Mrugjal - 1 in Gujarati Love Stories by Nikhil Chauhan books and stories PDF | મૃગજળ - 1

Featured Books
Categories
Share

મૃગજળ - 1

મૃગજળ

ભાગ - ૧

***

આભાર

કિન્નરી મોદી

રાહુલ રોહિત

તેજસ રોહિત

એમ તો અત્યાર ની ન્યૂ જનરેશન ની લવ સ્ટોરી ની શરૂઆત કા તો કોલેજ મા કા તો રેલવે સ્ટેશન પર નહીં તો બસ સ્ટોપ પર શરું થાય છે, પણ મારી સ્ટોરી જરા હટકે છે એવી કોઈ ઘટના મારા જોડે નથી બની જે બીજાઓની લવ સ્ટોરી મા થઈ છે.

મારી સ્ટોરી નાં તો કોલેજ માં શરૂ થઈ નાં તો રેલવે સ્ટેશન પર નાં તો બસ સ્ટોપ પર. મારી સ્ટોરી કોઈ બીજાની દેન છે, મારા ભાઈ તેજસની, મારી ફોઈ નો છોકરો શૈતાન, મસ્તીખોર, હંમેશા રમુજ કરવા વાળો. એનાં પપ્પા નાં હોવાના કારણે અમે એને વધારે લાડ અને પ્રેમ આપી રાખ્યો હતો.

આ સ્ટોરી એક સામાન્ય માણસ માટે એક સંદેશ છે, કે દર વ્યક્તિ નાં જીવનમાં એક એવો સમય આવે છે કે શું કરવું અને શું નાં કરવું એ વિચારવા માણસ મજબૂર થઈ જાય છે, અને એક સામાન્ય વ્યક્તિ એવા સમયે શું નિર્ણય લે છે અને ખરેખર શું નિર્ણય લેવો જોઈએ એ અહિયાં દર્શાવ્યું છે એ તો તમે વાંચશો એટલે તમને અંદાજ આવી જશે.

મારી આ નોઁવેંલ બુક મારા જીવન ની સાચી ઘટના પર આધારિત છે, કદાચ હું ગલત પણ હોઇ સકુ અને એ પણ સાચી હોઈ શકે કા તો હું સાચો હોઈ સકુ અને એ ગલત હોઈ, આ અસમંજસ નાં કારણે મે આ નૉવેલ બુક અપલોડ કરી છે. હવે તમારાં અભિપ્રાય મા જ મારો જવાબ છુપાયેલો છે તેં પહેલા તમારે મારી મારી બુક નાં બધાં જ ભાગો વાંચવા અને વાંચ્યાબાદ ટિપ્પણી આપવાનું ભૂલતા નહીં એજ મારી નમ્ર વિનંતી છે મારા વાંચક મિત્રો ને.

પ્રેમ શું છે ? કેવી રીતે થાય છે ? કેમ થાય છે ? કયાં કારણે થાય છે ? પ્રેમ બધાના નસીબ માં કેમ નથી હોતો ? એમ તો દરેક વ્યક્તિ નાં અલગ અલગ જવાબ અને અલગ અલગ અભિપ્રાય હોય છે. જો તમે આ સ્ટોરી ને તમે પહેલા થિ છેલ્લાં સુધી આખી વાંચશો તો તમને આ બાધા સવાલો નો જવાબ મળી જશે અને એ સવાલો નાં જવાબ પણ મળી જશે જે સવાલ સામાન્ય પ્રેમીઓ નાં મા ઊભા થાય છે.

( નિખિલ તેજસ ને કોલ કરે છે. )

Hello ભાઈ શું કરે છે ? અને ક્યાં છે તું ? મે પૂછ્યું.

વાંચું છું exam ચાલે છે ને મારી.' તેજસએ જવાબ આપ્યો.

ઓકે. ક્યાં છે હૉસ્ટેલ પર ? મે પૂછ્યું.

નાં, ફોઈ નાં ત્યાં અંકલેશ્વર આવ્યો છું.' તેજસએ જવાબ આપ્યો.

અંકલેશ્વર કેમ ? મે પૂછ્યું.

મારી ફોઈ ની તબિયત ખરાબ છે એટલે એમની ખબર લેવા આવ્યો હતો અને વિચાર્યું કે જીગ્નેશ ને પણ મળ્યો નથી કેટલા દિવસ થિ તો સાથે સાથે એને પણ મળી લઉં.' તેજસએ જવાબ આપ્યો.

અને તારી exam ? મે પૂછ્યું.

આજનું પેપર તો સારું ગયું છે, પેપર આપીને જ અહિયાં આવ્યો છું.' તેજસે જવાબ આપ્યો.

ઠીક છે તો કાલ નાં પેપર માટે વધારે તૈયારી કરજે, બાર રખડવા નાં જતો ઓક ? ચાલ bye. Good night.. take care... મે કહ્યું.

હા કાલ ના પેપર માટે વધારે તૈયારી કરીને જઈશ. ઓકે.. bye.. good night... take care... તેજસે કહ્યું.

પછી મેં ફોન મુકી દીધો.

( જેમ તેજસ મારો (નિખિલ) ફોઈ નો છોકરો છે એવીજ રીતે જીગ્નેશ તેજસ ની ફોઈ નો છોકરો છે.)

બીજાં દિવસ રાત્રે

(નિખિલ તેજસને કોલ કરે છે.)

હેલો, કેમ છે ? કેવી રહી તારી exam ? મે પૂછ્યું.

એકદમ મઝામાં, exam પણ સરસ જ ગઇ છે' તેજસે જવાબ આપ્યો.

ક્યાં છે હૉસ્ટેલ પર ? મે પૂછ્યું.

અંકલેશ્વર' એને જવાબ આપ્યો.

કેમ અંકલેશ્વર ? તું તો કહેતો હતો જે કાલે હું સુરત પાછો જતો રહેવાનો છું.' મે કહ્યું.

કિન્નૂ (કિન્નરી) નો ફોન આવ્યો હતો મારા અને એને મને ઘરે આવવા કહ્યું તો હું અંકલેશ્વર આવી ગયો. ‘એને જવાબ આપ્યો.

તેજસનાં ફોન મા કોઈ છોકરીનો પાછળ થિ અવાજ આવી રહ્યો હતો. કે ' વધારે વાત નાં કર વાંચવા પાર ધ્યાન આપ તારા ભાઈને કહે તને વાંચવા ડે આમ ડિસ્ટર્બ નાં કરે.

તું જ કહી દેને એમ તેજસ એને કહે છે એ શરમાઈ ને જતી રહે છે.

શું થયું ? તુ કોની જોડે વાતો કરી રહ્યો હતો ? મે પૂછ્યું.

અરે મારી ફોઈ ની છોકરી કિન્નૂ (કિન્નરી) હતી કહી રહી હતી કે તારા ભાઈને કહે કે તને વાંચવા દે આમ ડિસ્ટર્બ નાં કરે, તો મે એને કીધું કે તુ જ કહી દે ટો એ શરમાઈ ને ભાગી ગઇ.. એને કહ્યું.

અમે બન્ને એ વાત પાર જોર જોર થિ હસવા લાગ્યાં.

કાલે હું પણ કોલેજ જાઉં છું exam ની ફિસ ભરવા તો કાલે ટ્રેન મા સાથે જઈસુ અંકલેશ્વર થિ ,તને પણ ટ્રેન નો અનુભવ થઈ જશે. તો કાલે અંકલેશ્વર રેલવે સ્ટેશન 8 વાગ્યે આવી જજે હું ત્યાં જ મળીશ તને ઓકે?. મે કહ્યું.

ઓક ચોક્કસ કાલે મળીએ8 વાગે સ્ટેશન પર.. ઓક..bye.. take care.. good night.. તેજસ બોલ્યો.

Bye.. good night. Take care... મે કહ્યું.

પછી મે ફોન મુકી દીધો.

કિન્નરી તેજસનાં સગા ફોઈ ની નાની છોકરી હતી. તૃપ્તિ સૌથી મોટી હતી ( મોટી બહેન ) ત્યારબાદ જીગ્નેશ ( ભાઈ ) અને એનાં બાદ સૌથી નાની કિન્નરી બધાની લાડકી અને વહાલી.

કિન્નૂ મોડર્ન જમાનાની ફ્રી ટાઇપ ની છોકરી હતી, જે દરેક ની જોડે હસી મજાક કરી લેતી હતી કોઈના જોડે પણ એને વાત કરવામાં સંકોચ નહોતો થતો, છોકરાઓ જોડે પણ એ હસી મજાક કરી લેતી જેનાં લીધે હંમેશા એનાં character પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થતો પણ એ તો બિન્દાસ છોકરી હતી એને દુનિયાની કોઈ ફિકર નોઁહતિ કે લોકો શું કહે છે એનાં વિશે.

કિન્નૂએ ડિપ્લોમા કોમ્પુટર engineering કર્યું હતું હું અને એ સરખી જ કોલેજ મા ડિપ્લોમા કર્યું હતું. ડિપ્લોમા કર્યા બાદ એને ફેશન ડીઝાઇનર નો કોર્સ કર્યો હતો અને એજ ફિલ્ડ મા એને જોબ શરું કરી હતી.

બીજાં દિવસે હું ( નિખિલ ) મારા દોસ્તો જોડે જવા નીકળ્યો અને અંકલેશ્વર પહોંચ્યો, ત્યાં હું જેવો પહોંચ્યો ત્યાં નો નઝારો જોઇ હું આશ્ચર્યચકિત થઈ ગયો. તેજસ જોડે કિન્નરી હતી જે ટિકિટ લેવા માટે લાઈન મા ઊભી હતી. મને હવે ધીરે ધીરે આખી બાબત સમજ આવી રહી હતી કે શું ચાલી રહ્યું છે.

બધાં દોસ્તોએ મને પૈસા આપ્યા અને કહ્યું કે અમારી ટિકિટ પણ તું લઇ આવજે અમે તને પ્લેટફોર્મ નંબર-03 પર મળીશું, મે કહ્યું વાંધો નઈ હું લેતો આવીશ.

મારા ત્યાં જતા જ એ લાઈન મા થી બહાર આવી ગઈ અને એની જગ્યાએ હું લાઇન મા ઊભો રહી ગયો.

ટિકિટ લઈ લીધાં બાદ અમે પ્લેટફોર્મ તરફ જવા નીકળ્યા. એટલામાં તેજસએ મને ઈશારો કરતાં કહ્યું કે વાત તો કર એનાં જોડે.પેહલા કોઈ છોકરી જોડે મે વાત કરી ન હતી તો મને શરમ આવતી હતી. તેજસે મારી તરફ આખો કાઢતા ઈશારો કર્યો કે વાત કરને ( ગુસ્સામાં ). એટલે મે હિમ્મત કરી વાત કરવાનું નક્કી કર્યું.

( નિખિલ કિન્નરી જોડે વાત ચાલુ કરે છે.)

ક્યાં જોબ કરો છો તમે ?" મે પૂછ્યું.

ભરૂચ". એને જવાબ આપ્યો.

( કિન્નરીએ એકદમ ધીમા અવાજે જવાબ આપ્યો જે મને નાં સંભળાયો એટલે મે ફરી પૂછ્યું.)

ક્યાં ? મે ફરી પૂછ્યું.

"ભરૂચ". એને જોર થી જવાબ આપ્યો.

પછી મે તેજસ ને કહ્યું.

ચાલ તેજસ આપણે પ્લેટફોર્મ જઇએ મારા દોસ્તો મારી રાહ જોતાં હશે.

હા ચાલો જઇએ ". તેજસે કહ્યું.

ચાલો તો ફરી મળીશું. Bye. કિન્નરી ને મે કહ્યું.

Ok. Bye. તેજસ ફરી આવજે ઘરે." એને તેજસ ને કહ્યું.

હા સમય મળશે એટલે ફરી આવીશ." તેજસે કિન્નરી ને કહ્યું.

અમે બન્ને ત્યાં થી પ્લેટફોર્મ પર જવા નીકળ્યા, મે પાછળ ફરીને જોયું પણ નહીં કે મારા જોડે મળ્યા બાદ એનાં ચેહરા નો શું પ્રતિભાવ હતો એ પણ મે જોયો નહીં.

ત્યારબાદ ટ્રેન આવતાં અમે ટ્રેન મા ચઢી ગયા અને એની બાજુ જોયું પણ નહીં.

( વધું આવતાં અંકે )

( પર્સનલ ડાયરી “ ટાઈમપાસ” માંથી )

“મૃગજળ” પર તમારાં અભિપ્રાય મને જરૂર થી જણાવશો, તમારા અભિપ્રાય અને ટિપ્પણી ઓ મને વધારે સારું લખવા પ્રેરિત કરે છે. તમારાં અભિપ્રાય મારા WhatsApp નંબર 9625050361 પર પણ આપી શકો છો.)

આભાર…