Anath - 3 in Gujarati Classic Stories by Himanshu Patel books and stories PDF | અનાથ 3

Featured Books
Categories
Share

અનાથ 3

ડો. બોલ્યા,”હા ભાઈ,ભગવાન પર ભરોસો રાખ વિશુ પહેલા જેવો થઇ જશે.”ત્રણ દિવસ પછી વિશુ ની કેમોરેડીએશન થેરાપી શરુ કરવા નું નક્કી થયું.

આજે વિશુ ને થેરાપી આપવા ની હતી જૈનમ સવારે વિશુ ને કલીનીક પર લઇ ને ગયો.શિવ સીધો હોસ્પિટલ પર આવ્યો.વિશુ ને સ્પેશિઅલ રૂમ માં દાખલ કર્યો.જૈનમ વિશુ ના માથા ને ખોળા માં લઇ ને માથા પર હાથ પસરાવી રહ્યો હતો.જૈનમ ની આંખ ના ભીના ખૂણા તેના દર્દ ની ચાડી ખાઈ રહ્યા હતા.શિવ જૈનમ ની રગે-રગ થી વાકેફ હતો.તેણે જૈનમ નો હાથ હાથ માં લીધો અને બોલ્યો,”જૈનમ પ્લીસ યાર,હિંમત રાખ બધું સારું થઇ જશે.”જૈનમ ચહેરા પર સ્મિત લાવી ને શિવ ને કહ્યું,”હા દોસ્ત,તારા જેવો દોસ્ત મારી સાથે છે એટલે જ તો હું મારી જાત ને હું આટલી સંભાળી શક્યો છું.”

આજે ચોથી કેમોરેડીએશન થેરાપી આપવા ની છે.વિશુ ને સવાર થી હોસ્પિટલ માં દાખલ કર્યો.કેટલાક રીપોર્ટસ આવવાના હોવા થી આજે થેરાપી સાંજે આપવા નું નક્કી થયું.જૈનમે શિવ ને કોલ કર્યો અને કહ્યું,”શિવ તું ૨ કલાક માટે વિશુ પાસે રહીશ?તો,હું જરા ભદ્રકાળી ના દર્શન કરતો આવું.”શિવે કહ્યું,” હું હમણાં જ આવું છું હોસ્પિટલ પછી તું જઈ આવ.”જૈનમે વિશુ ને માથા પર ચૂમી કહ્યું,”બેટા,કેવું લાગે છે હવે તને.”વિશુ હસી ને બોલ્યો,”પપ્પા,તમે હવે જરા પણ ચિંતા ના કરશો મને બિલકુલ તકલીફ નથી,તમે આરામ થી જાઓ અને ભદ્રકાળી ના દર્શન કરી આવો.”હવે જૈનમ ના હૃદય ને થોડી ઠંડક થઇ.

જૈનમ મંદિર દર્શન કરી ને પાછો હોસ્પિટલ જવા નીકળ્યો.હજુ કાર માં બેઠો ત્યાં શિવ નો કોલ આવ્યો,”જૈનમ જલ્દી હોસ્પિટલ આવી જ.”જૈનમ ને ફાળ પડી,તેને પૂછ્યું,”શું થયું શિવ?”.શિવ બોલ્યો,” કઈ નહિ પણ તું શક્ય હોય તેટલું જલ્દી હોસ્પિટલ પહોચ.”જૈનમે લગભગ ૧૦૦ ની સ્પીડે કર ભગાવી,બપોર નો સમય હોવાથી ટ્રાફિક ઘણો ઓછો હતો.

રૂમ માં જઈ ને જોયું તો વિશુ દર્દ થી કણસી રહ્યો હતો.જૈનમ ના મો માંથી ચીસ નીકળી ગઈ “શું થયું વિશુ ને?”ડોક્ટર પણ રૂમ માં જ હતા,”તેમને કહ્યું,”જૈનમ આઈ એમ સોરી,આજે જે રીપોર્ટસ આવ્યા છે તે મુજબ ,કેન્સર બહુ ખરાબ રીતે ફેલાઈ ગયું છે.કદાચ વિશુ ને હવે નહિ બચાવી શકીએ.”જૈનમ જમીન પર ફસકી પડ્યો અને માથું પકડી ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો.શૈલી એ જૈનમ ને બાથ માં લઇ લીધો,શૈલી ની આંખ માંથી પણ અશ્રુધાર વહેવા લાગી.શિવ વિશુ ના માથે હાથ ફેરવી રહ્યો હતો.શિવ જેવો મજબુત વ્યક્તિ પણ આજે કુદરત ની સામે નિસહાય બની ને રડી રહ્યો હતો.અચાનક વિશુ એ બૂમ પાડી,”પપ્પા”.જૈનમ એકદમ જમીન પર થી ઉભો થઇ ગયો.અને વિશુ નું માથું પોતાના ખોલા માં લઇ લીધું અને બોલ્યો,”બોલ બેટા,હું અહી જ છું તારી પાસે,તને કઈ નહિ થવા દઉં,આપને બીજી હોસ્પિટલ માં જઈશું,બીજા મોટા ડોક્ટર ને બતાવીશું,જરૂર પડે તો વિદેશ જઈશું,બેટા તને કઈ નહિ થાય.”વિશુ એ પોતાનું બધું દર્દ છુપાવી ને હસી ને કહ્યું,”પપ્પા કઈ કરવાની જરૂર નથી,બસ તમે મને એક વચન આપો.”જૈનમે કહ્યું,”બોલ બેટા.”વિશુ બોલ્યો,”પપ્પા વચન આપો કે,વિશુ હમેશા તમારા હૃદય માં ધડકશે,પણ ક્યારેય આંસુ બની ને આંખ માંથી આંસુ બની ને ક્યારેય નહિ વહે.”જૈનમ બોલ્યો,”વિશુ તે આ શું માંગી લીધું બેટા?,તને કઈ થયું નથી બેટા હજુ તો તારે મારી સાથે મારા ઘેર રહેવા નું છે,તારા મમ્મી પપ્પા સાથે.હજુ તો જીંદગી ઘણી લાંબી છે બેટા,આવી વાત ના કરીશ.”વિશુ એ કહ્યું,”પપ્પા,થેન્ક્સ.”અને આંખો હમેશા માટે મીંચી દીધી.જૈનમે વિશુ ને હલાબલાવ્યો અને બોલ્યો,”બેટા ઉઠ”.તેને બૂમ પાડી ડોક્ટર જુઓ વિશુ ને શું થઇ ગયું,જલ્દી એને ઉઠાડો.ડોક્ટર જલ્દી થી વિશુ પાસે આવ્યા અને વિશુ ના હાર્ટ-બીટ ચેક કર્યા અને કહ્યું,”આઈ એમ સોરી જૈનમ,વિશુ ઇસ નો મોર”જૈનમ ની ચીસ તેના ગળા સુધી આવી અટકી ગઈ,અને બેભાન થઇ ને નીચે પડી ગયો.

વિશુ નું ચિતા ને આગ આપી ને જૈનમ શિવ ના ખભા પર માથું રાખી ને ચિતા ની આગ ની જ્વાળાઓ માં દેખાઈ રહેલા વિશુ ના ચહેરા ને જોઈ રહ્યો હતો.રડવું આવી રહ્યું હોવા છતાં,વિશુ નું વચન તેના અશ્રુ પર બ્રેક મારી રહ્યું હતું.જૈનમ ના અશ્રુ અને વિશુ ના વચન વચ્ચે વિશુ ના વચન નું પલ્લું ભારે હતું.

જૈનમે શિવ ને કહ્યું,”શિવ આજે એક અનાથ મને અનાથ બનાવી ને ચાલ્યો ગયો.”

શિવ ના હૃદય માં એક ટીસ ઉઠી અને આંખ માંથી આંસુ બની તેના ખભા પર રહેલા જૈનમ ના માથા માં ભળી ગઈ.

 

                                                                                      -હિમાંશુ પટેલ 

 

                                                    (સકારાત્મક તથા નકારાત્મક બંને પ્રકાર ની ટીપ્પણીઓ એકસમાન ભાવ થી સ્વીકાર્ય છે)