સૂરજ ઢળતા જ અહીં પારો પણ ઢળી ગયો. રાત વધતા વધતા ટાઢ વધી ગઈ હતી. રાતે જીવડાંઓનો અવાજ કાનમાં ગુંજી રહ્યો હતો. મને ઘણી વખત પ્રશ્ન થતો કે રાતમાં જીવડાઓ ક્યાં છુપાઈને બોલતા હશે? તેનું નામ જેને રાખ્યું હશે, ખૂબ વિચારીને રાખ્યું છે. હું નાનો હતો ત્યારે બસ એ જ વિચાર કરતો, ખરેખર રાત બોલતી હશે શુ? તે સિવાય વાતાવરણમાં નીરવ શાંતિ હતી! ઠંડી હવા ફૂંકાઈ રહી હતી. હું થરથરી રહ્યો હતો. તે જોતા વનવાસીએ મારી સામે કાળો ધર્યો. પીતા જ શરીરમાં ગરમીનો સંચાર થયો. નોળીયાની સવારી આરામદાયી હતી. ઉપર અમે ચાર આરામથી ઊંઘી શકતા હતા. તેના ગરમ શરીરના કારણે ઠંડીની સામે રાહત મળતી હતી. ઉંઘ ન આવવાથી હું પડખાઓ ફેરવી રહ્યો હતો. ખુલ્લા આકાશમાં હું આવી રીતે છેલ્લે દાદાજી સાથે ઊંઘયો હોઈશ! દાદાજી ભલે અભણ હતા પણ તેની કોઠાસુઝ ઘણી હતી. તેની પાસે વાર્તાઓ નો ખજાનો હતો. સીંદબાદ સાત સફરો વિશે સાભળવું મને ખુબ ગમતું. દાદાજી વાર્તા કરતા હોય,હું સાંભળતા સાંભળતા જ ઊંઘી જતો. દાદાજી સ્વતંત્રતા સેનાની હતા. આઝાદી પેહલાની વાતોમાં મને ખુબ રસ પડતો. હું શાળામાં ભણતો ત્યારે અમને કોલંબસ, વાસ્કો દ ગામા વિશે ભણવામાં આવતું. મેં દાદાજીને પૂછ્યું "શુ દાદાજી ખરેખર ભારતની શોધ વાસ્કો દ ગામા એ કરી હતી?"
દાદા ખંધુ હસ્યાં.. . તેઓએ સામે પ્રશ્ન કર્યો. " શુ વાસ્કો દ ગામા ભારત આવ્યો તે પેહલા ભારત હતું જ નહીં?"
"પણ દાદા ચોપડીમાં તો.. . "
"ભારત ત્યારથી છે. જ્યારથી પૃથ્વી પર સભ્યતાઓ છે. ભારતની આ ભૂમિનો હજારો વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. ભારતને "સોને કી ચીડિયા" કહેતાં. તેથી જ યુરોપના તમામ દેશોને ભારત સાથે વેપાર સંબધો વધારવામાં રસ હતો. ભારત વાસ્કો દ ગામાના આવ્યા પહેલા પણ હતો. વાસ્કો દ ગામા પોર્ટુગીઝ હતો. તે પહેલો યુરોપિન પ્રવાસી હતો જે ભારત આવ્યો હતો. "
"દાદા આ રેડ ઈંડિયન શુ છે?"
"કોલંબસ જ્યારે ભારતની શોધમાં નીકળ્યો ત્યારે, તે અમેરિકા જઈને પોહચ્યો હતો. અમેરિકાને તે ભારત સમજીને બેઠો હતો જેથી આજે પણ ત્યાંની પ્રજાને રેડ ઇન્ડિયન કહેવાય છે. કોલંબસ ભલે ભારત ન શોધી શક્યો પણ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝના કેટલાક દેશોને શોધવાનો શ્રેય તેને જાય છે. " મારે પણ વનવાસીઓને પૂછવું પડશે. શુ હું શિવમ સુધી પોહચવવાળો પહેલો પ્રવાસી છું?"
જો આવું હશે તો ખરેખર, મારૂ નામ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરોએ લખાઈ જશે.. .
અચાનક નોળીયો જોરથી બરાડ્યો, નોળીયાના અવાજના પડઘા આસપાસના પહાડોથી ટકરાઈને આવતા હતા. વનવાસીઓ સાથે હું પણ જાગી ગયો, નોળિયાઓ ડરી ગયા હતા. અમારી આસપાસ લાખોની સંખ્યામાં જુગનુંઓ ઉડતા હતા. તેને જોઈને લાગતું હતું જાણે કુદરતે આકાશમાં ડિસ્કો લાઈડ ગોઠવી હોય, પીળો,લીલો અને લાલ એમ ત્રણ અલગ અલગ પ્રકારના કલરોથી આકાશ શોભી રહ્યું હતું. મેં મારા જીવનમાં આટલો સુંદર અને અદભુત નઝારો ક્યારે નોહતો જોયો,જોઇશ પણ નહી! આ પેહલી અને છેલ્લી વખત હતું. આ દ્રશ્ય કોઈ કેમરામેનના હાથે ચડે તો તે ફોટાને દુનિયાના સૌથી સુંદર ફોટોમાં સમાવેશ થાય. મારી પાસે કોઈ કેમરા નોહતો. મેં મારી આંખોમાં આ તસ્વીરોને કેદ કરી લીધી. આ ચમકી રહ્યો છે. તે શુ છે? હું મનોમન વિચારતો હતો. ત્યાં જ મને યાદ આવ્યું, ગુલામ અલીની પહેલી ગઝલ જે દાદા હંમેશા ગુંગુણાવતા..
अपनी आंखों में छुपा रक्खे हैं जुगनू मैंने
अपनी पलकों पे सजा रक्खे हैं आंसू मैंने
मेरी आंखों को भी बरसात का मौका दे दे
हम तेरे शहर में..
મેં દાદાજીને પૂછ્યું પણ હતું. "જુગનું એટલે શું?"
દાદાજીએ કહ્યું હતું. "તે ચમતો કીડો હોય છે. "
ત્યાર બાદ વર્ષો પછી સાઇન્સના શિક્ષકને પૂછ્યું હતું. ત્યારે તેને કહ્યું હતું.
"જુગનું, ખઘોત, કીડાનો એક પ્રકાર છે. તેઓ પોતાના સાથીને આકર્ષિત કરવા માટે અથવા કોઈ પ્રાણીને શિકાર કરવા માટે આનો ઉપયોગ કરે છે. પીળો, લીલો, અને લાલ રંગ તેઓ રાસાયણિક ક્રિયા દ્વારા ઉતપ્પન કરે છે. " જુગનુંઓનો અવાજ અદભુત હતો. જાણે કોઈ પિયાનો પર એક પછી એક સુર પર કોઈ આંગળી ફેરવતું હોય!
નોળિયાઓ આગળ જતાં ડરતા હતા. આટલો વિશાળદેહી જીવ આટલા નાના જુગનુંઓથી ડરી ગયો? નોળીયાઓ કોઈ સંજોગે આગળ વધે તેવું લાગતું નોહતું. આજની રાત અમે અહીં જ રોકાવાનું વિચાર્યું.
***
સુંદર જંગલમાં ઠેરઠેર બળેલા લાકડાની રાખ રેલાઈ ગઈ હતી. ક્યાંક-ક્યાંક બળતા લાકડામાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. ઘાટા ઘનધોર જંગલનો મોટાભાગનો હિસ્સો સળગી ગયો હતો. કાલે જ્યાં ઘટાદાર વૃક્ષો હતા. ત્યાં આજે સ્મશાન દેખાતું હતું. આગના કારણે ટેમ્પરેચરમાં પણ ખાસો એવો વધી ગયો હતો. જેથી વાતવાવરણ ગરમ હતું. ચાંચિયાઓ સામે લડાઈમાં કારણે ઘણો સમય વેડફાઇ ગયો હતો. અજય સુધી પોહચવામાં હવે ખાસ્સો એવો સમય લાગી જશે.. નકશા પ્રમાણે તે જગ્યા, ટાપુની વિરુદ્ધ દિશામાં હતી. જમીની માર્ગ બહુ લાંબો હતો. સમુદ્રી માર્ગ કોઈ સારો ઓપશન નોહતો!
"હવે આપણે શુ કરવુ જોઈએ?" પ્રિયાએ કહ્યું.
"વનવાસીઓ સેંકડો વર્ષોથી અહીં રહે છે. તેઓ પાસે કોઈ રસ્તો જરૂર હશે, પણ ભાષા? આપણે તેઓને કઈ રીતે સમજાવીશુ?"રાજદીપે કહ્યું.
વનવાસીઓ વધુ સમજદાર હતા. તેઓની સમજદારી કોઈ ભાષાની મોહતાજ નોહતી.
ચિંતિત બેઠેલી આખી ટીમ પાસે વનવાસીઓ આવે છે. તેઓ જાણે તમામ પરિસ્થિતીનો તાગ મેળવી લીધો હોય તેવું લાગતું હતું. મુખ્યા અમારી પાસે આવી બેઠા. તેને મારા હાથ પોતાના હાથમાં લીધો. તેના હાથ પર મૂકી, તેનો બીજો હાથ મારા હાથ ઉપર મૂકી સાંત્વના આપી. જાણે કહેવા માંગતા હોય, બધું ઠીક છે?
બધું ઠીક નથી તો બધું ઠીક થઈ જશે. જાણે ઘૂઘવાતો સમુદ્રની સાક્ષીએ તે કહેતા હતા.
ગુફાઓમાં જીવન ગાળવું ભલે રોમાંચક લાગે, બે દિવસ પિકનિક માટે જંગલમાં રહેવુ ગમે, પણ અહીં આખી જિંદગી કાઢવી?
અહીં રહેવું સરળ નોહતું. આજે રાતે જ લેયુરુસ ક્વિક્ક્વેસ્ટ્રીએટસ જે વિશ્વમાં સૌથી વધુ ઝેરી વીંછીની પ્રજાતિ છે તેને જોયો. તે ન્યુરોટોક્સિનના ઘાતક કોકટેલ પેદા કરે છે. તે મોટા ભાગે સહારાના રણમાં જોવા મળે છે પણ અહીંના વીંછીમા અને ત્યાંના વીંછીના આકારમાં ફરક છે. અહીં ત્યાંથી બે ગણો મોટો વીંછી છે. તેને જોઈને જ અહીં રહેવું કેટલું ખતરનાક છે. તે સમજાઈ રહ્યું હતું.
***
સવારના આંખ ખુલી તો, કોઈ પ્રાણીઓનો જોર જોરથી અવાજ આવી રહ્યો હતો.
અવાજ તીવ્ર હતો. આજથી પહેલા ક્યારે પણ સાંભળેલો નોહતો. અમે બધા કુતૂહલતાથી ગુફાની બહાર આવ્યા. " આ તો પ્ટેરોસોરોસ ડાઈનોસોર છે. " પ્રિયાએ કહ્યું.
"ડાઈનોસોર?" કલ્પેશ બોલી ઉઠ્યો.
"હા, ડાઈનોસોર!"
જેની દશથી પંદર ફિટ જેટલી લાંબી પાંખો હતી.
મોટી વિશાળ કાય પૂછ, તિક્ષ્ણ દાંતો હતા. બે વનવાસીઓ બે ડાઈનોસોરની પાસે ઉભા હતા. ડાઈનોસોરની ઉપર બેસી અજય સુધી પોહચવાનું હતું.
ફરફરફર... કરતી તેની પાંખો ધીમેં ધીમે ગતિ કરવા લાગી..
લીલા સમુદ્ર ઉપરથી વર્તુળ આકારનો ટર્ન લઈને અમે હવાથી વાતો કરી રહ્યા હતા. બે પહાડોની વચ્ચે દરારમાંથી અમે નીકળ્યા, મોટો મોટા પહાડો નજર પોહચે ત્યાં સુધી ચોંટી ન દેખાય તેટલા ઉંચા હતા. દરાર વાળા ભાગની વચ્ચે બાજનું એક ટોળું ઉડી રહ્યું હતું. થોડે આગળ મરી ગયેલા કોઈ પ્રાણીના હાડ પિંજરને ગીધો ખુંદી રહ્યા હતા.
માંસાહારી ડાઈનોસોર શાકાહારી ડાઈનોસોરને પાછળ દોડ મૂકી હતી. વિશાળ ફોગ વોટરફોલની નીચેથી લઈ અને છેક ચોંટી ઉપરથી અમે ઉડાન ભરી.. ..
આ અમારી સામન્ય દુનિયાથી કરી જૂરાસિક દુનિયા તરફની ઉડાન હતી.
***
અજય અને વનવાસીઓ પહાડની પાસે આવી ઉભા રહ્યા. નોળિયા પરથી નીચે ઉતરી સામેની ગુફા તરફ જોયું, જે ફળમાં ગુફા હતી. તેની ઉપરથી વેલાઓ ની હારમાળા હતી. જાણે આ જગ્યાને વધુ ડરામણી બનાવ માટે ગોઠવ્યા હોય. આસપાસ પીપડો,બીલીપત્રના વૃક્ષ જોયા, આ રણમાં બીલીપત્ર? વિચિત્ર લાગતું હતું.
બીજી જ ક્ષણે જાણે હું મારા પ્રશ્નનો જવાબ આપતો હોઉં, તેમ કહ્યુ; આ જગ્યા જ વિચિત્ર છે. મારુ આ ટાપુ પર મોતના મોઢામાંથી પાછું આવું, અહીંના લોકોએ મારો ઈલાજ કરવો, આ ટાપુ અહીંના પ્રાણીઓ, વૃક્ષો, વેલાઓ નદીઓ,ઝરણાઓ, બધું જ બધુ જ તો વિચિત્ર છે.
અંધારી ગુફાના મુખ પાસેનો વડલો, પર્વતને ચીરી બહાર ડોકિયું કરતો હતો. આવા દ્રશ્યો મેં શહેરમાં ઘણી વખત જોયા છે. વડનું થડ દીવાલની આરપાર થઈ જાય. વનવાસીઓએ ગુફાના મુખ તરફ આગળ વધ્યા, ફરીથી બે વનવાસીઓ મારી આગળ બે પાછળ ચાલવા લાગ્યા. વનવાસીઓએ તીર પર આગ લગાડી એક સાથે ચારે જણાએ એક પછી એક સળગતા તીરોને ગુફામાં છોડ્યા....
ક્રમશ.