Premna Sapna - 1 in Gujarati Drama by Sanjay Nayka books and stories PDF | પ્રેમના સપના - 1

Featured Books
Categories
Share

પ્રેમના સપના - 1

 

(સમયને માત આપતાં બે ઘરડાં હૃદયોની પ્રેમકથા)

Full length Gujarati Natak

Part - 1

પહેલો અંક

(પડદો ખૂલે છે.)

[પ્રથમ દ્ગશ્ય]

(એક સફળ ઉદ્યોગપતિ ચિરાગ જૈન (ઉંમર 50) આધુનિક સાધનોથી સજ્જ પોતાની આલીશાન ઓફિસમાં લેપટોપ પર કામ કરતા નજરે પડે છે. ચિરાગનો પહેરવેશ સભ્ય,શાલીન અને વગદાર કામિયાબ ઉદ્યોગપતિની ઝાંખી કરાવે છે. ચિરાગ બેલ વગાડીને ઓફિસના પટાવાળાને બોલાવે છે અને માલિકનું ફરમાન પર પટાવાળો રઘુ સલામ મારતો હાજર થાય છે.)

પટાવાળો રઘુ : જી સર !

ચિરાગ : રઘુ .. રાજેશઅંકલને તરત મોકલ. (સહેજ ગુસ્સો દર્શાવતાં)

પટાવાળો : સર ! પણ તેઓ હજી ઓફિસે આવ્યા નથી.

ચિરાગ : હજી આવ્યા નથી ? (થોડા અચરજ સાથે) ઓ.કે ઠીક છે ! આવે તો તરત જ મોકલ.

રઘુ : જી સર !

ચિરાગ : અને રઘુ .. મારી ઇટાલિયન પેન દેખાતી નથી ને ?

પટાવાળો : સર ! આપણે ઇન્ડિન આપણ ને શું ઇટાલિયનનું કામ ?

ચિરાગ : બંધ કર તારી બકવાસ....અને રાજેશઅંકલને મોકલ.

(પટાવાળો જાય છે. ચિરાગ ફરીથી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. ચિરાગ કામમાં તલ્લીન થયો જ હોય ત્યાં અચાનક ઓફિસની બારીમાંથી જોર-શોરથી અવાજ આવે છે. બારીમાંથી આવતા અવાજથી ચિરાગના કામમાં ખલેલ પડી હોય તેમ બબડે છે.)

ચિરાગ : અરે ! આ રઘુ પણ સાવ ભુલક્કડ થઈ ગયો છે. હંમેશા બારી બંધ કરવાનું ભૂલી

જાય છે. તેનાં કામ પણ મારે જ કરવાના ?

(ચિરાગ પોતાનું કામ બાજુએ મૂકીને બારી બંધ કરવા ઉભો થાય છે. બારીની બહાર કંઈક જોતાં બારી બંધ કરવા આગળ વધેલા તેના હાથ અટકી જાય છે.)

ચિરાગ : ઓહ્હ ટ્રાફ઼િકનો અવાજ …કાન ફ઼ાડી નાખે તેવો છે અને બીજી બાજુ કૉલેજ કેટલી શાંત ... જાણે બધી શિસ્તતા અને સભ્યતા ત્યાં જ જોવા મળતી હોય ! બધાંને ખબર છે ત્યાં કેટલી શિસ્તતા જોવા મળે છે ! કૉલેજમાં તો ના હાજરીની મગજમારી, ના યુનિફોર્મ પહેરવાની ઝંઝટ ! કૉલેજની કેન્ટીનમાં ફ઼્રેન્ડસ જોડે નાસ્તા-પાણી કરવાની, ગપ્પા મારવાની, બસ જલસાની લાઈફ..! ક્લાસ કરતાં વધારે હાજરી કૉલેજની કેન્ટીનમાં જોવા મળતી હોય છે. પ્રેમી પંખીડા તો..ત્યાં પણ બસ ખૂણો જ શોધતા હોય છે કાટખૂણો દોરતાં આવડે કે નહિ પણ કૉલેજના બધાં ખૂણાથી વાકેફ હોય છે. કૉલેજના દાદરો ચઢવા ઉતરવા કરતાં બેસવા માટે વધારે વપરાતાં હોય છે. લેક્ચર તો જાણે એટેન્ડન્સ ભરવા માટે એટેન્ડ કરે છે.

કૉલેજ.... તો કોઈને માટે પોતાની મંજિલ પામવાની તક આપે છે તો કોઈને યુવાનીના રંગમાં રંગાવાની ! વાહ રે કૉલેજ ! એટલે જ કહેવાય છે ને ‘કૉલેજ એટલે બાપનો બગીચો’ પણ બગીચામાં કોઈ બાપ કોઈ દિવસ નથી જોવા આવતો કે તેના ફૂલ કેટલા ગુલ ખિલાવી રહ્યા છે ... હા હા (હસે છે)

(બીજી બાજુથી ઓફિસના ગેટથી ધીરે-ધીરે રાજેશઅંકલ બિલ્લી પગે એવી રીતે સરકે છે જાણે સ્કૂલમાંથી બંક મારતા પકડાઈ ગયેલા બાળકો પ્રિન્સીપલ સામે હાજર થતા હોય ! ચિરાગની નજર રાજેશઅંકલ પર જાય છે. તેઓ ને જોતાં ચિરાગ પોતાનું સ્મિત રોજિંદાં બોસના દેખાવથી છુપાવી દે છે.)

ચિરાગ : તમે ક્યારે આવ્યાં ? (અજાણ્યા બનતા પૂછ્યું)

રાજેશઅંકલ : તમે હસતાં હતાં ત્યારે !

ચિરાગ : અરે ! આટલા ટાઈમથી આવી ગયાં હતાં તો મને જાણ કેમ ના કરી ?

ખોટો ટાઈમ વેસ્ટ કર્યો.

રાજેશઅંકલ : અરે દીકરા ! હસવામાં પણ કંઈ ટાઈમ વેસ્ટ થતો હશે ! હસવાનો જ તો ટાઈમ

બેસ્ટ હોય છે.

ચિરાગ : કોણ હસતું હતું ?

રાજેશઅંકલ : અરે .. રે તમે જ તો હસતાં હતાં. સાચુ કહું દીકરા અમુક વાર હસી લેવાનું !

ઘણાં કહે છે કે હસવાથી તંદુરસ્તી સારી રહે છે અને હવે તો હોરર ફિલ્મમાં પણ કોમેડી આવે છે.

ચિરાગ : ઠીક છે. હવે એ કહો તમે મોડા કેમ થયાં ? (ચિરાગે રાજેશઅંકલની

ફિલ્મી વાત પર કાતર ચલાવતાં પૂછ્યું.)

રાજેશઅંકલ : હું કૉલેજ ગયો હતો.

ચિરાગ : હેય ! કૉલેજ? તમારી ઉંમર છે કૉલેજ જવાની ?

રાજેશઅંકલ : અરે દીકરા હું શું કહું તને મારો દીકરો કોલેજમાં ભણવાં કરતાં બબાલ કરવાં જાય છે જુઓ આ બધું લઈને ફરે છે.

(રાજેશઅંકલ તેની બેગમાંથી તેના દીકરાની અમુક વસ્તુઓ જેમકે નાનું ચપ્પુ, પંચ (જે મારા મારી કરવા માટે હાથની આંગળીઓમાં પહેરવામાં આવે છે.) ફૅશનેબલ રીંગ, ચશ્મા, રૂમાલ કાઢીને ચિરાગના ટેબલ પર મૂકે છે.)

રાજેશઅંકલ : બે દિવસ પહેલા પ્રોફેસરના છોકરાનું માથું ફોડી દીધું હતું અને ઉપરથી મને

શું કહે ખબર છે ? ‘ઉસકા મટકા ફોડ ડાલા’. મને લાગે છે કે તેના ચક્કરમાં એક દિવસ ‘મારા મટકા ફુટ જાયેગા’ ! પ્રોફેસરે તેની સામે ફરિયાદ કરી અને મારે કૉલેજમાં જવુ પડ્યું હતું. જેમ તેમ બબાલ પતાવી.

ચિરાગ : ચાલો ઠીક છે. હવે લેટ નહિ ચાલે ! રાજેશઅંકલ, મેહતા ગ્રુપના ટેન્ડરનું શું થયું ?

રાજેશઅંકલ : હા સર ! ટેન્ડર ભરી દીધું છે. બસ ફાઈનલ સ્ટેટસ જોઈને કહું !

ચિરાગ : રાજેશઅંકલ આ શું “સર”લગાવી દીધું છે મને મારું હોમવર્ક કરવાનું

તમે શિખવાડ્યું, તમે કંપનીના જનરલ મેનેજર પછી છો પણ પહેલા મારા પિતાના જુનાં મિત્રોમાંના એક છો, હું તમને રાજેશઅંકલ કહું છું અને તમે મને “સર” કહો છો ? ઈટ્સ નોટ ફેર !

રાજેશઅંકલ : ઓકે ઓકે હવેથી સર નહિ કહું, સર ! (ધીમેથી)

(બન્ને હસી પડે છે. રાજેશઅંકલ તેના છોકરાની વસ્તુઓ ત્યાં જ ચિરાગના ટેબલ પર ભુલીને ત્યાંથી રવાના થાય છે.)

(કામ કરતાં-કરતાં ચિરાગને પેનની જરુર પડે છે. બેઠાં-બેઠાં પેન લેવા આમતેમ હાથ ફેરવે છે. હાથ ફેરવતાં-ફેરવતાં રાજેશઅંકલના છોકરાંની વસ્તુઓ પર અટકે છે. ચિરાગ તેમાંથી પંચ ઉપાડીને આંગળીમાં પહરે છે. બાજુમાં પડેલી અંગુઠીઓ, ચશ્મા અને સ્કાફ પહેરીને ટપોરીની જેમ સ્ટાઇલ મારી આંટા મારે છે સાથે સાથે સીટી પણ વગાડે છે. રૂમાલ ઝટકાવે છે. વાળમાં હાથ ફેરવે છે. પછી દરવાજાની નજીક ઉભા રહીને પંચ પહરેલા હાથથી કોઈકને મારવાનો હોય તેમ હાથ ઉપાડે છે અને ત્યાં અચાનક રઘુનું આવવાનું થાય છે. રઘુ...ચિરાગનાં હાથમાં પંચ અને તે પણ તેનાં મોં સામે જોતા એવો ગભરાઈ જાય છે કે અચાનક બોલી પડે છે.)

રઘુ : હા હા સર ! મને માફ કરી દો ! તમારી ઇટાલિયન પેન મારી પાસે જ છે મારી

છોકરી પેનની જીદ કરતી હતી એટલે એ પેન તેને આપી દીધી. કાલે જરુર લઈ આવીશ. મને જવા દો ! હવે આવી ભુલ નહિ કરું.

(ચિરાગ રઘુને છોડી દે છે. રઘુ રાહતનો શ્વાસ લે છે.)

ચિરાગ : રઘુ એક સવાલ પુછું ?

રઘુ : અરે સર ! તમે અમારા બોસ છો તમે સવાલ શું ? જવાબ પણ પૂછી શકો છો.

ચિરાગ : બંધ કર તારી બકવાસ....તારા તો લગ્ન થયા નથી ને આ છોકરી ક્યાંથી આવી ?

રઘુ : અરે સર ! તે તો હાથમાં પંચ જોઈ ને બોલાય ગયું.. મને જવાદો …

(રઘુ બબળતો-બબળતો ચાલ્યો જાય છે. ચિરાગ પાછો પોતાની નિયમિત મુદ્રામાં આવે છે અને વિચારે છે કે આજે તે શું કરી રહ્યો છે ? ઉપાડેલ વસ્તુઓ ફરીથી તેની જગ્યાએ મૂકી બેગ લઈને ઓફિસથી નિકળી જાય છે.)

[અંધારું]

[બીજું દ્રશ્ય]

(ચિરાગ મનમાં ઉછળતાં સવાલોના મોજા લઈને મંદિરે જાય છે.)

ચિરાગ : ભગવાન ! મને માફ કરજો કે હું આટલાં વર્ષો પછી તમારે દ્વારે આવ્યો.

બધાં કહે છે જ્યારે બધી જગ્યાથી આશાના દરવાજા બંધ થાય છે ત્યારે ઉમેદનો સૂરજ તમારા જ દ્વારે હમેશા ઝળહળતો મળે છે. તમારા શરણે લોકો ત્યારે આવે જ્યારે લોકોને કંઈક કમી હોય. આ કમી તરીકે ઘન, યશ, પ્રેમ હોય ! સાચું કહો તો મને આમાંથી કંઈ પણ વસ્તુની કમી નથી. બધુ માંગ્યાં પહેલાં મળી ગયું. આજે હું કંઈ માગવા નથી આવ્યો. હું આવ્યો છું થોડા સવાલો માટે. એ સવાલો ! જે કેટલા સમયથી મારા મન અને મગજ પર રમ્યા કરે છે. જેનો જવાબ હજી સુધી મળ્યો નથી. તમે તો તારણહાર છો. જે તમારી શરણે આવે તેની ઇચ્છા પૂર્ણ કરો છો. બધાંના દુ:ખ દૂર કરો છો, બધાની મદદ કરો છો, સવાલ પણ તમે જ છો ને જવાબ પણ તમે જ છો. તો ભગવાન ! મારી પણ મૂંઝવણ દૂર કરો. મારા દિલમાં ઊછળતા સવાલોના બવંડરને શાંત કરો. (ભગવાન સામે આજીજી કરતા ચિરાગની વાતોમાં લાચારી ઊભરી આવતી હતી.)

(બાજુમાં બેઠો અઘોરી બાબા ચિરાગની વાતો સાંભળી રહ્યો છે.)

ચિરાગ : કેટલાક દિવસથી મને મારા જીવનમાં કંઈક ખોટ વર્તાય રહી હોય એવુ અનુભવ

કરું છું. મેં મારી જાતને પુછ્યુ કે આટલી બધી અઢળક સંપત્તિ અને મિલકતના માલિકને શેની ખોટ ? પછી મને મારી અતંરઆત્માથી જવાબ મળ્યો કે બધી ખોટ રૂપિયાથી સરભર થતી નથી. રૂપિયા કમાવવા અને સફળતાના શિખર પર પહોચવાની હોડમાં મારી યુવાની ક્યાં નીકળી ગઈ તે ખબર જ ના પડી.

હા ભગવાન ! એ કમી છે મારી યુવાનીના દિવસોની.

યુવાનીમાં બધાં પોતાનું ભવિષ્યનું વિચારતા હોય છે પણ મારે તો વારસાગત બિઝનેસની ખોટને દલદલમાંથી ઉગારવાનો હતો. વારસાગત બિઝનેસને ફરી પાછો પગ પર ઉભો કરવા મારી યુવાનીની કેળ ભાંગી ગઈ. લગ્નની ઉંમર પણ સરી ગઈ પણ મને લગ્નનો કોઈ અફસોસ નથી. અફસોસ છે એ વીતી ગયેલી ક્ષણોનો છે. રૂપિયા કમાવવામાં યુવાનીના અમૂલ્ય દિવસો હારી ગયો છું જેની ખોટ આજે નડે છે. સાચું છે પૈસો બધી ખોટ પુરી કરી શકતો નથી.

(ચિરાગનું ગળું રૂંધાઈ ગયું હતું ત્યાં ખામોશી પથરાઈ ગઈ.)

હા ભગવાન, મેં એમ પણ સાંભળ્યું છે કે (આંસુ લૂછતાં-લૂછતાં) કંઈક મેળવવા માટે કંઈકનો ભોગ આપવો પડે છે. જો મારી મનની ઇચ્છા પુરી થાય તો હું પણ ભોગ આપવા તૈયાર છું. હું તૈયાર છું નકોડા ઉપવાસ કરવા માટે અને ઉઘાડા પગે તમારા દર્શને આવવા માટે, તૈયાર છું તગડી રકમ દાન આપવા માટે, તૈયાર છું તમારા મંદિરને સુવર્ણ બનાવવા માટે.

આના બદલામાં મારી ઇચ્છા પૂર્ણ કરશો ?

હું યુવાનીના રંગમાં રંગાવા માંગું છું.

તમે મારી આ ખોટ પુરી કરવાનો મોકો આપશો ?

શું તમે મારી યુવાનીના દિવસો ફરીથી જીવવાની તક આપશો ?

(ચિરાગ ભગવાનને આજીજી કરતાં-કરતાં ઘૂંટણે ઢળી પડે છે. થોડી પળો એમ જ ખામોશીમાં પસાર થાય છે.)

બાબા : અલખનિરંજન ! બચ્ચાં એ પથ્થરને શું પૂછે છે ? તે બોલતાં હોત તો શું તે

પથ્થર હોત? નોકરી અપાવે તો 11 નારિયેળ ચઢાવીશ, સંતાન પ્રાપ્તિ થાય તો 11001 રૂપિયાનું દાન કરીશ. ભગવાન જોડે સોદેબાજી ! ધંધો જામી જાય તો મુંડન કરાવવાનું, ધારેલું કામ થાય તો એક અઠવાડિયાં સુધી વગર ચંપલ રહેવાનું, માઈલોનું અંતર કાપીને ચાલતા ભગવાનના દર્શને જવું, અને સારા વર માટે 16 સોમવારના ઉપવાસ કેમ ?

અરે! મનુષ્યજીવન સરળ થાય એટલાં માટે જ તો ભગવાને આ બધા સાધનોની ઉત્પત્તિ કરી છે. ભગવાને તમને ભુખ્યા જ રાખવા હોત તો વિવિધ પ્રકારના ધાન્ય, ફળો, શાકભાજી, મરીમસાલા શા માટે નિર્માણ કરત? તમે વિચારો આ બધું કરશો તેમાં ભગવાનને શું મળવાનું ? નારિયેળ, મીઠાઈ ભગવાનને કોણે ખાતા જોયા ? 11001 રૂપિયાના દાનને ભગવાન શું કરવાના ? કોણે જોઈ ભગવાનની બેંક ? મુંડન કરાવવા અને કામ થવામાં બન્નેનું શું કનેક્શન છે ? આજે ઘણાં વ્યક્તિના વાળ મુંડન વગર જ નીકળી જાય છે તો શું તેઓના બધા કામ સફળ થઈ ગયા હશે ? ભુખ્યા રહેવાથી શરીરને ફાયદો કે નુકશાન થશે તેમાં લગ્ન સાથે શું નિસ્બત ? બતાઓ બચ્ચાં ! ....આઓ ! મારે પાસે તમારી સમસ્યાનું નિવારણ છે. આવ બચ્ચાં અહિં આવ.

(ચિરાગે બાબા તરફ આક્રોશ ભરી નજર કરીને ફરી ભગવાનની સમક્ષ પોતાની વાત રજુ કરવા મંડે છે.)

બાબા : એક પથ્થરની મૂર્તિ પર વિશ્વાસ કરો છો તો એક જીવીત વ્યક્તિ પર પણ વિશ્વાસ કરીને જુઓ. (બાબા પાછા ચિરાગની વાતોમાં ખલેલ પહોચાડતા બોલ્યાં)

ચિરાગ : તમે થોડી વાર ચુપ રહેશો ? (ચિરાગે સહનશીલતાનો બંધ તોડતાં કહ્યું)

બાબા : ચુપ તો એ છે જેને તમે આજીજી કરી રહ્યાં છો. મને શાં માટે ચુપ રહેવા કહો છો ?

ચિરાગ : કેમ કે તમે એક પાખંડી છો, જે ભગવાન તમારું પેટ ભરે છે તે ભગવાનને જ પથ્થર કહો છો. તમારો ઉદ્દેશ લોકોને છેતરવાનો હોય છે બસ. આ બધાં લક્ષણ પાખંડીના જ હોય. (ચિરાગ આક્રોશ સાથે બોલ્યો.)

બાબા : ઓહ્હ ! આટલી જલ્દી મને ઓળખી પણ કાઢ્યો ? શું સાબિતી છે કે હું પાખંડી છું ?

ચિરાગ : મારે કોઈ સાબિતી આપવાની જરૂરત નથી.

બાબા : મે તમારા પાસેથી કોઈ પૈસાની માંગણી કરી છે ?

(ચિરાગ પૈસાની વાત સામે કંઈ દલીલ કરતો નથી.)

બાબા : તો તમે કઈ રીતે મને પાખંડી કહી શકો ? મે ધારણ કરેલા કપડાંથી ? કે કોઈ ફિલ્મોમાં અઘોરી બાબાના પાત્રને જોઈને ? આ ફિલ્મોવાળાએ તો બાબાના પાત્રને હંમેશા વિલન બનાવે છે અઘોરી, તાંત્રિક બાબા ! પણ હું હઠયોગી બાબા છું. કપડાંથી માણસનો સ્વભાવ જાણી શકાય નહિ. આજે સુંદર વસ્ત્ર ધારણ કરેલ વ્યક્તિ કેટલો દ્વેષ અને કપટ ધારણ કરીને ફરે છે તેને કોઈ પાખંડી નથી કહેતા કેમ બરાબર ને ?

(ચિરાગ બાબાની દલીલ સામે કોઈ પ્રત્યુત્તર આપી શકતો નથી અને તે શાંત રહે છે અને ત્યાંથી ઉપડવાની તૈયારી કરે છે.)

બાબા : બોલો હવે કોણ ચુપ છે ? (ચિરાગને જતાં જોઈ બાબા બબડ્યાં.)

(ચિરાગના આગળ વધતાં પગ અટકી ગયા.)

ચિરાગ : મારી ખામોશી તમારો વિજય નથી ! મારી પાસે તમારા બધાં સવાલના જવાબ છે પણ હું વાતને ખેંચવા નથી માગતો ! સમજયાં ?

(ચિરાગ આગળ વધે છે.)

બાબા : હું તો સમજી ગયો પણ એ સમજ્યા તમારી મનની ઇચ્છા ? જેમને તમે આટલી આજીજી કરી રહ્યાં હતાં ? (ભગવાનની મૂર્તિ તરફ નજર કરતાં) તમે તો તમારી ઇચ્છા વ્યક્ત કરી દીધી પણ એમના તરફથી કંઈ જવાબ આવ્યો ? કે તમારી ઇચ્છા પૂર્ણ કરશે કે નહિ ?

(ચિરાગના આગળ વધેલા ડગ પાછા થંભી જાય છે.)

બાબા : વિશ્વાસ રાખો. હું તમારા મનની ઇચ્છા પૂર્ણ કરી શકું છું.

(ચિરાગ ફરીને બાબા તરફ નજર કરે છે.)

બાબા : હું...તમારા યુવાનીના દિવસો ફરી આપી શકું છું તે પણ એક પણ પૈસો લીધા વગર. વિચાર વધે તો મને કહેજો.

(ચિરાગ બાબા તરફ એકીટસે જોઈ રહે છે. થોડી ક્ષણ વાતાવરણ શાંત રહે છે પણ બાબાના પ્રયાસો ચિરાગને આકર્ષવા માટે અપર્યાપ્ત નીવડયા તેથી ચિરાગ ત્યાંથી નીકળી જાય છે.)

[અંધારું]

[ત્રીજું દ્રશ્ય]

(રાજેશ અકંલ અને રઘુ ચિરાગની ઓફ઼િસને શણગારી રહ્યાં છે. ચિરાગ આવે છે.)

અંકલ : ચિરાગ બેટા, આજે કંપનીના 50 વર્ષ થયા તેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ..(ફુલોનો ગુલદસ્તો આપતાં)

ચિરાગ : થેન્ક યુ રાજેશઅંકલ

અંકલ : યે રઘલા …. કેક તારો બાપ લાવવાનો ? જા ફટાફટ

રઘુ : હા હું તો ભૂલ જ ગયો હતો હમંણા જ લાવ્યો ..

અંકલ : અને હાં 3 કિલો કેક માંથી જરા પણ વજન ઓછું થયુ તો તારું વજન ઓછુ કરી દઈશ. સમજ્યો !!!

(રઘુ જાય છે.)

અંકલ : તો બોલો કેટલા વર્ષનાં થયાં ?

(અંકલના એક સવાલથી ચિરાગનો ચહેરો એવો થઈ ગયો જાણે અંકલે ચિરાગની દુ:ખતી નસ પર હાથ રાખી દીધો હોય.)

અંકલ : શું થયુ ? કેમ શાંત થઈ ગયા ? કંઈ ખોટું પુછાઈ ગયુ ?

ચિરાગ : ના, ના અંકલ ! તમે કંઈ ખોટું નથી પૂછયું.

અંકલ : ના, કંઈ તો ખોટું થયું ! હવે તમે જણાવવા નહિ માંગતા હોય તો અલગ વાત છે.

હું તમને ઘણાં સમયથી ઓળખું છું. હા કંઈક તો વાત છે ! તમારાં સાથે કામ કરવાનાં કાર્યકાળમાં આવું પહેલી વાર થયું છે. આવી રીતે પહેલી વાર તમને શાંત જોયા ! તમને ગુસ્સામાં જોયા છે હસતાં જોયા છે પણ આજે તો અલગ જ પરિસ્થિતિ થઈ. શું થયું અચાનક ?

ચિરાગ : અચાનક નહિ..... અચાનક નહિ.

(ચિરાગ થોડી વાર શાંત રહે છે. પોતાની ખુરશી પરથી ઉભો થઈ બારીની સામે ઉભો રહી જાય છે. અંકલ ચિરાગના જવાબથી અચરજમાં પડીને ચિરાગ સામું જોયા કરે છે.)

ચિરાગ : અરે ! આમ અચરજથી મારી સામે કેમ જુઓ છો ?. મેં પણ તમને આવી મુદ્રામાં પહેલી વાર જ જોયા. ઓહો .. સમજાવું બધું.

મને કેટલાંક દિવસોથી અજીબ-અજીબ વિચાર આવી રહ્યા છે પણ તે વિચારોને દિલમાંથી બહાર આવવા નહિ દીધા. પરંતુ છેલ્લા કેટલા દિવસોથી મનમાં ચાલી રહ્યા વિચારો કુદકેને ભૂસકે વધી રહ્યાં છે. એમ પણ વિચારોને ક્યાં બ્રેક હોય ! આ વિચારો મારો દિલનો દરવાજો તોડીને બહાર નીકળવા મથામણ કરી રહ્યા છે અને એવી અનુભૂતિ કરાવે છે કે ભલે હું આટલો ધનિક વ્યક્તિ છું પણ મારા જીવનમાં હજી કંઈક ખોટ છે.

અંકલ : ખોટ ? તમારા જીવનમાં ક્યાં ખોટ આવવાની ? તમે તો એટલી સંપતી ભેગી કરી દીધી છે કે તમારી સાત પેઢીને કામ કરવાની જરૂર નહિ પડે ! મને નથી લાગતું તમારા જીવનમાં કોઈ વસ્તુ ની ખોટ હશે ! અરે હા ! મારી દ્રષ્ટીએ તમારી લાઇફમાં હજી એક કમી છે.

ચિરાગ : હું સમજ્યો નહિ !

અંકલ : તમારા જીવનમાં એક કમી છે, એક જીવનસાથીની ! જે જીવનભર તમારો પ્રેમથી સાથ આપે !

ચિરાગ : હું જાણતો જ હતો કે તમે આ જ વાત કરશો ! પણ આ કમી તો રહેવાની જ !

હવે જીવનનાં 50ની ઉંમરે આવી ગયો છું કે જીવનસાથીની કામના પણ છોડી દીધી છે.

અંકલ : તો શું ! તમે એમ કહેવા માંગો છો કે તમને આ ઉંમરમાં જીવન સાથી નહિ મળે ! તમારામાં શું કમી છે ? સલમાન ખાનની ઉંમર પણ 50ની થઈ ગઈ છે તો પણ તેને છોકરીની ક્યાં કમી છે ?

ચિરાગ : અરે અંકલ તમે પણ … હા ! ખબર છે મને પણ મળી શકે છે. પણ એ જીવનસાથી કદાચ મારી ઉપર દયા ખાઈને કે પછી મારી વૈભવસંપન્ન સ્થિતિના પ્રભાવમાં આવીને પોતાના સપનાનો ત્યાગ કરી મારી સાથે લગ્ન કરશે ! એ હું નથી ઇચ્છતો !

અંકલ : નહિ, પાંચ આંગળીઓ સરખી ના હોય ! બધાંના વિચાર સરખાં ના હોય. હજી પણ સાચા પ્રેમનું અસ્તિત્વ છે.

ચિરાગ : ફરીથી લગ્નની વાત ?

અંકલ : તો શું તમે ક્યારેય લગ્ન નહિ કરશો?

ચિરાગ : આ નો જવાબ હમણાં મારી પાસે નથી. (નજર ચુરાવીને) પણ આપણે જે વાત કરતા હતા તે વાતથી રોંગ સાઇડ પર જઈ રહ્યા છીએ.

અંકલ : કઈ વાત ? માફ કરો ! લગ્નની વાતથી મૂળ વાત તો ભુલાઈ જ ગઈ !

ચિરાગ : ચાલો કંઈ નહિ ! હું તમને યાદ કરાવું છું. થોડા દિવસથી મારા મગજમાં જે વિચારો ચાલતાં હતાં તેની વાત કરતા હતા. નાની ઉંમરમાં એટલી સિધ્ધી સર કરી દીધી છે કે બીજા માટે આ સ્થિતિ પર પહોંચવા બીજો જન્મ લેવો પડે ! એટલાં પૈસા કમાઈ લીધાં છે કે હવે મારા ખાનદાનમાં કોઇને કમાવવાની જરૂર જ ન પડે ! પણ આટલાં પૈસા આટલી સંપત્તિ હોવા છતાં મને વસ્તુની ખોટ વર્તાઈ રહી છે. (ચિરાગે પાછાં પોતાની અતિતમાં ડોકિયું કરીને વાત વધારતાં કહ્યું.)

અંકલ : હા ખોટ ! હવે યાદ આવ્યું.

ચિરાગ : તે ખોટ છે યુવાની ..

અંકલ : યુવાની ની ?? (એકદમ અચરજ સાથે)

ચિરાગ : હા યુવાની ..મારે આગળ વધવું હતું અને આગળ વધ્યો અને બધાંને પાછળ છોડતો ગયો. બધાં આગળ વધવા ડગલા લે છે જ્યારે હું તો છલાંગ મારતો ગયો. મારા પાસે દુન્યવી વસ્તુઓ માટે સમય ન હતો. બસ કામ, કામ અને કામ એ જ મારો જીવનમંત્ર બની ગયો હતો. બધાં મને ઝળહળતો સિતારો કહેવા લાગ્યાં ! પણ મને જ ખબર હતી કે દીપકથી ઝળહળતો સિતારો બનવા માટે કેટલી ખુશી અને તમન્નાઓનો ત્યાગ કર્યો છે. હવે હું ધંધા સંભાળીને નિચોવાઈ ગયો છું. સફળતાના પ્રથમ પગથિયાં થી છેલ્લાં પગથિયાં સુધી ! ખબર જ ના પડી કે વચ્ચેના પગથિયાં ક્યાં ગયા ? ક્યારે સરકી ગયાં ! એમ કહુ તો ખોટું નથી કે મેં 1 થી 10 સુધીનો સફળતાનો સફર કર્યો પણ વચ્ચેના 2 થી 9 આંકડા ક્યાં ગયા ખબર જ ના પડી ! સફ઼ળતાના શિખર ચઢવામાં યુવાની ક્યાં જતી રહી ખબર જ ના પડી …ત્યારે મને યુવાની ગુમાવી એવું લાગ્યું.

(અશક્ત અવાજ સાથે ચિરાગે વાતને પૂર્ણ વિરામ આપ્યો.)

અંકલ : હા દિકરા હું સમજી શકું છું પણ જે દિવસો નીકળી ગયાં તેનું શાં માટે વિચારો છો ? જે વીતી ગયુ તે વીતી ગયુ હવે કોઈ પણ રીતે આવવાનું નથી અને જો આવતું હોય તો હું ફ઼રીથી જુવાન નહી બની જાઉ ?

ચિરાગ : હા ! મને ખબર છે ! પણ જે સમય વીતી ગયો છે તે ફરી આવવાનો નથી. પણ શું તેને યાદ પણ નહિ કરવાનું ?

અંકલ : હા ! યાદ કરવામાં કંઈ વાધો નથી ! પણ છેલ્લે શું ? એ તો વીતી ગયેલી ક્ષણો છે તે ફરી કદી પાછી આવવાની નથી ! તેને બસ યાદ કરીને મજા કરવાની !

ચિરાગ : તમારી પાસે યુવાનીના અમુલ્ય ક્ષણો યાદ કરવાં માટે છે પણ હું શું કરું ? મને આ વાતનો અફસોસ છે કે મારી પાસે એટલી અઢળક સંપત્તિ છે જેનાથી દુનિયાની હર એક વસ્તુ ખરીદી શકું છું પણ આ સંપત્તિથી હું મારી યુવાની ખરીદી શકતો નથી ! આજ તો છે ખોટ !

(હવે ચિરાગના જીવનની વાર્તાના પાનાં ખુલ્લાં થઈ ગયા હતાં. વાત સાંભળી અંકલની આંખોમાં ઉદાસી તરવરી ઊઠી.)

અંકલ : ચિરાગ ! તમારી વાત જાણીને ઘણું દુ:ખ થયું ! પણ આ તો વિધિનો નિયમ છે. વીતેલો સમય કદી પાછો આવતો નથી. આમાં આપણે શું કરી શકીએ ? ભગવાનની પણ કેવી નીતિ છે જેને પૈસો આપે છે તેની પાસેથી આવી ખુશી છીનવી લે છે અને જેને આવી ખુશી આપે છે તેને પૈસા આપતા નથી.

ચિરાગ : એવી જ વાત હોય તો ભગવાનને કહો કે મારી બધી સંપત્તિ લઈ લે અને મને મારા બાળપણ અને યુવાનીના દિવસો પાછા આપે.

અંકલ : અમે તમારી ભાવના સમજીએ છીએ ! પણ વાતમાં વજન વધારવાનો કોઈ અર્થ નથી. માણસ જો દિલથી જીવતો હોય તો કદી વૃદ્ધ જ ના થાય.

ચિરાગ : અંકલ એવું કોઈ જાદુ યા કોઈ ચમત્કાર થાય તો કેટલું સારુ કે જેનાથી હું 30 વર્ષનો જુવાન થઈ શકું.

અંકલ : હા હા અરે દિકરા આ બધું વાર્તા અને ફ઼િલ્મો જોવા મળે હકીકતમાં નહી.

(ચિરાગ ફ઼રી ઉદાસ થઈ જાય છે.)

અંકલ : ચિરાગ હું તારી યુવાની નહી લાવી શકું પણ યુવાની કવિતાથી યુવાની ની સ્મિત જરુર આપી શકું.

ચિરાગ : કવિતા ?

અંકલ : હા હું યુવાન હતો ત્યારે લખી હતી. તો સાંભળો ..

“ યુવાની છે જ ખુલ્લા આકાશમાં વિહરવાની.

યુવાની તો છે યુવાનોની ઇચ્છા પુરી કરવાની ! હાય યુવાની.

નાનપણથી યુવાની સુધીના સફરમાં દિલના એક ખૂણાંમાં સંગ્રહ કરેલા સપના સાકાર કરવાની.

નાનપણથી જે યુવાનીના વાદળોને જોતા આવેલા તે વાદળો પર સવારી કરવાની.

કોઈની કારકિર્દી પસંદ કરવાની, કોઈને જીવનસાથી પસંદ કરવાની, તો કોઈને એકબીજા સાથે જીવનભર સાથ નિભાવવાની.

નાનપણ ઝાંખુ પડી જાય, ઘડપણ ઘરડુ થઈ જાય, પણ યુવાની તો એમને એમ રહેવાની.

યુવાની તો છે યુવાનોની ઇચ્છા પુરી કરવાની ! હાય યુવાની.”

(ચિરાગ અંકલ માટે તાળીઓનો વરસાદ વરસાવે છે.)

[અંધારું]

[ચોઠું દ્ગશ્ય]

(અંકલ ચિરાગની ઓફ઼િસમાં આવે છે અને એક ફ઼ાઈલ મૂકે ને જતાં જ હોય છે ત્યારે તેમની નજર ચિરાગના કોમ્પ્યુટર પર જાય છે.)

અંકલ : ચિરાગનું કૉમ્પ્યુટર ચાલું છે ?

(રઘુ આવે છે.)

રઘુ : ગુડ મોર્નિગ અંકલજી

અંકલ : રઘુ ચિરાગ સરનું કૉમ્પ્યુટર કોણે ચાલું કર્યું ?

રઘુ : નથી ખબર સાહેબ ! પણ કંપનીના સિક્યુરિટી ગાર્ડએ કહ્યું કે ચિરાગસરની ગાડી મોડી રાતે ગઈ હતી કદાચ સર કાલે મોડે સુધી કામ કરી રહ્યાં હોય ! તેમનાથી જ ચાલુ રહી ગયું હોય.

અંકલ : ઠીક છે તું તારુ કામ કર.

(રઘુના જતા અંકલ ચિરાગના કૉમ્પ્યુટરમાં ડોક્યુ કરવા લાગે છે.)

અંકલ : (સ્વગત) ચિરાગને આ બધી વેબસાઈટનું શું કામ ? સર્ચ હિસ્ટરીથી ખબર પડે છે કે તેમને કેવી રીતે પોતાની મૂળ ઉંમરથી નાના બની શકાય ? તેના માટે દવા, પ્રાચીન ઔષધ, જાદુ, ચમત્કાર શોધી રહ્યાં હતા અને છેલ્લે તો મેલી વિદ્યાની તપાસ પણ કરાઈ હતી.

ચિરાગે આવી વેબસાઈટ કદી ઓપન કરી નથી અને આવુ અચાનક ? મને ખબર નથી ચિરાગના મન અને મગજમાં શું ચાલી રહ્યુ છે ? પહેલાં આપણાં પાસેથી યુવાનીની વાતો પૂછે છે ? અને નાના થવાની દવા અને જાદુ શોધે છે ?

મને અજાણ રાખીને એણે ભવિષ્યની કઈ યોજના વિચારી હશે એની કલ્પના કરવું અઘરું છે.

[અંધારું] –

Please send your feedback on email – sanjay.naika@gmail.com