શબ્દ ગુંચ્છ
એ વાત કુદરતની મને ઘણી ગમે છે.
કિનારે ઊગી વૃક્ષ રસ્તા પર નમે છે.
મારું આખું વિશ્વ જંખનામા આવી વસે છે.
આંસુ લઇ જયારે તું સાવ ખોટું હસે છે.
ના શિકવા કરેગે ના શિકાયત કરેગે
આપ સલામત રહો ઐસી હમ દુઆ કરેગે.
અત્યાર ના બાળકોને નોટબુક કરતા ફેસબુકમાં વધારે ખબર પડે.
જો એમને ફેસબુક કરતા નોટબુકનું મહત્વ સમજાય તો કેવી મજા પડે.
***
કેટલાય સપનાં કણસે છે. જીવનમાં
પ્રેમના નામે સંબંધો વણસે છે. જીવનમાં.
એ ભલે આવજા કરે પ્રેમનો ડોળ કરીને.
પણ એની યાદમાં અક્ષ ટપકે છે. જીવનમાં.
ઝાંઝવાના જળને જોઇને હરખાય છે. મન.
લાગે છે. કોઈ પ્રેત જેવું ભટકે છે. જીવનમાં.
કશું ના હોવાનો કોઈ વસવસો નથી પણ
પાસે હોવા છતાં ખોટ ખટકે છે. જીવનમાં.
ઉપવન જેવા મળ્યા છે. નસીબ મને અજય.
રોમે રોમે હેત મહેકે છે. મારા જીવનમાં.
***
સત્ય પણ ક્યારેક કડવું જોઈએ !
જાત ની સાથે જઘડવું જોઈએ !
એ રહ્યો ઈશ્વર ખપે એને અરૂપ.
માનવી છું મારે દોડવું જોઈએ.
***
વડવાઈ ઝૂલો ઝૂલાવી કહી ગઈ.
મસ્તી તારી હવે હિસાબી થઇ ગઈ.
વૃક્ષો વિનાશે વર્ષા રીસામણે હતી.
પંખીની શરમે વાદળી થઇ ગઈ.
ભણેશરીનો કાગળનો ઘાણ જોઈ
બાવળની ડાળ કાયલી થઇ ગઈ
ખુલ્લા છાયરે ડોશીને ભીંજાતી જોઈ
ડોસાની ચાદર ઝુપડી થઇ ગઈ.
ફકીરના પગે કાંટા ચુભતા જોઈ
રસ્તાની વેલ સાદરી થઇ ગઈ.
***
તું અને હું શબ્દ બે અર્થ એક
ને ઘરની જાણે છત એક
તું દુપટ્ટો દે, રૂમાલ હું ધરું
ગાંઠે બાંધીએ સંબંધ એક
તારા આમંત્રણે ઊજવવો છે.
મિલનનો અવસર એક
ચકો ચકી મળ્યે માળો થયો
તું આવો કરીએ ઘર એક
આપણે બે, બે નથી
પણ ખુદાએ સર્જેલી પ્રીત એક
***
અમથું ક્યાં કઈ મળે છે. આ દુનિયામાં
મળેલ દર્દ એ પ્રેમની કમાણી છે.
પહાડોએ દિલ ચીરી દિલદારી દાખવી છે.
માટે જ તો ઝરણાંની સરવાણી છે.
ઘાત વિત્યા પછીના આઘાતની આ વાત છે.
દશા કરતા કુસુમની કોણે જાણી છે.
લાખો ચહેરો મારી આંખોમાં કેદ થયા હશે.
એક જ આકૃતિ દિલ પર કેમ છપાણી છે.
વર્ષો પછીના મિલનથી અમીન દર્દમાં વધુ
ડૂબ્યો અંગત છતાં એ બની જાણી અજાણી છે.
***
ખોવાયેલ એ એકાદ પળ મળી આવે
શુષ્ક-આફાટ રણમાં મૃગજળ મળી આવે
કેટલું ઊડે વિસ્તર્યું છે. એની પાદનું મૂળ
શોધતા-ખોળતાય ના એનું તળ મળી આવે
જાગી છે. તાલાવેલી એ સ્વરો સાંભળવાની
ફરી એ પ્રણય-પ્રવાહનું ખળખળ મળી આવે
હંમેશ છેતરાયો આવ્યો હું એ છળ-મોતીથી
ઠપકો આપી દઉં જો એ ઝાકળ મળી આવે
આંખોમાં તરવરે છે. રોજ એક ચહેરો ‘હેત’
એક ગજલ બને છે જો પેન-કાગળ મળી આવે.
***
જિંદગી ખુદ કાચના પિંજરની અંદર કેદ છે.
જૂના દિ ની યાદમાં પિંજરની અંદર કેદ છે.
જિંદગીને માણવા માટે આ જીવન પુરું નથી.
સપનાઓ જે, આંખના પિંજરની અંદર કેદ છે.
તેજ ને બદલે જો ધગધગતો જ્વાળામુખી છે.
રોશની પણ સાથના પિંજરની અંદર કેદ છે.
વૈભવી જીવન છતાં પણ ખુદ અલગ દુનિયામાં રહે છે.
ભાગ્યરેખા હાથના પિંજરની અંદર કેદ છે.
હાથ જાણીતો અજાણે પણ અડીને જાય તો
ગીતો પણ જો છેદના પિંજરની અંદર કેદ છે.
***
તારો છે કે ન એ મારો છે.
પ્રેમ ધગધગતો અંગારો છે.
રંગબેરંગી દુનિયાને જો
કુદરતનો રંગારો છે.
તરફડે પાંજરામાં છતાં
તેમાં રહેવાનો લહાવો છે.
જીવન ઝંઝાવાતમાં ફસાયું
તેમાં થોડો વાંક તમારો છે.
***
લાખો ની મળી જણસ એક
ખોલી જોયા જ્યાં માણસ એક
પાણી હવે રંગીન મળે છે.
આંસુ નો હજી રંગ એક
અંધારાનેય ધ્રૂજાવી શકે
ખૂણામાં રહેલું ફાનસ એક
દરબદરમાં માંગવું શું વળી
દેવાવાળો બેઠો ઈશ્વર એક
જન્મ્યા છે તો જીવી લઈએ
નક્કી છે મૃત્યુનો દિવસ એક.
***
ફાવશે કે નહી એ તું નક્કી કર.
રહીશ બેફીકર એ તું નક્કી કર.
તું જાણે છે. જીભ ને તાળું નથી હોતું
મૌન રાખી શકીશ એ તું નક્કી કર.
તન મન ધન ઉમંગે વધાવી દીધા.
ભાગ્ય કોના હાથમાં છે. એ તું નક્કી કર.
આંખથી આંખ ઉલજાવી બેઠો છું.
કેમ કરી ખુશ રહેવું તું નક્કી કર.
બધા પર ભરોષો મૂકી દીધો અજય
ઘોંચી શકે કોઈ ખંજર તું નક્કી કર.
***
મને મારી મનાનો અનુભવ થઇ ગયો.
એમાં તારી રજાનો અનુભવ થઇ ગયો.
હું જાણું છું મારા તરફ પ્રેમ જેવું હતું.
સાથ છોડી ગુનાનો અનુભવ થઇ ગયો.
તે તૈયારી કરી હોત તો તું અમારી હોત.
હિંમતના અભાવનો અનુભવ થઇ ગયો.
તારી હમદર્દીની ક્યાં કોઈ અપેક્ષા હતી ?
દિલાશો નહી દશાનો અનુભવ થઇ ગયો.
રમત રમી ગઈ કિસ્મત “અજય” સાથે
એમાજ વેદનાનો અનુભવ થઇ ગયો.
***
તુ મારા વગર ખુશ છે. એમ માની લઉં છું.
તારા મીઠા સ્મિતને ગુલાબ સાથે સરખાવી લઉં છું.
તું મારા વગર નથી રહી શકતી એમ માની લઉં છું.
તારી લટકતી જુલ્ફોને નમણી વેલ સાથે સરખાવી લઉં છું.
તારા દિલમાં મારું સ્થાન પ્રથમ છે. એમ માની લઉં છું.
તારા નામને મારા નામ સાથે સરખાવી લઉં છું.
તારી સાથે મારું જીવન વસંત છે. એમ માની લઉં છું.
તારી જિંદગીને મારી જિંદગી સાથે સરખાવી લઉં છું.
તું મારી જિંદગી છે. એમ માની લઉં છું.
બસ મારી મોતને તારા અંત સાથે સરખાવી લઉં છું.
***
જખમ આપી અને આ જિંદગી ચાલી જશે.
સમય સાથે બધીય સાદગી ચાલી જશે.
વધારે બોલવાની જરૂર નહી પડે
ખુદા સાચો હશે તો બંદગી ચાલી જશે.
નજર સાથે નજર મીલાવી વાત કરી જુઓ
પછી મારી-તમારી ખાનગી ચાલી જશે.
દવાદારૂ ના આવે કામ જો “અજય” તો
મરણ સાથે પુરાણી માંદગી ચાલી જશે.
***
મને સમજી શકે એવું દિલ ક્યાં છે તારી પાસે ?
જિંદગીના અનેક વર્ષો વિત્યા છતાં કદર ક્યાં કરી તે મારી સાથે ?
હું તો સમજતો કે તું મારી છે પણ,
હું તારો છું એ ક્યાં સમજી શકી તું ?
તું તો કહેતી હતી કે છોડી ને ના ચાલ્યા જશો મને
પરંતુ સમય જતા ક્યાં તે મને ધકેલી દીધો ?
મારી અગણિત વેદનાઓ ક્યાં દેખાઈ તને
‘આશિક’ તો એકલો રહ્યો જિંદગીના આ સફરમાં.
બાકી મોત આવે તો ભલે આવતી
બાકી પરવા ક્યાં છે. તને મારી ?
***
થોડા ખાટા મોળા બની જઈએ.
ચાલને ભેરુ નાના છોકરા બની જઈએ.
બારાખડી ગોખીએ, એકડા ગુટીએ.
સરકસમાં સિંહ માસીરની સોટીએ.
સ્લેટ જેવા સાવ કોરા બની જઈએચાલ ભેરુ નાના છોકરા બની જઈએ.
ધૂળમાં પડીએ બાથંબાથ લડીએ.
તો પણ બધું ભૂલી દરરોજ મળીએ.
ગાંઠ વગરના દોરા બની જઈએ
ચાલને ભેરુ નાના છોકરા બની જઈએ.
***
મહેફિલમાં આપની આવી
દિલ બહેલાવ્યા કરું છું.
જિંદગીની ખુશીઓ મારી
આજ તારે નામ કરું છું
નથી મળતી મંજિલ બધા હમસફરને
માનીતા હમસફર સાથે
હતી શું મારી ચાહતમાં કમી કે દુર જવું પડ્યું.
જોયેલા સપનાં આજ તારે નામ કરું છું.
હારી ગયો હું જિંદગીની રમત રમી
‘આશિક’ નું આખું જીવન તારે નામ કરું છું.
***
મળ્યો છું તને ભીડમાં.
પડ્યો છું તારા પ્રેમમાં.
હું ના રહ્યો ભાનમાં
થયું મોડું એકરારમાં.
પડ્યો લોચો પહેલીવારમાં
પણ હવે આવ્યો છું ભાનમાં
મળીએ આપણે એકાંતમાં
માનીલે મારી વાત સાનમાં
આ હું તને કહું છું કાનમાં
પછી નહી મળે આવી પળ એકાંતમાં.
***
કોઈને મન ચાહી ચીજ મળતી નથી
દિલની વાત કોઈને કહેવાતી નથી
દિલ હંમેશા ચાહે છે. જે મળવાનું નથી
પ્રેમ એ કોઈ રમતની વાત નથી
કોઈને લાગે છે પ્રેમ ઈશ્વર, કોઈને લાગે છે પ્રેમ ખુદા
પણ પ્રેમ સુ કહેવાય એની સાચી રીત કોઈને ખબર નથી.
પ્રેમ એ કોઈ મેળવવાની ચીજ નથી
પ્રેમ ને જીતવો એ કોઈની તાકાત નથી
પ્રેમની કોઈ પરિભાષા નથી પ્રેમ તો ખામોશીયોથી બયા થાય છે.
પ્રેમ એ કોઈ વ્યક્ત કરવાનો વિષય નથી
‘આશિક’ તો માને છે. પ્રેમ ને તાકાત. પ્રેમ કોઈ જબરદસ્તી નથી
કારણ પ્રેમ એ કોઈ ગુલામીનો મોતાજ નથી.
***
દિલમાં મારા ઉમંગ છે.
પણ ઉમંગ માં તું નથી.
મળવાની ખોટી આશા છે.
પણ એ આશામાં તું નથી.
સાગરમાં મોતી ઘણા છે.
પણ તેની મને જરૂર નથી
ચંદ્ર થી ચાંદની છે.
પણ પૂનમ ની રાત નથી.
પ્રણયની સુવાસ છે.
પણ સુવાસ માં તું નથી.
હું તને કઈ કહેવા માંગું છું.
પણ મારામાં હિંમત નથી.
તું કહી શકે તેમ છે.
પણ તું કશું કહેવાની નથી.
આ કાવ્યમાં તારું રૂપ છે.
પણ કાવ્યમાં તું ક્યાય નથી.
હાલ તો મારામાં તું અને તુજ છે.
પણ તારામાં હું ક્યાય નથી.
***
છોકરી છે. ગજબની ચીજ મારા ભેરુ
મેક-અપ કરી નીકળું એ દેશી રજવાડું
છોકરી છે ફેશનમાં, છોકરો છે વ્યસનમાં.
માં-બાપ છે. એના ટેન્શનમાં મારા ભેરુ
અત્યારના છોકરાઓને પ્રેમ સિવાય કઈ સુઝે ના.
પણ પ્રેમ એ કઈ સાચી ચીજ નથી મારા ભેરુ.
હું એવું નથી કહેતો કે પ્રેમ ખરાબ છે.
પણ જુદાઈની યાદમાં કડવું ઝેર છે. મારા ભેરુ.
ખુદની આ કેવી રીત છે.
મારી કાયાનું મીઠું પાન છે. મારા ભેરુ.
અત્યારનો યુગ ફેશનનો યુગ છે.
એ ફેશન વૃદ્ધાની દુશ્મન છે. મારા ભેરુ.
અત્યારના લોકો માને છે. પ્રેમને ખુદા
પણ એ પ્રેમ ગમોનો સાગર છે. મારા ભેરુ.
***
આપણે જીવનસાથી ન બની શક્યા.
પરંતુ તમારા વગર જીવવાનું શીખી લીધું.
જયારે પણ કોયલ બોલશે ત્યારે મારા ગીતો યાદ આવશે.
જયારે વરસાદ વરસે ત્યારે મારી યાદ આવશે.
આકાશે ચમકતી વીજળી મારી તસ્વીર યાદ અપાવશે.
જયારે ધાબે જઈ પોપટ-મેના નિહાળશો આપણા પ્રેમની પ્રતીતિ થશે.
આકાશે ચાંદલિયો નિહાળશો
ત્યારે મારો ચહેરો યાદ આવશે.
તમે મને તમારી કવિતાઓ - રચનાઓમાં ઢાળી દીધી છે.
એ શબ્દો ને વાંચી તમારા છેલ્લા શબ્દો યાદ આવશે.
તમારી સાથેની સુહાની પળોમાં જિંદગી જીવી લીધી છે.
તમારી રચના સાથે શેષ જીવન વિતાવી લઈશ.
ઈશ્વર પાસે હવે શું માંગું ? હવે.
તમારા છેલ્લા શબ્દો ની લાકડી બનાવી જીવન ગુજરી લઈશ.
***
શિયાળામાં ઝાકળ પડે
એ ઝાકળ જોવું ત્યારે
તું યાદ આવે.
ઊગતા સૂર્યને જોવું ને
તારો સ્મિત ભર્યો.
ચહેરો યાદ આવે.
પાનખર એ એકલતાનું પ્રતિક છે.
પાનખરની ઋતુમાં તારા સંભારણા યાદ આવે.
એક ફૂલને ડાળીથી અલગ થતાં જોવું ત્યારે.
આપણા બેના જુદાઈનો પ્રસંગ યાદ આવે.
વરસાદમાં મોરને કળા કરતો જોવું ત્યારે.
મને બેના મિલનનો પહેલો વરસાદ યાદ આવે.
વડની વડવાઈઓ જોવું ત્યારે.
તારી લટકતી જુલ્ફો યાદ આવે.
જિંદગી, આમ પૂરી થવા આવી ‘આશિક’ના છેલ્લા શ્વાસે
તારું છેલ્લું આલિંગન યાદ આવે.
***
દિલડાની આગ ને હું આંસુ થી ઓલવું.
મનમાં મૂંઝાઉં લવું દિલથી શું બોલવું.
પ્રશ્નોની વણજાર છે. વાતોની ભરમાર છે.
પ્રશ્નો સમજાય નહી કોઈને કહેવાય નહી.
સત્ય સમજાય છે. પણ લાગે છે કડવું.
ઘડીભર એમ થાય છે. મદદે કોઈ આવી જાય.
અટ્ટહાસ્ય કરવું કે ખૂણે બેસી રડવું.
જીવનમાં ઝેરને અમૃત કેવી રીતે માનવું.
પીવાને મરવું છોડીને શું કરવું.
બીજું કશું થાય નહી સુઝે નહી રાહ કોઈ.
પાંખો કપાઈ ગઈ આભે કેમ ઉડવું ? ‘અજય’ સમજાય નહી.
દિલથી સહેવાય નહી. એટલું સમજાય કેવળ સત્ય હોય કડવું.
***
તારા સિવાય મારું કોઈ નથી.
માની કેમ નથી લેતી તું.
જીવન હવે સુંદર છે.
માની કેમ નથી લેતી તું.
મહોબ્બત એક પવિત્ર નજરાણું છે.
માની કેમ નથી લેતું તું.
પાનખર હવે વસંત માં ફેરવાશે.
માની કેમ નથી લેતી તું.
નફરત હવે ચાહતમાં ફેરવાશે
માની કેમ નથી લેતી તું.
પ્રેમ હવે સંબંધ માં બંધાશે.
માની કેમ નથી લેતી તું.
તારા અને મારા પ્રેમનું પ્રકરણ ચર્ચાશે.
માની કેમ નથી લેતી તું.
***
લખી છે લાગણીઓ કદાચ લય પણ આવે.
વાત છે પ્રણયની કદાચ પ્રલય પણ આવે.
ખોલ્યું છે દિલ આજે અમે ભરી મહેફિલમાં
સાંભળવા શબ્દો ને કદાચ સમય પણ આવે
ચાહતમાં બધી ચરમસીમાઓ પાર કરી દીધી છે.
અહી કોઈ નાયિકા કદાચ નિર્દય પણ આવે.
બને એવું કે હોઠ અને શબ્દો બે ખામોસ થઇ જાય.
રજૂઆત કરવા આજે કદાચ હૃદય પણ આવે.
અનહદ ચાહવાનો આરોપ છે. ‘અજય’ પર.
સાચા પ્રેમની વિરુદ્ધમાં કદાચ નિર્ણય પણ આવે.
***
તને શું ખબર તારા વિના મારા શું હાલ છે.
નજરથી જીગર સુધી તારા નામની ધમાલ છે.
હળવું મળવું તારું આલિંગન પછીની વાત કહું ?
શરમથી લાલચોળ હજી આજેય મારો ગાલ છે.
શતરંજના શહેનશાહોને એકલો પડકાર છે
અતુટ તારો સાથ એજ મારી પ્રથમ ચાલ છે.
હમણાં તો ખુદ વિધાતા પણ કરે છે. ઈર્ષા મારી.
કારણમાં મને મળેલું તારું અફાટ વ્હાલ છે.
સહી લેવા દો આજે વેદનાઓ ‘અજય’ને.
આંખોમાં આંજેલી મેં પ્રણયની આવતીકાલ છે.
***
ભૂલથી પણ એકવાર તો કહી દે તું મને.
કે હકીકતમાં કેટલો પ્રેમ કરે છે તું મને ?
જાણું છું કે કદાપી તું નહી જ કહે આવું
કેમ કે આદિ નથી આવું કહેવાની તને ?
પણ અમારું હૈયું તો બન્યું છે. પાગલ કેટલું
કેટલો અથાગ પ્રેમ કહે છે. એ શું કહું તને.
આજે આ બધું કહીને પણ શું ફાયદો ?
અમારી લાગણીઓની ક્યાં કશી પડી છે. તને.
કહી દીધું તે જે બધું કહેવાનું હતું તારે
‘પ્રેમ શું ચીજ છે’ એની ક્યાં ખબર છે તને.
***
મજહબની એટલે તો ઈમારત બળી નથી.
શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી.
સારું થયું કે કોઈ મનુએ લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતના પોટલા
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી
કેવા શુકનના પર્વતે આપી હશે વિદાય
નિજ ઘરથી નીકળી નદી. પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
કુરઆનમાં તો ક્યાય પયગમ્બરની સહી નથી.
હિંચકારુ કૃત્ય જોઇને ઇન્સાનો બોલ્યા
લાગે છે. આ રમત કોઈ શૈતાનની નથી.
ડુબાડી દઈ શકું છું ગળાડૂબ સ્મિત ને
મારી કને અશ્રુની કઈ કમી નથી.
ઉઠબેસમાં ભૂલ પડે મનના કારણે
એ બંદગી નો દ્રોહ છે. એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘આશિક’
જીવનની ઠેસની તો કસ હજુ કળવળી નથી.
***
તમે અમારા ને અમે તમારા ન બની શક્યા.
અશ્રુ વિરહના અમીથી નીશરતા
એ જાણે પ્રેમની આખી કહાની કહી ગયા.
હતી જિંદગીની બે પળો માણી તમારી સાથે.
એ બે પળો મને જીવવાની એક
અનોખી રીત શીખવી ગયા.
હતી વસંત માં માણી જે ઘડીઓ
એ ઘડીઓ ફરી આવતા અમારા
દિલના સ્મૃતિ પ્રદેશમાં તમે ફરી એકવાર સમી ગયા.
પછી પાનખર આવતા તમે ક્યાં ગયા.
એ કોઈના જાણે પણ મારા હૃદયમાં
તમે સ્થાન ઊંચું પામી ગયા.
જિંદગી ની આ કેવી અનોખી રીત છે. ‘આશિક’
એ તમને ભૂલી ગઈ અને તમે એને ભૂલી ગયા.
પછી બિચારા નસીબ નો આમાં શું વાંક.
અમે તમારા ને તમે અમારા ન બની શક્યા.
***
દિલની લાગણી વ્યક્ત કરવા કોઈ
દિલદાર મળે તો સારું !
દિલની વેદના ને સમજનાર કોઈ
સાથી મળી જાય તો સારું !
ક્યાં સુધી રહશે હૃદય એકલું એકલું
હવે રડવા કોઈ હમદર્દ મળી જાય તો સારું
મેં મારા દિલને સવાલ કર્યો કે શા માટે
ધમપછાડા કરે છે એકલું એકલું
ત્યારે મારા હૃદયે કહ્યું ‘આશિક’ આ
દિલને સમજનાર કોઈ વ્યક્તિ મળે તો સારું !
***
જીવનના રંગતણી મહેફિલ જો ને જામી રે.
શીદને તું જામથી દૂર દૂર ભાગે રે ?
વર્ષાની ધારાએ મનડું ન મલકે તો
વગર ભીંજાયો; જીવનભર રે ને રે
આવ્યા છે. મેઘદૂત અષાઢી આભના
સંદેશ સાજનને હાથોહાથ દે ને રે
મદહોશ બની ઝૂમે છે. વૃક્ષોની ડાળીઓ
જીવ-જીવ મહાલે છે. કુદરતના મેળે રે.
હરિયાળી ધરતીના શણગાર અપાર છે.
‘આશિક’ બની વર્ષાનું. ગીત ગાઓ સંગે રે.
***
પલળતા જોઈ એમને હું પલળી ગયો.
વરસ્યો આંગણમાં આજ નજર ખેંચી ગયો.
પલળતા જોઇને હું પણ પલળી ગયો.
વાદળને હતા એ પણ જરા જાણે ચીડવતા.
આંખો પર આજ એમની હું દિલ હારી ગયો.
રમે છે. ટીપાઓ સાથે સાવ જીભડા કાઢીએ.
જોઇને એમને હું પણ બાળક બની ગયો.
પાણીથી સ્વચ્છ જોઇને એમની ખુબસુરતી.
ભીંજાવા એ રંગમાં હું સામે દોડી ગયો.
‘આશિક’ શોભે છે. બુંદો એ ભીગે બદન.
અદાઓ પર એમની ગજલ લખી ગયો.
***
દિલની દીવાનગી ભૂલી ગયા.
હવે મળશે તસ્વીર કયા દર્પણમાં.
ખુબસુરત ખુદાને ભૂલી ગયા.
હવે મળશે તકદીર કયા મંદિરમાં.
સાથ દોસ્તોનો ભૂલી ગયા.
હવે મળશે મુલાકાત કયા મહેફિલમાં.
સ્નેહાળ આંખોને ભૂલી ગયા.
હવે મળશે એ કયા મન્નતમાં.
હોઠોના શબ્દો ભૂલી ગયા.
હવે મળશે એ કયા જન્નતમાં.
દિલના દર્દને ભૂલી ગયા.
હવે મળશે એ કયા કિતાબમાં.
***
ફરી ભીંજાશું વરસાદમાં
તું તો આમ જ દુર જતી રહી
સાથ તારે છોડવો હતો
અણસાર તો આપવો હતો
તને બોલાવે વરસાદની યાદે
ભીંજાતી પીપળની ઓટલીને
તારી ચોટલીએ નીકળતી ધાર
કેવો હું ખોબો ભરતો તારો ભાર.
પાણીથી ભરાયેલો ખોબો ચીપાયો
કેવા લગાવતા એ કુદકા
આજે એટલું બોલીને તું તો ચાલી ગઈ.
‘અજય’ ભીંજાતો ઉભો રહી ગયો એક આશાએ પાછો
આવીને મળીશ પછી ફરી ભીંજાશું.
***
જિંદગીના પહેલાં પગથીયે સફળતા મળી જાય
જાણે એક જન્મમાં સપનાં સાકાર થઇ જાય
દુઃખના કારણે ખુશી મળી જાય
જાણે વરસાદનું પાણી આંસુ બની જાય
સુકી જમીનમાં સુગંધ પ્રસરી જાય.
‘રવિ’ ના તડકામાં છાયડો મળી જાય.
***
વરસાદની વાંછટ થઇ આકાશમાંથી
તમે મુખથી હસવા લાગ્યા એમ માનું છું
વનરાજી વનની ઝૂકી ઉપવનમાં
તમારા વાળની ઝુલ્ફો છે. એમ માનું છું.
વીજળી ચમકી ઊઠી વાદળોના ઝુડમાંથી
તમે આંખો પટપટાવી એમ માનું છું.
વરસાદ થયો આનંદ અને ઉલ્લાસથી
તમારો ઘડો છલકાયો એમ માનું છું.
પાણીમાં ખીલતું જોઈ કમળ પરોઢમાં
તમે અંગડાઈઓ લીધી એમ માનું છું
ફોરમ ફ્લોએ ફેલાવી છે. ખુશાલથી
તમારી સુંદરતા રેલાયી છે. એમ માનું છું
તમારો ‘આશિક’ તો કલ્પનાનો જ કવિ છે.
તમને ફુરસદથી ઘડ્યા છે. એમ માનું છું.
***
સસ્તી નથી આ જિંદગી સમજી લેજે !
મસ્તી નથી આ જિંદગી સમજી લેજે !
સહેવા પડે છે. કેટલાય આઘાતો જીવન - જીવતા જીવતા
લપસી પડે તું ક્યારેક સમજી લેજે !
કામ કરજે એવા કે ઈશ્વર પણ મલકી ઉઠે
તરી જશે જિંદગી સમજી લેજે !
***
તડકામાં પસીનાથી રેબજેબ થવા છતાં.
લોથપોથ થઈને બેસી જનારો હું નથી !
દુઃખની આંધીમાં ઝપટાવા છતાં
દુઃખથી ફંગોળાઈ જનાર હું નથી !
વારંવાર નિષ્ફળતા મળવા છતાં
નિષ્ફળતાથી નિરાશ થનારો હું નથી !
જિંદગીના કાંટાળા પંથે ચાલવા છતાં
આગળ વધતા અટકી જનારો હું નથી !
કોઈ ભલે મને ગમે તે કહે છતાં
વિચલિત થનારો હું નથી !
નિષ્ફળતાઓ ‘અનિકેત’ છતાં
જિંદગીથી હારી જનારો હું નથી !
***
ઝરમર વરસી રહ્યો, આ વરસાદ જોને,
બુંદ-બુંદ વરસી રહ્યા આ સાવેરા મોતી જો ને
લિબેરી ચુંદડી ઓઢાડી સખી આજ મુને
વરસી રહ્યો આજ આસવના પર્ણ પછી.
ઝરમર વરસી રહ્યા.....
આજ ઈશના આશિષે સખી
ખુદ એ સ્પર્શ થતાં મહેકી ઊઠી સખી આજ જોને
ભીની આંખો વધુ ભારે થાય સખી આજ જોને
ઝરમર વરસી રહ્યો...
આજે મેઘમલ્હાર જોને
કણકણ ગહેકી ઊઠી આજ સખી ધરાવજો ને
હરખાઈ ઊઠી મુજ સખી સરીતા જોને.
સ્નેહમિલન થશે સખી સાગરની સંગમાં
ઝરમર વરસી રહ્યો આજ મારો વાલમ સખી.
***
પુનમનો ચંદ્ર પણ ક્યારેક ઢળી જવાનો,
કીર્તિનો રંગ પણ ક્યારેક છળી જવાનો.
વ્યસ્ત છે. તું પણ હું પણ સમજી શકું છું.
મારગ મહેનત નો છોડી ક્યાં કિસ્મતનો ઝાપો જડી જવાનો.
રજળી આમ-તેમ ગોરજ ટાણે તું પાછો ઘેર જ આવવાનો.
સ્મરણો વાગોળી તું ફરી મુજને પજવવાનો.
અજબ લગની છે. મને પણ તારી
મોકો મને પણ ત્યારે જ મળે છે. તારી યાદોમાં સરી જવાનો.
મને ઇલ્મ છે. કે તારા સફરની અડચણોમાં પણ મારું જીક્ર હશે.
મારા દિવસભરના થાકમાં તને મારી ફિક્ર હશે.
થામી જશે આ અશ્ક નયન સમંદરમાં
જયારે પાનાઓ ઉઠલાવું ને તારું ચિત્ર મળશે.
હે પ્રિયવંદા સંભળાય છે. તારી ઈંતજારીઓનો સાદ
સારંગીના તંતુઓથી છુટેલા સુરોની પણ આજ ફરિયાદ
હવે સફર ખતમ થવાને નથી લગીર વાર.
તારા અશ્કને સમ આપજે મારા
કે બારણે ટકોરને છે. મારા પગરવનો સાથ.
***
શબ્દ નથી છતાં ગજલ લખું છું.
તમારી વિદાય નો આજ પ્રસંગ લખું છું.
કઈક અલગ થયું એવો અહેસાસ થયો.
ને તારી જુદાઈનો એ પ્રસંગ થયો.
અતિતે પણ પાછા પગલા માંડ્યા હવે.
તમારી જુદાઈની એક અસર લખું છું.
વસંતમાં તો મજા માણે સૌ કોઈ.
આજે પાનખરમાં જીવવાની મજા લખું છું.
લાગે છે. કે નદી આજે સાગરને ના મળી.
બંનેની જુદાઈનો આજે અહેસાસ લખું છું.
આ જીવન તમારે નામ લખું છું. “આશિક”
તેના શબ્દો જડતા નથી છતાં ગઝલ લખું છું.
***
તમે મારા જ બની રહો.
એવું હું નથી કહેતો.
તમે મારું જ નામ જપો.
એવું પણ હું નથી કહેતો.
તમારું શું રૂડું છે. નામ
આવીને કહી જશો તો ય ચાલશે.
તમે છો સગા અધિક મારા
નજરુથી વાત કરશો તોય ચાલશે.
મને સાતેય જન્મના નથી અભરખા
માત્ર એકવાર મળશો તોય ચાલશે.
અષાઢની જેમ વરસવાનું નથી કહેતો.
શ્રાવણની જેમ વરસતો તોય ચાલશે.
‘આશિક’ નું દબાણ નથી તમને.
માત્ર હૈયે રાખી લેશો તોયે ચાલશે.
***
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે.
કોઈ રડીને દિલ બહેલાવે છે.
કોઈ ટીપે ટીપે તરસે છે.
કોઈ જામ નવા છલકાવે છે.
સંજોગની છે. વાત બધી
દરિયાને દોષિત ના કરશો.
કારણ મિત્રો એક તરતો માણસ ડુબે છે.
અને સામેથી એક લાશ તરીને આવે છે.
પ્રણય ના કાયદા હોય જો ખબર તમને
તો પ્રણય ની પરવાનગી પણ મળી જાય છે.
***
આંખોમાં ઈચ્છા બની કેમ આવ્યા છો.
સાગરમાં તરસ બની કેમ આવ્યા છો.
ખબર નથી શું થઇ રહ્યું છે આ દિલમાં.
અમારી જિંદગી માં વસંત લઈને કેમ આવ્યા છો.
થઇ ગયા છે. વાદળ અમારા જીવનના.
વરસાદ બની કેમ આવો છો.
ક્યાં સુધી હશે ચાહત તમારી ખબર નથી.
નજરમાં અમારી સપનાં બની કેમ આવ્યા છો.
ખબર ના રહી મંજિલ ક્યાં અટવાઈ ગઈ.
‘આશિક’ ની આ દુનિયામાં નસીબ બની કેમ આવો છો.
***
My think is you
Because “I love you”
My Dream is you
Because “I love you”
My queen is you
Because “I love you”
My goal is you
Because “I love you”
My life is you
Because “I truly love you”
***
એકબીજાને ગમતા રહીએ.
ચાલને પ્રણયનો એક નવો સંબંધ બાંધીએ.
એકબીજાના આંસુ લુછીએ
ચાલને હમદર્દીનું નવું પાનું લખીએ.
એકબીજાના આંસુ લુછીએ.
ચાલને પ્રણયની નવી દુનિયા નિહાળીયે
તારાથી બનતો પ્રયત્ન તું કર.
મારાથી બનતો પ્રયત્ન હું કરું.
ચાલને આપણા બેના પ્રેમ થકી
પ્રેમનો નવો સેતુ બાંધીએ.
તું મારો સહારો છો. તું મારો સહારો છે.
આપણા બેના સહારાથી ઘરની નવી છત બાંધીએ.
કેવા અતુટ પ્રેમ છે. આપણો. એ તે ન જાણ્યો એ નાં મેં જાણ્યો
ચાલને આપણે બે જીવનસાથી બની પ્રેમનો નવો ઈતિહાસ બનાવીએ.
***
પ્રેમ એટલે શું ?
જયારે માં દીકરાને કહે કે ચિંતા ના કરીશ.
પ્રેમ એટલે શું ?
જયારે પપ્પા કહે ટ્યુશનથી મોડું આવવાનું હતું તો દીકરા ફોન તો કરવો તો.
પ્રેમ એટલે શું ?
જયારે ભાભી કહે છોકરી પટાઈ કે નહી.
પ્રેમ એટલે શું ?
જયારે ભાઈ કહે ચલ નાટકિયા બહાર ફરવા જઈએ.
પ્રેમ એટલે શું ?
જયારે બહેન કહે લે ભાઈ આ મારે નથી જોઈતું. આ તું લઇ લે.
પ્રેમ એટલે શું ?
જયારે પ્રીયતમનું મધુર આલિંગન મળે.
આ છે ‘આશિકના’ પ્રેમની મધુર અને સ્નેહરૂપ કલ્પનાઓ.
***
એ મારા હતા એમ એ કહેતા, છતાં દુર દુર એ રહેતા.
પ્રીતની કરતા વાત. પણ દુશ્મનની જેમ રહેતા.
એજ કેમ મળ્યા મારા કિસ્મત કેટલા ખરાબ હતા.
પ્રેમની કરતો હું બૌછાર છતાં એ કોરાકટ રહેતા.
કેટલા બધા પત્રો મેં એમને પ્રેમથી લખ્યા.
જોયું એક દિ કે મારી લાગણીઓના પડીકા એમના એમ પડ્યા.
આ દાગ દિલના, હું કોઈને બતાવી શકું એવા ક્યાં હતા.
દિલના દરિયાના ખરા જળ, એટલે મારી આંખે ચડ્યા હતા.
એ મારી સામેજ આવતા-જતા, પણ મારા જખ્મ એમને દેખાતા ન હતા.
આ એજ હતા જે ‘આશિક’ ની દિલની ધડકન હોવાનો દાવો કરતા હતા.
***
દુઃખમાં અશ્રુ વ્હયા કરે છે.
સુખમાં હાસ્ય છૂટ્યા કરે છે.
કેવી છે. પ્રભુ તારી લીલા !
કે પળમાં બધું વિસરી જવાય છે.
ભૂલી શકું બધું જ પણ,
ક્ષણ માં યાદ આવી જાય છે.
કેમ કરી સમજવું ‘આશિક’
તને કેમ આવું થાય છે.
***
ચાંદ પૂછે. ચાંદનીને કે મારી ચાહત કેવી છે ?
અવાજ કરો માં તારાઓ સાંભળે છે.
વસુંધરા પૂછે. આભને મેઘા ક્યારે વર્ષે છે.
મારી લીલુડી ચુંદડી આમતેમ ઊડી જાય છે.
ઉછળકૂદ કરતી સરીતા સાગરમાં સમાય છે.
નિર્મળ વહેતા જળ ત્યારે જેથી થાય છે.
કિસ્મતના સહારે મિલન મુલાકાત થઇ જાય છે.
ભવોભવના સંબંધ પ્રીતના દોરે બંધાય છે.
પ્રેમની પ્યારભરી દુનિયામાં પ્રીત પૂજાય છે.
સંસારમાં પ્રેમ સદા સમર્પણ થી પ્રાપ્ત થાય છે.
છે. પ્રેમના નાજુક સંબંધ હૈયામાં સમાય છે.
તારા પ્રેમ નો સાદ પ્રિયતમ સદા સંભળાય છે.
***
જીવન જીવવાની રમત છે. આ જિંદગી.
સુખ દુઃખ ના તડકા છાયાની છે. આ જિંદગી.
પરસ્પર સ્નેહ અને વિરહની છે. આ જિંદગી.
ખુલ્લા મનનું હાસ્ય છે. આ જિંદગી.
તરુ તણી કુંપણ છે. આ જિંદગી.
નિરંતર વહેતો પ્રેમ છે આ જિંદગી.
નીરવતામાં શોર છે. આ જિંદગી.
તરણા પરનું ઝાકળ છે. આ જિંદગી.
નદી તણું નાર છે. આ જિંદગી.
અંતરનો ઉજાસ છે. આ જિંદગી.
અશ્રુનું હાસ્ય, અને રુદન છે. આ જિંદગી.
સાચું કહું ‘આશિક’ તારી મહોબ્બત છે. આ જિંદગી.
***
વિખરાયેલા વાળની જુલ્ફો હટાવો
ચંદ્ર સમ ચમકતો ચહેરો બતાવો
જાણે વૃક્ષ પર વિટળાયેલી વેલો.
જીગરને ઘાયલ કરે છે. આ તારી આદાઓ.
પગ કેરા ઝાંઝર રુમઝુમ વાગે
જાણે દરિયો ચઢ્યો છે. તોફાને.
મોહક મુસ્કાન મનને મુજવતી
કંચન સમી છે. ક્યાં તમારી.
બોલો છો તો લાગે છે. કોયલ બોલી
વિધાતા એ ઘડી છે. જાણે રૂપરૂપના અંબાર જેવી.
મોંન વ્રત તમારું હવે તો તોડો
‘આશિક’ ને પ્રિય એવું કઈ બોલો
થાક્યું હવે મારું મુખ તમારા વખાણ કરી કરી.
મને સમજાય એવું તમે તો કઈ બોલો.
***
દિલ ના દર્દ ને કોણે જાણ્યું
મનમાં ચાલતી મનસાને કોણે જાણી
છે. દિલ ખારા અશ્કોનું સમંદર
દિલના કડવા ઝેરને કોણે જાણ્યું.
ના તું જાણી શકું ના હું જાણી શક્યો
આપણા બેમાં પ્રીત છે. કેટલી.
***
ક્યારેક ઉડવાનું તો ક્યારેક ગાવાનું મન થાય છે.
ટૂંક માં ઘણું બધું કહી દેવાનું મન થાય છે.
લોકોના ભારોશાને જીતવો સહેલો નથી હતો.
એ જ જટિલ કામને સરળ બનાવવાનું મન થાય છે.
દુનિયામાં રહેલી છે. અનેક ગંદકીઓ.
એ જ ગંદકીમાં વરસાદની ભીની સુગંધ ફેલાવવાનું મન થાય છે.
નથી મારા અને તારામાં કોઈ ફરક.
એ જ સચ્ચાઈ દુનિયા ને કહેવાનું મન થાય છે.
હક નથી છતાં મથે છે. બધા મારું તારું કરવામાં.
એ જ મથામણને મારવાનું મન થાય છે.
કરે છે. લોકો અમીરી અને ગરીબીમાં ભેદભાવો
બસ એજ ગરીબીમાં અમીરી અને અમીરીમાં ગરીબી છુપાયેલી છે.
તે દુનિયાને બતાવવાનું મન થાય છે.
***
એ પ્રિયતમ મળીશ જો ક્યારેક.
ચાંદ તારા પર સફર કરાવીશ તને.
નટખટ વાતો કરી હસાવીશ તને
દર્દની વાતો કહી રડાવીશ તને
ફરી મીઠી મસ્તી કરી મનાવીશ તને.
બાગમાં જઈ મનગમતું ફુલ અપાવીશ તને.
હીરા-મોતીના આભુષણ ચઢાવીશ તને.
ગમે છે. જે તસ્વીર અપાવીશ તને.
ના માનજે ક્યારે ભૂલીશ તને પણ જ્યાં હશે તારા દિલનો દરબાર
પ્રિયતમ એ મહેફિલ સુધી પહોચાડીશ તને.
***
કવિ ને નામના ની ક્યાં જરૂર છે ?
ખુદા તું જોતો રહે અને કવિ કવિતા રચે તારા અસબાબમાં
વર્ષા ઘેલાને મંજુરીની શી જરૂર છે ?
ખુદા તું જોતો રહે અને અમે મોર બનીએ પ્રથમ વરસાદમાં.
ખીલવાને સુંદરતાની શી જરૂર છે ?
ખુદા તું જોતો રહે અને ઉત્પલ ઉગતો રહે કાદવ દરબારમાં.
પ્રેમ ને પાટાની શી જરૂર છે ?
ખુદા તું જોતો રહે અને રક્ત ઝૂલતો રહે મુસ્લિમોની જમાતમાં
મોતની શી જરૂર છે ?
ખુદા તું જોતો રહે અને ‘આશિક’ કવિતા લખશે કબર થી મસાણમાં.
‘આશિક’ પ્રેરણાની શી જરૂર છે.
ખુદા તું જોતો રહે અને પાસે બેઠાં લઇ કલમ સંગાથમાં.
***
ખબર છે. એમની સાથે ક્યારેય નથી રહી શકવાનો.
છતાં પણ હૃદય એમના સંગાથની કલ્પના કરે છે.
એ જ તો ચાહત છે.
ખબર છે. એ ક્યારેય પાછા નથી આવવાના અમારી જીંદગીમાં.
છતાં પણ આંખો એમની રાહ જુએ છે.
એ જ તો ચાહત છે.
ખબર છે. કે એ રસ્તો કાંટાળો છે. ત્યાં મંજિલ નથી મળવાની,
છતાં પણ પગ એ રસ્તે ડગલા ભરે.
એ જ તો ચાહત છે.
ખબર છે કે એ સમું પણ નહી જુએ કદાચ.
છતાં પણ એમના માટે જાન હથોડીમાં તૈયાર છે.
એ જ તો ચાહત છે.
ભલે ને રડતો હોય ‘આશિક’ પણ તેમની
યાદ આવે ને. ચૂપ થઇ જાય.
એ જ તો ‘આશિક’ની સાચી ચાહત છે.
***
મારી આંખોમાં આજ જોને, કોણ વસી ગયું ?
પેલું ગીત મધુર જોને, કોણ લખી ગયું ?
પેલા ફુલમાં ફોરમ જોને, કોણ ભરી ગયું ?
પેલી આંખમાં કાજળ જોને, કોણ કરી ગયું ?
કોયલના કંઠે થી ટહુકા જોને, કોણ આપી ગયું ?
‘આશિક’ ના દિલના દરવાજે જોને, કોણ દસ્તક દઈ ગયું.
***
તારી સાથે શક્ય હોય તો આ પ્રેમ તણો દરિયો તરી જાવ.
તારી સાથે શક્ય હોય તો તારા આ અસીમ દર્દ નો હમદર્દ બની જાવ.
પ્રેમ કરવો સરળ બાબત છે. પરંતુ પ્રેમ નિભાવવો સરળ નથી.
તોય તારી આ પ્રણય કહાનીનો હું ભાગીદાર બની જાવ.
હશે તારી આંખોમાં આંસુનો દરિયો ખારો.
છતાં એ દરિયાને પીનાર હું નીલકંઠ બની જાવ.
ધરતી અને આકાશ છે. એકબીજાની કાયા.
તમારા આ એકલવાયા જીવનમાં હું મેઘધનુષ્યના રંગ ભરી જાવ.
વાદળની વેદના વરસે છે. ધરતી પર વરસાદ થઈને.
તમારા અષાઢ રૂપી વરસતા અશ્ક નયનમાં તને ઝીલવા હું પણ ધરતી બની જાવ.
આ વેદના સમજવા ‘આશિક’ ની તમે પણ કવી બની જાવ.
***
પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ.
બે હૃદય વચ્ચે કટારી જોઈએ.
શ્રી હરી અને છોકરી માં સામ્યતા
બેય જણ માટે પુજારી જોઈએ.
આપણા ઘરમાં હોય એવું ચાલે નહી
એમનાય ઘરમાં બારી જોઈએ.
અને. એ જો અગાસી પર સુતેલા હોય તો.
ચાંદ પર મારે પથારી જોઈએ.
***
ના શિકવા કરેંગે ના શિકાયત કરેંગે.
આપ સલામત રહો હમ દુઆ કરેંગે.
આપ જો હમારે સાથ હોતો હંમે જિંદગી સે કોઈ શિકવા નહી.
ક્યોકી આપ હી હમારી દુનિયા હો.
જિંદગી સભી કો જીતને કા એક મૌકા દેતી હૈ,
ક્યોકી જિંદગી ભી તો એક ખેલ હી તો હૈ.
***
અવિશ્ત વહ્યા કરું, આ પ્રેમ સમા ઝરણામાં.
નિત્ય સ્વપ્નો જોયા કરું. એમને પામવાના.
નિત્ય યાદ આવ્યા કરે એમની સાથે વિતાવેલ પ્રેમની ઘડીઓ.
રોજ આવે સપનામાં અમને બેચેન કર્યા કરે.
તમે પગ માંડ્યો અમારી જીંદગીમાં ખુશીઓ અમારા કદમ ચૂમે.
આપ, જો અમારા જીવનસાથી બની જાવ, તો જીવન આશિક નું સાર્થક બને.
***
જીવનમાં જે ચાહો છો તે મળતું નથી.
મળતું હોત તો આ જિંદગી સ્વર્ગ ન બની હોત ?
ચાહનાર વસ્તુ ને મેળવવા સઘર્ષ કરવો પડે છે.
કેમ કે સંઘર્ષ વગર સફળતા નથી ?
***
જો બાત દવા સે નહી હો સકતી, વો બાત દુઆ સે હોતી હૈ.
કાબિલ ગુરૂ જબ મિલતા હૈ, તો બાત ખુદા સે હોતી હૈ.
***
વૃક્ષોની એ વાત મને ઘણી ગમે છે.
કિનારે ઊગી વૃક્ષો રસ્તા પર નમે છે.
***
જીંદગીમાં આપણે ચાર લોકોના ઋણી છે.
1 ) ભગવાન જેને આપણને ધરતી પર જન્મ આપ્યો.
2 ) જે જન્મને ઝીલનારી માતા.
3 ) પિતા જેની છત્રછાયા આપણને અમૃત જેવી મીઠી છાયા આપે છે.
4 ) ગુરૂ જે આપણને દુનિયા પ્રમાણે જીવવાનું અને જીવન જીવવાની અદ્દભુત ચાવીઓ આપે છે.
આ ચાર લોકોના કારણે આખું જીવન અદ્દભુત સૌંદર્ય પ્રમાણે એવું બની જાય છે.
***