Andhari raatna ochhaya - 21 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | અંધારી રાતના ઓછાયા-21

Featured Books
  • I Hate Love - 11

    दिव्या की बात सुनाने नहीं नहीं मैं ठीक हूं ,,,इसकी कोई जरूरी...

  • My Devil CEO

    तो चलिए शुरू करते है लखनऊ जिसको आप सभी उत्तर प्रदेश की राजधा...

  • प्यार तो होना ही था

    रूचि  .. रूचि  ... मेरी बात तो सुनो बेटा , मैं तुम्हारे भले...

  • आशा की किरण - भाग 2

    अरे, कौफी कहां है, मां?’’ रचना ने आवाज लगा कर पूछा, ‘‘यहां त...

  • शक्तिपुंज

    पृथ्वी से बहुत दूर,क्रॉडियम - पृथ्वी से अलग एक खूबसूरत दुनिय...

Categories
Share

અંધારી રાતના ઓછાયા-21

અમે વળતા થયા ત્યારે અમારામાં ઘણું પરિવર્તન આવી ગયું હતું.

મિન્ની અમોને છેક અડધા જંગલની બહાર સુધી વળાવવા આવેલી.

એ કહેતી હતી.

મારે ઘણું કામ આટોપવાનું છે.

તમામ કાર્ય પૂર્ણ થતાં જ હું તમને ગામમાં મળીશ..!

તમારે મને લેવા આવવાની જરૂર નથી. મિન્નીના શબ્દોમાં સચ્ચાઈનો રણકો હતો. એટલે અવિશ્વાસનો સવાલ જ પેદા થતો નહોતો.

અમે પહાડી ચડતાં ચડતાં ઝાડી-ઝાંખરા વાળા પ્રદેશમા પ્રવેશેલા.

પગ ભૂમિ પર સૂકા પર્ણોના જાડા થરમાં પડતાં કચ-કચ એવો અવાજ કરી ભીતર ખૂપી જતા હતા.

અને સૂકાં પર્ણોનો ખૂર્દો બોલી જતો હતો.

અમે નિશ્ચિંત બની ચાલતા રહ્યા.

પરંતુ મિન્ની સતર્ક હતી.

એકાએક સૂકાં પર્ણોનો સરસરાટ બાજુની ઝાડીમાં સાંભળતાં જ મિન્ની એલર્ટ થઈ ગઈ.

અમારી સામે હાથ ઉંચો કરીને અમને થોભાવી દીધા.

એ જ ઘડીએ બે શિકારી કુતરા છલાંગ લગાવી અમારા ઉપર ત્રાટકયા.

શિકારી કૂતરાઓના હુમલાથી અમે ડઘાઈ ગયા.

મારા પર હુમલો કરનાર કૂતરાથી બેધ્યાન હું બચી શક્યો નહીં.

એને મારી પીઠ પાછળ એના તીક્ષ્ણ નહોરથી ઉજરડા પાડી દીધા.

હું વિફરી ગયો.

ગુસ્સાથી મારું રોમેરોમ કંપી ઉઠ્યુ.

કૂતરાએ મારી પણ કરેલા હુમલાથી મિન્ની છંછેડાઈને બંને શિકારી કૂતરાઓ સામે પડી.

મિન્નીની સ્ફૂર્તિ અને આક્રમક લડતથી કૂતરા વિફરી ગયેલા.

પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે સસલાંના બચ્ચાઓને મસળતી હોય એમ બંને કૂતરાને એણે ચીરી નાખ્યા.

મિન્નીનુ આવુ ક્રૂર રૂપ પહેલાં કદી અમે જોયું નહોતું.

મારા શરીર પરનાં ઉઝરડા જોઈને આંખો મિન્નીની ભીંજાઈ ગઈ.

અને ભાવાવેશમાં પહેલીવાર એ મને આલિંગી વળી.

"તમે તમારી જાતને સાચવજો કુલદીપ..! તમને કંઈ થયું તો..?"

એ પોતાનુ વાક્ય પૂરું કરી ન શકી.

એના ગળેથી ડુસકુ નીકળી ગયુ.

" અરે ગાંડી..! બસ હવે મહેરબાની કરી તું રડીશ નહીં..!

હવે એવું નહીં થાય...!

તેણીએ એક હૂંફાળું ચુંબન મારા ગાલ પર જડી દીધું.

પંખીઓ વસંત પહેલાં કલબલી ઉઠ્યાં.

ભાવવિભોર મિલન અને વિયોગ જોઈ અકાળે કોયલ ટહુકી.

મોરલો પણ ગહેકી ઊઠ્યો.

પવન દેવ વેગવંતા બન્યા.

એ થોડાંક પર્ણો ઉડાવીને ફૂલોની વર્ષા કરતા હોય એમ જાણે વરસ્યા.

મિન્ની વિદાય લીધી.

મારું સ્વજન દૂર જતું હતું.

એ મને ફરી મળવાની હતી, છતાં મારું મન ઉદાસ થઈ ગયેલું.

અમારી બેગમાં કેળાના પાનમાં એને કેળાં પપૈયાં ચીકુ વગેરે ફળો ભરી દીધા હતાં.

જે રસ્તામાં ભૂખ લાગતી તો અમે આરોગતા.

અને ઝરણાનું પાણી પી લેતા.

અમે સતત બે દિવસ ચાલી જંગલ પૂર્ણ કર્યું.

અમે ગામ નજીક હતા ત્યારે મારા મિત્રો તમામ વિદ્યાની સચ્ચાઈ અને સચોટતાની ખાતરી કરવા તત્પર થયા.

મેં પિશાચ વિદ્યા સિવાય તમામ વિદ્યાને અજમાવવાની એમને પરવાનગી આપી.

પરંતુ એમને સંપૂર્ણ વિદ્યાની કસોટી કરવી હતી.

મારા અનાદર છતાં એમણે પોતાનું ધાર્યું કર્યું.

હું બેબસ બની બધું જોતો રહ્યો.

બસ પછી નંદપુરા નો માધવબાગ અને તમારો સાક્ષાત્કાર સર્વ વિદિત છે.

" ઘણી લાંબી અને સંઘર્ષમય સાહસ કથા છે હો કુલદીપભાઈ..!"

શ્રી એ કહ્યું.

"મતલબ કે શેતાનના આતંક વિશે મિન્ની સારી રીતે જાણે છે..?

કુમારે માથું ખંજવાળ્યું.

" હા..!"

કુલદીપે વૉલક્લોક તરફ નજર કરતાં જવાબ વાળ્યો.

પરિસ્થિતિની ભયાનકતાનો ખ્યાલ આવતાં કુમાર ગંભીર થઈ ગયો હતો.

વર્તમાન સ્થિતિથી એ પરેશાન હતો.

અને આફતમાંથી હેમખેમ બહાર કાઢે એટલી શક્તિ મારા મિત્ર કુલદીપમાં હતી. કુમારે એક આશાભરી મીટ કુલદીપ પર માંડી.

"મિન્ની અહીં પહોંચશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે કુલદીપ..! કેટલીય નિર્દોષ પ્રજાનો ભોગ લેવાઈ ગયો હશે..!

અને અને આ તારી ભાભી સામે જો..!"

કુમારે શ્રી તરફ આંગળી કરતાં કહ્યું.

"માત્ર ભયની એક ઝલકથી કેટલી સહેમી ગયેલી એ...?"

જ્યારે શેતાની આત્મ પેલા નિર્દોષ લોકોની બોચી દબાવી રક્ત પિતો હશે ત્યારે શી વીતતી હશે એમના ઉપર..?

"જલદી કંઈક કર..

કુલદીપ કંઈક કર..!

નહીં તો સમગ્ર શહેર સ્મશાનઘાટમાં ફેરવાઇ જતા વાર નહિ લાગે..!

જગ્યા-જગ્યાએ માનવ કંકાલના ખડકલા જોવાની હામ મારામાં નથી...!"

કુમાર દ્રવી ઊઠ્યો.

"એવું હું હરગીઝ નહિ થવા દઉ કુમાર..! મારા જીવનના ભોગે પણ હું શેતાનનો ખૂરદો બોલાવી દઈશ..!

તુ નિશ્ચિંત રહે.

આજે રાત્રે જ એનો ફેંસલો હું કરી નાંખીશ. કુલદીપે કહ્યું.

" હવે એ વાત જવાદો કુમાર..!

જેની સતત ચર્ચાથી ભયના ઓથાર નીચે રહેવું પડે એ કરતાં કોઈ બીજી જ વાત કરીએ..!"

"તમે ફક્ત મિન્ની જ વાત કરો..!"

એમ કરો ને ભાભી તમે જ તમારી સહેલી મિન્નીની વાત કરોને..?"

" અરે હા દેવરજી..!

હું તો કહેવાનું ભૂલી જ ગઈ.

એ સવારે વહેલી આવેલી.

એના હાથમાં પણ ઉઝરડા હતા.

અને શ્વેત કપડાં પર લોહીના છાંટા.

"અરે..! વાત કરતાં કરતાં શ્રી મૂંઝાઈ ગઈ "આ તમારી એજ તો મિન્ની નથીને..?"

ઘડીભર માટે કુલદીપ અને કુમાર બંને હેરતમાં હતા.

એમની જ હતી ભાભી કુલદીપના ચહેરા પર વિજયી તેજ ધડકી ઊઠ્યું.

"ક્યાં ગઈ એ ..?"

મેં એના પર ક્રીમ લગાવી આપી એટલે કહે "બસ ભાભી હવે હું જાઉં..!

મારે મૃણાલને મળવું છે...!

મૃણાલ..? કુલદીપ ઉછળી પડ્યો.

"અરે હા દેવરજી આ એજ મૃણાલ હશે જે તમને સમાચાર આપી ગયેલી.

" કુમાર મને લાગે છે મિની પડછાયાની જેમ જ પાછળ જ છે.

"એમ જ હશે બાપ રે..! હું તો ડરી ગયેલી. મિન્ની ઉપરના ઉઝરડા જોઈ મનમાં ફાળ પડી.

પેલો શેતાન તો નહીં આવી ગયો હોય ને..? પરંતુ મિન્ની બેનને મરક મરક હસતા જોઈ મારી શંકા નિર્મૂળ થઈ ગયેલી.

કુલદીપને હવે પાકી ખાત્રી થઈ ગઈ હતી.

મિન્ની બધી જગ્યાએ આડી આડી રહી બધાને બચાવતી રહી છે.

મિન્નીએ અમારા આગમન પહેલાં શ્રીને મળીને દોસ્તી કરી લીધેલી.

અને અમારી રજેરજ ખબર રાખતી હતી. કુલદીપ વિચારતો જ ગયો.

એકવાર મિન્નીએ પુછેલુ ખરું.

" તમારે શ્રી ભાભી થાય ખરુ ને..?"

ત્યારે કુલદીપે ઉત્તર વાળેલો.

" કુમાર જેવો ભેરુ ભાઈબંધ છે..

પણ કુંવારો છે..

તો ભાભી ક્યાંથી આવે...?"

પોતાના જવાબથી એ ભેદ ભર્યું હસી હતી.

ત્યારે કુલદીપને સપને પણ ખ્યાલ ક્યાંથી હોય કે શ્રી ભાભીનો સાક્ષાત્કાર મિન્નીએ કરી લીધો છે...?

કુમાર બેઠોબેઠો પ્રેસ મેટરને સગેવગે કરી રહ્યો હતો.

પિશાચી ચહેરા સહિત એનો આ રિપોર્ટ છાપામાં સવારે તરખળાટ મચાવવાનો છે.

પોતે જાણતો હતો.

ભલભલા માણસોના શ્વાસ અધ્ધર કરી નાખનારો રિપોર્ટ તૈયાર થઇ ગયો હતો.

શ્રી એ કોફી બનાવી.

કોફીની ચૂસકીઓ ભરતા કુલદીપની નજર મુદ્રા પર ગઈ, તો તરત જ મન મગજ સતર્ક થયાં

મલિન મુદ્રા પાવન કરવી જરૂરી હતી.

એના થકી જ પોતે પાવન મંત્રોનું તેજ શરીરમાં પ્રકટ કરી શકવાનો હતો.

રાત વધતી જતી હતી.

માલદીવમાં બનેલી ઘટના નંદપુરામાં ઘેરઘેર ચર્ચાઇ રહી હતી.

રાતે કોઈ ચકલું પણ બહાર ફરકતુ નહીં. ગામમાં ભયના વાદળો મંડરાતા હતાં.

ધીમે-ધીમે ઘડિયાળના કાંટો સરકતો જતો હતો.

કલાક કાંટો અગિયાર પર આવ્યો.

અને સેકન્ડ કાંટો અગિયાર પૂરા કરી આગળ વધ્યો કે તરત જ દરવાજો ધમધમી ઉઠ્યો. ડોરબેલ વાગી.

કુલદીપ દરવાજાને તાકી રહ્યો.

ડોરબેલ અટકવાનું નામ જ નહોતી લેતી.

શ્રી ની ધડકન વધી ગઈ.

કુમાર પણ ઉંચો નીચો થઇ ગયો.

કુલદીપ દરવાજો ખોલવા ઊભો થયો.

"ના દેવજી ના દરવાજો ના ખોલજો..!" શ્રીના શબ્દોમાં ભયની કંપારી હતી.

"હું છુને ભાભી..! હવે તમારે ડરવાની જરુર નથી..! જોઈએ તો ખરા.. કોણ આવ્યુ છે..?"

એટલુ કહેતાં કુલદિપે બેધડક દરવાજો ખોલી નાખ્યો.

બધાની નવાઈનો પાર ન રહ્યો.

સામે મધુર સ્માઇલ સાથે મૃણાલ ઉભી હતી.

એ જ મૃણાલ જે માલદિવમાં સુધિર પાછળ આફરિન હતી.

"આવી જાવ..!"

કુલદિપે રસ્તો આપ્યો એટલે એ ભીતર પ્રવેશી ગઈ.

દરવાજો બંધ કરી કુલદિપ મૃણાલ સન્મુખ સોફા પર બેઠો.

કુલદિપના ચહેરાને ટગરટગર નિહાળી રહેલી મૃણાલ ટહુકી.

"હુ એક માઠા સમાચાર લઈને આવી છુ..!

તમે સપને પણ ના વિચાર્યુ હોય એવા વિસ્ફોટક સમાચાર..!"

કુમારનુ મન અટકળો કરમાં ડૂબ્યુ.

જ્યારે જ્યારે કુલદિપના દિલોદિમાગ માં તોફાન હતુ.

જરૂર કોઈ એવી વાત છે જે બધાંને હચમચાવી મૂકવાની હતી.

એનુ હ્રદય એક-બે વાર ધડકવાનુ ચૂકી ગયુ.

રહસ્યનુ પોટલુ ખોલતી હોય એમ ધીમેથી એ બોલી.

તમે બધા પોતાની જાતને સંભાળજો.

હૃદયને આંચકો ના લાગે.

મૃણાલે કુલદીપની આંખમાં આંખ પરોવી.

શું વાત હોવી જોઇએ એવો સવાલ શ્રી અને કુમારના મનને પણ ખોતરતો રહ્યો.

"કુલદીપ વાત ઉત્કંઠા ભાભીની છે..!"

શું થયું ઉત્કંઠા ભાભીને..?

શું થયું બોલને મૃણાલ..?

શું થયું ઉત્કંઠા ભાભીને..?"

કુલદીપનાં સ્નાયુઓ તંગ થઈ ગયેલાં

મન ઉદ્વિગ્ન હતું.

"થયુ નથી. થનાર છે...!"

"શુ..???"

ત્રણેયના મુખેથી જાણે ચીસ નીકળી.

"હા, મૃણાલે ખુલાસો કરતા કહ્યું.

રાત્રે તમો બધા એમ જ સમજતા રહ્યા કે ઉત્કંઠા બચી ગઇ છે.

પરંતુ એ હકીકત નહોતી.

ઉત્કંઠાનુ તમે જે સ્વરૂપ જોયેલું કુલદીપ.. એ પહેલાં પિશાચોના પાપાચારનુ પરિણામ ઉત્કંઠાની અસહાય કાયા કહી દેતી હતી. મારે કશું તમારાથી છુપાવવુ નથી.

ક્ષણભર અટકી મૃણાલે કહ્યું ઉત્કંઠાને બચાવવામાં મોડી પડી હતી.

મેં એની પ્રાણ રક્ષા કરી પરંતુ એના ચારિત્રની રક્ષા ન કરી શકી.

કુલદીપ મેં એમના ઘરમાં જ ઉત્કંઠાને બેભાન અવસ્થામાં નિર્વસ્ત્ર પથારીમાં ચત્તીપાટ પડેલી જોઈ હતી.

એના શરીર પર જગ્યા-જગ્યાએ ઉઝરડા પડ્યા હતા.

એ નરપિશાચોએ એના શરીરને ચૂંથી નાખ્યું હતું.

હું પહોંચી ત્યાં સુધીમાં એ પિશાચો ભાગી છૂટયા હતા.

મેં જ ઉત્કંઠા ભાભીને વસ્ત્રો પહેરેલાં.

"પરંતુ એ રાત્રે તો તમે..?"

કુલદીપ અટક્યો. એનું મન ગૂંચવણમાં હતું.

તરત જ એની મૂંઝવણનો ઉકેલ લાવતાં એ બોલી હતી.

"તમારી ધારણા સાચી છે કુલદીપ..!

હું મૃણાલ નહીં , મિન્ની જ છું..!"

કુલદીપ કુમાર અને શ્રી જોતાં જ રહ્યાં

આંખોમાં નર્યુ વિસ્મય ભરી..

મૃણાલના શારીરિક સ્વરૂપમાં ફેરફાર થઇ રહ્યો હતો.

ક્ષણાર્ધમાં એ મિન્નીના મૂળરૂપમાં આવી ગઈ.

"મિન્ની..?"

મિન્નીને નજર સામે જોતાં જ કુલદીપ હરખઘેલો બની ગયો.

"હા, હું તમારી મિન્ની જ છું..!

પરંતુ તમે ત્યાં જ ઊભા રહેજો..!

આમતો ઉત્કંઠા વાળી વાત હું તમને રાત્રે જ કરવા માગતી હતી.

પણ ભાવાવેશમાં તમે એકાએક દોડીને મને ભેટી ના જાવ, એટલે મેં એ વખતે વાત કહેવાનું ટાળ્યું હતું.

"પણ શા માટે મિન્ની..? શા માટે તું મારાથી દૂર ભાગે છે..?"

જવાબમાં મિન્નીએ શ્રી અને કુમાર તરફ જોતાં કહ્યું.

સાહેબ.. સુધાબહેન..!

કુલદિપ તમે સ્નાન કરી લો અને મુદ્રાને અભિમંત્રિત કરો.. મારે એ જ કહેવુ છે..!

કુલદીપ મિન્નીની વાતનો મર્મ પામી ગયેલો.

શ્રી ભાભીને કહી કુલદિપે ઝડપી સ્નાનની વ્યવસ્થા કરાવી.

અબઘડી સ્નાનથી પરવારી ધૂપસળીનો ધૂપ આપી મુદ્રાને અભિમંત્રિત કરીને કુલદીપ બેઠક રૂમમાં આવ્યો.

શ્રી પોતાની સખીના નવા રૂપને જોઈ આશ્ચર્યમૂઢ હતી.

એને શું પૂછવું એ સમજાતું નહોતું.

મિન્નીને બે ઘડી કુલદીપ જોઈ રહ્યો.

મિન્નીની નજર કુલદીપની નિગાહો સાથે મળી. તો એ મોહક હસી પડી.

શ્રીની અકળામણ પર પણ એ મરકાતી હતી.

કુલદીપ પૂછતો હતો.

"મિન્ની તો પછી સવારે મળેલી મૃણાલ પણ તું જ હોવી જોઈએ..!"

"ના..એ દીદી જ હતી..!"

ભાભી ને હું જરૂર મળેલી.

મોહનના પિશાચી ચહેરાનો ભય એમના મનમાં હતો.

એમના મનની વાત હું પામી ગઈ.

એટલે તરત મેં મૃણાલને મોકલી તમને કુમારભાઈ જોડે તેડાવી લીધા.

અને મૃણાલનો પણ માર્ગ મોકળો કરી આપ્યો.

"એ કેવી રીતે...?"

કુલદીપના મનમાં નવુ કુતૂહલ જન્મ્યુ.

"એ એવી રીતે કુલદીપ કે તમારા પેલા લંગોટિયા મિત્ર સુધીરની વાત મુખેથી સુધીરની પ્રશંસા સાંભળી એને પરોક્ષ રીતે સુધીરનો પરિચય થયેલો.

એ સુધીરને મળવા તમારા ઘરે આવેલી અને હવે તો...?

"ઓહ..! પરંતુ એ તો કોઈ એની સહેલી ને મળવા જવાનું કહેતી હતીને..?"

તમે કુમાર ભાઈના ઘરે પધારો એટલી જ મૃણાલ વાટ જોતી હતી બાકી રહેલી તો એની તમારી બાજુમાં જ રહેતી હતી એટલું બોલીને મિલની ખડખડાટ હસવા લાગી.

કુલદીપ પણ મુસ્કુરાયો પોતાના મિત્ર સુધીરની ખુશનસિબી ઉપર..

"વાત આડે પાટે ચડી ગઈ.

મારે મુખ્ય વાત તો કહેવાની રહી જાય છે..!"

હા મિન્ની ઝટ કહેને..! શું થવાનું છે ઉત્કંઠા ભાભીને..?"

શ્રીએ કંપતા અવાજે પૂછ્યું.

મારી વાત ધ્યાનથી સાંભળો.

મિન્નીએ વાતનો ઉઘાડ પાડતાં કહ્યું.

મોહન હવે સંપૂર્ણ પિશાચના રૂપમાં આવી ગયો છે.

એને ઉત્કંઠા સાથે રેપ કરી પોતાના મલિન ઝહેરને ઉત્કંઠાના શરીરમાં મુક્યું છે.

એ ઝહેર આજે રાત્રે ઠીક એેટલાવાગે જેટલા વાગે કાલે એ ઘટના ઘટી હતી ઉત્કંઠાની નસેનસમા પ્રસરી જવાનું.

અને ભરનિંદરમાં ઉત્કટતા બહેન ઠંડા થઇ જવાનાં.."

"શું વાત કરે છે મિન્ની..?"

કુલદીપ અવિશ્વાસ ભરી નજરે મિન્નીને જોતો રહ્યો.

"હા, કુલદીપ હું જે કહું છું એ કડવું સત્ય છે.

સવારે એ સમાચાર પણ એટલી જ ઝડપે પ્રસરી જવાના કે ઉત્કંઠા..?"

મિન્ની એ જાણી જોઈને વાક્ય અધૂરુ મૂકી દીધું.

કુમાર સમસમીને રહી ગયો.

એનો આક્રોશ એણે શબ્દોમાં ઠાલવ્યો.

"હવે તો હદ થઈ ગઈ છે કુલદીપ..!

કંઈક કર હવે..!

નહીં તો આ શૈતાનો બધાને ભરખી જવાના..!

ધીરજ રાખ કુમાર..!

don't worry આજે એનો ફેંસલો કરી જ નાખવો છે..!

કુલદીપને મૂળ વાત યાદ દેવડાવી હોય એમ મિન્ની ટહૂકી.

હવે ગુરુજી તારો સંપર્ક જરૂર કરશે કુલદીપ..

તારો દેહ મુદ્રા મલિન થતાંની સાથે જ પવિત્ર થયો હતો.

જે વાત ગુરુજીએ સ્વપ્ન સંકેત મારફતે મારા સુધી પહોંચાડી. જેની તરફ તારું ધ્યાન દોરવું જરૂરી હતું.

મારું કાર્ય પૂર્ણ થયું.

તારો સંપર્ક કરવામાં ગુરૂનો અવરોધ ટળી ગયો છે.

ત્વરિત ગુરુદેવ તારો સંપર્ક સાધશે..!

હવે હું રજા લઈશ..!"

ક્રમશ:

આપના પ્રતિભાવોનો આકાંક્ષી

-સાબીરખાન પઠાણ

9870063267