ૨ દિવસ પછી પિયુષે મને જણાવ્યું કે ૩ દિવસ પછી સુરતમાં ફરી એક એક્ઝિબિશન છે.

હું :- ઠીક છે, તો તું અને વિશુ જઇ આવો. મારે નથી આવવું.

પિયુષ :- ના, આ વખતે હું નથી જવાનો. આ વખતે તારે અને વિશુને જવાનું છે. કારણકે આ વખતે હું વધુ પડતો વ્યસ્ત છું.

હું :- પણ મારી ઈચ્છા નથી ત્યાં જવાની. તારે જ જવું જોઈએ.

પિયુષ :- એવી કોઈ ઈચ્છા નહિ ચાલે. મેં કીધું એટલે ફાઇનલ અને હું તારો બિઝનેસ પાર્ટનર અને મિત્ર પણ છું. બસ તારે જવુંજ પડશે.

હું :- તું બદલાઈશ નહિ તારી ટોર્ચર કરવાની આદતથી. સારું બસ હું જઈશ મને ડિટેલ્સ મોકલી દેજે અને વિશુને તું ઇન્ફોર્મ કરી દેજે.

પિયુષ :- સારું, હું જણાવી દઈશ. શનિવારે ૧૦ થી ૫ નો ટાઈમ છે એટલે સવારમાં ૧૦ વાગ્યા પહેલા સુરત પહોંચી જજો.

શુક્રવારે વિશુ મારી ઓફિસમાં આવી ત્યારે મેં એને જણાવી દીધું કે શનિવારે સવારે ૬:૩૦ વાગ્યે આપણે નીકળવાનું છે એટલે રેડી રહેજો હું તમને તમારા રૂમ પરથી પિક-અપ કરી લઈશ. અને તેણે એક સ્માઈલ સાથે મને થેંક્યું સર કહ્યું. શનિવારે સવારે હું ૬ વાગ્યે ઘરેથી મારી કાર લઈને નીકળ્યો અને એના અડ્રેસ પર જઈને મેં તેને કોલ કર્યો. તે તરત જ ફોન રિસીવ કરીને બોલી આવુંજ છું સર અને થોડી વારમાં ઘરની બહાર આવી અને ગાડીમાં બેઠી. મેં ગાડી સ્ટાર્ટ કરી અને બરોડા એક્સપ્રેસ વે તરફ હંકારી મૂકી. શરૂઆતમાંતો અમે બંનેમાંથી એક પણ એકબીજા જોડે બોલ્યા નહિ. ગાડી હાઇવે પર પહોંચી ચુકી હતી અને ૧૧૦ ની સ્પીડ પર જઈ રહી હતી. થોડી વાર થઈ એટલે વિશુએ વાતની શરૂઆત કરી.

વિશુ :- આનંદ,તમે મને ઇગ્નોર કેમ કરી રહ્યા છો આમ ?

હું :- હું ક્યાં ઇગ્નોર કરું છું ?

વિશુ :- ઠીક છે પણ આમ કાંઈ ઇગ્નોર કરવાથી પ્રેમ ઓછો નહિ થઈ જાય.

હું :- (૪૪૦ નો ઝાટકો ખાતા) આર યુ મેડ ? એન્ડ હાઉ કેન યુ સે આઈ લવ યુ ? આઈ એમ યોર બોસ નોટ યોર બોયફ્રેન્ડ. આઈ ઓલ રેડી ટોલ્ડ યુ સ્ટે ઇન યોર લિમિટ્સ.

વિશુ :- પ્લીઝ, આવી રીતે ખોટું બોલીને હર્ટ ના કરશો આનંદ.

હું :- હું ક્યાં હર્ટ કરું છું અને હું તો તને ઓળખતો પણ નથી તો પછી આપણા વચ્ચે પ્રેમ ક્યાંથી આવ્યો ?

વિશુ :- શુ લેવા આવું નાટક કરી રહ્યા છો. ૩.૫ વર્ષ પછી આપણે ફરી પાછા મળ્યા છીએ. અને તમે જ કીધું હતુને કે કિસ્મતમાં લખ્યું હશે તો આપણે ભવિષ્યમાં ફરી જરૂર મળીશું.

આટલામાં અમે લોકો બરોડા સુધી પહોંચી ગયા હતા. મારાથી હવે સહન નહોતું થતું એટલે મેં ગાડી સાઈડમાં ઉભી રાખી અને ખાનામાંથી સિગારેટનું પેકેટ અને લાઈટર કાઢ્યું અને હું ગાડીની બહાર નીકળી ગયો. મારી પાછળ પાછળ વિશુ પણ ગાડીમાંથી ઉતરી. મેં સાઈડમાં જઈને એક સિગરેટ કાઢી અને મારા મોઢામાં મૂકીને સળગાવા જતો હતો એટલામાં વિશુએ આવીને સિગરેટ ખેંચી લીધી અને જમીન પર ફેંકી દીધી. મારો ગુસ્સો હવે સાતમા આસમાન પર પહોંચી રહ્યો હતો અને હું કાંઈ પણ બોલું એના પહેલાજ એ બોલી.

વિશુ :- હજી પણ તમારી આદત ગઈ નથી નહિ. હજી પણ જેવું થોડું ફ્રસ્ટ્રેશન આવે કે તરત જ સિગરેટ પીવાનું ચાલુ કરી દયો છો. (આટલું સાંભળતાજ હું ચોકી ગયો અને મારો ગુસ્સો ઓગળી ગયો કારણકે મારી આ આદત પિયુષ સિવાય બીજા કોઈને ખબર નહોતી.)

હું :- તને કઈ રીતે ખબર છે મારી આ આદત ?

વિશુ :- મને હજુ પણ ઘણું બધું ખબર છે જે તમે છુપાવો છો.

હું :- હું કાંઈ નથી છુપાવી રહ્યો અને શું ખબર છે તને બીજું ?

વિશુ :- તમે મને પૂછ્યું હતુંને હું તમને મિ. ઓથોર કેમ કહું છું ? કારણકે મારી પાસે હજી પણ તમારું આપેલું ઓથોર આઈડી છે જેમાંથી હું તમારી ૩.૫ વર્ષ પહેલાં લખેલી બધી ઇબુક્સ રીડ કરતી હતી લેખક મહોદય.

હું :- હું કોઈ લેખક નથી અને મેં હજુ કોઈ બુક્સ નથી લખી.

વિશુ :- પ્લીઝ, હવે કેમ ખોટું બોલી રહ્યા છો ? હજી બીજા કેટલા પ્રૂફ જોઈએ છે તમને મારા પ્રેમના ?

હું :- જો વિશુ મને કાંઈ જ ખબર નથી અને રહી વાત ૩.૫ વર્ષ પહેલાની તો હું ૩.૫ વર્ષ પહેલાજ એક એક્સીડેન્ટમાં મારી યાદશક્તિ ખોઈ ચુક્યો છું.

વિશુ :- શુ ? કેવું એક્સિડન્ટ ? અને શુ તમને સાચેજ કાંઈ યાદ નથી?

હું :- ના, મને સાચેજ કાંઈ યાદ નથી કે આ ૩.૫ વર્ષ પહેલાં મારી સાથે શુ બન્યું હતું. (આટલું સાંભળતાજ વિશુની આંખો ભીની થઇ ગઇ અને આંસુની એક અશ્રુધારા વહી પડી. ભલે મને કાંઈ પણ યાદ નહોતું પણ મને એની આંખમાં એક બેચેની દેખાઈ રહી હતી જે હવે હું જોઈ શકતો હતો)

વિશુ :- બસ, આજ કારણ છે કે તમે મારા પ્રેમને સમજી શકતા નથી અત્યારે. તમને કાંઈ પણ યાદ નથી. પ્લીઝ આનંદ, યાદ કરવાનો પ્રયત્ન કરો.

હું :- ઘણી વાર કર્યો છે પણ કોઈ ફાયદો નથી થતો.

વિશુ :- ભલે, પણ હું હાર નહિ માનું હવે. હું પ્રયત્ન કરીશ બધાજ અને તમને યાદ કરાવીશ. એકવારતો મેં ભૂલ કરી હતી તમારાથી અલગ થઈને. હવે આ ભૂલ હું બીજીવાર કરવા નથી માંગતી અને તમને ખોવા નથી માંગતી.

To be Continued….

લાસ્ટ ચેટિંગની સફર વિશેના મંતવ્યો આપ મને 7201071861 પર વોટ્સએપ કરી શકો છો.