Chhalkati Laagani in Gujarati Poems by Darshita Babubhai Shah books and stories PDF | છલકાતી લાગણી

Featured Books
Categories
Share

છલકાતી લાગણી

છલકાતી લાગણી

લાગણી છલકાતી જેની વાતમાં,

બે ત્રણ જણ હોય એવા લાખમાં.

છે ભરોસાપાત્ર એવા માણસો,

વાદળી ઉભરાતી જેની આંખમાં.

પ્રેમ ના આપી શક્યું મન પ્યારમાં,

જીંદગી ત્યાં ધૂળ જેવી રાખમાં.

***

આંખનો ભેજ

આંખનો ભેજ ભીંજવે છે મને,

યાદનો ભેજ ભીંજવે છે મને.

ને ઉપાડીને લઇ જઇ રહ્યાં મને,

લાશનો ભેજ ભીંજવે છે મને.

જીંદગી રેતઘર બની ગઇ જુઓ,

રેતનો ભેજ ભીંજવે છે મને.

***

પ્રેમ

શબ્દોનૂં આકાશ છે,

કવિતાઓનો રાસ છે.

વાંસળી વાગે કાનાની,

રાધાનો તે ખાસ છે.

ચાંદની રાતે સખી,

પ્રિયજનની આશ છે.

પ્રેમના આયુષ્યમાં,

લાગણીઓ ખાસ છે.

જ્યાં શ્વસે સાજન ત્યાં જો,

ધડકનો ને હાસ છે.

***

પ્રેમને હૈયાથી

પ્રેમને હૈયાથી જુદો કરી તો જો,

ચાર ડગલાં સાથી વિના ભરી તો જો,

રંગબેરંગી વસંતી ઋતુમાં સખી,

ચૈન દિલનું લાગણીથી હરી તો જો.

રેત પર પાણીની માફક સરી તો જો.

મંઝિલ સુધી પહોચી પાછો ફરી તો જો.

જીંદગીભર રાહ જોઇ ચકોરી જેમ,

એ જુદાઇની પળોમાં ડરી તો જો.

***

હું ને તું

હું ને તું સામસામે ના કિનારા,

તું ને હું સામસામે ના કિનારા.

બે હદય સાથે ધબકતા ને છતાં પણ,

તું ને હું સામસામે ના કિનારા.

છે મિલન ની ઘણી આશાઓ ને,

તું ને હું સામસામે ના કિનારા.

જીંદગીભર પાસપાસે છો રહ્યાંતાં,

તું ને હું સામસામે ના કિનારા.

આપણે તો એક જેવા લાગતા’તાં,

તું ને હું સામસામે ના કિનારા.

પ્રેમ ગાથા યુગો સુધી ગાજશે અહીં,

તું ને હું સામસામે ના કિનારા.

હોય છે સંબંધનું પણ એક આયુષ્ય,

તું ને હું સામસામે ના કિનારા.

***

શ્વાસ

શ્વાસમાં ધબકારમાં આકારમાં,

કોણ છે સાકાર નીરાકારમાં.

ફૂલની વસતી રહે આબાદ અને,

ખુશ્બુ ફેલાતી રહે સંસારમાં.

કાશી જાઓ કે બનારસ છેવટે,

થાય પ્રાપ્તિ મોક્ષની હરિદ્વારમાં.

સૂર્ય, તારા, ચંદ્રને છોડો હવે,

માણસો બદલાય છે પળવારમાં.

હોટલોના બંધ ઓરડા ભૂલી જાવ,

પ્રેમલીલા થાય છે અહીં કારમાં.

***

કપાળ પર

સ્પર્શ ની કલ્પના માત્ર થી

જો

માથું દુખતું બંધ થાય

તે

લાગણી

એટલે જ

પ્રેમ.

***

વાત દિલની

મોત જુદા કરે તો ભલે કરે,

જીંદગીભર હવે સાથે રહીશું.

જાઓ જઇને કહી દો દુનિયાને,

એકબીજાની જોડે જ રહીશું.

કોઇ રોકે ના રસ્તો અમારો હવે,

વાત દિલની જ માનીને રહીશું.

હાથ પકડીને રાખીશું હંમેશા,

લેખ વિધિના ઉથાપીને રહીશું.

પૂછશો ના કદી સરનામું અમારું,

એક્મેક ના દિલમાં જ રહીશું.

***

ચાર દિવસની ચાંદની

ચાર દિવસની ચાંદની ને પછી અંધારી રાત,

આપણી તો અધૂરી રહી ગઇ પ્રેમ ની વાત.

પીધા કર્યુ હતું અમૃત સમજી રાતભર અમે,

વિષ ની એક એ તો હતી કાતિલ જાત.

લોક લાજે જુદા રહ્યાં વર્ષો સુધી આમ તો જુઓ,

પણ હવે આપશુમ દુનિયા ને પળપળ માત.

***

રમત

મોત નો સામાન લઇ ને ફરું છું,

એ બહાને જીંદગીથી ડરું છું.

જે રમત રમવા મોકલી’ તી,

તે રમત હું શાન સાથે રમું છું.

ફાયદા નુકસાન ની બહાર નીકળી,

જીંદગી ના કર્મ પૂરા કરું છું.

***

વિરહાગ્નિ

મનના ઘા ને ભરવા દે,

વિરહાગ્નિ ને ઠરવા દે.

પાન નવા ખીલે માટે,

જુના સઘળા ખરવા દે.

ઘાસનું લીલુંછમ મેદાન,

કામધેનુ ને ચરવા દે.

છોકરાઓને રોક મા,

ધાર્યુ સઘળું કરવા દે.

કાળા કાર્યોના કર્તા,

તે રિબાઇને મરવા દે.

પ્રેમીઓને બાગમાં,

મુકત મનથી ફરવા દે.

***

નજર

સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી,

જડ-ચેતન તને જોઇ શકે,

પણ જે તને જોવા ઝંખે,

તેની નજર તરસતી રહે.

જાણ્યા અજાણ્યા, મિત્ર-શત્રુ,

જોયેલા ના જોયેલા તને સાંભળી શકે,

પણ જે તને સાંભળવા ઇચ્છે,

તેના કાન તરસતા રહે.

પોતાના-પારકા, સ્થિર અસ્થિર,

આલતુ ફાલતુ તને અડી શકે,

પણ જે તારો સ્પર્શ ચાહે,

તે જીવનભર તરસતું રહે.

કુદરતની આ કેવી લીલા,

કે પ્રેમમાં તરસતા રહેવાનું,

રાધા ને મીરાની વાત ના થાય,

માનવી જીંદગીથી હાથ ધોઇ નાખે છે.

***

સન્યાસી

સાધુ કે સન્યાસી છે કે રાજા,

માણિગર મન નો હવે ક્યારેક લાગે.

વેદનાનો દરિયો ઉભરાઇ ને,

બોલું બોલું થાય ક્યારેક લાગે.

ભીંજવીને ભીંજાઇ જાને તું,

પ્રેમનું વાદળું તું ક્યારેક લાગે.

***

મૌન

વાત દિલમાં સંઘરી ના રાખો,

બોલવું જો હોય બોલી નાખો.

વાત કરવા ઇચ્છે હૈયું બોલે,

દ્વાર દિલના આજે ખોલી નાખો.

બંધ હોઠોમાં છુપી છે દાસ્તાં,

મૌન વર્ષો જૂના તોડી નાખો.

***

ચોધાર આસુંએ રડે છે

તું વગર કારણની તકલીફો ને ઓઢીને ફરે છે,

ને પછી પસતાઇને ચોધાર આસુંએ રડે છે.

છે કુવો સામે નરી આંખે પણ જે દેખી શકે, તે

જાણતા હોવા છતાં હાથે કરી ને કાં પડે છે.

કશું મળવાની પણ આશા નથી ત્યાં ફાફા મારે,

શીદને ખોટી જીદોમાં જીંદગી ખાલી કરે છે.

***

છલનાયક

કેમ ખલનાયક બનીને આવ્યાં છો,

કેમ છલનાયક બનીને આવ્યાં છો.

રોજ બદલાતા રહે તારા રુપો,

કેમ પટનાયક બનીને આવ્યાં છો.

ચિત્ર ના નાયક બનીને આવ્યાં છો.

ગીત ના ગાયક બનીને આવ્યાં છો.

***

ગમના ઢગલાં

મોઢું હસતું રાખતાં ફાવી ગયું છે,

ગમના ઢગલાં સાખતાં ફાવી ગયું છે.

પ્રેમમાં તારા છલોછલ નાહીને પણ,

હૈયું ખાલી રાખતાં ફાવી ગયું છે.

શોધવા આખું મને જગ નીકળ્યું ત્યાં,

હું ને કાઢી નાખતાં ફાવી ગયું છે.

***

શું કરું ?

દૂર તારાથી રહીને શું કરું ?

દર્દ યાદોના સહીને શું કરું ?

જાય છે દિવસો દિલાસો આપીને,

આ સમય સાથે વહીને શું કરું ?

લાગણી હૈયે ભરેલી સામટી,

પાગલો માફક ચહીને શું કરું ?

ફૂરસદ જેને નથી મળવાની પણ,

વાત હૈયાની કહીને શું કરું ?

બે ઘડી સુખ આપીને ચાલ્યાં ગયાં,

આંખોમાં દરિયો નદીને શું કરું ?

ભાગ્યમાં લખવાનું ભૂલ્યો જ્યાં ખુદા,

હસ્તરેખામાં રહીને શું કરું ?

આંખ વાંચી ના શક્યાં જે કોઇની,

આપવીતી ત્યાં કહીને શું કરું ?

બોલ બે મીઠા જે બોલી ના શકે,

પ્રેમના ગુસ્સા સહીને શું કરું ?

વ્હાલ જ્યાં ઉભરાય પળ બે પળ ફક્ત,

તે સમંદરમાં વહીને શું કરું ?

***

વરસાદ

એકદમ વરસાદ તૂટી પડ્યો,

વાદળોનો ફૂગ્ગો ફૂટી ગયો.

આપવા તૈયાર બેઠા હતાં,

વ્હાલથી સન્યાંસી લૂટી ગયો.

અવનવા ખીલ્યાં હતાં બાગમાં,

ફૂલ ગુલાબી તે ચૂટી ગયો.

જ્યાં નદી ઠલવાતી કાયમ રહે,

છલકતો દરિયો ત્યાં ખૂટી ગયો.

જોરથી પકડ્યો હતો પણ, સખી,

હાથમાંથી હાથ છૂટી ગયો.

***

છલકતો દરિયો

એકદમ વરસાદ તૂટી પડ્યો,

વાદળોનો ફૂગ્ગો ફૂટી ગયો.

આપવા તૈયાર બેઠા હતાં,

વ્હાલથી સંન્યાંસી લૂટી ગયો.

અવનવા ખીલ્યાં હતાં બાગમાં,

ફૂલ ગુલાબી તે ચૂટી ગયો.

જ્યાં નદી ઠલવાતી કાયમ રહે,

છલકતો દરિયો ત્યાં ખૂટી ગયો.

જોરથી પકડયો હતો પણ, સખી,

હાથમાંથી હાથ છૂટી ગયો.

***